________________
શ્રમણ કથા
આચાર્ય સમવસર્યા. તે નગરમાં એક શિવભૂતિ સહસ્રમલ રહેતો હતો. (શિવભૂતિની કથા નિહ્નવમાં આપેલ છે અહીં માત્ર આચાર્ય કૃષ્ણ સાથે સંકડાયેલ તે કથાના અંશ જ નોંધેલ છે.)
કોઈ રીતે શિવભૂતિ ભટકતો ભટકતો ઘેર આવ્યો ત્યારે તેને ઘરમાં પ્રવેશ ન મળતા આશરો શોધવા નીકળ્યો. તે વખતે જ્યાં આર્યકૃષ્ણ હતા ત્યાંના ઉપાશ્રયના દ્વાર ઉઘાડા જોઈને શિવભૂતિ ત્યાં આવ્યો. તેણે દીક્ષા આપવા માટે વિનંતી કરી, આર્ય કૃષ્ણાચાર્યે તેની વાત સ્વીકારી નહીં. પણ તેણે સ્વયં લોચ કર્યો ત્યારે આચાર્યએ તેમને વેશ આપ્યો.
કોઈ વખતે તે રત્નકંબલ લાવ્યો, કૃષ્ણાચાર્યે “આ યતિને ન કલ્પ' એમ કહીને ફાળીને તેની નિષદ્યા કરી દીધી. વળી કોઈ વખતે કૃષ્ણાચાર્યે વાંચના આપતા જિનકલ્પીનું વર્ણન કર્યું. ત્યારે શિવભૂતિએ પૂછ્યું કે, તો આપણે કેમ જિનકલ્પીપણાનું પાલન કરતા નથી ? ત્યારે આર્ય કૃષ્ણાચાર્યે કહ્યું કે, હાલ જિનકલ્પીપણાનો વિચ્છેદ છે તો પણ શિવભૂતિ તે ન માન્યા ત્યારે આચાર્ય ભગવંતે સમજાવ્યું કે, પરિગ્રહના સદ્ભાવમાં નહીં પણ તેની મૂર્છાને કારણે, કષાય, ભયાદિને કારણે ઘણાં દોષનો સંભવ છે ઇત્યાદિ. જિનેશ્વરો પણ બધાં એક વસ્ત્રસહિત નીકળેલા પણ શિવભૂતિ ન માન્યોને નિહવ થયો. ૦ આગમ સંદર્ભ :
નિસી.ભા. ૫૬૦૯;
આવ.ચુ.૧-પૃ. ૪૨૭;
---
૭૩
×
આ.નિ. ૭૮૩માં ભા. ૧૪૬; ઉત્તનિ ૧૭૮ + ;
• કૃતપુણ્ય કથા ઃ
સામાયિકની પ્રાપ્તિ જે ભિન્ન ભિન્ન નિમિત્તોથી થાય છે, તેમાં એક નિમિત્ત સુપાત્રદાન પણ છે. આ સુપાત્ર દાનના પ્રભાવથી પ્રવ્રજ્યા—સ્વર્ગ અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થવાના વિષયમાં આ કથા છે. ૦ કૃતપુણ્યનો પૂર્વભવ
-
(શ્રીપુર નામના નગરમાં) એક ગોવાલણ રહેતી હતી. તેને એક પુત્ર હતો. તે નગરના લોકોએ ઉત્સવ નિમિત્તે ખીર રાંધી હતી. ત્યારે નજીકના ઘરોમાં તે ગોવાળપુત્ર બીજા બાળકોને ખીરનું ભોજન કરતા જોયા ત્યારે તે બાળકે માતાને કહ્યું કે, હે માતા ! મને પણ ખીર બનાવી આપ. ગોવાલણ પાસે તેવી કોઈ સામગ્રી ન હોવાથી દુઃખી થઈને રડવા લાગી. ત્યારે તેની સખીઓએ પૂછયું કે તું કેમ રડે છે ? ઘણાં જ આગ્રહથી પૂછતા તેણીએ કહ્યું કે, મારા પુત્રને ખીર ખાવી છે, પણ હું ક્યાંથી લાવીને આપું ?
તે સખીઓએ તેણી પ્રત્યેની અનુકંપાથી બીજા—બીજા પાસેથી લાવી—લાવીને તેણીને દૂધ, શાલિ, ચોખા આદિ સામગ્રી આપી. ત્યારે તે ગોવાલણે ખીર પકાવી. ત્યારપછી સ્નાન કરીને આવેલા તેના પુત્રની પાસે તેણીએ ઘી–મધ આદિથી યુક્ત એવા ખીરનો થાળ ભરીને સ્થાપ્યો. અર્થાત્ ખીર આપી. તે જ વખતે માસક્ષમણના પારણે આહારાર્થે નીકળેલા કોઈ સાધુ ત્યાં પધાર્યા. જેટલામાં તે ગોવાલણ બહાર ગઈ તેટલામાં તેના પુત્રે ખીરના ત્રણ ભાગ કર્યા.