________________
શ્રમણ કથા
૭૧
સ્વજન એવા રાજર્ષિ હતા. તે રાજાએ સંસારનો ત્યાગ કર્યો. ભગવંત મહાવીરના શિષ્ય બન્યા હતા. (તેનાથી વિશેષ માહિતી મળતી નથી.)
૦ આગમ સંદર્ભ :ઠા. ૭૩૨ + વૃક
– ૪ – ૪ – ૦ કાષ્ઠમુનિ કથા :
કાષ્ઠ નામનો કોઈ શ્રેષ્ઠી એક નગરમાં રહેતો હતો. તેને વજ નામે પત્ની હતી. તેની નજીકમાં દેવશર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. કોઈ વખતે તે કાષ્ઠશ્રેષ્ઠી દિગ્યાત્રાએ ગયો. ત્યારે તેની પત્ની વજા તે દેવશર્મા બ્રાહ્મણમાં આસક્ત બની. તેમના ઘરમાં ત્રણ પક્ષીઓ હતા. પોપટ, મેના અને કુકડો. કાષ્ઠ શ્રેષ્ઠી તે ત્રણેને ઘેર રાખેલા.
તે દેવશર્મા બ્રાહ્મણ રાત્રિના આવતો હતો. ત્યારે મેના બોલી કે તે જ્યાં આપણો પિતા (માલિક) છે કે તેનાથી બીવું જોઈએ ? ત્યારે પોપટે તેને અટકાવીને સમજાવ્યું કે જે માતાને પ્રિય છે તે જ આપણો પિતા (માલિક) કહેવાય. પરંતુ તે મેનાએ આ વાત સ્વીકારી નહીં અને તેણી દેવશર્મા બ્રાહ્મણને આક્રોશ કરવા લાગી. ત્યારે વજાએ તે મેનાને મારી નાંખી પણ પોપટને માર્યો નહીં.
કોઈ વખતે કોઈ સાધુ ભિક્ષાર્થે તે ઘરે આવ્યા. તેણે એક કુકડાને જોયો. પછી દિશાવલોક કરીને બોલ્યા – જે આ કુકડાનું મસ્તક ખાય, તે રાજા થાય. આ વાત અંદર રહેલા દેવશર્મા બ્રાહ્મણે ગમેતેમ પણ સાંભળી લીધી. તેણે વજાને કહ્યું કે, તું આ કુકડાને મારી નાખ મારે તેને ખાવો છે. ત્યારે વજાએ કહ્યું, બીજા કુકડાને લાવ. આ કુકડો મારા પુત્રને ઘણો જ પ્રિય છે. એ રીતે તે બ્રાહ્મણના અતિ આગ્રહથી તેણીએ કુકડાને મારી નાંખ્યો. એટલામાં તે નહાવા ગયો. તેટલામાં શાળાએથી વજાનો પુત્ર આવ્યો. ત્યારે તેણીએ કુકડાનું માંસ પકાવેલ હતું.
હવે તે બાળક ભૂખને કારણે કંઈક ખાવા માટે રડવા લાગ્યો, ત્યારે માતાએ તે પુત્રનું કુકડાનું મસ્તક ખાવા માટે આપી દીધું. તેટલામાં પેલો બ્રાહ્મણ ત્યાં આવ્યો. વાસણમાં પકાવાયેલ કુકડાનું મસત્ય શોધવા લાગ્યો. ત્યારે વજાએ કહ્યું કે, કુકડાનું મસ્તક તો મારા પુત્રને ખાવા આપી દીધું. ત્યારે બ્રાહ્મણ રોષાયમાન થયો. કુકડાનું મસ્તક ખાવા માટે તો મેં તેને મારી નાંખવા કહ્યું હતું. કેમકે જે તેનું મસ્તક ખાય તે રાજા થવાનો છે. તે મનમાં કંઈ વિચારવા લાગ્યો.
ત્યારે ઘરની દાસીએ આ વાત સાંભળી, તે બાળકને લઈને ત્યાંથી પલાયન થઈ ગઈ. તેણી અન્ય નગરમાં પહોંચી. તે નગરમાં અપુત્રીઓ રાજા મરણ પામેલો હતો. ત્યારે કોઈ અશ્વને છુટો મૂક્યો. આ અશ્વ જેના પર કળશ ઢોળે તેને રાજ્ય આપવું. તે અશ્વે તે બાળકને પરિસિંચિત કર્યો. ત્યારપછી તે બાળક રાજા થયો.
આ તરફ પેલો કાષ્ઠશ્રેષ્ઠી દિગયાત્રાએથી પાછો ફર્યો. પોતાના ઘરમાં પડોશી દેવશર્મા બ્રાહ્મણને જોયો. તેણે તેની પત્નીને પૂછયું. ત્યારે તેણીએ કંઈ જવાબ ન આપ્યો. પોપટને પાંજરામાંથી મુક્ત કર્યો ત્યારે તેણે બ્રાહ્મણ આદિ સર્વ પ્રબંધ શ્રેષ્ઠીને જણાવ્યો.