________________
૭૦.
આગમ કથાનુયોગ-૪
પ્રત્યપ્રેક્ષકને – “વાચકની સહદય શાસ્ત્રપરિકર્ષિત મતિ અને વાણી છે કે નહીં તે જાણવાને માટે મોકલ્યો. તેણે આવીને તે ઉત્સારકલ્પિક વાચકને પ્રશ્ન કર્યો – પરમાણુ પુદગલને કેટલી ઇન્દ્રિયો હોય છે ? તેણે જ્યારે આ પ્રમાણે પૂછ્યું ત્યારે પલ્લવગ્રાહી પાંડિત્યની જેમ કંઈક શીઘ્રતયા ગ્રહણ કરેલ હોય તેમ યથોક્ત અવ્યભિચારિ વિચાર બહિર્મુખતા વડે તેમણે ચિંતવ્યું કે આ પરમાણુ યુગલ લોકના એક ચરમાંતથી બીજા ચરમાંત સુધી એક જ સમયમાં જાય છે, તેથી નિશ્ચિતપણે તે પંચેન્દ્રિય છે. તે સિવાય તેને આવી ગમનવીર્યલબ્ધિ કઈ રીતે સંભવે ? આ પ્રમાણે (ઉતાવળે) મનોમન નિર્ણય કરી, તુરંત ઉત્તર આપી દીધો કે, હે ભદ્ર ! પરમાણુ પુલને પાંચ ઇન્દ્રિયો હોય છે.
ત્યારે વાચકવરના આવા પ્રકારના નિર્વચનને અવધારીને તે પુરુષ પાછો ફરીને અન્યતીર્થિકોની પાસે ગયો. તેઓની પાસે સમગ્ર સ્વરૂપ જણાવી દીધું. ત્યારે તેઓએ પોતાના મનમાં વિચાર કર્યો કે, નક્કી આ શરઋતુના વાદળોની જેમ કેવલ બાહ્યરૂપે જ ગર્જે છે. અંતઃકરણથી તો તુચ્છ જ છે. આ પ્રમાણે વિમર્શ કરીને એકઠા થયા. ઘણાં બધાં લોકોને એકઠા કરીને તેઓ વાચકની પાસે ગયા. પોતાની તુચ્છતાથી સુભિત થયેલા તેમણે આવેલ સમુદાયને નીહાળ્યો. પોતે પરસેવાથી રેબઝેબ થઈ ગયા. કેમકે અન્યતીર્થિકોનો આવો આડંબર તે સહન કરી શક્યા નહીં.
ત્યારે અભિમત પક્ષવિશેષને ગ્રહણ કરતા અન્યતીર્થિકોનો દસ્તર પ્રશ્નોને વહન કરવા સમર્થ ન બન્યા, પ્રશ્નોના ઉત્તર પણ આપી ન શક્યા. કિંચિત્ માત્ર પણ પ્રતિવચન કહેવા અસમર્થ રહ્યા. ત્યારે તે મિથ્યાષ્ટિ વડે – “અમે જીતી ગયા – જીતી ગયા” એવો કલકલ શરૂ થઈ ગયો. એ રીતે પ્રવચનની મલિનતા ઉત્પન્ન થઈ. શ્રમણોપાસકોના વદનકમળ પ્લાન થઈ ગયા. યથાભદ્રક લોકો વિપ્રતિપન્ન થયા.
આ રીતે પૂર્વે કોઈ વાચકે અન્યતીર્થિકોના માનનું મર્દન કરેલ. ત્યારપછી ઉત્સાર વાચક આવ્યા ત્યારે પ્રતિમાન મર્દન થયું. કેમકે બહુજન મધ્યે ઉત્સાર વાચકવાદમાં નિરુત્તર કરાયા – પરાજય પામ્યા. તીર્થની પણ અપભ્રાજના થઈ. અભિનવધર્મીઓ (અન્યધર્મીઓ) મનમાં વિચારવા લાગ્યા કે, જ્યારે વાચક પણ બીજાને નિર્વચન કરવા માટે – પ્રત્યુત્તર આપવા માટે સમર્થ નથી, તો નક્કી તેઓના તીર્થંકરને પણ સખ્ય વસ્તુતત્વનું પરિજ્ઞાન હશે નહીં. અન્યથા કેમ આવા પ્રકારે વ્યામોહ પામ્યા ? આ પ્રમાણે વિપરિણામથી મિથ્યાત્વગમન થાય. (આ મિથ્યાત્વ દર્શનનું દષ્ટાંત છે.)
૦ આગમ સંદર્ભ :ઉ.ભા. ૭૧૭ + ;
– – ૪ – ૦ એણેયક કથા :
ભગવંત મહાવીરની પાસે આઠ રાજાઓ મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરીને અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરી, તે આઠમાંના એક રાજાનું નામ એણેયક હતું. (જો કે વૃત્તિકાર મહર્ષિ અભયદેવસૂરિ જણાવે છે કે તેઓ એણેયક ગોત્રવાળા હતા, તેઓ કેતકાદ્ધ જનપદની શ્વેતાંબી નગરીના રાજા પ્રદેશી નામના શ્રમણોપાસકના કોઈ નિજક –