________________
૬૮
આગમ કથાનુયોગ-૪
અંગીકાર કરી.
ત્યારપછી તેણે ભગવંત ઋષભને ત્રણ પ્રદક્ષિણા આપવા પૂર્વક ત્રણ વખત “તત્વ શું છે ?' તેમ પૂછતા ભગવંતે તેને ત્રણ ઉત્તર આપ્યા. ઉત્પન્ન - વિગત – ધ્રુવ. ગણધરનામ કર્મના ઉદયથી તેણે દ્વાદશાંગીની રચના કરી, ચૌદ પૂર્વી ગ્રહણ કર્યા. ૮૪,૦૦૦ સાધુઓમાં મુખ્ય એવા પ્રથમ ગણધર બન્યા. અનુક્રમે મોક્ષે ગયા.
૦ (આ કથા ખરેખર ગણધર વિભાગની કથા છે. પણ ગણધર વિભાગમાં ફક્ત ભગવંત મહાવીરના ગણધરોની જ કથા નોંધી છે. તેથી ઋષભસેન ગણધરની લઘુકથા અહીં શ્રમણ વિભાગમાં આપી છે.)
૦ આગમ સંઘર્ભ :જંબૂ. ૪૪;
આવનિ ૩૪૪; આવ.પૂ.૧–પૃ. ૧૫૮, ૧૮૨; કલ્પ ૨૧૪ + 9
તિલ્યો. ૪૪૪;
x
––
૪
૦ ઋષભસેન અને સિંહસેન -
કુણાલનગરમાં વૈશ્રમણદાસ નામે એક રાજા હતો. તે રાજાને રિષ્ઠ નામે એક મંત્રી હતો, જે મિથ્યાદૃષ્ટિ અને દુરાગ્રહ વૃત્તિવાળો હતો. તે નગરમાં કોઈ અવસરે મુનિવરોમાં વૃષભસમાન, ગણિપિટકરૂપ શ્રી દ્વાદશાંગીના ધારક અને સમસ્ત મૃતસાગરનો પાર પામનારા અને ધીર એવા શ્રી ઋષભસેન આચાર્ય પોતાના પરિવાર સાથે પધાર્યા.
તે આચાર્ય ભગવંતના શિષ્ય શ્રી સિંહસેન ઉપાધ્યાય હતા. જે કેટલાયે પ્રકારના શાસ્ત્રાર્થના રહસ્યના જ્ઞાતા અને ગણની તૃપ્તિ કરનારા હતા. રાજમંત્રી રિષ્ઠની સાથે તેનો વાદ થયો. વાદમાં રિષ્ઠ મંત્રી પરાજિત થયો. તેથી રોષથી ધમધમતા, નિર્દય એવા તેણે પ્રશાંત અને સુવિડિત શ્રી સિંહસેન ઋષિને અગ્નિ વડે સળગાવી દીધા. તેમનું શરીર અગ્નિ વડે બળી રહ્યું હતું. તે અવસ્થામાં પણ તે ઋષિવરે સમાધિપૂર્વક મરણને પ્રાપ્ત કર્યું. સંથારાની આરાધના કરી.
૦ આગમ સંદર્ભ :સંથા. ૮૧ થી ૮૩;
– ૪ – ૪ – ૦ ઉત્સારવાચક કથા :
આજથી પૂર્વે કેટલાક આચાર્યો પૂર્વ અન્તર્ગત્ સૂત્ર–અર્થ ધારકપણાને લીધે વાચક નામ પ્રાપ્ત કરેલ. સર્વજ્ઞ શાસનરસી રૂપ મૂળને વિકસાવવામાં અનેક હજાર કિરણો અને વરસાદની ધારા સમાન સુંદર દેશનાની ધારાને વહાવતા પૃથ્વીમંડલને ભિંજવતા, ગંધહસ્તી જેમ હાથીના બચ્ચાના યૂથ વડે શોભે એ રીતે તે આચાર્ય સાતિશય ગુણવાનું એવા પોતાના શિષ્ય વર્ગ વડે પરિવરીને કોઈ એક ગામમાં પહોંચ્યા. તે ગામમાં જીવાજીવના જ્ઞાતાદિ વિશેષણથી વિશેષિત ઘણાં શ્રમણોપાસકો ત્યાં વસતા હતા. તેઓ ગુરનું આગમન સાંભળીને હર્ષસભર માનસવાળા થઈ સ્વસ્વ પરિવારથી પરિવરીને બધાં જ ત્યાં આવ્યા. આવીને ગુરના ચરણકમળમાં વંદના કરીને, બંને હાથ જોડીને તેમની સન્મુખ ઉપસ્થિત થયા.