________________
આગમ કથાનુયોગ-૪
નટે કહ્યું, હે પુરુષ ! હવે નૃત્ય કરીને ધન ઉપાર્જન કરો, તો અમે અમારી કન્યાનો તમારી સાથે વિવાહ કરીએ. ઇલાપુત્રે તેમની વાત કબૂલ રાખી તેઓની સાથે ધન મેળવવા નીકળ્યો. નટે કહ્યું કે, રાજાની સામે નૃત્ય કરી તેને પ્રસન્ન કરીને વિપુલ ધન પ્રાપ્ત કરો.
ત્યારપછી તેઓ બેન્નાતટ નગરીએ ગયા. ત્યારે રાજા પોતાના અંતઃપુર સહિત ઇલાપુત્રને નૃત્યક્રીડા કરતો જોવા આવ્યો. રાજાની દૃષ્ટિ પણ તે નટકન્યા પર પડી, તે તેના પરત્વે આકર્ષિત થયો. પરિણામે ઇલાપુત્રની કુશળ નૃત્યકળા જોવા છતાં રાજા તેને ઇનામ આપતો ન હતો. પરિણામે રાણી કે અન્ય લોકો પણ તેને કશું જ ધન આપતા નથી. તેની નૃત્યકળા જોઈને લોકોમાંથી “સારુ કર્યું – સારું કર્યું' એવો અવાજ ઉઠવા લાગ્યો.
ઇલાપુત્રે આકાશ જેવો ઊંચો એક વાત ખોડ્યો, તેની ઉપર એક મોટું કાષ્ઠ મૂક્યું. તેમાં બે મજબૂત ખીલા રોપ્યા. પછી ઇલાપુત્ર પગમાં પાદુકા પહેરીને તે વાંસ પર ચઢયો. એક હાથમાં તીર્ણ ખગ અને બીજા હાથમાં ત્રિશૂળ લઈ તે વાંસ ઉપર ક્રિડા કરવા, લાગ્યો. તેના અદ્ભુત નૃત્યને જોઈને સર્વ લોકો બહુ ખુશી થયા. પણ રાજાએ દાન ન આપ્યું. રાજા ચિંતવવા લાગ્યો કે આ નટ વાંસના અગ્ર ભાગ પરથી પડે તો હું નટીને હાંસલ કરું.
આવી બુદ્ધિથી નૃત્ય કરીને નીચે આવેલા ઇલાપુત્રને તેણે કહ્યું, હે નટ ! તું ફરીથી નૃત્ય કર કે જેથી હું સારી રીતે જોઉં. તેણે પણ વિશેષ ધન પ્રાપ્ત કરવાની ઇચ્છાથી ફરી ખેલ શરૂ કર્યો. તેણે રાજાના કહેવાથી વાંસ પર સૂઈ જઈને શરીરને બાંધીને નૃત્ય કર્યું, પછી આકાશમાં નિરાધાર રહીને નૃત્ય કર્યું. પછી આકાશમાં અદ્ધર રહી નૃત્ય કરવાનું કહ્યું, તેણે તે રીતે પણ નૃત્ય કર્યું. એ રીતે રાજાના કહેવા મુજબ તેણે ચાર-ચાર વખત નૃત્ય કર્યું.
જ્યારે તેણે આકાશમાં અદ્ધર નૃત્ય કર્યું ત્યારે પાદુકાને નલિકામાં પ્રવેશ કરાવી સાત વખત આગળ અને સાત વખત પાછળ કિલિકા વડે વિંધ કર્યા. જો આ નૃત્ય કરતા તે પડે તો તેના સેંકડો ટુકડા થઈ ગયા હોત. પણ રાજા તે નટકન્યાના લોભે દાન આપતો નથી. લોકોમાં કકળાટ શરૂ થયો. તો પણ રાજા દાન આપતો નથી. રાજા તો ફક્ત એમજ વિચારે છે કે, જો આ નટ વાંસ પરથી પડીને મૃત્યુ પામે તો હું આ નાટકન્યા સાથે લગ્ન કરું. તેથી ઇલાપુત્રનું નૃત્ય જોવા છતાં – “મેં નૃત્ય જોયું નથી.” તેમ કહી, હજી ફરીથી નૃત્ય કર – ફરીથી નૃત્ય કર તેમ કહ્યા કર્યું. એ પ્રમાણે ઉપર જણાવ્યા મુજબ ત્રણ-ત્રણ વખત નૃત્ય કરાવ્યું.
- ત્યારપછી રાજાએ તેને ચોથી વખત નૃત્ય કરવા કહ્યું. જો તું ચોથી વખત નૃત્ય દ્વારા મને ખુશ કરે તો હું તારું સંપૂર્ણ દારિદ્ર દૂર કરી દઈશ. ત્યારે વાંસડાના અગ્રભાગે રહેલા ઇલાપુત્રે વિચાર્યું કે, આ ભોગને ધિક્કાર છે. રાજા આટલી રાણીથી પણ તૃપ્ત થતો નથી. આ રાજાનું મન નક્કી આ નટડીમાં કામાર્ત થયું છે. રાજા કોઈપણ રીતે મારું મૃત્યુ નિપજાવીને આ સ્ત્રીને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. અહો ! આ કામાવસ્થાને, મને અને આ રાજાને ધિક્કાર છે. મેં મારા ઉત્તમ કુળને મલીન કર્યું.
તે વખતે વાંસ પર રહેલા ઇલાપુત્રે કોઈ શ્રેષ્ઠીગૃહમાં સાધુને જોયા. ત્યાં