________________
શ્રમણ કથા
૪૯
પગે પડી ગયા. હે ભગવંત! અમારા પર કૃપા કરો. ત્યારે આચાર્યએ કહ્યું કે, હે રાજનું! આ વિષયમાં હું કંઈ જાણતો નથી. અહીં એક સાધુ મહેમાનરૂપે પધારેલ છે. કદાચ તે તમને મદદરૂપ થઈ શકે. રાજા તેમની પાસે આવ્યા. તેમને ઓળખ્યા. ત્યારે તે સાધુ (અપરાજિત મુનિએ) કહ્યું, તમારા રાજાપણાને ધિક્કાર થાઓ. જે તમે તમારા પોતાના ભાંડ જેવા પુત્રનો નિગ્રહ કરી શકતા નથી. ત્યારે રાજાએ કહ્યું, હે મુનિ ! મારા પર કૃપા કરો. અપરાજિત મુનિએ કહ્યું કે, જો આ બંને દીક્ષા લેવા તૈયાર હોય તો તેમની મુક્તિ થાય, અન્યથા ન થાય.
ત્યારે રાજા અને પુરોહિતે કહ્યું, ભલે તેમ થાઓ. તેમને દીક્ષા આપો. પછી રાજપુત્ર અને પુરોહિત પુત્રને પૂછ્યું, ત્યારે તે બંને એ પણ કબૂલ કર્યું કે, અમને દીક્ષા આપો. ત્યારે પહેલા તે બંનેનો લોચ કર્યો, પછી બંધન મુક્ત કર્યા, એ રીતે તે બંને પ્રવ્રજિત થયા. ત્યારપછી રાજપુત્ર તો નિઃશંકિતપણે ધર્મ કરે છે, પણ પુરોહિતપુત્રને જાતિમદ ગયો નહીં. બંને કાળ કરીને દેવલોકે ઉત્પન્ન થયા. (આ કથા અરતિ પરીપ્ટ અંતર્ગતું આવે છે. કથા તો હજી પણ આગળ ચાલે છે. પરંતુ તે વાત અરતિ પરીષહ સંદર્ભમાં છે. તેથી અપરાજિત મુનિની કથામાં અહીં નોંધેલ નથી)
૦ આગમ સંદર્ભ :ઉત્ત.નિ. ૯૮, ૯૯ + વૃ;
ઉત્તર્પૃ. ૬૨;
૦ અભિચંદ્ર કથા :
ભગવંત મલિનો જીવ જ્યારે પૂર્વભવમાં મહાબલકુમાર હતા. તે મહાબલ કુમારના એક મિત્રનું નામ અભિચંદ્ર હતું. મહાબલે જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમના બીજા મિત્રોની સાથે અભિચંદ્રએ પણ દીક્ષા લીધી. (આ કથા પૂર્વે તીર્થકર મલિના કથાનકમાં આવી ગયેલ છે. ત્યાંથી જોવી.)
૦ આગમ સંદર્ભ :નાયા. ૭૬;
– ૪ – » –– ૦ અભિચીકુમાર કથા :
વીતીભય નગરમાં ઉદાયન નામે રાજા હતો, તેની પાવતી/પ્રભાવતી નામે રાણી હતી. તેમને અભીચિ નામે એક પુત્ર હતો. જ્યારે ઉદાયન રાજાએ દીક્ષા અંગીકાર કરી ત્યારે પોતાના પુત્રને આ દુર્ગતિ આપનારું રાજ્ય ન આપવું એમ વિચારી, પોતાના ભાણેજ કેશીને રાજ્ય આપ્યું. તે કારણે અભીચિ દ્વેષયુક્ત થયો. તેથી તે ત્યાંથી નીકળી રાજા કોણિક પાસે ચંપાનગરી ચાલ્યો ગયો. પછીથી તેણે દીક્ષા લીધી. પણ દ્વેષનો ત્યાગ ન કર્યો હોવાથી મૃત્યુ બાદ તે અસુરકુમાર દેવ થયો. (આ સંપૂર્ણ કથા ઉદાયન કથાનકમાં જોવી)
૦ આગમ સંદર્ભ :ઠા છ૩રની વૃ;
ભગ. ૫૮૭, ૫૮૮;
[ ૪/૪