________________
શ્રમણ કથા
૪૭
કરતા, રાજાના ભવનમાંથી નિર્દોષ અશન–પાન વહોરી લાવીને અર્ણિકાપુત્ર આચાર્યને આપી, તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા.
આ પ્રમાણે તેમનો કાળ નિર્ગમન થવા લાગ્યો. તે સમયે શુદ્ધતમ પરિણામની ધારા વધવાના યોગે વૈયાવચ્ચ કરતા પુષ્પચૂલા સાધ્વીજી કેવળજ્ઞાન પામ્યા. પરંતુ કેવલીઓ,
જ્યાં સુધી સામેના વ્યક્તિના જાણવામાં ન આવે ત્યાં સુધી વિનયનું લંઘન કરતા નથી છવાસ્થનો વિનય જાળવે છે. તેથી પૂર્વના ક્રમ પ્રમાણે ગુરુના અશનાદિક વહોરી લાવી વૈયાવચ્ચ કર્યા કરે છે. ૦ અર્ણિકાપુત્ર આચાર્યને કેવળજ્ઞાન :
કોઈ વખતે વરસાદ આવતો હતો. ત્યારે પણ તેણીએ આહાર લાવી આપ્યો. ત્યારે ગુરુએ કહ્યું, હે શ્રુતજ્ઞાની ! વરસાદ ચાલુ હતો છતાં તું આહાર કેમ લાવી ? ત્યારે પુષ્પચૂલા સાધ્વીએ કહ્યું કે, જ્યાં જ્યાં અચિંત્ત અપકાય (પાણી) હતું, ત્યાં ત્યાંથી હું યત્ન કરીને અહીં આવી છું. ગુરુએ કહ્યું કે, તેં અચિત્ત પ્રદેશ કઈ રીતે જાણ્યો ? તેણીએ કહ્યું, “આપની કૃપાથી" ગુરુએ પૂછયું કે, તે જ્ઞાન પ્રતિપાતિ (વિનાશી) છે કે અપ્રતિપાતિ (કાયમી) ? તેણીએ કહ્યું, અપ્રતિપાતિ અર્થાત્ કેવળજ્ઞાનથી.
(અહીં બીજો અભિપ્રાય એ પ્રમાણે છે કે-) કોઈ વખતે ગુરને કફના વ્યાધિથી અમુક પ્રકારના ભોજનની ઇચ્છા થઈ. તે વખતે પુષ્પચૂલા સાધ્વીએ તેમના મનોગત ભાવને જાણીને, ઉચિત સમયે તેવું ભોજન હાજર કરવાથી, વિસ્મિત થયેલા આચાર્યએ પૂછ્યું કે, હે આર્યા! તે મારા મનનો અભિપ્રાય કઈ રીતે જાણ્યો ? આવું દુર્લભ ભોજન વિલંબ વિના પણ કઈ રીતે લાવી આપ્યું ? સાધ્વીજીએ કહ્યું, જ્ઞાનથી, કેવા જ્ઞાનથી ? અપ્રતિપાતિ.
ત્યારે અર્ણિકાપુત્ર આચાર્યને થયું કે, અરેરે ! મને ધિક્કાર થાઓ. અનાર્ય એવા મેં મહાસત્ત્વ એવા કેવળીની આશાતના કરી. પછી ગુરુએ ઉઠીને મિથ્યાદુકૃત આપ્યું. પછી પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા. ત્યારે કેવળી સાધ્વીએ મધુર વચન કહીને તેમના શોકનું નિવારણ કર્યું. ત્યારે આચાર્ય ભગવંતે પૂછયું કે, આટલા લાંબા કાળથી સુંદર ચારિત્ર પાલન કરવા છતાં હું નિવૃત્તિ-સિદ્ધિ પામીશ કે નહીં ?
ત્યારા આવા સંશયવાળા આચાર્યને તે કેવલી સાધ્વીજીએ કહ્યું કે, હે મુનીન્દ્ર તમે મુક્તિ મળવાના વિષયમાં સંદેહ કેમ કરો છો ? આપને ગંગાનદી ઉતરતાં જ તુરંત કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. એ સાંભળી આચાર્ય મહારાજ ઘણાં લોકોની સાથે ગંગાનદી પાર કરવા નદીમાં બેઠા. પણ જ્યાં-જ્યાં તેઓ બેસવા ગયા, ત્યાં–ત્યાં નાવ નીચે બેસતું ગયું અને એ પ્રમાણે સર્વે લોકો ડૂબવા લાગ્યા. ત્યારે સર્વ વિનાશની શંકાથી તે નિર્ધામકોએ નાવડીમાંથી અર્ણિકાપુત્ર આચાર્યને પાણીમાં ફેંકી દીધા.
તે સમયે તેમના પૂર્વના ભવની સ્ત્રી જે મૃત્યુ પામીને વ્યંતરી થઈ હતી. તેણીએ તેમને પાણીમાં જ શૂળીએ ચડાવી દીધા. શૂળીએ પરાવાયા છતાં પણ વેદનાને ન ગણકારતા અને અતિ પ્રસન્ન ચિત્તવૃત્તિવાળા તેઓએ સમગ્ર આત્રવઠારને બંધ કર્યા અને વિચારવા લાગ્યા કે, અહો ! મારા રુધિરના પડવાથી અપકાયના જીવોની વિરાધના થશે. આવા શુભચિંતન સાથે તેઓ પકશ્રેણીએ આરૂઢ થયા. સંથારો અંગીકાર કર્યો. તેમના