________________
શ્રમણ કથા
૫૧
નામ વ્યવહારમાં “અરણી–મુનિ'ના નામે પ્રસિદ્ધિ પામેલ છે.)
તગરા નામે એક નગરી હતી. ત્યાં દત્ત નામનો શ્રાવક હતો. તેને ભદ્રા નામની પત્ની હતી. તેઓને એક પુત્ર થયો. જેનું અર્હત્રક નામ પાડ્યું.
કોઈ વખતે અર્જુન મિત્ર નામના આચાર્ય પાસે આતુ ધર્મ શ્રવણ કરીને વૈરાગ્ય પામેલા દત્તે પોતાના પુત્ર અને પત્ની સહિત દીક્ષા ગ્રહણ કરી. અર્હત્રક બાળસાધુ હોવાથી ક્યારેય ભિક્ષા માટે જતા ન હતા. દત્ત મુનિ સારી રીતે ક્રિયાયુક્ત હતા, તો પણ આગળ જતાં મારો પુત્ર સંયમનું પાલન કરશે, એમ ધારીને તથા પુત્ર ઉપરના વાત્સલ્યને લીધે ઉત્તમ ભોજન લાવીને પ્રથમાલિકાદિમાં પુત્રનું પોષણ–કરતા હતા. તે સુકુમાલ હતા. સાધુઓને તેમના પરત્વે અપ્રીતિ હતી. કંઈપણ ભણી શકતો પણ ન હતો.
કેટલાંક કાળ પછી તે વૃદ્ધ (દત્તમુનિ) કાળધર્મ પામ્યા. તેમના વિરહથી દુઃખી અર્હત્રકને સાધુઓએ બે–ત્રણ દિવસ તો આહાર લાવીને આપ્યો. પછી તેઓએ અર્હત્રક મુનિને કહ્યું, હવે તું જાતે જ ભિક્ષા માટે અટન કર, ત્યારે અર્હત્રક ખેદયુક્ત થઈને ભિક્ષા માટે ચાલ્યા. પૂર્વે કદી શ્રમ કર્યો ન હતો. શરીર સુકુમાલ હતું. ગ્રીષ્મઋતુના સૂર્યના કિરણોથી તાપમાં ઉપર–નીચે—પડખામાં તે દાઝવા લાગ્યા, પગ દાઝવા લાગ્યા, માથું પણ તપી ગયું. તૃષા પણ પીડવા લાગી, ત્યારે કોઈ મહેલની છાયામાં વિશ્રામ લેવા ઊભા રહી ગયા.
એ સમયે કોઈ ‘“પ્રોષિતપતિકા’’
જેનો પતિ પરદેશ ગયો છે તેવી કોઈ વણિક્ સ્ત્રીએ તેમને મહેલના ઝરૂખામાંથી જોયા. ઉદાર—સુકુમાલ શરીર, કામદેવ સમાન આકૃતિવાળા મુનિને જોઈને તેણી તેમની ઇચ્છા કરવા લાગી. તેણીને થયું કે, જોવા માત્રથી મારા મનનું આકર્ષણ કરે છે. માટે આ યુવાનની સાથે વિલાસ કરું. તેથી પોતાની દાસીને બોલાવી. મુનિને બોલાવીને પૂછયું કે, આપને શું જોઈએ છે ? ત્યારે મુનિએ કહ્યું, મારે ભિક્ષાનો ખપ છે. તેણે દાસીને કહ્યું કે, લાડવા લાવીને આપ. પછી મુનિને પૂછ્યું કે, તમે ધર્મ શા માટે કરો છો મુનિએ કહ્યું, સુખની પ્રાપ્તિને માટે હું ધર્મ કરું છું. ત્યારે તેણીએ કહ્યું કે, મારી સાથે ભોગ ભોગવ. અર્જુન્નક પણ ઉષ્ણ પરીષહથી પીડા પામેલ હતા. ઉપસર્ગ સહન ન થવાથી મનથી ભગ્ન થયેલ અર્જુન્નક તેની સાથે ભોગ ભોગવવા લાગ્યો.
સાધુઓએ તેની સર્વત્ર શોધ કરી, પણ ક્યાંય તેની ભાળ ન મળી. પછી તેઓએ આ વૃત્તાંત તેમના માતા સાધ્વીને કહ્યો. પછી ભદ્રામાતા પુત્રના શોકથી ઉન્મત્ત-પાગલ જેવા થઈ ગયા. તેણી અર્હમક–અર્હત્રક એ પ્રમાણે ઊંચે સ્વરે, ગદ્ગદ્ કંઠે બોલતા, વિલાપ કરતા આખા નગરમાં ભટકવા લાગ્યા. તેણી જેને—જેને જોતા, તે–તે બધાંને પૂછવા લાગ્યા કે, તમે કોઈએ મારા અર્હન્નકને જોયો છે ? આ પ્રમાણે વિલાપ કરતા ભમ્યા કરે છે.
કોઈ વખતે મહેલની અટારીમાં બેઠેલા અહંકે તેમને જોયા. તુરંત તે પોતાના માતા સાધ્વીને ઓળખી ગયો. અહો ! કેવું મારું આ દુષ્કર્મ ? એવું વિચારતા તે ક્ષોભ પામીને તુરંત અટારીએથી ઉતરી માતાના પગે પડી ગયો. તેને જોતાં જ માતા સાધ્વી તુરંત જ