________________
આગમ કથાનુયોગ-૪
તે બકરો આ વાત સાંભળી મૌનપણે ઊભો રહ્યો. ત્યારે બ્રાહ્મણ વિચારમાં પડ્યો કે આ સાધુ એવું શું બોલ્યા કે આ બકરો “બે—બે કરતો બંધ થઈ ગયો. તેણે તે તપસ્વી સાધુને પૂછયું કે, તમે એવું શું બોલ્યા કે આ બકરો મૌન થઈ ગયો. ત્યારે સાધુએ કહ્યું કે, આ તારો પિતા જ છે, જે બકરો થયો છે. ત્યારે તે બ્રાહ્મણે પૂછ્યું કે, હું આ વાત કેમ માનું ?
ત્યારે તે બકરાએ પૂર્વભવમાં બ્રાહ્મણ હતો ત્યારે તે પુત્રની સાથે નિધાન દાટેલ હતું. ત્યાં જઈને પગ પછાડ઼યો. ત્યારે તેના પુત્રને ખાતરી થઈ. પછી તે બકરાને છોડી દીધો. સાધુ પાસે ધર્મ સાંભળી બકરાએ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. બકરો દેવલોકે ગયો.
આ પ્રમાણે તે બ્રાહ્મણે શરણ સમજીને તળાવ, બગીચો અને યજ્ઞ આરંભ્યો. તે જ તેને અશરણ બન્યો. તેમ હે ભગવંત્ અમે તમારા શરણે આવ્યા છીએ. તમે જ અમારા માટે અશરણ બન્યા છો.
ત્યારે તે (અષાઢાચાર્ય) તે જ પ્રમાણે (પૃથ્વીકાયિકકુમારની માફક તેના આભરણો લઈને જલ્દીથી જવાને માટે પ્રવૃત્ત થયા. તે વખતે કોઈ સાધ્વીજીને જોઈને તે બોલ્યા, હે અંજિતાલિ ! તમે કટક-કુંડલ અને તિલક બધું તમારું કરી દીધું. હે પ્રવચનની ઉઠ્ઠાણા કરનારા ! દુષ્ટ શિક્ષિતા ! હવે અહીં શું આવ્યા છો ?
દર્શન પરીક્ષાર્થે વિકુર્વેલી સાધ્વીને ઉપર પ્રમાણે કહ્યું, ત્યારે તે સાધ્વીજીએ સા જવાબ આપ્યો કે, હે ભગવન્! નાના સર્ષપ સમાન પારકાના છિદ્રોને તમે જુઓ છો, પરંતુ બિલ જેવા મોટા તમારા દોષ છે. તમે તે બિલને જોઈ શકતા નથી.
તમે શ્રમણ છો, સંયત છો, બાહ્યવૃત્તિથી બ્રહ્મચારી છો, માટીના ઢેફા અને સુવર્ણમાં સમાન દૃષ્ટિવાળા છો. તમે વૈહારિક–વિહાર કરનારા છો તેવું તમે માનો છો. તો હે જયેષ્ઠાર્ય ! પહેલા એ કહો કે તમારા પાત્રમાં શું છે ? એ પ્રમાણે તેણીએ નિર્ભર્સના કરી, તો પણ તે આચાર્ય જવા લાગ્યા, ત્યારે લશ્કરને આવતું જોયું. ત્યારે તેને જોઈને ત્યાંથી નિવર્તતા એવા તેને દંડિકે હાથીના સ્કંધ પરથી ઉતરીને વંદન કર્યું. પછી કહ્યું, તે ભગવન્! અહો પરમ મંગલ નિમિત્ત થયું કે જે મેં અત્યારે સાધુને જોયા.
ત્યારપછી તેણે કહ્યું, હે ભગવન્! મારા અનુગ્રહને માટે પ્રાસુક અને એષણીય એવા આ મોદક આદિ શંબલને ગ્રહણ કરો. અષાઢાચાર્યએ તેની ઇચ્છા ન કરી. પાત્રમાં આભરણ છુપાવેલા હોવાથી તે ન દેખાડ્યા. ત્યારે તે દંડિકે બળપૂર્વક ખેંચીને તે પાત્રો ગ્રહણ કર્યા. જેવા તે મોદક અંદર મૂકવા ગયા કે તેણે આભરણો જોયા. ત્યારે તેણે આચાર્યનો તિરસ્કાર કર્યો. પછી તેમને સંબોધતા કહ્યું કે, તમને આ રીતે વિપરિણામિત થવું યોગ્ય નથી.
હવે મારા (દેવલોકથી) ન આવવાનું કારણ સાંભળો. હું દિવ્ય પ્રેમમાં ડૂબેલો, વિષયમાં આસક્ત હતો. તેથી (આપે મને નિર્ધામણા કરાવતા સોંપેલું) કર્તવ્ય પૂર્ણ ન કરી શક્યો. મનુષ્ય ક્ષેત્રની અશુભતાને કારણે દેવો જલ્દી અહીં આવતા નથી, પછી દિવ્ય દેવરૂપ કરીને ગયો. આચાર્ય પણ પૂર્વે દર્શન પરીષહ સહ્યો ન હતો. પછીથી સહન કર્યો.
૦ આ કથા સ્થિરીકરણના દૃષ્ટાંતમાં પણ આવે છે.