________________
શ્રમણ કથા
૫૩.
સમવયસ્ક શ્રમણો તેને કહેવા લાગ્યા–મજાક કરવા લાગ્યા. તેમને વાનરીપતિ ઇત્યાદિ શબ્દોથી બોલાવવા લાગ્યા.
કોઈ વખતે તે મુનિ નદી ઉતરતા હતા. ત્યારે પાણીમાં તેમનો પગ ફસાયો, ત્યારે તેમણે પોતાનો પગ પ્રસાર્યો. ત્યારે ત્યાં છિદ્ર જાણી તે યક્ષિણીએ મુનિનો એક પગ છેદી નાખ્યો. તે જોઈને શાસનદેવીએ તે યક્ષિણીને તાડના કરી કહ્યું કે, હે પાપિણી ! તું આ મુનિનો પરાભવ કરે છે તે યોગ્ય નથી. તારો પૂર્વભવ સંભાર. ત્યારે તે યક્ષિણીએ મુનિને મિથ્યાદુકૃત્ આપીને ખમાવ્યા. પછી શાસનદેવીએ પોતાના દિવ્ય પ્રભાવથી મુનિનો છેદાયેલો પગ સાજો કર્યો.
ત્યારપછી અન્મિત્રમુનિ પણ સંયમનું યથાયોગ્ય પાલન કરી સ્વર્ગે ગયા. (આ પ્રમાણે અપ્રશસ્ત રાગનું દૃષ્ટાંત જાણવું)
૦ આગમ સંદર્ભ – ગચ્છા ૮રની આવ.ચૂ–પૃ. ૫૧૪;
આવ.નિ. ૯૧૮ની વૃક
૦ અવંતિસુકમાલ કથા :
કોઈ વખતે આર્ય સુહસ્તિ વિહાર કરતા હતા. જીવિત સ્વામીની પ્રતિમાને વંદન કરવાને ઉજ્જયિની નગરી પધાર્યા. ત્યાં ભદ્ર નામે શ્રેષ્ઠી વસતો હતો. તેને ભદ્રા (સુભદ્રા). નામની પત્ની હતી. ધર્મકર્મમાં તત્પર એવા તે દંપતીને શુભ સ્વપ્ન સૂચિત એવો પુત્ર થયો. પિતાએ તેનો જન્મોત્સવ કરીને તેનું અવંતીસુકુમાલ નામ પાડ્યું. કુમારાવસ્થામાં અભ્યાસ કરી, યૌવનાવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે ભદ્રા માતાએ બત્રીશ રૂપવતી શ્રેષ્ઠી કન્યા સાથે તેના વિવાહ કરાવ્યા.
આર્ય સુહસ્તી જીવિત પ્રતિમાને વંદના કરીને ઉદ્યાનમાં રહ્યા, પછી સાધુઓને વસતિની માર્ગણા કરવા જવાનું કહ્યું. ત્યારે એક સંઘાટક યુગલ ભદ્ર શ્રેષ્ઠીની પત્ની સુભદ્રાના ઘેર ભિક્ષાને માટે પ્રવેશ કર્યો. ત્યારે તેણીએ પૂછયું કે, જ્યાંથી પધારો છો ? તે સાધુ યુગલે કહ્યું કે, અમે આચાર્ય સુસ્તીના શિષ્યો છીએ, ઉદ્યાનમાં રહ્યા છીએ. વસતિની માર્ગણા માટે નીકળેલા છીએ. ત્યારે સુભદ્રા (ભદ્રા)એ યાનશાળા દેખાડીને કહ્યું કે, જો આપને આ વસતિ અનુકુળ લાગે તો આપ અહીં રહી શકો છો. ત્યારે સાધુસંઘાટકે આચાર્ય ભગવંતને તે વાત જણાવી, સમુદાય સહિત ત્યાં આવીને રહ્યા.
કોઈ વખત પ્રદોષકાળે (સાંજ પછી) આચાર્ય ભગવંત નલિનીગુલ્મ અધ્યયનની પરાવર્તન કરી રહ્યા હતા. ભદ્રાશેઠાણીના પુત્ર અવંતિ સુકુમાલ પોતાના મહેલના સાતમાં માળે, પોતાની બત્રીશ પત્નીઓ સહિત ભોગ વિલાસ કરતો હતો, તેણે આ અધ્યયન સાંભળ્યું. સુતા–સુતા આખું અધ્યયન અજાગૃતપણે સાંભળ્યા કર્યું. તેને વિચાર આવ્યો કે, ના, આ નાટક નથી. શીઘ્રતયા તે પ્રાસાદના સાતમે માળેથી નીચે ઉતર્યો. પછી મહેલ– ભવનમાંથી બહાર નીકળ્યો. તેના મનમાં થયું કે, આ નલિનીગુલ્મ વિમાન મેં પોતે ક્યાંક નજરે જોયેલું છે. ઇહાપોહ કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન થયું.
ત્યારપછી તે યાનશાળામાં પ્રવેશ્યો. આર્ય સુસ્તીને કહ્યું કે, હું અવંતિસુકુમાલ છું.