________________
આગમ કથાનુયોગ-૪
જે દુર્બલિકા પુષ્પમિત્ર હતા, તે નવપૂર્વે ભણ્યા હતા. તે તેને રાત્રિ-દિવસ સ્મરણ કરતા રહેતા હતા. એ પ્રમાણે સ્મરણ કરતા તે દુબળા થઈ ગયા હતા. જો તે સ્મરણ ન કરે તો, તેને બધું જ ભૂલાઈ જાય. તે જ દશપુર નગરમાં તેમના એક સ્વજન હતા, તે રક્તપટ ઉપાસક હતા. આચાર્ય ભગવંત પાસે આવ્યા. તેણે કહ્યું કે, અમારા ભિક્ષુઓ ધ્યાન પરાયણ છે, તે પ્રત્યે તમારું ધ્યાન નથી. આચાર્ય ભગવંતે કહ્યું, અમારું ધ્યાન છે. તમારા આ જે સ્વજન દુર્બલિકાપુષ્પમિત્ર છે, તે ધ્યાનથી જ દુર્બળ થયા છે તેઓએ કહ્યું કે, આ ગૃહસ્થપણામાં ઘી વગેરે સ્નિગ્ધ આહારને કારણે બળવાન્ હતા. હવે તેને આવા પ્રકારનો આહાર મળતો નથી. તેથી દુર્બલ થયા છે.
ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, આ મુનિ સ્નિગ્ધ આહાર વિના ક્યારેય ભોજન કરતા નથી. તેમણે કહ્યું, તમારો સ્નિગ્ધ આહાર– ઘી' ક્યાં છે ? આચાર્ય ભગવંતે કહ્યું કે, ધૃતપુષ્પમિત્ર લાવે છે. તેઓ એ વાત માન્યા નહીં. ત્યારે આચાર્યએ કહ્યું કે, આ તમારી પાસે શું લાવ્યા ? તેઓ બોલ્યા સ્નિગ્ધ પેશીઓ લાવ્યા. તેઓને બોધ પમાડવા તેમને વિસર્જિત કર્યા. હું હમણા ઘીનું દાન કરું એમ વિચારી તેણે ઘી વહોરાવવું શરૂ કર્યું. પહેલાં તો ઘણું વહોરાવ્યું, પછી તેના પરિણામ પડવા લાગ્યા. ત્યારે કહ્યું કે, જેમ ઘડામાંથી પાણી ઝરે તેમ હવે ઝરતા નહીં. પછી ધર્મ કહ્યો, તેઓ શ્રાવકો થયા.
- આર્યરક્ષિત આચાર્યવાળા આ ગચ્છમાં ચાર સાધુ ભગવંત પ્રધાન (મુખ્ય) ગણાતા હતા :- (૧) દુર્બલિકાપુષ્પમિત્ર, (૨) વિંધ્યમુનિ, (૩) ફલ્યુરક્ષિત, (૪) ગોષ્ઠામાહિલ. તેમાં જે વિંધ્યમુનિ હતા. તે અતિ મેધાવી હતા. સૂત્ર, અર્થ, તદુભય ગ્રહણ કરવામાં, ધારણ કરવામાં સમર્થ હતા. તેની સૂત્રમંડલી સીદાતી હતી. તેમને પરિપાટી આલાપકમાં ઘણો સમય જતો હતો. તેથી આચાર્ય દુર્બલિકા પુષ્પમિત્રે તેમને વાચનાચાર્ય આપ્યા. કેટલેક કાળે તેમને નવમાં પૂર્વનું સ્મરણ ન રહ્યું. ત્યારે આચાર્ય ભગવંતને વિચાર આવ્યો કે, જો આવા મેધાવીને પણ સ્મરણ કરવા છતાં જ્ઞાન નાશ પામે તો, બીજાને તો જલ્દીથી નાશ પામવાનું છે.
ત્યારે આચાર્ય આર્યરક્ષિતે અતિશય જ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે, હવે મતિમેધા–ધારણાથી લોકો ક્ષીણતા પામવાના છે, ત્યારે ક્ષેત્ર અને કાલાનુભાવ જાણીને, અનુગ્રહને માટે શ્રતવિભાગ દ્વારા અનુયોગોને પૃથફ કર્યા. સુખેથી જ્ઞાન ગ્રહણ થઈ શકે તે માટે નય આદિને સારી રીતે વિભાગ કરીને ગુંથ્યા. અપરિણામ કે અતિપરિણામ ન થાય ત્યારે નયો દ્વારા ગ્રહણ થઈ શકે તેવા પ્રકારે સૂત્રોની વિભાગ દ્વારા ગૂંથણી કરી ચાર અનુયોગ બનાવ્યા.
(૧) ચરણ કરણાનુયોગ, (૨) ધર્મકથાનુયોગ, (૩) કાલાનુયોગ – જે ગણિતાનુયોગ પણ કહેવાય છે, (૪) દ્રવ્યાનુયોગ. તે મુખ્યવૃત્તિએ આ પ્રમાણે હતા. કાલિક શ્રત જે અગિયાર અંગરૂપ હતું, તે મુખ્યત્વે ચરણ—કરણાનુયોગ રૂપ ગણ્યું, ઋષિભાષિત, ઉત્તરાધ્યયન આદિને ધર્મકથાનુયોગ રૂપ ગણ્યા. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ ઇત્યાદિ કાલાનુયોગરૂપ (ગણિતાનુયોગ રૂપે) નોંધ્યા. દૃષ્ટિવાદનો દ્રવ્યાનુયોગરૂપે ઉલ્લેખ કર્યો. છેદસૂત્રોને ચરણકરણાનુયોગમાં ગણેલા છે.