________________
ભ્રમણ કથા
એક વખતે દેવેન્દ્ર દ્વારા વંદિત આર્યરક્ષિતાચાર્ય વિહાર કરતા મથુરા ગયા. ત્યાં ભૂત ગુફામાં વ્યંતરગૃહે રહ્યા. આ તરફ દેવેન્દ્ર દેવરાજ શક્ર મહાવિદેહમાં સીમંધર સ્વામીન નિગોદ જીવોનું સ્વરૂપ પૂછ્યું, જે પ્રમાણે ભગવંતે નિગોદના જીવોનું સ્વરૂપ વર્ણવ્યું, તેથી હર્ષ પામી શક્રેન્દ્રએ પૂછયું કે, ભારતવર્ષમાં એવા કોઈ છે કે, જે આ પ્રમાણે નિગોદના સ્વરૂપને વર્ણવી શકે. ત્યારે સીમંધરસ્વામીએ કહ્યું કે, હા, આર્યરક્ષિત છે, જે આવું જ નિગોદનું વર્ણન કરવા સમર્થ છે.
૪૩
ત્યારે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી, ઇન્દ્ર ત્યાં આવ્યો. પછી વૃદ્ધરૂપ કરી દીક્ષિત સાધુ મધ્યે આવ્યો. આર્યરક્ષિત આચાર્યને વંદન કરીને પૂછયું, ભગવન્ ! મારા શરીરમાં મહાન્ વ્યાધિ ઉત્પન્ન થઈ છે. મારે ભક્તપ્રત્યાખ્યાન છે, તો મને જણાવો કે હવે મારું આયુષ્ય કેટલું બાકી છે ? ત્યારે આચાર્ય ભગવંતે જ્ઞાનનો ઉપયોગ મૂકીને આયુષ્ય જાણવા પ્રયત્ન કર્યો તો આયુષ્ય સો વર્ષ, બસો, ત્રણસો એમ અધિકાધિક દેખાવા લાગ્યું. ત્યારે વિચાર્યું કે ભરતક્ષેત્રમાં આવા મનુષ્યનો સંભવ નથી. આ કોઈ વિદ્યાધર કે વ્યંતર હોય તેમ લાગે છે. તેનું આયુષ્ય તો બે સાગરોપમ જણાય છે. ત્યારે હાથ વડે મુખ ઊંચુ કરીને આચાર્યએ કહ્યું કે, તમે તો શક્રેન્દ્ર છો.
ત્યારે શક્રેન્દ્રએ સર્વ વૃત્તાંત કહ્યો, મેં જ્યારે મહાવિદેહમાં સીમંધર સ્વામીને પૂછયું, ત્યારે તેમણે આપનું નામ આપ્યું. માટે હું અહીં આવેલ છું. હું નિગોદના જીવનું સ્વરૂપ આપની પાસે જાણવા ઇચ્છું છું. આચાર્ય આર્યરક્ષિત પાસેથી નિગોદનું સ્વરૂપ સાંભળી, સંતુષ્ટ થયેલા ઇન્દ્રએ પૂછ્યું કે, હવે હું જઈ શકું ? આચાર્ય ભગવંતે કહ્યું કે, મુહૂર્ત માત્ર ઊભા રહો. ત્યાં સુધીમાં સાધુઓ આવી જાય. ત્યારે ઇન્દ્રે કહ્યું કે, તેમાં દુષ્કથાનો સંભવ છે, જે સ્થિર છે તે પણ ચલિત થશે. અલ્પસત્ત્વવાળા મને જોઈને નિયાણું કરશે. એટલે હું નીકળું. આચાર્ય ભગવંતે કહ્યું કે, તો કંઈક નિશાની કરીને નીકળો. ત્યારે શક્ર, તે ઉપાશ્રયનું દ્વાર અન્યત્ર કરીને નીકળી ગયા. ત્યારપછી સાધુઓએ આવીને જોયું કે ઉપાશ્રયનું દ્વાર આમ વિમુખ કઈ રીતે થઈ ગયું ? આચાર્ય ભગવંતે કહ્યું કે, અહીં શ આવીને ગયા.
ત્યારે સાધુઓએ કહ્યું કે, અરે ! અમે તો જોયા જ નથી. કેમ તેમણે મુહૂર્ત માત્ર ધીરજ ન ધરી. ત્યારે આચાર્ય ભગવંતે સમજાવ્યું કે, અલ્પસત્ત્વવાળા મનુષ્યો તેમને જોઈને નિદાન કરત, તેથી પ્રાતિહાર્ય કરીને ગયા. એ પ્રમાણે આર્યરક્ષિત દેવેન્દ્ર દ્વારા વંદાયેલા હતા.
કોઈ સમયે વિહાર કરતા તેઓ દશપુર ગયા. મથુરામાં કોઈ ક્રિયાવાદી ઉત્પન્ન થયો હતો. તે ‘“માતા નથી – પિતા નથી ઇત્યાદિ નાસ્તિવાદી હતો. ત્યાં કોઈ વાદી ન હતા. ત્યારે સંધે કોઈ સંઘાટકને આર્યરક્ષિત પાસે મોકલ્યા. તેઓ યુગપ્રધાન આચાર્ય હતા. સંઘાટક યુગલે આવીને તેમને વાત કરી. તેઓ વૃદ્ધ હોવાથી, તેમના મામા ગોષ્ઠામાહિલને મોકલ્યા. તે વાદ લબ્ધિધારી હતા. તે ગયા એટલે પેલો વાદી ચાલ્યો ગયો. પછી શ્રાવકોએ ગોષ્ઠામાહિલને આગ્રહ કરતા, ત્યાંજ વર્ષારાત્ર રહ્યા.
આ તરફ આર્યરક્ષિત આચાર્ય વિચારવા લાગ્યા કે, હવે આ ગણના ધારક કોણ