________________
૩
પુસ્તકની સમાલેચનામાં તેના કર્તા એમનની કરેલી ટીકા, વૈ. શા. સૈ, રાકરની ટીકાના જવાથ્યમાં લખેલા લેખા, અને ‘યુધિષ્ઠિરનું અસત્યકથન’માં પેાતાના મિત્ર' સદ્ગત નરસિંહરાવ સાથે કરેલા શાસ્ત્રાર્થ, એ એમની ચર્ચાપતિનાં - લાક્ષણિક દૃષ્ટાન્ત છે. એમની ભાષાના આ ગુણ તે કાઈ પેાતાના હિત માટે નક્કી કરેલી કાર્યપદ્ધતિ કૅ પૅાલીસી નથી, પણ એક સિદ્ધાન્ત ઉપર વિકસાવેલી મનેાદશા છે. એ સિદ્ધાન્ત તે હરેક વાક્ય સ્પષ્ટ રીતે પ્રિયે ભલે ન હેાય, પણ ઉદ્દેગ કરે એવું તેા ન જ લેવું જોઈએ, ઉદ્દેશ કર્યાં વિના સત્ય અને હિત 'ખેાલી જ ન શકાય એમ નથી જ. જે તેમણે પ્રસંગશઃ એક જગાએ કહેલા છે.૪૨ તેઓ તેને વાડ્મય તપ તરીકે આદર કરે છે.
33
'
મે' આગળ કહ્યું કે હિન્દુ દર્શનાની ચર્ચામાં આચાર્ય આનઃશંકરની નિરૂપણપદ્ધતિ અભ્યાસયેાગ્ય છે. અલબત એ પદ્ધતિ સાહિત્ય વગેરેની ચર્ચામાં પણ છે, પણ અહીં એ પદ્ધતિની વિચક્ષણતા પ્રસ્ફુટ રૂપે દેખા દે છે. એ પદ્ધતિમાં મુખ્ય તો ઐતિહાસિક પદ્ધતિ છે. આ પદ્ધતિના પ્રયાગ પાશ્ચાત્ય વિદ્વાના વાર વાર કરે છે, અને ત્યાં પણ તે વર્તમાન યુગમાં જ શરૂ થયેલી છે. એટલે આ વિષયમાં એને બુદ્ધિપૂર્વક ઉપયાગ અહીં પહેલી જ વાર થાય છે. મેં આગળ કહી તે બુદ્ધિની વિશાલતાથી તે હિન્દના લાંબા ઇતિહાસપર્ટને 'ઉકેલી સત્યને શુદ્ધ રૂપે જુએ છે, વસ્તુના આકસ્મિક અને તાત્ત્વિક અંશાને ભિન્ન કરે છે, સિદ્ધાન્તનું ઇતિહાસમાં ઘટાએલું ખીજ શેાધી કાઢે છે, 'દર્શનાના અમુક પ્રકારના વિકાસાના ખુલાસે આપે' છે, અંદરના ભેદાનાં કારણા દર્શાવી આપે છે. આ પદ્ધતિથી હિન્દુ ધર્મચિન્તનને કેટલાક ચિરસ્થાયી લાભ થયેા છે. તેમાં, કપિલના મૂળ સાંખ્ય સિદ્ધાન્ત સેશ્વર હતા, ખુદ્દ ભગવાન બ્રહ્માવાદની વિરુદ્ધ ન હતા, શકરાચાર્યને ચેાગસિદ્ધિ અભિમત નહાતી, વર્ણધર્મ એ શાંકર વેદાન્તનુ સ્વારસ્ય નથી. આપણાં દર્શનાના આંતર ભેદ કરતાં તેમની નીતિ આચાર સાધનવિચાર વગેરેની એકતા વધારે મહત્ત્વની છે વગેરે અનેક દર્શાવી શકાય. તેમણે બ્રાહ્મણેાને ન્યાય આપ્યા તે આપણે જોઈ ગયા. તેવી જ રીતે તેમણે એક જગાએ સમસ્ત હિન્દુ કામને ન્યાય આપ્યા છે. હિન્દુ દેશની પડંતાનાં કારણેામાં મેગલ મરાઠા સમયમાં જીવન વિલાસી થયું હતું એમ તેમણે કહેલું છે, પણ હિન્દુ મુસલમાનાને હાથે હાર્યો તેમાં હમેશાં હિન્દુઓના જ દોષ હતા એ મત તેમણે સ્વીકાર્યું નથી. આ
૪૨. પૃ. ૮૦'