Page #1
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ,
cથાયાતા vયગીવર્ય શ્રીભવન વિજયજી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
૫ ૩ ગનમઃ | દેવાધિદેવ શ્રી મુનિસુવ્રતસ્વામીને નમ:
૦
૦
૦
–– મંગલાચરણ ૪-—
પ્રવચનકાર :
પૂજ્યપાદ્ આચાર્યદેવ શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી
મહારાજ સાહેબના શિષ્યરત્ન પૂજ્ય ગણીવર્ય શ્રી ભુવનવિજયજી મહારાજ
પ્રકાશક : શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ
ઈતવારી, નાગપુર
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક: શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજીક તપગચ્છ સંધ ઈતવારી, નાગપુર–૨.
પ્રાપ્તિસ્થાન : શ્રી જૈન વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ગુલાબસાવ ગલી, ભાજીમંડી ઈતવારી, નાગપુર-૨.
પ્રથમ આવૃત્તિ-૪૨૫૦ વિક્રમ સંવત ૨૦૩૨ તા. ૨–૩–૧૯૭૬
મૂલ્ય રૂા. ૫-૦૦
મુદ્રક: રતિલાલ વાડીલાલ શાહ શ્રી પ્રિન્ટીંગ પ્રેસ, ચિતાર ઓલી ચોક નાગપુર-૪૪૦૦૦૨
Page #4
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ્ આચાર્ય દેવ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર
પૂ. આચાર્ય દેવ શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પ્રકાશકીય નિવેદન શાસન પ્રભાવક પૂ. ગણીવર્યશ્રી ભુવનવિજયજી મહારાજશ્રી તથા પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજ છેલ્લા સાત વર્ષથી મહારાષ્ટ્ર, બિહાર, બંગાલ, ઓરીસા, છત્તીસગઢ વગેરે પ્રાંતોમાં વિહાર કરીને આ બાજુની જનતાને પોતાની પ્રવચનમુનો અપૂર્વ લાભ આપી રહ્યા છે. સં. ૨૦૨૬ ની સાલમાં પૂજ્યશ્રી સમેતશિખર મહાતીર્થની યાત્રાના ધયેયથી મુંબઈથી વિહાર કરીને આ બાજુ પધારેલા. અંતરીક્ષછ ભાંડકજી વગેરે તીથની યાત્રા કરીને સં. ૨૦૨૬ ની સાલનું ચાતુર્માસ અત્રે નાગપુર શહેરમાં શ્રીસંઘની આગ્રહભરી વિનંતીથી કરેલ. ચાતુર્માસ ભવ્ય રીતે ઉજવાયેલ અને પર્યુષણ પર્વમાં મહાન તપશ્ચર્યાઓ તેમજ તપશ્ચર્યાઓની ઉજવણી નિમિત્તે અઠ્ઠાઈ મહોત્સવ સહિત શાન્તિસ્નાત્રાદિ મહાન ધાર્મિક પ્રસંગો ઉજવાયેલ.
સં. ૨૦૨૬ ના ચાતુમાસમાં દશેરાના શુભદિવસે પુજયશ્રીની પ્રેરણાથી નૂતન ઉપાશ્રયના બાંધકામ નિમિતે ફક્ત વીસથી પચ્ચીસ મિનિટમાંજ રૂા. ૫,૦૦૦ જેવી રકમ ભેગી થઈ ગયેલ તેના ફળસ્વરૂપે આજે મહારાષ્ટ્રભરમાં અનેક ઉપાશ્રય નિર્માણ થયેલ જે નાગપુર તપગચ્છ સંધના ઈતિહાસમાં અનુપમ ગૌરવગાથાસ્વરૂપ બની ગયેલ છે.
સં. ૨૦૨૭ ની સાલમાં પૂજ્યશ્રીએ અત્રેથી પૂવદેશના મહાન તીથની યાત્રા નિમિત્તે વિહાર લાવેલ અને રસ્તામાં આવતા બનારસ, સિંહપુરી, ચંદ્રપુરી, પટા, નાલંદા, રાજપૂત,
Page #7
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પાવાપુરી, ક્ષત્રિયકુંડ, ચંપારી વગેરે તીથની અનેરા ઉલ્લાસથી યાત્રા કરીને ફાલ્ગન વદી બીજના દિવસે શિખરજી મધુવનમાં સસ્વાગત પ્રવેશ કર્યો. શિખરજી મહાન તીર્થની યાત્રા કરીને જીવનમાં અનેરો આનંદ અનુભવ્યો. ચૈત્રી ઓળી , બેરમો શહેરમાં કરાવીને સામુદાયિક પદયાત્રાનું બેરમો સંઘના આગેવાન શેઠ સ્વ. મણીભાઈ રાઘવજી કોઠારી તરફથી આયોજન થતાં બેરમોથી ફરી પાછા શિખરજી પધાર્યા. સંઘ સમુદાય સાથે અનેરા ઉલ્લાસથી શિખરજી મહાતીર્થની યાત્રા કરીને અખાત્રીજના દિવસે વર્ષીતપના પારણે પુજ્યશ્રીની નિશ્રામાં થવાના હોવાથી કલકત્તાના રહીશ શેઠ બાબુલાલ લક્ષમીચંદ વગેરેની વિનંતી સ્વીકારીને પુજ્યશ્રીએ મધુવનમાં અખાત્રીજ સુધી સ્થિરતા લંબાવી. અખાત્રીજના દિવસે અનેરા ઉત્સાહથી છ તપસ્વીઓએ વૃષીતપનાં પારણુ કર્યા. વષીતપના પારણા નિમિત્તે ભવ્ય મહોત્સવ ઉજવાયેલ તેમ જ વષતપ નિમિત્તે ભવ્ય વરઘોડો ચડાવેલ. વષીતપના પારણાનો આવો ભવ્ય પ્રસંગ શિખરજીમાં અનેરા ઉત્સાહથી ઉજવાયેલ. શેઠ બાબુલાલ લક્ષ્મીચંદના ધર્મપત્નીને પણ વર્ષીતપનું પારણું હોવાથી પ્રસંગને દીપાવવા શેક બાબુભાઈએ અપુર્વ ઉત્સાહ દાખવેલ. " 2 . ત્યારબાદ પુજ્ય શ્રી વિહાર કરીને ત્રાસગઢ, ઝરીયા, ધનબાદ પધાર્યા. ધનબાદ શહેરમાં પૂજ્યશ્રીના ઉપદેશથી ભવ્ય ઉપાશ્રયે નિર્માણ થયેલ છે. ઝરીયા શહેરમાં આયંબિલ ભુવન પણ નિમણુ થયેલ. સં. ૨૦૨૭ ની સાલનું ચાતુર્માસ બેરમો શહેરમાં શ્રીસંઘની વિનંતીથી કરીને બેરમોના ચાર સદ્દગૃહસ્થો તરફથી આયોજિત શિખરજી મહાતીર્થના પદયાત્રા સંઘ સાથે પૂજ્યશ્રી ફરી પાછા શિખરજી, પધાર્યા. સંઘ સમુદાય સાથે
Page #8
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
યાત્રા કરીને શિખરજીથી વિહાર આગળ લંબાવીને જીયાગંજ તેમજ અજીમગંજના ભવ્ય જિનમંદિરોની યાત્રા કરીને પુજ્યશ્રી કલકત્તા મહાનગરીમાં પધાર્યા. અત્રે શ્રીસંઘે ભવ્ય સ્વાગત કરેલ. સં. ૨૦૨૮ ની સાલનું ચાતુર્માસ કલકત્તા શહેરમાં કેનીંગ સ્ટ્રીટ ઉપાશ્રયમાં શ્રીસંઘની વિનંતીથી કરેલ. ચાતુર્માસમાં સાધારણ ખાતાની ખોટ પુરવા રૂ. ૯૩,૦૦૦ નો ફંડ કરાવી આપેલ. તેમજ ચાતુર્માસ બાદ શિખરજી મહાતીર્થનો કલકત્તા શહેરથી છરી પાળતો સંઘ પુજ્યશ્રીની નિશ્રામાં નિકળેલ. સંઘનો પ્રસ્થાન પ્રસંગ કલકત્તા શહેરના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય તેવો હતો. આ પ્રસંગે દસ હજારની ઉપર સંખ્યામાં ભાઈ-બહેનો સંઘ પ્રસ્થાન વેળા વિદાય આપવા જોડાયા હતા તેમજ ૭૦૦ યાત્રિકો પદયાત્રા સંઘમાં જોડાયા હતા. સંઘ એક મહિને શિખરજી પહોંચ્યો હતો. " સંઘસમુદાય સાથે યાત્રા કર્યા બાદ તીર્થમાળ વિધિનો પ્રસંગ ઉજવીને કટક તરફ કટક સંઘની વિનંતીથી વિહાર આગળ લંબાવ્યો. વચમાં જમશેદપુર, બાલાસોર વગેરે ક્ષેત્રોને અપુર્વ લાભ આપીને સં. ૨૦૨૯ ના જેઠ વદી પંચમીએ કટક શહેરમાં શ્રીસંઘના ભવ્ય સ્વાગતપુર્વક પ્રવેશ કર્યો. સં. ૨૦૨૯ અને ૨૦૩૦ એમ બને ચાતુર્માસ કટક ક્ષેત્રમાં શ્રીસંઘની વિનંતીથી કર્યા. અત્રે શ્રીસંઘની ઘણા વર્ષોથી જિનમંદિર નિર્માણ કરવાની ભાવના હતી. પૂજ્યશ્રીના પગલે સારી એવી રકમ ભેગી થઈ જતાં તે ભાવનાને અપુર્વ વેગ મલ્યો અને સં. ૨૦૩૦ ના જેઠ સુદી ચતુર્થિના શુભ દિવસે પૂજ્યશ્રીની નિશ્રામાં અનેરો ઉત્સાહથી પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવાઈ ગયો. કટકનો શ્રીસંઘ ધન્ય ધન્ય બની ગયો !
Page #9
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
નાગપુર સંઘના કાર્યકરો પૂજ્યશ્રીને વિનંતી કરવા કટક પહોંચ્યા. નાગપુર સંઘની આગ્રહભરી વિનંતી હોવાથી પુજ્યશ્રીએ કટકથી નાગપુર તરફ વિહાર આગળ લંબાવ્યો. વચમાં દુર્ગ શહેરમાં નાગપુર ચાતુર્માસની જય બોલાવી અને જેઠ વદી પંચમીના શુભ દિવસે સં. ૨૦૩૧ ની સાલનું ચાતુર્માસ નાગપુર શહેરમાં વિતાવવા પુજ્યશ્રીએ શ્રીસંઘના ભવ્ય સ્વાગતપુર્વક નાગપુર શહેરમાં પ્રવેશ કર્યો. શ્રીસંઘનું મહાન અહોભાગ્ય કે જતાં અને આવતાં બને ચાતુર્માસનો અપુર્વ લાભ નાગપુરને મલ્યો એટલું જ નહીં અને ચાતુર્માસ એવાં તો ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયાં કે કે જેનો ઈતિહાસ વર્ષો સુધી અમર રહી જશે.
બીજા ચાતુર્માસમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી એક લાખ જેટલી રકમ થઈ જતાં નૂતન જિનમંદિરના કાર્યને અપુર્વ વેગ મલ્યો. પુજ્યશ્રીના પગલે જિનમંદિરનું કાર્ય પુરજોશમાં શરૂ થઈ જતાં ફાગણ મહિને પુજ્યશ્રીની નિશ્રામાં શ્રીસંઘની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાની ભાવના આજે સફળતાને વરી ચૂકી છે.
અત્રેના નૂતન ઉપાશ્રય પર રૂા. ૮૦,૦૦૦ દેવ દ્રવ્યનું કર્જ હતું, તે પણ મહારાજશ્રીની પ્રેરણાથી ચુકવાઈ ગયેલ છે. આવાં અનેક કાર્યો પૂજ્યશ્રીના મંગળ પગલે નાગપુર શહેરમાં શ્રીસંઘના અપુર્વ ઉત્સાહથી થયેલ છે. બધા કાયૉપર કળશ ચડાવવારૂપ પુજ્યશ્રીના ઉપદેશથી અત્રેથી ભાંદજી) ભદ્રાવતી તીર્થનો છરી પાળતો સંઘ પણ નીકળેલ. સંઘમાં ચારસોની સંખ્યામાં યાત્રિકો જોડાયેલ. નાગપુર શહેરમાં ઘણા
Page #10
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
લાંબા સમયે આ કાર્ય થતાં ઘર ઘરમાં અનેરો આનંદ વ્યાપી ગયેલ. પૂજ્યશ્રીના દર્શનવંદનાર્થે ગામોગામના સંઘ અત્રે પધારેલ. તેમાં કલકત્તા શ્રીસંઘના ભાઈ-બહેનો ટ્રેન દ્વારા આખી બોગી જેડીને અત્રે પધારેલા. દરેક ગામના શ્રીસંઘના ભાઈઓએ સંઘપુજનના અપુર્વ લાભો લીધેલા. ચાતુર્માસમાં પચીસથી ત્રીસ જેટલા શ્રીસંઘપુજનો થયા અને આવનારા દરેક ગામના ભાઈઓએ મુક્તહસ્તે અત્રેના નૂતન જિનમંદિરના મહાન કાર્યમાં તેમ જ સાધારણ અને આયંબિલ ખાતાઓમાં આર્થિકરીતે પોતાનો અપુર્વ સહકાર આપેલ.
ચાતુર્માસ દરમ્યાન પુ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર ગ્રંથની વાંચના પૂજ્યશ્રીએ કરેલ હતી. તેમાં માર્ગાનુસારીના પાંત્રીસ બોલની વ્યાખ્યા પુજ્યશ્રીએ પોતાની અદ્દભૂત લાક્ષણિક શૈલીમાં કરેલ હતી. ઘણુ મુમુક્ષુ ભાઈ બહેનોના મનમાં થયું કે માર્ગાનુસારી ગુણોના વ્યાખ્યાનો જે પુસ્તકાકારે છપાય તો ઘણું મુમુક્ષુઓ માટે લાભનું કારણ થાય. કારણ કે તેમાં સામાન્ય એવા ગૃહસ્થધર્મની વ્યાખ્યા હોવાથી ગૃહસ્થો માટે તે અત્યંત ઉપયોગી છે અને પુસ્તકરૂપે, પ્રગટ થાય તો દૂર દેશાંતરમાં વસતા ભાઈ બહેનોને પણ વાંચનનો અપુર્વ લાભ મળે.
પુજ્યશ્રીએ જાતે જ વ્યાખ્યાનો લખીને તૈયાર કર્યા. મહિનાઓ સુધી પુજ્યશ્રીએ આ વ્યાખ્યાનો લખવાની પાછળ, પોતાના કિમતી સમયનો ભોગ આપ્યો. દિવસના ત્રણથી ચાર કલાક લખવામાં જતા હતા. વ્યાખ્યાનો છપાવવાની શ્રીસંઘ અને મુમુક્ષુ ભાઈ બહેનોએ ભાવના વ્યક્ત કરતાં
Page #11
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પુજ્યશ્રી તરફથી સંમતિ મળતાં તે વ્યાખ્યાનો પુસ્તકાકારે બહાર પાડવાનો શ્રીસંઘને જે અપુર્વ લાભ મલ્યો છે તે બદ્દલ અત્રેનો શ્રી જૈન વેતામ્બર તપગચ્છ સંઘ પુ. મહારાજશ્રીનો ભૂરી ભૂરી આભાર વ્યક્ત કરે છે. ધાર્મિક જીવનની શુભ શરૂઆત નીતિ, ન્યાય, પાપભિરૂતા, માતાપિતાની સેવા, નિંદાત્યાગ વગેરે સગુણોથી જ થાય છે માટે પુસ્તકનું નામ
મંગલાચરણ રાખેલ છે અને તે તે ગુણોપર પૂજ્યશ્રીએ પોતાની કસાયેલી કલમથી વેધક પ્રકાશ પાડેલ છે.
- પુ. ગણીવર્યશ્રીના સુશિષ્ય મુનિશ્રી યશોવિજયજી મહારાજે પુસ્તકના મુફ સંશોધનનું કાર્ય કાળજીપૂર્વક કરેલ છે, તે બદ્દલ શ્રીસંઘ પુજ્ય મહારાજશ્રીનો અત્યંત આભાર માને છે. શ્રી પ્રિન્ટીંગ પ્રેસવાળા શ્રીયુત્ રતિલાલ શાહે પુસ્તકના છાપકામનું કાર્ય શ્રમપુર્વક અતિસુંદર અને ઉઠાવદાર કરી આપેલ છે તે પણ ટુંક સમયમાં, તે બદ્દલ સંઘ તેમનો પણ આભાર જાહેર કરે છે. જે જે મુમુક્ષુ ભાઈબહેનોએ પુસ્તકના કાર્યમાં આર્થિક સહકાર આપેલ તે સૌનો આભાર જાહેર કરવામાં આવે છે. - ક
- અંતમાં સૌ મુમુક્ષુ ભાઈબહેનો આ પુસ્તકનું વાંચન - મનન કરી તેમાંથી યથાશક્તિ સાર ગ્રહણ કરી જીવનને ધન્ય બનાવે એ જ અંતરની અભિલાષા !
શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ
નાગપુર,
Page #12
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ઉપોદ્ઘાત
નાગપુર ક્ષેત્રમાં સ. ૨૦૨૬ અને સ. ૨૦૩૧ એમ એ ચાતુર્માંસ કર્યાં. પહેલું ચાતુર્માસ સમ્મેતશિખરજી મહાતીર્થીની યાત્રા નિમિત્તે તે તરફ જવાના ધ્યેયથી કરેલ. અને ખીજું ચાતુર્માંસ પૂદેશના તીર્થોની યાત્રા કરીને પાછા વળતાં કરેલ. પહેલા ચાતુર્માંસમાં “શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમ” ગ્રંથનું સભામાં વાંચન કરેલ અને ખીજ ચાતુર્માસમાં “શ્રી યોગશાસ્ત્ર” મહાગ્રંથ વાંચન કરેલ. યોગશાસ્ત્રના પહેલા પ્રકાશમાં માર્ગાનુસારીના પાંત્રીસ ખોલપરની વ્યાખ્યા લગભગ એક મહિના પર્યંત ચાલી. ગૃહસ્થોના સામાન્ય ધમની તેમાં વ્યાખ્યા હોવાથી શ્રોતાઓને તેમાં ખૂબ રસ પડ્યો અને માર્ગાનુસારીના ખોલની વ્યાખ્યામાં એ વાતપર ખૂબ જોર દેવામાં આવતું હતું કે જીવનના ઘડતર માટે આ ગુણો અત્યંત ઉપયોગી છે. નીતિ ન્યાય વગેરે માર્ગાનુસારીના પાયાના ગુણો છે. પાયો મજબૂત હોય તો તેનીપર ઈમારત પણ મજબૂત થાય તેમ ધાર્મિક જીવનના પાયામાં નીતિ ન્યાય વગેરેના ગુણો હોય તો વ્રત પચ્ચક્ખ્ખણાદિની ઈમારત પણ ખૂબ મજબૂત થાય. મનુષ્યો ભલે વ્રતો કરતા હોય ધાર્મિક ક્રિયાઓ કરતા હોય, પણ તેમનામાં નીતિ ન્યાય વગેરેના ગુણો ન હોય. તો દુનિયામાં તેમના નિમિત્તે ધની હેલના થાય છે પણ પ્રભાવના થતી નથી. પોતાના નિમિત્તો, ધર્મક્રિયાઓની લઘુતા થાય એ પણ મોટામાં મોટો દોષ છે. ગૃહસ્થો. વ્યાપાર વાણુિજ્યના ક્ષેત્રમાં પ્રામાણિકતાથી વતતા હોય તો ધર્મ શાસન
Page #13
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
અને ધર્મક્રિયાઓની પ્રભુતા વધે છે અને જૈનધર્મની પણ લોકહૃદયમાં ભૂરી ભૂરી અનુમોદના થાય.
આજે ભણતર ખૂબ વધ્યું છે પણ સાથે જીવનનું ધડતર રહ્યું નથી. શિક્ષણ આપવાની સાથે વિનય વિવેકના સસ્કાર જો રેડવામાં આવે તો જ જીવનનું ઘડતર થઈ શકે. ખરી રીતે સંસ્કારને પોષણ આપે તે જ શિક્ષણુ કહેવાય. શરૂઆતથી વિદ્યાર્થીઓમાં વિનય વિવેકના ઉચ્ચ સંસ્કાર પડ્યા હોય તો તે આગળ જતાં જીવનમાં ખીલી ઊઠે એટલે કે નવપલ્લવિત અને. આજે વાત વાતમાં છોકરાઓ માબાપની સામા થઈ જાય છે, કેટલીકવાર તેમનું મોઢું તોડી લેતા હોય છે, દેવ ગુરૂ અને ધર્મ પ્રતિ પણ તેમનામાં આસ્થા રહેતી નથી તેનુ કારણ એ જ છે કે તેમને ગલથુથીમાં ધના જે સંસ્કાર મળવા જોઈએ તે મલ્યા નથી. તેમાં તેમના માતાપિતા પણ કેટલેક અંશે દોષિત છે અને આગળ જતાં તેનાં માઠાં પરિણામો માતાપિતા વગેરે વડીલોને ભોગવવા પણ પડે છે.
સંતાનને જન્મ આપવા માત્રથી અને તેનો ઉછેર્ કરવા માત્રથી માતાપિતાનું કર્તવ્ય પૂરૂં થઈ જતું નથી. બચપણથી જ માળકોમાં ઉચ્ચ સંસ્કારો નાખવા એ માતાપિતાનુ મુખ્ય કતવ્ય રહે છે. સો શિક્ષકો મળીને જે સસ્કાર આપી શકતા નથી તે 'સ્કાર એક જનેતા આપી શકે છે. માતાની ગોદ એ જ બચ્ચાઓની સાચી SCHOOL નિશાળ છે એટલા માટે નીતિકારે બચ્ચાઓને
Page #14
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
શરૂઆતથી ઉચ્ચ સંસ્કાર મળે તેવું શિક્ષણ નહીં આપનારા માતાપિતાએ શત્રુ સમાન કહ્યા છે.
જીવનમાં સંસ્કારના ઘડતર વિનાનું એકલું ભણતર તો કેટલીકવાર આશીર્વાદરૂપ નિવડવાને બદલે શ્રાપરૂપ નીવડે છે. ઘડતર વિનાના ભણતરની કિંમત પડતર માલ જેટલીએ અંકાવાની નથી. માનવી એકલા વિનય વિવેકના સંસ્કારથી શોભશે પણ સંસ્કાર વિનાના એકલા શિક્ષણથી નહીં શોભે.
માર્ગાનુસારીના ગુણો જીવનમાં ઉતરવાથી અવશ્યમેવ જીવનનું ઘડતર થશે અને માનવીનું જીવન પર શ્રેયકારી બનશે. માર્ગાનુસારીના ગુણોનું આચરણ આબાલવૃદ્ધ સૌ કોઈ માટે જીવનમાં અત્યંત હિતકારી છે. માર્ગાનુસારીનો પહેલો જ ગુણ “ન્યાય સંપન્ન વિભવ” નો છે જે ધાર્મિક જીવનના મંગલાચરણ સ્વરૂપ છે. જીવનમાં નીતિ ન્યાયનું પાલન ન હોય તો ધાર્મિક જીવનમાં શી રીતે આગળ વધી શકાશે. એટલા માટે આ પુસ્તકનું નામ પણ “મંગલાચરણ રાખવામાં આવ્યું છે. નીતિ ન્યાય પાપભીરતા વગેરે ગુણોથી જ ધાર્મિક જીવનનું મંગલાચરણ થાય છે તેને અનુરૂપ જ પુસ્તકનું નામ રાખવામાં આવ્યું છે. પહેલા ગુણ ઉપર પુસ્તકમાં વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. તેની અંતર્ગત કેટલાક તાત્વિક વિષયોને પણ આવરી લેવામાં આવ્યા છે તે તો પુસ્તકના વાંચનથી આપોઆપ ખ્યાલમાં આવી જશે.
બીજે ગુણ “શિષ્ટાચાર પ્રશંપકત્રીજો ગુણ જેના કુળ શીલ સમાન હોય અને અન્ય ગોત્રના હોય તેની સાથે
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૦
મંગલાચરણ
ગૃહસ્થ વિવાહનો સંબંધ જોડે, ત્યાઆદ પાપભીરુતા, સુપ્રસિદ્ધ દેશાચારનું પાલન, કોઈને પણ અવર્ણવાદ ન બોલવા આદિ ઉત્તરોત્તર પાંત્રીસે ગુણ ઉપર વિશદ વિવેચન મારા અલ્પ - ક્ષયોપશમાનુસાર કરેલ છે. પુસ્તકમાં માર્ગાનુસારી ગુણોના વિવેચન સાથે દ્રવ્યાનુયોગ અને ક્યાંક ક્યાંક વિષયોની પુષ્ટિ માટે કથાનુયોગનો પણ ઉલ્લેખ કર્યો છે. પુસ્તકના આલેખન વખતે એ પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે કે કોઈ વિદાન આ પુસ્તક હાથમાં લે તો તેને પણ નિરાશા ન મળવી જોઈએ. નિશ્ચય, વ્યવહાર, જ્ઞાન, ક્રિયા, પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, ઉપયોગ ધારા, યોગધારા, શુદ્ધ નિશ્ચય ધર્મ શૈલેશીને અંત્ય સમયે હોય છે આવા બધા તાત્વિક વિષયો ઉપર પણ વિસ્તૃત વિવેચન મારી અલ્પ શક્તિ અનુસાર કર્યું છે. નિશ્ચય, વ્યવહાર અંગેના એકાંતવાદનું નિરસન કરવામાં આવ્યું છે. મોક્ષમાર્ગમાં નિશ્ચય અને વ્યવહાર બન્નેની સંપૂર્ણ જરૂર છે એ વાત પર વિશદ વિવેચન કરવામાં આવ્યું છે. પુણ્યાનુબંધી પુણ્યની અને દાન શીલાદિ શુભ અનુષાનોની સંપૂર્ણ ઉપાદેયતા ઠરાવવામાં આવી છે. આત્મા ફકત ભાવ જ કરે પરનું આત્મા કાંઈ ન કરે તેવું એકાંતવાદ ઊભું કરનારાઓને સચોટ રદિયા આપવામાં આવ્યા છે. કઈ અપેક્ષાએ આત્મા સ્વ-ભાવનો કર્તા છે અને કયા નયની અપેક્ષાએ આઠ કમોંનો કર્તા છે એ બધા વિભાગે નયવાદની દૃષ્ટિએ સમજાવવામાં આવ્યા છે.
- છેલે પરિશિષ્ટમાં ધ્યાનયોગનો વિષય લીધેલો છે. ધ્યાનયોગના વિષય પર વિષદ છણાવટ કરી છે જે મુમુક્ષુઓને
Page #16
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી
મહારાજ સાહેબના શિષ્યરત્ન
વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. ગણીવર્ય શ્રી ભુવનવિજયજી મહારાજ સાહેબ
Page #17
--------------------------------------------------------------------------
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૧
અત્યંત ઉપયોગી થશે. રાજહંસ જેવી ગુણ ગ્રાહક દૃષ્ટિવાળા મનુષ્યો જરૂર આ આલેખનમાંથી સાર ગ્રહણ કરી લેશે. બાકી પ્રમોદ ભાવના કે અનુમોદનનો લેશ શુભભાવ જેમનામાં નથી તેઓ એમ જ કહેવાના કે આ પુસ્તકમાં શું તત્વ છે, આમાં તો કથાઓ લખી છે. પણ તેવું બોલનારાઓને એટલું એ ભાન રહેતું નથી કે કથાનુયોગ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેવા મહાનપુરૂષોએ પણ ખેડેલો છે. જૈન દર્શનમાં ચાર અનુયોગમાં કથાનુયોગ પણ માન્ય છે. તો પછી મારા જેવો સામાન્ય સાધુ કોઈ ગહન એવા વિષયની પુષ્ટિ માટે દૃષ્ટાંત લખે તો તેમાં કયો અપરાધ છે ! છતાં આ પોણાચારસો પાનાના પુસ્તકમાં ફક્ત છ સાત દૃષ્ટાંતો આપેલા છે. બાકીનું વિવેચન માર્ગાનુસારીના ગુણો અને કેટલાક તાત્વિક વિષયો પરનું જ છે. કેટલાક આત્માઓ કથાનુયોગમાંથી પણ સાર ગ્રહણ કરીને પોતાના જીવનને ધર્મમય બનાવી શકે છે. - આ પુસ્તકના પ્રકાશન પહેલાં અખંડજ્યોત, મનોવિજ્ઞાન, મંગલ પ્રસ્થાન, રસાધિરાજ વગેરે પ્રકાશનો પણ બહાર પડી ચૂક્યાં છે. તે પહેલાં પણ આત્મદર્શન, મોહમુક્તિ, મંગલદ્વાર, અમીઝરણાં, તન્દ્ર ત્રિવેણી વગેરે પ્રકાશનો બહાર પડેલા છે. પ્રકાશનો જેવાં બહાર પડે કે તરત ઉપાડ થઈ જાય છે. ઘણું મુમુક્ષુઓમાં જ્ઞાનપિપાસા જાગૃત થઈ છે. સરલ અને સુગમ એવી લોકભાષામાં સાહિત્ય પીરસાય તો આ કાળમાં જ્ઞાનનો બહોળો પ્રચાર થઈ શકે તેમ છે. પુસ્તક પ્રકાશનના કાર્યમાં નાગપુરના જૈન વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘે જે અનેરો ઉસ્માહ દાખવ્યો અને પ્રકાશનનું સંપૂર્ણ કાર્ય ઉપાડી લીધું
Page #19
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
તે બદ્દલ શ્રીસંઘને ધન્યવાદ ઘટે છે.
- પુસ્તકના પ્રકાશન પહેલાં સમ્યજ્ઞાન પ્રચારના શુભ કાર્યમાં જે જે મુમુક્ષુ ભાઈબહેનોએ અગાઉથી પુસ્તકો લખાવવાની ભાવના દર્શાવી છે અથવા પોતાની શક્તિ અનુસાર રકમો લખાવીને જે સહકાર આપેલ છે તે બદલ સૌ કોઈને ધન્યવાદ ઘટે છે તેમાં ખાસ કરીને હાલ કલકત્તા નિવાસી અને મૂળ સૌરાષ્ટ્ર વાંકાનેરના વતની શેઠ નવનીતલાલ નાનાલાલ શાહે તથા તેમના માતુશ્રીઓ તથા તેમના બંધુઓએ પોતાના સ્વ. પિતાશ્રી નાનાલાલ રાઘવજી શાહની સ્મૃતિ નિમિત્તે રૂા. પાંચહાર આપીને જે સહકાર આપ્યો છે તે બદ્દલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે.
પાંત્રીસે બોલ લખવામાં તેમ જ ધ્યાનયોગનો વિષય લખવામાં જેટલો બને તેટલો ઉપયોગ રાખ્યો છે. છતાં છવસ્થભાવને લીધે આ પુસ્તકના આલેખનમાં કાંઈ શાસ્ત્રવિરૂદ્ધ મારાથી લખાઈ ગયું હોય તો તે બલ મિચ્છામિ દુક્કડમ જાહેર કરું છું.
મુમુક્ષુ આ પુસ્તકનું વાંચન મનન કરી શક્તિ અનુસાર જીવનમાં ઉતારી પોતાના જીવનને સફલ બનાવે એ જ એક અભિલાષાની સાથે વિરમું છું.
તા. ૨૭–૩–૧૯૭૬
મુનિ ભુવનવિજ્ય ગણી
Page #20
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પ્રસ્તાવના
સુપ્રસિદ્ધ અને પ્રખરવક્તા પૂ. ગણીવર્ય શ્રી ભુવનવિજ્યજી મહારાજ રચિત “મંગલાચરણ નો ગ્રંથ, જેમાં માર્ગાનુસારીનું સ્વરૂપ અને પાંત્રીસ ગુણો પર ધર્મયુક્ત, મધુર, સુવા અને સમતોલ ભાષામાં વિસ્તૃત વર્ણન આપેલ છે, જે નાગપુરના આંગણે પ્રસિદ્ધ થઈ રહેલ છે, તે વાત અત્યંત આનંદ અને ઉલ્લાસ આપે તેવી છે.
પૂ. મહારાજશ્રીના દીર્ઘકાલીન દીક્ષાપર્યાય કાળમાં તેઓએ મારવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને દૂરદૂરના બંગાલ, ઓરિસા તેમજ મધ્યપ્રદેશમાં વિહાર કરી, જૈન તેમજ જૈનેતર સમાજને ધર્મ પમાડ્યો છે અને મુમુક્ષુઓને ધર્મની સમજૂતી આપી તેમને ધર્મના માર્ગે દોરવ્યા છે.
પૂજ્ય ગણીવર્યશ્રી એક પ્રખર વક્તા, વિચારક, ચિંતક, નીડર અને પ્રભાવશાલી મુનિ છે. તેઓ જ્યાં જ્યાં વિહાર કરે છે ત્યાં ત્યાં અનેક મંગલ કાર્યો થતા જ રહે છે. ઓરિસાના કટક શહેરમાં તેમના પવિત્ર પગલે નૂતન જિનાલયની પ્રતિષ્ઠા થઈ હતી અને એ રીતે નાગપુરમાં પણ જિનાલયની પ્રતિષ્ઠા થઈ રહી છે. એમની વાણીમાં લોહચુંબક જેવું અદ્ભુત આકર્ષણ છે અને જ્યાં જ્યાં તેઓ શ્રી વિહાર કરે છે, ત્યાં ત્યાં જૈન અને જૈનેતર સમાજ તેમની વાણી અને ઉપદેશ શૈલીપર મુગ્ધ બને છે. એમનો કંઠ એટલો બધો મધુર અને મીઠો છે કે તેમને ભાવવાહી સ્તવનો અને સક્ઝાયો સાંભળવા,. કદી પણ પ્રતિક્રમણ કરવા ન જનાર લોકો પણ હોંશે હોંશે જાય છે. તેમનું વાંચન વિશાળ છે અને અનેકાન્ત વાદના તેઓ પ્રખર હિમાયતી છે. તેથી જ તેમના વ્યાખ્યાનોમાં જૈન દર્શનના શાસ્ત્રો ઉપરાંત ઉપનિષદ, ગીતા, રામાયણ, મહાભારત, યોગવાસિષ્ઠ જેવા ગ્રંથોની વાતો સાંભળતા ચિત્ત પ્રસન્ન થાય છે અને તેમના જ્ઞાન માટે શ્રોતાઓને માન થાય છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૪
મંગલાચરણ
જેવી અદૂભૂત વકતૃત્વ કળા તેમનામાં છે, તેવી જ તેમની કલમમાં પણ અનેરી શક્તિ છે. તેમના પ્રગટ થયેલા ગ્રંથ “મંગલદ્વાર અખંડજ્યોત “આત્મદર્શન” “મોહમુક્તિ” “તત્વત્રિવેણું” “અમીઝરણા મનોવિજ્ઞાન “મંગલ પ્રસ્થાન “રસાધિરાજ“મહાવીર દર્શન વગેરે ગ્રંથોમાંથી તેમની કલમની શક્તિનો ખ્યાલ આવી શકે છે. મહારાજશ્રી પોતે જ તેમના વ્યાખ્યાનો ગ્રંથસ્થ કરે છે અને એ રીતે અનેક લોકો જેઓને તેમના વ્યાખ્યાનોનો પ્રત્યક્ષ લાભ પ્રાપ્ત નથી થઈ શક્તો, તેઓ પણ તેમના ગ્રંથો દ્વારા લાભ પ્રાપ્ત કરી શકે છે. તેમના ગ્રંથોમાંથી
સ્પષ્ટ દેખાઈ આવે છે કે, તેમની સમન્વય અને નિરૂપણ શક્તિ અભૂત છે. તેમના વ્યાખ્યાનોમાં કયાંય ખંડનાત્મક નીતિનો ઉપયોગ થતો જોવામાં આવતો નથી. અલબત્ત, જ્યાં જરૂરી હોય ત્યાં કડવી ભાષામાં પણ કડુ અને કરિયાતાના મિશ્ર ઉકાળા રૂપે શ્રોતાજનોને પિવરાવે છે. માતાને પોતાનું બાળક અત્યંત પ્રિય હોય છે, તેથી જ તેને તન્દુરસ્ત રાખવા હંમેશા કડવું ઔષધ પીવરાવતી હોય છે અને તેવું જ પૂજ્ય મહારાજશ્રીની બાબતમાં છે. લોકો ધર્મના પંથે જાય તે જ એક તેમની માત્ર ઈચ્છા છે. આ કારણે જ તેઓશ્રી શ્રોતાજનોને સમયોચિત અમૃતરૂપી કડવું ઔષધ પણ આપે છે.
પ્રસ્તુત ગ્રંથનું નામ મંગલાચરણ છે જે બહુ સમજ પૂર્વક પસંદ કરવામાં આવ્યું છે. જેનાથી કલ્યાણ અથવા હિત સધાય છે, તેને મંગલ કહેવાય છે. આચરણ શબ્દનો અર્થ “ચારિત્ર થાય છે. આ રીતે “મંગલાચરણ નો અર્થ કલ્યાણકારી ચારિત્ર એવો થાય છે. આ ગ્રંથમાં જે ઉપદેશનો ભંડાર ભર્યો છે, તે જોતાં ગ્રંથનું નામ બધી રીતે યથાર્થ જ છે. કલ્યાણકારી ચારિત્રની શરૂઆત માર્ગાનુસારી જીવનથી થાય છે. જે માર્ગને અનુસરે અર્થાત્ સાચા માર્ગે ચાલે તેને માર્ગાનુસારી કહેવાય છે.
શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે તેમના યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં માત્ર દશ ગાથામાં માર્ગાનુસારીના પાંત્રીસ ગુણોની વાત મુક્તાફળની
Page #22
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
માળાના મોતીની માફક ગૂંથી દીધી છે. તે ઉપર મહારાજશ્રીએ વિદ્વતાપૂર્ણ જે વ્યાખ્યાનો આપ્યા છે, તેનો પ્રસ્તુત ગ્રંથમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. માર્ગનુસારીના પાંત્રીસ ગુણોપર મહારાજશ્રીએ એવું વિશદ અને વિસ્તૃત વર્ણન કર્યું છે કે, જૈન ધર્મનો ક કક્કો બારાખડી ન જાણનારને પણ આમાંથી પૂરતી સામગ્રી મળી રહે છે. જૈન ધર્મના પાયાનું જ્ઞાન આ ગ્રંથમાંથી મળી રહે તેવું છે. ગ્રંથનો ઉપદેશ કોઈ પણ વાચકને ધર્મ અને સદાચારના માર્ગે લઈ જાય છે એ આ ગ્રંથની એક અનોખી ખૂબી છે. - માનવ જન્મ પ્રાપ્ત થવા છતાં જે માનવતા પ્રગટ ન થાય તો તે પ્રાપ્ત થયાનો સાચો લાભ મળી શક્તો નથી. અનેક વખત મનુષ્ય યોનિમાં આપણે જન્મ લઈ લીધો હોવા છતાં આપણે જન્મમરણના ચક્કરનો અંત આવ્યો નથી એ હકીકત છે, એટલે અનેકવાર મનુષ્ય જન્મ લેવાછતાં આપણું જીવનની સાધના સાચા માર્ગેનથી થવા પામી. જૈનધર્મ મનુષ્ય દેહ કરતાં મનુષ્યત્વ ઉપર જ વધુ ભાર મૂકે છે. ભગવાન મહાવીરે પણ પોતાની અંતિમ દેશનામાં કહ્યું જ છે કે નાગુ થવુ સુજાહું અર્થાત હે ભવ્ય જીવો ! મનુષ્યત્વ પામવું એ જ દુર્લભ છે. ઉત્તરાધ્યયન સૂત્ર (અ. ૭–૧૬) માં કહ્યું છે કે મનુષ્યત્વ એ મૂળ મૂડી છે અને દેવગતિ એ લાભ છે, એ મૂળનો નાશ થવાથી જીવો નારક અને તિર્યંચ તરીકે ઉત્પન્ન થાય છે. આવું મનુષ્યત્વ કયારે પ્રાપ્ત થાય તે સંબંધમાં પણ ભગવાને કહ્યું છે કે (ઉત્તરા. અધ્ય. ૩-૭)“અનેકાનેક યોનિઓમાં ભયંકર દુઃખો ભોગવતાં ભોગવતાં જ્યારે કોઈ વાર અશુભ કર્મો ક્ષીણ થાય છે અને આત્મા શુદ્ધ-નિર્મળ બને છે ત્યારે તે મનુષ્યત્વને પામે છે.” માનવતા–મનુષ્યત્વ પ્રાપ્ત કરવા માટેની પ્રથમ ભૂમિકા મહારાજશ્રીએ આ ગ્રંથમાં સમજાવેલ છે. વાંચકો સહેલાઈથી સમજી શકે અને તદનુસાર આચરણ કરવા પ્રેરણ મળે, એવી દીર્ઘદૃષ્ટિથી મહારાજશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાંના વ્યાખ્યાનો અત્યંત સરળ અને સુગમ્ય ભાષામાં પ્રસંગને અનુરૂપ એવા ઉચિત હૃષ્ટાંતો સાથે આપેલા છે. સમજપૂર્વક જે આ બધા વ્યાખ્યાનો
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૬
મંગલાચરણ
વાંચવામાં આવે તો મને ખાતરી છે કે, માણસના જીવનમાં પરિવર્તન થયા વિના ન જ રહે. ( માર્ગાનુસારીના ગુણોમાં સૌથી પ્રથમ સ્થાન “ન્યાય સંપન્ન વિભવ નું છે. કથા વન તથા નિષ્પત્તિઃ જેવું બી તેવું ફળ. પોતાની સંપત્તિ ન્યાય પૂર્વકની પેદા કરેલી હોવી જોઈએ. આ વાત કેટલી બધી મહત્વની છે તે તો તેના પર પોણોસોથી વધુ પાનામાં મહારાજશ્રીએ વિવેચન કર્યું છે, તે પરથી જ સમજી શકાય તેવું છે. મહારાજશ્રીએ સ્પષ્ટ કહ્યું છે કે, “વિશ્વાસુ સાથે વિશ્વાસઘાત કરીને, તેના - દ્રવ્યનું અપહરણ કરવું અથવા ચોરીથી ધન ભેગું કરવું એ બધા નિંદનીય ઉપાયો છે. અથર્જનના માર્ગમાં જે નીતિનું પાલન ન હોય તો તેને પુરૂષાર્થ નહીં પણ એક પ્રકારની લૂંટ કહી શકાય.”
ઘુતમાં હાર્યા પછી પાંડવો જંગલમાં ગયા ત્યારે ભીમ અને અર્જુનની ગેરહાજરીનો લાભ લઈ જટાસુર રાક્ષસ મેલા ઈરાદાથી દ્રૌપદી, યુધિષ્ઠિર, સહદેવ અને નકુળનું છળકપટ કરી હરણ કરી ગયો. એ વખતે યુધિષ્ઠિરે તે રાક્ષસને કહેલા શબ્દો બહુ યાદ રાખવા જેવા છે. યુધિષ્ઠિરે રાક્ષસને કહેલું, “હે રાક્ષસ ! તું માને છે કે તું અમારું હરણ કરી રહ્યો છે, પણ હકીકત તો એ છે કે તારા ધર્મનું હરણ થઈ રહ્યાં છે અને તેનું તને ભાન નથી.” પારકાની સંપત્તિને હરવા માટે લોકો અનેક જાતની રમતો, છળકપટ કરે છે, આવા સૌને અહિં ચેતવવામાં આવ્યા છે કે મૂર્ખાઓ! તમે એમ માનો છો કે તમે મૂલ્યવાન વસ્તુઓનું હરણ કરીને શ્રીમંત થઈ રહ્યા છો, પરંતુ વાસ્તવિક હકીકત તો એ છે કે સૌથી મૂલ્યવાન એવો જે “ધર્મ” તેનું તમારા જીવનમાંથી હરણ થઈ રહ્યું છે. અન્યાય, અનીતિ અને પાપના માગે પ્રાપ્ત કરેલું ધન તો તેના ઉપાર્જન કરનારે અહિં જ મૂકીને વિદાય થવાનું છે, પણ તેનાં ફળ તો તેને અવશ્ય ભોગવવાં જ પડે છે. ધર્મશાસ્ત્રો તેથી જ કહે છે કે ધર્મ તજીને જે માણસ અર્થને સેવે છે, તે આ જન્મે તો ભ્રષ્ટ થાય છે પણ તેનો પરલોક પણ
Page #24
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૭
બગડે છે.
વર્તમાન કાળના ધનવાન લોકોનું ચિત્ર રજૂ કરતાં મહારાજશ્રીએ સાચું જ કહ્યું છે કે, “આજે તો જ્યાં સોનું, ચાંદી અને હીરા માણેક છે, ત્યાં દરોડા જ પડે છે. રાખીને બેઠા હોય તેને ચિંતાનો પાર નહીં, એટલે સોને કે ચાંદીમાં સુખ છે એ તો એક પ્રકારની જમણું જ છે. ખરું સુખ તો જ્ઞાન ને ધ્યાનની રમણતામાં જ છે. એ સત્ય માનવીને સમજાશે તે દિ દિલની દુનિયાના દ્વાર ખૂલી જશે.” થોડા શબ્દોમાં પણ કેવી સુંદર વાત તેઓશ્રીએ કહી દીધી છે! વિવેકશીલની વ્યાખ્યા કરતાં ઉત્તરાધ્યયન સૂત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે ન પામેન પરના વિવેને ઇવન અર્થાત પ્રાપ્ત થયેલા કામભોગોમાં પણ વિવેકીને ઈચ્છા થતી નથી. શાળીભદ્ર, ધન્નાજી, સ્થૂલભદ્રને રિદ્ધિસિદ્ધિની શી કમીના હતી? છતાં તેઓ બધું છોડી ત્યાગના પંથે ગયા, ત્યારે આજના મૂખ લોકો, પેલું કુતરૂં હાડકાં પાછળ ગાંડુ બને છે તેમ રિદ્ધિસિદ્ધિની પાછળ દોડે છે.
સમૃદ્ધિ અને વિપુલ ધનથી માણસ સુખ પ્રાપ્ત કરી શકે છે એવું માનવું એ તો મૂર્ખાઈની પરાકાષ્ઠા છે. અમેરિકા આજે જગતનો સૌથી વધુ સમૃદ્ધિશાળી દેશ છે અને જગતના કોઈ પણ દેશ કરતાં ત્યાં જ પાગલ લોકોની સંખ્યા વધુમાં વધુ છે. ગાંડા લોકોની હોસ્પીટલો વધુમાં વધુ ત્યાં જ છે. ધન પ્રાપ્ત કરી કામભોગો સેવવાની ઈચ્છા રાખતા લોકો, કામભોગના અર્થને પણ સમજતા નથી. કામભોગની ઈચ્છાથી વ્યાપ્ત થયેલા જીવને, ધર્મ માર્ગમાંથી ઉત્ક્રમણ કરાવે છે (૩યમતિ) તેથી જ તો તેને “કામ કહેવાય છે. પંડિતજનોએ તેનું બીજું નામ “રોગ જ આપ્યું છે. રોગ એ ભોગનો પર્યાય શબ્દ છે. સત્તા, સમૃદ્ધિ અને ભોગોની નશ્વરતા અને પામરતા સમજ્યા બાદ જંગલમાં ચાલી જનાર ભર્તુહરિ જેવા મહાન રાજવીને પણ કહેવું પડ્યું છે કે, મોના પુરતા એક પુરા અર્થાત અમે ભોગોને નથી ભોગવ્યા, પણ ભોગોએ અમને ભોગવ્યા છે. (અસમર્થ,ક્ષીણુશક્તિવાળા
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૮
સમાચરણ
ખનાવી દીધા છે) આ કોઈ દંત કથા નથી, હકીકત છે. આ મધુ સમજાઈ જાય તો પછી ધન પાછળ કોણ પાગલ બને ? મહારાજશ્રીએ સાચું જ કહ્યું છે કે, “ધતૂરામાં જે માદકતા છે, તે કરતાં સુવર્ણ માં સો ગણી માદક્તા વધારે છે. ધતૂરો ખરીદીને ઘરમાં રાખવા માત્રથી માદકતા આવતી નથી, જ્યારે સોનું તો પ્રાપ્ત કરવા માત્રથી માનવી ઉન્મત્ત મને છે” જગતના એક મહાન કવિ શેકસપિયરે પણ આવી જ વાત કરતાં કહ્યું છે કે, “સોનું એ માનવના આત્મા માટે ખરાખમાં ખરામ વિષ છે. દુઃખથી ભરેલી આ દુનિયામાં ખીજા કોઈ પણ ઝેર કરતાં, ધનનું ઝેર વધારે ખૂનોનુ નિમિત્ત બને છે.”
માર્ગાનુસારીનો ખીજો ગુણ ‘શિષ્ટાચાર પ્રશ’સક છે.’ લોકાપવાદથી ડરતા રહેવું. જે જે કાર્યો કરવાથી આપણીપર લોક પવાદ આવે તેવા લોક વિરૂદ્ધ કાર્યોનું પહેલાથી જ સમજીને પરિત્યાગ કરવો.
‘ગૃહસ્થ જીવનમાં વૈવાહિક મર્યાદા’ એ ત્રીજો ગુણ છે. દાંપત્ય જીવનમાં કુળ અને શીલની સમાનતા ન હોય તો વિડંખના ઊભી થાય છે એ વાત સતી સુભદ્રાના દૃષ્ટાંતથી અત્રે સમજાવવામાં આવી છે. લગ્ન જીવનનો અંતિમ હેતુ ભોગ નહીં, પણ ભોગમાંથી મુક્તિનો છે. આજના યુવાનો સ્ત્રીના ગુણો કરતાં તેના રૂપ સૌંદય ને વધુ મહત્વ આપે છે, એવી ટકોર મહારાજશ્રીએ સમયોચિત જ કરી છે. ૨૫ માટે કહેવાય છે કે તે (રૂપતિ) વિકૃત થઈ જાય છે. રૂપ તો ગધેડાઓમાં પણ હોય છે, પરંતુ મહત્તા રૂપની નથી પણ ગુણની છે. લગ્ન માટેના રૂપ પિપાસુ ઉમેદવારોએ ભર્તૃહરિનુ માર્યાં પતિ જૂ: સૂત્ર યાદ રાખવુ જરૂરી છે.
એ
ચોથો અને પાંચમો ગુણુ અનુક્રમે · પાપભીતા' અને ‘દેશાચારનું પાલન’ છે. મહારાજશ્રીએ સાચી જ રીતે અહિં માહ્ય વૈભવ કરતાં પણ અંતર વૈભવનું મૂલ્યાંકન વધુ કર્યું છે. નિઃશલ્ય, નિ:કષાય અને નિવૈર આત્માની ગુણશ્રેણી ઉત્તરોત્તર વૃદ્ધિને પામે છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
m
સૂયગડાંગ સૂત્રનો એક શ્લોક ટાંકી મહારાજશ્રીએ સમજાવેલ છે કે, નગ્ન શરીરે જંગલમાં એકાકી રહેતો હોય, માસ ક્ષમણને પારણે અન્ન ગ્રહણ કરતો હોય, છતાં મનમાં જે માયારૂપી શલ્ય રહી ગયું હોય, તો તેવા જીવને પણ અનંતીવાર ગર્ભવાસમાં જવું પડે છે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ પાંચમો ગુણ છે. વેષભૂષામાં સાદાઈની માફક ભોજનમાં પણ સાત્વિક્તા હોવી જોઈએ. આહાર શરીરના નિર્વાહ માટે લેવાનો છે, શરીરના રૂપ, રંગ કે વિષય વાસનાની તૃપ્તિ અર્થે લેવાનો નથી.
મહારાજશ્રીએ મૃત્યુ પામનારની પાછળ રોવા કૂટવાના રિવાજની અત્રે કડક ટીકા કરી છે અને મૃત્યુ આત્માનું નથી થતું પણ માત્ર દેહનું જ થાય છે એ વાત યથાર્થ રીતે સમજાવી છે. આત્મા પોતાનું જીર્ણ દેહરૂપી નિવાસ સ્થાન છોડી, નવા નિવાસ સ્થાન રૂપી દેહમાં પ્રવેશ કરે, એનું નામ મૃત્યુ. શ્રી પદ્મનન્તાચાર્ય વિરચિત “અનિત્ય પંચાલતમાં આચાર્ય શ્રી કહે છે કે (શ્લોક-૨૭) “ઈષ્ટ જનોના મૃત્યુ પ્રસંગે અતીવ અફસોસ કરવાથી ભારે અશાતા વેદનીય કર્મ બંધાય છે, પછી તેની સેંકડો દુઃખદાયી શાખાઓ, ખેતરમાં રોપેલા નાનકડા વટવૃક્ષના બીજમાંથી વિસ્તરેલ શાખા-પ્રશાખાદિની જેમ પ્રસરે છે. માટે શોક પ્રયત્નપૂર્વક તજવો જોઈએ.” ચક્રવર્તીની સમ્રાણી - શ્રી દેવી ચકવતીના વિયોગથી માત્ર છમાસ વિલાપ કરે છે અને દુર્થોન સેવે છે, જેના ફળ સ્વરૂપે તેને છઠ્ઠી નરકમાં જવું પડયું. દરેક સંયોગનો અંત વિયોગમાં જ પરિણમે છે. પ્રિયજનના વિયોગનું દુઃખ જરૂર થાય, તેની વેદના પણ અસહ્ય હોય, પરંતુ આ બધાના પરિણામે માણસમાં વૈરાગ્ય જાગૃત થવો જોઈએ. તત્વાર્થ સૂત્રમાં (અધ્ય. ૭–૭) કહ્યું છે કે ગાયના ર ારા થર્ષના અર્થાત જગતનો અને શરીરનો સ્વભાવ ચિતવવો, જેના કારણે જીવનમાં સંવેગ અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે. ઉપાધિયોગને પણ સમાધિ યોગમાં ફેરવતા શીખી લેવું જોઈએ. માનવ જાતને જે દુઃખ, આઘાત, વેદના સહેવા પડે છે એટલા માટે કે એ દ્વારા તે વધુ સુંદર અને
Page #27
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
વધુ પવિત્ર બને. બાકી રાગ અને દુઃખ એ તો એક જ સિક્કાના બે પાસા છે. દુઃખથી મુક્ત રહેવા ઈચ્છનારે રાગ અને મોહથી પણ દૂર જ રહેવું ઘટે. - “પરનિન્દા મહાપાપ” (પાન ૧૪૮) આ અંગે મહારાજશ્રીએ સાચું જ કહ્યું છે કે નિન્દા, ગહ અને આલોચના તો સ્વઆત્માની હોય- અન્યની નહીં. “અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું” એવી દૃષ્ટિ પ્રાપ્ત થઈ જાય તો એવો માણસ પછી અન્યની નિંદા ને જ કરે. અન્યની નિંદા કરનાર એવું કર્મ બંધ કરે છે, કે જેના ફળસ્વરૂપે નીચ ગોત્ર પ્રાપ્ત થાય છે. કોઈના દુર્ગુણ કે નિંદાની જે વાતો કરે છે, તેનામાં જ કાંઈ ખામી રહેલી હોવી જોઈએ. એક સુભાષિતમાં કહ્યું છે કે વાવ પુષસ્થાના તાવાર રમાતે અર્થાત જેવો પુરૂષનો આત્મા, તેવા તેના બોલ. “સંગ તેવો રંગ' (પાન ૧૬૭) આ ગુણ વિષે રાજહંસ અને કાગડાનું દૃષ્ટાંત આપી મહારાજશ્રીએ ઉત્તમ રીતે સમજાવેલ છે. માતાપિતાની માત્ર સેવા જ નહીં પણ તેના પૂજક બનવું એ નવમો ગુણ છે. ઉપદ્રવયુક્ત સ્થાનથી દૂર રહેવું એ દશમો ગુણ છે. નિંદિત કાર્યોમાં ન પ્રવર્તવું એ અગિયારમો ગુણ છે. આવકને અનુસાર વ્યય કરવો એ બારમો ગુણ છે. એક વિદ્વાને સાચું જ કહ્યું છે કે He is rich who owes nothing. જેને કોઈનું દેવું નથી એ શ્રીમંત છે. માણસે પોતાનો વેષ વિજ્ઞાનુસાર રાખવા એ તેરમો ગુણ છે. બુદ્ધિના આઠ ગુણોનું વર્ણન તેમ જ ધર્મશ્રવણનો સમાવેશ ચૌદમા અને પંદરમા ગુણમાં થાય છે. અજીણે ભોજનના ત્યાગની વાત તેમજ પથ્ય ભોજન સેવનની વાત સોળમા ગુણમાં આવે છે. ધર્મ, અર્થ અને કામ ત્રણે પુરૂષાર્થ સાધવાની રીત સત્તરમાં ગુણમાં બતાવેલ છે. ધર્મને પ્રથમ સ્થાન એ માટે આપેલું છે કે અર્થ અને કામ પણ ધર્મયુક્ત જ હોવા જોઈએ. ધર્મને તજી જે અર્થ કામ સેવે છે તેનો આ લોક તેમ જ પરલોક બને બગડે છે. તે પછી “અતિથી સત્કાર ગુણની વાત કરવામાં આવી છે. ઉપનિષદ પણ કહે છે કે સાત્તિ જેવો જય અતિથિ દેવ તુલ્ય છે. પુણીયો શ્રાવક રોજ પુણીયો બનાવતો અને
Page #28
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણુ
જે મામુલી આવક થતી તેમાંથી પણ રોજ એક સહુધમી બને જમાડતો. એક દિવસે પોતાને ઉપવાસ હોય, ખીજે દિવસે તેની સહધમ ચારિણીને ઉપવાસ હોય, પણ અતિથિ સત્કાર તો હર તુંમેશ. કોઇએ સાચું જ કહ્યું કે વિલાસના માગે. ખચેલા પૈસા પથ્થરનુ ઘંટીનું પડ બની ગળે વળગે છે, જ્યારે પરોપકાર અર્થે ખર્ચ લ દ્રવ્ય માનવીને દેવદૂત જેવી પાંખો આપે છે. આપણે ત્યાં જે શ્રાવકના માર વ્રતોની યોજના છે, તેમાં ખારમું વ્રત પણ સ ંવિભાગ વ્રત જ છે. કદાગ્રહથી દૂર રહી ગુણુના પક્ષપાતી થવુ' એ ઓગણીસમો ગુણ છે. અનેકાન્તવાદમાં માનવાવાળો માણસ કદાપિ કદાગ્રહી કે હઠાગ્રહી ન જ થઈ શકે. પ્રતિસિદ્ધ દેશકાલ ચર્ચાનો પરિહાર કરવાપૂર્ણાંક ખલાખલના જાણકાર બનવું એ વીસમો ગુણ છે. તે પછી અન્ય ગુણોપર વિવેચન કરી મહારાજશ્રીએ ‘લજ્જા યુક્ત અને દયાળુ’ એ ગુણપર વિવેચન કર્યું` છે.
૨૧
આ ત્રીસમો ગુણુ વમાન જગતના લોકો માટે બહુ ઉપયોગી અને સમજવા જેવો છે. લજ્જાને ગુણ સમુહને જન્મ આપનારી જનેતાની ઉપમા મહારાજશ્રીએ આપેલ છે તે યથાર્થ છે. જેનામાં લજજા, શરમ નથી એવા માણસ અને પશુમાં વધુ તફાવત નથી. એક દૃષ્ટિએ તો આવો માણસ પશુ કરતાં પણ બદતર છે. પશુમાં વિવેક કે વિચાર શક્તિ નથી એટલે તે ગમે તેમ વર્તે તે સમજી શકાય, પણ માણસમાં તો આ શકિત છે અને છતાં તે બેશરમપૂર્વક વર્તે તો તે માણુસના રૂપમાં માત્ર હેવાન જ છે.
દમયંતીના સ્વયંવરમાં તેના અલૌકિક રૂપની પ્રશંસા સાંભળી તેને વરવા માટે ઇંદ્ર, અગ્નિ, વરૂણ અને યમ ચારે દેવ પધાર્યાં હતા દમય’તી નળને જ વરવાની છે તેની જાણ થતાં ચારે દેવો આબેહૂબ નળરાજાનું સ્વરૂપ લઈ નળની સાથે જ ઊભા રહ્યા. વરમાળા લઈ દમયંતી ત્યાં આવી ત્યારે એકને બદલે પાંચ નળોને ઊભેલા જોઈ તે સ્તબ્ધ બની ગઈ. એ ચતુર સ્ત્રી તરત જ ચૈતી ગઈ કે આ બધી.
Page #29
--------------------------------------------------------------------------
________________
મંગલાગણ
માયા દેવો દ્વારા થઈ છે. યુકિતપૂર્વક તેણે તેના ઉરપ્રદેશ પરથી સાડીનો છેડો સરકવા દીધો, જે જોઈ શરમ અને લજજાથી સાચો નળ નીચુ જોઈ ગયો. દેવો બધાની માફક દમયંતીનુ રૂપ અનિમિષ દૃષ્ટિએ જોઈ રહ્યા. આ રીતે દમયંતીએ સાચા નળને ઓળખી લઈ તેના ગળામાં વરમાળા આરોપી. લજ્જા અને શરમનો ગુણ તો મનુષ્યને દેવથી પણ મહાન બનાવે છે.
કર
આ પછી અન્ય ગુણોપર વિવેચન કરી મહારાજશ્રીએ ‘અંતરંગ શત્રુઓનો પરિહાર’ અને ‘ઇન્દ્રિય સંયમ’ ના છેલ્લા ગુણોપર રોચક ભાષામાં વિવેચન કર્યું છે. આપણા દુશ્મનો મહાર નથી પણ આપણી અંદર જ બેઠેલા છે. ક્રોધ, માન, માયા અને લોલ તેમજ તેનો પરિવાર એ જ આપણા દુશ્મનો છે અને પાપ કર્મને વધારનારા છે. આ સમગ્ર સંસાર કુરૂક્ષેત્રના યુદ્ધના મેદાન જેવું છે, પણ ત્યાં આપણે કૌરવ પાંડવોની માફક ખતરનાક યુદ્ધ લડવાનું નથી, આપણે યુદ્ધ તો આપણી જાત સાથે, આપણી ભૂલો કુટેવો અને સ્ખલનાઓ સામે કરવાનુ છે. આ યુદ્ધમાં જ્યારે આપણી સંપુર્ણ જીત થશે ત્યારે જન્મ-મરણના ચક્કરમાંથી આપણે સદા માટે મુકત થયું. ભગવાન મહાવીરે તેથી જ કહ્યું છે. મેળ રેવ મુન્નાદિ જ તે ગુોળ વખો ? ખુઘહિં હજુ પુત્તમ । (આચારાંગ ૫-૧૫૩) અર્થાત હે ભાઈ ! તારી જાત સાથે જ યુદ્ધ કર. બહાર યુદ્ધ કરવાથી શું? એના જેવી યુદ્ધને યોગ્ય બીજી વસ્તુ મળવી દુર્લભ છે.
સૌથી છેલ્લો પણ સૌથી વધુ મહત્ત્વનો ગુણ ‘ઇન્દ્રિય સયમ’ છે. આ ગુણુ વિષે મહારાજશ્રીએ ગ્રંથમાં પારદર્શક વર્ણન કરેલું છે. વેદ, ઉપનિષદમાં ઋષિઓએ આત્માને ઈન્દ્રની ઉપમા આપી છે અને ઇન્દ્રિયોને ઇન્દ્રાણીઓની ઉપમા આપી છે. ફો થૈ આત્મા ગૃહસ્થાશ્રમમાં જેમ આજે પતિદેવો પર પત્નીઓનું વર્ચસ્વ જોવામાં આવે છે, તે જ રીતે સંયમના અભાવે ઇન્દ્રિયો માણસને ફાવે તેમ નચાવે છે. માલિક સેવક બની ગયો છે અને સેવકો માલિક બની બેઠા છે. જે
Page #30
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ભોગોને જીવોએ અનંતીવાર ભોગવીને છોડી દીધેલા છે અને જેનો ધીર પુરૂષોએ ત્યાગ કરેલો છે એ જ ભોગો પાછળ માણસ પાગલ બનીને દોડે છે, એ પણ એક અજાયબી જ છે ને! ઉત્તરાધ્યયન સૂત્ર (અ. ૯-૫૩) માં કહ્યું છે કે “કામભોગો શલ્ય છે, કામભોગો વિષ છે અને કામભોગો ઝેરી નાગ જેવા છે. કામભોગોની ઈચ્છા કરતા જીવો તેને પામ્યા વિના જ દુર્ગતિમાં જાય છે.” આવા કામભોગોની પાછળ પડનાર માણસ મૂર્ખ નથી તો બીજું શું છે? અગ્નિમાં એક પછી એક ઇંધણ નાખવાથી અગ્નિ જેમ વધુ અને વધુ પ્રજવલિત થતો જાય છે, તેમ જેમ જેમ ભોગો ભોગવવામાં આવે, તેમ તેમ ભોગોની ભૂખ વધતી જ જાય છે. તેથી જ તો ભોગને રોગ કહેવામાં આવે છે.
જીવનશુદ્ધિની પ્રાથમિક ભૂમિકા સમજાવ્યા બાદ, ગ્રંથને અંતે પરિશિષ્ટમાં ધ્યાન યોગ વિષે મહારાજશ્રીએ સરસ માહિતી અને સમજતી આપેલ છે. મહારાજશ્રીનો મૂળ આશય લોકોને આર્તધ્યાનના માર્ગે જતા બચાવવાનો છે. સાધના માત્ર તનથી જ. થઈ શકે તેવું નથી, મનથી પણ થઈ શકે છે. ભગવાનને પારણું કરાવવાની જીર્ણશેઠને તીવ્ર ઈચ્છા હતી. એ ઈચ્છા બર ન આવી છતાં મનથી ભાવથી એવી ઉત્તમ સાધના થવા પામી કે તેને ઉચ્ચ દેવલોક પ્રાપ્ત થયો. શરીર અશક્ત કે નકામું થતાં નિરાશ કે હતાશ થવાની જરૂર નથી, સાધના મન દ્વારા પણ થઈ શકે છે. આ રીતે અશકત અને નબળા થઈ ગયેલા લોકોને પણ મહારાજશ્રીએ આશાનો માર્ગ બતાવ્યો છે. ધ્યાનના સોળે પ્રકારો પર સાદી અને સચોટ ભાષામાં મહારાજશ્રીએ વિદ્વત્તાપુર્ણ વિવેચન કરેલું છે. મનનો નિગ્રહ થાય તો ચિત્તસમાધિનો લાભ અવશ્ય પ્રાપ્ત થાય. આ રીતે આ અપુર્વ ગ્રંથ પાછળ મહારાજશ્રીની ભાવના અને ધ્યેય માણસ મનુષ્યત્વ પ્રાપ્ત કરી આત્માનો વિકાસ કરી શકે અને તે માર્ગે જઈ મહર્ષિ, પરમર્ષિ અને અંતે કર્મ મુક્ત બને તે જ છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
મગલાચરણ
મહાજશ્રીમાં વકતૃત્વ તેમજ લેખન કળાનો સુંદર સમન્વય થયો છે, તેથી હું પાથુ છું કે મહારાજશ્રીની આવી અદ્ભૂત શકિતનો લાલ જૈન અને જૈનેતર સમાજને મળ્યા કરે.
૧૪
પુ. મહારાજશ્રી સાથે એમના શાંત અને વિનીત શિષ્ય શ્રી યશોવિજયજી મુનિ છે. તેઓ અત્યંત શાંત પ્રકૃતિના અને વિનમ્ર છે. ગુરૂશિષ્યની આવી જોડી કવચિત જ જોવામાં આવે છે. આત્મ કલ્યાણની સાધનાની સાથો સાથ અનેક જીવોને ોધ પમાડવા શાસન દેવ તેઓને તન્દુરસ્ત દીર્ઘાયુ આપે એજ અભ્યર્થના !
અંતમાં પુ. મહારાજશ્રીએ આવા અમૂલ્ય ગ્રંથની પ્રસ્તાવના લખવાની તક આપી મને ઉપકૃત કર્યાં છે, માટે અંતઃકરણપુર્વક હું તેમનો આભાર માની વિરમું છું.
૧૧, પારસી અજાર સ્ટ્રીટ કોટ, મુંબઈ. તા. ૧૭–૩–૭૬
મનસુખલાલ તારાચંદ મહેતા
Page #32
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ પુસ્તક પ્રકાશનના કાર્યમાં અગાઉથી પુસ્તકો નોંધાવીને સમ્યગજ્ઞાનના પ્રચાર કાર્યમાં સહકાર આપનાર : શ્રી સંઘો તથા સગ્રુહસ્થોની શુભ નામાવલી
નામ
|
US
પુસ્તક સંખ્યા ૧૦૦૦ શ્રી જૈન વેતામ્બર મૂર્તિપુજક તપગચ્છ સંઘ નાગપુર ૧૦૦૦ સ્વ. શેઠ નાનાલાલ રાઘવજી મહેતા હસ્તે નવનીતલાલ મહેતા
કલકત્તા ૧૫૧ સ્વ. મનસુખલાલ હીરાચંદ શાહના સુપુત્રો નાગપુર ૧૫૧ સ્વ. મણીબેન શામજીભાઈ લખપતી પટેલ ૧૫૧ સેવકરામ રામચંદ્ર ૧૫૧ પૂ. સ્વ. સાધ્વીજી શ્રી મતિશ્રીજીની સ્મૃતિ નિમિત્તે નાગપુર
સંઘની બહેનો તરફથી સા. પદ્મપ્રભાશ્રીજીની પ્રેરણાથી ૧૫૧ સ્વ. મોહનલાલ કાલીદાસ શેઠ હસ્તે કાશીબેન નાગપુર ૧૧૧ શ્રી જૈન સંઘ, નાગજી ભુદરની પોળ અમદાવાદ ૧૦૧ શેઠ હરજીવનદાસ વિઠ્ઠલદાસ કોટેચા
જામનગર ૫૧ શેઠ ભંવરલાલજી મોતીલાલજી કોઠારી નાગપુર ૫૧ શેઠ માણેકજી ચાંપશી ૫૧ શેઠ ડાહ્યાભાઈ ચુનીલાલ સુતરીયા ૫૧ શેઠ પ્રાણલાલ હીરાચંદ મહેતા હસ્તે બાબુભાઈ ૫૧ શેઠ સ્વ. વૈદરાજ શ્રી ભોગીલાલ નગીનદાસના
સ્મરણાર્થે, ઊંઝા ફાર્મસી ૫૧ શેઠ કલ્યાણભાઈ મગનલાલ શાહ ૫૧ શેઠ લહેરચંદ અશોકકુમાર કોચર ૫૧ શેઠ રવ.મગનલાલ મોતીચંદ મહેતા
૩૩૭૫
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૩૭૫
મુંબઈ
૪૧ શેઠ નરોતમદાસ પ્રેમજી.
કોટ, મુંબઈ ૩૧ મોહનલાલ રજાઈવાલા
નાગપુર ૩૧ અમૃતલાલ સાકરચંદ
સતના ૩૦ શ્રી જૈન સંધ-જ્ઞાન ખાતુ
સેગાંવ ૨૫ શાહ દામજી જીવરાજ
નાગપુર ૨૫ શાહ મૂળજી દેવજી ચેરીટેબલ ટ્રસ્ટ ૨૫ કાન્તીલાલભાઈ ગાંધી હસ્ત વર્ધમાનભાઈ ૨૫ હીરજી રામજી સ્વ. માતુશ્રી કોરબાઈના સ્મરણાર્થે , ૨૫ ગીરધરલાલ પાનાચંદ ૨૫ વીરચંદ સોમજીના ચિ. ભાઈ અશોકકુમારના ચિ. બાબાના સ્મરણાર્થે
નાગપુર ૨૧ શ્રી વૃજલાલભાઈ વસ્તારામ કોરડીયા ૨૧ શેઠ શ્રી પ્રેમચંદભાઈ મગનલાલ શાહ ૨૧ શેઠ શ્રી હજારમલજી છોટમલજી બાંઠીયા ૨૧ શેઠ શ્રી શાંતિભાઈ કામદાર ૨૦ શેઠ કાળીદાસ જમનાદાસ શિહોર ૧૫ શેઠ મોરારજી ટોકરશી હસ્તે પોપટલાલ ૧૧ શેઠ હેમચંદભાઈ જેચંદભાઈ વોરા ૧૧ શેઠ મણીલાલ ગુલાબચંદ દોશી ૧૧ શેઠ વોરા વીરચંદ સોમચંદ ૧૧ શેઠ નાગજી કુંવરજી ૧૧ શ્રીમતી લાભુબેન મોહનલાલ તુરખીયા ૧૧ શ્રી શેઠ સૌભાગ્યચંદ સુંદરજી સાવડીયા
-
-
-
-
૩૮૪૩
Page #34
--------------------------------------------------------------------------
________________
-
૩૮૪૩ ૧૧ શેઠ રવિન્દ્ર માણેકલાલ લાલકા ૧૧ શેઠ શાન્તિલાલ પરસોતમ વોરા ૧૧ શેઠ દલપતલાલ મોહનલાલ મહેતા ૧૧ એક બહેન તરફથી ૧૧ વિનોદચંદ્ર દેવશીભાઈ શેઠ ૧૧ બાબુલાલ રંગીલદાસ ૧૧ દોશી શાંતિલાલ વલ્લભજી ૧૧ વીરચંદ હંસરાજ શાહ હસ્તે રતિભાઈ ૧૧ ન્યુ બોમ્બે ઓપ્ટીકલ કું. હસ્તે લાલચંદભાઈ ૧૧ ભારતીબેન મંગળદાસ શાહની જ્ઞાનપંચમી
તપની પૂર્ણાહુતિ નિમિત્તે ૧૧ કેશરીચંદજી તાતેડ ૧૧ ભમરાજજી ચોપડા ૧૧ સંઘવી રમણિકલાલ લક્ષમીચંદ
કલકત્તા
નાગપુર
મુંબઈ
૩૯૮૬
Page #35
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક
પ્રણ લીટી ૭૫ ૧૧ ૮૩ ૨૨
૮૪ ૧૭
& 4 - ૪ -
અશુદ્ધ શ્વસનો આત ધ્યાનમ ભિચારા તઓ _ પરિણામે ભાવોન ભોક્ત સંમયધર્મ
શુદ્ધ વ્યસનો આર્તધ્યાનમાં બિચારા તેઓ પરિણામો ભાવોને ભોક્તા સંયમધર્મ
નાચલે યારબાદ व्यव
નીચલે ત્યારબાદ व्यय
કંદપ
કર્યું
૯૫ ૧૪ ૧૧૯ ૧૩૯ ૧૬ ૧૭૭ ૪ ૧૯૦૫ ૧૯૧૫ २११ ૨૧૭ ૨૩૮ २७० ૨૮૩ ૮ ૩૦૨ ૩૦૯ ૧૬ ૩૧૮
કદર્ય
૧ ૧ ૮ -
કંદર્પ અટલા दुनियमितेन्द्रियणां ઈર્ષાને નિલામ પરિણામ સ્વરૂપી છોકનારો ध्यायन ध्यानवान ध्यानं શકાતો
એટલા दुनियमितेन्द्रियाणां ઈર્ષાનો લિલામ પરિમાણુ અરૂપી છોડનારો ध्यायन ध्यानवान ध्यानं શક્તો
૩૩૫
ટ ક ર
૩૩૭ ૩૩૭ ૩૩૯
૩૪૦
Page #36
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
ક્રમાંક
પૃષાંક
૭૭
૧૦૨
१२८
૧૪૮
૧૬૧
૧ પ્રકાશકીય નિવેદન ૨ ઉપોદઘાત ૩ પ્રસ્તાવના ૪ મંગલાચરણ ૫ ન્યાય સંપન્ન વિભવ ૬ શિષ્ટાચાર પ્રશંસક ૭ ગૃહસ્થ જીવનમાં વૈવાહિક મર્યાદા ૮ પાપભીરુતા તથા પ્રસિદ્ધ દેશાચારનું પાલન ૯ પરનિન્દા મહાપાપ ૧૦ ગૃહસ્થનું રહેઠાણ કેવું હોય ૧૧ સંગ તેવો રંગ
૧૬૭ ૧૨ માતાપિત્રોૌપૂજકઃ
૧૭૬ ૧૩ ઉપદ્રવયુક્ત સ્થાનનો ત્યાગ
૧૮૪ ૧૪ નિંદિત કાર્યોમાં ન પ્રવર્તવું ૧૫ આવકને અનુસાર વ્યય
૧૯૧ ૧૬ વેષ વિત્તાનુસાર
૧૯૬ ૧૭ બુદ્ધિના આઠ ગુણ અને નિરંતર ધર્મશ્રવણ ૧૮ અહર્નિશ ધર્મશ્રવણ ૧૯ અજીર્ણ ભોજનનો ત્યાગ અને યોગ્ય કાળે પથ્ય ભોજનનું સેવન
२०० ૨૦ ધર્મ, અર્થ અને કામ ત્રણે પુરુષાર્થ સાધવાની રીત ૨૧૪ ૨૧ અતિથિ આદિનો સત્કાર
૨૧૯
૧૮૬
Page #37
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક
પૃષાંક
૨૨૨
૨૩૦
૨૩૩
૨૩૫
જ
૨૨ કદાગ્રહ રહિત અને ગુણના પક્ષપાતી થવું ૨૩ પ્રતિસિદ્ધ દેશકાલ ચર્ચાનો પરિહાર કરવાપૂર્વક
બલાબલનો જાણકાર બનવું ૨૪ બલાબલની પરિક્ષા ૨૫ વ્રતધારી એવા જ્ઞાનવૃદ્ધ પુરૂષોની સેવા અને
પોષ્યના પોષક બનવું ૨૬ દીર્ઘદર્શી અને વિશેષજ્ઞ ર૭ લજજાયુક્ત અને દયાળુ ૨૮ અંતરંગ શત્રુઓનો પરિહાર ૨૯ ઈન્દ્રિય સંયમ
પરિશિષ્ટ - ધ્યાનયોગ ૩૦ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ૩૧ ધર્મધ્યાન અને શુકલધ્યાન
૨૫૦ -
જ
છે.
૨૯૦ ૩૧૧
Page #38
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગણીવર્ય શ્રી ભુવનવિજયજી મ. સા. ના શિષ્યરત્ન
પૂજ્ય મુનિવર્ય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ
Page #39
--------------------------------------------------------------------------
Page #40
--------------------------------------------------------------------------
________________
SO
મંગલાચરણ
'લ
+ 1
ધાર્મિક જીવનની શુભ શરૂઆત માર્ગાનુસારી જીવનથી થાય છે. ગૃહસ્થોનું જે નીતિમય જીવન તેને માર્ગાનુસારીતા કહેવામાં આવે છે. નીતિ અને ન્યાય એજ ધાર્મિક જીવનનો પાયો છે. નીતિ અને ન્યાયના પાલન વિના ધાર્મિક જીવનનો વિકાસ થઈ શકે નહીં. સમ્યક્ત્વ સહિત શ્રાવકના મારે વ્રતનુ પાલન કરવું એતો ધાર્મિક દૃષ્ટિએ ઉચ્ચ ભૂમિકાવાળું જીવન કહી શકાય, જ્યારે મહાવ્રતોનું પાલન એ તો ટોચ ભૂમિકાવાળુ ધાર્મિક જીવન કહી શકાય. સમ્યગ દ્રષ્ટિપણું, દેશ વિરતિપણું, સર્વ વિરતિપણુ એ ધાર્મિક જીવનની ઉત્તરોત્તર ઉચ્ચ ભૂમિકાઓ કહેવાય, જેને લોકોત્તર ધાર્મિક જીવન પણ કહી શકાય. પણ તેટલી ઉચ્ચ ભૂમિકાએ પહોંચવા માટે શરૂઆતની ભૂમિકા પણ યાર કરવી પડે છે જેને માર્ગાનુસારીતા કહેવામાં આવે છે. જ્યાં મંગલાચરણુજ ન કર્યું હોય ત્યાં વ્યાખ્યાનની શરૂઆત શી રીતે થાય ? માર્ગાનુસારીતાના પાંત્રીસ ખોલ શાસ્ત્રોમાં કહ્યા છે જેને ધાર્મિક જીવનનું મંગલાચરણુ કહી શકાય. તેના પ્રત્યેક મોલપર આજથી વ્યાખ્યા શરૂ કરવાની છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
અહિં નાગપુર ક્ષેત્રમાં બે ચાતુર્માસ થતાં વ્યાખ્યાનોમાં અનેકાનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. દરેક વિષય પર ખૂબ ખૂબ છણાવટ કરવામાં આવી છે. સંવત ૨૦૨૬ ની સાલમાં નાગપુર ક્ષેત્રમાં પહેલું, ચાતુર્માસ કરેલું તે ચાતુર્માસમાં શ્રી અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથની વાંચના કરેલી. ત્યાર બાદ સં. ૨૦૩૧ ની સાલના બીજા ચાતુર્માસમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રના આધારે યોગનું મહાભ્ય, યોગનું સ્વરૂપ, પંચ મહાવ્રત, મહાવ્રતોની પચ્ચીસ ભાવનાઓ, પંચ સમિતિ, ત્રિગુપ્તિ વગેરે વિષયો પર વિષદ છણાવટ કરવામાં આવી. હવે યોગશાસ્ત્રને આધારેજ આજથી માર્ગનુસારીતાના પાંત્રીસ બોલ પરનું વિવેચન શરૂ થાય છે, જે ગૃહસ્થો માટે અત્યંત ઉપયોગી છે.
સૌથી પહેલો ઉપદેશ સર્વ વિરતિનો
કોઈ પણ યોગ્ય જીવ સાધુ ભગવંતોની સમીપે ધર્મ જિજ્ઞાષાથી આવે, એટલે સાધુ ભગવંતો સૌથી પહેલાં તેને સર્વ વિરતિનો ઉપદેશ આપે. તે જીવને સંસારની અસારતા, પદાર્થ માત્રની ક્ષણ ભંગુરતા અને વિષયોની વિરસતા એવી તો સચોટ શૈલીમાં સમજાવે, કે તે જીવમાં યોગ્યતા હોય, તો તેનામાં સર્વ વિરતિના પરિણામ પ્રગટ્યા વિના રહે નહીં, અને તેવી યોગ્યતા ન દેખાય, તો તે જીવને દેશવિરતિનો ઉપદેશ આપે. અને તેટલી પણ યોગ્યતા ન દેખાય તો સમ્યગદૃષ્ટિ બનવાનો ઉપદેશ આપે. ત્યારબાદ જુએ કે આ જીવ સમ્યક્ત્વ પામવાને પણ લાયક નથી એટલે પછી તેને માર્થાનુસારીતાના
Page #42
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ગુણ સમજાવે. માર્ગાનુસારીતાના ગુણોનો એવો તો અજબ પ્રભાવ છે, કે તેમાંના અમુક ગુણોને અનુસરનારો જીવ પણ આગળ જતાં તે ગુણોના પ્રભાવે યોગ્યતા પ્રગટતાં સમકિતિ પણ બને. અને ત્યારબાદ તે જીવ દેશવિરતિ અને સર્વ વિરતિને પણ યોગ્ય બની શકે.
અધ્યાત્મિક જીવનનું ઘણું જ મૂલ્યાંકન પણ સાથે નૈતિક જીવન પણ ઊંચું હોય તો?
કેટલાકો બાર વૃતાદિ સ્વરૂપ ધાર્મિક જીવનની ઉચ્ચ ભૂમિકાઓ સુધી પહોંચી ગયા હોય છે. પણ તેમનામાં કેટલીકવાર ધાર્મિક જીવનની નીચલી ભૂમિકાનું બિલકુલ ઠેકાણું હોતું નથી. તેઓ આમ જુઓ તો બારવ્રત પાળતા હોય, દરરોજ ચૌદ નિયમ ધારતા હોય, સવાર – સાંજ પ્રતિક્રમણ કરતા હોય, પર્વ તિથિએ પૌષધાદિ પણ કરતા હોય, અનેક પ્રકારના અભિગ્રહો ધારણ કરવા પૂર્વક વ્રત પચ્ચક્ખાણદિ પણ કરતા હોય છતાં તેમનામાં નૈતિકતા ના દર્શન થતા હોતા નથી. ઉપાશ્રયમાંથી સામાયિક અને પૌષધ પાળીને વ્યાપાર વાણિજ્યના ક્ષેત્રમાં જોડાયા બાદ, તેઓ નીતિ અને ન્યાયની મર્યાદા જાળવી શકતા નથી. જેઓ જાળવી શક્તા હોય તેઓ પોતાના ધાર્મિક જીવનને દીપાવનારા છે. ધાર્મિક જીવનની આટલી ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા પછી શરૂઆતની ભૂમિકાને પણ જેઓ નિભાવી શક્તા નથી તેવાઓની ધાર્મિક જીવનની અનુમોદના થવાને બદલે ઉલટી દુનિયામાં હેલના થતી જોવામાં આવે છે. જીવનમાં નૈતિકતા હોય તો જ અધ્યાત્મિકતા પ્રશંસનીય
Page #43
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણદ
બને છે. ગૃહસ્થોનું નીતિમય જીવનજ અધ્યાત્મિક જીવનને શોભાવનારું છે. જ્યાં નૈતિકતા નહીં ત્યાં આધ્યાત્મિકતા કેવી ? ત્યાં અધ્યાત્મની કેવળ શુષ્ક વાતોજ છે. અધ્યાત્મિક જીવનનું ઘણું જ મૂલ્યાંકન છે પણ સામે ૌતિક જીવન ઊંચામાં ઊંચું હોય તો ? મહાવ્રતાદિના પાલનરૂપ અથવા શ્રાવકના બારવ્રતાદિના પાલનરૂપ જિનેશ્વર ભગવાનના વચનાનુસાર તત્ત્વાર્થના ચિંતનયુક્ત અને મૈથ્યાદિ ભાવનાયુક્ત જીવન અધ્યાત્મિક જીવન કહી શકાય. આવા પવિત્ર જીવનમાં નૈતિક્તાનો અભાવ એ કેટલી વિચિત્ર વાત. કહેવાય? એ તો દરિયો પાર કરી જનાર ખાડીમાં ડૂબી મરે તેના જેવી વાત છે. વ્રત અને તપ જપાદિયુક્ત જીવન એ તો દિવ્ય જીવન કહી શકાય. તેવું દિવ્ય જીવન જીવનાર માટે માર્ગાનુસારીતાનું પાલન એ તો સામાન્ય વાત કહેવાય. સમુદ્ર પાર કરી જનાર શું સરિતા પાર ન કરી શકે ? એ. તો દિમાગમાં પણ બેસે તેવી વાત નથી.
શરૂઆતમાં અપૂર્વ ઉત્સાહ અને પાછળથી ધબડકો
ઉપધાન જેવું મહાન અનુષ્ઠાન કરનારાઓના જીવનમાં પણ પાછળથી જો રાત્રિ ભોજન અને કંદમૂળાદિનો ત્યાગ પણ ન દેખાય, માર્ગાનુસારીતાના ગુણોને પણ ન અનુસરતા હોય તો સમજવું કે તેઓએ મહાન અનુષ્ઠાન કરવાના સમયે ઉત્સાહ ઘણો દાખવ્યોપણ પાછળથી સાવ ધબડકો વાળી નાંખ્યો! લગભગ દોઢ મહીનાથી પણ અધિક સમય આવા મહાન અનુષ્ઠાનમાં પસાર
Page #44
--------------------------------------------------------------------------
________________
બગલાચરણ
કર્યાં પછી તો જીવનમાં ધાર્મિક સંસ્કારોની કેટલીખષી પુષ્ટિ થઈ જવી જોઇએ ! ઉપધાનની ક્રિયામાં જોડાએલાઓને તપ તો અત્યંત દુષ્કર કરવાનું હોય છે, પણ તેની સાથે ક્રિયા તો એટલીબધી કરવાની હોય છે કે આખો દિવસ ક્રિયામાંજ પસાર થઈ જાય છે. ઉપધાનમાં દરરોજ સો લોગસ્સનો કાઉસગ્ગ, વીશ નવકાર મંત્રની બાધાપારાની માળાઓ, સો ખમાસમણા, અન્ને ટાઈમ પ્રતિક્રમણ, ત્રણે કાળ દેવવંદન, રાતના શયન કરતા પહેલાં સંથારા પોરિસિ સૂત્રોની વાંચના વગેરે અનેક ક્રિયાઓ કરવાની હોય છે. આવી મહાન ક્રિયામાંથી પસાર થયા હોય તેમનામાં ધર્મના સ`સ્કાર તો અસ્થિમજાવત જામી ગયા હોય, ક્રિયાનો તો અમુક કાળ હોય છે, કાળ પુરો થાય એટલે ક્રિયાની પૂર્ણાહુતિ થઈ જાય છે, પણ તેટલા કાળ દરમ્યાન જીવનમાં જે ધર્મના સંસ્કાર પોષાયા હોય, તે તો જાવજીવ લગે જીવનમાં ટકી રહેવા જોઇએ. લગભગ પોણા ચાર મહિનાના કાળમાં ઉપધાન તપમાં એવી તો તાલીમ મળી જાય છે કે જીવમાં થોડી પણ યોગ્યતા હોય અને ઉપધાનની ક્રિયા સમજણપૂર્વક કરી હોય, તો ધર્મનો કાચો રંગ નહીં પણ ચોળમજીનો રંગ લાગ્યા વિના રહે નહીં. સમજણુના અભાવમાં દેખાદેખીથી અથવા ખીજા કોઈ પ્રલોભનોથી ગતાનુગતિકપણે જીવ ગમે તેટલી ક્રિયાઓ કરે, પણ અંતે તે ક્રિયાઓની પૂર્ણાહુતિ થયા ખાઇ જીવની હાલત ઘાંચીના અળદિયા જેવીજ રહેવાની છે. અને જીવ સમજણુના ઘરમાં આવીને જ્ઞાનપૂર્વકની થોડીપણ ક્રિયા કરે, તો તેને અમૃતક્રિયા કહેવામાં આવે છે. અને તેવી થોડી પણ ક્રિયા જીવ માટે
!
ર
Page #45
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
મહાલાભનું કારણ બને છે. પણિયા શ્રાવકની રોજિદિ સામાયિકની. ક્રિયા પણ તેના માટે ભવસમુદ્રમાં નૌકાના આલંબનરૂપ નિવડી છે.
ધર્મનું પાલન જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં
પુણિયા શ્રાવકની સામાયિક આટલી બધી શુદ્ધ હોવાનું કારણ એ છે કે, તેનામાં સંતોષવૃત્તિ હતી. જ્યારે આજે ધર્મની મહાન ક્રિયાઓ કરનારા પણ ફરી પાછા જ્યારે અથર્જનની પ્રવૃત્તિમાં જોડાય છે, ત્યારે તેમનામાં અથર્જન પ્રતિનો લોભ એટલો બધો હોય છે કે નીતિ અને ન્યાયનાં પ્રિન્સિપલોને તેઓ કેટલીકવાર જાણે નેવે મૂકી દેતા હોય છે. તેઓ કેટલીકવાર એવી પણ માન્યતા ધરાવતા થઈ જાય છે કે ધર્મ કરવાના સમયે ધર્મ કરી લીધો, હવે વ્યાપારમાં પડ્યા પછી ધર્મ ધર્મ કર્યા કરીએ તો આ કાળમાં વ્યાપારજ ચાલે. નહીં ? માટે દેરાસર ઉપાશ્રય જઈએ ત્યારે ધર્મ કરી લેવાનું હોય. અહિં વ્યાપારમાં પડ્યા પછી વળી ધર્મ કેવો ? પણ તેમને એ ખબર નથી કે ધર્મ ભલે ધર્મ સ્થાનમાં કરવાનો હોય, પણ ધર્મના જે સંસ્કાર છે તે તો જીવનમાં નિરંતર ટકાવી રાખવાના હોય છે, ધર્મ ધર્મક્ષેત્રમાંજ આચરવાનો હોય છે તેમ નથી ? જીવનનાં પ્રત્યેક ક્ષેત્રમાં ધર્મ આચરવાનો હોય છે. ધર્મ એ કોઈ આત્માથી અલગ ચીજ નથી. ધર્મ એ તો આત્માનું પોતાનું સ્વરૂપ છે. જેને બીજા શબ્દોમાં સ્વભાવ પણ કહી શકાય. ધર્મના જે સત્ય, અહિંસા, અચૌર્ય, નીતિ, ન્યાય વિગેરે પ્રિન્સિપલો છે, તેને તો જીવનમાં આત્મસાત
Page #46
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
કરી લેવાના હોય, જો કે આત્માનો મુખ્ય ધર્મ તો સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સ્વરૂપ જે આત્માનો શુદ્ધ સ્વભાવ તે જ છે, પણ તે સ્વભાવ ધના પ્રગટીકરણમાં સત્ય, અહિંસા, સયમ, તપ વિગેરે સહાયરૂપ છે. સાધક દશામાં સત્ય, અહિંસા, તપ, સંયમાદિનું પાલન અત્યંત જરૂરી છે. તેના પાલન વિના કોઈ પણ આત્માઓ સ્વભાવ ધને પામી શકતા નથી.
લાંછન લગાડનારા દૂષણો
પરિગ્રહની તીવ્ર મૂર્છા અને લોભદશાને લીધે મનુષ્યો સ્વભાવ ધની વાત તો બાજુ પર રહી પણ ધર્મની શરૂઆતની ભૂમિકાને પણ નિભાવી શકતા નથી. અનીતિ, અન્યાય, વિશ્વાસઘાત એ બધા દૂષણો એવા છે, કે ગૃહસ્થોનાં ધાર્મિક જીવનને પણ લાંછન લગાડનારા છે. માર્ગાનુસારીતાને નહીં આચરનારા ગૃહસ્થો ગમે તેવા ધર્માંના અનુષ્ઠાનો કરતા હોય છતાં તેઓ જગતમાં ઉલટા નિંદનીય બને છે, પણ પ્રશંસનીય કે વંદનીય બનતા નથી. ધનની મૂર્છા અને પરિગ્રહનો વધારે પડતો લોભ મનુષ્યોની પાસે ન કરવાના કૃત્યો કરાવે છે. પેટ માટે પાપ કરવાની વાતજ ખોટી છે. ધનના સંચય અર્થે જ મનુષ્યો મોટકા પાપ સેવે છે. ગમે તેટલું દ્રવ્ય મળવા છતાં જીવને તૃપ્તિ તો થતીજ નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આઠમા અધ્યયનમાં ત્યાં સુધી લખ્યું છે કે
कसिपिजो इमं लोयं, पडिपुण्णं दलेज्ज इक्कस्स । तेणावि सेन संतुस्से, इइ दुप्पूरए इमे आया ||
Page #47
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ધનધાન્યાદિથી પરિપૂર્ણ આ સમગ્ર લોક કદાચ કોઈ એક વ્યક્તિને આપી દેવામાં આવે, છતાં તેટલા દ્રવ્યથી પણ તે એક વ્યક્તિને સંતોષ થશે નહીં. લોભાભિભૂત આત્માને જ્ઞાનીએ સમુદ્રની જેમ દુષ્પર કહ્યો છે. કહેવતમાં પણ કહેવાય છે કે લોભનો કોઈ થોભ છે જ નહીં. જીવને જેમ લાભ થતો જાય તેમ લોભ વધતો જાય છે. શરૂઆતમાં લોભનું સ્વરૂપ ખાબોચિયા જેવું હોય છે. અને ધીમે ધીમે જેમ જેમ સરખાઈ આવતી જાય તેમ તેમ સ્વયંભૂરમણ સમુદ્રનું સ્વરૂપ થઈ જાય છે, અને જ્ઞાનીઓને ફરમાવવું પડ્યું છે કે કદાચ કોઈ સ્વયંભૂરમણ સમુદ્રનો પાર પામી શકે પણ લોભ સમુદ્રનો પાર પમાવવો તેનાથી પણ કઠીન છે. લોભથી સર્વ વિનાશ તો સંતોષથી પૂર્ણ વિકાસ
શરૂઆતમાં માનવી નિર્ધન અવસ્થામાં ફક્ત સો રૂપિયા મેળવવાની ઈચ્છા કરે છે. સો મળતા થયા એટલે હજારની ઈચ્છા કરે. હજાર મળે એટલે લાખની અને લાખ મળે એટલે કરોડપતિ થવાના કોડ જાગે. કોટીશ્વરને રાજ્ય મેળવવાની ઈચ્છા થાય અને રાજ મલ્યા પછી રાજાધિરાજ બનવાના મનોરથ જાગે. અને રાજાધિરાજ બન્યા પછી પણ તૃષ્ણ શમતી નથી ! દેવલોકનાં દિવ્ય સુખ મેળવવાની ઈચ્છા જાગે છે, અને દેવ બનેલાને દેવેન્દ્ર બનવાની તૃષ્ણ જાગે છે ! શરૂઆતમાં લઘુ લોભ પણ ધીમે ધીમે એવો વધતો જાય છે કે કયાંય તેનો કિનારોજ દેખાતો નથી. જીવનમાં સંતોષ આવે તો જ લોભ સમુદ્રને પાર પામી શકાય. લોભ સર્વ વિનાશનું
Page #48
--------------------------------------------------------------------------
________________
અગલાચરણ
કારણ છે, તો સંતોષ આત્માના સ'પૂર્ણ વિકાસનું કારણ છે. સતોષ વૃત્તિમાં આવેલો જીવ પરિગ્રહનું પરિમાણ કરીને અલ્પ પરિગ્રહી બને, અપારભી બને. સંતોષનો ગુણ એવો મહાન છે કે પરપરાએ જીવને અપરિગ્રહી અને નિરાર‘ભી અનાવે. અસંતોષને લીધે માનવીના જીવનમાં અશાંતિનો પાર નથી. માનવીને જ્યાં ત્યાંથી ધન ભેગું કરી લેવાનો જાણે હડકવા ઉપડ્યો છે. અસંતોષને લીધે માનવી ઘર છોડી વિદેશમાં જાય છે, અને ધન પ્રાપ્તિ માટે માનવી ચોમેર ભમે છે. જીવનમાં તે લેશપણ શાંતિના સુખને અનુભવી શકતો નથી.
સંતોષનેજ સળગાવી નાખ્યો ત્યાં સુખની આશાજ રાખવાની કચાં રહી ?
કલિકાલસર્વાંગ હેમચંદ્રાચાર્ય ફરમાવે છે કે—
असंतोषवतः सौख्यं न शक्रस्य न चक्रिणः । जन्तो संतोष भाजो, यदभयस्येव जायते ॥
'
ભલભલા
અસતોષની ભડભડતી આગમાં સળગતા નરેન્દ્રો અને દેવેન્દ્રોને પણ તેવું સુખ હોતુ નથી, કે જેવું સુખ અભય કુમાર જેવા સતોષી આત્માને હોય છે. અભય કુમારને શ્રેણીક મહારાજા મગધનુ' રાજ્ય આપવાને તૈયાર થયા છતાં અભય કુમારે એક તણખલાની જેમ રાજ્યનો ત્યાગકરીને સંતોષ સુખના સારરૂપ ભાગવતી પ્રવજ્યા ભગવાન મહાવીર દેવના વરદ હસ્તે અંગીકાર કરી, અને ખરેખરા આત્મિક
Page #49
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
સુખને અનુભવનારા ન્યા. પાતંજલ યોગ દર્શનમાં મહર્ષિ પતંજલી પણ લખે છે કે, સંતોષથી અનુપમ સુખનો લાભ થાય છે. આજે સંતોષને જ માનવીએ જીવનમાં સળગાવી. નાખ્યો, પછી માનવી ગમે તેટલો ધર્મ કરતો હોય પણ તે ધર્મના યોગે તેનો આત્મા ઊર્ધ્વગામી બનતો નથી, જીવનમાં સંતોષ આવ્યા પછી જ ધર્મનો ખરેખરો રંગ જામે છે, સંતોષના લીધે ધર્મ ક્રિયામાં મનની ખૂબ ખૂબ એકાગ્રતા રહે છે, લોભીનું મન જ્યાં ત્યાં ભટકે, જ્યારે સંતોષીનું મન ધર્મ ક્રિયામાં સ્થિર રહે છે, સ્થિરતાનો આનંદ કોઈ અપૂર્વ છે ! એટલા માટે જ કહેવતમાં પણ કહેવાય છે કે “સંતોષી સદા સુખી'. ધન વૈભવનાં સુખ કરતાં સંતોષનું સુખ ઘણું ચઢિયાતું છે. - વસ્ત્ર પહેર્યા વિના એકલા અલંકારની શી શોભા?
માનવી પોતાના શરીર પર ગમે તેવા કિંમતી અલંકાર, આભૂષણ કે ઘરેણું ધારણ કરે, તેની સજ્જનને લેશ પણ ઈર્ષ્યા ન હોય. મસ્તક પર કિંમતી મુગટ ધારણ કરે, કાનમાં કુંડલ ધારણ કરે, ગળામાં કિંમતી હાર ભલે પહેરે, પણ તેવા અલંકાર ધારણ કરનારે શરીરના નીચેના ભાગમાં કમથી કમ વસ્ત્ર પણ ધારણ કરવા જોઈએ. શરીરના ઉપરના ભાગમાં કિંમતી અલંકાર પહેર્યા હોય અને નીચેના ભાગમાં એક લંગોટી સરખી પણ ન બાંધી હોય, તો અલંકાર પહેર્યાની કોઈ શોભા રહેતી નથી. તેવો મનુષ્ય ભર બજારમાંથી નિકળ્યો હોય તો લોકો તેનો હરીયોજ બોલાવવાના છે. તેવી જ રીતે સામાયિક
Page #50
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પ્રતિક્રમણ, પૌષધ એ બધા કિંમતીમાં કિંમતી અલંકારો છે, પણ તેવા અલંકાર પહેરનારે તેની સાથો સાથ નીતિ ને ન્યાયનાં વસ્ત્ર પણ ધારણ કરવા જોઈએ. નીતિ ને ન્યાયનાં લુગડાં ન પહેર્યા હોય અને ઔષધ પ્રતિક્રમણદિના ગમે તેવા ધર્મના અનુષ્ઠાનો મનુષ્યો કરતા હોય, છતાં તેઓના લીધે ધર્મ શાસનની શોભા વધતી નથી પણ ઉલટી ઘટે છે, તેવા ધાર્મિકો માટે મનુષ્યો બહારમાં એવું પણ બોલતા થઈ જાય છે કે, આ ધર્મ કરનારા સૂક્ષ્મ જંતુઓ પ્રતિ ખૂબ દયા રાખે છે, જ્યારે મનુષ્ય જેવા મનુષ્યને રેંસી નાંખે છે, એમને પાણી અલગણ ખપતું નથી પણ ગરીબોનું લોહી અલગણ ખપે છે, માટે ધર્મની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવું એ ઘણીજ સારી વાત છે. પણ તેવા ગૃહસ્થોએ વ્યવહાર શુદ્ધિ માટે નીતિ અને ન્યાયના પ્રિન્સિપલોનું પણ અણીશુદ્ધતયા પાલન કરવું જોઈએ.
અતિ માયાવી અને અતિ લોભી મનુષ્યોથી શાસનની લઘુતા થાય, પણ પ્રભુતા ન વધે
સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, દેવપૂજા, સુપાત્રદાન, શીલવ્રતનું પાલન, બારવ્રતધારીપણું વિગેરે ધર્મની ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલો શ્રાવક પણ, જે અતિ લોભી હોય, અતિ માની અને અતિ માયાવી હોય, કષાયની તીવ્ર પરિણતિવાળો હોય, વ્યાપાર વાણિજ્યનાં ક્ષેત્રમાં અપ્રમાણિક હોય, તો તેનાથી ધર્મ ક્રિયાઓની લઘુતા થાય છે. પણ તેના ધર્મયુક્ત જીવનની અને ધર્મ શાસનની પ્રભુતા વધતી નથી.
Page #51
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
કષાયોનો મૂળમાંથી ક્ષય થઈ જાય તેના જેવો બીજો આનંદનો વિષય કયો હોઈ શકે ? કષાયોનો મૂળમાંથી ક્ષય ક્ષપકશ્રેણી પર આરૂઢ થએલા મહાપુરૂષોજ કરી શકે. શ્રેણી આ કાળે મંડાતી નથી, છતાં આ કાળે પણુ કષાયોને પાતળાં જરૂર પાડી શકાય છે. મુનિ ભગવતો જે આ કાળે ચારિત્ર પાળે છે તે પણ સરાગ દશાનું હોવાથી તેઓ પણુ કષાયોનો મૂળમાંથી ક્ષય કરી શકતા નથી, છતાં કોઈના મુખેથી દુચનાદિ સાંભળતાં ઉદયમાં આવતા કષાયોનો તેઓ આ કાળે પણ નિરોધ જરૂર કરી શકે છે. કષાયોનો નિરોધ કરવા પૂર્વક કષાયોને નિષ્ફળ બનાવી દેવા એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. કષાયો સફળ થાય તેમાં તો, વર્ષાનાં તપ અને ચારિત્ર ઉપર પાણી ફરી જાય છે અને એટલેજ કષાયોનો નિરોધ કરવા પૂર્વક તેને નિષ્ફળ બનાવી દેવા એમાંજ તો ખરૂં મુનિપણુ છે.
કષાય રૂપી કટુ વૃક્ષનાં પુષ્પ અને ફળો
૧૨
પૂ. ધર્મદાસ ગણી ઉપદેશ માળામાં ફરમાવે છે કે – कडुय कषाय तरुणं पुष्पंच फलं दोविविरसाइ । पुप्फेण झायइ कुवियो फलेण पावं समायरइ ||
કષાયરૂપી કટુવૃક્ષનાં પુષ્પ અને ફળ અને સ્વાદ વગરના છે. માનવીને કષાય આવે એટલે તે મનમા જે કુવિકલ્પો કરે તે કષાય રૂપી કટુ વૃક્ષનાં પુષ્પો કહેવાય. પછી તો તેમાંથી દુર્ધ્યાનની પર પરા એવી તો શરૂ થઈ જાય કે તેમાંથી ઘોર પાપ પણ આચરી બેસે, એટલે કે કોઈનું વધ પણ કરી નાંખે,
Page #52
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૩
જેવું હિત જ પ્રકારના
પણ કરી શકતા ન
જાન દશર
અને વધ નહીં તો તાડન તર્જન રૂપ પાપ આચરી બેસે, તે. કષાય રૂપી વૃક્ષનાં ફળો છે, માટે તેના પુષ્પ અને ફળ બને. કટુક છે. કષાયાત્મા એ બહિરાત્મા છે, તે પોતાનું જેવું અહિત કરે તેવું અહિત ભલભલા દુશ્મનો પણ કરી શકતા. નથી. જ્ઞાનાત્મા દર્શનાત્મા જે જ્ઞાન ને દર્શન સમ્યગ પ્રકારના હોય તો તે અંતરાત્મા છે. તે પોતાનું જેવું હિત કરે છે તેવું જિગરજાન મિત્રો પણ કરી શક્તા નથી. અંતરાત્માજ ક્ષાયિકભાવે જ્ઞાન દર્શન અને ચારિત્રને પામીને પરંપરાએ પરમાત્મા બને છે. ભગવતીસૂત્રમાં આ રીતે આઠ પ્રકાર આત્માના કહ્યા છે, પણ અત્યારે તે ચર્ચા પ્રસ્તુત નથી માટે ઉડતો ઉલ્લેખ કર્યો છે. ત્રિવિધ આત્મા પર આપણા તરફથી બહાર પડેલાં અખંડ જ્યોત પુસ્તકમાં ખૂબ લંબાણથી વિવેચન કરેલું છે. શાસનની પ્રભાવના એ મહાન પુણ્ય અને
શાસનની હેલના એ મહાપાપ આપણે મૂળ વિષય એ હતો કે ધર્મની ક્રિયા કરનારા મનુષ્યો તીવ્ર કષાયના ઉદયવાળા હોય અને બહારના ક્ષેત્રમાં નીતિ અને ન્યાયના પાલનવડે વ્યવહાર શુદ્ધિ પણ ન જાળવી શકતા હોય તો તેવા મનુષ્યોથી ધર્મની પ્રભાવના થવાને બદલે ઉલટી હેલના થાય છે, આપણાથી જૈન શાસનની જે પ્રભાવના થાય તો સમજવું તેના જેવું કોઈ મહાન પુણ્ય નથી. શાસનની પ્રભાવના કરવા જેવું આપણું પુણ્યબળ ન હોય તો કમથી કમ જીવનમાં એવા કૃત્યો તો નહીં જ કરવા જોઈએ કે જેથી શાસનની હેલના થવા પામે. પ્રકૃતિમાં ન શાંતતા હોય
Page #53
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ન ઉદાત્તાપણું કે ન પ્રશાંત પણ હોય બલ્ક તેના બદલે પ્રકૃતિમાં અત્યંત ઉગ્રતા હોય, અપ્રમાણિક્તા ભર્યો વ્યવહાર હોય તેવા મનુષ્યોના ધાર્મિક જીવનનો લોકો પર શો પ્રભાવ પડવાનો છે. તેવા મનુષ્યો ધર્મ ક્રિયાઓ કરતા હોવા છતાં લોકપ્રિય બની શક્તા નથી. જે કે લોકપ્રિય બનવા માટે ધર્મ કરવાનો હોતો નથી, છતાં શાન્ત અને ઉદાત્ત પ્રકૃતિના પ્રભાવે મનુષ્યો લોકપ્રિય બનીજ જાય છે, અને તેવા લોકપ્રિય બનેલા પુરૂષોથી ઘણુ મનુષ્યોને ધર્મના માર્ગમાં અપૂર્વ પ્રેરણા મળે છે, અને તેવો પુરૂષ ઘણુ જીવોને ધર્મને માર્ગે ચડાવી દે છે. માલ ખાવા સૌ તૈયાર પણ માર ખાવા કોઈ
તૈયાર નથી પહેલાં તો પરિગ્રહ એજ પાપ અને તેમાં વળી અનીતિથી ઉપાર્જન કરવું એ તો મહાપાપ. તે પાપ ભોગવવાનો સમય આવે છે ત્યારે જીવ બધાથી એકલો અને અટૂલો પડી જાય છે. વિત્તમાં સૌ સબંધિઓ ભાગીદાર બને, પણ પાપ જ્યારે ઉદયમાં આવ્યા હોય ત્યારે કોઈ તેમાં ભાગીદાર બનવા તૈયાર નથી હોતા. માલ ખાવા સૌ તૈયાર, પણ માર ખાવા કોઈ તૈયાર નથી. જીવ પાપ કરીને લાખો ને કરોડો ભેગા કરે તે ભોગવવા સૌ તૈયાર, પણ કરેલા પાપ
જ્યારે ઉદયમાં આવ્યા હોય ત્યારે કોઈ પડખે ઉભા રહેવા તૈયાર નહીં. સંપત્તિમાં ગમે ત્યાંથી સૌ આવી મળે છે અને વિપત્તિમાં સૌ દૂર ભાગે છે. આ જીવ પણ અજ્ઞાન દશાને લીધે જોખમ ખેડેજ જાય છે, કર્મો એવા બંધે છે કે, ઉદય કાળમાં કલ્પાંત કરે પણ છુટવાના નથી.
Page #54
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
~ પાપ કરીને મેળવેલું મેલીને જવાનું પણ કરેલા પાપ ભવાંતરમાં ભેગા આવવાના
તમારું ભેગું કરેલું ધન મૃત્યુબાદ પાછળ કોણ જાણે કોણ તેનો ભોગવનાર થશે. સંતાન હોય તો સંતાન વારસદાર બને અને મૃત્યુને પામનાર નિઃસંતાન હોય તો જે તે તેના દ્રવ્યના માલિક બની બેસે છે, છેવટે સરકાર લઈ જાય છે. શાસ્ત્રોમાં આવે છે કે પ્રતિવાસુદેવ ત્રણ ખંડનું વૈભવ એકત્રિત કરે છે, અને તેનો માલિક વાસુદેવ બને છે. મહેનત ઉંદરની પણ ભોગવે ભોરીંગ, તેવી જ રીતે પ્રતિવાસુદેવ ત્રણે ખંડમાં પોતાનું સામ્રાજ્ય જમાવે, છતાં તેનો ભોગવટો વાસુદેવ કરે અને વાસુદેવના હાથે નિયમાનુસાર પ્રતિવાસુદેવનું મૃત્યુ થાય છે, તેવી રીતે તમે બધું પેદા કરો છો પણ તમારી પાછળ ભોગવશે કોણ તેનો પત્તો નથી! પણ પેદા કરવાની પાછળ તમે જે પાપ સેવ્યાં હશે, તે તો તમારે જ ભોગવવાનાં છે, એટલે માલ ખાનાર કોણ નીકળશે તેનો પત્તો નથી, પણ મારે તો આપણેજ ખાવાનો છે. આટલી વાત પણ તમારા દિમાગમાં બેસે તો તમને થઈ જાય કે બધાના મોહમાં પડીને મારે મારા આત્માને શા માટે પાપના ભારથી લાદવો જોઈએ ? કુટુમ્બની પોતાની માથે જવાબદારી હોય એટલે નીતિ અને ન્યાયને માર્ગે રહીને કુટુમ્બનું ભરણ-પોષણ કરે, પણ સંચય કરવાના ધ્યેયથી માર્ગાનુસારી જીવ પણ તીવ્ર પાપ ન આચરે. માર્ગાનુસારી જીવમાં પણ એટલી સમજ તો હોય છે કે પાપ હું અત્યારે અનેકો માટે આચરી રહ્યો છું, પણ
Page #55
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ભોગવવાના સમયે તો મારે એકલાને જ ભોગવવાનાં છે. કુટુમ્બ માટે મારે કર્તવ્ય બજાવવું પડે એ જુદી વાત છે, પણ ખોટા મોહમાં પડીને મારે મારા આત્માને દંડવાની. જરૂર નથી.
અનીતિની શ્રીમંતાઈ તે સોજાની જાડાઈ
ગમે તે રસ્તેથી ધન ભેગું કરનારા માનવી માત્ર એટલું જ વિચારે છે કે ધનનો સંચય થઈ રહ્યો છે, પણ સાથોસાથ પાપનો કેટલો બધો સંચય થઈ રહ્યો છે ? તે તો વિચારવાની તેમને જાણે કુરસદ જ નથી. મહાપુરૂષો ફરમાવે છે કે, શરીરે સોજા ચડ્યા હોય અને માનવી હુષ્ટપુષ્ટ બન્યો હોય તો એ હૃષ્ટપુષ્ટતા શા કામની છે? તેનાથી તો શરીરની દુર્બળતા ઘણી સારી છે. તેવી જ રીતે અનીતિ કરીને કોઈ શ્રીમંત બને તો તે શ્રીમંતાઈ શા કામની છે? તે શ્રીમંતાઈ તો સોજાની જાડાઈ સ્વરૂપ છે. તેના કરતાં દરિદ્રતા લાખ દરજે સારી ગણી શકાય. તેવી શ્રીમંતાઈના યોગે થોડાક દિવસ માનવી સુખ ભોગવતો દેખાય, પણ પરિણામે તેને મહા ભયંકર દુઃખો ભોગવવાં પડે છે. અનીતિનું ધન શરૂઆતમાં બે દિવસ સારું લાગે પણ પરિણામે તે અત્યંત દુઃખદાયક છે. માટે ધર્મની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવું એ ઘણીજ સારી વાત છે. પણ તે પહેલાં શરૂઆતની ભૂમિકા પણ તૈયાર કરવી જોઈએ. ઈમારત ઉપર વધારે માળ ખેંચવા હોય તો તેના પાયાની મજબુતાઈ તરફ પહેલાં ધ્યાન દેવું જોઈએ. પાયોજ કાચો હોય તો માળ ખેંચવા જતાં ઈમારત જમીન દોસ્ત થઈ
Page #56
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
જવાની. માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ એ ધાર્મિક જીવનનો પાયો છે. પાયો મજબૂત હશે તો તેની પર યમ નિયમ વ્રત પચ્ચકખાણાદિના જેટલા માળ ખેંચવા હશે તેટલા ખેંચી શકાશે, છતાં ઈમારતને ધક્કો લાગશે નહીં, માર્ગાનુસારીના પાંત્રીસ બોલમાં પહેલોજ બોલ ન્યાય સંપન્ન વિભવનો છે,
ન્યાય સંપન્ન વિભવ લબાણથી વિષયની પીકિ કર્યા બાદ મૂળ વિષયની શરૂઆત એટલે માર્ગાનુસારીના પ્રથમ ન્યાય સંપન્ન વિભવ પરની વ્યાખ્યા શરૂ કરીએ છીએ. સાધુ પુરૂષોએ પરિગ્રહને અને તે નિમિત્તે થતા આરંભ સમારંભાદિ કાર્યોને ત્રિવિધ વોસિરાવી દિધેલા હોય છે. એટલે તેઓ કોઈને પણ અથર્જન કરવાનું કે, તે નિમિત્તે થતા આરંભ સમારંભાદિ કરવાનું કહેતા નથી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેવા મહાન પુરૂષોનો એજ ઉપદેશ છે કે, સૌ જીવો અપરિગ્રહી અને નિરારંભી બને તો કેવું સારું ? જે અપરિગ્રહી અને નિરારંભી બનીને ધર્મની ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા હોય તેઓ કોડાનકોડ ધન્યવાદને પાત્ર છે. જે જીવોની એટલી તૈયારી ન હોય તેવા જીવો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ધર્મને માટે યોગ્ય બને એટલા માટે જ્ઞાની પુરૂષોએ માર્ગાનુસારીતાનો ઉપદેશ કર્યો છે. જેમણે ધાર્મિક જીવનની તાલીમ લેવી હોય અને જીવનમાં માનવતા વિકસાવવી હોય તેમણે માર્થાનુસારીપણાના પાંત્રીસે ગુણોનો જીવનમાં સાંગોપાંગ અભ્યાસ કરવો જોઈએ.
Page #57
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
જેમાં નીતિ ન્યાયનું પાલન હોય તે જ વાણિજ્ય
ઘરમાંડીને રહેલા ગૃહસ્થને અથર્જન કર્યા વિના ચાલે નહીં. તેને ડગલે ને પગલે દ્રવ્યની જરૂર પડે. સાધુ બાર વાગે ત્યાં હાથમાં ઝોળી લઈને ગામમાં ગોચરી વહોરવા નિમિત્તે જેમ નીકળી શકે તેમ ગૃહસ્થથી નીકળી શકાય નહીં. સાધુ માધુકરી નિમિત્તે ગૃહસ્થોને ત્યાં ઘેર ઘેર પરિભ્રમણ કરે તે સાધુ માટે ભૂષણરૂપ કહેવાય, પણ તેજ ગૃહસ્થ માટે ભૂષણરૂપ ન કહેવાય. કેટલીક બાબતો ગૃહસ્થ માટે ભૂષણરૂપ કહેવાય તો સાધુ માટે દૂષણરૂપ કહેવાય. જેમ ગૃહસ્થ ગરીબોને અસનાદિનું દાન કરે તે તેના માટે ભૂષણરૂપ છે, પણ તે રીતે અનુકંપાને વશ થઈને સાધુ કરવા જાય તો તેના માટે તે દૂષણરૂપ કરે છે. ભિક્ષા માંગવા નીકળી પડવું તે ગૃહસ્થ માટે શોભારૂપ ન કહેવાય, એટલે ગૃહસ્થને પોતાની આજીવિકાનું સાધન કરવું જોઈએ. અથર્જન ક્ય શિવાય જીવન યાત્રા ચાલે નહીં એટલે મહાપુરૂષોએ ગૃહસ્થને ઉપદેશ કર્યો કે, ભાઈ તારે અથર્જન કરવું પડે તે વાત સાથે અમારે સંબંધ નથી પણ તેમાં તું નીતિ અને ન્યાયની મર્યાદા જાળવજે. તું ઘર માંડીને બેઠો છે એટલે તારે વ્યાપાર વાણિજ્ય કરવું પડે પણ તેમાં તું ધર્મની મર્યાદા લોપતો નહીં. વ્યાપાર વાણિજ્યના ક્ષેત્રમાં પણ જેટલી બને તેટલી ધર્મની મર્યાદા ગૃહસ્થોએ જાળવવી જોઈએ. જેમાં નીતિ અને ન્યાય હોય તેજ વાણિજ્ય કહેવાય, બાકી તો તે ધોળા દિવસની શું કહેવાય ? તે મનમાં સમજી લો ! ગૃહસ્થની પાસે પૈભવ હોય તેની કોઈ પણ જ્ઞાનીને
Page #58
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ઈર્ષ્યા ન હોય, તે તે તેના પુણ્યોદયની વાત છે. એટલી વાત જરૂર છે કે, તે વૈભવ ન્યાય સંપન્ન હોવો જોઇએ. અથર્જન માટેના નિંદનીય અને પ્રશંસનીય ઉપાયો
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી માર્ગાનુસારીના ગુણોની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે :
न्याय संपन्न विभवः शिष्टाचार प्रशंसकः । कुलशीलसमैः सार्धं कृतोद्वाहोऽन्यगोत्रजैः ।।
ગૃહસ્થ ન્યાયથી ઉપાર્જન કરેલા વૈભવ વાળો હોય. નીતિ અને ન્યાયના માર્ગમાં રહીને અર્થાજન કરવું તે વ્યવહારમાં પ્રશંસનીય માર્ગ કહેવાય. જ્યારે અર્થાર્જન માટેના જે નિંદનીય ઉપાયો છે, તેનો ત્યાગ કરીને ગૃહસ્થ ન્યાયથી અથર્જન કરે. સ્વામિદ્રોહ, મિત્રદ્રોહ, વિશ્વાસઘાત, અનીતિ, ચોરી વિગેરે અર્થાર્જન માટેના નિંદનીય ઉપાયો કહી શકાય. જેનું વર્ષોથી નિમક ખાતા હોઈએ તેનું નિમક હલાલ કરવાને બદલે નિમક હરામી બનવું તેજ સ્વામિદ્રોહ કહી શકાય. જેણે આજીવિકાનું સાધન કરી આપ્યું હોય અથવા જેને ત્યાં વર્ષોથી પોતે કામ કરતો હોય તે સ્વામિ કહેવાય. હવે તેનોજ દ્રોહ કરવો એ શું સામાન્ય પાપ કહેવાય ? સ્વામિનેજ દમદાટી આપે કે તમે કોઈ મને વધારે કહેશો તો તમારો ભંડો ફોડી નાખીશ. આટલા રૂપિયા તો તમારે મને આપી દેવા પડશે. ચોપડા તમે મારી પાસે તૈયાર કરાવેલા છે. માટે મારાથી ચેતીને ચાલજો, નહીં તો તમારી
Page #59
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ખેર નથી ! આવી રીતે માલિકને જ સામા નૂર ભરાવે તે સ્વામિનો ભયંકર દ્રોહ કહેવાય છે કે સ્વામિ પણ ન્યાય સંપન્ન હોય તો ડરવાનું કોઈ કારણ જ નથી, પણ આજે તેવું છે કયાં ?
અનીતિનું ધન શાંતિથી ભોગવી ન શકાય
અને સન્માર્ગે વાપરી પણ ન શકાય
પૈસાના પ્રલોભનમાં આવીને જેવી રીતે પોતાના સ્વામિ સાથે દગો કરે તેવી રીતે મિત્રની સાથે પણ દ્રોહ. કરે એટલે કે, જેને પોતાનો જીગરજાન દોરત માન્યો હોય તેને પણ પૈસા પડાવવા માટે બરોબરનો જાળમાં ફસાવી દે, તે મિત્રદ્રોહ કહેવાય. કેટલાયને મિત્રોને બોલતા સાંભળ્યા છે કે, આપણને ખબર ન હતી કે આ આપણો મિત્ર થઈને આપણી સાથે આવી રમત રમી જશે. જેને આપણે જીગરજાન માન્યો હોય તે પણ આપણી સાથે આવી રમત રમી જાય, ત્યારે હવે આ દુનિયામાં ભરોસો કોનો કરવો ? વિશ્વાસુ સાથે વિશ્વાસઘાત કરીને, તેના દ્રવ્યનું અપહરણ કરવું અથવા ચોરીથી ધન ભેગું કરવું એ બધા નિંદનીય ઉપાયો છે. માટે ન્યાયથી ઉપાર્જન કરેલ વૈભવજ આ લોકમાં મનુષ્યો માટે હિતકારી છે. તે વૈભવનો મનુષ્યો શાન્તિથી ભોગવટો કરી શકે છે. બીજાઓને તેવા મનુષ્યો પ્રતિ ખોટી શંકા કુશંકાઓ પણ થતી નથી. જે હલકા ઉપાયોથી ધન મેળવેલું હોય તો લોકોનાં મન દૂષિત થયા વિના રહે નહીં. જેમ આજે કોઈ કોઈ શ્રીમંતો માટે કેટલાકો બોલી પણ
Page #60
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૧ - ~~
~ નાખતા હોય છે કે, “શું કામ જલસા ન કરે ? હમણાં હમણાં બ્લેક (Black) માં ખૂબ કમાણે છે. એટલે અનીતિનું ધન ગમે તેટલું મનુષ્ય પાસે હોય, પણ તે જીવનમાં શાન્તિથી ભોગવી ન શકે. અને સન્માર્ગે વાપરી પણ ન
શકે.
વાણિજ્યના ક્ષેત્રમાં મિલાવટ એ મહાપાપ
કુડાતોલ કુડામાપથી વ્યાપાર કરવું, વ્યાપારમાં ભેળસેળ કરવી, ભાવમાં ઘણું જ વધારે પડતું કહેવું, વ્યાપાર કાળાં મરીનો હોય પણ અંદર પોપૈયાના બી ભેળવી દે, ભારોભાર અંદર વેજીટેબલનું મિશ્રણ કરેલું હોય અને કહે પ્યોર ચોખ્ખું ઘી છે ! આ બધા અનીતિનાજ માગે છે. પોતે જાણતો હોય કે, આ કપડાના દસ રૂપિયા મુદ્દલ ભાવ છે, છતાં ગ્રાહકને સીધા વીસ રૂપિયા કહે, એ પણ ઘોર અનીતિ છે, રૂપિયો દોઢ રૂપિયાનો નફો કરી શકાય, પણ સીધા બમણા ને તમણાની વાત કરવી એ વાણિજ્યનીતિ ન કહેવાય, સટ્ટો એ પણ સુધરેલો જુગાર જ છે. તેવા માગે કોઈ લાખો ને કરોડો મેળવી લે, તો એ પણ સદ્રવ્ય ના કહેવાય. કોઈનો પણ દ્રોહ કર્યા વગર વ્યાજબી ભાવે વ્યાપાર કરવા પૂર્વક જે અથર્જન કરવામાં આવે, તે ન્યાય સંપન્ન કહી શકાય. વાણિજ્યના ક્ષેત્રમાં ભેળસેળ કે મિલાવટ કરવા જેવું કંઈ ભયંકર પાપ નથી, તે તો જનતા જનાર્દનનો દ્રોહ કર્યા બરાબર છે. તેવા મનુષ્યોને આ લોકમાં પણ રાજ્ય શાસન તરફથી અનેક કષ્ટો ભોગવવાં પડે
Page #61
--------------------------------------------------------------------------
________________
૨૨.
મંગલાચરણ
છે. અને ભવાંતરમાં પણ તિર્યંચાદિ દુર્ગતિઓમાં અનેક દારૂણ દુઃખો ભોગવવાં પડે છે. વાણિજ્યના ક્ષેત્રમાં એકલા પોતાનાજ સ્વાર્થ તરફ જોવાનું ન હોય, ગ્રાહકના હિતનો પણ પહેલો ખ્યાલ રાખવો જોઈએ, તોજ તે વાણિજ્ય કહેવાય.
અર્થ પુરુષાર્થને પુરુષાર્થ ક્યારે કહી શકાય?
ગમે તે માગે અથર્જન કરવું તે ગૃહસ્થો માટે શોભારૂપ નથી. અર્થ ઉપાર્જન કરવું તેને પણ અર્થ પુરુષાર્થ કહેવામાં આવે છે. હવે વિચારવાનું એટલું જ છે કે, તેને પુરુષાર્થની સંજ્ઞા કયારે લાગુ પાડી શકાય ? જે તે નીતિ અને ન્યાયને માર્ગેથી ઉપાર્જન કરવામાં આવે, તોજ તેને અર્થ પુરુષાર્થની સંજ્ઞા લાગુ પડે. પુરૂષ પ્રયત્નવડે જે સિદ્ધ થાય તેને પુરુષાર્થ કહી શકાય, જે કે અર્થ અને કામ બને પાપરૂપ પુરુષાર્થો છે. તેની પાછળ ઘણું ઘણું પાપ સેવવાં પડે છે. આમ હવા છતાં તે બન્નેને પુરુષાર્થ તો કહ્યા છે. અર્થ પુરુષાર્થને પુરુષાર્થ ત્યારેજ કહી શકાય, જે નીતિ અને ન્યાયથી અર્થાજન કરવામાં આવે. અર્થાજનના માર્ગમાં જો નીતિનું પાલન ન હોય, તે તેને પુરુષાર્થ નહીં પણ એક પ્રકારની લૂંટ કહી શકાય, જે લૂંટનેજ અર્થ પુરુષાર્થ કહેવો હોય તો લૂંટારાઓને મહા પુરુષાર્થિ કહેવા પડશે. માટે જેમાં નીતિ અને ન્યાયનું પાલન ન હોય, તેવા અર્થ પુરુષાર્થને પુરુષાર્થ કહી શકાય નહીં.
Page #62
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પુરુષાર્થ નહીં પણ પશુતા સંસારના કામભોગમાં જીવની જે પ્રવૃત્તિ તે કામ પુરુષાર્થ. તેને પણ પુરુષાર્થ ત્યારેજ કહી શકાય કે, જ્યારે તેમાં વધારે પડતો આસક્તિનો ભાવ ન રાખે, અને અનાસક્ત ભાવે જીવ ભોગવતો હોય તેને જ સાચા અર્થમાં કામ પુરુષાર્થ કહી શકાય. બાકી કામ ભોગના કીચડમાં ગળાબૂડ ખેંચી ગયેલો હેય, અને તીવ્ર આસક્તિના ભાવને, જીવ તેમાં પિષતો હોય, તો કામ પુરુષાર્થને પુરુષાર્થ નહીં પણ એક પ્રકારની પશુતા કહી શકાય, કારણ કે, પશુ ભવમાં ને દરેક ભવમાં જીવ તેવા સંસ્કારોને પોષતેજ આવ્યો છે,
પૂર્વકાળમાં થઈ ગયેલા મહાન પુરુષો પણ કામ પુરુષાર્થને સેવનારા હતા છતાં તેઓ કામવાસનાના કિંકર ન હતા અને વખત આવે કામ વાસના પર વિજય મેળવીને તેઓ સંયમને પંથે પણ ચાલી નીકળતા હતા. તેવા પુરુષોને જ કામ પુરુષાર્થની અપેક્ષાએ પુરુષાથી કહી શકાય. જીવનમાં એકલી કામવાસનાને પિષનારા અને સંયમ ધર્મની થેડી પણ મર્યાદાને નહીં જાળવનારાઓને પુરુષ હોવા છતાં પશુતુલ્ય કહ્યા છે. તેવાઓને કામ પુરુષાર્થની અપેક્ષાએ પણ પુરુષાર્થ કહેતાં મન અંદરથી સંકેચ અનુભવે છે. જો કે અર્થ અને કામ એ બને નામના પુરુષાર્થો છે. બાકી પરમાર્થની દૃષ્ટિએ અનર્થના હેતુ છે. સારભૂત પુરુષાર્થ તો ધર્મ અને મોક્ષજ છે. છતાં અર્થ અને કામ પુરુષાર્થમાં જેઓ તીવ્રપણે મૂર્છા અને આસક્તિને
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૪
મંગલાચરણ
પોષતા હોય, તેઓ ધર્મ અને મોક્ષ પુરુષાર્થને તો સાધી જ કયાંથી શકવાના છે ? નાના પ્રકારના કર્મના ઉદયે કામ પુરુષાર્થને સેવતા હોવા છતાં અનાસક્ત ભાવે સેવતા હોય, અને અર્થ પુરૂષાર્થની સાધના પણ નીતિ અને ન્યાયથી કરતાં તેમાં વધારે પડતી મૂચ્છ ન રાખતા હોય, તેવા જીવો ધર્મ અને મોક્ષ પુરુષાર્થને જીવનમાં યથાશક્તિ જરૂર સાધી શકે છે. આ જીવની વિષયોમાં આસક્તિ અને પરિગ્રહમાં મૂચ્છ એટલી બધી છે કે, તે જોતાં એમજ લાગે કે હજી આ જીવ અર્થ અને કામ પુરુષાર્થ સાધવાને યોગ્ય બન્યો નથી. ત્યાં ધર્મ અને મોક્ષ પુરુષાર્થ સાધી લેવા એ સામાન્ય વાત નથી. ત્યારે પુરુષાર્થમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મોક્ષ પુરુષાર્થ છે. અને ધર્મ તે પુરુષાર્થની પ્રાપ્તિનું કારણ હોવાથી તે પણ શ્રેષ્ઠ જ છે. તે ધર્મ સંયમાદિ દસ પ્રકારનો શાસ્ત્રોમાં કહેલો છે. સંસાર અનંત દુઃખમય છે, જ્યારે મોક્ષ અનંત સુખમય છે. કારણ કે, મોક્ષમાં જન્મ જરા અને મૃત્યુ વગેરે દુઃખોનો સર્વથા અભાવ છે. જ્યારે સંસાર તો તેવા અનંતાનંત દુઃખોથી છલોછલ ભરેલો છે. સંસારના અનંત કાળના પરિભ્રમણમાં જીવે અનંતાનંત દુઃખોનો જે અનુભવ કર્યો છે, તેના પ્રમાણમાં એક ક્ષણને સુખનો અનુભવ કર્યો નથી. ભવોભવમાં ભમતાં જીવે એલી અશાતા વેદી છે, તેના પ્રમાણમાં એક આંખના પલકારા જેટલીએ શાતા વેદી નથી. ભવભ્રમણની આ સ્વરૂપે ભયંકરતા સમજાયા પછીજ જીવનમાં સાચા અર્થમાં ધર્મની શરૂઆત થાય છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
૫
અગલાચરણ
સંસાર અનંત દુઃખમય મોક્ષ અનંત સુખમય
બધાં દુ:ખો શરીર અને મનથી ઊભા થાય છે. તે દુઃખોને શારીરિક અને માનસિક કહેવામાં આવે છે. જ્યારે મોક્ષમાં તો શરીર અને મનનોજ અભાવ હોવાથી દુઃખનો પણ ત્યાં સર્વથા અભાવ છે. કર્મના યોગેજ જીવ દેહધારી અને છે. મોક્ષમાં તો ઘાતી અને અઘાતિ બન્ને કર્માંનો અભાવ હોવાથી, ત્યાં દેહધારીપણું છે. જ નહી ! ત્યાં તો સર્વથા અશરીરિપણું છે, માટે સંસારમાં દુ:ખ અનંત છે, તો મોક્ષમાં સુખ પણ અનત છે. છતાં અનંત દુ:ખમય એવા સંસારનો ત્યાગ અને અનંત સુખમય એવા મોક્ષની પ્રાપ્તિ, તેના પ્રબળ હેતુ રૂપ ધર્મ વિના શકય નથી. પોતાના ધારેલા સ્થાનથી ઘણો દૂર રહેલો પંગુ મનુષ્ય જો રસ્તે ચડેલો હોય, તો મોડો કે વહેલો પોતાના સ્થાને પહોંચે છે. તેવી રીતે ધર્મને રસ્તે ચડેલો જીવ ચાલુ વર્તમાનમાં કર્મના વધારે પડતા ભાર વાળો હોય, તો પણ ક્રમે કરીને તે પણ જરૂર મુક્તિ સ્થાને પહોંચી જાય છે.
ધર્મ અમૃત છે પણ કીતિના ધ્યેયથી કરવામાં આવે તો અમૃત પણ હલાહલ ઝેરમાં પલટાઈ જાય
અર્થ અને કામ પુરુષાર્થ સાધવા પણ જીવમાં થોડી યોગ્યતા જોઇએ, તો ધર્મ અને મોક્ષ પુરુષાર્થ સાધવા તો, ઘણીજ વધારે પડતી યોગ્યતા જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવતે પોતાની અંતિમ દેશનામાં માળ્યુ છે કે :
Page #65
--------------------------------------------------------------------------
________________
૨૬
મંગલાચરણ
विसंतु पीयंजह कलिकडं, हणाइ सत्थंजह कुगाहीयं । एसेव धम्मो विसओववन्नो, हणाइवेयाल इवाविवन्नो ।।
પીધેલુ કાળફૂટ વિષ, અવળીરીતે પકડેલુ શસ્ત્ર, મંત્રખળે આધીન નહી થયેલો વેતાળ, જેમ વિનાશકારી નીવડે છે, તેવી રીતે અવિધિ અથવા આશંસા દોષથી આરાધેલો ધર્મ પણ, મોક્ષપદ આપવાને બદલે, ભવભ્રમણ વધારનારો નીવડે છે. ધર્મનાં અનુષ્ઠાન અમૃતરૂપ છે છતાં આ લોકમાં કીર્તિ મેળવવાના ધ્યેયથી અથવા મનાવવા – પૂજાવવાના ધ્યેયથી ધર્માંનાં અનુષ્ઠાન થતાં હોય તો તેને જ્ઞાનીઓએ વિષાનુષ્ઠાન કહ્યાં છે. જીવમાં યોગ્યતા ન હોય તો, અમૃત પણ હલાહલ ઝેરમાં પલટાઈ જાય છે. એટલે જ જ્ઞાનીઓએ પણ યોગ્યતા જોઇને જીવની પાત્રતા મુજબ જ ધર્મ આપવાનુ કહ્યું છે.
અજરામર સ્થાનની પ્રાપ્તિ તે જ જીવ માટે અપૂર્વ સિદ્ધિ
કાચમણ જેમ અસાર છે, પોલી મુઠ્ઠી જેમ નિઃસાર છે, ખોટાં સિક્કાવાળું ચલણી નાણું જેમ નિઃસાર છે, તેમ લેશ પણ ભાવશુદ્ધિ વિનાનું અથવા ભાવશુદ્ધિનાં લક્ષ વિનાનુ એકલું દ્રવ્યલિંગીપણું પણ નિઃસાર છે, માટે મનાવવા પૂજાવવાની ભાવના વિના નિરાશ ́સ ભાવે, એટલે કે, આ લોક કે પરલોક માં પૌલિક સુખની મનમાં લેશ પણ અપેક્ષા રાખ્યા વિના, વળ કમ નિર્જરાના તેમજ મોક્ષપદ મેળવવાના ધ્યેયથી જે ધર્મનાં અનુષ્ઠાનો થતાં હોય તે જ સાચા અર્થમાં ધર્મ છે,
Page #66
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૭
અને તેવાજ ઉચ્ચ આશયપૂર્વક સામાયિક પ્રતિક્રમણ, દાન, શીલાદિ ધર્મનાં અનુષ્ઠાનોને કરનારો જવ જ ધર્મ પુરુષાર્થને સાધનારો કહેવાય. આ લોકમાં કીર્તિ મેળવવાના ધ્યેયથી કોઈ જીવ ગમે તેવા ધાર્મિક અનુષ્ઠાન કરતો હોય, છતાં તે સાચા અર્થમાં ધાર્મિકતા ન કહેવાય અને સાચા અર્થમાં તે ધર્મ પુરુષાર્થને સાધના પણ ન કહેવાય. પુષ્ય અને પાપ બનેનાં બંધનો તોડીને અને પોતાના સ્વરૂપમાં સ્થિત બનીને જીવ પરમપદને પ્રાપ્ત કરી લે, તેને મોક્ષ પુરુષાર્થ કહી શકાય. નર. જન્મની જે કોઈ પણ અપૂર્વ સિદ્ધિ હોય તો તે મોક્ષપદની પ્રાપ્તિ. પરમપદ એજ જીવ માટે અપૂર્વ છે. સંસારનાં ભૌતિક સુખો કે માન પ્રતિષ્ઠા એ કોઈ જવા માટે અપૂર્વ નથી. તેવા સુખી જીવે અનંતવાર ભોગવી લીધા છે. જન્મ જરા અને મરણથી રહિત એવું જે અજરામર સ્થાન એજ જીવ માટે અપૂર્વ છે, શુભાશુભ બધા કર્મોનો ઉગ્ર પુરુષાર્થના બળે ક્ષય કરીને લોકાગ્રે પહોંચીને જીવ પોતાના શુદ્ધ જ્ઞાન સ્વરૂપમાં સદા કાળને માટે સ્થિત બની જાય એના જેવી બીજી કોઈ અપૂર્વ સિદ્ધિ નથી. પોતાના પુરુષાર્થના બળે. પરંપરાએ જીવ તેવી અપૂર્વ સિદ્ધિને પણ પ્રાપ્ત કરી શકે છે, અને તેજ મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ કહેવાય. ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ પર સંક્ષેપમાં વ્યાખ્યા કરી છે. વ્યાખ્યા એવી શૈલીમાં કરી છે કે કંઈક તેમાંથી તમને અપૂર્વ દષ્ટિ મલે.
Page #67
--------------------------------------------------------------------------
________________
૨૮
મંગલાચરણ
સર્પને દુધપાન કરાવવું તે દુધનો દુરૂપયોગ, તેમ અર્થ અને કામ પુરુષાર્થમાં શક્તિ ખર્ચાય તે
શક્તિનો દુરૂપયોગ ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ આ ચારેને સાધવા જીવને સરખો જ પુરુષાર્થ કરવો પડે છે. છતાં ખેદની વાત એ છે કે, આ જીવ પાપરૂપ એવા અર્થ અને કામ પુરુષાર્થમાં પ્રવૃત્ત રહ્યો છે. પણ સારભૂત એવા ધર્મ અને મોક્ષમાં પ્રવર્તતો નથી. જીવ પોતાનું જેટલું બળ, અર્થ અને કામ પુરુષાર્થની સાધનામાં ફોરવે છે, તેટલું જ બળ જે ધર્મ અને મોક્ષની સાધનામાં ફોરેવે, તો કાંઈ બાકી જ ન રહે. પણ
જ્યાં અનાદિથી અવળોજ પડ્યો છે ત્યાં થાય શું ? પોતાના બાળકો ટળવળતા હોય તેને દૂધ ન પિવડાવતાં કોઈ માણસ સર્પને દૂધ પાઈ દે, એ શું દૂધ જેવી ચીજનો સારો ઉપયોગ કર્યો કહેવાય ? તેવી રીતે જેની સાધનામાં ઉત્તરોત્તર કલ્યાણનીજ સંપદા છે, તેવા ધર્મ અને મોક્ષ પુરુષાર્થમાં પોતાની તાકાત ન લગાડતાં અર્થ અને કામ પુરુષાર્થની સાધનામાંજ ઘણું ખરી શક્તિ ખચી નાખવી એ શું ડહાપણભર્યું કહેવાય ? ગૃહસ્થાશ્રમમાં રહેલા ગૃહસ્થો અર્થ અને કામ પુરુષાર્થ સાધે પગ તે એવી રીતે કે ધર્મ અને મોક્ષ પુરુષાર્થને બાધા ન પહોંચે. પુરુષાર્થની સાધના વિના મનુષ્ય જીવન પ્રમાદી બની જાય છે. પ્રમાદ યુક્ત જીવન માનવીને પોતાને જ ભારરૂપ થઈ પડે છે. તેવા મનુષ્યજીવનમાં અને પશુ જીવનમાં કશું અંતર રહેતું નથી. છતાં પુરુષાર્થ
Page #68
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૯
શબ્દ માત્રથી પોમાઈ જવાનું નથી ! તેમાં વિવેક જરૂર જોઈએ. તે અંગે આપણે ખૂબ લંબાણથી વિચારણા કરી ગયા છીએ.
હૃદય વલવી નાખે તેવા મહામૂલા વચને
અર્થ પુરુષાર્થે તો આજે દુનિયામાં જાણે કાળો કેર મચાવી દીધો છે. માનવી તેની પાછળ ન ખેલવાના દાવ આજે ખેલી રહ્યો છે. એક નંબરનાં કામકાજમાં તો માનવીને જાણે સંતોષજ થતો નથી. એટલે પછી બે નંબરનું કામ – કાજ કરવામાં તો માનવીને કેટલીકવાર ન કરવાના કૃત્યો પણ કરવા પડે છે. પછી તો માનવી બીજે કયાંય નહીં પણ કલિકાલસર્વજ્ઞ ફરમાવે છે તેમ
"दुश्चेष्टितैर्मया नाथ, शिरसि ज्वालितोऽनलः" ।।
મન વચન અને શરીરનાં દુષ્કર્મો વડે નાથ ! મેં મારા મસ્તકપરજ પ્રચંડ પાપની જ્વાલા પ્રગટાવી છે. બોધિબીજની પ્રાપ્તિમાં પ્રબલ કારણરૂપ એવા આપના આ શાસનને પામીને બધિ અને સમાધિ પામવાને બદલે રાગ દ્વેષને આધીન બનીને નાથ ! એવા તે પ્રછન્ન પાપ મેં સેવ્યા છે કે, જે કઈ યોગ્ય પુરૂષની સમક્ષ હું જાહેર કરવાને પણ અસમર્થ છું. નાથ ! લાખ લાખ ધિક્કાર છે, મારી આ પ્રછન્ન પ્રખ્ય કમિતાને !' માણસમાં થોડી પણ યોગ્યતા હોય તે, અંદરથી તેના હૃદયને
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૦
મંગલાચરણ
વલોવી નાખે તેવા, આ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના મહામૂલા વચનો છે. પરિગ્રહની મૂર્છાને વશ થઈને માનવી કેટલીકવાર એવા કુકૃત્યો કરી બેસે છે કે, જે કૃત્યો તેના આત્માને કલંક્તિ કરી નાંખે છે. પ્રછન્નપણે સેવાએલાં પાપ ભલે માનવી કોઈની સમક્ષ “ડીકલેઅર ન કરે. પણ અંતે તે પાપ પ્રગટ થયા વિના રહેતાં જ નથી. કહેવતમાં પણ કહેવાય છે કે, પાપ અંતે છાપરે ચડીને પુકારે છે. માનવી પાપ ઢાંકવા પ્રયાસ કરે છે, તેના કરતાં કાઢવા પ્રયાસ કરે, તો તેનો આત્મા જાતે દહાડે નિષ્પાપ બની જાય. સાપ કરતાં માનવી પાપનો ડર વધારે રાખે, તો તેનો આત્મા જરૂર નિષ્પાપ બને. સર્પનું ઝેર ગમે તેટલું કાતિલ હોય છતાં તે એક ભવમાં એકજ વાર મારે છે. જ્યારે પાપનું ઝેર એવું તો કાતિલ છે કે, જીવને ભવોભવ અનંતવાર મારે છે. અને પાપને આચરનારો જીવ ભાવમરણની અપેક્ષાએ તો પ્રતિ સમયે મરતોજ હોય છે. ધન, વૈભવ કે શરીર માટે જીવ ગમે તેટલા પાપ બાંધે પણ તે ધન વૈભવ કોઈ ભેગા આવવાના નથી. તે તો અહિંને અહિં રહી જવાના છે. જ્યારે બાંધેલાં પાપ જરૂર ભેગાં આવવાનાં છે અને જીવને તેના દારૂણ વિપાક ભવોભવમાં ભોગવવા પડવાના છે.
મૂળ તત્ત્વની બાબતમાંજ બેદરકારી
માનવી પાપને એટલા પૂરતો ડર જરૂર રાખે છે કે, રખે મારા પાપ ઉઘાડા ન પડી જાય ? રખે મારે
Page #70
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ભંડે કેઈ ફેડી ના નાખે ! પાપના પ્રકાશનનો માનવી ડર રાખે, તેટલેજ ડર જે પાપને રાખે તે જીવનમાં ઘણે મોટો લાભ થઈ જાય, આત્મા કે જે પરમાત્મા બની શકે છે, તેને પાપના ભારથી લાદવો અથવા તેને પાપથી ખરડી નાખો, તેના જેવું દુનિયામાં બીજું કઈ ભયંકર કૃત્ય નથી. એક પોતાનું કપડું ન બગડી જાય તેનું માનવી ધ્યાન રાખે છે, અને આત્મા જેવો આત્મા ભલે ગબડી જાય તેની માનવીને કોઈ ફિકર નથી. આત્મા કે જે મૂળ તત્વ કહેવાય તેનીજ બાબતમાં માનવી કેટલો બધો બેદરકાર બન્યો છે ? જ્યારે આત્મા શિવાયનાં તન ધન યૌવન બધા પદાર્થો નાશવંત છે, છતાં માનવી તેની કેટલી બધી દરકાર રાખે છે ? બસ તેજ જીવના સંસારના લાંબા પરિભ્રમણને સૂચવનારૂં છે. આત્માને યથાસ્થિત સ્વરૂપમાં ઓળખીને જીવ તેનાજ ઉદ્ધારમાં લાગી જાય, અને પર પ્રવૃત્તિ અને પર કથામાંથી જે ઊંચો આવી જાય તો ઘણજ અલ્પ કાળમાં પરિભ્રમણનો અંત આવી જાય.
નીતિથી પેટ ભરી શકાય પેટી ન ભરી શકાય
આજે ઘણું બોલતા થઈ ગયા છે કે, નીતિથી વર્તવા જઈએ તો પેટ ન ભરી શકાય. પણ એ એક પ્રકારનો ભ્રમ છે. નીતિથી પેટ જરૂર ભરી શકાય, પેટી પટારા ન ભરી શકાય. પેટ પાશેર લોટ માંગે છે, એટલે પેટની ભૂખ સામાન્ય છે. જ્યારે મનની ભૂખ અમાપ છે. પેટની ભૂખ એટલાં બધાં
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૨
મંગલાચરણ
પાપ નથી કરાવતી, જેટલાં મનની ભૂખ કરાવે છે. પેટ પાપનું મૂળ નથી, લોભ પાપનું મૂળ છે. આ કાળમાં પણ માનવી દૃઢ સંકલ્પ રાખે, તો નીતિથી પેટ ભરી શકે છે, અને જીવન જરૂરીયાતો ઓછી કરી નાખે તો તેને ઘોર પાપ આચરવા પડે નહી. આજે ઘરમાં રેશનની એટલી પડી નથી જેટલી ફેશનની પડી છે ! ફેશનેબલ ચીજે ઘરમાં વસાવવામાં એટલો બધો ખર્ચ કરવો પડે છે, જેટલો જીવનની મુખ્ય જરૂરીયાતોને પહોંચી વળવા પણ કરવો પડતો નથી. ચા પિકચરનો પણ કયાં ઓછો ખર્ચ છે! બીજાં વ્યસનો પોષવામાં પણ હજારો વપરાઈ જાય છે. વ્યસન અને પિકચરનો માનવી પરિત્યાગ કરી દે, તો ખર્ચ પર ઘણો મોટો કાપ પડી જાય. આ કાળમાં માનવીનાં પુણ્યબળ ઘટી ગયાં છે, અને શેખ બધા પૂરા કરવા છે. એટલે પછી માનવીને અનીતિને માગે જવું પડે છે. તેમાં પાપાનુબંધી પુણ્યના બળે બે દિવસ સફળતા મળે છે, અને કયારેક ફટકે એવો લાગી જાય છે અથવા સરકાર તરફથી કેઈ અણધારી એવી આફત આવી પડે છે કે, જે માર્ગેથી પૈસા આવ્યા હોય તે માગે પાછા ચાલ્યા જાય છે, અને માર એવો લાગી જાય છે કે ફરી ઊભા થવામાં વર્ષો વીતી જાય. માટે વ્યસનોનો ત્યાગ કરવાપૂર્વક ખોટી જરૂરીયાતો ઓછી કરીને જે જીવન જીવવાની આજથી જ શરૂઆત કરી દો, તો જીવનમાં પાપ ઘણું ઓછાં થઈ જશે, અને ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ઊંચામાં ઊચું જીવન જીવી શકાશે.
Page #72
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૩૩
આપણાંજ પુણ્ય પરવારી બેઠા ત્યાં દોષ કોને દેવો!
અનીતિ કે અન્યાય આજે કોઈ એક વર્ગમાંજ છે, તેવી વાત છે જ નહીં. એ દોષો તો જાણે રાષ્ટ્રવ્યાપી બની ગયા છે. શાસન પણ એ દોષોથી અલિપ્ત રહ્યું નથી. જાહેર અને બિન જાહેર વહીવટોમાં પણ ઘણી જગ્યાએ અંધેર પ્રવર્તે છે. લાંચરૂશવત આપ્યા શિવાય તો આજે ભાગ્યેજ કોઈ કામ થઈ શકે છે ! આજે આબરૂદાર માણસોને પણ પોતાની ઈજજત કેમ ટકાવી રાખવી તેની એક મહાન સમસ્યા ઊભી થઈ છે. આમાં એકલા આપણું માથે શાસન કરનારાઓ દોષિત છે તેવું નથી. આપણું પણ પુણ્ય પરવારી બેઠાં છે. જે સામુદાયિક પાપનો ઉદય ન જાગ્યો હોય તો આપણી માથે આવો જુલમ હોય ? ખેતી પ્રધાન દેશ હોવા છતાં આજે કેટલાય મનુષ્યોને અન્ન માટે વલખાં મારવાં પડે છે, એ કેટલી બધી શરમજનક વાત કહેવાય ? જે બધું મુક્ત કરી નાખવામાં આવે, તો જોઈએ તેટલું બજારમાં મળી શકે. અને તેવું કરે તો અમલદારશાહી અને નોકરશાહીનો પણ એની મેળે અંત આવી જાય. સરકારની જવાબદારી દેશની રક્ષણની અને પ્રજાના જાનમાલની સલામતી જાળવી રાખવાની છે. કોઈ પરચકનો ભય ઊભો થયો હોય તો તેનો સામનો કરવાની સરકારની મુખ્ય જવાબદારી છે. વ્યાપારની જવાબદારી વ્યાપારીઓની છે, પણ તે નીતિ ન્યાયપૂર્વક કરવો જોઈએ. વ્યાપારીઓ નીતિ ન્યાયની મર્યાદા ઉલ્લંઘે અને સરકારને પગલાં લેવાં પડે તેમાં સરકારનો પણ ક્યાં દોષ છે ? બાકી
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૪
મંગલાચરણ
તો જુના જમાનામાં રાજાઓના સમયે કહેવતમાં પણ કહેવાતું કે, જેનો રાજા વ્યાપારી તેની પ્રજા ભિખારી ! સૌ સૌના કાર્યક્ષેત્રમાં સૌ પ્રમાણિકતાથી કામ કરતા રહે તેમાંજ સૌની શોભા છે.
સામુદાયિક પુણ્ય પાપ
ભારતની પ્રજાએ રામરાજનું સ્વમ સેવીને સ્વરાજ મેળવ્યું હતું. અને સ્વરાજ મેળવવાની પાછળ ભારતની પ્રજાએ કેટકેટલાં ખલિદાનો આપેલાં છે, છતાં સુખ શાન્તિના દર્શન ન થાય તો પ્રજામાં સહેજે નિરાશા છવાઈ જાય. પણ તેમાં સમષ્ટિના પુણ્યની પણ ખામી છે. જો સામુદાયિક પુણ્યનો ઉદય વતો હોત તો ભારતમાં આજે રામરાજ જ હોત. કવાદમાં માનનારો માનવી કોઈ બીજા પર દોષારોપણ કરે નહીં. તે તો વિચારે કે :
कर्म प्रधान विश्व करी
राखा ।
जो जस करही सो तस फल चाखा ॥
-
संत तुलसीदासजी
જે જેવા કર્મ કરે છે, તેવાજ ફળ તેને ભોગવવાં
હોઇએ અને ખચાવમાં
પડે છે. આજે આપણે પાપ કરતા કહીએ કે સરકારે એવા કાયદા કર્યાં છે એટલે અમારે પાપ કરવા પડે છે, તો તે કોઈ બચાવ નથી. કરેલાં કર્મ તો આપણેજ ભોગવવાં પડવાના છે. તે ટાઇમે કોઈ આપણી
Page #74
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૫
~
પડખે ચડવાનો નથી. માનવી જાણતાં કે અજાણતાં જે જે પાપ સેવે છે તેના કટુ ફળ તેને ભોગવવાં પડવાનાં છે. કર્મસત્તાનો એક અટલ કાનૂન છે કે, જે કોઈ કર્તા બને તેને જ ભોક્તા બનવું પડે છે. સરકાર ગમે તેવા કાયદા કરે છતાં માનવી સંતોષનો આદર્શ નજર સામે રાખીને અને પરિગ્રહની મર્યાદા બાંધીને જીવન જીવવા માંડે, તો કોઈ મોટકાં પાપ તેને સેવવાં પડે નહીં, અને સરકારના ગમે તેટલા કાયદા હોય તો પણ તેને આફતમાં મૂકાવું પડે નહીં. આ કાળમાં કોઈ પણ ક્ષેત્રમાં બહુ વિસ્તાર કરવા જેવો નથી, જેટલો બને તેટલો સંક્ષેપ કરવાની જરૂર છે.
દ્રવ્યશુદ્ધિથી અન્નશુદ્ધિ, અન્નશુદ્ધિથી મન શુદ્ધિ
આ કાળમાં દ્રવ્ય દુર્લભ નથી પણ સદ્દવ્ય દુર્લભ છે. નીતિનું દ્રવ્યજ સદ્રવ્ય કહી શકાય. દ્રવ્યશુદ્ધિ વિના બીજી કોઈ શુદ્ધિઓ જળવાતી નથી. પૂજામાં વસ્ત્રશુદ્ધિ, મનશુદ્ધિ, કાયશુદ્ધિ, વચનશુદ્ધિ વિગેરે જે સાત પ્રકારે શુદ્ધિ કહી છે, તેમાં દ્રવ્યશુદ્ધિ પહેલી છે. દ્રવ્યશુદ્ધિ હોય તો બાકીની બધી શુદ્ધિઓ જળવાઈ રહે. પણ આ તો ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે ! જ્યાં મૂળમાં દ્રવ્યશુદ્ધિ ન હોય ત્યાં બીજી શુદ્ધિઓ જળવાય કયાંથી? દ્રવ્યથીજ અન્ન ખરીદવામાં આવે છે. હવે દ્રવ્યની શુદ્ધિ હોય તો અન્નની શુદ્ધિ થાય. અન્ન શુદ્ધ હોય તો મનની શુદ્ધિ થાય, મનની શુદ્ધિ હોય તો આત્માની શુદ્ધિ થાય ! આજે ઘણા કહે છે ધર્મ ધ્યાનમાં મન સ્થિર રહેતું નથી. પણ મન
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૬
|
મંગલાચરણp.
સ્થિર રહે કયાંથી ? પેટમાં દરરોજ અન્ન કેવું પડે છે ? અમારા પેટમાં પણ તમારે ત્યાંનું જ અન્ન પડે છે. એટલે. અમારી પણ યોગ અને સમાધિમાં જેટલી રહેવી જોઈએ. તેટલી સ્થિરતા રહેતી નથી. છતાં અમે નિરંતર તેના પ્રયત્નમાં છીએ, આહાર શુદ્ધિપર ઘણો મોટો આધાર રહે છે.
નીતિનો છાશ રોટલો અમૃત તુલ્ય છે. અને અનીતિનાં લાપસીચૂરમાં પણ ઝેર તુલ્ય છે. નીતિનો રોટલો માણસના પેટમાં જાય એટલે તેના વિચારોમાં પરિવર્તન આવ્યા વિના રહે નહીં. એવા નીતિપરાયણ ગૃહસ્થો થઈ ગયા છે કે, જેમને ત્યાંનો રોટલો જમીને ચોર પણ શાહુકાર બની ગયાના દાખલા બનેલા છે. અન્નશુદ્ધિ સાથે મનશુદ્ધિનો જમ્બર સંબંધ રહેલો છે. કહેવતમાં કહેવાય છે કે, “આહાર તેવો ઓડકાર.” શદ્ધ અન્ન પેટમાં જાય એટલે બુદ્ધિ પણ સારી રહે. દુર્બદ્ધિ પણ સદ્બુદ્ધિમાં પલટાઈ જાય. અન્યાય અને અનીતિના દ્રવ્યના સ્પર્શ માત્રથી બુદ્ધિ બગડે, એટલે પરંપરાએ સર્વ નાશ થાય છે.
સોમલ વચ્છનાગના સેવનથી ઝેર ચડે, જ્યારે
પૈસાના સ્પર્શ માત્રથી ઝેર ચડે
પૈસાનું ઝેર અતિ ભયંકર હોય છે. તેના સ્પર્શ માત્રથી મૂછનું કાતિલ ઝેર ચડે છે, જ્યારે સોમલ કે વછનાગ જેવાં જે કાતિલમાં કાતિલ ઝેર કહેવાય છે તેના
Page #76
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૩૭
સ્પર્શી માત્રથી ઝેર કદાપિ નહીં ચડે, તેના સેવનથી ઝેર ચડે છે. સોમલ અને વચ્છનાગનું ઝેરી દ્રવ્યપ્રાણોને હરે છે, જ્યારે પૈસાનુ ઝેર તો જીવના ભાવપ્રાણોને ગૂગળાવી નાંખે છે. એક કવિએ લખ્યું છે કે :
कनक कनकसे सो गुनी, मादकता अधिकाय । वो खाए बौरात है, वो पाए बौरात ॥
કનક શબ્દનાં બે અર્થા થાય છે. એક અર્થ થાય છે કનક એટલે ધતૂરો અને ખીજો અથ થાય છે કનક એટલે સોનું, ધતૂરામાં માદકતા હોય છે. આ દોહરામાં કવિ લખે છે કે, ધતૂરામાં જે માદકતા છે, તે કરતાં સુવણૅ માં સો ગણી માદકતા વધારે છે, ધતૂરો ખરીદીને ઘરમાં રાખવા માત્રથી માદકતા આવતી નથી, જ્યારે સોનુ તો ઘરમાં રાખવા માત્રથી માદકતા આવે છે. ધતૂરાનુ કોઈ માણસ ભક્ષણ કરે, તો તેનામાં ઉન્માદ જાગે છે, જ્યારે સોનુ તો પ્રાપ્ત કરવા માત્રથી માનવી ઉન્મત્ત બને છે.
" एकको खाने से मादकता आती है जब दूसरेको पाने से मादकता आ जाती है" ૐ” કોઈ કવિએ સોનાને ઉપાલંભ આપતાં લખ્યુ છે કે : सोना तू तो बडा कुपातर, तूने हमको खुवार किया । तू तो सोता बडी निंदमें, हमको चौकीदार किया ॥
Page #77
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
- અરે, સોના તું તો ઘણુંજ કુપાત્ર છે, રાતભર તિજોરીમાં તું નિરાંતે સુવે છે અને માલિકને તે પોતાનો. ચોકીદાર બનાવી મૂક્યો છે.” સોનું તિજોરીમાં રાખેલું હોય એટલે માલિકને આખી રાત ઉજાગરો કરવો પડે. ઘરમાં જોખમ હોય એટલે ઉપર છાપરાનાં નળિયાં ખખડે કે અંદરથી કાળજું ફફડે અને પાછો ઊંઘમાં ને ઊંઘમાં બબડે, અરે ! ઘરમાં ચોર આવ્યા, અરે ! હું તો લૂંટાઈ ગયો. કોઈ મારી મદદે આવો ! અને જાગીને જુએ ત્યારે કોઈ ઘરમાં આવ્યુંજ ન હોય ! અમસ્તી ઉપર બિલાડી નળિયા ખખડાવતી હોય. છતાં કાળજામાં ફફડાટનો પાર નહીં, અને આજે તો જ્યાં સોનું, ચાંદી અને હીરા માણેક છે ત્યાં દરોડાજ પડે છે. રાખીને બેઠા હોય તેને ચિંતા નો પાર નહી, એટલે સોના કે ચાંદીમાં સુખ છે એ તો એક પ્રકારની. ભ્રમણાજ છે. ખરું સુખ જ્ઞાન ને ધ્યાનની રમણતામાં જ છે. એ સત્ય માનવીને સમજાશે તે દિ દિલની દુનિયાના દ્વાર ખુલી જશે. આજે રાખીને બેઠા છે તેને કેટલી ઉપાધિ છે. અને ત્યાગીને બેઠા છે તેમને કેવી અપૂર્વ સમાધિ છે. માટે સંગ્રહમાં સુખ છે તેવું સામાન્ય જ્ઞાનીઓ પણ કહેતા નથી, જ્યારે ત્યાગમાં સુખ છે તેવું તો અનંત જ્ઞાનીઓએ. કહ્યું છે. સંપત્તિના અમુક હિસ્સાનો ત્યાગ કર્યો પછી ઉપભોગ
આજે કરોડો ભેગા કરીને મહેલાતોમાં રહેનારા પણ સુખી દેખાતા નથી, કારણ કે તેમના મહેલાતોની ઇંટેઈટમાં
Page #78
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૩૯
ગરીબોના નિસાસા લાગેલા છે, અને તેવા શ્રીમંતોની મોટા ભાગે પાચન શક્તિ તો એટલી બધી મંદ પડી ગયેલી હોય છે કે, ખાધેલું તો તેમને પચે જ નહીં. કાગળ જેવા કુલકા આરોગતા હોય છતાં પચે નહીં ! ક્યાંથી પાચન થાય? જ્યાં કોળિયે કોળિયે ગરીબોની હાય લાગેલી હોય. માટે કહ્યું
तुलसी हाय गरीबको
| મ વારી ગાય છે ,
ઈમાનદારીથી વર્તનારા અને સન્માગે વ્યય કરનારા ધનાઢયો તો ધરતી પરના જંગમ કલ્પતરૂ છે. પોતાની સંપત્તિ વડે ગરીબોને સહાય પહોંચાડનારા શ્રીમંતો પૃથ્વીના આભૂષણ રૂપ છે અર્થાજન કરવામાં મનુષ્યોને એટલા બધા પાપ કરવા પડે છે કે દાન કર્યા વિના તેનું પ્રાયશ્ચિત્ત થઈ શકે જ નહીં. સંપત્તિના અમુક હિસ્સાનો ત્યાગ કર્યા પછી ગૃહસ્થી તેનો ઉપભોગ કરે, તેમ ઉપનિષદમાં પણ લખેલું છે. સુક્ષેત્રમાં વ્યય કરનાર જ સંપત્તિના
વાસ્તવિક ફળને પામી શકે
પહેલાં તો પરિગ્રહ એજ પાપ, અઢાર પાપસ્થાનકમાં પાંચમા પાપ સ્થાનકમાં તેની ગણના છે. તેમાં વળી અનીતિથી ઉપાર્જન કરવામાં આવે એટલે મહાપાપ કરે. નીતિથી ઉપાર્જન કરેલા ધનની પણ પરિગ્રહમાં તો ગણન છે જ
Page #79
--------------------------------------------------------------------------
________________
૪૦
મંગલાચરણ
અને પરિગ્રહ પાંચમું વર્ષ સ્થાનક છે જ. એક તો પરિગ્રહ જ પાપ છે. અને તેની પાછળ અનીતિ અન્યાય વગેરે બીજાં પાપ સેવવાં એટલે એ તો વિષને વધારવા જેવું થયું. બાવળના કાષ્ઠમાંથી પ્રગટેલો અગ્નિ જેમ બાળનારો છે, તેમ ચંદનના કાષ્ઠમાંથી પ્રગટેલો અગ્નિ પણ બાળનારો છે જ. તેવી રીતે નીતિથી ઉપાર્જન કરેલા દ્રવ્યનો પણ જે સન્માર્ગે વ્યય ન કરવામાં આવે અને કેવલ પોતાના ભોગપભોગના માગે જ ખર્ચવામાં આવે તો તેવું દ્રવ્ય પણ જીવ માટે અનર્થનું કારણ બને છે, જિન મંદિરાદિ સાત સુક્ષેત્રોને માગે જે વ્યય કરવામાં આવે, તો સંપત્તિના વાસ્તવિક ફળને ગૃહસ્થ મેળવી શકે છે. જિન મંદિરાદિ ધર્મસ્થાનો પણ નીતિના દ્રવ્યથી નિર્માણ કરવા જોઈએ, તો જ તેવા પવિત્ર સ્થાનોમાં જનારની ઉત્તરોત્તર ભાવશુદ્ધિ થતી રહે. તેવા ઉચ્ચ કોટીના ભાવો અનીતિના દ્રવ્યથી નિર્માણ કરેલા ધર્મસ્થાનોમાં પ્રગટી શકતા નથી. શાસ્ત્રકાર મહાપુરૂષોએ પણ સ્પષ્ટ વિધાનો કરેલાં છે કે, જિન મંદિરાદિ નિર્માણ કરવાના કાર્યોમાં ગૃહસ્થ પોતાના ન્યાયયુક્ત દ્રવ્યનો ઉપયોગ કરે. અર્થ પ્રાપ્તિના જેટલા ઉપાયો તેમાં
ન્યાય એજ શ્રેષ્ઠ ઉપાય - શાસ્ત્રકારો આગળ વધીને ત્યાં સુધી ફરમાવે છે કે, ન્યાય એજ ધન ઉપાર્જન કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. નીતિ, ન્યાય અને સત્યને માર્ગે ચાલવાથી અથર્જનમાં અંતરાય રૂપ એવા લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ થાય છે. આ વ્યાખ્યા
Page #80
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
જા
સાંભળ્યા પછી હવે એ ભ્રમણ ભાગી જવી જોઈએ કે ન્યાયથી વ્યાપાર કરવા જઈએ તો ધંધો ભાંગી પડે ! પ્રમાણિકતાથી વ્યાપાર કરનારાઓનો વ્યાપાર તો કેટલીકવાર એવો જામે છે કે, લોકોને વિશ્વાસ બેસી જવાથી લોકો મોટે ભાગે ત્યાંથી જ માલ ખરીદતા થઈ જાય છે. વ્યાપારની લાઈનમાં વિશ્વાસ એજ મોટી ચીજ છે. ખોટું બે દિવસ ચાલે છે. અંતે ગ્રાહકોને અવિશ્વાસ એવો થઈ જાય છે કે, તેવા વ્યાપારીઓને કેટલીકવાર બજારમાંથી ઉચાળા ભરવાનો વખત આવી પહોંચે છે. અનીતિ, અન્યાય, વિશ્વાસઘાત એ બધાં લોક વિરૂદ્ધ કાર્યો છે. તેવાં કાર્યો કરનારા આ લોકમાં વધ, બંધન અને અપકીર્તિ પામે છે, અને પરલોકમાં દુર્ગતિના અધિકારી બને છે. મહાપુરૂષોએ સ્પષ્ટ વિધાનો કર્યા છે કે :
सर्वत्र शुचयो धीराः, स्वकर्मबल गर्विता । कुकर्म निहतात्मानः, पापा सर्वत्र शंङ्किताः ।।
પોતાના સત્કર્મના બળથી દ્રઢ મનોબળવાળા ધીર પુરૂષો સર્વત્ર નિઃશંક મનવાળા હોય છે. જ્યારે કુકર્મોથી પોતાના આત્માને મલીન કરનારા અને પોતાની તાકતને હણું નાખનારા પાપી મનુષ્યો સર્વત્ર શંકિત મનવાળા હોય છે. તેવા મનુષ્યોનું મન શંકાકુશંકાથી ઘેરાએલું જ રહે છે. કારણ કે પાપ એ એટલી બધી ભયંકર ચીજ છે કે, અંદરથી તે મનુષ્યોનાં કાળજાને કોરી નાંખે છે. તેવા મનુષ્યો કયાંય કરીને ઠામ થઈ શકતા નથી. અરે ! હું કયાંક પકડાઈ જઈશ, તો મારી પર આરોપ એટલા બધા છે કે, સરકાર મને જેલમાં
Page #81
--------------------------------------------------------------------------
________________
૪૨
મંગલાચરણ
બેસાડી દેશે ! અરર મારું બધું જપ્ત થઈ જશે તો ? આવા વિકલ્પોથી તેવા મનુષ્યોનું મન ઘેરાઈ જાય છે અને નિઃશંકપણે તેઓ કોઈ પ્રવૃત્તિ કરી શક્તા નથી. જ્યારે દુષ્કર્મોથી દૂર રહેનારા અને સકર્મનાં બળ વડે દૃઢ મનોબળ વાળા મનુષ્યો નિઃશંકપણે પોતાની દરેક પ્રવૃતિ કરતા હોય છે. પોતાનું જ મનોબળ તૂટી જાય તેવી ખોટી પ્રવૃત્તિ મનુષ્યોએ જીવનમાં કદાપિ ન કરવી.
પ્રાપ્તિની અંતે સમાપ્તિ पापेनवार्थरागान्ध, फलमाप्नोति यत् क्वचित् । बडिशामिषवत्ततः, मविनाश्यन जीर्यति ॥
અર્થમાં રાગાંધ બનેલો મનુષ્ય કયારેક પાપ કરીને પાપને રસ્તેથી પણ બે પૈસા મેળવી લે છે, છતાં પરિણામે તે પાપના ઉદયે તેનો નિશ્ચિત વિનાશ થાય છે. જેમ લોઢાના કાંટામાં ભરાવેલા માંસના ટુકડાના પ્રલોભનથી મત્સ્ય તેને મોઢામાં લે છે, પણ તે લોઢાના કાંટાથી તેના તાળવાનો ભાગ વિંધાઈ જતાં તે મત્સ્ય વિનાશને પામે છે. તેવી રીતે માનવી પાપાનુબંધી પુણ્યના પ્રભાવે પાપ કરી કરીને ધન ઘરમાં ભેગું કરે છે, પણ અંતે કરેલાં પાપ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તેમાંથી એવી તો પ્રચંડ વાલા ઊઠે છે કે, તેમાં પોતાનેજ હોમાઈ જવું પડે છે. માટે પાપને રસ્તેથી કદાચ બે પૈસા પ્રાપ્ત થતા દેખાય, પણ તેમાં જરાએ પોમાવવા જેવું નથી. દદ કુપથ્ય કરે એટલે થોડો સ્વાદ તો આવે,
Page #82
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૪૩
પણ તે સ્વાદ પ્રાણઘાતક નીવડે છે. તેવી રીતે અનીતિ અને અન્યાયને માર્ગેથી મનુષ્યને બે પૈસાની પ્રાપ્તિ થઈ દેખાય, પણ તે પ્રાપ્તિજ અંતે સમાપ્તિનું કારણ બને છે. પાપ કરીને મેળવતાં વર્ષો લાગ્યા હોય છે, અને ખોઈ નાખતાં દિવસો પણ લાગતા નથી. દિવસોની પણ વાત કયાં રહી, એક ક્ષણમાં બધું ચાલ્યું જાય છે. આજનો કોટ્યાધિપતિ વળતે દિ કંગાલ બની જાય છે ! સમજીને નહી મૂકો તે પરાણે મૂકવું પડશે
સંત તુલસીદાસ લખે છે કે : नाणु बिन नीति तणु, रहे वर्ष पांच के सात । तुलसी द्वादश वर्ष में, जड़ा मलसे जात ।।
અનીતિનું દ્રવ્ય અગિયાર કે બાર વર્ષ સુધી ઘરમાં રહે છે. અંતે જાય ત્યારે જડમૂળમાંથી જાય છે. કદાચ પાપાનુબંધી પુણ્યના ઉદયે ટકી પણ રહે, તો છેલ્લે મૃત્યુના સમયે તો છૂટી જ જવાનું છે. સમજીને નહીં મૂકો તો પરાણે. તો મૂકવું જ પડશે. માનવી પાપ કરીને વર્ષોની મહેનતે. ભેગું કરે છે. અને અગિયારમે કે બારમે વર્ષે જાય છે, ત્યારે સમૂળગું જાય છે. અહીં પેલી જુના જમાનાની કહેવત બરાબર લાગુ પડે છે કે, “મિયાં ચોરે મૂકે, અલ્લા ચોરે ઊંટે” સરવાળે. બધું એકનું એક થઈ જાય. હાંસલમાં બીજું કાંઈ પણ ન રહે, માત્ર પાપ આપણે પનારે રહે, તે પાછાં ભવોભવમાં સાથે આવે. વ્યાપાર વાણિજ્યમાં મોટે ભાગે કૂડકપનાં પાપ સેવવાં પડે,
Page #83
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
છે. તે પાપ એવા છે કે જીવ જે પોતામાં પોતે સાવધાન ન રહે તો ક્યારેક તિર્યંચગતિના આયુષ્યનો બંધ પડી જાય. પ્રતિ સમયે જે પોતામાં સાવધાન હોય તેના જેવો તે દુનિયામાં કોઈ મહાન નથી, અને પોતામાં બેભાન હોય તો તેના જેવો કોઈ નાદાન નથી. પાપકર્મોનું વિપાકમાં અતિ વિરાટ સ્વરૂપ
પાપના યોગે અર્થાર્જનના માર્ગમાં સિદ્ધિ દેખાય, પણ એ સિદ્ધિ કોઈ કામની નથી. પાપને માર્ગેથી કસાઈઓ પણ ચાલુ જમાનામાં ઘણું પૈસા મેળવી લે છે, અને તે પૈસાથી વર્તમાનમાં તેઓ સુખને પણ ભોગવતા દેખાય છે. પણ તેમના ભવિષ્યનો જે આપણે વિચાર કરીએ તો આપણને રડવું આવી જશે. અત્યારે કદાચ પાપાનુબંધી પુણ્યના ઉદયે પાપ દબાઈ રહે પણ પુણ્યની અવધિ પુરી થતાં પાપ જ્યારે ઉદયમાં આવશે, ત્યારે એક ગણું જે પાપ બાંધ્યું હશે, તે વિપાકમાં ઓછામાં ઓછું દસ ગણું ભોગવવું પડશે. અને તીવ્ર પરિણામથી બાંધેલું હશે તો કોટાકોટી ઘણું ભોગવવું પડશે. દીપક બુઝાવાના ટાઈમે જરા પ્રકાશ વધારે ફેકે છે, પણ અંતે ઓલવાઈ જતાં નિબિડ અંધકાર છવાઈ જાય છે. પાપને આચરનારા મનુષ્યો પૈસાના પ્રભાવે બે દિ જોર મારી લે, પણ અંતે એવા ફેંકાઈ જવાના છે કે, ફરી પાછો અનંતકાળે પત્તો નહીં લાગે. અત્રેની પાટપરથી વચમાં નાગદત્ત શેઠનું દૃષ્ટાંત સંભળાવેલું. હતું તેમાં તેના પિતાએ રૂ ના વ્યાપારમાં કોઈ ચંડાલ સાથેના સોદાની
Page #84
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૪૫
પતાવટમાં કૂડ-કપટનું સેવન કર્યું તેમાં તો તે જીવ મૃત્યુને પામીને બોકડાના ભાવમાં ઉત્પન્ન થયો. બોકડાના ભવમાંથી મૃત્યુને પામીને તે જીવ પહેલી નરકે ગયો. માટે પાપ શરૂઆતમાં અલ્પ દેખાય અને આપણને એમ પણ લાગે કે મેં એવાં ક્યાં મોટાં પાપનું સેવન કરી નાખ્યું છે ! પણ તેટલા પાપની પણ જે આલોચના ન કરવામાં આવે તો શરૂઆતમાં નાનું સરખું જણાતું પણ પાપ વિપાકમાં ઘણુ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. વડલાનું બી બહુ નાનું હોય છે પણ તેમાંથી જ ઘેઘૂર વડલો નિર્માણ થાય છે, તેમ શરૂઆતમાં નાનું સરખું ગણાતું પાપ પણ પરિણામે એવું ફલે ને કુલે કે છે એક ઘેઘૂર વડલાનું સ્વરૂપ ધારણ કરી લે છે. માટે જ આપણામાં પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત અને આલોચનાના વિધાનો કરાએલા છે. તેનાથીજ લાગેલા દોષોની શુદ્ધિ થાય છે. તીવ્ર પરિણામથી આચરાએલું એક નાનકડું પાપ પણ વિપાકમાં ઘણું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. પાપ કર્મની નિન્દા અને ગહ હોય
પણ બચાવ ન હોય બંધક મુનીને જીવે ભવાંતરમાં એક કોઠીમડની છાલ ઉતારી હતી, તેમાં રસ પોષાવવાથી બંધ એવો પડી ગયો કે, બંધક મુનીના ભવમાં તેમના જીવતા શરીરની ખાલ ઉતારવામાં આવી. માટે મારાથી કયું એવું મોટું પાપ સેવાઈ ગયું છે? હવે આવા પાપ તો આપણુથી હાલતાં સેવાઈ જાય. ગમે તેમ તો આપણે ગૃહસ્થી રહ્યા, આપણે કાંઈ સાધુ થઈ ગયા
Page #85
--------------------------------------------------------------------------
________________
૪૬
મંગલાચરણ
નથી ? એમ કહીને પાપનો જરાએ બચાવ કરવો નહીં, બલકે સેવાઈ ગએલાં પાપની નિંદા અને ગહ કરવાપૂર્વક ગીતાર્થ ગુરૂની સમીપે આલોચના લઈને શુદ્ધિ કરી લેવી. જેથી પાપની પરંપરા લાંબી ન ચાલે. વંદીત્તા સૂત્રમાં સાફ શબ્દોમાં વિધાન કરાએલું છે કે :
आलोअंतो अ निदंतो, खिप्पंहणइ सुसावओ।
પોતાનાથી સેવાઈ ગએલાં પાપ કર્મોની આલોચના અને નિન્દા કરનારો શ્રાવક જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોને તત્કાલ ખપાવી નાખે છે, પાપ કર્મોની નિન્દા અને ગહ કરવાથી કર્મોના બંધન એકદમ ઢીલા પડી જાય છે. સેવાઈ ગએલા દોષોની ગહ ગુરૂ સાક્ષીએ થાય છે અને નિન્દા આત્મ સાક્ષીએ થાય છે. ઉગ્ર પશ્ચાત્તાપના બળે કર્મો પણ તત્કાલ ખપી જાય છે. અંદરથી જાગ્યો એ પછી કોઈથી ઝાલ્યો ન રહે. અને અંદરથી આત્મા જાગ્યો નથી ત્યાં સુધી સમજી લેવું તે પોતાના સ્વકાર્યમાં લાગ્યો પણ નથી. સૂતેલો સિંહ જાગે એટલે તેની આજુબાજુમાં કયા જાનવરો ઊભા રહી શકે ? મોટા હાથી જેવા પ્રાણ પણ તેનાથી દૂર ભાગે. તેમ આત્મા પણ સ્વમાં જાગૃત બને એટલે કર્મો તેનાથી દૂર જ ભાગવા માંડે. પરમાં તો અનાદિથી જાગેલો છે, સ્વમાં જાગ્યો નથી તેનીજ આ ઘોર વિડંબના છે. મોક્ષ માર્ગમાં પુણ્યાનુબંધી પુણ્ય સહાયરૂપ
પાપાનુબંધી પુણ્ય બાધારૂપ જાગૃત થએલો આત્મા તો પુણ્યોદયના કાળમાં પણ
Page #86
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
રામચે નહીં, તો પછી પાપમાંતો રાચવાની વાતજ કયાં રહી ? તે તો પુણ્ય અને પાપ બન્નેની પેલી પાર જવા ઈચ્છે છે. વચગાળામાં પુણ્યાનુબંધી પુણ્ય વળાવારૂપે બરાબર છે. કારણ કે તે મોક્ષમાર્ગમાં સહાયરૂપ છે. બાકી પાપાનુબંધી પુણ્ય તો મોક્ષ માર્ગમાં બાધારૂપ છે. પુણ્યના ઉદયે મળેલાં ધન, વૈભવ અને ભોગ વિલાસાદિમાં જવ અનાસક્ત ભાવે રહેતો હોય અને અંદરનો વૈરાગ્યભાવ બરાબર ટકી રહ્યો હોય, ત્યારે સમજવું જીવ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળો છે. ગમે તેવા સુખના કાળમાં પણ તે જીવની દૃઢ માન્યતા હોય છે કે, પુણ્યના ઉદયે મળેલાં સુખો પણ અંતે શાશ્વત નથી અને જે હું એ સુખોમાં આસક્ત બન્યો તો પરિણામે ભયંકર દુઃખની પરંપરાને સર્જનારા છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળો જીવ સંદરમાં આવી દૃઢ માન્યતાને ધરાવનારો હોય છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે જીવ ચક્રવર્તિના વૈભવને પામ્યો હોય, તો પણ તેમાં વિરકતભાવે રહી શકે છે, તો પછી સામાન્ય પ્રકારના ધનવૈભવના યોગમાં તે જીવ આસક્ત બનેજ શેનો ?
જગત આખાથી જે ઉદાસ તે ધન વૈભવનો
દાસ બને જ શેને ? પુણ્યના ઉદયે સર્વ સંપદાઓ-જીવને ચોમેરથી આવી મળે છે, તે અંગે શાસ્ત્રકાર ફરમાવે છે કે :
Page #87
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
निपानमिवमण्डूका सरपूर्ण मिवाण्डजा । शुभकर्माणमायान्ति, विवशाः सर्व संपदः ॥
જ્યાં ખાબોચિયામાં અથવા અવેડાઓમાં પાણી ભરાએલું હોય ત્યાં દેડકાઓ એની મેળે આવી પહોંચે છે. જળથી ભરેલાં સરોવર તરફ તૃષાતુર પ્રાણી એની મેળે પહોંચી જાય છે, તેવી રીતે શુભ કર્મના ઉદયવાળા મનુષ્યો તરફ સર્વ સંપત્તિઓ વિવશ થઈને એની મેળે ચાલી આવે છે. પુણ્યનો ઉદય એવો હોય કે, ચોમેરથી વૃદ્ધિ વૃદ્ધિ ને વૃદ્ધિ જ દેખાય, છતાં સમ્યગજ્ઞાન દૃષ્ટિવાળો પુરૂષ હોય, તો સંપત્તિ ભલે તેને વશ થાય પણ તે પોતે સંપત્તિને વશ ન થઈ જાય ! સર્વ પ્રકારની સંપદાઓ તેના ચરણની દાસી થઈને રહે પણ તે તેનો દાસ ન બને. હા ! દેવાધિદેવ અરિહંત પરમાત્માના ચરણનો તે દાસ ખરો – દાસજ નહીં પણ દાસાનુદાસ ! પણ જગત આખાથી તે ઉદાસ હોય ! જગત આખાથી જે ઉદાસ હોય તે ધન વૈભવનો દાસ કેમ બને ? છતાં તેને પુણ્યનો ઉદય એવો હોય કે લક્ષ્મીની પાછળ તે ન પડે, પણ લક્ષ્મી તેનો પીછો ન છોડે. લક્ષમી ફક્ત પુણ્યના ખીલેજ બંધાય છે. પુણ્યવાનને ધનની પાછળ ભટકવું ન પડે. તે તો કોલસામાં હાથ નાખે ને કોહીનૂર નીકળી પડે. અને પાછો તેને સત્રય પણ એવા માર્ગે કરે કે, પુણ્યનો પાયો મજબૂત થતો રહે. એટલે કે તે જીવ મુક્તિ સ્થાનને ન પામે ત્યાં સુધી વચગાળામાં પુણ્યાનુબંધી પુણ્યની પરંપરા ચાલુ રહે. પુણ્યાનુબંધી પુણ્ય વોળાવારૂપ એટલા માટે છે કે, જીવ પોતાના ધ્યેયસિદ્ધિરૂપ મુક્તિસ્થાનને પામે એટલે વળાવારૂપ
Page #88
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
~ ~ પુણ્યાનુબંધી પુણ્ય ઑટોમેટીક (Automatic) એનીમેળે છૂટી જાય છે. મુસાફરીમાં આપણે વોળાવિયો લઈએ છીએ જેને બીજા શબ્દોમાં ભોમિયો કહેવામાં આવે છે. પણ સ્થાને પહોંચી જઈએ એટલે વોળાવિયો ઑટોમેટીક છૂટી જાય છે. આપણે જે ગામે પહોંચવું હોય તે ગામ આવે એટલે વોળાવિયો આપણને કહીજ દે કે, તમારે જે ગામે પહોંચવું હતું તે ગામ આવી ગયું. હવે હું રવાના થાઉં છું. બસ, તેવી રીતે પુણ્યાનુબંધી પુણ્ય પણ જીવ શૈલેશીકરણ રૂપ અયોગી ગુણસ્થાને પહોંચે, એટલે ચૌદમા અયોગી ગુણઠાણાના પાંચ હૃસ્વાક્ષર જેટલા કાળમાં તો, બધી પુણ્ય પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. અને જીવ સીધો એક સમયમાં તો, લોકો પહોંચી જાય છે. પુણ્ય હેય છે પણ પુણ્યાનુબંધી પુણ્ય નહીં. પાપાનુબંધી પુણ્ય હેય છે, જ્યારે પુણ્યાનુબંધી પુણ્ય તો ઉપાદેય છે. મોક્ષ માર્ગમાં તેની ખાસ અગત્યની જરૂર છે.
શુદ્ધ નિશ્ચયધર્મ શૈલેશીકરણને અંત્ય સમયે
જીવનો પ્યોર શુદ્ધ ધર્મ તો ચૌદમે ગુણઠાણે શૈલેશીકરણના અંત્ય સમયે હોય છે. જે પુણ્ય પાપ બનેનો ક્ષય કરીને જીવને સીધો મોક્ષે પહોંચાડે છે. દીપક પ્રગટે ને તરત પ્રકાશ થાય છે, તેમ શુદ્ધ ધર્મ પ્રગટે કે તરત જીવનો મોક્ષ થાય છે. પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે :
Page #89
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
નિશ્ચયધર્મ ન તેણે જાણ્યો, જે શૈલેશી અંત વખાણ્યો ! ધર્મ અધર્મ તણે ક્ષયકારી,
શિવસુખ દે જે ભવજલતારી
ઉપરની વ્યાખ્યા આપણે આ ગાથાને આધારેજ કરી છે. આગળની ગાથામાં પૂ. ઉપાધ્યાયજી ફરમાવે છે કેઃ
તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે | તેહ ધર્મ વ્યવહારે જાણો, કારજ કારણ એક પ્રમાણે છે
શૈલેશીકરણના અંત્ય સમયનો જે ધર્મ તે આત્માની શુદ્ધતારૂપ ધર્મ છે. એ સિવાય ચોથા સમ્યકત્વના ગુણસ્થાનથી શુદ્ધ એવા આત્મધર્મની શરૂઆત થઈ જાય છે. તે પછીના પ્રત્યેક ગુણઠાણે શુદ્ધ એવા આત્મધર્મની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. પણ તે કારણરૂપ ધર્મ છે. ચોથા ગુણસ્થાનની આગળઆગળના ગુણઠાણે જે સાધનરૂપ ધર્મ છે, તે વ્યવહારનયથી ધર્મ છે. તે જ શુદ્ધ ધર્મની પ્રાપ્તિમાં કારણ બને છે. નિશ્ચય સાધ્ય છે તો વ્યવહાર સાધન છે, અથવા બન્ને વચ્ચે કાર્યકારણ ભાવ છે. કારણના યોગેજ કાર્ય થતું હોવાથી કારણ અને કાર્યનો અભેદ ઉપચાર કરી બન્નેને એક કહી દીધા છે. શુદ્ધ નિશ્ચયનયને આધારેજ જેઓ ધર્મ માનતા હોય તેઓ શૈલેશીકરણ શિવાય બીજે કયાંય ધર્મ માની શકશે નહીં. શૈલેશીકરણના પણ અંત્ય સમયે
Page #90
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પ૧
શુદ્ધ નિશ્ચયધર્મ છે. તેરમે ગુણઠાણે પણ તે શુદ્ધ નિશ્ચયધર્મના કારણરૂપ ધર્મ છે. શુદ્ધ નિશ્ચયનયનો મત એજ એવંભૂતનયનો મત છે. એવંભૂતનયના મતે જીવનો પોતાનો જે શુદ્ધ ઉપયોગ અથવા તો આત્માનો નિજ સ્વભાવ એજ ધર્મ છે. એટલે આત્માએ પરભાવ માત્રનો ત્યાગ કરી પોતાનાજ શુદ્ધ સ્વભાવમાં રમણ કરવું એજ આત્મધર્મ કહેવાય. અને જીવ નિજ સ્વભાવને બદલે રાગદેષરૂપ વિભાવમાં રમણતા કરે તેજ અધર્મ અથવા તેને ભાવકર્મ પણ કહી શકાય. સવ્યવહાર તીર્થ અને નિશ્ચય તીર્થફળ
શૈલેશીના ચરમ સમયે શુદ્ધ આત્મ ધર્મ કહ્યો, પણ તે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટેનાં જે જે સાધન ગુણઠાણની ભૂમિકાને આશ્રિને કહ્યા હોય, તે પણ વ્યવહારે ધર્મ છે જ. તે સાધન ધર્મ જ પરંપરાએ સાધ્યની સિદ્ધિ કરાવી આપે છે. આમ તો નીચેના ગુણસ્થાનની અપેક્ષાએ ઉપરના પ્રત્યેક ગુણસ્થાનના ધર્મને નિશ્ચયધર્મ કહી શકાય. જેમ સમતિમાં પણ બે વિભાગ પડે છે, વ્યવહાર સમતિ અને નિશ્ચય સમકિત પણ પ્યોર એકલી નિશ્ચયની ઊંચી વાતો કરે નિશ્ચયધર્મ પ્રગટી જતો નથી. પણ પ્રત્યેક ગુણસ્થાનની ભૂમિકા અનુસાર સાધનધર્મનું પણ સાંગોપાંગ પાલન કરવું પડે છે. એકલા નિશ્ચયના આલંબને નિશ્ચય ધર્મને પામનારા અનંત કાળમાં મરૂદેવા માતાની જેમ કોઈ એકાદ માંડ નીકળી આવે છે. જ્યારે વ્યવહાર ધર્મના અવલંબને નિશ્ચયધર્મને
Page #91
--------------------------------------------------------------------------
________________
પર
મંગલાચરણ
પામનારા અનંતાનંત કાળમાં અનંત નીકળી આવે છે. એટલેજ વ્યવહારનય એ તીર્થ છે, તો નિશ્ચય એ તીર્થફળ છે. આ રીતનો ઉલ્લેખ સમયસારની ટીકામાં દિગમ્બર સંપ્રદાયના મહાન આચાર્ય શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ પણ કરેલો છે.
૫. ઉપાધ્યાય યશોવિજયજી સવાસો ગાથાના સ્તવનમાં ફરમાવે છે કે :
નિશ્ચય નહીં પામી શકે છે
પાળે નહીં વ્યવહાર પુણ્ય રહિત જે એહવાઇ
તેહને કવણ આધાર ? જેઓ વ્યવહાર ધર્મનું પાલન કરતા નથી, તેઓ નિશ્ચયધર્મ કદાપિ પામી શકતા નથી. તેઓ પાલન તો નથી કરતા, પણ વ્યવહાર માર્ગનો લોપ કરતા હોય છે. એવા બિચાર. ભારે કમ પુણ્યહીન જે આત્માઓ છે તેમને નાથ ! આધાર કોનો ? અર્થાત્ તેમનું વહાણ ભવસમુદ્રમાં તદ્દન નિરાધાર છે, વ્યવહારને નહી પામનારા નિશ્ચયને પામી શક્તા નથી. ફક્ત શબ્દ માત્રથી નિશ્ચયનું અવલંબન કરનારા ઉભય ભ્રષ્ટ થવાથી ભવમાં ભટક્યા જ કરે છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
સગલાચરણ
કારણ વિના કાર્ય અને નહીં
નિશ્ચય નવ અવલ ખતાંજી
નવીજાણું તસ મમ
છોડ જે વ્યવહારનેજી
લોપે તે જિનધ
૧૩
વ્યવહારનો ત્યાગ કરી જેઓ એકલા નિશ્ચયને અવલ એ છે, તેઓ નિશ્ચયનયના મને સમજી શકતા નથી. ઉલટા વ્યવહારનો લોપ કરીને તેઓ આખા જૈન માનો લોપ કરતા હોય છે. કારણ વ્યવહાર એ તીથ છે અને તીની સ્થાપના દેવાધિદેવ તીર્થંકરો કરે છે, જેનાથી દ્વાદશાંગી અથવા ચતુર્વિધ સંઘ સકલ ગણીપિટક સમગ્ર વ્યવહાર પ્રવતેલો છે. વ્યવહારને ઉત્થાપવા જતાં તી કરોએ સ્થાપેલા તીનો લોપ થાય છે. તીર્થં કે જે વિ જીવોને તરવા માટેનુ મહાન પુષ્ટાલખન છે તેનું ઉત્થાપન કરવા જતાં તો જીવ પોતાના ખોધિબીજનો ઘાતકી બને છે. ધર્મ ક્રિયા કે વ્યવહારનું ઉત્થાપન કરનારે તો લાજ શરમ પણ છોડી દીધી. તે તો સાવ અવળો ઊઠ્યો કહેવાય. તેણે એટલુ પણ ભાન ન રાખ્યું કે, કારણ વિના ત્રણ કાળમાંએ કાર્ય ખનતું નથી. વ્યવહાર એ શુભ છે. શુભ એ વિકાર છે. વિકાર કરતાં કરતાં ત્રણ કાળમાંએ ધર્મ ન થાય. એ બધો ઉન્મત્ત પ્રલાપ છે. નિશ્ચયના લક્ષે થતો વ્યવહાર એ શુભ હોવા છતાં નિશ્ચયની પ્રાપ્તિનું કારણ હોવાથી તેને વિકાર કહેવું તે પોતાના ઘોર અજ્ઞાનનું પ્રદર્શન કરવા ખરાખર છે. કોઈ મનમાં પૌદ્ગલિક સુખનું અથવા માન
Page #93
--------------------------------------------------------------------------
________________
પ૪
મંગલાચરણ
પ્રતિષ્ઠાનું ધ્યેય રાખીને શુભ ક્રિયાઓ પણ કરતો હોય, તો તે જરૂર શુભ વિકાર છે. બાકી મોક્ષના ધ્યેયપૂર્વક શુભ અનુષ્ઠાન કરતો હોય તેવા અનુષ્ઠાનને તો શાસ્ત્રોમાં. અમૃતાનુષ્ઠાનની સંજ્ઞા અપાયેલી છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ. પણ આત્મસિદ્ધિમાં લખેલું છે કે :
નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવા નોય ! નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવા સોય છે મલીન વ્યવહારીને નિશ્ચયનો રંગ ચડે નહીં
નિશ્ચયથી આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે સચ્ચિદાનંદ છે, અજરામર જ્યોતિ સ્વરૂપ છે. નિશ્ચયથી બધા જીવો સિદ્ધ સમાન છે. આવી નિશ્ચયની વાણી સાંભળીને સાધન (વ્યવહાર) ત્યજી દેવાના હોતા નથી. પણ નિશ્ચયનું લક્ષ રાખીને સાધન કરવાના હોય છે. તેનાથી જ આત્મા પરંપરાએ નિશ્ચયને પામે. છે. મલીન વસ્ત્રને જેમ કુમકુમનો રંગ ચડે જ નહીં, તેમ મલીન વ્યવહારીને નિશ્ચયધર્મનો રંગ ચડે જ નહીં, જે સરોવરને પાર કરી શક્યો નથી તે સમુદ્રને શું પાર કરશે ? તેમ જે સત્સંગ, સ્વાધ્યાય, વ્રત પચ્ચકખાણરૂપ સદ્વ્યવહારને આચરી શક્તો નથી, તે સ્વરૂપમતારૂપી નિશ્ચયને શું આચરી શકશે. અને આપણે પહેલાં જ કહી. ગયા કે, શુદ્ધ નિશ્ચયધર્મ તો ચૌદમા અયોગી ગુણઠાણના શૈલેશીકરણના ચરમ સમયે હોય છે. તે ભૂમિકાએ એકદમ પહોંચી જવું એ શું બચ્ચાના ખેલ છે ? તે ભૂમિકાએ પહોંચવા પૂર્વતૈયારી કેટલી કરવી પડે !
Page #94
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પપ
નિશ્ચયના લક્ષે વ્યવહાર હોય એટલે બેડો પાર
ચોથે ગુણઠાણે સમ્યક્ત્વને અનુરૂપ જિનપૂજા, ગુરૂ ભગવંતોની વૈયાવચ્ચ, તીર્થયાત્રા, સાધર્મિક વાત્સલ્ય, સત્સંગ, જિનવાણીનું શ્રવણ વગેરે દરેક કરણ કરવાની હોય. પાંચમે દેશવિરતિ ગુણઠાણે સભ્યત્વસહિત શ્રાવકના બારવ્રત સામાયિક, પ્રતિકમણ, વ્રત, પચ્ચકખાણ અને ત્યાર પછીના આગળના ગુણઠાણે સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરવાપૂર્વક પંચ મહાવ્રતાદિનું પાલન, સમગ્ર સાધ્વાચારનું પાલન, ત્યાર પછીના પણ આગળ આગળના ગુણસ્થાનકોને અનુરૂપ ધર્મ ધ્યાન, શુકલ ધ્યાન, ક્ષપકશ્રેણી વગેરે દરેક ભૂમિકાઓ પાર કરીને, જીવ વિકાસની ચરમ ભૂમિકાએ પહોંચે છે. નિશ્ચયના લશે અને મોક્ષના ધ્યેયપૂર્વકનો સવ્યવહાર હોય તો જીવ જરૂર વિકાસની ચરમ ભૂમિકાએ પહોંચી જાય છે. અનંતવાર વ્યવહાર કર્યો છતાં જીવ ઘાંચીના બળદિયાની માફક જ્યાં નો ત્યાંજ રહ્યો. તેનું કારણ એજ છે કે, નિજ સ્વરૂપનું લક્ષ અને મોક્ષનું ધ્યેય રાખ્યા વિના માત્ર કીર્તિન અને મનાવવા પૂજાવવાના નબળા ધ્યેયથી ક્રિયાઓ કરી. તેમાં વિકાસને માગે આગળ ન વધી શક્યો. જીવને પોતાના આત્યંતર દોષને કારણે વિકાસ જ્યાં રૂંધાયો હોય, ત્યાં સદ્વ્યવહાર, કિયા, અનુષ્ઠાનાદિને દોષ દેવો એ તો પખાલીને વાંકે પાડાને ડામ દેવા બરાબર છે. એટલેજ કિયા સાથે જ્ઞાનની પણ શાસ્ત્રકાર મહાપુરૂષોએ ઉપયોગિતા સ્વીકારેલી જ છે. શાસ્ત્રકારોએ ત્યાં સુધીના વિધાનો કર્યા છે કે, “ ના તો કયા”
Page #95
--------------------------------------------------------------------------
________________
પ૬
મંગલાચરણ
માર્ગમાં પહેલું જ્ઞાન છે અને પછી દયા અથવા ક્રિયા છે. કિયાની સાથે જ્ઞાન હોય તો અત્યંતર દોષો ટકી શકે નહીં. આજે તપ કરનારને જે ક્રોધ આવી જાય છે, અને ક્રિયા કરનારા નિંદક બને છે, તેનું કારણ એ જ છે કે, ત્યાં અંદરની જ્ઞાન દશાનો અભાવ છે. અંદરની જ્ઞાન દશા જાગૃત હોય તો તપમાં અપૂર્વ સમતા રહે. ક્રિયામાં અપૂર્વ વિદ્યાસ પ્રગટે અને કદાચ દૃષ્ટિ જાય તો પણ પોતાના દોષો ઉપર જાય. માટેજ જ્ઞાનપૂર્વકની કિયા હોય તો જીવનો વિકાસ ખૂબ ઝડપી થાય છે. આ બધા વિવેચનના સારરૂપે ભગવાન ભદ્રબાહુસ્વામિએ ફરમાવ્યું છે કે :
सक्सेसिपी नयाणं, बहुविह वत्तव्वयं णिसामित्ता । तं सव्वणय विशुद्धं, जं चरण गुणठिओ साहू ।
વ્યવહાર, નિશ્ચય વગેરે સર્વ નયોનાં બહુવિધ પ્રકારનાં વક્તવ્યોને સાંભળીને કોઈ પણ નયના એકાંતવાદમાં ન તણાતાં જે જ્ઞાન અને ચારિત્રમાં સ્થિત બનેલો સાધુ છે, તે જ સર્વનય વિશુદ્ધ છે, અથવા સર્વનયોના પક્ષથી જે પક્ષીતિક્રાંત બનેલો છે અને સ્યાદ્વાદની શૈલીને જ અનુસરનારો છે, તે જ સર્વનય વિશુદ્ધ છે.
જ્ઞાન અને ક્રિયા બન્નેનો સમ્મિલિત
આસ્વાદ કોઈ અનોખો હોય જૈન માર્ગમાં એકાંત જ્ઞાનવાદી કે એકાંત ક્રિયાવાદીને
Page #96
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૫૭
મિથ્યા દૃષ્ટિ કહ્યા છે, જ્યારે બન્નેના સુયોગથી જે મોક્ષ માનતા હોય તેવા અનેકાંતવાદીને સમ્યગદૃષ્ટિ કહ્યા છે. જ્ઞાનવાદી ક્રિયાને ઉત્થાપે અને ક્રિયાવાદી જ્ઞાનને ઉત્થાપે તે જૈન દર્શનને માન્ય નથી, પણ જ્ઞાન અને ક્રિયા બન્નેના સુમેળને સાધે તે સમ્યગદૃષ્ટિ છે. આંધળો અને પાંગળો બન્ને ઝગડી પડે તો બેઉ રખડે અને સુમેળ કરી લે તો બેઉ અચી જાય. તેમ જ્ઞાન વગરની ક્રિયા આંધળી છે, અને ક્રિયા -વગરનું જ્ઞાન પાંગળું છે. પણ અન્ને વચ્ચે સુમેળ સધાય તો સળગતા સંસારરૂપી દાવાનલમાંથી આત્મા ખચી જાય છે. જ્યારે આ પડતા કાળમાં મનુષ્યો જ્ઞાનમાં જરાક રસ લેતા થયા એટલે ક્રિયા મૂકી દે છે, અને બકવાદ એવો કરતા થઈ જાય છે કે, આવી જડ ક્રિયાઓ તો જીવે અનતીવાર કરી.” અને જેઓ ક્રિયામાં રસ લેતા હોય તેઓ જ્ઞાન મૂકી દે છે, પણ તેમને એટલુંએ ભાન રહેતું નથી કે, દૂધ અને સાકરના સમ્મિલિત આસ્વાદની જેમ જ્ઞાન અને ક્રિયાનો સમ્મિલિત આસ્વાદ કોઈ અનોખો હોય છે, અને તેવો આસ્વાદ કોઈ મહાભાગ્યવાન હોય તેજ માણી શકે. જ્ઞાન દ્વીપકની જેમ સ્વઆત્મા અને પરદ્રવ્યોને પ્રકાશિત કરનાર હોવાથી, જ્ઞાન સ્વપરપ્રકાશક છે, તો સવર રોધક છે, એટલે ખંધાતા કર્માનું નિરોધ કરનાર છે, જ્યારે તપ શોધક છે એટલે તપ વડે સત્તામાં રહેલાં કર્મોની નિરા થતી હોવાથી તે આત્માની શુદ્ધિ કરનાર છે. આ સમ્યગજ્ઞાન, સવર્ અને તપ ત્રણેના સમાયોગને જિનશાસનમાં મોક્ષ કહ્યો છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
પ૮,
મંગલાચરણ
ધર્મ સ્વભાવરૂપ પુણ્ય સહાયરૂપ
મોક્ષમાં પુણ્ય કે પાપ જેવું કશું રહેતું નથી. પુણ્ય ને પાપ ઉભયના ક્ષયથી મોક્ષ થાય છે. શુદ્ધ એવો જે આત્મધર્મ અને પુણ્ય બન્નેને એક માની લેવાના નથી. પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષ માર્ગમાં સહાયરૂપ છે,
જ્યારે ધર્મ એ તો આત્માના સ્વભાવરૂપ છે. સમ્યગ જ્ઞાન દર્શન અને ચારિત્ર એજ આત્માનો ઉત્કૃષ્ટ ધર્મ છે,
જ્યારે પુણ્ય એ શુભ કર્મરૂપ છે. કર્મને ધર્મ કેમ માની લેવાય ? છતાં શુભ પુણ્ય અને ધર્મ બનેની ધારા એકી સાથે ચાલે છે કે, સમ્યક્ત્વનાં ગુણઠાણે સમ્યક્ત્વ એ જીવનો પ્રકૃષ્ટ ગુણ હોવા છતાં સમકિતિને પુણ્ય પણ ઊંચામાં ઊંચું બંધાય છે. ત્યારબાદ દેશવિરતિ અને સર્વવિરતિ ગુણસ્થાનમાં પંચમહાવ્રતાદિરૂપ ચારિત્રનું પાલન હોવાથી ધર્મ પણ ઉત્કૃષ્ટપણે થાય છે, અને સાથોસાથ સરાગચારિત્ર હોવાથી પુણ્ય પણ ઊંચામાં ઊંચું બંધાય છે. અરે ? તેરમે ગુણસ્થાને પણ શાતાદનીરૂપ એક પ્રકૃતિનો બંધ હોય છે, બેતાલીસ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને પંચાસી સત્તામાં હોય છે, એટલું જ નહીં પણ તેરમે ગુણઠાણે તીર્થકર નામકર્મના ઉદયવાળા મહાપુરૂષોને ઊંચામાં ઊંચી તીર્થંકર નામકર્મની પુણ્ય પ્રકૃતિનો ઉદય પણ વર્તતો હોય છે. છતાં તે પુણ્ય પ્રકૃતિઓ આત્મ વિકાસના માર્ગમાં કયાંય બાધાકારી બનતી નથી. તેરમે ગુણઠાણે ઘનઘાતીનો ક્ષય થતાં સંપૂર્ણ આત્મવિકાસ થયેલો હોય છે. એક શાતાની પ્રકૃતિનો ત્યાં બંધ હોય છે,
Page #98
--------------------------------------------------------------------------
________________
૫૯
મહેંગલાચરણ
પણ તે મળી ગયેલી સીંદરી (કાથીની દોરી) જેવો હોય છે. વળી ભગવાનને પહેલે સમયે તે પ્રકૃતિનો બંધ પડે, ખીજે સમયે વેદાઈ જાય, અને ત્રીજે સમયે તો નિરાઈ પણ. જાય. કષાયથી થતો સાંપરાઈક બંધ તો કેવળીને હોય જ નહીં, ઈર્ષ્યાપથિક બંધ હોય. તે અધમાં સંસાર વધારવાની કોઈ તાકાત છે જ નહીં.
આવી રીતે શુભકરૂપ પુણ્ય અને શુદ્ધ એવો જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ આત્મધર્મ બન્નેની ધારાઓ એકી સાથે તેરમા ગુણસ્થાન સુધી પહોંચે છે. છતાં પુણ્યને હલકુ ઠરાવવા એવી પ્રરૂપણા કરવી કે આ કાળમાં મોટા ભાગના પુણ્યમાં જ ધર્મ માની બેઠા છે, આત્મધર્મ ને તેઓ પિછાણુતા નથી. ધર્મ અલગ ને પુણ્ય અલગ છે. પુણ્યમાં જ ધર્મ માની લેવો એ મહામિથ્યાત્વ છે. આત્મજ્ઞાનનો પોતેજ જાણે ઠેકો ન રાખ્યો હોય ? એટલે આવી પ્રરૂપણા બીજાને ઉતારી પાડવા તેઓ કરતા હોય છે ! બાકી જૈન મામાં કોઈની પણ એવી માન્યતા છે જ નહીં કે પુણ્ય એજ આત્મધર્મ છે. પુણ્ય તો અંતે ખપી જવાનું છે, જ્યારે આત્મધર્મ તો શાન્ધત છે. ચૌદમે ગુણસ્થાને પુણ્ય ને પાપ બધી પ્રકૃતિઓનો ક્ષય કરીને જીવ મોક્ષને પામે છે. જ્યારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર સ્વરૂપ આત્મધમતો મોક્ષમાં પણ જયવંત વર્તે છે. છતાં એકાંત નિશ્ચય વાદીઓ જે રીતે અને જેટલું પુણ્યને નિકૃષ્ટ લેખે છે તે તો માથી તદ્દન વિરૂદ્ધ છે. હા ! પાપાનુખ ધી પુણ્ય નિકૃષ્ટમાં નિકૃષ્ટ છે જ્યારે પુણ્યાનુમથી પુણ્ય ઉત્કૃષ્ટ
Page #99
--------------------------------------------------------------------------
________________
-૬૦
મંગલાચરણ
કોટીનું છે. તે ભલે આત્મ ધર્મ સ્વરૂપ નથી, પણ મોક્ષ માર્ગમાં સહાયરૂપ જરૂર છે. તેવા પુણ્યના ઉદયે
જીવ મનુષ્ય ભવ પામે છે, અને તે આર્ય દેશમાં અને •ઉત્તમ કુળમાં એટલું જ નહીં પણ પાંચે ઈન્દ્રિયોની પૂર્ણતા, આરોગ્ય અને દીર્ધાયુષીપણું પુણ્યનાજ ઉદયે પામે છે. દેવ ગુરૂ અને ધર્મસામગ્રીનો યોગ પણ પુણ્યના ઉદયે મળે છે. તેવી સામગ્રીના યોગેજ જીવ મોક્ષ માર્ગમાં નિરાબાધપણે પ્રવર્તી શકે છે. માટે પાપનુબંધી પુણ્ય કે પાપ સર્વથા હેય છે. પરિહરવા યોગ્ય છે, જ્યારે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય છે આદરવા યોગ્ય છે.
યોગધારા અને ઉપયોગધારા
પુણ્યાનુબંધી પુણ્ય અને શુદ્ધ ધર્મ એ બને ધારાઓ અંગે ઘટના કરી, તેમ યોગધારા અને ઉપયોગધારા એ બન્ને ધારાઓ સાથોસાથ ચાલે છે. યોગ અને ઉપયોગ તત્વ દૃષ્ટિએ બને ભિન્ન ભિન્ન છે ! ઉપયોગ એ જીવનું લક્ષણ છે, તો યોગ એ મન વચન અને શરીરરૂપ છે. એટલે અંશે ઉપયોગભાવ તેટલે અંશે સંવર. આશ્રવના પ્રમાણમાં આત્મામાં અશુદ્ધતા અને સંવરના પ્રમાણમાં શુદ્ધતા રહેવાથી અસ્વચ્છ અને સ્વચ્છ એવા બે ભાગવાળા આરિસાની જેમ આત્મા સંસાર પર્યાયમાં હોય છે. ચોથા ગુણઠાણે સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં ઉપયોગધારા શુદ્ધપણે ચાલે છે. અને ઉત્તરોત્તર શુદ્ધતર થતી જાય છે. જ્યારે સમકિતિને પણ અવિરતિનો ઉદય હોવાથી યોગધારામાં તેટલી અશુદ્ધતા રહે છે, તેમ છતાં
Page #100
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ઉચ્ચ ગુણસ્થાનની શ્રેણીએ આત્મા જેમજેમ ચડતો જાય તેમ તેમ યોગ ધારામાં શુદ્ધતા આવતી જાય છે.
"पमत्त संजयाते सुहंजोगं पड़च्च अणारंभा" .
આ વિધાન ભગવતી સૂત્રનું છે. પ્રમત્ત સંવત પણ શુભ યોગની અપેક્ષાએ અનારી છે. યોગોને નિરંતર સમિતિગુણિરૂપ સંવરમાં પ્રવર્તાવવામાં આવે તો યોગધારા પણ શુદ્ધ થતી જાય છે. યોગો જેના અશુભમાં નહીં પણ શુભમાં પ્રવર્તતા હોય તેવા સંયતને ભગવતીમાં નિરારંભી કહ્યો છે. આ ઉપરથી જેઓ શુભમાં ધર્મ ન માનતા હોય તેઓ કેટલાબધા માર્ગથી દૂર છે, તે સ્પષ્ટ સમજી શકાય તેવું છે,
ચોથા ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાન સુધી સમકિતિની જ્ઞાનધારા વિશુદ્ધ હોય છે, છતાં બાહ્ય ક્રિયાની વિવિધતાને લીધે તેમાં તરતમતા જરૂર હોઈ શકે. ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ ઉત્તરોત્તર ઉપર ઉપરના ગુણઠાણે જ્ઞાનધારા વિશુદ્ધ વિશુદ્ધતર થતી જાય છે. જ્યારે બન્ને ધારાની સંપૂર્ણ શુદ્ધિ થાય છે, ત્યારે આત્મામાં અપૂર્વ ધૈર્ય આવી જાય છે. અને ઉપર આપણે વર્ણવી ગયા તેમ શૈલેશીકરણમાં સર્વ સંવરની પ્રાપ્તિ થાય છે, ત્યાં તો યોગનો નિરોધ થઈ જતાં યોગધારાનું સંપૂર્ણ વિલીનીકરણ થાય છે. યોગાત્મા સંસાર પર્યાયમાંજ હોય છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
૬૨
મંગલાચરણ
નિરાકારને સાકાર ઉપયોગ
હોય છે,
જ્યારે ઉપયોગાત્મા સિદ્ધ પર્યાયમાં પણ એટલે ઉપયોગની ધારા સિદ્ધ પર્યાયમાં પણ અતૂટ રહે છે. કેવલજ્ઞાન અને કેવલદન સિદ્ધોને પણ હોય છે. જ્ઞાન સાકાર ઉપયોગ છે તો દન નિરાકાર ઉપયોગ છે. સિદ્ધોને પ્રથમ સમયે સાકાર ઉપયોગ હોય છે, તો દ્વિતીય સમયે નિરાકાર હોય છે. જ્યારે સંસારી છદ્મસ્થ આત્માઓને સંસાર પર્યાયમાં પ્રથમ નિરાકાર ઉપયોગ હોય છે, તે પછી સાકાર ઉપયોગ હોય છે. સિદ્ધોને કેવલજ્ઞાન અને કેવલદન હોવાથી એક સમયમાં સર્વ લોકાલોકના ભાવો જણાઈ આવે છે. જ્યારે છદ્મસ્થ સંસારી જીવો જિંદગીભર ઉપયોગ મૂકયા કરે, તો પણ સર્વ ભાવોને જાણી શકતા નથી. છદ્મસ્થ અવસ્થામાં પદાર્થને જાણવા ઉપયોગ મૂકવો પડે છે, જ્યારે સર્વજ્ઞ અવસ્થામાં લોકાલોકના બધા ભાવો સ્હેજે જણાઈ આવે છે, તેમને ઉપયોગ મૂકવો પડતો નથી. મતિ, શ્રુત, અધિ અને મન:પર્યાયજ્ઞાન સુધી ઉપયોગ દેવો પડે છે. જ્યારે કેવળીને ઉપયોગ લગાવવાનો રહેતો નથી. આરિસામાં જેમ તેની સામે રહેલા પદાર્થો એની મેળે પ્રતિબિંબિત થઈ જાય છે, તેમ સ્વચ્છ અને અત્યંત નિર્મળ એવા કેવલજ્ઞાનરૂપી આદર્શમાં લોકાલોકના ભાવો (Automatic) ઓટોમેટીક પ્રતિબિંબિત થતાં હોય છે. સિદ્ધ ભગવંતો પ્રતિ સમયે લોકાલોકના ભાવોને જાણતા હોવા છતાં કોઈ પણ ભાવોમાં તે રાગ દ્વેષને કરનારા દોતા નથી. કારણ કે તેઓ જ્ઞાનની
Page #102
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પરિપૂર્ણતાએ પહોંચેલા હોય છે. સંપૂર્ણ વીતરાગતા આવ્યા વિના કોઈ પણ આત્માઓ જ્ઞાન ને દનની પૂર્ણતાને પામી શકતા નથી. વીતરાગને રાગ કે દ્વેષનુ કોઈ કારણ જ રહેતુ નથી. રાગ ને દ્વેષના પરિણામનું કારણુ ઘાતિ કર્મનો ઉદ્દય છે. જ્યારે સિદ્ધો તો ઘાતિ અઘાતિ બન્નેથી મુક્ત બનેલા છે. સંસારી આત્માઓને કોઈપણ પદાર્થનું સંપૂજ્ઞાન હોતુ નથી, કારણ કે એકને જે સંપૂર્ણપણે જાણે તે સર્વને જાણે. અને સર્વને જાણે તે એકને જાણે. સંસારી એકે પદાર્થ ને તેના સંપૂર્ણ દ્રવ્યગુણ પર્યાયથી જાણુતા નથી, તેથી સર્વને પણુ જાણુતા નથી. છતાં સ’સારીઓના રાગ દ્વેષના પરિણામ તીવ્ર હોય છે, તેના કારણેજ સંસારી પ્રતિ સમયે નવાં કર્મ આંધતા હોય છે. સમ્યગજ્ઞાન અને દર્શનના બળે સ`સારી આત્માઓ પણ રાગ દ્વેષ પર વિજય મેળવીને પરંપરાએ સંપૂર્ણ વીતરાગ દશાને પામીને અનંત જ્ઞાન અને અનંત દર્શનની ઉચ્ચ ભૂમિકાએ પહોંચી શકે છે.
સાધનને સાધ્ય માની લેવાની ભૂલમાંથી બીજી અનેક ભૂલો ઊભી થઈ
૬૩
સુક્ષ્માતિસુક્ષ્મ વિષય પર આપણે આટલી લખાણુથી વિશદ છણાવટ કરી છે, જ્યારે આપણો મૂળ વિષય તો ન્યાય સંપન્ન વિભવનો હતો. નીતિને માર્ગે ચાલનારા મનુષ્યોને શુભ કર્મના યોગે સર્વ સંપદાઓ વશ થઇને સામેથી આવી મળે છે. છતાં આ કાળમાં મનુષ્યોને ભ્રમ થઈ ગયો
Page #103
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
છે કે, પાપ કર્યા વિના પૈસો મળતો નથી અને અનીતિ કર્યા વિના વ્યવહાર ચલાવી શકાતો નથી. આ મોટામાં મોટો જમ છે. મનુષ્યનું ધ્યેય જે નિર્વાહનું જ હોય તો નીતિ ને. ન્યાયને માર્ગે ચાલતાં ખુશીથી નિર્વાહ થઈ શકે છે. બાકી, સંગ્રહ નો ધ્યેય હોય તો વાત અલગ છે.
દ્રવ્ય એ સાધન છે, તે કોઈ જીવનનું સાધ્ય નથી, છતાં જેઓ સાધનને જ સાધ્ય માની બેઠા હોય તેમના હાથે તો અર્થના માટે જીવનમાં અનેક અનર્થો સર્જાવાના છે. પૈસો એ જિંદગી (LIFE) માટે છે, કાંઈ જિંદગી (LIFE) પૈસા માટે નથી. પણ આજે મનુષ્યો એમજ માની બેઠા છે કે, પૈસો ન હોય તો (LIFE) જિંદગી બને જ નહીં ! જેમ કેટલાકો બોલતા થઈ ગયા કે પત્ની (WIFE) ન હોય તો જિંદગી (LIFE) શું કામની ? તેમ કેટલાકો એમ પણ માનતા થઈ ગયા. છે કે, પાસે વસુ (ધન) ન હોય તો નર પશુ સમાન છે, જ્યારે ખરી વાત તો એમ છે કે “મૈંન ના વા નાના” ધર્મહીન મનુષ્યો પશુ સમાન છે છતાં તદ્દન અવળું પકડાઈ ગયું છે, કારણ કે સાધનને સાધ્ય માની લેવાની મોટામાં મોટી ભૂલ કરી છે.
પછી એક ભૂલમાંથી જ બીજી અનેક ભૂલો થતી આવે. છે. પરિગ્રહનું પરિમાણ રાખીને સુખમય જિંદગી બનાવી શકાય છે, જ્યારે મહારંભી અને મહાપરિગ્રહી મનુષ્યોને તો અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. અને અમર્યાદ
Page #104
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પરિગ્રહને લીધે તેઓ પોતાની પાસે અઢળક પૈસો હોવા છતાં, જીવનના વાસ્તવિક સારને પામી શક્તા નથી, પૈસાથી કોઈ જિંદગી (લાઈફ) બનતી નથી ? વધારે પડતા પરિગ્રહના સંગ્રહથી જિંદગી ઉલટી દુઃખમય અને કલેશમય બને છે. જિંદગી ધર્મના આચરણથી બને છે. પૈસો કે અનુકુળ સ્ત્રી પુણ્યના યોગે મળે છે, જ્યારે જિંદગી પુરુષાર્થના યોગ બને છે અને તે પુરુષાર્થ પણ ધર્મ અને મોક્ષ માર્ગમાં હોય તો જિંદગી બને છે. એટલું જ નહીં, જિંદગીમાં અપૂર્વ રોશની ભળે છે અને પરંપરાએ જીવ પોતાની શાશ્વત જિંદગીને એટલે કે શાશ્વત એવા પોતાના ભાવ જીવનને જીવનારો બને છે.
મનુષ્ય ઉન્નતિના શિખરે પહોંચે, અને ગબડી પડે તો તળીયે પણ પહોંચે
મહાન પુણ્યના ઉદયે મળેલા મનુષ્ય જન્મનું પરમાદર્શ મોક્ષપદની પ્રાપ્તિ હોવું જોઈએ. મનુષ્ય ભવ શિવાય બીજા કોઈ પણ ભવમાં જીવ મોક્ષપદને પામી શકતો નથી. એટલા માટે જ જ્ઞાનીઓએ મનુષ્ય ભવને દુર્લભ કહ્યો છે. મનુષ્ય ભવમાં આવેલો આત્મા ઉન્નતિને શિખરે પણ પહોંચી શકે છે, અને જે ગબડી પડે તો નરકનિગોદને તળીયે પહોંચી જાય છે. મોક્ષને સાધ્ય રાખીને તેના સાધનરૂપ અહિંસા સંયમાદિ ધર્મને જે મનુષ્ય આરાધે તો મનુષ્ય ભવમાં જરૂર પોતાના સાધ્યને સિદ્ધ કરી લે છે અને જે ધન વૈભવની લાલસામાં પડીને પાપને રસ્તે ચડી જાય, તો મનુષ્ય
Page #105
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ભવમાં આવેલો આત્મા પછી કયાંયનો રહેતો નથી. તે સદ્ગતિ અને મોક્ષ બન્નેથી ભ્રષ્ટ થાય છે, અને ઘણા લાંબા કાળ સુધી દુર્ગતિના ભવ તેને કરવા પડે છે.
જીવન સાદાઈ વાળું હોય તો બચત ઘણું રહે
આ કાળમાં ભોગવિલાસનાં સાધનો એટલાં બધાં વધી પડ્યાં છે અને તેની સાથે વિલાસિતા પણ એટલીબધી વધી ગઈ છે કે, તેના પ્રમાણમાં દ્રવ્યનો પણ સંગ્રહ કર્યા વિના જાણે ચાલે જ નહીં. કારણ કે ભોગ વિલાસનાં સાધનો ઘરમાં વસાવવાં અને સજાવવા દ્રવ્યો પહેલાં જોઈએ, એટલે દ્રવ્યની લાલસા પણ એટલીબધી વધી પડે કે તેને પહોંચી વળવા અનેક પાપો મનુષ્યોને સેવવાં પડે છે. સાદાઈવાળું જીવન તો આ કાળમાં રહ્યું જ નહીં. તેમાં પાછી હરીફાઈ (Competition) ચાલે. પાડોશીને ત્યાં રેડિયો આવી ગયો ! અરે ! તેને ત્યાં તો ટેલીવિઝન આવવાની તૈયારી છે ! રેફ્રીજરેટર, એરકંડીશન, બધા સાધનો તેને ત્યાં આવી ગયા ! જ્યારે આપણે ત્યાં હજી તેમાંનાં કોઈ સાધનો વસાવવામાં આવ્યાં નથી ! એટલે પછી હરીફાઈ એવી ચાલે કે તે તે સાધનો પોતાના ઘરમાં ન વસાવવામાં આવે ત્યાં સુધી ઘરની સ્ત્રીઓ ઘરના માલિકને જંપીને બેસવા દે નહીં. તેવા સાધનોનો મોહ ન રાખતાં જે સદાઈવાળું જીવન જીવવામાં આવે તે પૈસાની પાછળ ઘોર પાપ આચરવાં ન પડે અને પૈસાનો બચાવ પણ ઘણો થાય, અને તે બચતમાંથી ઘણાં પરમાર્થનાં કાર્યો પણ કરી શકાય.
Page #106
--------------------------------------------------------------------------
________________
મ’ગલાચરણ
કેટલાય ગરીઓને તેમાંથી રાહત પહોંચાડી શકાય. ધનવૈભવના પ્રદર્શનમાં સાદાઈના દર્શન દુલ ભ
૬૭
ધર્મ વિરૂદ્ધ કે, રાજ્ય વિરૂદ્ધ પણ કાંઈ કરવું ન પડે અને જીવનમાં અનુપમ સુખ અનુભવી શકાય. દહીં વિગેરે અમુક પદાથૅ ઠંડા કરવા માટે રેફ્રીજરેટરમાં રાખવામાં આવે છે તેના કરતાં પહેલાના જમાના મુજબ માટીની હાંડીમાં દહીં જમાવવામાં આવે તો દહીંમાં ઓર સ્વાદિષ્ટતા આવે છે. અને શરીરનું આરોગ્ય પણ સારી રીતે સચવાય. પહેલાના કાળમાં દરેક વસ્તુઓ માટીના ઠામમાં બનાવવામાં આવતી. માટીના ઠામમાં ભોજન, જેવુ* સાત્વિક અને સ્વાદિષ્ટ અને છે તેવું કુકરમાં કે સ્ટીલના ઠામમાં કદાપિ નહીં અને. પણ આ નવા જમાનાની નવી રોશની પામેલા મનુષ્યોને આવી કોઈ વાત નહીં રૂચે. કારણ કે, આવું સાદાઈવાળું જીવન જીવતા થઈ જાય તો ધનવૈભવનાં પ્રદશન ક્યાંથી કરી શકાય.
વિત્ત ઉપર ત્રિપાંખીયો ધસારો
પરિગ્રહનાં વધારે પડતા સંગ્રહથી કયારેક અધ્યવસાય પણ બગડે છે. કોઈ મહાત્માએ લખ્યું છે કે ઃ
अर्थानाम् अर्जने दुःखं, अजितानां च रक्षणे ।
ધન ઉપાર્જન કરવામાંએ દુઃખ છે, અર્થાજનની પાછળ
Page #107
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
માનવીને કેટલાય કોઈ વેઠવા પડે છે, અને અનેકોની તાબેદારી. પણ ઉઠાવવી પડે છે. પિતાપુત્ર અને ભાઈભાઈ વચ્ચે પણ કલેશ તેમાંથી જન્મે છે. બધા સુમધુર સબંધો ઉપર પાણું ફેરવનાર પૈસો છે. ઉપાર્જન કરેલા અર્થનું રક્ષણ કરવામાં દુખ છે. ભોગને રોગનો ભય, કાયાનો કાળનો ભય, યૌવનને બુઢાપાનો ભય, વિદ્યાને વાદનો ભય, કુલને કલંકનો ભય, આ બધાને તો એકએકનો ભય જ્યારે વિત્તને તો રાજ્યનો ભય, ચોરનો ભય, અગ્નિનો ભય, આ રીતે વિત્ત ઉપર તો ત્રિપાંખીયો ધસારો છે. તેમાં આ કાળમાં તો સરકારે પણ ઉપાડો કેવો લીધો છે, તે સૌ સમજી શકો છો. માટે ઉપાર્જન કરેલા દ્રવ્યનું રક્ષણ કરવામાંએ મહા દુઃખ છે. ચોરીનો જે વધારે પડતો ઉપદ્રવ રહેતો હોય, તો તેમાંથી કયારેક રૌદ્રધ્યાન પણ થઈ જાય. જેને પરિગ્રહ સંરક્ષણાનુબંધી, રૌદ્રધ્યાન કહેવામાં આવે છે.
પરિગ્રહના સંરક્ષણના વિચારોમાંથી મન
કયારેક રૌદ્રધ્યાનમાં ચડી જાય
ધન ધાન્યાદિના સંરક્ષણના વિષયમાં મન રાતને દિવસ એક તાન બન્યું રહે, અને તેમાં ધનના માલિકને કયાંકથી ગંધ આવે કે, અમુક માણસો મારા ધનનું અપહરણ કરવાની પેરવી કરી રહ્યા છે, ચૌર્ય કર્મ જેવા દુષ્કર્મોને કરનારા અમુક માણસોએ મને બરોબરનો નજરમાં રાખેલો છે, કયારે એ લોકો મારા ધન પર ત્રાટકી પડશે કાંઈ કલ્પી શકાતું
Page #108
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
નથી એટલે પછી તેવા મનુષ્યો પ્રતિ મનમાં દુર્બાન એવું થઈ જાય કે, આવા માણસોને સરકારે ઠેકાણે કરી નાંખવા જોઈએ. અથવા આપણુ પાસે પિસ્તોલ, તલવાર, ભાલાના પરવાના છે, આવાઓને આપણે પહોંચી વળશું. આવી રીતે મનમાં વધ કરવા સુધીના દુષ્ટ વિચારો આવી જાય. તેને પરિગ્રહ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહી શકાય. શ્રાવક અપરાધી સામે પગલાં લઈ શકે, પણ પહેલાંથી જે પરિગ્રહનું પરિમાણુ કરી લીધેલું હોય, તો આટલી હદે વેશ્યા ન બગડે. પરિગ્રહની તીવ્ર મૂછને લીધે અનેકો સાથે વેર બંધાય અને પિતા પુત્રના સબંધો પણ બગડે
પરિગ્રહના સંરક્ષણની વાત એવી છે કે, તેમાંથી કયારેક પોતાના સગા ભાઈ અથવા પોતાના પુત્ર પ્રતિ પણ લેશ્યા બગડી જાય છે. પરિગ્રહની તીવ્ર લોભદશાને લીધે ભાઈભાઈ વચ્ચે તો વૈમનસ્ય ઘણી જગ્યાએ જોવામાં આવે છે, પણ પોતાનો છોકરો પણ પૈસા જેમતેમ વેડફી નાખતો હોય, પૈસાનો બેફામ વ્યય કરતો હોય તો તેના પ્રતિ પણ કયારેક રૌદ્ર પરિણામ આવી જાય છે. અને પિતા પણ તીવ્ર લોભ દશાવાળો હોય અને દ્રવ્ય ઉપર પોતાનો જ કજો કરીને બેસી ગયો હોય તો છોકરાંઓની પોતાના પિતા પ્રતિ પણ લેશ્યા બગડ્યા વિના રહેતી નથી. ધનના લોભે પિતાપુત્ર અને ભાઈભાઈ વચ્ચે પણ ઝગડા એવા થઈ જાય છે કે, કેટલીકવાર બોલે વ્યવહાર રહેતા નથી.
Page #109
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ:
સૂયગડાંગ સૂત્રમાં તો ત્યાં સુધી ફરમાવવામાં આવ્યું
सयंतिवायए पाणे, अदुवाऽन्नेहि घायए । हणंतं वाऽणुजाणाइ, वेरं वड्डइ अप्पणो ॥
પરિગ્રહ સંરક્ષણની બુદ્ધિમાંથી માનવીના અધ્યવસાય. કેટલી હદે બગડી જાય છે, તેનું આબેહૂબ ચિત્ર આ ગાથામાં દોરાએલું છે. પોતાની તીવ્ર લોભદશાને લીધે અનેક માર્ગેથી મનુષ્યો અર્થાર્જન કરતા હોય છે, અને ઉપાર્જન કરેલા ધનનું રક્ષણ કરવાના પણ અનેક ઉપાયો લેતા હોય છે. તેના અથર્જનનાં અને સંરક્ષણના માર્ગમાં ઉપદ્રવ કરનારા મનુષ્યોના પ્રાણનો સ્વયં પોતે ઘાત કરી નાખે છે. અથવા બીજા મનુષ્યો પાસે ઘાત કરાવી નખાવે છે. અથવા તેવા મનુષ્યોને જે કોઈ બીજા હણી નાખતા હોય તેને અનુમોદન આપીને તેવા મનુષ્યો અનેકો સાથે વેર બાંધતા હોય છે. અને તે વેરની. પરંપરા પછી ભાવોના ભવો સુધી ચાલે છે. વધ એ વેરનું કારણ બને છે, અને વધનું કારણ પરિગ્રહ બને છે. કોણકે પોતાના પિતા શ્રેણક મહારાજાને રાજ્ય તરફના તીવ્ર લોભને લીધે કેદખાનામાં નાખ્યા હતા ! અને પોતાના તાત જેવા તાતને તીવ્રતિતીવ્ર દુઃખો આપ્યાં હતા. જેનું શાસ્ત્રોમાં વર્ણન વાંચતાં પણ હૃદય કંપી ઊઠે છે. ભારત અને બાહુબલી બને દેવાધિદેવ તીર્થકરના પુત્રો અને તભવ મુક્તિગામી હોવા છતાં બન્ને વચ્ચે રાજ્યના લોભે બાર વર્ષ સુધી સંગ્રામ. ચાલ્યો છે, અને છેલ્લે એ મહાયુદ્ધની પતાવટ કરાવવા ઈન્દ્ર,
Page #110
--------------------------------------------------------------------------
________________
૭૧
મગલાચરણ
મહારાજાને વચમાં પડવું પડયું. આ ઉપરથી સમજવાનું એટલુ જ છે કે, લોભદશા કેટલી દુ:ખદાયી છે, અને તેના લીધે પ્રાણીઓને વિડંબના કેવી ભોગવવી પડે છે. !
વધારે પડતા પરિગ્રહના સંગ્રહ અને સંરક્ષણમાંથી અંદરની ધારા કેટલી રૌદ્ર બની જાય છે તે વિસ્તારથી સમજાવી ગયા. અને એવી ધારામાંથી કયારેક નરક ગતિના આયુષ્યનો બંધ પડી જાય છે. તેવા રૌદ્રધ્યાનના પરિણામથી ખચવું હોય, તો ગૃહસ્થોએ પોતાના નિર્વાહ કરવાના ધ્યેયથી સંતોષ વૃત્તિ રાખીને નીતિ ને ન્યાયને માગેથી અર્થાન કરવુ જોઇએ. નીતિના દ્રવ્યનો પ્રભાવ એ છે કે, તેવું દ્રવ્ય હાથમાં આવતાં કેટલીકવાર હિંસકના પરિણામ પણ અહિંસક બની જાય છે, અને અનીતિના દ્રવ્યનો દુષ્પ્રભાવ એવો છે કે, તેવું દ્રવ્ય હાથમાં આવતાં યોગી ભોગી બને છે.
દુષ્ટાં ત
એક મોટા શહેરમાં રાજાને ભવ્ય મહેલ ચણાવવાનો મનોરથ જાગ્યો. તેનો પાયો નાખવા માટે જ્યોતિષી પાસે મુહૂર્ત જોવડાવ્યું. મુહૂતના દિવસે વિધિ માટે જે પંડિતને ખોલાવવામાં આવ્યા તે પડિતે કહ્યું, રાજન ! તમારે ભવ્ય પ્રાસાદ ચણાવવો છે માટે પાયામાં નાખવા માટે નીતિનું દ્રવ્ય જોઇશે, અનીતિનુ ચાલશે નહીં. રાજાએ કહ્યું, આપણા ભંડારમાં દ્રવ્ય ઘણુ છે. પંડિતે કહ્યું એ દ્રવ્ય કાસ નહીં આવે. રાજ્ય ભંડારમાં તો તમારા સમગ્ર દેશનુ દ્રવ્ય ભેગું થએલુ હોય,
Page #111
--------------------------------------------------------------------------
________________
૭૨
મંગલાચરણ
-
~
તેમાં નીતિનું દ્રવ્ય હોય તો પણ ભેગું અનીતિનું મિક્ષ થએલું હોય. માટે આ ગામના નગરશેઠનું દ્રવ્ય ખૂબ વખણાય છે અને શેઠ નૈતિક દૃષ્ટિએ ખૂબ ઊંચું જીવન જીવનારા છે. તેમનું દ્રવ્ય ઉપયોગમાં લેવામાં આવે, તો મુહૂર્તની શુદ્ધિ બરાબર જળવાઈ રહે. અને તેવું નીતિનું દ્રવ્ય જે પાયામાં પડે, તો પ્રાસાદમાં રહેનારની ઉત્તરોત્તર ઉન્નતિ થતી રહે. રાજાએ પંડિતને કહ્યું કે, શેઠનું દ્રવ્ય નીતિનું અને મારા ભંડારનું દ્રવ્ય અનીતિનું ! પહેલાં તેની મને ખાત્રી કરાવી આપો. તે પછી જ હું તમારી વાત માન્ય કરી શકું.
શેઠને પણ ત્યાં બોલાવવામાં આવ્યા અને પાયામાં નાખવા માટે નીતિના દ્રવ્યની માગણી કરવામાં આવી. શેઠે તરત કહ્યું કોઈ જિન મંદિર જેવા ધમ સ્થાનના પાયામાં નાખવા દ્રવ્ય જોઈતું હોય તો જોઈએ તેટલું આપું. પ્રાસાદના પાયામાં નાખવા રાજ્યના ભંડારમાં દ્રવ્ય ઘણું છે, છતાં રાજ્યમાં મારે રહેવાનું છે, રાજાના હુકમને મારે માન દેવું પડશે. આવા સંસારિક કાર્યોમાં મારી ઈચ્છાથી હું દ્રવ્ય નહીં આપી શકું, અનિચ્છાએ આપવું પડે એ જુદી વાત છે.
શેઠની વાત રાજાને તદ્દન વ્યાજબી લાગી. રાજાએ શેઠને કહ્યું, હાલમાં પાયામાં નાખવા દ્રવ્ય જોઈતું નથી. પરીક્ષા માટે જોઈએ છીએ. શેઠે પોતાના ભંડારમાંથી એક સોનામહોર લાવી આપી અને રાજ્યના ભંડારમાંથી એક સોનામહોર મંગાવવામાં આવી. રાજા પંડિતને કહે છે હવે નીતિ અને અનીતિના દ્રવ્યની ખાત્રી કરાવી આપો. રાજા
Page #112
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
અને શેઠના વિશ્વાસુ માણસોને અન્ને સોનામહોરો સોંપીને કહેવામાં આવ્યું કે, આ બન્ને સોનામહોરો બહાર જઇને કોઈ એ વ્યક્તિને આપી દેજો. બન્ને સોનામહોરો ઉપર શેઠ અને રાજાના સિક્કા લાગેલા છે. અંદરખાને રાજાએ પોતાના માણસને કહી રાખેલું કે, કોઈ પવિત્ર પુરૂષના હાથમાં મારી સોનામહોર મૂકજે.
૭૩
રાજાના અને શેઠના માણસે બહાર જઈને કોઈ આશ્રમમાં રહેતા યોગીના હાથમાં રાજાની સોનામહોર મૂકી. અને ખભા ઉપર જાળ નાખીને માછલાં પકડવા જતા માછીમારના હાથમાં શેઠની સોનામહોર મૂકી. સવારના સમયેજ આવો સોનામહોરનો અણુધાર્યાં અપૂર્વ લાભ મળતાં મચ્છીમારનું મન અંદરથી જાણે આન વિભોર અની ગયું ! તેના માટે એ વાત કલ્પનાતીત હતી કે, આવો અપૂર્વ લાભ મને કુદરતે શા કારણે અપાવ્યો ? છતાં તેને મનમાં એટલું તો જરૂર થયું કે, આજનો દિવસ મારા માટે કોઈ અનોખો ઊગ્યો ! નહીં તો મારા જેવા પાપનો ધંધો કરનારાને આવો અપૂર્વ લાભ મળે કયાંથી ? શેઠનુ શુદ્ધ દ્રવ્ય હોવાથી તેનો સ્પર્શ થતાં તેના વિચારોમાં પરિવર્તન આવવા માંડયું. તેના મનમાં એવા સુંદર વિચારો આવવા લાગ્યા કે, “આ પાપનો ધંધો હવે મારે મૂકી દેવો છે. આ સોનામહોર મલતાં એક મહિનાના રોટલા તો મને મળીજ ગયા છે. આગળ ઉપર વળી કુદરત, શું મને સહાય નહીં કરે ? બિચારા માલાંઓને પકડું છું, ત્યારે, શું તે પ્રાણીઓનો તફડાટ હોય છે ? તે પ્રાણીઓ તે સમયે મૃત્યુના ત્રાસને કેવા અનુભવતા હોય
Page #113
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
છે ? પણ શું કરું, આજીવિકાના સાધનના અભાવે તેવો પાપનો ધંધો પણ મારે કરવો પડ્યો છે. હવેથી તો, તેવો પાપનો ધંધો હું નહીં જ કરૂં. જેવો મારો આત્મા તેવોજ તે પ્રાણીઓનો આત્મા છે. મને એવી રીતે કોઈ જાળમાં પકડે તો રિબામણ કેવી થાય ? કોઈ પણ પ્રાણીઓને હવેથી મારે પણ મૃત્યુનું દુઃખ આપવું નથી.” આવા શુભ વિચારોથી તે મચ્છીમારના જીવનમાં અજબ પરિવર્તન આવે છે, અને તેને કોઈ નિર્દોષ ધંધાની લાઈન મળી આવે છે. પછી તે તેવા પાપના ધંધાનો પરિત્યાગ કરી દે છે. નીતિના સદ્રવ્યનો માનવીના મનોગત પરિણામ ઉપર કેવો અપૂર્વ પ્રભાવ પડે છે, તે આ દૃષ્ટાંતથી વિચારી લેવાનું છે.
રાજાની સોનામહોર યોગીના હાથમાં મૂકવામાં આવી હતી. રાજાએ પહેલાંથી પોતાના માણસને કહી રાખેલું કે, કોઈ પવિત્ર પુરૂષના હાથમાં આપણું સોનામહોર મૂકજે. એટલે કોઈ જટાધારીને રાજાની સુવર્ણ મુદ્રિકાનું દાન કરવામાં આવ્યું હતું. સોનામહોરનો તેને સ્પર્શ થતાં જ તેના વિચારોમાં કોઈ અજબ ગજબનું પરિવર્તન આવવા લાગી ગયું ! તેની ભીતરની દુનિયામાં એક પ્રકારનું જાણે આંદોલન શરૂ થઈ ગયું. તેને મનમાં એવા ખોટા વિચારો આવવા લાગ્યા કે : "कई दिनोंसे मै तपोवनमें तप कर रहा हूं! योग साधनामी कई वर्षोसे कर रहा हूं। छोटी उमरमें ही मैंने कुटुम्बका मोह छोडके यह त्यागका रास्ता लिया हुआ है । प्रेयका मार्ग छोडके कई वर्षोसे मैने यह श्रेयका मागं लिया है ।
Page #114
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૭૫ ~~~~~ ~~~
~
~ मगर अभी तक इतने वर्षों में उसका कोइ वास्तविक फल मुझे नहीं मिला । केवल शरीरको इतने वर्षों में कष्ट ही कष्ट उठाना पड़ा है। आज भगवानने कुछ मेरे पर महेर कर दी है । मुझे आज यह सुवर्ण द्रव्य मिल गया, तो मै इसका लाभ क्यों न उठाऊं ? इतने वर्षोंकी साधनाका इस भवमें तो अभी तक कोइ फल दिखनेमें आया नहीं । अब अगले जन्ममें तो इसका फल मिलेगा या नहीं, यह कौन जान सकता है ? अगले जन्मके भरोंसे इस जन्मके सुखसे वंचित रहना, यह तो बडी भारी मूर्खता होगी ।"
આવા આવા વિચારોથી તે યોગીનું મગજ એકદમ ખરાબ થઈ ગયું. અફીણ અને ધુમ્રપાન જેવા શ્વસનો તો તેના જીવનમાં પહેલેથી હતા, અને હવે તો તે શરાબી બન્યો અને વારાંગનાઓના મોહમાં જાણે મસ્તાન બની ગયો. આ ઉપરથી સમજી લેવાનું કે અનીતિના દ્રવ્યનો કેવો કરૂણ અંજામ હોય છે !
આ બન્નેના જીવનનો હેવાલ રાજાને મલી ગયો. રાજાએ કબુલ કર્યું કે શેઠનું દ્રવ્ય ખરેખર ન્યાયપાર્જિત છે. રાજ્ય ભંડારના દ્રવ્ય ઉપર રાજાને સૂગ આવી ગઈ. પંડિતની વાત ઉપર પણ રાજાનો પૂર્ણ વિશ્વાસ બેસી ગયો. નીતિ અને અનીતિને દ્રવ્ય અંગે રાજાને ખાત્રી થઈ જતાં ગામના નગરશેઠ પ્રતિ મનમાં ખૂબ સદ્ભાવ પેદા થયો. રાજાએ શેઠનું ખૂબ બહુમાન કર્યું અને નાગરિકો સમક્ષ જાહેર કર્યું કે,
Page #115
--------------------------------------------------------------------------
________________
મોંગલાચરણ્
૭૬
આવા પુરૂષો શહેરના ગૌરવને વધારનારા હોવાથી સમસ્ત નાગરિકો માટે પ્રેરણાના સ્રોતરૂપ છે.
રાજાએ શેઠને આગ્રહ કર્યાં કે, આપની ધાર્મિકતા હું સમજી શકું છું. પણ પ્રાસાદના પાયામાં આપનુ દ્રવ્ય પડે તેવી મારી હાર્દિક ઈચ્છા છે. રાજ્યના ઉત્કર્ષ માં સમસ્ત પ્રજાનું હિત સમાએલું છે. રાજાના હુકમને માન આપી શેઠે ઉતારતાથી પોતાના ભંડારમાંથી દ્રવ્ય કાઢી આપ્યું. આ દૃષ્ટાંત પરથી સાર એ લેવાનો છે કે, નીતિના દ્રવ્ય નો શું પ્રભાવ હોય છે. અને અનીતિનુ દ્રવ્ય શરૂઆતમાં બે દિવસ સારૂ લાગે, પણ પિરણામે કેવું ખતરનાક હોય છે. માટે ગૃહસ્થોએ ન્યાય સંપન્ન વિભવવાળા મનવુ, એજ આ વિસ્તૃત વિવેચનનો સાર છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
શિષ્ટાચાર પ્રશંસક
| માર્ગાનુસારીના પાંત્રીસ બોલની વ્યાખ્યામાં પહેલા બોલ પર વિસ્તારથી વિવેચન કર્યું. પહેલો બોલ છે “ન્યાય સંપન્ન વિભવ” જે અત્યંત મહત્ત્વનો છે. તેની પર ત્રણથી ચાર દિવસ વિવેચન ચાલ્યું. ત્યારબાર શિષ્ટાચાર પ્રશંસક એ માર્ગનુસારીતાનો બીજો બોલ છે. વ્રત અને તપજપાદિ કરનાર જ્ઞાનવૃદ્ધ એવા પુરૂષોની સેવા કરતાંકરતાં પ્રાપ્ત કરેલ યોગ્ય શિક્ષાવાળા શિષ્ટ પુરૂષનું જે સદ્વર્તન તેને જ શિષ્ટાચાર કહેવામાં આવે છે. અથવા સજ્જનો જીવનમાં જે સદાચાર સેવતા હોય તેને જ શિષ્ટાચાર કહી શકાય. માર્ગાનુસારી પુરૂષ તેવા શિષ્ટ પુરૂષોના આચારવિચારને હંમેશાં પ્રશંસનારો હોય. કારણ કે, તેનામાં એવી સમજ હોય છે કે ઉત્તમ પુરૂષોના ગુણ ગાવાથી તે ગુણ આપણા જીવનમાં આવે છે. અને નિરંતર આપણા મુખેથી બીજાના દોષજ આપણે ગાયા કરીઓ તો સામાના જીવનમાં રહેલા દોષો આપણા જીવનમાં પ્રવેશે છે.
લોકાપવાદથી ડરતા રહેવું એ
સદાચારનો પહેલો પ્રકાર સદાચારની વ્યાખ્યા ફરમાવે છે કે : लोकापवाद भीरुत्वं, दीनाभ्युद्धरणादरः । कृतज्ञता सुदाक्षिण्यं, सदाचार प्रकीर्तितः ॥
Page #117
--------------------------------------------------------------------------
________________
૭૮
મંગલાચરણ
લોકાપવાદથી કરતા રહેવું. શિષ્ટ પુરૂષ લોકાપવાદને મૃત્યુ તુલ્ય ગણતા હોય છે. મૃત્યુથી તેઓ એટલા ભયભીત બનતા નથી જેટલા લોકાપવાદથી બને છે. લોકાપવાદને લીધે મનુષ્યની પ્રતિષ્ઠાને ધક્કો એવો લાગી જાય છે કે, તે લોકમાં ધિક્કારને પાત્ર બની જાય છે. લોક તરફથી અપવાદ આવે તેવા દુષ્કર્મો મનુષ્યોએ કરવા જ નહીં જોઈએ. કારણ કે રહેવું લોકમાં અને લોક તરફથીજ આપણું પર અપવાદ આવે, તો તેવાં આપણું જીવનનું મૂલ્યાંકન શું રહે ? કોઈ શરાબ પીનારો માણસ હોય એટલે લોકો તો બોલવાના જ છે કે, આ દારૂડિયો છે. કોઈ જુગાર ખેલતો હોય એટલે લોકો તેને જુગારી જ કહેવાના છે. ચૌર્ય કર્મ કરે તેની પર ચોરીનો અપવાદ લાગવાનો જ છે, કોઈ પરસ્ત્રી ગમન કરતા હોય, વેશ્યા ગમન કરતા હોય એટલે લોકો તેને ભ્રષ્ટાચારી જ કહેવાના છે. તેવા મનુષ્યોને ડગલે ને પગલે લોકાપવાદના પાત્ર બનવું પડે છે. તેવા મનુષ્યોની સમાજમાં ક્રેડીટ પણ રહેતી નથી. માટે લોકાપવાદથી ડરતા રહેવું જોઈએ.
લોકવિરૂદ્ધ કાર્યો જે જે કાર્યો કરવાથી આપણી પર લોકાપવાદ આવે તેવા લોકવિરૂદ્ધ કાર્યોનું પહેલાંથી જ સમજીને પરિત્યાગ કરવો જોઈએ. લોક તો કેટલીવાર ધાર્મિક કાર્યોનો પણ વિરોધ કરે છે. તેટલાથી આપણે ધાર્મિક કાર્યોનો પરિત્યાગ કરવાનો નથી. લોક તો દીક્ષા જેવા પવિત્ર કાર્યોનો પણ વિરોધ કરે છે, પણ તેવા શુભ કાર્યોને જ્ઞાની પુરૂષોએ લોકવિરૂદ્ધ કહ્યા નથી, માટે
Page #118
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૭૦
લોક જેનો વિરોધ કરે તેવા કાર્યો કરવાજ નહીં, તેવું એકાંતે માની લેવાનું નથી. પણ જ્ઞાની પુરૂષોએ જે જે કાર્યોને લોક વિરૂદ્ધ કહ્યા હોય, તેવા કાર્યોનો અવશ્ય ત્યાગ કરવાનો છે. લોકવિરૂદ્ધ કાર્યો અંગે પૂ. આચાર્ય ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ પંચાશક શાસ્ત્રમાં ફરમાવે છે કે :
सव्वस्सचेव निन्दा, विसेसओ तहय गुणसमिद्धाणं । उजुधम्मकरण हसणं, रीढा जण पूयणिज्जाणं ।।
સર્વ કોઈની નિંદા કરવી અને ખાસ કરીને જેઓ ગુણીજન હોય તેવા પુરૂષોની પણ નિંદા કરવી, જે જીવોને હજી ધર્મનું પુરું જ્ઞાન ન હોય અને સરલતાપૂર્વક ધર્મધ્યાન કરતા હોય તેવાને હસી કાઢવા કે કંઈ જાણતા નથી ને ધમ કરવા નીકળી પડ્યા છે. આવી રીતે તે જીવોની હાંસી ઉડાવવી, તે પણ લોકવિરૂદ્ધ કાર્ય છે. તેવા જીવોને વિધિવિધાનનું જ્ઞાન ન હોય, તો તેમને પ્રેમથી કહેવું જોઈએ કે ભાઈ, મુહપત્તિનું પડિલેહણ આમ નહીં ને આમ કરાય, ચૈત્યવંદનની વિધિ આમ નહીં ને આમ કરાય આવી રીતે સમજાવવામાં આવે, તો જે જીવો હજી ધર્મમાં જોડાયા હોય, તેમના ઉલ્લાસમાં વૃદ્ધિ થાય, અને ધીમે ધીમે તેમને વિધિ માર્ગનું જ્ઞાન થઈ જાય. જે પુરૂષો બહુજનમાન્ય હોય તેમની અવજ્ઞા કરવી, એ બધા લોકવિરૂદ્ધ કાર્યો છે.
बहुजणविरुद्ध संगो, देसाचारस्स लंघणंचेव । उवणभोओअतहा, दाणाइ वियडमन्नेओ ।।
Page #119
--------------------------------------------------------------------------
________________
76.
મંગલાચરણ
લોક સમુદાયમાં ઘણા જનો જેનો વિરોધ કરતા હોય, તેવાનો સંગ કરવો, અથવા ઘણા લોકોથી વિરૂદ્ધ વર્તન કરનારનો સંગ કરવો, પ્રસિદ્ધ દેશાચારનું ઉલ્લંઘન કરવું, નિર્લજપણે ભોગ ભોગવવા, પોતાની પાસે દ્રવ્ય હોવા છતાં દાન ન આપવું, સાધુ પુરૂષો પર સંકટ આવે ત્યારે મનમાં આનંદિત થવું, શક્તિ હોવા છતાં તેનો પ્રતિકાર ન કરવો અથવા સાધુ પુરૂષોને સતાવવામાં આનંદ માનવો, આ બધા કાર્યોને શાસ્ત્રોમાં લોકવિરૂદ્ધ કહ્યા છે. તેવા કાર્યો કરનારને લોકાપવાદના ભાગી બનવું પડે છે. માટે લોકાપવાદથી કરતા રહેવું એ સદાચારનો એક પ્રકાર છે. દીન, અનાથ અને નિરાધાર મનુષ્યોનો ઉદ્ધાર કરવામાં અત્યંત આદરવાળા બનવું, કૃતજ્ઞતા અને સુદાક્ષિણ્યતા સદાચાર કહેવામાં આવે છે તેમાં કૃતજ્ઞતા યાને સામાના અલ્પ પણ ઉપકારને ભૂલી ન જવું, અને દાક્ષિણ્યતા યાને મનમાં મત્સરભાવ રાખ્યા વિના ધીર ગંભીર એવા ચિત્તથી પરોપકારાદિ કરતા રહેવું, અથવા કોઈને આપણી જરૂર પડી હોય તો અડધી રાતે પણ તેનું કાર્ય કરી આપવું તે સુદાક્ષિણ્યતા, ખોટી રીતે કોઈને દાક્ષિણ્યમાં આવવું તે ગુણ નહીં પણ સુદાક્ષિણ્યતા એ મહાન ગુણ છે. તેમાં પાછો માત્સર્ય ભાવ મનમાં નહીં લાવવાનો. સામી વ્યક્તિને એમ નહીં કહેવાનું કે, તારા કેટલા સબંધીઓ હતા, કોઈ આવા સમયે તારે કામ ન આવ્યું. અને મેં તારું કાર્ય કરી આપ્યું. કાર્ય કરી આપવું એ બરાબર, પણ ઉપરથી આવું સંભળાવવું એ બરાબર નથી. એટલે ધીર ગંભીર એવા ચિત્તથી કોઈનું કાર્ય કરી
Page #120
--------------------------------------------------------------------------
________________
મ ગલાચરણ
આપવું, તે જ ખરું સુદાક્ષિણ્ય. આ બધા ગુણોને સદાચારમાં ગણ્યા છે. અને શિષ્ટજનો તેવા સદાચારથી વિભૂષિત હોય છે.
સજજનોનું અસિધારા વ્રત યોગી શ્રી ભર્તુહરી નીતિશતકમાં લખે છે કે, તલવારની ધાર પર ચાલવા જેવું આ તીક્ષ્ણવ્રત સતપુરૂષોને કોણે શિખવ્યું હશે ? અર્થાત્ કોઈએ શિખવ્યું નથી, પણ તેમના જીવનમાં તેવું અસિધારા વ્રત સ્વભાવસિદ્ધ હોય છે. કયું તે વ્રત ? તે અંગે લખે છે કે :
प्रियान्याय्या वृत्तिर्मलिन मसुभोऽप्यसुकरं, त्वसन्तोनाभ्यर्थ्याः सुह्रदपि नयाच्य कृषधनः । विपद्युच्चैः स्थेयं, पदमनुविधेयंच महतां, सतां केनोद्धिष्टं, विषममसिधाराव्रतमिदम् ।।
ન્યાયથી આજીવિકા ચલાવવી એ જ સજ્જનોને પ્રિય હોય છે. જ્યારે આજે તો મોટા ભાગના મનુષ્યો એમજ માની બેઠા છે કે, ન્યાયથી વર્તવા જઈએ તો જીવન નિર્વાહ ન થઈ શકે. પણ તે મોટામાં મોટી ભ્રમણા છે.
નીતિ ને ન્યાયથી વર્તનાર પોતાનું અને પોતાના કુટુમ્બીઓને નિર્વાહ સુખેથી કરી શકે. પણ આજે નિર્વાહના દયેયથી જ અર્થાર્જન કરનારા કેટલા છે? મોટા ભાગનાને ધન ભેગું કરવું છે, પછી ન્યાયથી આજીવિકા
Page #121
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨
ન જ ચાલે, એ વાત જ કયાં રહી.
જે સજ્જન હોય તે પણ પોતાની આજીવિકા ચલાવે, પણ ન્યાયથી. તેને ફિકર પેટ ભરવાની જ હોય, પેટી–પટારા ભરવાની નહીં ! માટે જ ભતૃહિર લખી ગયા છે કે, ન્યાયપૂર્વકની આજીવિકા જ જેમને પ્રિય છે, પ્રાણ ક'ઠે આવી જાય તેવા સમયે પણ જેઓ નિન્દ્રિત કાર્ય આચરતા નથી, આર્થિક સ્થિતિ ગમે તેવી નમળી હોય છતાં દુનની આગળ યાચના કરવી નહીં એવો દૃઢ નિયમ જેમણે ધારણ કરેલો હોય છે; અરે ! દુનની આગળ હાથ લાંખા કરવાની તો વાત કયાંય રહી, પોતાનો મિત્ર પણ કેમ નથી હોતો, તે પણ આર્થિક દૃષ્ટિએ ક્ષીણ થઈ ગયેલો હોય, તો તેવા મિત્ર પાસે પણ માગવું નહીં.
અશુભના ઉદયને ધર્મીજીવ નિરાનો અપૂર્વ અવસર સમજે
આપત્તિના સમયે પણ ઉત્તમ સ્થાનને ન છોડવું આજે જરાક સંકટ આવે કે, મનુષ્યો ધર્મ છોડી દે છે. પણ તેમણે સમજવું જોઈએ કે, અશુભ કર્મના ઉદયે સંકટ આવે છે. અને તેવા પ્રસંગે પરિત્યાગ કરવો હોય તો અશુભ કર્માનો પરિત્યાગ કરી દેવો, એટલે સંકટ આવવાનું કોઈ કારણ જ ન રહે. આ તો તરત બેલી નાખે કે, ધીને ત્યાં ધાડ ને પાપીને શ્રી કેળાં ! અથવા જુના જમાનાની કહેવતો યાદ કરે. ભાઈ, આ તો નમાજ પઢવા જતાં મસ્જિઢ કોટે
Page #122
--------------------------------------------------------------------------
________________
૮૩
મગલાચરણ
વળગી ! એટલે ધર્મ કરવા જતાં ધાડ પડી ! મેઘકુમારના જીવે હાથીના ભવમાં એક સસલાને બચાવવા જતાં પોતાના પ્રાણ આપી દીધા, છતાં ઉચ્ચ ભાવનાનો ત્યાગ ન કર્યો. એક તિય ચ ગતિના જીવે સસલાને બચાવવા જતાં પોતાની પર મૃત્યુનુ સંકટ આવી પડવા છતાં, લેશ્યા ટકાવી રાખી. જ્યારે આપણે મનુષ્યો હોવા છતાં, જરાક આપણી પર સકટ આવી પડે ત્યાં હો હા કરી મૂકીએ છીએ, અને ધર્મ ભાવનાથી પણ વિચલિત બની જઈએ છીએ. કેટલીબધી આપણી નબળાઈ કહેવાય ? ખરા સત્પુરૂષો તે કહેવાય, જે ગમે તેવી વિપત્તિના સમયે પણ પોતાના ઉચ્ચ જીવનનો પરિત્યાગ ન કરે, અને મહાપુરૂષોના માર્ગોને અનુસરે. મહાપુરૂષો જે માગે ચાલ્યા હોય, તે મને અનુસરનાર પ્રાય: દુ:ખી ન થાય.
અશુભના ઉદયે દુઃખ આવી પડે તો ધર્મી જીવ તેને નિરાનો અપૂર્વ અવસર સમજે. પોતાનો સારો વખત હોય ને લેણદાર ઉઘરાણીએ આવે તેમાં જે ખરો શાહુકાર હોય તે જરાયે મોઢું ન બગાડે. તેવી રીતે જે જીવ મનુષ્યભવાદિની સામગ્રી પામેલો હોય અને કર્માંના વિપાક સબધી અને તત્ત્વ સંબંધી સમજ પણ મેળવેલી હોય, તેવા સમયે કર્માં ઉદયમાં આવ્યા હોય એટલે ધર્મી જીવ એમજ સમજે કે, આ કનિર્જરાનો મને એક અપૂર્વ અવસર મળ્યો છે, પણ જો તિર્યંચાદિ અન્ય કોઈ ભવમાં કર્યાં ઉદયમાં આવ્યા હોત, તો હું આ ધ્યાનમ પડીને અનેકગણાં નવાં કર્યાં ખાંધત. મનુષ્ય ભવ પણ કેટલાક જીવોને એવા અનાય દેશમાં મલ્યો હોય છે અથવા આય
Page #123
--------------------------------------------------------------------------
________________
८४
મંગલાચરણ
દેશમાં પણ ભિચારા એવા અધમ કુળોમાં જનમ્યા હોય છે કે, જે કુળોમાં કર્મોના વિપાક સંબંધી અથવા તત્વ સંબંધી લેશ પણ સમજ હોતી નથી. તેવા સમયે કર્મો ઉદયમાં આવ્યા હોય, તો તત્વની સમજના અભાવે તેવા. જીવો મનુષ્ય ભવમાં પણ હાયહોય કરીને અનેક ગણું નવા કર્મો બાંધે ! અશુભના ઉદયે ઉપરાઉપરી દુઃખો આવવા. છતાં, સમતા ભાવમાં રહીને અંદરના પરિણામ ટકાવી રાખવા, એ સહેલી વાત નથી. ખરી ધર્મની લેણ્યા વાળો જીવ હોય. તે જ પોતાના પરિણામને બગડવા ન દે. અને સમતા. ભાવમાં પોતાના આત્માને રાખીને થોકબંધ નિર્જરા સાધી
શકે.
કર્મોદયની અસર આત્માપર છે જ
વિભાવ દશાને લીધે આત્માએ પોતે જ કર્મો બાંધેલા હોવાથી તે ઉદયમાં આવતાં આત્માના પરિણામ પર તેની અસર પડ્યા વિના રહેતી નથી. કોઈ એવી પ્રરૂપણ કરતા. હોય કે, કર્મોદયની અસર આત્મા પર પડતી જ નથી, તો સમજવું કે, તેઓ તદ્ધ એકાંત વાદી છે. કર્મોદયની અસર આત્મા પર ન હોય તો આ સંસાર જ ન હોય ! તો પછી આ અનાદિનો રખડપાટ કોને આભારી છે ? તેઓ એમ કહે કે, રાગદેષને કારણે જીવનો સંસાર છે, તો રાગદેષ જીવમાં ક્યાં કારણે છે ? ત્યાં એમ માનવું જ પડશે કે રાગદ્વેષ જીવમાં કર્મોદયને કારણે છે, જે તેમ ન હોય, તો રાગ ને દેવ જ્ઞાન ને દર્શનની જેમ જીવનો સ્વભાવ થઈ પડશે. તે તો
Page #124
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૮૫
ત્રણ કાળમાંયે માની શકાય તેમ નથી. જ્ઞાન દર્શન ને ચારિત્ર જ જીવમાં સ્વતત્વભૂત છે. રાગ, દ્રેષ, ક્રોધ, માન, માયા, લોભ એ બધા વિકારી ભાવો ઔદયિક ભાવ સ્વરૂપ છે. ઔદયિક ભાવો કે જે મોહનીયાદિ કર્મોદયને કારણે જીવમાં ઉત્પન્ન થાય છે, તે ભાવો જીવના સ્વભાવભૂત કેમ હોઈ શકે? તે તે ભાવો આત્મામાં ઉત્પન્ન થવામાં કર્મોદયનું નિમિત્ત ન માનવામાં આવે અને તે તે કર્મોદયની અસર આત્મા પર માનવામાં ન આવે તો તે વિકારી ભાવો જરૂર આત્માના સ્વભાવ રૂપ થઈ જાય. સ્વભાવનો કોઈ પણ કાળે નાશ થઈ શકે નહીં. રાગદેષાદિનો નાશ ન થાય એટલે મોક્ષ માર્ગમાં પુરુષાર્થ કરવાથી પણ આત્માને શો લાભ થવાનો ? માટે એકલા ભાવકર્મથી જીવનો સંસાર માનનાર મિથ્યાષ્ટિ છે. જીવ અને કર્મના પરસ્પરના નિમિત્તથી
બન્નેના પરિણામો
દિગમ્બર સંપ્રદાયના મહાન આચાર્ય કુંદકુંદાચાર્યજીએ સમયસારમાં લખ્યું છે કે :
जीवपरिणामहेर्नु कम्मत्तं पुगाला परिणमंति ।। पुगालकम्म निमित्तं तहेवजीवोवि परिणमइ ।।
જીવના પરિણામના નિમિત્તથી કાશ્મણ વર્ગણાનાં પગલો કર્મપણે પરિણમે છે. અને જીવ, અણુ પુદ્ગલ કર્મના નિમિત્તથી પરિણમે છે. તે પછીની ગાથામાં લખે છે કે :
Page #125
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
णवि कुम्वइ कम्मगुणेजीवो, कम्मतहेवजीवगुणे । अण्णोण्ण णिमित्तणदु, परिणाम जाण दोण्हंपि ॥
જીવ કર્મના ગુણને કરતો નથી તેમજ કર્મ જીવના ગુણને કરતા નથી, પરંતુ પરસ્પર નિમિત્તથી બન્નેના પરિણામે, થતા હોય છે. કુંદકુંદસ્વામીએ કેટલી સ્પષ્ટ વાત કરી છે, આવી રીતે જીવ અને પુગલના પરસ્પરના નિમિત્તથી પરિણામ ન થતા હોય તો સંસાર પર્યાય જ ઘટે નહીં, અને બંધમોક્ષની વ્યવસ્થા પણ ઘટી શકે નહીં. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ આ વાતને સ્વવિરચિત આત્મસિદ્ધિમાં તદન સ્પષ્ટ કરી નાખી છે કે :
ઝેર સુધા સમજે નહીં,
જીવ ખાય ફળ થાય, | એમ શુભાશુભ કર્મનું, - ભોક્તા પણું જણાય છે
ઝેર કે સુધા જડ હોવાથી કાંઈ સમજતા હોતા નથી. છતાં તેનું ભક્ષણ કરનાર જીવને તેનું ફળ મળે જ છે. બસ એવી જ રીતે શુભાશુભ કર્મનું ભોક્તાપણું પણ જીવને બરાબર ઘટે છે. દુનિયામાં એક રાજા ને એકરંક, એક બુદ્ધિમાન ને એક બુદ્ધિમંદ, એ બધા જે ભેદો છે તે કોઈ પણ પ્રકારના અદૃષ્ટ કારણને માન્યા વિના શી રીતે ઘટી શકે ?
Page #126
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૮s.
કર્મોના ક્ષય ક્ષયોપશમથી પ્રગટતા આત્મિક ગુણો
| નિશ્ચયનયની દૃષ્ટિએ જોકે જીવ કર્મના ગુણને કરતો નથી, અને કર્મ જીવના જ્ઞાનાદિ ગુણને કરતા નથી. નિશ્ચયનયની દૃષ્ટિએ આ વાત જેટલી સત્ય છે તેટલી જ વ્યવહારનયની દૃષ્ટિએ એ વાત પણ તદ્દન સત્ય છે કે, જેમ જેમ મોહનીયાદિ કર્મોનો ક્ષય ક્ષયોપશમ અથવા ઉપશમ થાય, તેમ તેમ આત્મિક ગુણ પ્રગટે છે. એટલે કે કર્મો ભલે આત્માના ગુણને કરતા નથી, કારણ કે, આત્માના ગુણો અત્માની અંદર સત્તામાં રહેલા છે. જેમ જેમ આત્મા પરથી કર્મોનાં આવરણો હઠતાં જાય તેમ તેમ ગુણો પ્રગટતા જાય છે. કર્મોનો ક્ષય થાય તો ક્ષાયિકભાવે ગુણ પ્રગટે છે. અને ક્ષયોપશમ થાય તો ક્ષયોપથમિક ભાવે પ્રગટે છે અને ઉપશમ થાય તો ઔપથમિક ભાવે ગુણ પ્રગટે છે. ઉપશમ મોહનીય કર્મનું જ થાય છે, એટલે ઔપથમિક ભાવે સમ્યક્ત્વ ગુણ પ્રગટે છે. જ્ઞાનાવરણયાદિ કર્મોનો ક્ષય અથવા ક્ષયોપશમન થાય છે. એટલે ક્ષાયિક અથવા ક્ષાયોપથમિક ભાવે જ્ઞાનદર્શનાદિગુણ પ્રગટે છે. ઔદયિક ભાવમાં ન જોડાતાં જીવ પોતાના સ્વભાવમાં
સ્થિત બને તે જીવ માટે અત્યંત હિતાવહ
તેવી રીતે નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા કર્મોના ગુણને કરતો નથી, પણ પૂર્વનાં કર્મો ઉદયમાં આવતાં આત્મામાં રાગદેષાદિને વિકારી ભાવો ઉત્પન્ન થાય છે. અને તે ભાવોન
Page #127
--------------------------------------------------------------------------
________________
૬૯
મંગલાચરણ
કારણેજ નવા કર્મોનો-જીવને બંધ પડે છે. એટલે રાગદેષની પરિણતિવાળો જીવજ નવા કમેને ઉત્પન્ન કરે છે, એટલે લખવું પડ્યું કે : કર્તા ભોક્તા કર્મનો
વિભાવ વર્તે જ્યાંહી, વૃત્તિ વહી નિજ ભાવમાં
થયો અકર્તા ત્યાંહી.
જીવમાં રાગાદિ વિભાવ વતે છે ત્યાં સુધી જીવ આઠે કર્મોનો કર્તા છે જ, અને તે નિમિત્તે ઉત્પન્ન થતા રાગાદિના પરિણામો પણ જીવ કર્તા છે જ. રાગદેષાદિ ભાવકર્મ છે, તો જ્ઞાનાવરણીય મોહનીય આદિ દ્રવ્યકર્મ છે. શરીર મન વચનાદિ નોકર્મ છે. ભાવ કર્મના નિરોધથી દ્રવ્ય કર્મનો નિરોધ થાય છે અને દ્રવ્ય કર્મોને નિરોધથી સંસારનો નિરોધ થાય છે અને સંસારનો નિરોધ થતાં આત્માનો મોક્ષ થાય છે. માટે જીવમાં વિભાવ છે ત્યાં સુધી જીવ કર્મનો કર્તા છે જ, અને કર્તા બને તેને ભોક્તા પણ બનવું પડે છે. અંદરની વૃત્તિ જેવી નિજ ભાવ તરફ વળે છે, ત્યાં જીવ કર્મનો અકર્તા ઠરે છે. અને જ્ઞાતા દ્રષ્ટા બની પોતાના સ્વરૂપમાં સ્થિત બને છે.
જીવ પોતાના સ્વભાવ અને ઔદાયિક ભાવનું પૃથક્કરણ કરી કર્મોદયને લીધે આત્મામાં ઉત્પન્ન થતા કષાયાદિ ઔદાયિક ભાવોમાં ન જોડાય અને પોતે
Page #128
--------------------------------------------------------------------------
________________
ભગલાચરણુ
પોતાના સ્વરૂપમાંજ સ્થિત રહે, તે જીવ માટે અત્યંત હિતાવહ છે. જીવ પોતાના સમ્યગ્જ્ઞાન દર્શનાદિ શુદ્ધ સ્વભાવમાં સ્થિત રહે, તેમાં તો જીવનું પ્રતિક્ષણે પ્રતિ સમયે કોટી કલ્યાણ છે અને આખરે પદ્મ નિર્વાણ છે.
ભવ પર પરાના ઉચ્છેદનો અમોધ ઉપાય
૮૯
આત્મા અનાદિથી છે. આત્મા સાથે કર્મનો યોગ પણ અનાદિથી છે, અને સંસાર પણ જીવને અનાદિથી વળગેલો છે. ક`મય સંસાર છે અને સંસારના નિમિત્તે જીવને પુનઃ પુનઃ અનંતાનંત દુઃખો ભોગવવાં પડે છે. માટે આ ભવપરંપરાના મૂળ કારણભૂત જો કોઈ હોય, તો તે રાગ ને દ્વેષ છે. આ વાત પ્રશમરતિ શાસ્ત્રમાં પૂજ્યપાદ દસ પૂર્વાંધર ઉમાસ્વાતિજીએ કરમાયેલી છે કે :
कर्ममय संसार, संसारनिमित्तकं पुनः र्दुखम् । तस्माद् रागद्वेषादयस्तु भवसन्ततेर्मूलम् ॥
રાગને દ્વેષ ભવપરંપરાના મૂળ હેતુ એટલા માટે છે કે, તેના કારણે જીવને કર્મ બંધ થાય છે, અને બંધને કારણે જન્મમરણની પરપરા ઊભી થાય છે. અને જન્મમરણને કારણે દુઃખની પરંપરા સર્જાય છે. માટે વ્યાધિનો મૂળમાંથી ક્ષય કરવો હોય, તો સૌથી પહેલાં રાગદેષનો મૂળમાંથી ઉચ્છેદ કરવો. મહા ભયંકર દોષોના સંચયની જે જાળ છે, તેના ઉચ્છેદ માટેનો ઉપાય પૂ. ઉમાસ્વાતિજી પ્રશમરતિ
Page #129
--------------------------------------------------------------------------
________________
૯૦
શાસ્ત્રમાં ફરમાવે છે કે
મંગલાચરણ
शक्यमप्रमत्तेन ।
एतद्दोषमहासञ्चयजालं प्रशमस्थितेन, धनमप्युद्वेष्टयितुं निरवशेषम् ।।
રાગન્દેષાદિ દોષોના સંચયની મહાજાળ જે અત્યંત નિખિડમાં નિખિડ હોવા છતાં, અપ્રમત્તતાના શિખરે પહોંચેલા અને પ્રશમભાવમાં સ્થિત બનેલા મહાપુરૂષો, તે જાળનો મૂળમાંથી ઉચ્છેદ કરી નાખે છે. તેનો ઉચ્છેદ થતાં ભવપરંપરાનો પણ ઉચ્છેદ થઈ જાય છે.
તપસ ચમના માર્ગમાં પરાક્રમ કર્યા વિના ક ખપતા નથી
8
જીવની સાથે કનો યોગ અનાદિથી હોવા છતાં જૈન દનની આ મૌલિક પ્રરૂપણા છે કે, અનાદિ કર્મીયોગનો પણ અંત કરીને જીવ સાદિ અનંતમે ભાગે સિદ્ધ થઈ શકે છે, અને જન્મમરણના ફેરામાંથી કાયમી મુક્તિ મેળવી શકે છે. ખાણમાંથી સુવર્ણ પહેલ વહેલુ' મહાર નીકળે ત્યારે તેની સાથે પાષાણુરૂપ પરદ્રવ્યનો અથવા મૃત્તિકારૂપ પરદ્રવ્યનો અનાદિથી યોગ હોય છે, છતાં તેજામાદિ દ્રવ્યોના પ્રયોગ વડે તે અનાદિના યોગનો પણ વિયોગ સાધી શકાય છે, અને મૃત્તિકારૂપ પરદ્રવ્યથી સુવર્ણને અલગ પાડી શકાય છે. તેવી રીતે સમ્યગજ્ઞાન ક્રિયાના પ્રયોગ વડે અનાદિ કયોગનો પણુ વિયોગ સાધીને આત્માને સિદ્ધ નિરંજન બનાવી શકાય છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
એટલીવાત જરૂર છે કે, તપ સંયમના માર્ગોમાં અથવા સભ્યજ્ઞાન ક્રિયાના મામાં પુરુષાર્થ કર્યા વિના કોઈ પણ આત્માઓ ક ખપાવી શકયા નથી, ખપાવી શકતા નથી અને ખપાવી શકવાના પણ નથી. એકલી શુદ્ધ યુદ્ધ નિરજનની વાતો કરે આત્મા શુદ્ધ યુદ્ધ નિર્જન બનતો નથી. પૂના સંચિત કર્મોને તપ સંયમવડે ખપાવનારા મહાપુરૂષો જ સિદ્ધ નિરંજન દશાને પામી શકે છે.
અધ ઔપચારિક તો મોક્ષ પણ ઔપચારિક
૯૧
શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા પોતાના સ્વભાવનો કર્યાં છે. તેજ આત્મા અશુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ રાગદેષાદ્વિરૂપ ભાવકનો કર્તા છે. અને તેજ આત્મા અનુપચિરત અસદ્ભૂત વ્યવહારનયની દૃષ્ટિએ જ્ઞાનાવરણીય તથા મોહનીયાદિ આઠ કનો પણ કર્યાં છે. સ્વરૂપે આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે પણ સ્વરૂપને ભૂલીને અનાદિથી કર્તા ભોક્તા બની બેઠો છે. માટે પ્રવાહની દૃષ્ટિએ કનો બંધ અનાદિથી ચાલ્યો આવે છે, તે ખંધ કાંઈ તદ્ન ઔપચારિક નથી. જો બંધ ઔપચારિક હોય તો મોક્ષ પણ ઔપચારિક ઠરે. પછી તો મધ અને મોક્ષની આખી વ્યવસ્થાજ તૂટી જાય. આત્મા ચૈતન્ય છે. અને આઠે ક જડ છે. જડ જડભાવમાં અને ચેતન. ચેતનના ભાવમાં તે વાત કોઈ અપેક્ષાએ ખરાખર છે, ખાકી તે વાત એકાંતે માનવામાં આવે તો તેવો એકાંતવાદ જૈન દનને માન્ય નથી. જૈન દનને તો મ જડ હોવા છતાં તેનો આત્માની સાથે ક્ષીર નીરની પેઠે એક ક્ષેત્રાવગાહીપણે
Page #131
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
સબંધ માન્યો છે. જેમ ક્ષીર અને નીર એકાકાર થઈ જાય, તેમ કર્મ પુગલો અને આત્માના પ્રદેશો એકમેક જેવા થઈ ગએલા છે, અથવા લોહાગ્નિવત્ સંબંધ માન્યો છે. - લોઢાના ગોળાને તપાવવામાં આવે એટલે અગ્નિ લોખંડના અણુએ અણુમાં વ્યાપી જાય છે, તેવી રીતે કર્મ પુદ્ગલો પણ આત્માના પ્રદેશ પ્રદેશમાં વ્યાપેલા છે. સર્પ અને કંચૂક જેવો, જીવ અને કર્મનો સંબંધ હોત તો ઔપચારિક બંધ કહેવાત, તેવો સંબંધ જૈન દર્શને માન્ય કર્યો નથી. સર્પના શરીર પર કાંચળી ફરી વળે તેમ જીવને કર્મો એકલા બહારથી જ લાગેલા હોય અને તેનો સંબંધ તદ્દન ઔપચારિક હોય, તો તે કર્મો ઉદયમાં આવતાં જીવને સિફ સામાન્ય એવી બાહ્ય વેદનાજ ભોગવવી પડે, પછી તેને અકળાવવું ન પડે, પણ તેવું એકાંતે છે નહીં તીવ્ર અશાતાના ઉદય કાળમાં જીવને રીબામણનો કોઈ પાર રહેતો નથી. કેવળ બહારથી દુઃખ ભોગવતા હોય છે તેવું નથી હોતું. આંતરિક વેદના પણ એટલીબધી તીવ્ર હોય છે કે, કેટલીકવાર તે જીવો કરૂણ સ્વરે કલ્પાંત કરતા હોય છે અને રોમરોમમાંથી અગન વર્ષા થતી હોય છે. તે વેદના તે જીવો માટે અસહ્ય થઈ પડે છે. સર્પ અને કંચૂકની જેમ કર્મનો બંધ તદ્દન ઔપચારિક હોય તો આવી વેદનાઓ જીવને ભોગવવી જ શા માટે પડે ? માટે જડ કર્મ આત્માને શું કરે ? કર્મની અસર આત્માપર છે જ નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ત્રણ કાળમાં કાંઈ ન કરી શકે. આ બધો વદતોવ્યાઘાત છે. દ્રવ્યનો અગુરુલઘુસ્વભાવ એવો છે કે એક દ્રવ્ય પર દ્રવ્ય સ્વરૂપે ત્રણ કાળમાંએ
Page #132
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પલટાઈ ન જાય એ વાત તદ્દન બરાબર છે. પણ એટલા માત્રથી એક દ્રવ્ય બીજા દ્રવ્યને સહાયરૂપે અથવા બાધારૂપે ન થાય તેવી વાત જૈન દર્શનને માન્ય નથી. એક દ્રવ્ય અન્ય દ્રવ્યને સહાયરૂપ અથવા બાધારૂપ જરૂર થાય છે.
કર્મવાદને ન સમજ્યા તે અધ્યાત્મવાદને
કયાંથી સમજી શકવાના ? જ્ઞાની મહાપુરૂષો ગમે તેવા કર્મના ઉદયકાળને સમતા. ભાવે ભોગવી લે છે. શરીરમાં તીવ્ર વેદનાના સમયે પણ તેઓ મનમાં વિષમ ભાવને આવવા દેતા નથી, એ બધી વાત બરાબર છે. પણ એટલા માત્રથી કર્મોદયની અસર જ આત્મા પર ન હોય તે અનંતાનંત દુઃખો જીવને શા કારણે ભોગવવા પડે છે ? એકને આખા દિવસમાં જ્ઞાનની સો ગાથાઓ કંઠસ્થ થઈ જાય છે, બીજાને એક ગાથા ચડતી નથી તેનું કારણ શું ? ત્યાં કહેવું જ પડશે કે, એકને જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ઉદય છે, અને બીજાને ભવાંતરની જ્ઞાનની આરાધનાના યોગે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થએલો છે. કર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તો તરત
ખ્યાલ આવી શકે છે, કર્મ જડ હોવા છતાં આત્મા પર તેનો કેટલો પ્રભાવ પડે છે ! જ્ઞાનાવરણીય મોહનીય વગેરે ઘાતી, કર્મો પણ જડ છે, પણ તે કર્મો નથી ખપતા ત્યાં સુધી સ્વરૂપે બધા જીવો કેવલજ્ઞાન સ્વરૂપી હોવા છતાં કોઈ પણ જીવો કેવલજ્ઞાન પામી શકતા નથી. તે ઘાતી કર્મોની ઉત્તર પ્રકૃતિઓમાં કેટલીક દેશઘાતી હોય, કેટલીક સર્વઘાતી હોય.
Page #133
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
શું તે કર્મો આત્માને કોઈ અસરજ કરતા નથી ? તો તો શું જોઈએ? જો કર્મની અસરજ આત્મા પર ન હોત, તો અત્યારે બધા જીવો સિદ્ધ નિરંજન ન હોત કર્મની અસર આત્માના પરિણામ પર નહીં માનનારા ખરી રીતે કર્મવાદને સમજ્યા જ નથી. અને કર્મવાદને નહીં સમજનારા અધ્યાત્મવાદને શું સમજી શકવાના છે ? તેઓ પોતાને ભલે આધ્યાત્મિક કહેવડાવતા હોય, પણ સાચા અધ્યાત્મિક બનવું એ સહેલી વાત નથી. સાંખ્ય દર્શનની માન્યતા મુજબ આત્મા
અકર્તા અને અભોક્તા આત્માને કર્મનો કર્તાભોક્તા માનવામાં ન આવે તો સાંખ્ય દર્શન અને જૈન દર્શન વચ્ચે કોઈ અંતર જ રહેતું નથી. સાંખ્ય દર્શન આત્માને અકર્તા અને અભોક્તા માને છે, અને સત્વ, રજ અને તમ સ્વરૂપ પ્રકૃતિને જ કર્તા માને છે. સાંખ્ય દર્શનની માન્યતા પ્રમાણે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેમાંથી અહંકારાદિ ઉત્પન્ન થાય છે. અને તેમાંથી આખો સંસાર ઊભો થાય છે. બુદ્ધિને તેઓ ઉભયમુખ દર્પણકાર માને છે. તેમાં એક બાજુ સુખદુઃખાદિ પ્રતિબિંબિત થાય છે અને બીજી બાજુથી આત્મા પોતે તેમાં સાંખ્ય દર્શનની માન્યતા પ્રમાણે પ્રતિબિંબિત થાય છે. સુખદુઃખાદિનો ઉપભોગ બુદ્ધિ કરતી હોય છે, પણ તેમાં પોતાનું પ્રતિબિંબ પડવાને લીધે આત્મા એમ માની બેસે છે કે, સુખદુઃખાદિ હું પોતે ભોગવી રહ્યો છું. આત્માને સાંખ્ય દર્શનની ભાષામાં
Page #134
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પુરૂષ કહેવામાં આવે છે. સુખદુઃખાદિનો ભોગ બુદ્ધિ કરે છે અને પુરૂષ આત્મા બ્રાંતિને લીધે માની લે છે કે, સુખદુઃખાદિ હું ભોગવી રહ્યો છું. બસ આને જ સાંખ્ય દર્શનમાં પુરૂષ અને પ્રકૃતિ અંગેનું ઘોર અજ્ઞાન કહેવામાં આવે છે. જ્યારે પુરૂષઆત્માને એવું ભેદવિજ્ઞાન થઈ જાય કે, સુખદુઃખાદિનો ઉપભોગ પ્રકૃતિ કરે છે, હું આત્મા અકર્તા અને અભોક્તા છું, તેને સાંખ્ય દર્શનમાં વિવેકખ્યાતિ કહેવામાં આવે છે. જો કે, સાંખ્ય દર્શન પણ આત્માને અમૂર્તિક માને છે અને તે જ આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે તેમ પણ માને છે. ખરી રીતે જે અમૂર્તિક તત્વ હોય તેનું પ્રતિબિબ શી રીતે પડે ! આ બાબતમાં તેમણે સૂકમ દૃષ્ટિથી વિચારવાનું રહે છે. બસ, તેવી જ રીતે જૈન દર્શનમાં પણ કેટલાક જૈનાભાસ જેવા એવી પ્રરૂપણ કરતા હોય કે, કર્મ જડ હોવાથી આત્મા તેનો કર્તા નથી, કર્તા નથી તો ભોક્ત પણ નહીં રહે. પછી મોક્ષ અને મોક્ષનાં જ્ઞાન દર્શનાદિ ઉપાયનો પણ કોઈ અર્થ નહી રહે. તેવાને જૈન દર્શનના નહીં પણ સાંખ્ય દર્શનના અનુયાયી સમજવા. ષપદના શ્રદ્ધાનને જ જૈનીઝમમાં સમ્યક્ત્વ કહેવામાં આવે છે. આત્મા છે, નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, ભોક્તા છે અને મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ ષપદના સભ્યશ્રદ્ધાન વિના સમ્યક્ત્વ ઘટી શકે જ નહીં.
નયવાદ અને દુર્નયવાદ
વચમાં આપણે ઘટના કરી ગયા તેમ નયવાદની અપેક્ષાએ આત્માના કર્તાપણાની જરૂર વિવક્ષા કરી શકાય.
Page #135
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પોતાના મંતવ્યનું પર્તિ સ્થાપન કરે ત્યાં સુધી જ નય નય છે. પોતાના મંતવ્યનું ગમે તેટલી દૃઢતાથી સ્થાપન કરે ત્યાં સુધી કોઈ જ વાંધો નહીં, પરંતુ બીજા નયોના મંતવ્યનું જે ઉત્થાપન કરે તો નય નય મટીને દુર્નયામાં પલટાઈ જાય. દ્રવ્યાર્થિક નય હોય કે, પર્યાયાર્થિક નય હોય, નિશ્ચયનય હોય. કે, વ્યવહાર નય હોય, તે પોતાના વિષયની ભલે મુખ્યતા. રાખે, અને તે એટલે સુધી કે બીજા નયોની અપેક્ષાઓને ભલે ગૌણ કરી નાખે, ત્યાં સુધી પણ તે નયની ગણના સુનયમાં જ થશે. પણ બીજા નયોની અપેક્ષાઓનો જે લોપ કરે, ગૌણ કરવાને બદલે વિરોધ જ કરે રાખે, તો તે નય સુનયની કોટીમાં નહીં પણ દુર્નયની કોટીમાં ગણાય.
એકાંતવાદને જન્મ આપનાર દુર્નયવાદ
દ્રવ્યાર્થિક નય પદાર્થની નિત્યતા ભલે સ્થાપન કરે, પણ પર્યાય દૃષ્ટિએ આત્મામાં રહેલા અનિત્ય ધર્મનો તે લોપ ન કરી શકે, તેવી રીતે શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ જરૂર એવી પ્રરૂપણ કરી શકાય કે આત્મા પોતાના શુદ્ધ સ્વભાવનો જ કર્તા છે. પણ વ્યવહારનયની દષ્ટિએ આત્મા આઠ કર્મનો પણ કર્યા છે તે વાતનો લોપ ન કરી શકાય. જો નિશ્ચયનય તે દષ્ટિનો લોપ કરે, તો તે નય મટીને દુર્નયામાં પલટાઈ જાય. દુનિયામાં અનેક પ્રકારના જે એકાંતવાદો પ્રવતેલા છે, તેને જન્મ આપનાર આ દુર્નયવાદ જ છે ! જ્યારે સમ્યમ્ નયવાદ એજ સ્વાદુવાદ છે. પદાર્થ માત્ર અનંત ધર્માત્મક હોય છે, તેમાંના કોઈ પણ ધર્મને આધારે પદાર્થની વ્યાખ્યા જરૂર
Page #136
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
કરી શકાય પણ તેટલાથી બીજા ધર્મોનો લોપ તો ન જ કરી શકાય. પદાર્થ માત્રની વિચારણા સાપેક્ષ દૃષ્ટિથી કરવાની હોય છે. નિરપેક્ષ વચન વ્યાપારને જ્ઞાનીએ જૂઠો કહ્યો છે. સાપેક્ષ વચન વ્યવહારને જ્ઞાનીએ સાચો કહ્યો છે. નિરપેક્ષ વચન વ્યવહાર એ તો ઘોર સંસાર ફળસ્વરૂપ છે તેને સાંભળી અને જીવનમાં આદરીને શું રાચી રહ્યા છો ? આ વ્યાખ્યા યોગીરાજ પૂ. આનંદઘનજીએ ચૌદમા અનંતનાથ ભગવાનના સ્તવનમાં કરેલી છે. યોગીરાજે તેમાં બુલંદ અવાજે ઘોષણું કરી છે કે :
વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો ! વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચો છે ,
માટે સાપેક્ષ દૃષ્ટિ એ જ સમ્યગ્ર દૃષ્ટિ છે, જ્યાંરે નિરપેક્ષ દૃષ્ટિ એ મિથ્યા દૃષ્ટિ છે. એક જ વ્યક્તિ કોઈ અપેક્ષાએ કોઈનો પિતા હોય છે, તો કોઈનો પુત્ર પણ હોય છે, તો કોઈનો જમાઈ પણ હોય છે, તો કોઈને શ્વશુર પણ હોય છે. હવે સાપેક્ષ દૃષ્ટિ રાખ્યા વિના આ બધા ધર્મો એક જ વ્યક્તિમાં શી રીતે ઘટી શકે ? તેમ એક આત્મદ્રવ્યમાં પણ જ્ઞાન દર્શન ચારિત્રાદિ તેમજ અસ્તિત્વ, વસ્તૃત્વ, દ્રવ્યત્વ, પ્રમેયતાદિ અનંત ધર્મો ઘટી શકે છે. તે પણ સાપેક્ષ દૃષ્ટિ રાખ્યા વિના શી રીતે ઘટી શકે ? માટે વસ્તુના એકાદ ધર્મને માન્ય કરીને વસ્તુમાં રહેલા અનંત ધર્મોનો લોપ
Page #137
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
અનેકાંત એ "
સિદ્ધાંતો છે તે
જીમાં સ્યાદવા
કરવો, એ તો વસ્તુસ્વરૂપને ઘોર અન્યાય કરવા જેવો છે. વસ્તુને વસ્તુસ્વરૂપે માન્યાવિના સમ્યકત્વ પ્રાપ્તિ પણ દુર્લભ છે, તે પછી સ્વરૂપ પ્રાપ્તિની વાત કયાં રહી ?
સવગિક અને સંપૂર્ણ દર્શન ?
નયજ્ઞાન પણ આંશિક જ્ઞાન છે, જ્યારે પ્રમાણે એ પદાર્થનું પૂર્ણ જ્ઞાન છે. પૂ. ઉમાસ્વાતિ તત્ત્વાર્થસૂત્રમાં ફરમાવે છે કે, કાળ નામ: પ્રમાણ અને નયથી પદાર્થનું વાસ્તવિક જ્ઞાન થાય છે. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત એ ત્રણે જૈન દર્શનના મૌલિક સિદ્ધાંતો છે. તેમાં અનેકાંતને જ બીજા શબ્દોમાં સ્વાદુવાદ કહેવામાં આવે છે.
સ્યાદવાદ સમગ્ર સંસારને એવી અપૂર્વ શિક્ષા આપે છે કે, તમે તમારા દૃષ્ટિકોણને સત્ય સમજો પણ જે કોઈ દ્રષ્ટિકોણ તમને વિરોધી પ્રતીત થતા હોય, તેમાં પણ જે સત્યના અંશો રહેલા છે, તેમને પણ સમજવાનો પ્રયત્ન કરો !
અને જ્યાં જ્યાં સત્યના અંશો જણાય ત્યાં ત્યાં એમ જ સમજે કે, સાદ્વાદરૂપી સમુદ્રના જ આ છાંટા ઉડેલા છે. એ જ વાત પર પૂ. આનંદઘનજી મહારાજ પણ વેધક પ્રકાશ પાડી રહ્યા છે કે :
જિનવરમાં સઘળાં દર્શન છે : :
દર્શન જિનવર ભજના, - સાયરમાં સઘળી તટિની છે
તટિની સાયર ભજના,
Page #138
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
- જિનેશ્વર ભગવાનના દર્શનમાં બાકીના બધા દર્શનો સમાઈ જાય છે, જ્યારે જિનેશ્વર ભગવાનના દર્શનની અન્ય દર્શનોમાં ભજના છે. સાગરમાં બધી સરિતાઓ સમાય છે પણ સરિતામાં સાગરની ભજના છે ! જૈન દર્શન એ સર્વાંગિક અને સંપૂર્ણ દર્શન છે. તેમાં નયવાદને લગતા દરેક દૃષ્ટિબિંદુઓનો સમાવેશ છે. વેદાંત એકાંત સંગ્રહનયની દૃષ્ટિને જ માન્ય રાખે છે, બૌદ્ધ એકાંત પર્યાય દૃષ્ટિને જ માન્ય રાખે છે, વૈશેષિક વગેરે એકાંત નગમ દૃષ્ટિને જ માન્ય રાખે છે. જોકે વૈશેષિક દર્શન વાળા સામાન્ય અને વિશેષ ઉભયને માન્ય રાખે છે પણ બન્નેને પરસ્પર નિરપેક્ષ માને છે.
જ્યારે જૈન દર્શન પ્રત્યેક નયદૃષ્ટિને સાપેક્ષપણે માન્ય રાખીને સંગ્રહ નયની દૃષ્ટિએ આત્મા એક છે, તો વ્યવહાર નયની દૃષ્ટિએ આત્મા અનેક પણ છે એમ માને છે. જાતિથી આત્મા એક છે, તો વ્યક્તિથી અનેક છે. દ્રવ્ય દૃષ્ટિએ આત્મા નિત્ય છે, તો નરનારકાદિ પર્યાયો પલટાતા હોવાથી આત્મા અનિત્ય પણ છે. આ રીતે જૈન દર્શન નયવાદને દૃષ્ટિ સમક્ષ રાખીને સાપેક્ષ દૃષ્ટિએ વસ્તુ સ્વરૂપની પ્રરૂપણ કરે છે. આને જ જૈનીઝમમાં વસ્તુવિજ્ઞાનસાર કહેવામાં આવે છે. કષાયયુક્ત જીવને પ્રતિસમયે નવા કર્મોનો બંધ
પ્રશમરતિ શાસ્ત્રમાં પૂ. ઉમાસ્વાતિ ફરમાવે છે કેઃ कालं विनास्तिकाया, जीवमृतेचाप्यकतृणि ।
કાળવિના બાકીના બધા દ્રવ્યો અસ્તિકાય સ્વરૂપ છે કારણ કે ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોમાં પ્રદેશોનો સમૂહ હોય
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦૦
મંગલાચરણ
છે. જ્યારે છ દ્રવ્યોમાં કાળ અસ્તિકાય સ્વરૂપ નથી. કારણ. કે, તેમાં પ્રદેશ સમૂહ નથી. તેમજ છ દ્રવ્યોમાં જીવવિના બાકીના દ્રવ્યો અકર્તા હોય છે, જ્યારે એક જીવ જ કર્તા છે. સંસારમાં પડેલો જીવ સાંસારિક કાર્યોનો પણ કર્તા બને જ છે, તે ઉપચરિત વ્યવહારથી છે. જ્યારે આઠ કર્મોનો જે કર્તા બને છે, તે અનુપચારિત વ્યવહારથી છે. તત્ત્વાર્થ સૂત્રમાં પૂ. ઉમાસ્વાતિ લખે છે કે :
सकषयत्त्वाज्जीव, कर्मणोयोग्यान् पुद्गलानादत्ते ।
કષાયની પરિણતિને લીધે જીવ કર્મ પરિણામને યોગ્ય. કાર્મણ વર્ગણાના પુદ્ગલોને પોતાના પ્રતિપ્રદેશથી ગ્રહણ કરે. છે. સર્વાત્મ પ્રદેશોથી અનંતાનંત કર્મયોગ્ય પુદ્ગલોને જીવ પ્રતિસમયે ગ્રહણ કરતો હોય છે. જેમ પ્રતિસમયે ગ્રહણ કરતો હોય છે તેમ પ્રતિ સમયે અજ્ઞાન દશામાં રહેલો જીવ અકામ નિર્જરાની અપેક્ષાએ નિર્જરતો પણ હોય છે. જ્યારે સમ્યગદૃષ્ટિ
જીવ સકામ નિર્જરા સાધે ત્યારે તો કર્મના ભુક્કા બોલાવી નાખે છે. જ્યાં જીવના પ્રદેશો રહેલા હોય ત્યાં જ સમક્ષેત્રમાં રહેલા કર્મ યોગ્ય પુદ્ગલોને જ જીવ ગ્રહણ કરતો હોય છે. આ જ વાત મહર્ષિ કુંદકુંદાચાર્યજીએ પણ સમયસારમાં જણાવી છે કે :
कोहाइसु वटुंतस्स तस्सकम्मस्स संचओहोदि ।
ક્રોધાદિ કષાયોમાં વર્તતા જીવને કર્મનો સંચય થાય છે. અને તેને જ જિનેશ્વર ભગવંતોએ કર્મનો બંધ કહ્યો છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૦૧
બંધાએલા કર્મો ઉદયમાં આવતાં, જીવને તેના શુભાશુભ વિપાક ભોગવવા જ પડે છે. ગમે તેવા અશુભના ઉદયકાળમાં પણ સત્ પુરૂષો પોતાના ઉચ્ચ સ્થાનનો ત્યાગ કરતા નથી અને સમભાવે ઉદયકાળને ભોગવી લે છે. છેલ્લે ભર્તુહરી લખે છે કે:
सतांकेनोद्धिष्ट, विषममसिधारा व्रतमिदम् ।
સજજનો માટે અત્યંત કઠીન તલવારની ધારપર ચાલવા જેવું અસિધાર વ્રત કોણે ઉપદેશ્ય હશે ? આવું અસિધારા વત મહાપુરૂષોએ ઉપદેશ્ય છે, છતાં સજ્જનોના જીવનમાં આવું અસિધારા વ્રત સ્વાભાવિક જ હોય છે. આપણે મૂળ વિષય શિષ્ટાચાર પ્રશંસક હતો પણ વચમાં આપણે સૂક્ષ્માતિસૂક્ષ્મ વિષયો પર લંબાણથી વિસ્તૃત વિવેચન કર્યું. શિષ્ટજનોના આચાર વિચારના પ્રશંસક બની આપ સૌ સદાચારપરાયણ બનો એ જ એક મહેચ્છા.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨
મંગલાચરણ
ગૃહસ્થ જીવનમાં વૈવાહિક મર્યાદા
માગનુસારીના પાંત્રીસ બોલમાં શરૂઆતના બે બોલ પર વિસ્તૃત વિવેચન કર્યું. ત્રીજા બોલમાં ગૃહસ્થો માટે વૈવાહિક જીવનની મર્યાદા બતાવવામાં આવી છે. ગૃહસ્થ વિવાહ કરે, તો કોની સાથે કરે ? જેની સાથે વિવાહ કરે તેને કુળ શીલ ગોત્ર કેવા પ્રકારનાં હોવાં જોઈએ ? આ બધી વિચારણુ આ ત્રીજા બોલમાં કરવામાં આવી છે. કલિકાલસર્વ હેમચંદ્રાચાર્ય જેવા મહાન જ્યોતિર્ધર પુરૂષે આ યોગશાસ્ત્ર ગ્રંથની રચના કરેલી છે. પૂ. હેમચંદ્રાચાર્યજી મહાન પંચમહાવ્રતધારી સાધુ હતા. તેઓ રત્નત્રયસ્વરૂપ મોક્ષ માર્ગનો અને ધર્મનો જ ઉપદેશ કરનારા હતા. અર્થ અને કામ પુરુષાર્થની દેશના પંચમહાવ્રતધારી સાધુઓ દેનારા હોતા નથી. હવે કોઈને શંકા થાય છે, તો પછી વિવાહ સંબંધી ચચ યોગશાસ્ત્રમાં તેમણે કેમ ઉપાડી ? તેનું સમાધાન એ છે કે, તેઓ માર્ગાનુસારીતાના બોલ સમજાવી રહ્યા છે, અને તેમાં સામાન્ય ગૃહસ્થ ધર્મની વ્યાખ્યા કરી રહ્યા છે. તેમાં કોઈ કોઈ પ્રકાર અનુવાદરૂપે કહ્યા હોય તેને વિધાનરૂપે નહીં સમજી લેવાના. ગૃહસ્થાશ્રમમાં રહેલો ગૃહસ્થ ગમે તેની સાથે વિવાહ કરે, તો તેનું ધાર્મિક જીવન ઉત્તરોત્તર હીનતાને પામે. શ્રીપાલ મહારાજાના વિવાહ મયણાસુંદરી જેવી સંસ્કારી કન્યા સાથે થયા, તો તેમના ધાર્મિક જીવનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી. પત્ની પોતે ધાર્મિક અને સંસ્કારી હોય, તો પોતાના પતિને પણ ધર્મને રસ્તે ચડાવે, અને પતિના પણ
Page #142
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૦૩
તેવાજ ઉચ્ચ સંસ્કારો હોય તો સોનામાં સુગંધ જેવો સુમેળ કહેવાય.
ભરયૌવન કાળમાં માનવી ઈન્દ્રિયોના સુખ માટે જેવો ઉત્સાહિત બને છે, તેવો સંયમના માર્ગમાં
ઉત્સાહિત બને તે શું બાકી રહે ! ગૃહસ્થોના વૈવાહિક જીવનની મર્યાદા અંગે લખે છે કે कुलशीलसमैः सार्द्ध, कृतोद्वाहोऽन्यगोत्रजः ।
જેનાં કુળ અને શીલ સમાન હોય અને ગોત્રની અપેક્ષાએ અન્ય ગોત્રી હોય તેવા કુટુમ્બની કન્યા સાથે ગૃહસ્થ વિવાહ કરે. ભર યૌવનમાં સંસારની અસારતા જાણુને જે કોઈ ચારિત્ર અંગીકાર કરે તે તો કોડાનુક્રોડ ધન્યવાદને પાત્ર છે. ભર યૌવન કાળમાં માનવી જે રીતે ઇન્દ્રિયોનાં વૈષયિક સુખ ભોગવવા માટે ઉત્સાહિત બને છે, તે જ રીતે જે મોક્ષપદની પ્રાપ્તિ માટે ઉત્સાહિત બને તો બાકી શું રહે ! છતાં બધા જીવોમાં તેવો ઉત્સાહ પ્રગટવો અતિ દુર્લભ હોય છે. કોઈ વિરલ અને પૂર્વના આરાધક આત્માઓમાં તેવો ઉત્સાહ જરૂર પ્રગટે છે, અને તેવા આત્માઓ લઘુ વયમાં અથવા ભર યૌવન કાળમાં પણ ચારિત્ર અંગીકાર કરી જરૂર નરજન્મના વાસ્તવિક ફળને પ્રાપ્ત કરે છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦૪
મંગલાચરણ
કુલ શીલની સમાનતા અંગેની સમજ
તેવી ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાને બધા આત્માઓ શક્તિમાન હોતા નથી. હવે તેવા આત્માઓ ગૃહસ્થાશ્રમમાં પડ્યા વિના રહેવાના નથી એટલે લગ્ન જીવનની મર્યાદા બતાવી કે, વિવાહ કરે તો સંસ્કારી કન્યા સાથે કરે કે, જેના કુળ શીલ સમાન હોય અને ગોત્રની અપેક્ષાએ અન્ય ગોત્રીજ હોય, પોતાના પિતા અને પિતામહ વગેરે પૂર્વજોની જે વંશપરપરા તેને કુળ કહેવામાં આવે છે. અથવા જેને જૈન કુળમાં જન્મ મળ્યો હોય તેને પણ ઉત્તમ કુળ કહી શકાય. તેવા કુળમાં જન્મેલા સાથે વિવાહ થાય તે પણ સમાન કુળ કહેવાય. અને મદિરા, માંસ, જુગાર રાત્રીભોજ– નાદિનો ત્યાગ તેને શીલ કહેવામાં આવે છે. શિકાર, ચોરી, વેશ્યાગમન, અને પરસ્ત્રીગમનનો ત્યાગ તેને પણ શીલ કહેવામાં આવે છે. એક પુરૂષથી ચાલ્યો આવતો જે વશ અને તે વંશમાં જે જે ઉત્પન્ન થયાં હોય તે એક ગોત્રનાં કહેવાય. આવી રીતે વર અને કન્યા બન્નેના ગોત્ર એક થઈ જતાં હોય તેની સાથે વિવાહ ન કરવો. જેમની સાથે ઘણા લાંબા સમયથી ગોત્રનો સબંધ તૂટી ગએલો હોય તેવાની સાથે ગૃહસ્થ વિવાહનો સંબંધ જોડી જોડી શકે. ગોત્રની અપેક્ષાએ ભલે અન્ય ગોત્રીજ હોય પણ જે વ્યક્તિએ કોઈ ભયંકર અનુચિત કાર્ય કરેલું હોય, જેનાથી જ્ઞાતિના અથવા દેશના ઘણા લોકો સાથે જેનો વિરોધ થયેલો હોય અથવા ઘણા લોકો જેનાથી તેવા કોઈ અનુચિત કાર્યને લીધે વિરૂદ્ધ
Page #144
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૦૫
થઈ ગયેલા હોય, તેવાને વર્જિને ગૃહસ્થ વિવાહનો સંબંધ
જોડે.
જે વ્યક્તિ પોતે ઘણુંનો વિરોધી હોય તેવાની સાથે વેવાઈ તરીકેનો સંબંધ જોડવાથી પોતે અપરાધી ન હોય, તો પણ ઘણા લોકો વિરોધી બની જાય છે. અને સંપત્તિ વિગેરે જે કાંઈ ગૃહસ્થોને પ્રાપ્ત થાય છે તે લોકોની ચાહનાથી પ્રાપ્ત થાય છે. આણે તો મહા ભયંકર સામાજિક અથવા ધાર્મિક અપરાધ કરનાર સાથે સંબંધ જોડ્યો છે, એવું વિચારી લોકો તેની સાથેનો પણ વ્યવહાર ઓછો કરી નાખે છે. એટલે વ્યાપાર ધંધા ભાંગતા જાય, પરિણામે અર્થહાનિ થાય, અર્થહાનિ થતાં ગૃહસ્થને અનેક વિપત્તિઓનો સામનો કરવો પડે, માટે અન્ય ગોત્રના હોવા છતાં કુળશીલ સમાન હોય તેવાની સાથે ગૃહસ્થ સંબંધ જોડે.
કન્યા ધાર્મિક સંસ્કારવાળી હોય એટલે તે રાત્રિભોજન ન કરતી હોય, કંદમૂળાદિ અભક્ષ વસ્તુઓનો તેણે ત્યાગ કરેલો હોય, જિનપૂજા, વ્યાખ્યાનશ્રવણ વગેરે ધાર્મિક આચાર વિચારોનું પાલન કરનારી હોય અને તેવા સંસ્કાર સામા વર પક્ષમાં ન હોય, એટલે વિવાહ થયા પછી પરસ્પર અનેક સંઘ ઊભા થાય. બન્ને વચ્ચે અસંતોષ રહ્યા કરે. પતિ શીલ સંપન્ન હોય અને પત્ની છેલછબીલી હોય એટલે નાટક, સિનેમા, વેશભૂષા વગેરે નવી દુનિયાના વાતાવરણથી રંગાએલી હોય, ત્યાં પરસ્પર વિખવાદ થયા વિના રહે જ નહીં. એટલે કુળશીલ સમાન હોય તો જ વિવાહ થયા પછી બને જીવનમાં શાન્તિ અનુભવી શકે. -
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૦૬
મંગલાચરણ
- ૬ ષ્ટાંત લગ્ન જીવનમાં કુળ અને શીલ અંગેની થોડીક વિષમતાના પરિણામે સતિ સુભદ્રા ને કેટલું બધું વેઠવું પડયું હતું ! સુભદ્રા મહાસતિ હતી ને તેનું શીલવ્રત અખંડ હતું, એટલે શાસનદેવીએ તેની લાજ રાખી દીધી.
સુભદ્રાના પિતા જિનદાસ ચુસ્ત જિન ધર્મી હતા. તેમનો દૃઢ સંકલ્પ હતો કે, મારી પુત્રીને જૈન ધર્મના અનુયાયી વેરે પરણવીશ. ગમે તેવો - દેવસ્વરૂપી મુરતિઓ હોય છતાં મિથ્યાષ્ટિ હોય તો તેવા વેરે પુત્રી નહીં આપવી, તેવો સુભદ્રાના પિતાનો દૃઢ નિર્ધાર હતો. છતાં કર્મ આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. તે જ નગરીમાં બુદ્ધદાસ કરીને કોઈ યુવાન પુરૂષ હતો, તેના માતા-પિતા બૌદ્ધ ધમી હતા. બુદ્ધદાસની ઈચ્છા સુભદ્રા વેરે પાણિગ્રહણ કરવાની હતી. પણ તે સુભદ્રાના પિતાના નિયમને જાણતો હતો. એકાદવાર બુદ્ધદાસના પિતાએ જિનદાસ શેઠ પર પોતાની પુત્રી પોતાના પુત્રવેરે પરણાવવા કહેણ પણ મોકલાવેલું, પણ મેળ જામ્યો નહીં. એટલે બુદ્ધદાસે ઉપાશ્રયમાં જૈન સાધુઓના સંપર્કમાં આવીને જૈન ધર્મનો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસની પાછળનો તેનો ધ્યેય સુભદ્રા મેળવવાનો હતો.
તેના જૈન ધર્મના અભ્યાસથી આકર્ષાઈને સુભદ્રાના પિતાએ તેની સાથે પોતાની પુત્રીના લગ્ન કરી આપ્યા. થોડા સમય સુધી તો ઠીક ચાલ્યું, પણ તેના સાસરિયા બૌદ્ધ
Page #146
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૦૭
ધમી હોવાથી સુભદ્રાને અનેક પ્રકારે સતાવવા લાગ્યા. સતિ સુભદ્રા જૈન ધર્મમાં એકદમ દૃઢ શ્રદ્ધાવાળી હતી. તેમાંયે તેની સાસુ તો અત્યંત વિફરેલી, તે તો અહર્નિશ સુભદ્રાના છિદ્રો જોયા કરતી હતી. આ સંસારનો ઘાટ જ એવો છે, તેમાં જીવને ક્યાંય શાંતિ નથી. અનંત દુઃખમય સંસારમાં સુખની આશા રાખવી એ જ ઘોર અજ્ઞાનતા છે. જીવ ધર્મનું શરણ અંગીકાર કરે તો જરૂર પરંપરાએ અનંત દુઃખમય સંસારમાં પણ ચિત્તની સમાધિના સુખને અનુભવતો અનુભવતો અનંત સુખમય એવા મુક્તિ સ્થાનને પામી શકે. સંસારમાં વિષમતાનો પાર નથી. '
સતિ સુભદ્રાને ઘેર મુનિરાજ વહોરવા પધાર્યા. તેમની આંખમાં તણખલું પડેલું અને તેના કારણે આંખમાંથી નીર કરતું હતું. મુનિરાજ જિનકલ્પી હોવાથી તેમનું શરીર પ્રતિ લક્ષ હતું નહીં. છતાં શરીરમાં તેમને તીવ્ર વેદના થતી હતી, એટલે સુભદ્રાએ જીભવડે તરણું બહાર કાઢી નાખ્યું. એટલામાં મુનિરાજના કપાળમાં સુભદ્રાના કપાળમાં જે કુંકુ હતું તે ચોંટી ગયું. અને સાસુ તો રાહ જોઈને જ બેઠી હતી, તેણે સુભદ્રાની માથે આળ ચડાવી દીધું. બુદ્ધદાસના કાનમાં પણ ઝેર રેડી દીધું કે, જે આ સુભદ્રાના ચરિત્ર કેવા છે ? જેને તું સતિ માની બેઠો છે, એણે તો સાધુને પણ ન છોડ્યા. અને તેની સાથે આવું કર્મ કર્યું. ભલે આ તારી વહુ સોના જેવી હોય પણ આપણા ઘરમાં તેનું કામ નથી. આખી નગરીમાં એ વાત ફેલાઈ ગઈ. લોકો જૈન ધર્મ અને જૈન સાધુઓ માટે પણ જેમતેમ બોલવા લાગ્યા, એટલે એ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૦૮
મંગલાચરણ
કલંકને ટાળવા સુભદ્રાએ કાઉસગ્ન કર્યો અને શાસનદેવીનું આસન કંપાયમાન થતાં શાસનદેવી તરત જ હાજર થઈ ગઈ. સુભદ્રા સતિપરના કલંકને ઉતારવા શાસનદેવીએ ચંપાનગરીના ચારેય દરવાજા બંધ કરી દીધા. લોકો સવારના સમયે પરેશાન થઈ ગયા. જવા આવવાનો બધો વ્યવહાર બંધ થઈ ગયો, તે કાળના લોકો સંડાસ પણ મોટે ભાગે નગરની બહાર જતા. પાણી ભરવા પનિયારીઓ પણ મોટે ભાગે નગરીની બહાર નદી કિનારે જતી. દ્વાર ખોલવાના રાજા અને પ્રજાએ મળીને ઘણું પ્રયાસો કર્યા, દરવાજાપર મોટા ઘણા પ્રહારો કર્યા, છતાં દ્વાર ખુલ્યા જ નહીં. એટલામાં આકાશમાં આ મુજબની દેવ વાણી થઈ આકાશે ઊભા રે દેવતા, બોલે એહવા બોલ સતિ જળ સિંચે જ ચાલણી, તો રે ઉઘડશે પોળ
રાજા મન આણંદિયો, નગર ઘણી છે નાર
અંતેઉર છે મારું, સતિય શિરોમણિ સાર અંતેઉર કર્યું એકઠું, કુવે કાંઠે નવ માય કાચે તાંતણે ચાલણી, ટૂટી જાયે તાગ
અંતેઉર થયું દયામણું, રાજા થયો નિરાશ ' ' ઘમંડ હતું તે મનમાં રહ્યું, ધિક્ ધિક મુજ ઘરવાસ
આકાશમાં દેવવાણી એવા પ્રકારની થઈ કે, કાચા સૂતરના તાંતણવડે ચાલણને બાંધીને, તે ચાલણી દ્વારા કોઈ સતિ સ્ત્રી કુવામાંથી જળ કાઢીને આ દરવાજાઓ પર છાંટશે,
Page #148
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૦૯
તો જ આ દરવાજા ખુલશે. આ રીતની દેવવાણી સાંભળતાં રાજાને મનમાં ઘણો આનંદ થયો. તેણે વિચાર્યું નગરમાં તેવી સતિ સ્ત્રીઓ ઘણી છે. અને તેમાંએ મારા અંતેઉરમાં જે મહારાણીઓ છે તે તો સતિઓમાં પણ શિરોમણિ છે. માટે મારે કોઈ ફિકર કરવાની જરૂર નથી.
રાજાએ પોતાનું અંતર કુવે કાંઠે ભેગું કર્યું. રાજાએ. જેને સતિઓમાં શિરોમણિ માની લીધેલી પણ કોઈ મહારાણીથી. એ કામ પાર પડયું નહીં. કાચા સૂતરને તાંતણે જેવી ચારણ બાંધી ને કુવામાં નાખવા જાય કે, તડાક દેતાં કાચા સૂતરના તાંતણું તૂટી જતાં ચારણી સીધી કુવામાં પડે. અંતેકર દયામણું થયું અને રાજા હતાશ થઈ ગયો. તેનું ઘમંડ હતું તે મનમાં રહી ગયું !
પછી તો રાજાએ નગરમાં પડહ વગડાવ્યો અને જેવો પડતું સુભદ્રાના ઘર આંગણે આવ્યો કે, સુભદ્રાએ પોતાની સાસુને કહ્યું કે જે માતાજી આપ અનુમતિ આપો તો નગરના દ્વાર હું ઉઘાડી દઉં. આ વાત કાને પડતાં સાસુના કાનમાં તો જાણે તેલ રેડાઈ ગયું, અને તરત જ વહુ ને મેણું એવું માર્યું કે આજ કાલની વહુ હોય તો ઘરમાંથી ઊભી થઈ જાય. -
વારે વારે વહુવર શું કહું, નહી નિર્લજ ને લાજ નવકુલ નાગ નાશી ગયા, આવ્યું કાકી: રાજ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૧૦
મંગલાચરણ
વારે ? વહુવર મારે તને હવે કહેવું શું? તું એવી નિર્લજજ છો કે તને નથી લાજ કે નથી શરમ. મોટા મોટા શેષનાગ જેવા નાગ નાશી ગયા અને હવે કાકડે રાજ આવ્યું ? શેષ નાગ જે ભાર ન ઉપાડી શક્યા તે પૃથ્વીનો ભાર હવે કાકીડો શું ઉપાડશે ? મોટી મોટી રાજાની મહારાણીઓ પોળના દ્વાર ન ઉઘાડી શકી તે દ્વારા હવે તું ઉઘાડવાની છે ? માટે આ તારું ગાંડપણ રહેવાદે ! -
સાસુએ આવા વચનો કહ્યા છતાં સુભદ્રાએ પડહનો સાદ ઝીલી લીધો. સુભદ્રાએ વિચાર્યું, મારા કોઈ કર્મનો દોષ છે કે, મારી સાસુ કે જે માતાતુલ્ય ગણાય તેણીએ મારી પર આળ ચડાવ્યું ? મારા પોતાના કોઈ કર્મનો ઉદયકાળ જાગ્યો છે, તે માટે સમતાભાવે ભોગવી લેવો જોઈએ. રાજાને વધામણું મળી ગઈ કે, સુભદ્રા નામે કોઈ સતિ સ્ત્રીએ પડહનો સાદ ઝીલી લીધો છે, અને તે જરૂર નગરીને સંકટમાંથી ઉગારી લેશે. તરત જ રાજાએ પોતાના અગ્રગણ્ય ભાણસોને બીજા રાજસેવકોની સાથે મોકલ્યા. પાલખીમાં બેસાડીને તેઓ સુભદ્રા સતિને બહુમાન પૂર્વક કુવે કાંઠે લઈ આવ્યા. મહાસતિના આગમનથી રાજા વગેરે સૌ ખૂબ આનંદિત થયા.
કવે કાંઠે આવી કરી, સતિ કળા ચઢી સોળ કામિની કૂપ જલેભરી, ઉઘાડી ત્રણ પોળ
| મુનિવર શોધે રે ઈરીજા
Page #150
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૧૧
કુવે કાંઠે સુભદ્રા પહોંચી, ત્યાં તેનું સતિત્વ જાણે સોળે સોળ કળાએ ન ખીલી ઊર્યું હોય તેમ તત્કાળ કાચા સૂતરના તાંતણાથી ચાલ બાંધીને ચાલણ કુવામાં નાખીને તે ચાલણીથી જળ કાઢીને પોળના દરવાજા પર છાંટીને ત્રણ દરવાજા ખોલી નાખ્યા અને એક દરવાજો રહેવા દીધો.
કોઈ પિયર કોઈ સાસરે કોઈ હશે માને મોસાળ ચોથી પોળ ઉઘાડશે, જે હશે શિયળ ચોસાળ
એક દરવાજે એટલા માટે ન ખોલ્યો કે, કોઈ સ્ત્રી ને મનનાં ગર્વ ન રહી જાય કે, દરવાજે તો અમે પણ ઉઘાડી દેત ! પણ શું થાય, અમે એ ટાઈમે પિયર હતાં, અથવા કોઈ કહે અમે સાસરે હતાં, તેમજ કોઈ કહે અમે તો મોસાળ હતાં, એટલે એક રહેવા દીધો. તમે ગમે ત્યાં હતાં ચાલો એક દરવાજો બંધ પડ્યો છે. અને તમે હવે પિયરથી આવી પહોંચ્યાં છો, તો એવી જ રીતે જળ કાઢીને ખોલી દો. હજી સુધી એ દરવાજો બંધ હતો. ત્રણ ચાર વર્ષ પહેલા અમે ચંપાપુરી ગયેલા ત્યારે સાંભળ્યું કે થોડા સમય પહેલા દરવાજે પડી ગયો છે, અથવા પાડી નાખ્યો હોય !
સુભદ્રાના કાળમાં સુભદ્રા એક જ સતિ હતી, તેવી કોઈ વાત છે જ નહી. બીજી પણ સતિ સ્ત્રીઓ જરૂર હશે, પણ સુભદ્રાપરનું કલંક ઉતારવા અને શીલ ધર્મનો મહિમા દુનિયામાં વિસ્તારવા માટે શાસનદેવીએ એ કાર્ય કર્યું હતું બાકી તો બહુરત્ના વસુંધરા છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૧૨
મંગલાચરણ.
દરવાજા જેવા ખુલ્યા કે, જયનાદથી ગગન ગાજી ઊઠયું. શાસનદેવોએ આકાશમાંથી સતિ સુભદ્રા પર પુષ્પોની વૃષ્ટિ કરી. ચંપાનગરીના સમસ્ત નગરજનોએ નિરાંતનો દમ. ખેંચ્યો. નગરીમાં આનંદના જાણે પૂર રેલાવવા લાગ્યા. રાજાને તો મનમાં એટલો બધો આનંદ થયો કે આ મહાસતિએ તો આપણે બધાની લાજ રાખી દીધી છે. સતિ સુભદ્રાનું રાજા અને પ્રજાએ મળીને ખૂબ બહુમાન કર્યું. '
શીલના પ્રભાવે સતિ સુભદ્રાએ જગતમાં અમર નામ રાખ્યું છે. સિંહણના દૂધ સોનાના ઠામમાં જ ટકે છે. તેવી રીતે. દૃઢ મનોબળવાળા મહાપુરૂષો જ શીલવ્રતનું પાલન કરી શકે છે. સતિ સુભદ્રાનો પ્રભાવ જોઈને તેની સાસુ પણ હેરત પામી ગઈ, તેનો પતિ બુદ્ધદાસ તેમજ સમસ્ત પરિવાર આશ્ચર્યમાં ગરકાવ બની ગયા, અને સૌએ સતિ સુભદ્રાનું બહુમાન કરવાપૂર્વક ક્ષમાયાચના કરી. અંતે સતિ સુભદ્રા દીક્ષા અંગીકાર કરીને મોક્ષે ગઈ છે. આ તો મહાસતિ હોવાથી શ્વશુરપક્ષમાં ગમે તેટલા કછો પડવા છતાં પોતાના ધર્મમાં સ્થિર રહી. બધામાં આવું મનોબળ કયાંથી હોય ! માટે કુલશીલની સમાનતા જોઈને ગૃહસ્થી સંબંધ બાંધે, તો આવી વિષમતા પ્રાયઃ ઊભી ન થાય !
વૈભવની દૃષ્ટિએ પણ સ્થિતિ સમાન હોવી જોઈએ. કન્યાના પિતા વૈભવની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ હોય એટલે કન્યા કયારેક પતિની અવગણના કરી નાંખે. ખાનદાન હોય તે તો આવું ન કરે પણ બધાં ખાનદાન લાવવાં કયાંથી ? ધારણ
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૧૩
મંગલાચરણ
રાખી હોય કે, આ તો ખાનદાન હશે અને નીકળી પડે નાદાન, તો કરવું શું ? પુરૂષનો પિતા ખુબ ધન વૈભવથી સૉંપન્ન હોય અને કન્યાનો પિતા નખની સ્થિતિનો હોય એટલે પુરૂષ કયારેક કન્યાની અવજ્ઞા કરે અને પરિસ્થિતિ એવી ઊભી થાય કે, કયારેક બન્નેનો ઘર સંસાર સળગી ઊઠે. પુરૂષ વાતવાતમાં મેણા મારે કે, તારા પિતાએ તને કરિયાવરમાં શું આપ્યું છે ? તુ તારા પિયરથી શું લઈને આવીતી ? આજે મોટે ભાગે તેવું જ ચાલી રહ્યું છે. ઘણા વર્ષો પહેલાં કન્યાવિક્રયનો યુગ હતો, હવે હમણાં હમણાં વરવિક્રયનો યુગ પ્રવર્તી રહ્યો છે.
પહેલાના કાળમાં ગુણ જોઇને સંબધો અધાતા આ કાળમાં રૂપ સૌંદય પહેલુ' જોવાય છે
ઘણી જગ્યાએ એવું પણ બનતું આવે છે કે, વરપક્ષવાળા સામેથી કન્યાપક્ષવાળાને કહે કે શું આપવાના છો ! આટલુ’આટલું તો આપવું જ પડશે ! એટલે કન્યાના માત-પિતાને ખેંચાઈને પણ કરવું પડે. કન્યા પિતાને ત્યાંથી માલ લઈને આવી હોય, તો તેને બધા ચાહે ! અને માલ ખરાખર ન લાવી હોય, તો કંકાસ ઊભો થઈ જાય અને પિયર ગયા પછી ઝટ તેડુ પણ ન કરે. અને ફરજ પાડે કે સોફાસેટ, રેડીયો, ઘડીયાળ વગેરે આટઆટલી વસ્તુઓ તારા પિતાએ આપવી પડશે તે પછી જ તેડું થશે અથવા પિયરિયા તેડું કરવા આવે તો તેને પણ સંભળાવે કે, આટઆટલી વસ્તુઓ આપવાની કબુલાત આપો પછી જ પિયર
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૧૪
મંગલાચરણ
મોકલીએ. આવા ડિંડવાણું આજે બહુ ચાલે છે. ખરી રીતે ગુણ જોઈને સંબંધો બાંધવાના હોય જ્યારે આજે રૂપ સૌદર્ય અને ધનવૈભવ પહેલું જોવાય છે. તેમાંથી પરિણામે અનેક અનર્થો ઊભા થાય છે, ક્યારેક છૂટાછેડાની હોળી પણ તેમાંથી જ સગળે છે ! જો કે આર્ય કુટુઓમાં તેવું તો હજી ઓછું બને છે, પણ વાતાવરણ એવું કલુષિત બને છે કે, લગ્નજીવન પણ અગનમાં પલટાઈ જાય ! માટે કુળ શીલની દૃષ્ટિએ જેમ સમાનતા જેવાની હોય છે, તેમ ધનવૈભવની દૃષ્ટિએ પણ સમાનતા હોય તો કોઈ પણ પ્રકારનો વિસંવાદ ઊભો ન થાય. પંચ અને અગ્નિની સાક્ષીએ જે પાણિગ્રહણ
થાય તે જ વિવાહ પોતાના પૂર્વજોની પરંપરા તે એક ગોત્ર કહેવાય. તેમાં તો વિવાહ ધઈ શકે જ નહીં. એકના એક ગોત્રમાં સંબંધ જોડવામાં આવે, તો કુળમર્યાદાનો પણ લોપ થાય અને વ્યવહારથી પણ સારું ન કહેવાય, બાલ વિવાહ કરવા તે પણ યોગ્ય નથી. તેવા વિવાહ કરવાથી બનેનું ભવિષ્ય બગડે છે. નીતિશાસ્ત્રોમાં પણ કહે છે કે, સોળ વર્ષની કન્યા અને અઢારથી વીસ વર્ષની ઉંમર પુરૂષની હોવી જોઈએ તો જ તે વિવાહ અનુરૂપ કહેવાય. અગ્નિ, પોતાના કુળ દેવતાની તથા પંચની સાક્ષીએ જે પાણિગ્રહણ થાય તેને વિવાહ કહેવાય. તેના લૌકિકમાં આઠ પ્રકાર કહેવાય છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૧૫
વિવાહના આઠ પ્રકાર
જેમાં વસ્ત્રાભૂષણથી શણગાર સજાવટ કરી કન્યાદાન કરવામાં આવે અને એમ કહેવામાં આવે છે, તે આ મહાભાગ પુરૂષને અનુસરજે, અને તેની જેમ ધર્મને રસ્તે ચાલનારી થજે. તેમજ કુળમર્યાદા અને આચારવિચારનું પાલન કરવાપૂર્વક ઉભય કુળને શોભાવજે. આ રીતે વિવાહ કરવામાં આવે તેને બ્રાહ્મવિવાહ કહેવામાં આવે છે.
વૈભવનો વિનિયોગ કરી વિવાહ કરવામાં આવે તેને પ્રાજાપત્યવિવાહ કહેવાય, એટલે કન્યાના પિતાની પાસે જેટલા પ્રમાણમાં દ્રવ્ય હોય તેનો વિનિયોગ કરવાપૂર્વક એટલે બીજા પણ પોતાના પુત્ર-પુત્રીઓના પરિવારનો ખ્યાલ રાખીને કરિયાવર આપવાપૂર્વક વિવાહ કરી આપે તેને પ્રાજાપત્યવિવાહ કહી શકાય. જેમાં ગાય બળદનું દાન આપવાપૂર્વક વિવાહ કરવામાં આવે તે આર્ષ વિવાહ. યજ્ઞ કરવા માટે યજ્ઞક્રિયા કરાવનાર બ્રાહ્મણને દક્ષિણાને બદલે કન્યાદાન કરવામાં આવે તેને દૈવવિવાહ કહેવામાં આવે છે. ગૃહસ્થો માટે આ ચાર ધર્મવિવાહ કહેવાય, એટલે વિવાહની રીતે વિવાહ કહેવાય.
જેમાં માતા-પિતાની અનુજ્ઞા શિવાય પરસ્પરના અનુરાગથી સંબંધ જોડાય, તે ગાંધર્વ વિવાહ કહેવાય, જેને આ કાળમાં લવમેરેજ કહેવામાં આવે છે. સાથે ભણતા હોય અને પરસ્પર પ્રેમ થઈ જાય એટલે લગ્ન -ધંથીથી જોડાઈ જાય તેવા કિસ્સા આ સહશિક્ષણના યુગમાં ઘણું બને છે. પણ
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૧૬
મંગલાચરણ,
તેમાં અંતે સફળતા મળતી નથી. બે દિવસ પ્રેમી પંખીડા આકાશમાં ઉડ્ડયન કરે ખરા ! પણ અંતે પ્રેમની પાંખો છેદાઈ જતાં તરફડતાં નીચે એવા પડે કે, ફરી પાછા ઊભા થઈ શકતા નથી. માતા-પિતા પોતાના વર્ષોના અનુભવથી કન્યાની પસંદગી કરીને વિવાહ કરે તે વૈવાહિક જીવન ચિરકાળ નભે છે. પણ આ કાળમાં તો યુવાનો જાતે પસંદગી કરવા જાય છે અને તેમાં અનુભવજ્ઞાનના અભાવે ભલભલાં ભણેલાં પણ થાપ ખાઈ બેસે છે ? જ્યારે મા–બાપ ભલે બહુ ભણેલાં ન હોય પણ ગણેલાં જરૂર હોય છે. તે જે કાંઈ કરી આવે તેમાં પાછા ન પડે. માટે પોતાના ગૃહસ્થાશ્રમને સુખમય બનાવવો હોય, તો માતા-પિતાનું બહુમાન કરવાપૂર્વક કેટલીક બાબતો તેમની પર જ છોડી દેવી જોઈએ.
શરતથી બંધનમાં આવીને કન્યાદાન કરવું તે આસુરવિવાહ કહેવાય અર્થાત કન્યા વિક્રય કરીને વિવાહ કરવો તે આસુરવિવાહ કહેવાય. માતા-પિતાની ઈચ્છા વિના જેમાં બલાતુકારે માતા-પિતાને ભય બતાવીને કન્યા લેવાય તે રાક્ષસ વિવાહ કહેવાય. કન્યા સૂતેલી હોય અથવા ગફલતમાં રહેલી કન્યાનું તેની ઈચ્છા વિરૂદ્ધ હરણ કરીને તેની સાથે વિવાહ કરી લે તે પશાચિકવિવાહ કહેવાય. છેલ્લા ચાર પ્રકાર કનિષ્ઠ કહેવાય. તેમાં પણ અપવાદ જરૂર છે. જે વર અને કન્યા બને પરસ્પર રાજીખુશી હોય અને બનેએ પોતાની સંપૂર્ણ અભિરૂચિથી સંબંધ જોડેલો હોય તો તે કનિષ્ઠ વિવાહ પણ શ્રેણમાં પલટાઈ જાય છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૧૭
સહધર્મચારિણી પોતાની ધર્મપત્નીને વિષયભોગનું રમકડું માની લેવું તે ઘોર અજ્ઞાન
વૈવાહિક જીવનમાં કેવળ વિષયભોગનોજ ધ્યેય રાખનાર નર, નર મટીને જાનવર બને છે. તેવા મનુષ્યો નારીને નારાયણ સમજવાને બદલે વિષય ભોગનું રમકડું માની બેસે છે. જ્યારે નારી જે સહધર્મચારિણી કહેવાય તેને વિષયભોગનું રમકડું માની લેવું તે તો મહા ભયંકર ઘોર અજ્ઞાન કહેવાય. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ બન્નેએ ધાર્મિક જીવનમાં અને પરોપકારાદિના શુભ કાર્યો કરવામાં એકએકને સાથ પુરાવવો જોઈએ. જીવ દયાનું પાલન, સાધર્મિક વાત્સલ્ય, તીર્થયાત્રા, સુપાત્ર દાન, જિનબિંબ પ્રતિષ્ઠા મહોત્સવ, ગરીબોનો ઉદ્ધાર, અનુકંપા વગેરે મહાન શુભ કાર્યો અને એ સાથે મળીને કરવા જોઈએ. અને મળેલા મોંઘેરા મનુષ્ય જન્મને સફળ બનાવવા અંગેના બન્નેએ અહર્નિશ મનોરથો સેવવા જોઈએ. - ગૃહસ્થાશ્રમમાં પણ સંયમધર્મની મર્યાદા
જાળવવાની હોય ભોગાવલીના ઉદયે ભોગ ભોગવવા પડે તો અનાસક્ત ભાવે ભોગવવા જોઈએ. તેમાં વધારે પડતી આસક્તિ નહીં રાખવી જોઈએ. ભોગ એ અંતે રોગ એ આદર્શ ક્યારે પણ ભુલાવવો ન જોઈએ. પુત્રપૌત્રાદિનાં તેના વડિલો લગ્ન કરી જાણે છે, પણ સાથોસાથ તેઓ એ રીતની શિખામણ આપતા નથી કે, સંસારના બંધનમાં મેં તને નાખ્યો છે, પણ ખ્યાલ
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૮
મોંગલાચરણ
રાખજે કે ભોગ એ અતે રોગ છે. ભોગ સુખમાં એટલોબધો આસક્ત નહીં બનતો કે કયાંક ભોગ તનેજ ભરખી જાય ! અને તેટલી ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સંયમ ધર્મોની મર્યાદા જાળવજે. આઠમ, પાખી, એકાદશી, ખીજ, પાંચમ વગેરે તિથીના દિવસોમાં અને પ્રત્યેક અષ્ટાન્ડિકાપર્વના દિવસોમાં અને ખાસ કરીને કરીને શાશ્વતિઓની અને પર્યુષણુપ જેવા મહાન પર્વના દિવસોમાં અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરજે. પરસ્ત્રીનો સ’પૂર્ણ ત્યાગ રાખવાપૂર્વક સ્વદારા સંતોષવ્રતનુ આજીવન પાલન કરજે. આવી શિખામણ વડિલો તરફ્થી મળે તો યુવાન વર્ગોંમાં ઘણા ઊંચા સંસ્કારો પડે અને માનવ જીવનને જીવવાપૂર્વક જતે દહાડે તેઓ દિવ્ય જીવનને પણ જીવતા થઈ જાય.
ધર્મના મહાન કાર્યો કરે તે મહાજન
પ્રત્યેક મનુષ્યને બે હાથ હોય અને લગ્ન પ્રસંગે હસ્તમિલાપ થાય એટલે ચાર હાથ ભેગા થાય. ચાર હાથ થયા એટલે તે ચતુર્ભુજ કહેવાય ? એટલે કે લગ્ન થયા પછી જો સંયમી અને અને ગૃહસ્થાશ્રમમાં પણ સંયમધની મર્યાદા જાળવે તો મહામાનવ બની શકે. અને ધર્મના મહાન કાર્યો કરે તો મહાજન બની શકે. કેવળ વિષય ભોગમાં જ આસક્ત અને અને રંગ રાગના વાતાવરણમાં જ જો ગુલતાન બની જાય તો લગ્નજીવન પહેલાં પોતાના બે હાથ ને એ પગ હતા, હવે પતિ-પત્ની બે ભેગા થાય એટલે ચાર હાથ ને ચાર પગ થયા. ચાર પગ જાનવરને હોય. આ
' :
બન્ને પણ
Page #158
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
રંગરાગમાં એવા ગુલતાન અન્યા કે ભગવાનનાં ગીતગાનને પણ ભૂલી ગયા એટલે સીધા જાનવરની કક્ષામાં મૂકાઈ ગયા. માટે ગૃહસ્થાશ્રમમાં પણ સંમયધમની મર્યાદા રાખનાર પોતાના ગૃહસ્થ જીવનને દીપાવી શકે છે. અને તેવા મનુષ્યો પર પરાએ ઉચ્ચ શ્રાવકજીવનની ભૂમિકાએ પહોંચી શકે છે.
કુલીન સ્ત્રીને લીધે ગૃહસ્થાશ્રમમાં મળતા અનેક ધાર્મિક લાભો
૧૧૯
ગૃહસ્થો માટે શુદ્ધ કુલીન સ્ત્રીનો લાભ તે વિવાહનું ફળ અને તેના લાભનાં ફળ એટલે સ`સ્કારી પુત્ર-પુત્રી, ચિત્તની સ્વસ્થતા, ઘરના કામકાજ અંગેની દેખભાળ, જૈન કુળના ઉત્તમ આચારોનું પાલન, દેવગુરૂ સાધર્મિક વગેરેની ભક્તિનો અપૂર્વ લાભ અતિથિ અને પોતાના સગાવહાલા મધુમિત્ર આદિનો. રૂડી રીતે સત્કાર, આ કુલીન અને શીલશરણાગરથી અલંકૃત કલત્રનાં ફળો છે. ઘરમાં ધર્મના સંસ્કારવાળી સ્ત્રી હોય તો સાધર્મિક ભક્તિ સુપાત્રે દાન વગેરે અપૂર્વ લાભો લઈ શકાય. ઘરનો માલિક દસ વીસ સાધર્મિકોને નિમંત્રણ આપીને ઘરે તેડી આવે અને ઘરની સ્ત્રી જ મોઢું" ખગાડે કે, તમે તો દરરોજ એ પાંચને ઘરે તેડતા જ આવો છો, મારે કેટલાનું કરવું ? હું તો ઘરનાનુ પણ માંડ કરી શકું છું ને તમે વળી ઉપરથી દરરોજ એ પાંચને ઉપાડી આવો છો ? આવી રીતે પત્ની છણકો કરે અને સાથ ન આપે તો તેવા અપૂર્વ લાભો એકલા પુરૂષથી શી રીતે લઈ શકાય ? પત્ની સંસ્કારી હોય અને ધર્મની ભાવનાવાળી હોય
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૨૦
મંગલાચરણ
તો ગુરૂ ભગવંતોની વૈયાવચ્ચ અને સાધર્મિકભક્તિ વગેરેના અપૂર્વ લાભો ઘણું સહેલાઈથી મેળવી શકાય. કુકુલીન કે કર્કશા સ્ત્રી સાથે પનારો પડ્યો હોય તો આખો ભવ બગડે અને પરસ્પરના કલેશ અને કંકાસને કારણે પરલોક પણ બગડ્યા વિના રહેતો નથી. મને ઇન્દ્રિયો પર કાબુ તે જ ખરી સ્વતંત્રતા
કુળવધુના રક્ષણ કરવાના ઉપાયો પણ જાણી લેવા જોઈએ. ઘરના કામકાજમાં તેની યોજના કરવી. કામમાં જોડાયેલી રહે એટલે કોઈ પણ પરપુરુષાદિ પ્રતિ તેનું મન ખેંચાય જ નહીં. તેની પાસે દ્રવ્યનો યોગ પણ પરિમિત રાખવો. પૈસાની વધારે પડતી છૂટ આપવી નહીં. સન્માર્ગમાં અથવા જનકલ્યાણદિના કાર્યોમાં પૈસા વાપરવાની તેની શુભેચ્છા હોય તો તેના હાથે છૂટથી સદ્વ્યય કરાવવો. પોતાના ઉપકારી માતા-પિતાને હાથે પણ જરૂર સાત સુક્ષેત્રમાં દ્રવ્યનો વ્યય કરાવવો. ધર્મનાં દરેક શુભ કાર્યો તેમના શુભ હસ્તે કરાવવાં. સ્ત્રીને એવી સ્વતંત્રતા ન આપવી કે જેથી તેના જીવનમાં સ્વચ્છંદતા વધે. પોતાની ઈન્દ્રિયો અને મન ઉપર અંકુશ રાખવો તે જ ખરી સ્વતંત્રતા કહેવાય. મન અને ઇન્દ્રિયોની જે ગુલામી છે તેના જેવી દુનિયામાં બીજી એકે પરતંત્રતા નથી. ખરો સ્વાધીન તે જ છે કે જેની સ્વમાં રમણતા છે અને દુનિયામાં પરાધીન તે જ છે કે જે પરપુગલોમાં રમે છે. મન અને ઈન્દ્રિયો પર સંયમ રાખીને કોઈ પણ સ્વતંત્રતા ભોગવતો હોય તો જરૂર ભોગવવા દેવી. બાકી
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૨૧
ભગલાચરણ
સ્વચ્છ ંદતા અને સ્વેચ્છાચાર જ્યાં પોષાવાની વાત હોય તેવી સ્વતંત્રતા તો પરિણામે ખતરનાક નીવડવાની.
સ્ત્રીઓને પણ મોક્ષપદ પ્રાપ્તિનો સંપૂર્ણ અધિકાર
શ્વેતામ્બર શાસ્ત્રામાં પંદર ભેદે સિદ્ધ કહ્યા છે. તેમાં સ્ત્રીલિંગે પણ ઘણા જીવો સિદ્ધ શૈલા છે. માટે સ્ત્રીમુક્તિ પણ શાસ્ત્રોએ માન્ય રાખી છે. સ્ત્રી સાતમી નરકે ન જાય માટે મોક્ષે પણ ન જાય ! તેવી કોઈ વાત કરતા હોય, તો તે વાત વજૂદ વિનાની છે. તેમને જ પૂછવામાં આવે કે સ્ત્રી શા કારણે સાતમી નરકે ન જાય ? તો તેઓ કહેશે કે તેના તેવા વિધ્વંસ પરિણામ નથી હોતા માટે સાતમી નરકે ન જાય. સ્ત્રીઓના તેટલા વિધ્વંસ પરિણામ નથી હોતા તો તેટલા પ્રમાણમાં પિરણામ સારા ખરા ને ? વાઢીને પણુ કબૂલ કરવુ ંજ પડશે કે હા ? તેટલા પ્રમાણમાં સારા ખરા ? માટે જ તો સ્ત્રીઓ મોક્ષે જઈ શકે છે. સાતમી નરકે તો લિયો મત્સ્ય પણ જાય છે, છતાં તે મોક્ષે જઈ શક્યો નથી. માટે આત્મા જેટલો નીચે જાય તેટલો જ ઊંચે જાય તેવો નિયમ ઘટી શકતો નથી. સાપ નીચે પાંચમી નરક સુધી જાય છે અને ઉપર આઠમા દેવલોક સુધી જાય છે. આત્મા જેટલો નીચે જાય તેટલો જ ઉપર જાય તો આ નિયમ શી રીતે ઘટી શકશે ? માટે મોક્ષપદની પ્રાપ્તિમાં સ્ત્રીઓને પણ સંપૂર્ણ સ્વતંત્રતા મળેલી છે. મરૂદેવાજી, ચંદનબાલાજી, મૃગાવતીજી વગેરે કેટલાય આત્માઓ સ્ત્રીલિંગે પણ મોક્ષપદને પામેલા છે. કલ્પસૂત્રના અધિકાર પ્રમાણે ચોવીસે તિ કરોન
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૨૨
મંગલાચરણ
શિષ્યો જેટલા મોક્ષપદને પામેલા છે, તે કરતાં શિષ્યાઓ ઘણી મોટી સંખ્યામાં મોક્ષપદને પામેલી છે. ઉત્કૃષ્ટા પુરૂષલિંગે એક સમયમાં ૧૦૮ સિદ્ધ થાય છે તો સ્ત્રીલિગે ૨૦ આત્માઓ. સિદ્ધ થાય છે તો ગૃહલિંગે ૪ સિદ્ધ થાય છે કૃત્રિમ નપુંસક-- લિંગે ૧૦ આત્માઓ ઉત્કૃષ્ટા એક સમયે સિદ્ધ થાય છે.
- પંદર ભેદે સિદ્ધ કહ્યા તેમાં અન્ય લિંગે પણ સિદ્ધ કહ્યા છે. આ ઉપરથી સમજી શકાશે કે જેના દર્શનની કેટલી વ્યાપકતા અને વિશાળતા છે. પંદર ભેદ જે કહ્યા તે દ્રવ્યલિંગની અપેક્ષાએ છે. સમ્યક્ જ્ઞાન દર્શન અને ચારિત્ર સ્વરૂપ જે ભાવલિંગ છે તેમાં ભેદ છે જ નહીં. તે તો બધાને માટે એક અને અભેદ છે. આ ઉપરથી સમજી શકાશે કે સ્ત્રીઓને પણ સાચી. સ્વતંત્રતા પૂરેપૂરી અપાએલી છે,
કુળવધુ વિનમ્ર ભાવ રાખે અને સાસુ વાત્સલ્યભાવ
રાખે તો ઘરનું વાતાવરણ સ્વર્ગ તૂલ્ય અને
વિશેષમાં સ્ત્રી જીવનની રક્ષા માટે ઉપરોક્ત બતાવેલા. ઉપાયોની જેમ માતાતૂલ્ય વૃદ્ધ સ્ત્રીઓની વચમાં રહેવાથી. અને સાસુ વગેરેનો વિનય જાળવવાથી પણ સ્ત્રીજીવનનું રક્ષણ થાય છે. કુળવધુ સાસુનો વિનય જાળવે અને સાસુ, કુળવધુ પ્રતિ વાત્સલ્યભાવ રાખે પછી ગૃહકંકાસ ઊભો થવાનું કોઈ કારણ જ નહીં રહે ? અને ઘરનું વાતાવરણ સ્વર્ગસૂલ્ય. બની જાય. ક્ષુદ્ર હૃદયના મનુષ્યો માટે આ સંભવિત નથી.
Page #162
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૨૩
હૃદય જેમનાં વિશાળ છે તેમના માટે બધું સુસંભવિત છે.
યૌવન કાળમાં માનવી સંયમને માર્ગે વળે તો તેના જેવું એક ઉત્તમ નથી. પણ દીક્ષા અંગીકાર ન કરે અને તેના જે લગ્ન કરી આપવામાં ન આવે તો તે ઊધે રસ્તે ચડી જાય. પરસ્ત્રીગમન વેશ્યાગમન જેવા મહા ભયંકર દોષોમાં પડી જાય. અને ઉભય લોક વિરૂદ્ધ ઘોરાતિઘોર કૃત્યોનું સેવન કરતા થઈ જાય. આ બધા અનર્થોથી બચાવવા માટે ઘરમાં કોઈ કરનાર ન હોય તો માતા-પિતાને પણ પોતાના પુત્રપુત્રીના પ્રસંગો બહુ રાચીમાચીને નહીં પણ ઉદાસીન મને પતાવી દેવા પડે. વર-વધૂ બન્ને સંસ્કારી અને ધર્મ ભાવના વાળા હોય તો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ઉત્તરોત્તર ગૃહસ્થાશ્રમને દીપાવવાપૂર્વક જરૂર પોતાના આત્માનો વિકાસ સાધે અને પરંપરાએ સમ્યગ જ્ઞાનદર્શન અને ચારિત્ર સ્વરૂપ મોક્ષ માર્ગને આરાધીને પરમપદના અધિકારી બની શકે
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૨૪
મંગલાચરણ
પાપભીરુતા તથા પ્રસિદ્ધ
દેશાચારનું પાલન માગનુસારીતાના પાંત્રીસ બોલમાં ચોથો બોલ પાપભીરુતા છે અને પાંચમો બોલ પ્રસિદ્ધ દેશાચારનું પાલન કરવું તે છે. માનવી પાપથી ડરતો રહે તેને પાપભીરુતા કહેવામાં આવે છે. માનવી જે હિંસા, અસત્ય, અનીતિ, અન્યાય, ચોર્યકર્મ વગેરે પાપ કર્મથી ડરતો રહે તો જગતમાં તેને બીજા કોઈથી ડરવું ન પડે. માનવી કાં એકથી ડરે કાં પછી તેને અનેકોથી ડરતા રહેવું પડશે. સિંહ જંગલમાં કોઈથી ન ડરે છતાં તે અગ્નિથી ડરતો રહે છે, તેમ ધર્માત્મા પુરૂષ કોઈથી ન ડરે, પણ તે પાપથી ડરતો રહે છે. નિષ્પા૫ સર્વત્ર નિર્ભય હોય છે. જે પુરૂષો નિષ્પાપ હોય છે, જેમણે જીવનમાં ઘોર દુષ્કૃત્યો કરેલાં હોતાં નથી, તેવા પુરૂષોને મૃત્યુનો પણ ભય રહેતો નથી. તેવા મહાપુરૂષો મૃત્યુ ઉપર પણ વિજય મેળવીને મૃત્યુંજય બની જાય છે. જ્યારે શાસ્ત્રોમાં પાઠ આવે છે કે “પાપી સર્વત્ર બિભેતિ” પાપીને સર્વત્ર ભય હોય છે. માનવને માનવનો ભય નહીં, પણ
ભય દુષ્કૃત્યો અંગેનો કેટલાક વ્યાપારી અમલદારોથી અને ઈનકમટેક્ષ ઓફીસરોથી ભય પામતા હોય છે. ગમે તેવા અમલદાર હોય
Page #164
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૨૫
કે ઓફીસર હોય તે પણ માણસ જેવા માણસ જ હોય છે, બે હાથપગ તેમને હોય છે, બે હાથપગ આપણને પણ હોય છે. જ્યારે તેઓ પણ માણસ જેવા માણસ જ છે, તો તેમનાથી ભય લાગવાનું કારણ શું ? સત્તા જે તેમને અપાયેલી છે તે તો રક્ષણ માટે અપાયેલી છે. કોઈના નાશ માટે સત્તા અપાયેલી નથી, છતાં માનવી તેમનાથી ભય કેમ પામે છે ? ખરી રીતે માનવીને માનવીનો ભય હોતો નથી. માનવીને ભય પોતાના દુષ્કૃત્યો અંગેનો હોય છે. પોતાના પાપ કમ જ માનવીને અંદરથી કોરી ખાતા હોય છે. આજે ભલભલા શ્રીમંતોને એક સામાન્ય પટ્ટાવાળાને સલામ ભરવી પડે છે. અને પટ્ટાવાળા કેટલીકવાર શ્રીમંતોને ધધડાવી પણ નાખે છે, અને તેમને મુંગે મોઢે સાંભળી લેવું પડે છે. કારણ કે પાપ એવી ભયંકર વસ્તુ છે જે અંદરથી આત્માને નબળો કરી નાખે છે.
- વ્યાપારીના ચોપડાના પાને પાને જો નીતિ ઝળહળતી હોય તો પછી અમલદારો કે ઓફીસરો તેનું શું બગાડી શકવાના છે ! એકવાર અમલદારોને વિશ્વાસ બેસી જાય છે, આ વ્યાપારીનું નૈતિક ધોરણ ઘણું જ ઊંચું છે, પૈસાના પ્રલોભનમાં પડીને તે પ્રાણાતે પણ અનીતિ આચરતો નથી અને તેના ખાતાવહીમાં લેશ પણ ગડબડગોટાળા નથી, તેવા પ્રામાણિક વ્યાપારીઓના કેટલીકવાર અમલદારો કે ઓફીસરો ચોપડાએ તપાસતા નથી, અને કયારેક અચાનક દુકાનમાં આવી ચડ્યા હોય તો એ સલામ ભરીને રવાના થઈ જાય, ધનના લોભે
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૨૬
મંગલાચરણ
દુનિયામાં બધી વિડંબના ઊભી થઈ છે અને અતિ લોભને કારણે માનવીને ધોળા ઉપર કાળું ચિત્રણ કરવું પડે છે.
બાઘવૈભવ કરતાં આંતર વૈભવનું મૂલ્ય જબ્બરદસ્ત
માનવી ડબલ ચોપડા બનાવવા જાય પણ તેમાં તેને ટમ્બલ કેટલી પડે છે, અને પાપ એટલી બધી ભયંકર ચીજ છે કે, જેમ જેમ જીવનમાં તેનો રસ પોષાતો જાય તેમ તેમ ચિકણું લોહ જેવાં કમથી આત્મા લેવાતો જાય છે. હવે ખોટાનું સાચું કરવું એટલે માનવીને તેમાં રસ કેટલો પોષવો પડે ! શુભમાં રસ પોષાય તો પુણ્ય પ્રકૃતિનો ઉત્કૃષ્ટ બંધ પડે. પણ એકલો અશુભમાં રસ પોષાતો હોય એટલે અશુભનો જ તીવ્ર બંધ પડે. પાપ કર્મ એવી ભયંકર ચીજ છે કે અનીતિના રસ્તેથી માનવી ભલે કરોડો કમાઈ જાય, છતાં તેને હૃદયની શક્તિ મળતી નથી. જ્યારે જુઓ ત્યારે તેના હૃદયમાં શાતિને બદલે સંતાપ જ હોય છે. અલ્પ ધની હોય છતાં નીતિ ન્યાય અને પ્રામાણિકતાથી ચાલનારો હોય તો તે જીવનમાં અનુપમ શાન્તિને અનુભવતો હોય છે.
દુનિયામાં બાહ્ય વૈભવ કરતાં પણ અંતર ભવનું મૂલ્યાંકન જબ્બરદસ્ત હોય છે. ક્ષમા, નમ્રતા, સરળતા, નિલભતા, સત્ય, સંતોષ સમ્યમ્ જ્ઞાન દર્શન ચારિત્ર આદિ જે આત્મિક ગુણ છે તે જ ખરો આંતર વૈભવ છે, તેમાંનો એક પણ ગુણ જીવનમાં અંશે પણ પ્રગટેલો
Page #166
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૨૭
ન હોય, અને ધન દોલતના બાહ્ય શૈભવની દૃષ્ટિએ ભલે કરોડપતિ પણ કેમ નથી હોતો છતાં આંતર વૈભવની અપેક્ષાએ જ્ઞાનીએ તેવાને કંગાલ કહ્યો છે.
બાહ્ય વૈભવની અપેક્ષાએ તે સંપત્તિના શિખરે બેઠેલો છે પણ આંતર વૈભવની દૃષ્ટિએ તે તદ્દન દરિદ્ર છે. આત્મામાં સમ્યક્ત્વ જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણ છે. તે બધા ગુણો પ્રગટે તો તો આત્મા પરમાત્મા બની જાય. અનંતા ગુણોમાંથી એક સમ્યકત્વગુણ પ્રગટે અને તે પણ જે ક્ષાયિકભાવે પ્રગટ તો તો આત્મા કૃત્યકૃત્ય થઈ જાય ! આ કાળે ક્ષાયિકભાવ છે નહીં, ક્ષાયોપથમિક ભાવે પણ સમ્યક્ત્વ પ્રગટે તો એ આત્મા ધન્ય ધન્ય બની જાય !
ગુણના આંશિક પ્રગટીકરણમાં પણ અનુપમ શાંતિ
આત્માનો એકાદ ગુણ અંશે પ્રગટે તો એ આત્મા અનુપમ સુખ શાન્તિને અનુભવી શકે. તો જે સિદ્ધ ભગવંતોના અનંતાનંત ગુણ ક્ષાયિકભાવે પ્રગટેલા છે તે સિદ્ધ ભગવંતોનો આનંદ અને અનંત અવ્યાબાધ સુખ કેવા પ્રકારનું હશે ! પ્રતિ સમયે તેઓ અનંત અવ્યાબાધ સુખને અનુભવી રહ્યા છે. અનંત જ્ઞાનીઓ પણ સિદ્ધ ભગવંતોના સુખને જ્ઞાનના બળે જાણી શકે પણ કહી ન શકે. ભાષા વગણમાં તો જેટલું આવતું હશે તેટલું જ આવવાનું.-- *
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૨૮
મંગલાચરણ
સમ્યત્વ એ જ આત્માનો ખરો સાથી
સભ્યશ્રદ્ધાન એ સમ્યકત્વનો વિષય છે. શ્રદ્ધાન સમ્યમ્ થાય એટલે જ્ઞાન પણ સમ્યગૂ થઈ જાય, અને ચારિત્રને પણ પરંપરાએ સમ્યમ્ શ્રદ્ધાન અને સમ્યગ જ્ઞાન ખેંચી લાવે. આ ગુણો જેનામાં અંશે પણ પ્રગટેલા હોય તે આર્થિક દૃષ્ટિએ ગમે તેટલો કમજોર હોય છતાં આંતર દૃષ્ટિએ તે મહાવૈભવશાળી છે.
શમ સવેગાદિ સમ્યકત્વના પરિણામવાળો રંક હોય તો પણ તે રાજા સમાન છે. અને સમ્યકત્વના પરિણામ વગરનો રાજા હોય તો તે રંક સમાન છે. ભવોભવમાં સમ્યક્ત્વ એજ આત્માનો ખરો સાથી છે. અને મિથ્યા શ્રદ્ધાનુરૂપ જે મિથ્યાત્વ છે, તે જ આત્માનો કદરમાં કટ્ટર શત્રુ છે.
કરણી પાર ઉતરણ
આ રીતે આંતર વૈભવનું સ્વરૂપ જેને સમજાયું તે જીવ ધન વૈભવાદિ બાહ્ય વૈભવમાં રાચે નહીં. પછી એ માટે અનીતિ, અન્યાય, વિશ્વાસઘાત જેવાં પાપ તો તે આચરે જ શેનો ? તે તો સારી રીતે સમજતો હોય છે કે, જે વૈભવાદિ માટે આજે પાપ આચરવામાં આવે છે તે વૈભવાદિ ક્ષણભંગૂર અને નાશવંત છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૨૯
મૃત્યુના સમયે ધન હોભવાદિ અહિંને અહિં રહી જાય છે. અને તેની પાછળ માનવી જે પાપ આચરે છે, તે ભવાંતરમાં સાથે જાય છે. અને તે પાપ ભવોભવમાં જીવને દુખ આપનારાં હોય છે.
ધન જમીનમાં દાટી રાખેલું હોય કે પછી બેંકમાં સેફ ડીપોઝીટમાં મૂકી રાખેલું હોય, જ્યાં રાખ્યું હશે ત્યાંનું ત્યાં જ રહેવાનું છે. કરોડો લાખો ભેગા કર્યા હશે પણ આખિર “દુનિયા દો દિન કા મેલા, સબ ચલા ચલીક ખેલા સંગ ચલે ના એક અધેલા !” આ બે લીટીમાં એવું રહસ્ય મૂકેલું છે કે, ભલભલા ધનાલ્યોનો ભ્રમ દૂર થઈ જાય. માનવી મેળવે જ જાય છે પણ તેને એ ભાન નથી કે, એક દિ મેળવેલું બધું મૂકીને જવાનું છે, અને તે દિ તેને કોઈ પાર નહીં ઉતારે. માત્ર ઉચ્ચ કરણી કરી હશે તો તે જરૂર પાર ઉતારશે. અને કહેવત પણ છે કે “અંતે કરણી પાર ઉતરાણું. નર જે ઉચ્ચ કરશું કરે તો સંત કબીર લખે છે કે, “નર કો નારાયણ હોય” ઉચ્ચ કરણના પ્રભાવે નર નર મટીને નારાયણ બને છે.
पशु की तो पनिया भई, नर का कछु न होय । नर जो करणी करे, तो नरका नारायण होय ॥
પશુ મૃત્યુને પામી જાય તોયે પાછળથી તેના ચામડાની મોજડી બને છે. અર્થાત સૂર્તી બને છે. જેને કાઠીયાવાડી ભાષામાં કાંટારખા પણ કહેવામાં આવે છે. જ્યારે
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૩૦
મંગલાચરણ
મનુષ્ય મૃત્યુને પામ્યા બાદ તેના મૃત શરીરની કોઈ ચીજ બનતી નથી અને તેનું મૃત શરીર કશા ઉપયોગમાં પણ આવતું નથી. છતાં હમણાં જ કહી ગયા તેમ નર જે ઉચ્ચ કરશું કરે તો મહાન ઉચ્ચ પદવીને પામી શકે છે. જીવદયા, શીલત્રત, તપ, સંયમ, સુપાત્ર દાન, એનું પાલન એ જ મહાન ઉચ્ચ કરણી કહેવાય. તેવી કરણ કરનાર જીવને દુર્ગતિનો ભય રહેતો નથી, અને સગતિ તેવા આત્માઓની રાહ જુએ !
સ્વ દયામાં જ સ્વનું રક્ષણ આત્માને પાપના ભારથી લાદવો નહીં. ભારે વસ્તુ પાણીમાં નાખવામાં આવે તો જેમ નીચે જાય તેમ પાપના ભારથી લદાયેલો આત્મા પણ ભવ સમુદ્રના તળિયે જાય છે. સ્વ આત્માની જેનામાં દયા હોય તે જ સ્વ આત્માનું રક્ષણ કરી શકે. પર દયા પણ જરૂર કરવાની, પણ સ્વ દયાનો વિષય તો તેથી પણ ઘણું મહત્ત્વનો છે. જેનામાં સ્વ દયા ન હોય તેનામાં પર દયા હોઈ શકે નહીં. ગાયોનાં ઘણને અહાર ચારવા લઈ જનારો ગોવાળ જેમ હિંસક પશુઓથી તેનું રક્ષણ કરે તેમ કામ ક્રોધ રાગદેષાદિ અંદરના ભાવ શત્રુઓથી આત્માનું રક્ષણ કરવાનું છે. અંદરના ભાવ શત્રુઓ જ આત્માના જ્ઞાન દર્શનાદિ ભાવ પ્રાણનો ઘાત કરનારા છે. સ્વ દયાના વિષયને સમજનારા જ આ રીતે સ્વ આત્માનું રક્ષણ કરી શકે.
Page #170
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૩૧
કુંભારને કયારેક ગધેડાની દયા આવે તેટલી પણ માનવીને સ્વ આત્માની દયા આવતી નથી
કુંભાર જેવા કુંભારને ક્યારેક ગધેડા ઉપર બહુ વધારે પડતો ભાર લદાઈ ગયો હોય અને અતિ ભારને લીધે ગધેડો રસ્તામાં વારંવાર પડી આખડી જતો હોય તો દયા આવી જાય છે. અને તેને અફસોસ પણ થાય કે અરે મેં આ બિચારા અબોલ પ્રાણી ઉપર આટલો બધો ભાર લાદયો તે ઠીક ન કર્યું. જ્યારે આજે ભાવ દયાના સ્વરૂપથી અનભિજ્ઞ માનવીને તેટલી પણ સ્વ આત્માની દયા નથી ! તેને એ રીતનો અફસોસ પણ નથી થતો કે અરર ? હું મારા આત્માને પ્રતિ સમયે કર્મના અસહ્ય ભારથી લાદી રહ્યો છું, પણ એ કર્મોના વિપાક ભોગવવાનો વખત આવશે ત્યારે મારી હાલત શું થશે ?
- પાપ આચરવામાં જીવે ભૂલ માત્ર બે ઘડીની કરી હોય, પણ તેના વિપાક હજારો લાખો ને કરોડો વર્ષ સુધી અને કેટલીકવાર ભાવોનાભવો સુધી જીવને ભોગવવા પડે છે. માટે પાપ આચરવાની તો વાત બાજુ પર રહી, પણ જીવે જો સ્વ હિત સાધવું હોય તો તેનો પડછાયો પણ લેવા જેવો નથી. નિશલ્ય, નિકષાય અને નિર્વેર આત્માની
ગુણશ્રેણી ઉત્તરોત્તર વૃદ્ધિને પામે આત્માને નિષ્પાપ, નિઃશલ્ય, નિવૈર અને નિઃસંગ
આk
Page #171
--------------------------------------------------------------------------
________________
મૉંગલાચરણ
બનાવવામાં આવે તો ઉત્તરોત્તર તેની ગુણશ્રેણી વૃદ્ધિને જ પામતી રહેવાની. નિઃશલ્ય, નિઃકષાય અને નિવૈર બનેલો આત્મા થોડું પણ તપ કરશે અને થોડી પણ ધર્મ પ્રવૃત્તિ કરશે છતાં તેનુ ફળ તેને અનંત ગણું મળશે. અને મનમાં શલ્ય રાખીને લક્ષ્મણા સાધ્વીની જેમ ગમેતેટલું દુષ્કર તપ કરશે છતાં તે અફળ જશે. સૂયગડાંગ સૂત્રમાં તો ત્યાં સુધી લખ્યુ છે કે :
૧૩૨
जइवियणिगसे किसेचरे, जइ वियभुंजिय मासमंतसो । जेइहमायाइमिज्जइ, आगंतागम्भाय णंसतो 11
એટલે કે નગ્ન શરીરે જંગલમાં એકાકી રહેતો હોય, માસક્ષમણને પારણે અન્નગ્રહણ કરતો હોય, છતાં મનમાં જો માયા શલ્ય રહી ગયેલું હોય અર્થાત મનમાં કોઈ પણ પ્રકારનું શલ્ય રાખી ગમે તેટલું દુષ્કર તપ કરતો હોય, છતાં તેને અનંતીવાર ગર્ભાવાસમાં જવું પડશે. અને મનમાંથી શલ્ય કાઢીને તેવું દુષ્કર તપ અથવા પોતાની શક્તિ અનુસાર પણ જો કરવામાં આવે તો જીવ તે જ ભવે વા ત્રીજે ભવે અથવા છેવટે સાતમે કે આઠમે ભવે જન્મમરણના દુઃખોનો અંત કરી નાખે છે.
ભાવશલ્ય ભવોભવ માટે દુઃખદાયક
શલ્યનું પાપ એ અતિ ભયંકર પાપ છે. ઘરબાર છોડી દેનારા પણ કેટલીકવાર અંદરના શલ્યનો ત્યાગ કરી
Page #172
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
શકતા નથી. એટલે પછી તેવા જીવો કરણીના વાસ્તવિક ળને પામી શકતા નથી. પગમાં કાંટો કે કાચ વાગી જાય તે તો દ્રવ્ય શલ્ય છે અને તે ન નીકળે ત્યાં સુધી પીડા કરે, પણુ મિથ્યાત્વ શલ્ય, નિયાણુ શલ્ય અથવા માયા શલ્ય એ ભાવશલ્ય છે અને તે ભવોભવ માટે દુઃખદાયક છે. માટે તે શલ્યના પાપથી અથવા અઢારે પાપસ્થાનકોથી ડરતા રહેવું તે મહાન સદ્ગુણ છે. પાપથી ડરતા રહેવું તેમાં લેશ પણુ કાયરતા નથી. કાયરતા પાપ આચરવામાં છે.
૧૩૩
!
सोहंजहा खुड्डुमिगाचरंता दूरेचरंति परिसंकमाणा । एवं तु महावि समिक्व धम्मं, दूरेणपावं परिवज्जएज्जा ।।
સિંહના વસવાટવાળા જંગલના પ્રદેશમાં હરણ પણ વસતાં હોય છે, અને તે હરણ જં ગલમાં ચારો ચરવાની ઝરણાનાં પાણી પીવા વગેરેની બધી પ્રવૃત્તિ કરતાં હોય છે, પણ મનમાં સિંહનો ભય રાખી ને અને જ્યાં સિંહ વિચરતા હોય તેનાથી દૂરદૂરના પ્રદેશમાં તે વિચરતાં હોય છે. તેવીજ રીતે ધર્મોના રહસ્યને જાણનારા બુદ્ધિમાન પુરૂષો પણ હૃદયમાં પાપનો ડર રાખીને વ્યાપાર વાણિજ્યાદિની બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે. આટલી પણ યોગ્યતા માનવીમાં આવી જાય તો તેને કનો બંધ પડે પણ તીવ્ર ખંધ ન પડે. અને વજાના લેપ જેવાં કર્મો તે ન આંધે. જ્યારે મનમાં પાપનો ડર રાખ્યા વિના એધડકપણે પાપ આચરવાથી કનો અંધ કયારેક તીવ્ર તો ઠીક પણ તીવ્રતર અને તીવ્રતમ પડી જાય છે અને તે કર્મ ઉદયમાં આવતાં દુ:ખ પણ એવાં તીવ્ર
'
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ભોગવવાં પડે છે કે ઘણા લાંબા કાળ સુધી તેનો કયાંય કિનારો કે આરો આવતો નથી, અને ફ્રી સદ્ગતિમાં જન્મ લેવાનો ઝટ વારો લાગતો નથી.
ઉત્તમ મધ્યમ અને અધમ
મોંગલાચરણ
राजदंडभयात्पापं,
नाचरत्यधमोजनः
1
परलोक भयात् मध्य स्वभावादेव चोत्तमः ॥
આ ગાથામાં માનવના ત્રણ પ્રકાર લખેલા છે. રાજદ’ડના ભયથી જેઓ પાપ ન કરતા હોય તેવાને અધમ કહ્યા અને પરલોકના ભયથી પાપ ન કરતા હોય તેવાને મધ્યમ કહ્યા અને સ્વભાવથી જ પાપ ન આચરતા હોય તેવાને ઉત્તમ કહ્યા છે. રાઈડના ભયથી જેઓ પાપ ન કરતા હોય તેવાને એમ લાગે કે પોલીસ અધિકારી વગેરે અમલદારો હમણાં આપણા હાથમાં છે, બધાનાં ખીસ્સાં તર કરેલાં છે, હમણાં આપણું કોઈ નામ લે તેમ નથી. એટલે પછી તેવા મનુષ્યો નિર્ભિક મનીને પાપ આચરતા હોય છે. કારણ કે તેમને પાપનો ભય ન હતો, જે ભય હતો તે રાજદ'ડનો હતો. રાજ્યમાં પણ સડો આવા મનુષ્યોથી પેસે છે. દુનિયામાં મોટે ભાગે વાતાવરણ એટલુ બધુ બગડી ગયું છે કે, લાંચ કે રુશવત વિના કોઈ કામ થતું નથી. તેમાં દોષિત કોને ઠરાવવા ! એ સમજાતું નથી ! વિચારવામાં આવે તો અધિકારી કે વ્યાપારી અને દોષિત છે. અધિકારી કે વ્યાપારી બન્ને પ્રમાણિક હોય ત્યાં આવો સડો પેસવાનો કોઈ સવાલ જ ઊભો
Page #174
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૩૫
થતો નથી. અને તેવા પ્રામાણિક પુરૂષો પણ દુનિયામાં છે. બહુરત્ના વસુંધરા છે, કાંઈ ધરતી વાંઝણી નથી.
જે માનવીને એવો ડર રહેતો હોય કે, હું પાપ કરીશ તો પરલોકમાં કટુક ફળ મારે ભોગવવા પડશે. પાપ શરૂઆતમાં જ મધુર હોય છે, વિપાકમાં અતિ દારૂણ હોય છે. તેવા મનુષ્યોને મધ્યમ કહ્યા અને શ્રીપાલ રાજા અને સુદર્શન શેઠની જેમ જે મનુષ્યોના સ્વભાવમાં જ પાપ નથી તેવાને ઉત્તમ કહ્યા છે. ચંદનના સ્વભાવમાં જ સુગંધ છે. તેને છેદો કે ભેદો અથવા બાળો તે સુગંધ જ ફેલાવશે, તેમ જે મનુષ્યના સ્વભાવમાં જ સત્ય અને શીલની સુગંધ ભરી છે તે મનુષ્યના જીવનમાંથી ચારે બાજુ ખુશબો જ છૂટવાની છે. જ્યાં જીવનમાં દુષ્કર્મની દુર્વાસના જ નથી, ત્યાં બદબો છૂટવાનું તો કાંઈ કારણ જ રહેતું નથી. સુદર્શન શેઠ અને શ્રીપાલ મહારાજા જેવા પૂર્વકાળમાં થઈ ગયેલા મહાપુરૂષો પોતાના સગુણની સુવાસ એવી તો મહેકાવી ગયા છે કે, આજ પર્યત તેમના જીવનની સુવાસથી વાતાવરણ મધમધતું રહ્યું છે. તેમને થઈ ગયે હજારો ને લાખો વર્ષો થવા છતાં આજ પર્યત સૂર્યોદય પહેલાં તે મહાપુરૂષોનાં નામ લેવાય છે અને લેવાતાં રહેશે. બસ આનું નામ જ ધન્ય જીવન કહેવાય. જ્યારે પાપ કર્મની દુર્વાસનાથી ખદબદતા મનુષ્યો જીવતા હોવા છતાં મરેલા જેવા હોય છે. હમણાં જ ઉલ્લેખ કરી ગયા તેવા મહાન પુરૂષો મૃત્યુને પામી ગયેલા હોવા છતાં તેમના શુભ નામ દરેકના મુખા હોવાથી જાણે જીવતા જેવા જ છે માટે જેમના સ્વભાવમાં
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૩૬
મંગલાચરણ
જ પાપ ન હોય તેવા જ પુરૂષોને ઉત્તમ કહ્યા છે.
અરે ! કેટલાક તો એવા પણ હોય છે કે જેઓ રાજદંડના ભય ને પણ ઘોળીને પી જતા હોય છે અને જીવનમાં તીવ્રતર પાપ આચરતા હોય છે. તેમને કોઈ કહે કે અરે ! તમે આવા પાપના ધંધા કરો છો સરકાર તમને પકડીને કયાંક જેલમાં બેસાડી દેશે ? ત્યાં તેઓ કહે કે ભલે સરકાર જેલમાં બેસાડશે પણ રોટલા તો ખાવા આપશેને ! રોટલા તો સરકારને આપવા જ પડવાના છે તો જેલમાં જલસા કરીશું ! આવા મનુષ્યોને અધમાધમ કોટીના કહ્યા છે. પરલોક વિષે શંકા રાખવી નહીં અને રહેતી હોય
તોએ તીવ્ર પાપ આચરવા નહીં
.संदिग्धेपि परेलोके त्याज्यमेवाशुभं बुधैः । . यदिनस्ति ततः किस्यात् अस्तिचेन्नास्तिको हतः ।।
- જ્ઞાની પુરૂષોએ તો ત્યાં સુધીમાં વિધાનો કરેલાં છે કે, પરલોક વિષે બિલકુલ શંકા રાખવાની નથી. છતાં કોઈ કર્મના ઉદયે રહેતી હોય તો પણ પંડિત પુરૂષોએ અશુભ એવા પાપ કમોનો પરિત્યાગ કરી દેવો જોઈએ. જે મનુષ્યોએ આ ભવમાં દુકાન કર્યા હોય અને પુણ્ય ઉપાર્જન કરીને પરલોકમાં ગયા અને પરલોક ન નીકળ્યું તો, જેઓ પુણ્ય ઉપાર્જન કરીને પરલોકમાં ગએલા છે તેમનું શું બગડવાનું છે ? અને રખે પરલોક નીકળી પડયું તો જેઓ ઘોસતિઘોર પાપ બાંધીને
Page #176
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૩૭.
પરલોકમાં ગયા હશે તેમના તો ભુક્કાજ બોલી જવાના છે. માટે પરલોક તો છે ને છે જ. તેમાં શંકા કરવી તે મિથ્યાત્વનો ઉદય કહેવાય છતાં શિખામણ કેટલી સરસ આપી કે ભાઈ ! તને શંકા રહેતી હોય તો પણ તું દુષ્કમનો પરિત્યાગ કરી દેજે. નહીં તો ખેર નથી કે તું ભવાંતરમાં ક્યાંય ઊભો રહી શકે ? કયાંનો કયાં દુર્ગતિમાં ફેંકાઈ જઈશ. ફરી અનંત કાળે મહા મુસીબતે પાછાં સદગતિનાં દ્વાર ખુલશે. માટે તું પંડિત હો અથવા તારામાં થોડી પણ સુબુદ્ધિ હોય તો તું પાપથી ડરતો રહેજે. - -
:.. ! દષ્ટ અને અદષ્ટ પાપો
. કેટલાક દૃષ્ટ પાપો હોય છે અને કેટલાક અદૃષ્ટ પાપ હોય છે. દેખીતું નુકશાન કરતા હોય તે દુષ્ટ પાપ કહેવાય. જેમ કે ચોરી, જારી, જુગાર રમવું વગેરે સમગ્ર જગતમાં પ્રસિદ્ધ પાપો છે, અને દેખીતું તત્કાલિક નુકશાન કરનારા છે. ચોરી અને જારીનું પાપ સેવનારાઓને આ લોકમાં રાજસત્તા તરફથી વધ બંધન વગેરે અનેક કષ્ટો ભોગવવા પડે છે, અને પરલોકમાં તો તેવા જીવો દુર્ગતિના અધિકારી બને છે. '
જ્યારે મદિરાપાન માંસ ભક્ષણ વગેરે પાપો અદૃષ્ટ નુકશાન કરનારા છે. જો કે મદિરાપાન મહાપાપ છે. તેવા મનુષ્યોની આ લોકમાં પણ ઈજજત રહેતી નથી. અને માંસ ભક્ષણ કરવું તે પણ મહાપાપ છે. આજે દુનિયામાં માંસાહાર વધ્યો એટલે રોજીંદો સંહાર પણ એટલું બધો વધી પડ્યો
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૩૮
મંગલાચરણ
~
કે, હજારો અને લાખો મૂક પ્રાણીઓને પ્રતિદિન મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવે છે. મનુષ્યો જે માંસાહાર ત્યાગ કરીને સાત્વિક ભોજન લેતા થઈ જાય તો હજારો લાખો અબોલ પ્રાણીઓને જીવિત દાન મળે.
માંસાહાર વગેરે પાપો એવા છે કે, અત્યારે દેખીતું નુકશાન ભલે દૃષ્ટિપથમાં ન પણ આવે એટલે રાજસત્તા તરફથી કોઈ પ્રકારનું કષ્ટ માથે ન પડે, પણ તેવા જીવોને કર્મસત્તા તો છોડવાની જ નથી. ભવોભવમાં તેવા જીવોને દુર્ગતિના દારૂણ દુઃખ ભોગવવાં જ પડશે. જો કે દારૂ પીનારા છે અને માંસ ભક્ષણ કરનારા મનુષ્યોને આ લોકમાં પણ શારીરિક
અને માનસિક અનેક કષ્ટ ભોગવવાં જ પડે છે. શરાબ પીવાથી અનેક દોષો ઊભા થાય છે. અને તેવા શરાબી મનુષ્યો શરાબના નશામાં ને નશામાં ક્યારેક એવો અનર્થ કરી બેસે છે કે દુનિયામાં તો ઠીક પણ પોતાના સ્વજનોને પણ મોં બતાવી શક્તા નથી. માટે માંસાહાર, મદિરાપાન વગેરે. પાપો ભલે અદૃષ્ટ ફળ આપનારા કહેવાતા હોય, એટલે કે અદૃષ્ટ ઉપદ્રવના હેતુ કહેવાતા છતાં તે પણ ત્રિવિધ પરિહરવા યોગ્ય છે. તેવાં પાપો સેવનારા પરલોકમાં તો દુર્ગતિના અધિકારી બને છે છતાં આ લોકમાં પણ માંસાહારી અને શરાબી મનુષ્યોને અનેક કષ્ટ વેઠવાં પડે છે.
સુક્તના ભંડાર ગુપ્ત રાખો અને બાપ જાહેર કરો
પુણ્યનાં કાર્યો મનુષ્યો જગજાહેર કસ્તા હોય છે,
Page #178
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૩૯
?
જ કહેવાય
તેને
અને કરેલાં પાપોને ઢાંકતા હોય છે, એટલે તેને ગુપ્ત રાખવાના પ્રયાસો કરતા હોય છે. જ્યારે ખરી રીતે સુકૃતના ભંડાર ગુપ્ત રાખવા જોઈએ અને કરેલાં પાપ કોઈ યોગ્ય ગીતાર્થ મહ. પુરૂષોની આગળ જાહેર કરી દેવા જોઈએ. પાપો સેવવા અને પાછા છુપાવવા એ તો મહા અપરાધ કહેવાય. વૃક્ષનાં મૂળ ઊંડા હોય અને જેમ તેને પ્રતિ વર્ષ ફળ આવે તેમ સુકૃતનાં મૂળ પણ જે ઊંડા જાય તો પરંપરાએ મોક્ષરૂપી. અમૃતફળ આવે. એકાદ સુકૃત પણ અંદરના ચડતા પરિણામથી કર્યું હોય, તો શાલિભદ્રની જેમ જીવ અનંતી પુણ્યરાશીનો ભાગી બને. અને પરંપરાએ મુક્તિ સુખ મેળવવાનો સૌભાગી બને.
પરિણામમાં અમૃત અને પરિણામમાં ઝેર
જે
કૃતનાં મૂળ
ચડતાં પરિણામ તે જ સકૃતનો પ્રાણ છે. કારણ કે સંપૂર્ણ ક્રિયાનો યોગ હોવા છતાં શુભ પરિણામનો જે અભાવ હોય તો મોક્ષની સિદ્ધિ થતી નથી. શાસ્ત્રકાર મહાપુરૂષોના વિધાન પ્રમાણે સર્વ જીવો અનંતીવાર રૈવેયકમાં ઉત્પન્ન થ ચૂકેલા છે, અને રૈવેયકમાં અસંપૂર્ણ સાધુ કિયાવાળા જીવો ઉત્પન્ન થઈ શક્તા નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, અનંતીવાર સંપૂર્ણ ક્રિયાનો યોગ થવા છતાં સમ્યક્ત્વાદિ શુભ પરિણામના અભાવમાં જીવનો મોક્ષ થઈ શક્તો નથી. ભલે પંચમહાવ્રત પાળીને નવમા સૈવેયક- સુધી જાય, પણ સમ્યકત્વના અભાવમાં પાંચ અનુત્તર વિમાનમાં પણ જઈ શકે નહીં, તો મોક્ષે જવાની તો વાત જ્યાં રહી?- આ ઉપરથી સમજી લેવું
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૪૦
મંગલાચરણ
કે, શમ સંવેગાદિ સમ્યક્ત્વનાં પરિણામ એ શી ચીજ છે અને શાસ્ત્રોમાં તેનું કેટલું મહત્વ અંકાયેલુ છે. તેટલાથી ક્રિયાયોગનુ પણ કમ મહત્વ નથી. સમ્યક્ અને ક્રિયાયોગ બન્નેનો સુમેળ થાય એટલે સોનામાં સુગંધ જેવો સુમેળ કહેવાય.
सम्यक्त्व सहिताएव, शुद्धा दानादिका क्रिया ।
સમ્યક્ત્વ સહિતની દાનાદિક ક્રિયાઓને જ્ઞાનીઓએ શુદ્ધ ક્રિયા કહી છે. અને તેવી શુદ્ધ ક્રિયામાં રત ખનેલો જીવ ખીજા જીવોની અપેક્ષાએ અસંખ્યાત ગુણી અધિક નિર્જરા સાધતાં સાધતાં પરંપરાએ સર્વ કર્મોનો ક્ષય કરીને અક્ષય પદને પ્રાપ્ત કરી લે છે. સમ્યકૃત્વની વાત આગળ કરીને ધર્મ ક્રિયાઓ છોડી દેવાની હોતી નધી. સામાયિક પ્રતિક્રમણ સુપાત્રે દાન વ્રત પચ્ચક્ખાણ વગેરે ક્રિયા છોડી દેનારાઓની તો સ્થિતિ એવી કરૂણ થાય છે કે જે શબ્દોમાં પણ લાવી શકાય નહીં !
છે?
શુભ પરિણામ જેમ મોક્ષપદ પ્રાપ્તિમાં મુખ્ય કારણરૂપ તેમ અશુભ પરિણામ કંધમાં મુખ્ય કારણરૂપ છે. અને બાહ્ય પરિગ્રહાદિક અશુભ પરિણામના કારણભૂત હોવાથી કર્મબંધના પર પર કારણરૂપ છે. પૂજ્યપાદ આચાર્ય ભગવંત હરિભદ્રાચાર્યજી ધર્મબિંદુ શાસ્ત્રમાં કુરમાવે છે કે :
अशुभ परिणाम एवहीं प्रधानं, बंधकारणं तदंगतयातु बाह्यमिति
Page #180
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૪૧.
આ સુત્રનું રહસ્ય આપણે હમણાંજ સમજાવી ગયાઆગળ વધીને ફરમાવે છે કે :
तदभावे बाह्यादल्प बंधभावादिति
જે અંદરનાં પરિણામ વિધ્વંસ ન હોય તો બાહ્ય હિંસાદિકથી બંધ પડે ખરો પણ અલ્પ બંધ પડે છે. અને તેમાં તીર્થકર ભગવાનના વચનનું પ્રમાણ છે. દાખલા તરીકે સ્વયંભૂરમણ સમુદ્રમાં એક હજાર જેજન શરીર પ્રમાણુવાળા. અસંસી મલ્યો હોય છે. અને તે નિરંતર સમુદ્રને ડોળનારા અને પૂર્વ કરોડના આયુષ્યવાળા હોય છે. તેટલા આયુષ્યમાં કેટલાય મત્સ્યોનું ભક્ષણ કર્યું હોય છે, છતાં તે મત્સ્ય મૃત્યુ. પામીને પહેલી નરકે જાય છે.
અને તંદ્દલીયો. મત્સ્ય કે જેનું આયુષ્ય ફક્ત અંતમુહૂર્ત પ્રમાણુ હોય છે. તેનું શરીર ચોખાના દાણા જેટલું જ હોય છે, અને તેટલા આયુષ્યના કાળમાં તેણે કોઈ પણ મત્સ્યનું ભક્ષણ કર્યું હોતું નથી. મહા માસ્યની આંખની પાંપણમાં તેનો જન્મ થયો હોય છે. હજાર જેજન શરીર પ્રમાણવાળા મહામસ્યના પેટમાં કેટલાય નાના મલ્યો જતા હોય છે અને કેટલાક પાછા જીવતાને જીવતા બહાર નીકળી જતા હોય છે. આંખની પાંપણમાં બેઠેલા તંદૂલીયા મત્સ્યના અધ્યવસાયો તે સમયે એટલા બધા વિધ્વંસ હોય છે કે, આ મહામસ્યની જગ્યાએ જે હું હોઉં તો આમાંથી એક પણ મત્સ્યને મારા પેટમાંથી જીવતો બહાર ન જવા દઉં અને બધાનું કાચી,
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪૨
મંગલાચરણ
કાકડીની માફક ભક્ષણ કરી જઉં. આવા વિધ્વંસ પરિણામને લીધે તે તંદલીયો મત્સ્ય માત્ર બે ઘડીનાં આયુષ્યને પુરું કરીને સાતમી નરકમાં ચાલ્યો જાય છે. માટે વિધ્વંસ પરિણામ તે જ બંધનું મુખ્ય કારણ છે અને શુદ્ધ પરિણામ તે મોક્ષનું મુખ્ય કારણ છે. વ્યવહારનય ધર્મપ્રવૃત્તિ પર જોર આપે છે તો નિશ્ચયનય અંદરના પરિણામ પર વધારે
જોર આપે છે ?' પોતાના પરિણામ બગડવા ન દેવા અને ગમે તેવા ઉપસર્ગાદિન પ્રસંગે પણ શુભ પરિણામ ટકાવી રાખવા એ જ ધાર્મિક જીવનનું મુખ્ય લક્ષણ છે, તેમજ કર્મનિર્જરાનું અને મોક્ષનું પણ તે જ મુખ્ય અંગ છે. ધર્મક્રિયાઓ અંદરમાં શુભ પરિણામ પ્રગટવામાં મુખ્ય પણે સાહાયક છે. નિશ્ચયથી અંદરનાં પરિણામ એ જ જીવનું મુખ્ય કાર્ય ક્ષેત્ર છે. કારણ કે પરિણામ આત્મામાં ઉત્પન્ન થાય છે અને પરિણામી આત્મા પોતે છે. અને પ્રતિ સમયે આત્મામાં પર્યાયો ઉત્પન્ન થતા હોવાથી પરિણમન પણ ચાલુ જ હોય છે માટે પરિણામ પરિણમી અને પરિણમન નિશ્ચયથી ત્રણે અભેદ છે. અંદરના પરિણામ કયાંય બગડી ન જાય તે માટે પોતે પોતાના ચોકીદાર બનવાનું છે. સંપત્તિના રક્ષણ માટે ચોકીદાર જેમ ચોકી પહેરો ભરે, તેમ પોતાના પરિણામને ટકાવી રાખવા પોતે જ પોતાના ચોકીદાર બનીને
Page #182
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૪૩
ચોકી પહેરો ભરવાનો છે.
પરિણામની ધારા ટકી રહે તો સમજવું અર્ધું ટકી રહ્યું, અને અંદરની ધારા તૂટી ગઈ તો સમજવુ’ આપણો સુકૃતનો અમૃતકુંભજ ફૂટી ગયો ! અંદરની શ્રેણીમાં અમૃત છે અને ઝેર પણ છે, અંદરની પરિણામની ધારા અશુભ હોય તો સમજવું તેમાં હલાહલ ઝેર ભયુ` છે, અને ધારા અંદરની શુભ હોય અને પરપરાએ અંદરની શ્રેણીમાં શુદ્ધતા આવતી જાય તો સમજવું અમૃતસ ભર્યાં છે.
અંદરની ધારાને ટકાવી રાખનાર અને ઉત્તરોત્તર તેમાં શુદ્ધતા પ્રગટાવનાર આત્મા વિકાસને સાધી આત્માના પૂર્ણ પ્રકાશને પામે છે.
વેષભૂષામાં સાદાઈ અને વિચારોમાં ઉચ્ચતા રાખો
પાંચમો માર્ગાનુસારીનો ગુણ સુપ્રસિદ્ધદેશાચારનું પાલન કરવું તે છે. સુપ્રસિદ્ધ દેશાચાર એટલે શિષ્ટ પુરૂષોને સંમત અને ઘણા લાંખા કાળથી ચાલ્યો આવતો જે આચાર તે દેશાચાર કહી શકાય. પોતાની જ્ઞાતીના મનુષ્યો તેમજ દેશના મોટા ભાગના મનુષ્યો જેવો વેષ પરિધાન કરતા હોય તેવો જ વેષ ધારણ કરવો. આજે આ ભારત દેશમાં પણ ઘણા મનુષ્યો પરદેશી વેશભૂષાને અપનાવતા થઈ ગયા છે, તે ખરાબર નથી. તેવી વેશભૂષાનો મોહ રાખવાથી સ્વદેશની સંસ્કૃતિનું ગૌરવ
Page #183
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ઘટે છે. વેશભૂષામાં ખૂબ સાદાઈ અને સુઘડતા હોવી જોઈએ. ઉદ્ભટ. વેષનો પરિત્યાગ કરવો જોઈએ અને અંદરના વિચારો ખૂબ ઊંચા રાખવા જોઈએ. કોઈના પણ મનમાં વિકૃતિ પેદા થાય તેવી વેશભૂષા સજવાથી પોતાની સંસ્કૃતિનું છડેચોક અપમાન કરવા જેવું થાય છે. આજની દુનિયામાં ફેશન એટલી બધી વધી ગઈ છે કે, લોકોના ઘરમાં રેશન ન હોય. તો ચાલશે પણ ફેશનેબલ વસ્તુઓ તો ઘરમાં પહેલી હોવી જોઈએ. વેશભૂષામાં સાદાઈ આવે તો ખોટા ખર્ચાઓ ઉપર ઘણો મોટો કાપ મૂકાઈ જાય.
ભોજનમાં પણ સાત્વિકતા વેશભૂષાની જેમ ભોજનમાં પણ સાત્વિક્તા હોવી જોઈએ. પિતૃપક્ષ તે કુળ કહેવાય અને માતૃપક્ષ તે જ્ઞાતિ કહેવાય. અથવા જેન કુળ તે પણ ઉત્તમ કુળ કહેવાય. ઉચ્ચ. કુળ અને ઉચ્ચ જ્ઞાતિઓમાં તામસિક ભોજનનો મોટે ભાગે પરિત્યાગ હોય, એટલે તેવા કંદમૂળાદિ તામસિક ભોજનનો પરિત્યાગ કરી દેવો જોઈએ. માંસાહાર તો તેવા કુળોમાં અને જ્ઞાતિમાં હોય જ નહીં, અને તે વિષે ઉપરના વિવેચનમાં ઘણું કહેવાઈ ગયું છે એટલે વિશેષ કહેવાનું રહેતું નથી. વેશભૂષા અને ભોજન વગેરે સંબંધી દેશાચારનું જો ઉલ્લંઘન કરવામાં આવે તો દેશના રહેવાસી જનસમૂહની સાથે અને પોતાના જ્ઞાતિજનો સાથે પણ વિરોધ થાય અને તેમાંથી કલ્યાણ થવાને બદલે અકલ્યાણ જ થાય.
Page #184
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૫
મૃત્યુ પામનારની પાછળ રોવાકૂટવાના
રિવાજે નાબુદ કરવાની જરૂર આ કોઈ સંબંધી મૃત્યુ પામે એટલે રોવાકૂટવાના રિવાજો આ દેશમાં ઘણી જગ્યાએ હોય છે. તેવા રિવાજો દેશાચાર માનીને પાળવાના હોતા નથી. ખરી રીતે તેવા રિવાજોનો ત્યાગ કરવો જોઈએ. અનંતને માગે જે સિધાવી ગયા તેઓ , ગમે તેટલું રૂદન કરે કાંઈ પાછા ફરવાના નથી, તો પછી તેમની પાછળ રૂદન કરવાનો અર્થ શો છે ? મૃત્યુને પામનારની પાછળ સંતાપ કરવાથી શોક વધે છે, અને શોકમાંથી આર્તધ્યાન જન્મ પામે છે. આર્તધ્યાન કરવાથી ક્યારેક તિર્યંચ ગતિના આયુષ્યનો બંધ પડી જાય છે. માટે રોવાકૂટવાના રિવાજે જે કોઈ જ્ઞાતિઓમાં હોય તે બિલકુલ રાખવા જેવા નથી. તેવા રિવાજો બંધ કરીને જે કોઈ સગા સંબંધીઓ ઘેર બેસવા આવે તેમના હાથમાં એકએક માળા પકડાવી દેવી અને કહી દેવું કે, રોવાકુટવાના રીતરિવાજે અમોએ કાઢી નાખ્યા છે. માટે આપ મૃત્યુને પામનારની આત્મશાન્તિ નિમિત્તે પરમાત્માના નામની એકએક માળા જરૂર ફેરવો. આ રિવાજ દરેક જગ્યાએ અને પ્રત્યેક કુટુઓમાં પ્રવર્તે તો વાતાવરણ કેટલું બધું શુદ્ધ બને !
મૃત્યુ શરીરનું, નહીં કે આત્માનું
મૃત્યુ પામનાર વ્યક્તિની પાછળ રૂદન કરવામાં આવે છે, પણ એટલું વિચારવામાં નથી આવતું કે મૃત્યુ કોનું થયું છે ?
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૪૬
મંગલાચરણ
આત્મા તો અજરામર છે, તે તો ક્યારે પણ મૃત્યુને પામતો નથી. શરીરની સાથે આત્માનો જે સંયોગ હતો તેનો વિયોગ થયો. બસ આને જ લોકમાં મૃત્યુ કહેવામાં આવે છે. જેનો સંયોગ તેનો તો વિયોગ થવાનો જ છે. આત્મા સંયોગિક વસ્તુ છે જ નહીં. આત્મા સ્વાભાવિક તત્વ હોવાથી અનાદિ અનંત છે, તે તો આ શરીરમાંથી નીકળીને બીજા શરીરમાં દાખલ થયો. તેણે તો ભાડાની કોટડી બદલી, તો પછી રોવાનું કોના માટે ?
આત્મા શાશ્વત અને અનાદિ અનંત તત્વ છે, છતાં જેમને સમ્યગૂ જ્ઞાન નથી તેવા મનુષ્યો જ મૃત્યુના પ્રસંગને શોકનું નિમિત્ત બનાવી કલ્પાંત કરતા હોય છે. ખરી રીતે તો તેઓ પણ મોટે ભાગે પોતાના સ્વાર્થને જ રોતા હોય છે. જે ગયો તે તો આવવાનો જ નથી, એમ તો મનમાં સૌ સમજતા હોય છે, પણ સ્વાર્થ ચીજ એવી છે કે, એકવાર ભલભલાને ઢીલા કરી નાખે. જ્યારે જ્ઞાની પુરૂષો પોતાના પુત્રપૌત્રાદિને મૃત્યુના પ્રસંગને પણ શોકનું કારણ ન બનાવતાં વૈરાગ્યનું નિમિત્ત બનાવે છે. ઈષ્ટના વિયોગના પ્રસંગને વૈરાગ્યમાં વાળી લે તે જ ખરો જ્ઞાની. એક પોતાનો આત્મા અને આત્માના જ્ઞાન દર્શનાદિ ગુણો તેનો વિયોગ કયારે પણ થવાનો નથી. વિયોગના પ્રસંગને વૈરાગ્યભાવમાં વાળે
તે જ ખરો જ્ઞાની બાકી સર્વાર્થસિદ્ધ વિમાનનાં સુખોને પણ જ્ઞાનીએ
Page #186
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૭
શાશ્વત કહ્યા નથી. તેવા તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા દેવલોકનાં સુખોને પણ જ્ઞાનીએ અનિત્ય કહ્યા છે. જીવને અનંતીવાર દેવલોકનાં સુખોનો વિયોગ થઈ ચૂક્યો છે. જો કે સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવો તો એકાવનારી હોય છે. આ તો અન્ય દેવલોકનાં સુખોની અપેક્ષાએ વાત છે. માટે ખરી જ્ઞાનદૃષ્ટિ એ જ છે કે વિયોગના પ્રસંગને વૈરાગ્યમાં વાળી ધર્મધ્યાનમાં વિશેષ પ્રકારે મનને લગાડી દેવું. પણ રોકકળમાં જરાએ પડવું નહીં. અને તેવા રિવાજે દેશમાં કયાંક ક્યાંક ચાલતા હોય તોયે તે પ્રસિદ્ધ દેશાચારમાં ગણવાના નથી. નીતિ, ન્યાય, વેષભૂષા, સાત્વિક ભોજન, વ્યસનાદિનો ત્યાગ, ભક્ષાભક્ષનો વિવેક અને ક્તવ્યપાલન એ જ સુપ્રસિદ્ધ દેશાચાર કહી શકાય. માર્ગાનુસારી પુરૂષ તેવા દેશાચારનું ઉલ્લંઘન ન કરે. આ પાંચમાં ગુણપરનું વિવેચન પુરું થયું. •
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૪૮
મંગલાચરણ
પરનિન્દા મહાપાપ
માર્ગનુસારીના પાંત્રીસ બોલપરની વ્યાખ્યામાં પાંચ ગુણપર વિશદ વિવેચન કરી ગયા. હવે આગળના ગુણોપર વિવેચન કરવામાં આવશે ! અત્યાર સુધી પ્રત્યેક ગુણપર વિસ્તૃત વિવેચન કર્યું છે. હવે જરા ટૂંકાવીને વિવેચન કરવામાં આવશે. જેથી બધા ગુણો પરનું વિવેચન પુરું થઈ જાય. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે :
अवर्णवादि नक्वापि, राजादिषुविशेषतः।
કોઈના પણ અવર્ણવાદ ન બોલવા. અવર્ણવાદ એટલે પરનિન્દા. પરનિન્દા એ મહાપાપ છે. નિન્દા અને વિકથા એ તદ્દન વિપરિત દિશા છે. તેવી વિપરિત દિશામાં ચાલનારો માનવ ધારેલા સ્થાને કયાંથી પહોંચી શકવાનો છે. પૂર્વ દેશના તીથની યાત્રાએ જવું હોય તો ઉગમણું ચાલવું જોઈએ તેના બદલે આથમણો ભાગે તો ક્યાંથી સમેતશિખર કે પાવાપુરી જેવા મહાન તીથની યાત્રાનો લાભ મેળવી શકવાનો છે ! તેમ નિન્દા કે વિકથા એ જીવની અનાદિની નબળી ચાલ છે. તેવી ચાલ ઉપર ચાલનારો માનવી ઉગમણા જવાને બદલે આથમણું દોટ મૂકી રહ્યો છે. તે ગમે તેટલી ધર્મક્રિયાઓ અને તાજપાદિ કરે પણ મુક્તિધામમાં પહોંચી શકવાનો નથી. અને તે જીવ સંયમયાત્રાના પણ વાસ્તવિક ફળને પામી. શકવાનો નથી.
Page #188
--------------------------------------------------------------------------
________________
માંગલાચરણ
નિન્દાની કુચાલ હોય ત્યાં તપયિા ફોક
તપ અને સંયમયાત્રાનું વાસ્તવિક ફળ મેળવવું હોય તો સૌથી પહેલાં જીવે અનાદિની નબળી ચાલ બદલવી જોઈએ. જીવ કિયા અનુષ્ઠાનાદિ બધું કરે છે, પણ ચાલ બદલતો નથી. કોઈ મનુષ્ય દવા લે છે, ઔષધીનું સેવન કરે છે પણ કુપથ્યની ચાલ છોડતો નથી, તો દવા કે ઔષધી તેને શું ફાયદો કરશે ? કુપચ્ચનો ત્યાગ કરીને જો પથ્ય રાખે તો જ ઔષધી કે રસાયણના સેવનથી તેને ગુણ થાય. એવી પણ ભસ્મો આવે છે કે, તેનું સેવન કરનાર જો પશ્ચ ન રાખે તો આખા શરીરમાં ફૂટી નીકળે. તેવી રીતે ધર્મ કિયા કરનાર પણ નિન્દા, વિકથા અને ચુગલી ખાવા રૂપ અનાદિની નબળી ચાલ ન બદલે તો ક્રિયા વિકિયા રૂપે પરિણમે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સોળમા પાપસ્થાનકની સજઝાયમાં લખ્યું છે કે : જેહને નિન્દાની ઢાલ છે
તપ ક્રિયા તસ ફોક, દેવ કિલિબષિ તે ઉપજે
એ કુલ રોકા રોક. - જે મનુષ્યમાં નિન્દાની કુચાલ છે તેની તપ ક્રિયા કોક છે. તે જીવ મૃત્યુને પામીને ભવાન્તરમાં કિલ્બિષિ દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે જે હલકા દેત્ર કહેવાય છે. જેમ મનુષ્યોમાં ચંડાલ વગેરે હોય છે તેમ દેવનિકાયમાં કિલ્બિષિ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૫૦
મંગલાચરણ
દેવ તે હલકા દેવ કહેવાય. માટે ધર્મક્રિયાનું વાસ્તવિક ફળ. મેળવવું હોય તો મનુષ્યોએ પરનિન્દાનો પરિત્યાગ કરી દેવો. નિન્દકને ઘણા કાળ પર્યંત ભવમાં ભટકવું પડે છે. દિક્ષિત અનેલા સાધુઓમાં પણ જો નિન્દાનો દોષ હોય તો તેઓ ગમે તેવુ' ઉગ્ર ચારિત્ર પાળતા હોવા છતાં ઘણા લાંબા કાળ પર્યંત સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે.
દૃ હાં ત
કુસુમપુર નગરમાં કોઈ શ્રેષ્ઠી રહેતા હતા અને તેમને ત્યાં ઉગ્ર વિહાર કરીને આવેલા અતિ દુષ્કર તપ કરનારા અને ચારિત્રના પાલનમાં ખૂબ કડકાઈ રાખનારા સાધુઓ શેઠના મકાનમાં નીચેના ભાગમાં વસતીની યાચના કરીને ઉતર્યાં. અને શેઠના મકાનમાં ઉપરના ભાગમાં ચારિત્રની પાલનામાં શિથિલ છતાં ગુણાનુરાગી એવા કોઈ સાધુ ઉતર્યાં. નીચે ઉતરેલા સાધુ બહુ કડક એટલે હજારો લોકો તેમના દનાથે આવવા લાગ્યા અને વ્યાખ્યાન વાણીનો લાભ લેવા લાગ્યા. વ્યાખ્યાનમાં તો તત્ત્વજ્ઞાનની અને તપત્યાગવૈરાગ્યની ઊંચી ઊંચી વાતો સભળાવે અને વ્યાખ્યાન શિવાયના ટાઈમમાં જે કોઈ તેમની પાસે આવે તેની આગળ ઉપર ઉતરેલા સાધુની નિન્દા જ કર્યા કરે. શેઠને પણ કહે કે, “આને તમે કયાં ઉતારો આપ્યો ! એ તો આવો ને તેવો છે, એનામાં તપત્યાગ જેવું કાંઈ નથી.” કારણ કે તપ ત્યાગનો જાણે તેમણે જ ઠેકો રાખ્યો હતો. આજે પણ ઘણી જગ્યાએ આવી વિચારધારા સંભળાય છે. કેટલાક શ્રાવકોને પણ ખોળતાં
Page #190
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૫૧
સાંભળ્યા છે કે અમે જે સમુદાયના સાધુઓને માનીએ છીએ એમનામાં જે તપત્યાગ છે, તેવો બીજે જોવા નહી મળે. પણ તેમણે સમજવું જોઈએ કે જૈન સાધુ જે સાધુપણાનું સાંગોપાંગ પાલન કરતા હોય અને પંચમહાવ્રત બરાબર પાળતા હોય તો તેમના તપત્યાગમાં અને અન્ય સમુદાયના સાધુઓના તપત્યાગમાં શો ફેર પડવાનો છે ! પંચમહાવ્રતનું પાલન એ જ તો સાધુ જીવનની અપૂર્વ સાધના છે. બાહ્યતપની દૃષ્ટિએ કોઈ વિશેષ તપ કરતા હોય, કોઈ શક્તિ અનુસાર કરતા હોય પણ તેટલાથી એમ ન કહી શકાય કે આ સમુદાયમાં જ તપ ત્યાગ વિશેષ છે. અને બીજા સમુદાયોમાં એમના મુકાબલે કાંઈ નથી. માર્ગમાં સ્થિત દરેક સાધુઓના પંચમહાવ્રત પંચસમિતિ અને ત્રિગુણિરૂપ ચારિત્રની અનુમોદના કરવી જોઈએ.
શેઠને ત્યાં ઉપર જે સાધુ ઉતરેલા તે જરા શિથિલ હતા. પણ પૂરેપૂરા ગુણાનુરાગી હતા. જેટલા તેમના દર્શનાર્થે ઉપર જતા તે દરેકની આગળ નીચે ઉતરેલા સાધુઓની ભૂરિ ભૂરિ અનુમોદના કરતા ! કોઈ કહે કે નીચેના સાધુ તમારી પેટ ભરીને નિન્દા કરે છે, તો તેને પ્રત્યુત્તરમાં તેઓ એમ જ કહેતા કે હું દોષોથી ભરેલો છું, તેઓ મારા વિષે જે કાંઈ કહે છે તે યથાતથ્ય છે. અને હું તે દોષોમાંથી છુટવાનો મારો પ્રયત્ન ચાલુ રાખીશ. નીચે ઉતરેલા મહાપુરૂષો મારા માટે દીવાદાંડી રૂપ છે.
થોડા સમય બાદ તેઓ અને વિહાર કરી ગયા.
Page #191
--------------------------------------------------------------------------
________________
ઉપર
મંગલાચરણ
પછી તે જ ગામમાં કેવળી ભગવાન પધાર્યા. આ ઘણું લાંબા સમયની વાત છે. કેવળી ભગવાને દેશના સંભળાવી. દેશનાવિધિ સમાપ્ત થયા બાદ શેઠે કેવળી ભગવાનને વિનયપૂર્વક પ્રશ્ન કયો કે, પ્રભો ! થોડા સમય પહેલાં બે મહાત્મા મારે ઘેર બિરાજમાન થયેલા. મેં તેમને વસતીસ્થાન આપેલું. બનેને ઉપર નીચે રાખેલા. તેમાં નીચે ઉતરેલા તેઓ ચારિત્ર પાલનમાં બહુ કડક હતા અને ઉપર જે ઉતરેલા તે જરા શિથિલ જણાતા હતા. પ્રભુ ! તે બન્નેમાં પરિત સંસારી કોણ ? એટલે કે અલ્પ સંસારી કોણ ? કેવળી ભગવાને પ્રત્યુત્તર આપ્યો કે ઉપર ઉતરેલા અલ્પ સંસારી હતા અને નીચે ઉતરેલા બહુલ સંસારી હતા. શેઠ અને શ્રોતાજનો આ પ્રત્યુત્તર સાંભળીને વિચારમાં પડી ગયા. તેનું કારણ દર્શાવતાં કેવળી ભગવાને કહ્યું કે :
દંભી એક નિન્દા કરે સુણે સંતાજી,
– બીજો ધરે ગુણ રાગ | પહેલાને ભવ દુસ્તર કહ્યો સુણો સંતાજી,
બીજાને વળી તાગ ગુણવંતાજી |
- નીચે ઉતરેલા ક્રિયામાં બહુ ચુસ્ત હતા પણ દંભ સેવનારા અને નિંદક વૃત્તિના હતા. ઉપર જે ઉતરેલા તે કિયામાં થોડા હીન છતાં ગુણાનુરાગી હતા. માટે તે અલ્પ સંસારી વહેલા મોક્ષે પહોંચી જવાના, અને નીચે ઉતરેલા ક્રિયામાં ચુસ્ત હોવા છતાં દંભી અને નિંદક હોવાથી તેમના માટે સંસાર સાગર અતિ દુસ્તર કહ્યો. તેમને ઘણા લાંબા
Page #192
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૫૩
કાળ પર્યત ભવમાં ભટકવું પડશે. આ દૃષ્ટાંત સાંભળીને ગુણાનુરાગી બનશે તે અંતે વીતરાગી બનશે. એકલી બાહ્ય પ્રવૃત્તિ ઉપરથી ધર્મને માપી ન શકાય. બાહ્ય પ્રવૃત્તિ ઘણી ઊંચી લાગે પણ અંદરની પરિણતી દૂષિત હોય તો એકલી બાહ્ય પ્રવૃત્તિમાત્રથી ધર્મ થઈ જતો નથી. જેમ પ્રવૃત્તિ ઊંચી હોય તેમ અંદરની પરિણામની ધારા પણ ઉત્કૃષ્ટ હોય તો સમજવું કે તે જીવ નિત્ય ચડતે ગુણઠાણે છે.
અદિઃ કલ્યાણકારા પૂ. ધર્મદાસગણ ઉપદેશમાળાશાસ્ત્રમાં ત્યાં સુધી ફરમાવે છે કે :
परपरिवायमईयो, दूसइवयणेहि जेहिहिंपरं । तेते पावइदोसे, परपरिवाइ इअ अपिच्छो ।
- - પારકા અવર્ણવાદ બોલનારો મનુષ્ય જે જે વચન વડે બીજાને દોષિત ઠરાવે છે તે તે દોષો તે પોતે પામે છે. એટલામાટે પરપરિવાદી પુરૂષ અદશનીય છે. અર્થાત પરનિન્દા કરનારનું મુખ પણ જોવા લાયક નથી. તેવા નિર્દકોને જ્ઞાનીએ અદિ કલ્યાણકરા કહ્યા છે. નિન્દક
અને કૃપણનું કયાંક સવારના સમયે મુખ જેવાઈ ન જાય તે માટે લોકો પુરતો ખ્યાલ રાખે છે, કારણ કે તેઓ સમજતા હોય છે કે કયાંક આવાનું મુખ જેવાઈ જાય તો બે વાગ્યા સુધી રોટલા ભેગનહીં થઈએ.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૫૪
મંગલાચરણ
નિન્દા અને ગહ સ્વ આત્માની હોય
પરની નહી
હિંસા, અસત્ય, ચૌર્યકર્માદિ પાપને આચરનારા મનુષ્યો તો પાપીજ હોય છે. જ્યારે તેવા પાપીની પણ નિન્દા કરનારને મહાપાપી કહ્યો છે, કારણ કે પાપીની પણ નિન્દા કરનારો મનુષ્ય નિરર્થક પાપનો ભાગી બને છે. હા, પાપીને બદલે પાપને જ જો નિન્દવામાં અને તે પણ પોતાના પાપોને નિન્દવામાં આવે તો તે નિન્દા પણ મહાલાભનું કારણ થાય. નિન્દા એ મોટકું દૂષણ છે. પણ પરનિન્દાને બદલે સ્વનિન્દા જો કરવામાં આવે તો તે મોટામાં મોટો સગુણ છે. ગમે તેવો પાપી હોય તો પણ તે નિન્દાને પાત્ર નથી. તે ભાવદયાને પાત્ર જરૂર છે. નિન્દાને પાત્ર ચૌદ રાજલોકમાં જો કોઈ પણ હોય તો તે કેવળ પોતાનો આત્મા છે. અનંતા દોષો જ્યાં આપણામાં ભર્યા હોય ત્યાં બીજાની નિન્દા કરવાનો આપણને પરવાનો કોણે આપ્યો ? પ્રતિદિન પ્રતિક્રમણમાં આપણે બોલતા હોઈએ છીએ “નિર્દોષ ન મળ્યા હરિરસ ” મને લાગેલાં પાપકમોંની આત્મ સાક્ષીએ નિન્દા અને ગુરૂ સાક્ષીએ ગહ કરવાપૂર્વક પાપ કર્મોના ભારથી લદાયેલા મારા આત્માને ત્રિવિધ વોસિરાવું છું. એટલે તે તે પાપકમોને ત્રિવિધ સિરાવું છું. આત્માને સિરાવવાનો નથી હોતો, આત્માને તો જગાડવાનો હોય છે કે, પાપ કમોને વોસિરાવ્યા પછી ફરી પાછો તે પાપ કમોંના સેવનમાં પડી ન જાય. પ્રતિક્રમણમાં પોતાને લાગેલા દોષોની નિન્દા અને
Page #194
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧પપ
ગહ કરવામાં આવે છે. રાગદેવના પરિણામથી બંધાએલાં જે પાપો છે તે તે પાપકમની ગુરૂ સમક્ષ આલોચના કરનારો અને તે તે પાપકમોને આત્મસાક્ષીએ નિન્દનાર શ્રાવક તત્કાળ કમોને હણી નાખે છે. આ રહસ્યને સ્પષ્ટ કરનારી ગાથા આ રહી વંદિત્તા સૂત્રમાં.
आलोअंतो अ निदंतो, खिप्पंहणइ सुसावओ।
નિન્દા, ગહ અને આલોચના એ તો કર્મક્ષય માટેના રામબાણ ઉપાયો છે. માટે સ્વ આત્માની નિન્દા કરનાર, ગોં કરનાર અને પાપનો પશ્ચાતાપ કરનારો જીવ ઘણું જ અલ્પ સમયમાં સ્વ આત્મહિત સાધી લે છે.
કષાયયુક્ત અને ઈર્ષ્યાળુ નિરંતર દુઃખી
પૂ. ધર્મદાસગણું ઉપદેશમાળાશાસ્ત્રમાં ફરમાવે છે કે :
परपरिवायं गिएहइ, अट्ठमयविरल्लणेसया रमइ । डझ्झइय परसिरीए, सकसाओ दुख्खिओ निच्चं ॥
જે પારકા અવર્ણવાદ બોલતો રહે છે, જાતિ, કુળ, રૂપ, બળ, ઐશ્વર્યાદિ આઠે પ્રકારના મદથી જે મદોન્મત્ત બન્યો રહે છે, બીજાની સંપત્તિ જોઈને જે મનમાં બળતો. રહે છે અને જે કષાયુક્ત છે તે જીવ નિરંતર દુખિયો જાણવો. કેટલાકો બીજાની લક્ષ્મી જોઈને બળે તે એવા બળે કે તે દહાડે ટી. બી. લાગુ પડે પ્રમોદ ભાવનાનું સ્થાન
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૫૬
મંગલાચરણ
જ્યારે ઈર્ષ્યા લે છે ત્યારે અંદરની હૃદયની ભૂમિકા એવી તો બળીને ભાઠા જેવી થઈ જાય છે કે, તેમાં પછી ધર્મભાવનાના અંકુરો ફૂટી જ શકતા નથી. મિત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ એ ચારે ભાવનાઓ ધાર્મિક જીવનમાં ઘણું મહત્વનું . સ્થાન ધરાવે છે. ચારે ભાવનાઓ પર અમારા તરફથી બહાર પડેલા “રસાધિરાજ પુસ્તકમાં અમોએ ખૂબ વિસ્તૃત વિવેચન કરેલું છે. એટલે આ પુસ્તકમાં તે ઉપર વિસ્તારથી વિવેચન કર્યું નથી,
અહિં તો એટલુંજ પ્રસ્તુત છે કે પરારિવાદિ અને ઈર્ષાળુ જીવોને જ્ઞાનીએ નિરંતર દુઃખી કહ્યા છે. તેવા જીવો સ્વને પણ આંતરિક આનંદને અનુભવી શકતા નથી. બીજાને દુઃખે દુઃખી થવું એ સજ્જનતા છે, પણ બીજાના સુખે દુઃખી થવું એ તો એક પ્રકારની ભયંકર દુર્જનતા છે. બીજાના દુઃખમાં સહભાગી થવું એ પણ સજજનતા છે. પણ બીજાના સુખમાં ભાગ પડાવવાની ઈચ્છા રાખવી તે બરાબર ન કહેવાય. સામો સુખી માણસ જ સૌને પોતાના સુખમાં સહભાગી બનાવે તે તેને હૃદયની વિશાળતા કહેવાય. અને તેની ઘણી ઊંચી સજ્જનતા કહેવાય. માટે દુઃખી પ્રત્યે હૃદયમાં દયા રાખવી અને સુખી પ્રત્યે હૃદયમાં ઉચ્ચ ભાવના રાખવી એ જ જીવનની ખરી મહાનતા કહેવાય. અને તેમાં સુખી પણ જે ધર્મને રસ્તે હોય તો સોનામાં સુગંધ કહેવાય. અને સુખી સુખમાં છકી જઈને જો ધર્મને ભૂલી જાય તો સમજવું તેનું સુખ બે દિવસની ચાંદની સ્વરૂપ છે. કહેવત પણ છે કે “દો દિનકી ચાંદની ફિર અંધેરી રાત ” બસ
Page #196
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૫૭
તેવીજ રીતે ધર્મને ભૂલેલો માનવી ભલે બે દિવસ સુખ ભોગવી લે, પણ તે તેના સુખો પણ બે દિવસની ચાંદની સ્વરૂપ જ છે. અંતે તે અનંતાનંત દુઃખની પરંપરામાં પટકાઈ જવાનો જ. સ્વશ્લાઘા અને પરનિન્દાથી નીચ
ગોત્રકર્મનો બંધ પૂ. ધર્મદાસગણું લખે છે કે : सुठुविउज्जवमाणं, पंचेवरिति रित्तयंसमणं । મuથ ઘનતા, નિમોવસ્થા કરાયા
તપ સંયમના માર્ગમાં ખૂબ સારી રીતે ઉદ્યમશીલ બનેલા શ્રમણને પણ પાંચ દાવો એવા ભયંકર છે કે તદ્દન ગુણ રહિત કરી નાખે છે. એટલે કે તેને ગુણ ભંડારને લૂંટીને તેને તદ્દન ખાલી કરી નાખે છે. તે પાંચ દોષોમાં પહેલો દોષ આત્મલાઘા અને તે પછીના ઉત્તરોત્તર પરનિન્દા, જીહાઈન્દ્રિય સ્પર્શેન્દ્રિય અને કષાય. તેમાં આત્મકલાઘા અને પરનિન્દા એ તો એવા મહા ભયંકર દોષો છે કેભલભલાનું પતન કરી નાખે છે. ભગવાન ઉમાસ્વાતિ પ્રશમરતિ સૂત્રમાં લખે છે કે :
पर परिभव परिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचर्गोत्रं प्रतिभवमनेक भवकोटि दुर्मोचम् ॥
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૫૮
મંગલાચરણું
બીજાનો પરાભવ કરવાથી અને સ્વલાઘા કરવાથી અર્થાત્ પોતાનો ઉત્કર્ષ કરવાથી વીસકોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળું નીચ ગોત્રકર્મ બંધાય છે. તે કર્મ પછી અનેક ભવે ઉદયમાં આવે છે, અને કરોડો ભવે પણ જીવનો તેમાંથી છુટકારો થતો નથી. નીચ ગોત્રકર્મના ઉદયે જીવને હલકામાં હલકા કહેવાતા ગોત્ર અને કુળોમાં ભવોભવમાં ઉત્પન્ન થવું પડે છે.
એટલા માટે ઉત્તમ મધ્યમ કે જઘન્ય કહેવાતા કોઈ પણ મનુષ્યોના અવર્ણવાદ બોલવા નહીં. તેમાં રાજા, પ્રધાન, પુરોહિત વગેરે જે લોકમાં માન્ય કહેવાતા પુરૂષો હોય તેવાના અવર્ણવાદનો વિશેષ પ્રકારે ત્યાગ કરવો. રાજાદિકના અવર્ણવાદ બોલવાથી ક્યારેક તેવા પુરૂષોનો જો કોપ વષે તો ધન હાની થાય, એટલું જ નહીં પ્રાણઘાતનો પણ પ્રસંગ ઊભો થઈ જાય, દેશ નિકાલ કરે તો અનેક કષ્ટો વેઠવા પડે. માટે નિન્દા સ્વ આત્મા શિવાય કોઈની કરવાની નહીં. તેમાંયે રાજા, પ્રધાન વગેરે જે ઘણુ લોકમાં પ્રતિષ્ઠિત અને લોકમાન્ય પુરૂષો હોય તેવાઓની નિન્દામાં ઉતરવું એ તો સામેથી અનેક મુશીબતોને આમંત્રણ આપવા જેવું છે. નિન્દક અને હિંસક બન્નેને સમાન જેવા કહ્યા છે.
જે વ્યક્તિની આપણે નિન્દા કરતા હોઈએ તે એમ જાણે કે, સામો માણસ જે તેના મોઢે મારી નિન્દા કરે છે અને મને હલકો પાડે છે. એટલે તેને મનને આઘાત લાગવાનો છે. બસ કોઈના પણ હદયને આપણા તરફથી આઘાત પહોંચે તે
Page #198
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૫૮
જ ઘોર હિંસા છે. માટે હિંસાથી જેમ કર્મ બંધાય છે તેમ નિન્દા કરવાથી પણ કયારેક તીવ્ર કર્મનો બંધ પડી જાય છે.
કેટલીકવાર તો મનુષ્યો પોતાને સારા કહેવડાવવા બીજાને નિન્દતા હોય છે. દેષ બુદ્ધિથી બીજાને ઉતારી પાડવા અને પોતાની પ્રતિષ્ઠા વધારવા બીજાના અવર્ણવાદ બોલવા એ જ નિન્દા છે. પણ આ રીતે બીજાની નિન્દા કરવાથી કોઈ હલકા પડી જતા નથી, અને પોતાની કાંઈ પ્રતિષ્ઠા વધી જવાની નથી. જેનું પુણ્યબળ તપતું હોય તેને હલકો પાડવાની દુનિયામાં કોઈની તાકાત નથી. સૂર્યની સામે ધૂળ ઉડાડવા જતાં તે ધૂળથી આપણી જ આંખો ભરાવવાની છે.
પૂંઠ પાછળ કોઈની વાત કરવા કરતાં
સન્મુખ વાત કરો દોષદૃષ્ટિથી માનવી નિન્દક બને છે અને ગુણદૃષ્ટિથી ગુણાનુરાગી બને છે. હંસ દૃષ્ટિવાળા બનવું, કાક દૃષ્ટિનો પરિત્યાગ કરી દેવો. કાગડાની દૃષ્ટિ નબળા ઢોરના ચાંદા ઉપર જ હોય તેમ દોષદૃષ્ટિવાળા મનુષ્યોની દૃષ્ટિ સામાનાં છિદ્રો ઉપર હોય છે. આખી પૃથ્વીને ભલભલા રાજામહારાજા પણ ચામડાથી મઢી શકતા નથી. જેમણે કાંટાથી બચવું હોય છે તે કાંટારખા પહેરી લે છે, તેમ જેણે દોષોથી બચવું હોય તેણે પોતાના આત્માને બચાવી લેવો. જે તેની પંચાત કરે આપણને શો લાભ થવાનો છે. કોઈ પણ વ્યક્તિને સુધારવા મોઢામોઢ કહી દેવું તે કાંઈ નિન્દા નથી, તે તો મોટામાં મોટો પરમાર્થ,
Page #199
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
છે. પિતા પોતાના પુત્રને સુધારવા યોગ્ય શિખામણ આપે તેમ યોગ્ય જીવને સદ્ઉપદેશ જરૂર આપી શકાય. પણ પૂંઠ પછવાડે કોઈની વાત કરવી તે યોગ્ય નથી. હાથી ભરબજારમાંથી પસાર થતો હોય ત્યારે તેની પાછળ કોણ ભસે એ તમે સારી રીતે જાણો છો, તેવી રીતે પૂંઠ પાછળ કોઈની નબળી વાત કરતા હોય તેવાઓને પણ તે જ ઉપમા ઘટે છે. સન્મુખ. વાત કરે તે સિંહ કહેવાય. માટે કોઈને પણ કાંઈ કહેવું હોય તો મોઢામોઢ કહી દેવું. કોઈ પણ વ્યક્તિ પછી તે દુશમન પણ કેમ નથી હોતો, તેની પણ પૂંઠ પછવાડે તેને ઉતારી પાડવાની બુદ્ધિથી બીજાને મોઢે નબળી વાત કરવી તે સવારના સમયે શરીરના પૃષ્ઠ ભાગમાંથી જે કાંઈ નીકળે છે તેનું ભક્ષણ કરવા બરાબર છે.
એટલા માટે જ જ્ઞાનીએ નિન્દકને ચોથો ચંડાલ કહ્યો છે. દુનિયામાં કર્મ ચંડાલ હોય છે, જાતિ ચંડાલ હોય છે અને કુળચંડાલ પણ હોય છે, જ્યારે નિન્દક ચોથો ચંડાલ ? માટે નિન્દાના દોષનો પરિત્યાગ કરી તીર્થંકરાદિ મહાપુરૂષોના ગુણાનુવાદ કરવાની સુચાલ પાડવી કે જેથી નિન્દા કુથલી અને વિકથા રૂપ અનાદિની કુચાલનો પરિત્યાગ થાય અને જીવને સાચી દિશા મળે. તેના ફળ સ્વરૂપે સર્વ દુઃખનો અંત કરી જીવ અનંત અવ્યાબાધ સુખનો ભોક્તા બને બસ એ જ એક મહેચ્છા !
Page #200
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૬
ગૃહસ્થનું રહેઠાણુ સ્થાન કેવું હોય ?
માર્ગનુસારીતાના બોલમાં છ બોલ ઉપરની વ્યાખ્યા પૂરી કરી, સાતમું બોલે છે ગૃહસ્થ પોતાનું રહેઠાણ સ્થાન કેવું રાખે અને કેવી જગ્યાએ ઘર બાંધે. જે અણગાર ન બની શકે તે ઘરબારી કહેવાય. જેને ગામમાં ઘર ન હોય અને સીમમાં ખેતર ન હોય તે અણગાર કહેવાય એટલે કે સાધુ કહેવાય. તેવા અણગાર તો જગતમાં વિરલ હોય છે. જે કે સાચું ધર્મમય જીવન જીવનારા તો અણગાર જ છે. અણગાર અને તેનો તો બેડો પાર જ છે. જે કોઈ જીવનો એવો પુણ્યોદય જાગે કે ઘરબાર કુટુમ્બકબીલાનો ત્યાગ કરીને અણગાર બની જાય તેનું તો જીવન જ ધન્ય બની જાય. ભવસાગર તરવા માટેનો ઊંચામાં ઊંચો એ જ માર્ગ છે. છતાં બધા જીવો તે માર્ગે આવી શક્તા નથી. ગૃહસ્થાશ્રમમાં રહેનારા ઘણા હોય છે. તેવા આત્માઓને પણ જે યોગ્ય માર્ગદર્શન મલ્યું હોય, તો તે આત્માઓ ગૃહવાસમાં રહીને પણ સર્વથી નહીં તો છેવટે દેશથી પણ ધર્મ આરાધી શકે.
ગૃહસ્થ પોતાનું રહેઠાણ બહુ જાહેરમાં ન રાખે - કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્રમાં ફરમાવે
अनतिव्यक्तगुप्तेच, स्थानेसु प्रानिवेश्मिके । अनेक निर्गमद्वार, विवजित निकेतन ॥
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬૨
મંગલાચરણ
ગૃહસ્થ પોતાને રહેવા માટે જે મકાન ઊભું કરે તે બહુ જાહેરમાં પણ ન હોવું જોઈએ અને બહુ ચુસ વિભાગમાં પણ ન હોવુ જોઈએ. જો મકાન એકદમ ખુલ્લું હોય એટલે કે જાહેરમાં હોય તો આજુબાજુમાં બીજા મકાનો ન હોવાથી કયારેક ચોર વગેરે ઉપદ્રવ કરે. અસામાજીક તત્ત્વોથી કયારેક પરેશાન થવું પડે. ચારે બાજુથી મકાન ખુલ્લું હોય એટલે ઘરમાં સ્ત્રી બાળકો વગેરેને ભય રહ્યા જ કરે. તેઓ નિઃશંકપણે ઘરકામમાં ધ્યાન આપી શકે નહીં ? મનમાં લય સત્તા રહે એટલે મન અંદરથી અસ્વસ્થ રહ્યા કરે. મનમાં અસ્વસ્થતા રહે એટલે કામકાજમાં પણ મન લાગે નહીં. સુખના જેટલા પ્રકાર છે તેમાં મનની સ્વસ્થતા જેવું એકે સુખ નથી, અને માનસિક અસ્વસ્થતા જેવુ' એકે દુઃખ નથી. મન સ્વસ્થ ન હોય એટલે અંતે શરીર પણ અસ્વસ્થ થાય. મનની અસર તન પર પડે જ. વ્યાધિના ઉદયકાળમાં પણુ મન જો સમાધિભાવમાં રહે તો અનુપમ સુખ અનુભવી શકાય. શરીરમાં વ્યાધિ અને મનમાં સમાધિ એ તો કોઈ મહાન જ્ઞાની માટે જ બની શકે ! શરીરથી ભિન્ન આત્માનું જેમને ભેદજ્ઞાન થયેલું હોય તેવા પુરૂષો જ અશાતાના કાળમાં પણુ અનુપમ સમતા ભાવમાં પોતાના આત્માને રાખી શકે. અશાતાના કાળમાં આત્મા સમતારસમાં જીલે એટલે થોકબ'ધ નિરા સાધી શકે, અને તેના પ્રમાણમાં કર્મોનુ અધ તેને અતિ અલ્પ પડે, અને તે જીવ અલ્પ કાળમાં અધા કર્મોને ખપાવીને નિઃકર્મો અને એટલે કે ક્ષીણુકી અને છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
ભગલાચરણ
ગુપ્ત વિભાગનુ રહેઠાણુ પણ ગૃહસ્થમાટે શોભનીય નહી
૧૬૩
ગૃહસ્થ જેમ ઘર બહુ જાહેરમાં ન ખાંધે તેમ બહુ ગુપ્ત વિભાગમાં પણ ન બાંધે. કારણ કે ગુપ્ત વિભાગમાં ઘર આંધવાથી ઘર ચારે ખાજુ ખીજા ઘરોથી ઘેરાઈ જાય. એટલે પોતાના ઘરની શોભા ન દેખાય. ઘરમાં ક્યારેક અગ્નિનો ઉપદ્રવ થયો હોય તો એકદમ બહાર નીકળી ન શકાય. અને તેવા સમયે પોતાનું અને પોતાના કુટુમ્બીઓ વગેરેનું તેમજ ધન સંપત્તિનું રક્ષણ પણ ઘણીજ મુશ્કેલીથી થઈ શકે. અતિ જીસ વિભાગમાં ઘર બાંધવાથી આવી બધી મુસીબતોમાં મુકાવવું પડે. માટે અહુ પબ્લિકમાં (જાહેર) કે બહુ પ્રાઇવેટમાં ગૃહસ્થ ઘર ન બાંધે.
પાડોશ સારો હોવો જોઇએ
જ્યાં નબળો પાડોશ હોય ત્યાં પણ ગૃહસ્થે ન રહેવુ. જ્યાં અગલમગલમાં રહેનારા લોકો નખની ચાલચલગતવાળા હોય તેવા વિસ્તારમાં ઘર ખાંધીને રહેવાથી, તેમનો વાર્તાલાપ કાને પડવાથી તેવા મનુષ્યોની ચેષ્ટાઓ નજરે પડવાથી ગુણી પુરૂષોના ગુણોની પણ હાની થાય. છેવટે નખળા પાડોશમાં રહેવાથી બાળકોના સંસ્કાર અગડે. જ્યાં વેશ્યાઓ રહેલી હોય, શિકારી માણસો વસતા હોય, ભીલ, મચ્છીમાર, ચંડાળ, કોળી, વાઘરી નો જે પાડોશ તે નબળો પાડોશ કહેવાય. જ્યાં તેવો પાડોશ હોય ત્યાં ગૃહસ્થ રહેઠાણુ સ્થાન ઊભું ન કરે. પાડોશ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૬૪
મગલાચરણ
સારો હોય, અગલમગલમાં ધાર્મિક માણસો રહેતા હોય, જિન મંદિર, ઉપાશ્રય વગેરે નજદીકમાં હોય તેવા વિસ્તારમાં રહેવાથી પોતાનો ધર્મ પણ સચવાય. પ્રતિદિન જિનેશ્વર ભગવાનના દનપૂજનનો અપૂર્વ લાભ મળે. નજદીકમાં ઉપાશ્રય હોય એટલે ગુરૂ ભગવંતોના દનવંદનનો તેમ જ જિનવાણીના એ શબ્દો કાને પડવાના અપૂર્વ લાભનો અવસર કયારેક મળી શકે. તેવા મહાન પવિત્ર આલંબનો નજદીકમાં હોવાથી બચ્ચાઓમાં પણ સંસ્કાર સારા પડે. શરૂઆતથી જીવનમાં પડેલા ધના સંસ્કાર જ મોટી ઉંમરે - પલ્લવિત અને છે. માટે ગૃહસ્થે પોતાના ધાર્મિક અને અધ્યાત્મિક જીવનને ટકાવી રાખવા અને વિકસિત કરવા રહેઠાણ ઊભું કરવામાં પાડોશનો પહેલો ખ્યાલ રાખવાનો.
ઘરમાં પ્રવેશ માટે મ ગલઢાર હોય પણ એટલાબધા દ્વાર ન હોય કે કયારેક અમંગલ જેવું થઇ જાય
તેમ જ ગૃહસ્થનુ રહેઠાણુ અંદર પ્રવેશ કરવાના અને અહાર નિકળવા માટેના અનેક દ્વારોથી રહિત હોય. ઘરમાં વધારે પડતા જવાઆવવાના દરવાજા હોય તો કયા દરવાજેથી ક્યો માણસ અને કયા ટાઈમે ઘરમાં પ્રવેશ કરી જાય તેની ઘરના માલિકને પણુ બીજી પ્રવૃત્તિમાં જોડાયેલા હોય તો ખબર પડે નહીં. અને તેવી તક જોઈને દુષ્ટ માણસો ઘરમાં ઘૂસી જઇને કયારેક ઘરને ઘણું મોટું નુકશાન પહોંચાડી દે. ગૃહસ્થના ઘરમાં વિધવિધ પ્રકારની સુખ સામગ્રી હોય, રાચરચીલું પણ હોય. સુખી અને સપન્ન ગ્રહસ્થ હોય એટલે
Page #204
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૬૫
તેના ઘરની સજાવટ પણ અનોખી હોય. ઘરમાં સ્ત્રી અને પુત્ર પૌત્ર તેમજ પુત્રીઓનો બહોળો પરિવાર પણ હોય. હવે તેવા ભર્યા ઘરમાં કોઈ ગુંડા તત્ત્વો જેવા અજાણયા માણસો ધરના ઘણું દરવાજાઓનો લાભ લઈને ગમે તે રસ્તેથી ઘરમાં પ્રવેશી ગયા હોય એટલે ઘરની સલામતી કેમ રહે ? કયારેક તેવા તત્ત્વો ધનવૈભવનો નાશ કરી નાખે, કયારેક ઘરમાંથી કોઈ ઈષ્ટ વસ્તુનું અપહરણ પણ કરી જાય. માટે ગૃહસ્થનું રહેઠાણ જવા આવવાના અનેક દ્વારોથી વિવજિત હોવું જોઈએ.
વાસ્તુ શુદ્ધિના લક્ષણો ગૃહસ્થ નિયમિત ઓછા દ્વારવાળું સુરક્ષિત ઘર બનાવવું. અને તેવું ઘર પણ જે ભૂમિ વાસ્તુના લક્ષણોથી યુક્ત હોય એટલે જે ભૂમિમાં દર્ભ નામે વનસ્પતિ ઊગતી હોય, અશોકવૃક્ષ આંબાના ઝાડ જેવાં વૃક્ષો જે ભૂમિ પર ઊગતાં હોય, મૃત્તિકા પણ શ્રેષ્ઠ વર્ણ અને ગંધયુક્ત હોય, જ્યાં - પૃથ્વીનું ખોદકામ કરતાં પાણી પણ સ્વાદિષ્ટ નીકળતું હોય, જે જમીનમાંથી ક્યારેક નિધાન પ્રગટ થયું હોય, જે જમીન માટે કયારેક શુભ સ્વમ આવ્યું હોય અથવા જે સ્થાનપર ઘર બાંધવાનું હોય તે તરફ જતાં શુભ શુકન થયા હોય, વાસ્તુશાસ્ત્રને આધારે અથવા તેવા કોઈ નિમિત્ત બળથી ગુણ દોષો જાણું શકાયા હોય તેવા સ્થાનમાં રહેવાથી ગૃહસ્થને ઉત્તરોત્તર ધનધાન્યાદિની વૃદ્ધિ થાય છે અને મનની પ્રસન્નતા પણ સારી રહે છે. વહેમવાળી જગ્યા હોય, ભૂતવ્યંતરાદિનો વાસ હોય તો મનની પ્રસન્નતા રહેતી નથી. એવી પણ ભારે
Page #205
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ,
જગ્યાઓ હોય છે જ્યાં રહેવાથી ગૃહસ્થોને ઉત્તરોત્તર વૃદ્ધિને બદલે હાની જ થયા કરે અને ઘણું કષ્ટો પણ વેઠવાં પડે. ઉત્તરોત્તર હાની થાય અને કષ્ટો વેઠવાં પડે તે તો કમદયને કારણે છે, છતાં કર્મોદય થવામાં દ્રવ્ય ક્ષેત્રાદિ બાહ્ય સામગ્રી પણ નિમિત્ત બને છે, માટે ગૃહસ્થ યોગ્ય આગારમાં રહે તો તેનું ચિત ધર્મધ્યાનમાં પણ બરાબર લાગે. તેના પરિવારમાં ઉત્તરોત્તર ધર્મના સંસ્કારો પડતા રહે અને પરિવારમાંથી કયારેક કોઈક અણગાર બનીને પોતાના આત્માનું કલ્યાણ કરવાની સાથે આખા કુટુમ્બનો પણ ઉદ્ધાર કરે. -
Page #206
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
સંગ તેવો રંગ માર્ગાનુસારીતાના પાંત્રીસ ગુણોમાં આઠમો ગુણ છે સદાચારી અને સર્જન એવા પુરૂષનો સંગ કરવો. કારણ કે જેવો સંગ હોય તેવો રંગ લાગે છે. સદાચાર વગરના જે મનુષ્યો હોય તેવાઓના સંસર્ગમાં આવવું નહીં. દાખલા તરીકે ખલ, ઠગારા, જાર (અનાચાર સેવનારા), ભાટ, ભાંડ, ભવાયા, નટ આદિ હલકા મનુષ્યોની સોબત કરવાથી આપણામાં જે. કાંઈ સારા સંસ્કાર હોય તે પણ નાશ પામે છે. આવી સોબતમાં રહેવાથી મનુષ્ય જતે દહાડે પોતાના (Charactor) (કેરેકટર) ચારિત્રથી પણ ભ્રષ્ટ થઈ જાય. કહેવતમાં પણ કહેવાય છે કે હલકા હોય તે હલકાનો ભાવ ભજવે જ. બગીચા પરથી હવા પસાર થઈને આવતી હોય એટલે તે હવામાં સુગંધ જ આવવાની અને ઉકરડા પરથી હવા પસાર થઈને આવતી હોય એટલે તેની સાથે દુર્ગધ જ આવવાની, તેમ સારાની સોબતમાં રહીએ એટલે આપણું જીવનમાં સદ્ગુણની સુવાસ જ આવવાની અને દુર્જનની સોબતમાં રહીએ એટલે આપણું જીવનમાં પણ દુર્ગુણની દુર્ગધ જ પસરવાની છે. ધર્મબિન્દુ પ્રકરણની ટીકામાં પૂર્વાચાર્ય મહાપુરૂષોએ ફરમાવ્યું છે કે :
यदिसत्संगनिरतो भविष्यसि भविष्यसि । अथासज्जन गोष्ठीषु, पतिष्यसि पतिष्यसि ॥ . જે તે સત્સંગ કરવામાં તત્પર થઈશ તો આબાદ
Page #207
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ્ય
થઈ જઈશ અને જ્ઞાનની સાથે ગોષ્ઠી કરવાને બદલે દુર્જનની સાથે ગોષ્ઠીમાં પડીશ તો તું પતનને પામીશ. માટે પહેલાં તો સંગ જ કરવા જેવો નથી. સંગ કરતાં આત્માની અસંગ દશા અતીવ શ્રેષ્ઠ છે, છતાં વચગાળાની સાધક દશામાં સંગ કરવો જ પડે તો સત્સંગ કરવો પણ કુસંગ તો ભૂલેચૂકે નહીં કરવો.
સતસંગ એ પારસમણિ જેમ બોલ બોલ કરવા કરતાં મૌન રહેવું એ અતીવ શ્રેષ્ઠ છે, છતાં મૌન ન જ રહી શકાય ને બોલવું જ પડે તો અસત્ય ભાષણ તો ન જ કરવું. હિત, મિત અને પથ્યકારી એવું સત્ય વચન જ બોલવું. તેમ અસંગ દશા સવોત્તમ પણ તેટલી ઉચ્ચ ભૂમિકાએ ન પહોંચ્યા હોઈએ ત્યાં સુધી વચગાળાની સાધક અવસ્થામાં નિરંતર સત્સંગ કરતા રહેવું, અને દુરાચારી એવા હલકી કક્ષાના મનુષ્યોનો સંગ છોડી દેવો એ તદ્દન બરાબર છે. પણ તેવાનો સંગ છોડ્યા પછી સદાચારી અને ધર્મમય જીવન જીવનારા ગુણ પુરૂષોની સોબત કરવામાં ન આવે તો આપણું જીવનમાં ગુણવૃદ્ધિ કઈ રીતે થવાની ? સત્સંગ એ દુનિયામાં ઘણી મોટી ચીજ છે. સત્સંગ એ પારસમણિ છે. લોઢાને પારસનો સંગ થાય તો તે સુવર્ણ બને છે તેમ ગમે તેવો શઠ મનુષ્ય પણ સત્સંગના પ્રભાવે સુધરી જાય છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
ચલાચરણ
花
ક્ષણના સત્સ`ગનો પણ અપૂર્વ મહિમા
ઘોરાતિઘોર દુષ્કર્મને કરનારો મનુષ્ય પણ સત્સંગના પ્રભાવે પવિત્ર મની પ્રાંતે પરમાત્મપદ્મને પામી જાય છે. શ્રીમદ્ શંકરાચાય જી પણ લખે છે કે
:
क्षणमपिसज्जन संगतिरेका । भवति भवार्णव तरणे नौका ||
એક ક્ષણમાત્રનો સત્સંગ છે તે ભવસમુદ્રમાં નૌકા સમાન છે, એટલે કે એક ક્ષણના સત્સંગથી પણ જીવ તરી જા : છે. આખા દિવસમાં પા અડધી કલાકનો પણ મનુષ્યોએ અહર્નિશ સત્સ`ગ કરવો જોઇએ. આ તો એક અપેક્ષાએ લખ્યુ છે, ખાકી ઘણોખરો સમય મનુષ્યોએ સત્સંગમાં અને સારા ધાર્મિક પુસ્તકોના સ્વાધ્યાયમાં વિતાવવો જોઇએ. મનને નવરૂં પડવા જ નહીં દેવું. કહેવત પણ છે કે “નવરા નખોદ વાળે અને મન નવડું પડે એટલે સ’કલ્પવિકલ્પમાં જ ચડી જાય. સંકલ્પવિકલ્પને લીધે મનમાં નખળા વિચારો પણ આવે. કયારેક મન આધ્યાનમાં પણ પડી જાય. આ ધ્યાનને લીધે “વિષ્ણુ ખાધે વિષ્ણુ ભોગવે” નાહક નવા કર્મો બંધાય, એટલે ભવોભવમાં તે કર્મો પાછાં ભોગવવાં પડે. અને મન સ્વાધ્યાય તથા સત્સંગમાં રહે તો ખોટા વિચારો આવે નહીં અને વિકલ્પો આવે તો પણ સારા આવે જેથી આત્માને નાહક કર્મ બંધના ભાગી ખનવું ન પડે, માટે સત્સંગનો મહિમા અપરપાર છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૭૦
મંગલાચર
સત્સંગની જેટલી ઉત્તમતા તેટલી જ
કુસંગની અધમતા જેટલી સત્સંગની ઉત્તમતા હોય છે તેટલી જ કુસંગની. અધમતા છે. સત્સંગ છોડવો નહીં તેમ કુસંગ કરવો નહીં. નબળાની સોબતમાં પડેલા ભલભલા પાયમાલ થઈ ગયા છે. ઉચ્ચ ગુણઠાણુની ભૂમિકાએ પહોંચેલા સાધુઓ પણ જે વધારે પડતો સંસારી મનુષ્યોનો સંગ રાખે તો તેઓ પણ ગુણઠાણાની ભૂમિકાથી નીચે ગબડી જાય છે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ફરમાવે છે કે :
होत वचन मन चपलता, जनके संग निमित्त । जनसंगी होवे नही, ता ते मुनि जगमित्त ।
જન સમુદાયના વધારે પડતા સંગને લીધે મનવચનમાં ચપળતા આવતી જાય છે. જ્યારે ચારિત્ર એ તો સ્થિરતારૂપ છે. એટલા માટે આખાએ જગતના મિત્ર એવા મુનિ ભગવંતો. વધારે પડતા જનસંગને ઈચ્છતા નથી. અને જેમ બને. તેમ નિ સંગ દશાને જ અંદરથી ઝંખતા હોય છે. પ્રત્યેક. મનુષ્યોએ સત્સંગનો આદર કરવો અને આલોક અને પરલોક માટે જેઓ હિતકારી પ્રવૃત્તિ કરતા હોય તેવાનો પરિચય કરવો. જેથી આપણને પણ આપણું ઉભય લોક સુધારવા અંગેની પ્રેરણા મળતી રહે. “આ ભવ મીઠો ને પર ભવ કોણે દીઠો !” આવી માન્યતા તો નાસ્તિક જેવાની હોય, ત્યારે આપણે તો આલોકની જેમ પરલોકમાં પણ માનનારા
Page #210
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
માટે શુભ કાર્યો એવા કરવા કે, આલોકમાં સુવાસ ફેલાવવાની સાથે પરલોક પણ સુધરે, અને ભવોભવનું ભાતું થઈ જાય. ઉપદ્રવવાળા મકાનનો તથા ભયંકર દુષ્કાળ પડ્યો હોય અથવા પરચક્રનો ભય ઊભો થયો હોય તેવા દેશનો જેમ ત્યાગ કરવો પડે, તેમ દુષ્ટ અને દુર્જન મનુષ્યોનો પણ દૂરથી જ ત્યાગ કરી દેવો.
૧૭
ગાય દુખળી હોય તોયે શુકનવંતી
કોણ મનુષ્ય કેવા પ્રકારનો છે તેનું માપ તેના સંગ ઉપરથી નીકળે છે. મનુષ્યની પરીક્ષા તેના આજુબાજુના સર્કલ ઉપરથી થઈ જાય છે. જેના મિત્રો ધાર્મિક હોય તો સમજવું તે મનુષ્ય પણ ધાર્મિક રૂચિવાળો છે અને મિત્રો ધાર્મિક ભાવનાવાળા ન હોય અને કેવળ મોજશોખમાં પડેલા હોય તો સમજવું તેવાના સંપર્કમાં આવનાર પશુ તેવોજ હોવો જોઇએ. આ બધી ઘટનામાં અપવાદ તો રાખવાનો જ છે. સંક્ષેપમાં સાર એટલો જ છે કે સત્સંગની ખલિહારી છે. ગાય ગમે તેવી દુÖળ હોય તો પણ મુસાફરીએ જતાં માણસને તે સામી મળે એટલે તેના શુકન જ મનાવવાના છે અને ગધેડો ગમે તેવો વ્હાઈટ અને હૃષ્ટપુષ્ટ સામો મળ્યો હોય તોયે તેના અપશુકન જ મનાવવાના છે. આજ દૃષ્ટાંતે કોઈ સદાચારી મનુષ્ય પછી ભલે અલ્પ ધન વાળો હોય છતાં તેનું સંગ કરવું તે સત્સંગમાં જ ગણાવવાનો છે અને ગમે તેવો ધનાઢ્ય પુરૂષ હોય પણ તેનામાં સદાચાર ન હોય તો તેવાનો સંગ તે કુસંગમાં જ ગણાવાનો છે. માટે આપણા
J
Page #211
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
જીવનમાં સદ્દગુણનો વિકાસ કરવો હોય તો સદાચારીનો સંગ કરવો, હલકાની સોબતનો ત્રિવિધે ત્યાગ કરવો.
- ૬ છ ત
રાજહંસ માટે કાગડાની સોબત એ સંગ કહેવાય કે કુસંગ કહેવાય ? કહેવું જ પડશે કે સંગ નહીં પણ તે કુસંગ જ કહેવાય. અને તેવા કુસંગને કારણે રાજહંસ જેવા રાજહંસનું કઈ રીતે મૃત્યુ થયું છે તે ઉપર દૃષ્ટાંત ઘટાવવામાં આવે છે.
માન સરોવરને કાંઠે એક હંસ અને હંસલી બને સુખપૂર્વક વિહાર કરતાં હતાં. એટલામાં માન સરોવર ઉપરથી એક વાયસ (કાગડો) આકાશ માર્ગેથી પસાર થતો હતો. તે વાયસ દૂરદૂરના પ્રદેશમાંથી ઉડ્ડયન કરીને આવતો હોવાથી સુધા લાગવાને લીધે માછલાં ભક્ષણ કરવાના ધ્યેયથી આકાશ માર્ગેથી નીચે સરોવરમાં પડે છે અને ડૂબવાની તૈયારીમાં છે. તે જ સમયે હંસલી પોતાના પ્રિયતમ હંસનું ધ્યાન ખેંચે છે અને કહે છે કે, નાથ ! આ બિચારો વાયસ આકાશ માર્ગેથી સરોવરમાં પડી ગયો છે અને ડૂબી જવાની તૈયારીમાં છે માટે આપ આને કોઈ પણ ભોગે જીવિતદાન આપો ! કારણ કે સજ્જનોનું જીવન પરોપકાર માટે જ હોય છે. અને નાથ! જીવનનો પરમસાર પરોપકાર છે. સ્વનું તો સૌ કરે છે પણ પરનું કરનાર જ પરમ ગતિને પામે છે. - આ તો હંસલી હંસને બોધ આપે છે ! પણ આજે
Page #212
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
તો મનુષ્યોમાં પણ પરોપકારની ભાવના રહી નથી. પોતાનો સગો ભાઈ વિપત્તિમાં હોય તોયે ઘણા કહી દેતા હોય છે કે એ તો એના કમ ઉદયમાં આવ્યા છે, તેમાં અમે શું કરી શકીએ ? અરે ભાઈ ! ઉદયમાં અવેલાં કમ સૌને ભોગવવનાં છે, પણ દુ:ખીને દિલાસો જરૂર આપી શકાય અને શક્તિ મુજબ તેના દુઃખમાં ભાગીદાર પણ બની શકાય. પરંતુ આ બધું તો માનવમાં માનવતા હોય તો જ બની શકે છે.. હુંસલીના વચન સાંભળીને હંસ સરોવરમાંથી કાગડાને અહાર કાઢે છે અને તેને જીવિતદાન આપે છે.
૧૭૩
જીવિતદાન આપનાર હુંસ તરફ કાગડાને ખુબ જ સદ્ભાવ ઉત્પન્ન થાય છે. તેના અંતરમાં હુંસ તરફ લાગણીના. ઘોડાપૂર વહેવા માંડે છે. જીવિતદાન આપવા અદ્લ તે વાયસ હંસનો ભૂરિ ભૂરિ આભાર માને છે અને હુંસને વિનવે છે. કે, આપનો મારીપર જો કે અનંત ઉપકાર છે, તેનો બદલો હું કોટીભદ્રે પણ વાળી શકું તેમ નથી, છતાં આજના દિવસ પૂરતા આપ મારા મહેમાન ખનો, અને હું જે નંદનવન જેવા પ્રદેશમાં વિહાર કરૂ છુ, ત્યાં આપ મારી સાથે પધારો.. કાગડાના ભાવભર્યું આમંત્રણથી હુંસ લલચાઈ જાય છે અને હું'સલીને કહે છે કે, તારી ઈચ્છા હોય તો આપણે બન્ને આજે વાયસરાજના મહેમાન બનીએ. હુંસલી કહે છે કે, નાથ ! પરોપકાર કરવામાં વાંધો નથી, માકી ભૂલેચૂકે કુસંગ કરવા જેવો નથી. આ આપને આમંત્રણ આપે છે પણ ધ્યાન રાખજો કે જાત કાગડાની છે. માટે મારી ઈચ્છા વિરૂદ્ધ આપ તેની સાથે જવું હોય તો જઈ શકો છો. ખાકી હું સાથે
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૭૪
મંગલાચરણ
આવવા ઈચ્છતી નથી.
હંસલીની આવી શિખામણ હોવા છતાં, હંસ લાગણીવશ બનીને વાયસની સાથે જાય છે અને તે વાયસ હંસને નંદનવન જેવા રમ્ય પ્રદેશમાં લઈ જાય છે. ત્યાં જઈને વાયસ અનેક પ્રકારના ફળફૂલ આદિથી હંસની સરભરા કરે છે. હંસને પોતાના ઘેરા મહેમાન માનીને મહેમાનગતિ કરે છે. એમ કરતાં મધ્યાન્હ કાળ શરૂ થાય છે. ગરમીની મોસમ હોવાથી બને એક ઘટાદાર વૃક્ષની ડાળ ઉપર બેઠેલા છે. તે જ વૃક્ષની નીચે શિકાર કરવા નીકળેલો એક રાજવી પોતાના સાગરીતોની સાથે વિશ્રાંતિ લેવા આવી પહોંચે છે. રાજાના સેવકો વૃક્ષની નીચે રાજાના શયન માટે સુખશષ્યા બિછાવી દે છે. અને રાજા પરિભ્રમણનો થાક ઉતારવા શયન કરે છે. તેટલામાં ઉપરથી કાગડો બરાબર રાજાના મોં ઉપર ચરક કરે છે અને રાજા જાગી જાય છે. રાજાના સેવકો પણ બેઠા થઈ જાય છે. નીચે જ્યાં જરાક સંચાર થાય છે, ત્યાં વૃક્ષ ઉપરથી કાગડો ઊડી જાય છે. રાજાના સેવકો બાણથી ઉપર બેઠેલા હંસને વીંધી નાખે છે. અને તરફડતો હંસ વૃક્ષ ઉપરથી નીચે પડે છે.
ત્યારે રાજા સેવકોને કહે છે કે, આ જંગલના કાગડા ? તો બહુ રૂપાળા દેખાય છે. આ શબ્દ સાંભળતાં હંસને મનમાં મૃત્યુથી પણ અધિક વ્યથા થાય છે અને મનમાં વિચારે છે કે, અરર ! આ રાજા તો મારી જાતને પણ પિછાનતો નથી, અને તદ્દન ઊંધી ખતવણી કરે છે. છેલ્લે મરતાં મરતાં પણ
Page #214
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧લપ
પોતાની જાત ઉપરનું કલંક ભૂંસી નાખવા હંસ રાજાને કહે છે કે :
नाऽहं काको महाराज, हंसोऽहं विमले जले। नीचसंगप्रसङ्गन, मृत्युरेव न संशयः ॥
હે રાજન ! હું કાગડો નથી, હું તો માન સરોવરને કાંઠે વિચરનારો રાજહંસ છું, પણ નીચની સોબત કરવાથી હું મૃત્યુને પામી રહ્યો છું. અંતે હંસના આ ઉદ્દગાર સાંભળતાં રાજાનો સંશય ભાંગી જાય છે.
આ દૃષ્ટાંત તો આટલાથી પૂર્ણ થાય છે અને તેનો ઉપનય તો દૃષ્ટાંત આપવા પૂર્વે જ કહી દીધેલ છે. માટે સારા બનવું હોય તો સારાનો સંગ રાખજે. કાગડાની સોબતથી હંસ બિચારો મૃત્યુ પામ્યો, તેમ કુસંગથી ભલભલાનો વિનાશ થાય છે. માનવ જીવનની સાર્થકતા માટે સૌ સત્સંગના -ઉપાસક બનો એ જ એક અંતરની અભિલાષા ! ૦ ૦ ૦ ૦
Page #215
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
માતાપિત્રોડ્યપૂજક
સંગ સદાચારીનો કરવો એ માગનુસારીતાનો આઠમો ગુણ છે. તેમ માતપિતાના પૂજક બનવું એ નવમો ગુણ છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે :
मातापित्रोश्चपूजकः
માતાપિતાના પૂજક બનવું એટલે “પૂનરંજાવિક સિંખ્યામા કિયા” ત્રણે કાળ માતાપિતાને પ્રણામ કરવા એ જ એમનું પૂજન કહેવાય. તેઓ ગેરહાજર હોય, ક્યાંય બહારગામ ગયેલા હોય તો હૃદયમાં તેમને આરોપિત કરીને પ્રણામ કરી લેવા, અથવા ઘરમાં તેમનો ફોટો હોય તો ફોટાને પ્રણામ કરી લેવું. માતાપિતાને ત્રિકાળ નમન કરવાથી માનવી નમ્રશીલ બને છે, અને ઉપકારી માતાપિતા પ્રતિ હદયમાં બહુમાન જળવાઈ રહે છે. માતાપિતાને નમતો હશે તો દેવગુરૂને પણ નમશે. વિનમ્રભાવને લીધે તેનામાં બીજા અનેક સદ્ગુણોનો વિકાસ થશે. સવારે ઉઠતાંવેંત માતાપિતાને પ્રણામ કરવા જોઈએ અને તેમના ઉપકારો હદયમાં અહર્નિશ સંભારવા જોઈએ.
વિનય પ્રશમથી વિહીન મનુષ્યો નિર્જળ
નદીની જેમ શોભાને પામતા નથી તેઓ કામ પ્રસંગે બહાર ગયા હોય ને જેવા ઘરમાં
Page #216
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૯૭
પ્રવેશ કરે કે તરત ઊભા થઈ જવું જોઈએ. બે પાંચ ડગલાં સામે લેવા જવું જોઈએ. તેમને બેસવા માટે આસન બિછાવી આપવાપૂર્વક તેમનો વિનય કરવો જોઈએ. પોતાને તેમની સમીપમાં બેસવું હોય તો સમાન આસને ન બેસતાં નાચલે આસને વિનમ્રભાવે બેસવું જોઈએ. ગુરૂજનોનો વિનય કર્યા વિના જીવનમાં કોઈ પણ પ્રકારની સિદ્ધિ સંભવતી નથી. વિનયગુણ સામાન્ય ગુણ નથી, મહાન ગુણ છે. વિનય વૈરીને પણ વશ કરે. વિનયગુણના પ્રભાવે જીવ જ્ઞાન મેળવે. જ્ઞાનના પ્રભાવે ચારિત્ર પામે. ચારિત્રના પ્રભાવે સર્વ સંવરને પામી, જીવ પરંપરાએ મોક્ષપદને પ્રાપ્ત કરી લે છે. એટલા માટે સર્વ કલ્યાણનું ભાજન વિનય છે. ગુરૂજનોનો વિનય કરવાથી જીવનમાં ગુણગરિષ્ઠતા આવે છે, બધા ગુણ વિનયને આધીન છે અને વિનય તે જ કરી શકે જે નગ્નશીલ છે. જે નમ્ર બન્યો તે સર્વગુણ સંપન્ન બને છે. માનવી મૂલ્યવાન અલંકારાદિથી તેવો શોભતો નથી, જેવો વિનય ગુણથી શોભે છે. કુળ, રૂપ, વચન, યૌવન, ધન, વૈભવ, ઐશ્વર્યાદિથી સંપન્ન મનુષ્ય પણ જે વિનય અને પ્રશમથી વિહીન હોય તો તે નિર્જળ નદીની જેમ શોભાને પામતો નથી.
દસ પૂર્વધર પૂજ્યપાદું ઉમાસ્વાતિજી પ્રશમરતિ શાસ્ત્રમાં ફરમાવે છે કે :
कुलरुपवचनयौवन, धनमिनेश्वर्यसंपदपि पुंसाम् । विनयप्रशमविहीना, न शोभते निर्जलेव नदिः ॥
માનવીને ગમે તેટલા મિત્રો હોય, તે ગમે તેવા
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૭૮
મંગલાચરણ
સુમધુર વચનો બોલતો હોય, ઉચ્ચ કુળમાં જન્મેલો હોય, તેનું યૌવન પણ ખીલી ઊઠેલું હોય છતાં વિનય અને પ્રશમથી વિહીન હોય તો તેના જીવનની શી શોભા છે ? નદીનો પટ ગમે તેટલો વિશાળ હોય પણ પટમાં પાણીનો પ્રવાહ જ ન વહેતો હોય તો નદીની શી શોભા દેખાવાની છે ? માટે જીવનમાં ગુણ પ્રગટાવવા હોય તો વિનીત બનવું.
विणओ सासणे मूलं, वीणीओ संजओ भवे । विणयाओ विप्पमुक्कस्स, कओ धम्मो को तवो ॥
વિનય એ જિન શાસનનું મૂળ છે. વિનીત છે તે જ ખરો સાધુ છે. વિનયગુણથી ભ્રષ્ટ થએલાને ધર્મ કેવો ? અને તેને વળી તપ પણ કેવું ? અર્થાત તેને ધર્મ કયાંથી હોય, અને તપ પણ કયાંથી હોય? તે તો દેવાળીયા કંપનીનો મેમ્બર કહેવાય. જિન શાસનમાં તેને કયાંય સ્થાન ન મળે.
વિનય વિવેકના સંસ્કાર વિનાનું
શિક્ષણ શા કામનું ?
માતાપિતા, કળાચાર્ય, ઘરની અંદરના વડીલો, એ બધા ગુરૂસ્થાને છે. તેમને ત્રણવાર પગે લાગવાનું એટલા માટે લખ્યું કે એમ કરતાં જીવનમાં નમ્ર ભાવ આવે. જ્યારે આ કાળમાં તો ત્રિસંધ્ય નમન વિધિ તો ઠીક પણ સવારે ઉઠતાંવેંત એકવાર પગે લાગતાં હોય તો એ ઘણું મોટી વાત
Page #218
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
. .
કહેવાય. એક ગામમાં આ વાત નીકળેલી ત્યારે એક ભાઈ બોલ્યા, મહારાજ ! આ જમાનામાં પગે લાગવાની વાત તો ઠીક પણ આ બધા અમારા સુપુત્રો તમારી સામે જ બેઠેલા છે. એમને એટલા પુરતો ઉપદેશ આપો કે અમારે તેમને પગે લાગવું ન પડે. મેં કહ્યું, તો પછી આ કાળના છોકરાઓમાં ઍસ્કાર શું પડ્યા કહેવાય ? ગમે તેટલું શિક્ષણ મેળવવા છતાં વિનય વિવેકના સંસ્કાર જીવનમાં ન પડ્યા હોય તો શિક્ષણ શા કામનું ? અને તેવા સંસ્કાર વિહીન સંતાનોની વચ્ચે રહેવા કરતાં શત્રુંજય જેવા તીર્થમાં રહીને તપ કરવું શું ખોટું ? જે કે માબાપનું પણ કર્તવ્ય છે કે બાળકોમાં શરૂઆતથી ગળથુથીમાં જ ધર્મના સંસ્કાર નાખવા જોઈએ. જે શરૂઆતથી જ તેમને ધર્મના સંસ્કાર મલ્યા હોય તો યુવાનીમાં તે સંસ્કારો જરૂર ખીલી ઊઠે, અને તેઓ જરૂર વિનીત અને નમ્રશીલ બને. સંતાનો પ્રત્યેની જે પોતાની જવાબદારી છે તે વડીલોએ પણ ભૂલવી ન જોઈએ.
પરલોક સુધરે તેવા કાર્યો કરાવવા
માતાપિતા અંગે એટલે સુધી કહ્યું છે કે, અપવિત્ર જગ્યાએ તેમનું નામ પણ નહીં લેવું જોઈએ અને કોઈ તેમના અવર્ણવાદ બોલતું હોય તો ત્યાં ઊભા પણ નહીં રહેવું જોઈએ. સારભૂત એવા વસ્ત્ર- અલંકારાદિ તેમને સમર્પણ કરવા જોઈએ. તે તે દ્રવ્યનો તેઓ ઉપભોગ કરે, તે પછી જ પોતે તેવા દ્રવ્યનો ઉપભોગ કરે. ભોજન પણ પહેલાં તેમને કરાવે, તે પછી પોતે જમે. તેમ ન કરે તો તે અનુચિત
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૦
મંગલાચરણ
કહેવાય. અને તેમને પરલોક સુધરે તે માટે તીર્થયાત્રા, સુપાત્રદાન દીન અનાથાદિનો ઉદ્ધાર જેવાં ધર્મનાં શુભ કાર્યો તેમના હાથે કરાવવા જોઈએ.
તેમને જે કાંઈ અનિષ્ટ હોય તેવા વ્યવહારનો ત્યાગ કરી દેવો. દાખલા તરીકે તેમને સટ્ટાની લાઈન પસંદ ન હોય તો તે છોડી જ દેવી. તેમને જે કામકાજ પસંદ ન હોય તે ન જ કરવું. તેમને મીલ કારખાના વગેરે મહારંભનાં કયોં પસંદ ન હોય અને તે કાર્યોને તેઓ ધર્મવિરૂદ્ધ લેખતા હોય તો તે કાર્યો કરવા જ નહીં. તેમને જે ઈષ્ટ હોય તેમાં પ્રવર્તવું. ધર્મધ્યાનમાં તેઓ અંતરાય લેતા હોય તો વિનમ્રભાવે કહેવું કે, આપ ધર્મ પ્રવૃત્તિમાં અંતરાય ન નાખો, એ સિવાયની આપની દરેક આજ્ઞા શિરોમાન્ય કરવા તૈયાર છું. ના માતાપિતાના વિત્તનો તીર્થમાં વ્યય કરે
तदासनाद्यभोगश्च, तीर्थेतद्वित्तयोजनम् ।
તેમના આસનાદિનો પોતે ઉપભોગ ન કરે એટલું જ નહીં તેમની જે અંગતમૂડી હોય તેનો તીર્થક્ષેત્રમાં અથવા સાત સુક્ષેત્રોમાં અથવા તેવા કોઈ પણ સન્માગે વ્યય કરે. જે સ્વયં ગ્રહણ કરે તો તેમના મૃત્યુમાં પોતાની અનુમોદનાનો પ્રસંગ આવે. વૃદ્ધ માતાપિતા પાસે મૂડી હોય અને તેમનાથી તેની મમતા મૂકાતી ન હોય એટલે તેમના પુત્રો વિચારે કે
Page #220
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૮૧
હવે આ બહુ વૃદ્ધ થઈ ગયા, કો પણ ઘણું ભોગવે છે, હવે તો છૂટી જાય તો સારું ! આવું ઉપરથી બોલે પણ મનમાં વાત બીજી હોય. હવે તો આ છૂટી જાય તો ઠીક આ વાત તો ઔપચારિક થઈ. બાકી તો આ જાય તો આમણે સંઘરી રાખેલું ઝટ હાથમાં આવે ! આવા હલકા વિચારો ન આવી જાય એટલે પૂ. હરિભદ્રસૂરીશ્વરજીએ યોગબિન્દુમાં લખ્યું કે તેમના વિત્તનો તીર્થક્ષેત્રમાં વ્યય
કરવો.
માતાના અગણિત ઉપકારો
માતાપિતામાં પણ માતાના મહાન ઉપકારો આપણી પર હોય છે. એટલે “માતપિત્રોજપૂન” એ પાઠમાં માતાને પહેલું સ્થાન આપેલું છે. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે, દસ ઉપાધ્યાય બરાબર એક આચાર્ય, સો આચાર્ય બરાબર એક પિતા અને હજાર પિતા-અરાબર એક માતા, આમ કહીને મનુસ્મૃતિકારે માતૃત્વ શક્તિને દુનિયામાં અજોડ ઠરાવી છે. નવ નવ મહિના ઉદરમાં બાળકને તે ધારણ કરે છે. પ્રસવ કાળની અસહ્યા વેદના તે વેઠે છે. બચપણમાં બાળકનો ઉછેર પણ તે કરે - છે. તેના મળમૂત્ર પણ તે સાફ કરે છે. હવે તેવી માતાનો અનાદર કરે તેને કુદરત કઈ રીતે સાફ કરે ? સૂકામાં બાળકને પોઢાડીને ભીનામાં તે સૂવે છે, માતાના આવા અગણિત ઉપકાર આપણુ પર હોય છે. ભગવતીસૂત્રમાં ત્યાં સુધી લખ્યું છે કે આપણું શરીરમાં ત્રણ અંગો માતાના હોય અને ત્રણ પિતાના હોય છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
कइणंभंते, माइ अंगा पन्नता गोयमा तओ माइ अंगा पन्नता
तंजहा मंस सोणिय मत्थुलुंगे ગૌતમ સ્વામી ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે કે, શરીરમાં કેટલા અંગો માતાના હોય છે ? પ્રત્યુત્તરમાં ભગવાન ફરમાવે છે કે, માંસ, રક્ત મસ્તકનું ભેજુ એ ત્રણ અંગો આપણા શરીરમાં માતાના હોય છે અને ત્રણ અંગો પિતાના હોય છે.
कइणं भंते पिइ अंगा पन्नता गोयमा तओ पिइ अंगा पन्नता तंजहा अट्ठि अट्ठिमिज्जा केस मंस रोम न हे પિતાના પણ આપણું શરીરમાં ત્રણ અંગો હોય છે.
હાડકાં મજ્જા કેશ દાઢી રોમ નખ, આ સિવાયના આપણું શરીરમાં બાકીના બધા અંગઉપાંગો માતાપિતા બન્નેના શરીરના પુદ્ગલોથી બનેલાં છે. હવે વિચારો માતા પિતાના આપણીપર કેટલા ઉપકારો છે ? માટે માતા, પિતા, સ્વામી અને ગુરૂ એ ત્રણેને શાસ્ત્રકાર મહાપુરૂષોએ દુપ્રતિકાર કહ્યા છે. તેમને આપણે ચામડાના જેડા કરીને પહેરાવી દઈએ તો પણ તેમના ઉપકારનો બદલો વાળી ન શકાય. તેમાં પણ માતાપિતા આ ભવના ઉપકારી છે. જ્યારે પંચમહાવ્રતધારી ગુરૂ ભગવંતો તો ભવોભવના ઉપકારી છે. કારણ કે માતાપિતા જન્મદાતા છે. જ્યારે ગુરૂ ભગવંતો ધર્મ દાતા છે. તેવા
Page #222
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ઉપકારીના ઉપકારોને ભૂલી જાય તે છૂટશે કયા ભવે ? તેવા જીવોને નિર્ગુણી કહ્યા છે. નિર્ગુણીનો ઉદ્ધાર થવો બહુ કઠીન ?
સુવિનીત સુપુત્રોનું કર્તવ્ય ઘરમાં સ્ત્રી ન આવે ત્યાં સુધી માતાપિતાની સેવા કરે અને સ્ત્રી ઘરમાં આવ્યાબાદ તેના મોહમાં પડીને માતાપિતાના ઉપકારોને ભૂલી જાય તેવાને તો અધમ કહ્યા છે. માબાપ ઘરનું કામકાજ કરતા હોય, છેવટે ઘરમાં છોકરાઓને સાચવતા હોય ત્યાં સુધી માબાપને ભજે તેવાને મધ્યમ કહ્યા અને તીર્થસ્વરૂપ સમજીને આજીવન પર્યત નિઃસ્વાર્થભાવે સેવા કરે તેવાને ઉત્તમ કહ્યા છે. આજે તો ઘરમાં શ્રીમતીજીનાં પગલાં થાય કે જાણે ડોકરા છોકરી ઘરમાં ભારરૂપ જ થઈ પડે છે. તેવા મનુષ્યો માતાપિતાની આંતરડી ઠારીને આશીર્વાદ શું લેવાના ? આપણે ભવોભવમાં ઠરવું છે પણ માબાપનીએ આંતરડી ઠારવી નથી તેવા મનુષ્યો શે ઠરવાના છે ? સૌ જીવોને શાતા પમાડવાની જ્યાં વાત છે ત્યાં ઉપકારી એવા માતાપિતાને કેટલી શાતા પહોંચાડવી જોઈએ એ આપ મનમાં સમજી લો. ઉપરમાં અધમ, મધ્યમ અને ઉત્તમના ત્રણ પ્રકાર કહ્યા. તેમાં ત્રીજા પ્રકારમાં નંબર લગાડી માતાપિતાને તીર્થસ્વરૂપ સમજીને તેમની સેવા કરવી એ સુવિનીત એવા પુત્રોનું પરમ કર્તવ્ય છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
~~
~
ઉપદ્રવયુક્ત સ્થાનનો ત્યાગ
ઉપદ્રવયુક્ત
શત થયો હોય માગ કરે. સ્વચક્ર
માગનુસારીના દસમા બોલમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે :
त्यजन्नुपप्लुतं, स्थानमप्रवृत्तश्च गहिते ।
ઉપદ્રવયુક્ત જે સ્થાન હોય તેનો ગૃહસ્થ ત્યાગ કરી દે. સ્વચકનો ભય ઉપસ્થિત થયો હોય અથવા પરચક્રનો ભય ઉપસ્થિત થયો હોય તેવા સ્થાનનો ગૃહસ્થ ત્યાગ કરે. સ્વચક એટલે પોતાના રાજ્ય તરફથી પણ કેટલીકવાર ઉપદ્રવો એવા મચે છે કે મનુષ્યને અનિચ્છાએ પણ પોતાનું સ્થાન છોડવું પડે. જ્યાં વાડ પોતે જ ચીભડાં ગળે ત્યાં ફરિયાદ કયાં નોંધાવવી ? રાજા પોતે જ પરસ્ત્રી લંપટ હોય અને તેના સૈનિકો પણ તેવા જ રસ્તે ચડેલા હોય, પ્રજાના માલ અને ઈજ્જતની જ્યાં સલામતી ન હોય તેવા સ્વરાજ્યમાં પણ રહેવાનો શો અર્થ છે ? તેવો જ પરચક્રનો ભય ઊભો થયો હોય ત્યાં પણ સલામતી શી રહેવાની ? પરચક્રના ભય તો કેટલીકવાર એવા ઊભા થાય છે કે આખા રાજ્યને તારાજ કરી નાખે. અને પછી આડેધડે લૂંટ ચલાવે. તેમાં પછી જાનમાલ કે ઈજ્જતની સલામતી કયાંથી રહે ?
રાષ્ટ્ર પ્રતિ વફાદારી ગમે તેવા ઉપદ્રવના ભયે ભારત છોડીને પરરાષ્ટ્રમાં
Page #224
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૮૫
જવાની વાત છે જ નહીં. ગુજરાતમાં ભય ઊભો થયો હોય તો મહારાષ્ટ્રમાં જાય અને મહારાષ્ટ્રમાં ભય ઊભો થયો હોય તો એમ. પી. માં જાય. જે રાષ્ટ્રમાં પોતે રહેતો હોય તેને તો વફાદાર જ રહેવાનુ છે. પહેલાં રજવાડાઓ કેટલા હતા ? ભારતમાં ગણતંત્રની સ્થાપના થતાં રજવાડાઓ ભૂંસાઈ ગયા. પહેલાના જમાનામાં કોઈ કોઈ રજવાડાઓમાં પણ કેવા જુલમો ગુજરતા હતા ? હવે તેવા સમયે સ્થલાંતર ન કરે તો પોતાનું સર્વસ્વ ગુમાવવું પડે.
ઉપદ્રવયુક્ત સ્થાન ન છોડે તો ક્યારેક સર્વનાશનો વખત આવે
દુષ્કાળ, મહામારી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા ઉપદ્રવો પણ ભયંકર કહેવાય. તેવા સમયે ગૃહસ્થ સ્થલાંતર ન કરે તો તેના મનમાં અસ્વસ્થતા વધી જાય. અસ્વસ્થતા વધે એટલે શરીરનું સ્વાસ્થ્ય પણ બગડે, સ્વાસ્થ્ય ખગડે એટલે બધું --બગડે. એટલું જ નહીં, તેવા ઉપદ્રવયુક્ત સ્થાનમાં રહેવાથી ઉપાર્જન કરેલા ધમ અ, અને કામ પુરૂષાનો વિનાશ થાય. આ ત્રણેનો વિનાશ થાય એટલે ગૃહસ્થનો આખો ભવ મગડે અને તેવા વાતાવરણમાં ખીજી નવી આવક ન થવાથી અને ઉપાર્જનનાં સાધનો ન રહેવાથી તેમ જ ધર્મ પુરૂષામાં પણ ચિત્ત ન લાગવાથી ઉભયલોક અગડ્યા જેવું થાય, માટે ઉપરોક્ત ઉપદ્રવયુક્ત સ્થાન ગામ નગર દેશ પ્રમુખનો ત્યાગ કરી દેવો તે માર્ગાનુસારીતાનો દશમો ખોલ છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૮૬
મંગલાચરણુ
નિંદિત કાર્યોમાં ન પ્રવર્તવું
માર્ગાનુસારીતાના અગીયારમા ગુણ મુજબ નિંતિ કાર્યોમાં ગૃહસ્થ ન પ્રવર્તે. દેશ જાતિ અને કુળની અપેક્ષાએ જે કાર્યો વર્જિત હોય તેવા નિંદિત કાર્યોમાં ગૃહસ્થે પ્રવૃત્તિ કરવી નહીં. કારણ કે તેવા કાર્યો કરવા જતાં ગૃહસ્થ પોતાની જ્ઞાતિ અને સમાજમાં પાછો પડી જાય છે. જેમ કે મદિરાપાન, જુગાર, માંસ ભક્ષણ, પરસ્ત્રી સેવન આ અષાં કાર્યો આ લોકવિરૂદ્ધ તો છે જ પણ ભય લોકવિરૂદ્ધ છે. નિંદા અનીતિ ચાડી ચુગલી એ મધા કાર્યો તો આ લોકવિરૂદ્ધ છે જ્યારે ઉપરોક્ત કાર્યો તો ઉભય લોકવિરૂદ્ધ છે. માટે નિંતિ કાર્યોમાં મન વાણી ને શરીરને પ્રવર્તાવવાં નહીં. ત્રણે યોગોને શુભમાં જરૂર પ્રવર્તાવવા પણુ અશુભમાં નહીં પ્રવર્તાવવા.
કુળચંડાલ કરતાંએ કમ ચંડાલ ભયંકર
સામાન્ય કુળમાં ઉત્પન્ન થયેલા માનવીના પણ જો આચાર વિચાર શુદ્ધ હોય તો સમજવુ' તે મહાન પુરૂષ છે. ધર્માંબિન્દુ ગ્રંથની ટીકામાં પૂર્વાચા મહાપુરૂષે ફરમાવ્યું છે કે ઃ
न कुलं वृत्तहीनस्य, प्रमाणमिति मे मति । अंत्येष्वपि हि जातानां वृत्तमेव विशिष्यते ।।
Page #226
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
જે પુરૂષ સદાચાર અને વિચાર વિહીન હોય તે ગમે તેવા ઉચ્ચ કુળમાં જન્મેલો હોય તો પણ તેનું કુળ પ્રમાણરૂપ નથી. બીજો કોઈ મનુષ્ય ભલે અંત્ય જાતિમાં ઉત્પન્ન થયેલો હોય પણ તેનામાં જે સદાચાર હોય તો તે ઘણું જ મહાન છે. ઉત્તમ કુળમાં જન્મેલા પણ જીવનમાં હિંસા અસત્યાદિ કુકર્મ આચરતા હોય તો તે કુળની અપેક્ષાએ જૈન અથવા બ્રાહ્મણ હોવા છતાં તેઓ કર્મચંડાળ છે, અને કુળથી ચંડાળ હોવા છતાં જીવનમાં અહિંસા, સત્ય, અચૌર્ય વગેરે સતકર્મને આચરતા હોય તો તેઓ કુળની અપેક્ષાએ ચંડાળ હોવા છતાં કર્મ જૈન કહ્યા છે. કુળચંડાળ કરતાં કર્મચંડાળને ભયંકર કહ્યા છે. એટલા માટે પ્રાણ ભલે કંઠે આવી જાય તો પણ જે નિંદિત કાર્યો છે તે આચરવાં નહીં. ઉભય લોકવિરૂદ્ધ કાર્યો કરવાથી ઉભય લોક બગડે. એટલું જ નહીં ભવો ભવ બગડે છે. પરોપકારાદિનાં શુભ કાર્યો જ જીવનમાં કરતા રહેવું તેમાં જ નરજન્મની સફળતા છે.
વસંતપુર કરીને મોટું નગર હતું. તે નગરના રાજરસ્તા પર સવારના સમયે કોઈ એક માતંગી જળ છંટકાવ કરી રહી હતી. તે માતંગી માંસાહારી હતી. એક ફાટેલા ચીંથરામાં માંસનો લોચો લપેટીને રસ્તા પરના ઝાડ નીચે તેણીએ તે મૂકી રાખેલો હતો. તેની પર માખીઓ બણબણતી. હતી. રાજરસ્તાની તે સફાઈ કરી રહી–હતી. તે કામ પતી જાય એટલે તે ઝાડ નીચે બેસીને નાસ્તારૂપે માંસના.
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૮૯
લોચાનો તે ઉપયોગ કરવાની હતી.
1
એટલામાં ભાનુદત્ત નામે નગરના માનીતા મહાન પંડિત નગરની બહાર નદ્રી કિનારે આવેલા મંદિરમાં શંકર ભગવાનની પૂજા કરવા નિમિત્તે તે જ રસ્તેથી જઈ રહ્યા હતા. પડિતજીના એક હાથમાં નિમળ જળથી ભરેલો કળશ અને બીજા હાથમાં પૂજાની સામગ્રી હતી. પેલી માતંગીને રસ્તાપર જળ છંટકાવ કરતી જોઈને પડિતજી વિચારમાં પડી ગયા અને તેને પ્રશ્ન કર્યો કે તારે આ રસ્તાપર બેસીને કર્યુ. એવું પવિત્ર કા કરવું છે કે તું જળ છંટકાવ કરીને ભૂમિનું શોધન કરી રહી છે ! તારે તો આ જગ્યાએ બેસીને માંસાહાર જેવો અપવિત્ર આહાર કરવો છે, કોઈ પવિત્ર કાર્ય કરવું હોય ને ભૂમિ શોધન કર્યુ હોત તો તે સમજી શકાય તેવું હતું, પણ તારે તેવુ કોઈ પવિત્ર કાર્ય કરવાનું છે નહીં. તો પછી શા માટે જળ છટકાવ કર્યાં છે. ? પ્રત્યુત્તરમાં માતંગીએ જે કાંઈ જણાવ્યુ છે તે ખૂબ વિચારવા યોગ્ય છે. આ ઘટનાનો મહાન પ`ડિત શ્રી વીર વિજયજી મહારાજે પૂજાની ઢાળમાં કાવ્યમય ગુર ગિરામાં આબેહૂબ ઉલ્લેખ કર્યાં છે કે :
માંસાહારી માતંગી ખોલે
મંગલાચરણ
ભાનુપ્રશ્ન ધર્યાં,
જૂઠા નર પગ ભૂમિ શોધન
જળ છંટકાવ કર્યાં રે
મોહન મેરો મુગતીસે જાઈ મલ્યો
Page #228
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૮૯
પ્રત્યુત્તર એ છે કે,
“ પંડિતજી ! આપે મને જે પ્રશ્ન કર્યો તેનો કેટલાય જૂઠાખોલા મનુષ્યો આ રસ્તેથી થઈ પણ રહ્યા
કૃષિત
પસાર થએલા છે અને પસાર પંડિતજી ! તેવા જૂઠા ખોલા અને ખીજા પણ હિંસા ચૌ ક વિશ્વાસઘાત જેવા ઘોરાતિઘોર દુષ્કર્મ કરનારા મનુષ્યોના આ ભૂમિપર પગ પડવાથી આ ભૂમિના પરમાણુ દૂષિત થઈ ગએલા છે તેની શુદ્ધિ માટે પંડિતજી ! મેં આ જળ છંટકાવ કર્યો છે. રખે તે દૂષિત પરમાણુ અંદરના મન પરિણામ પર પોતાનો પ્રભાવ ન પાડી દે એટલા માટે મેં આ ભૂમિનું શોધન કર્યું છે.” અને માતગીની વાત પણ તદ્ન સાચી હતી. કારણ કે બહારના પરમાણુઓ પણ કેટલીકવાર આપણા મન પરિણામપર અસર પાડતા હોય છે. એટલે મેતરાણીએ પંડિતજીને સચોટ રદિયો આપ્યો કહેવાય. વળી પણ આગળ વધીને માત ંગીએ કહ્યું, “પંડિતજી માફ કરજો ! અમારો તો જન્મ જ ચંડાળના કુળમાં થયો છે. તેમાં કોઈ અમારો અપરાધ નથી. અમારા જન્માંતરના તેવા કોઈ કર્મનો ઉદય જાગ્યો હોય તો તેમાં અમારો શો ઉપાય છે ? ક્રમ તો સૌ ને ભોગવવાં પડે છે. પણ પડિતજી જેઓ ઉચ્ચ કુળમાં જન્મ પામીને ધોરાતિઘોર દુષ્કમ કરતા હોય તેવા તો મહા અપરાધને પાત્ર છે. પડિતજી ! જેમના કર્મી હુલકાં હોય તેમને ઊંચા કેમ કહી શકાય ? ભલે તે ગમે તેવા ઊંચા કુળમાં જન્મ્યા હોય તેથી શું ? પંડિતજી ! હલકા કુળમાં જન્મેલા હોય પણ ક જો શ્રેષ્ઠ હોય તો તેમને જ ઊંચા ગણવા જોઈએ.” પંડિતજી
G
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૯૦
મંગલાચરણ
આ પ્રત્યુત્તર સાંભળીને હેરત પામી ગયા અને કેટલીક વાતો તેમણે પોતાના જીવન પર લઈ લીધી. અને નિર્ણય કર્યો કે હવેથી આ મોઢેથી કયારે પણ પણ જૂઠું ન બોલવું. માતંગીને આવી ઊંડી સમજ બદલ પંડિતજીએ ધન્યવાદ આપ્યા! અને યારબાદ પંડિતજી નદી કિનારે શંકર ભગવાનના મંદીરે પહોંચ્યા.
આ દૃષ્ટાંતનો ઉપનય એ છે કે પ્રાણ કંઠે આવી જાય તો પણ મનુષ્યોએ નિંદિત કાય જીવનમાં નહીં કરવા જોઈએ. તમે પણ દરરોજ અહિં વ્યાખ્યાનમાં ભેગા થાઓ છો. તમારા અહિંથી ઉડ્યા બાદ જળ છંટાવવાની તો જરૂર નહી પડે ને? હું નથી માનતો અહિં ઉપાશ્રયમાં જૂઠા બોલા ભેગા થતા હોય ? જૈન કુળમાં જન્મેલા પણ જૂઠું બોલતા હોય તો સમજવું તેઓ જૈન કુળને દિપાવતા નથી ઉલટા લાંછન લગાડે છે. જેમ હિંસાનો પરિત્યાગ કરવાનો છે તેમ અસત્યનો પણ પરિત્યાગ કરવાનો છે. મિથ્યા ભાષણ કરનારા મનુષ્યો જીવનમાં અહિંસાવ્રતનું પણ પાલન કરી શક્તા નથી. સત્ય એ તો સાક્ષાત ભગવાન છે. ભગવાનની માફક સત્ય ધર્મની પણ ઉપાસના કરવાની છે. સત્ય અહિંસાનું પાલન તે જ વાસ્તવિક જીવન છે. માટે નિંદિત કાયનો પરિત્યાગ કરી સૌ જીવો દિવ્ય જીવનને જીવનારા બને એજ એક મહેચ્છા !
Page #230
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૯૧
આવકને અનુસાર વ્યય
ગૃહસ્થાશ્રમમાં રહેલા ગૃહસ્થને ધાર્મિક અને વ્યાવહારિક કાર્યોમાં ધનનો વ્યય કરવો પડે છે. પણ તે વ્યય કઈ રીતે કરવો તે અંગે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કેઃ
व्यवमायोचितं कुर्वन् वेषंवित्तानुसारतः।
ગૃહસ્થ પોતાની આવકને અનુસાર વ્યય કરે, અને વિત્તને અનુસાર શરીરપર વેષ ધારણ કરે. માર્ગાનુસારીના બારમા અને તેરમા ગુણની વ્યાખ્યા આ અડધા લોકમાં સળંગ આપી દીધી છે.
સન્માર્ગે વ્યય કરવાનો ઉપદેશ દેવાય પણ
ઘર વેચીને તીર્થ કરવાનું ન કહેવાય - પોતે સંપત્તિનો જે ભોગવટો કરે, આશ્રિતોના ભરણ પોષણમાં જે ખર્ચ થાય, દેવપૂજા અતિથિ સત્કાર વગેરે કાર્યોમાં જે દ્રવ્યનો ખર્ચ થાય તે વ્યય કહેવાય. તે તે કાર્યોમાં ગૃહસ્થને ધનનો વ્યય કરવો પડે છે પણ વ્યય કરવામાં ગૃહસ્થને પોતાની આવકનો પણ હિસાબ લગાવવાનો રહે. પોતાને ખેતીનો વ્યવસાય હોય, અથવા પોતે વ્યાપાર કરતો હોય, વ્યાજ વગેરેની જે કાંઈ પોતાને આમદાની હોય તેને આવક કહેવાય. તેનો હિસાબ રાખીને ગૃહસ્થ જે વ્યય કરે તો તેને અને તેને કુટુમ્બને વખત આવે સિવું ન પડે. તીર્થયાત્રાદિ
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૯૨
મંગલાચરણ
ધર્મને માગે વ્યય કરવાનો મહાપુરૂષો જરૂર ઉપદેશ દેતા હોય છે. એટલાથી કોઈ પણ મહાપુરૂષ ઘર વેચીને કોઈને તીર્થ કરવાનું કહેતા નથી. વ્યાપાર વાણિજ્યમાં આવક ઘણું થતી હોવા છતાં સન્માર્ગે જેઓ ખર્ચતા નથી તેવા મનુષ્યો શ્રીસંઘમાં કે સમાજમાં પ્રતિષ્ઠા ને પામતા નથી. ઉલટા નિન્દાને પાત્ર ઠરે છે. ગૃહસ્થને પોતાના કુટુમ્બીઓ તેમજ પોતાના આશ્રિતોનો પણ ખ્યાલ રાખવો પડે. ધર્મબિન્દુ પ્રકરણની ટીકામાં ત્યાં સુધી લખ્યું છે કે :
आयव्ययमनालोच्य, यस्तु वैश्रवणायते । अचिरेणैव कालेन, सोऽत्र वै श्रवणायते ।।
જે મનુષ્ય આવકનો ખ્યાલ રાખ્યા વગર પૈશ્રવણ-કુબેર ભંડારીની જેમ ધનનો વ્યય કરવા જાય તે મનુષ્ય અલ્પ સમયમાં જ શ્રવણમાત્ર પુરતોજ રહી જાય છે. અર્થાત્ કે તે ધનાઢ્ય હતો, આવો હતો ને મોટો મહાન લક્ષાધિપતિ હતો એવું સાંભળવા પુરતું રહી જાય છે. આવક ઉપરાંત માનવી વ્યય કરવા જાય એટલે રોગ જેમ શરીરને દુર્બળ કરી નાખે તેમ વધારે પડતો ખર્ચ માનવીને વ્યવહારમાં શક્તિહીન કરી નાખે છે. તે દહાડે તેવા ખર્ચાળ માનવીને ભીખ માગવાનો પણ વખત આવી લાગે. ખોટી જીવન જરૂરિયાતો પર કાપ મૂકાઈ જાય તો બચત ઘણું રહે અને અનીતિ ન કરવી પડે પહેલાના કાળમાં મનુષ્યો આવક હોય તે પ્રમાણે
Page #232
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૯૩
ખર્ચ રાખતા જ્યારે આ કાળમાં જેટલો પોતાને પ્રતિમાસ ખર્ચ લાગતો હોય તે મુજબ આવક ઊભી કરવા જાય છે. આ કાળમાં મનુષ્યોએ ખોટા ખર્ચા અને જરૂરિયાતો એટલી બધી વધારી મૂકી છે કે ગમે તેટલી આવક ઊભી કરવા જાય તોએ પુરું થાય નહીં. એટલે પછી બે નંબરના ભેગા કરવા પડે છે, અને તે માટે કાળા કારનામા પણ કરવા પડે છે. તેના કરતાં મહીને ત્રણસો રૂપિયાની આમદાની હોય તો તે મુજબ જ ખર્ચ રાખવામાં આવે અને જરૂરિયાતો ઉપર કાપ મૂકી દેવામાં આવે તો કાળા કારનામા કરવા જ ન પડે. આજે ઘરમાં જાર બાજરો ન હોય તો ઘડીભર ચાલ્યું જશે પણ પફ ને પાવડર વગેરે ફેશનેબલ ચીજે ઘરમાં પહેલી જોઈશે. ચા, ધૂમ્રપાન, સિનેમા, વેશભૂષા વગેરેના ખર્ચા કેટલા વધી પડ્યા છે ? એ બધા ખર્ચાઓને પહોંચી વળવા માનવીને ન કરવાનાં કૃત્યો કરવા પડે છે. આજે હરવાફરવાનું ને ટૂરમાં જવાનું એટલું બધું વધી પડયું છે કે તેમાં ઘણો દુર્વ્યય થતો હોય છે. સાદાઈ અને સવિચાર યુક્ત જીવન હોય તો આ બધા ખર્ચાઓ પર ઘણો મોટો કાપ મૂકાઈ જાય. અને પૈસાનો બચાવ પણ ઘણો થાય.
ગરીબાઈ હઠાવવી હોય તો દુર્વ્યય બંદ કરો તે જીવનમાં સાદાઈ આવે અને વ્યસનાદિનો ત્યાગ કરી દેવામાં આવે તો સામાન્ય સ્થિતિના મનુષ્યો પણ ગરીબોના ઉદ્ધારમાં અને જનકલ્યાણદિના કાર્યોમાં શક્તિ અનુસાર જરૂર વ્યય કરી શકે, અને પછી તો દેશમાં
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૯૪
મંગલાચરણ
જે બેકારી બેરોજગારી અને ગરીબાઈનાં જ્યાં ત્યાં જે ન થાય છે તેની જગ્યાએ ચોમેર આખાદીનાં અને સુખી જીવનનાં દર્શન થવા માંડે, ધનાઢયો દુર્વ્યય ઉપર કાપ મૂકે તો દેશમાં રોજીરોટીનો કોઈ સવાલ જ નહીં ઊઠે. એશઆરામ નાટક સિનેમા અને નાચગાનાદિમાં જ પૈસાનો દુર્વ્યય થતો રહે તો ગરીબાઈ શી રીતે હઠવાની છે ? અને ગરીબાઈ ન હુઠે ત્યાં સુધી દરિદ્રતાનાં દ્વાર કયાંથી અંધ થવાનાં છે.
સંપત્તિના ચાર વિભાગ
નીતિ શાસ્ત્રમાં લખ્યું છે કે ગૃહસ્થોએ સંપત્તિના ચાર વિભાગ કરવા જોઇએ. તેમાં એક ભાગ ભંડારમાં રાખવો, એક ભાગ વ્યાપારમાં જોડવો, એક ભાગ પોતાના ઉપભોગાદિમાં વાપરવો અને ચોથા ભાગનો સન્માગે વ્યય કરી નાખવો. કેટલાકો એમ પણ કહે છે કે આવકના બે ભાગ કરવા અને તેમાંથી કાંઈક અધિક હિસ્સો ધમાં વાપરી નાખવો અને આકીના હિસ્સાનો ઉપયોગ ગૃહસ્થ પોતાની આજીવિકા ચલાવવામાં અને વ્યાવહારિક કાર્યોમાં જ્યાં તેને ઠીક લાગે તેમ કરે. મનુષ્યો પહેલાથી સ'પત્તિના અડધા ભાગનો અથવા છેવટે ચોથા ભાગનો સન્માર્ગે વ્યય કરતા થઈ ગયા હોત તો આજે જે દરોડો પડે છે તે પડત નહીં અને અણુધારી આતમાં મૂકાવુ પડત નહીં !
આ કાળમાં સંપત્તિના ચાર વિભાગ કરવાની વાત જ
Page #234
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
રહી નથી. જેટલી મૂડી હોય તેટલી વ્યાપારમાં રોકી રાખે ઉપરાંત બીજાના વ્યાજથી લાવીને પણ વ્યાપારમાં રોકે, બેંકમાંથી પણ વ્યાજે લે. પોતાની મૂડી હોય પચીસથી પચાસ હજારની અને વ્યાપાર કરે અઢી ત્રણ લાખનો, પછી જે દિવસે ભાવતાલ ગબડી જાય તે દિવસે બધું સાફ થઈ જાય, અને ઉપરથી માથે વ્યાજનું કર્જ ચડતું જાય, ગૃહસ્થોએ આવો દુ:સાહસ નહીં ખેડવો જોઈએ, પહેલાંના કાળમાં વ્યાપારમાં નુકશાની લાગતી તોએ ભંડારમાં એક ભાગનું જે દ્રવ્ય અનામત રાખેલું હોય તેના લીધે આજીવિકાને વાંધો નહોતો આવતો અને ચાર ભાગ પાડવાને લીધે મૂડી સલામત રહી જતી. - આ બધી ચર્ચા જ્ઞાનીઓએ એટલા માટે કરી છે કે આવક ઉપરાંત ખર્ચ રાખવા જાય તો મૂડી સાફ થઈ જાય. મૂડી સાફ થઈ જાય એટલે ગૃહસ્થને આજીવિકા કેમ ચલાવવી તે મોટો સવાલ થઈ પડે, એટલે પછી મન આર્તધ્યાનમાં પડી જાય, અને ધર્મધ્યાન બધું ચૂકાઈ જાય. ધર્મધ્યાન ચૂકાઈ જાય એટલે આખો ભવ હારી જવાય. માટે આવક અનુસાર ગુહસ્થ જે વ્યય રાખે તો બે પૈસા સન્માર્ગ પણ લગાડી શકે, ધર્મધ્યાન પણ શાન્તિથી થઈ શકે અને પોતાના આ લોક અને પરલોકને પણ સુધારી શકે. અને તો જ નર જન્મના વાસ્તવિક ફળને પણ પરંપરાએ પામી શકે. .
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૯૬
મગલાચરણ
વેષ વિત્તાનુસાર
માર્ગાનુસારીના તેરમા ગુણની વ્યાખ્યામાં લખે છે કે ગૃહસ્થ શરીરપર જે વેષ ધારણ કરે તે પણુ વિત્તાનુસાર જોઇએ. વસ્ત્ર અલંકારાદિનો ભોગવટો કરવામાં પોતાની વય દેશ કાળ જ્ઞાતિ આદિનો પણ ખ્યાલ રાખવો જોઇએ. આપણે બધા રહીએ છીએ ભારત દેશમાં તો પછી વેશભૂષા પણ આપણા દેશને અનુરૂપ હોવી જોઇએ. સ્વદેશમાં રહીને પણ કેટલાક મનુષ્યો વેશભૂષામાં વિદેશનુ અનુકરણ કરતા હોય છે, તે તેમના માટે બિલકુલ શોભાસ્પદ નથી. પરદેશી વેશભૂષાનો મોહ મૂકી દેવો જોઈએ. એટલુ જ નહીં પરદેશી વસ્તુઓનો પણ મોહ નહીં રાખવો જોઈએ. સ્વદેશમાં બનતી નિર્દોષ વસ્તુઓનો ઉપયોગ કરવાથી જીવનમાં પણ નિર્દોષતા આવવાની છે. વેશભૂષામાં ઉદ્ભટતા નહીં હોવી જોઇએ. પૂજ્યશ્રી વીરવિજયજી પૂજાની ઢાળમાં લખે છે કે :
અતિ ભટ વેષ ન પહેરીએરે લોલ, વિધરીએ મલીનતા વેષ જો, સુને સ`સાર શેરી વિસરીરે લોલ.
અતિ ઉદ્ભટ વેષ શરીરપર ધારણ નહીં કરવો જોઇએ, આછકલો વેષ તેને ઉભટ વેષ કહેવામાં આવે છે. અડધા શરીરપર વસ્ત્ર હોય અને શરીરના અડધા ભાગપર જાણે વસ્ત્ર જ ન હોય તે પણ ઉલટ વેષ કહેવાય. તેવા ખારીક વસ્ત્રો પણ ધારણ નહીં કરવા કે શરીરના અવયવો સ્પષ્ટ
Page #236
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
-
~ દેખાતા હોય. આ બધા ઉભટ વેષના પ્રકારો છે. તેવા ઉભટ વેષ પહેરવાથી કયારેક સારા મનુષ્યોનાં મન પણ વિચલિત થઈ જાય. વેશભૂષા પણ માનસિક વિકૃતિમાં કારણ બને છે. વેશભૂષામાં સ્વચ્છતા અને સુઘડતા હોય તો મન પરિણામ પર તેની ઘણી સારી અસર પડે છે. આજના કેટલાક યુવકો પણ વસ્ત્રો એટલાબધા કસીને પહેરતા હોય છે કે બેસવામાં ખ્યાલ ન રાખે તો કયારેક ફચ દેતાં ફાટી જાય. વસ્ત્રોમાં નિતનવી ડિઝાઈનો બહાર પડે છે. ફેશનની તો દુનિયામાં જાણે (Competetion) હરીફાઈ ચાલી રહી છે. ઘરમાં રેશન ન હોય તો ચાલે પણ ફેશન પહેલાં કરવા જોઈએ. વિદ્યાર્થીઓ પણ ફેશનના મોહમાં કેટલીકવાર (Lesson) લેસન ભૂલી જાય છે. શાસ્ત્રકારો વિજ્ઞાનુસાર વેશ રાખવાનું કહે છે, જ્યારે આજે પાટલુનનું કપડું લેવું હોય તો ૮૦ થી ૯૦ રૂપિયા વારનું ઊંચામાં ઊંચું કપડું જોઈએ, તેમાંએ ટેરેલીન, સાસકીન આદિ કેટલીએ જાતો નીકળી પડી છે. - ઘરમાં પોતાના વડિલને ભલે મહિને બસો ત્રણસો માંડ મળતા હોય, પણ પોતાના શોખ પૂરા કર્યા વિના ને ચાલે. ઘરના વડિલોને કેટલીકવાર માથે કર્જ કરીને પણ પોતાની પત્નિ અને પુત્રપુત્રીઓના શોખ પૂરા કરવા પડે છે. તેવા મનુષ્યો કજે નીચે કેટલીકવાર એવા દબાઈ જાય છે કે વર્ષોના વર્ષો સુધી ફરી પાછા ઊભા થઈ શક્તા નથી.
હા ! પોતાની પાસે અઢળક સંપત્તિ હોય તો તેને અનુરૂપ વેષ રાખે ! વૈભવ અનુસાર વેષ ન રાખે તો લોકોમાં
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૯૮
મંગલાચરણ
હાંસી પાત્ર ઠરે, એટલું જ નહીં કેટલીકવાર નિંદા પાત્ર બને છે. ઘરમાં અઢળક ધન હોય અને મલીન વેષ પહેરીને બહાર નીકળે એટલે લોકો તરત બોલવાના છે કે આ કેવો કંજુસ છે ! આના દેદાર તો જુઓ ! પોતે સંપત્તિનો ઉપભોગ કરતો નથી અને સન્માર્ગે પણ વ્યય કરતો નથી. ખાતો નથી ને કોઈને ખાવા દેતો નથી. અત્યંત કૃપણ વૃત્તિના મનુષ્યો ધર્મધ્યાન માટે અધિકારી બનતા નથી. જેનો વેષ પ્રસન્ન હોય તે પુરૂષ મંગલમૂર્તિ કહેવાય અને માંગલ્યથી લક્ષ્મીની ઉત્પત્તિ થાય છે. કોઈ મહાપુરૂષે લખ્યું છે કે :
श्रीमंगलात्प्रभवति, प्रागल्भ्याच्च प्रवर्द्धते । दाक्ष्यातु कुरुते मूलं, संयमात्प्रतितिष्ठति ।।
લક્ષમી માંગલ્યથી ઉત્પન્ન થાય છે અને ચાતુર્યથી વૃદ્ધિ પામે છે, કુશળતાથી મૂળ ઉંડા નાખે છે અને સંયમથી પ્રતિષ્ઠા પામે છે. માટે વેષમાં ઉભટતા પણ ન જોઈએ અને મલીનતા પણ ન જોઈએ પૂજા સામાયિક વગેરેનાં ધાર્મિક ઉપકરણ શુદ્ધ હોવા જોઈએ. મલીન વેષે પૂજા નહીં કરવી જોઈએ. કયારેક આશાતનાનું કારણ બની જાય. અત્યંત શુદ્ધ વસ્ત્રો પરિધાન કરીને પૂજા કરવી જોઈએ. શુદ્ધ ઉપકરણો ભાવશુદ્ધિમાં પણ કારણ બને છે. કેટલાક મંદિરમાં રાખેલાં ઉપકરણ પરિધાન કરીને પૂજા કરતા હોય છે. તેમાં શુદ્ધિ કયાંથી જળવાય ? અષ્ટપ્રકારી પૂજાનાં ઊંચામાં ઊંચા દ્રવ્યો ઘરમાં વસાવીને પૂજા કરવામાં આવે તો મનની પ્રસન્નતા
Page #238
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૧૯૯
ઓર વધી જાય. મનની પ્રસન્નતા એ જ પ્રભુપૂજાનું વાસ્તવિક ફળ છે. ચિત્તની પ્રસન્નતાવિના કોઈ પણ ક્રિયા ફળવતી બનતી નથી. તે માટે મનવચનની જેમ વસ્ત્રશુદ્ધિ પણ હોવી જોઇએ. એવી રીતે વેષ વિત્તાનુસારતઃ એ તેરમાં ગુણુની વ્યાપક અને વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવી.
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૦૦
મોંગલાચરણુ
બુદ્ધિના આઠ ગુણુ અને નિરંતર ધર્મ શ્રવણ
માર્ગાનુસારીના એક પછી એક જે ગુણુ વર્ણવાય છે તે ઘણાજ મહત્વના છે. તેને માનવતાનાં સોપાન કહીએ તો તે તદ્ન ખરાખર છે. જીવનમાં નીતિ, ન્યાય, પાપભીરૂતાદિ ગુણોના સેવનથી જરૂર માનવતાનો વિકાસ થાય. આજે જીવનમાં માનવતાના જ્યાં દર્શન દુર્લભ થઈ પડ્યાં છે ત્યાં ધાર્મિકતા અને અધ્યાત્મિકતાની તો વાત જ કયાં કરવાની રહી ! જીવનમાં ખાર ત્રતાદિનું પાલન અને શક્તિ અનુસાર વ્રતાદિ કરવા તે ધાર્મિકતા કહેવાય. આત્મ સ્વરૂપની વિચારણા કરવી કે હું કોણ છું ? કયાંથી અહીં આવીને ઉત્પન્ન થયો છુ ? કયાં જવાનો છું ? મારૂં ખરૂં સ્વરૂપ શું છે ? આ બધી વળગણા મને કયા સંબંધે વળગેલી છે ? તેને રાખું કે તેનો ત્રિવિધ ત્યાગ કરૂં ? આ રીતની વિચારણા તે આત્મ તત્ત્વ અંગેની વિચારણા, અને પોતાનાં જ્ઞાન દર્શનાદિ સ્વરૂપમાં રમણુતા કરવી તે આધ્યાત્મિકતા કહી શકાય, જેના ફળ સ્વરૂપે પરપરાએ જીવ અનંત જ્ઞાન ને અનંત દર્શનને પામે તે પૂર્ણતા કહી શકાય. પણ માનવતાનો જ વિકાસ ન થયો હોય તો આગળની ભૂમિકાઓ કયાંથી પ્રાપ્ત થવાની છે ? ખાટલે મોટી ખોટ પાયો જ ન મળે. મૂળમાં જ મૂળજી કુંવારા હોય ત્યાં બીજી વાત જ કયાં કરવાની રહી ?
Page #240
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
માણસાઈને સ્થાને સાણસાઈ
આજે તો માણસાઈનું સ્થાન સાણસાઈએ લીધું છે. એક એકને ફસાવવાની વાત તેને સાણસાઈ કહેવાય. આજે બહારમાં સૌ પ્રમાણિકતાનું બોર્ડ લગાડે પણ અંદરનું બોર્ડ બીજું હોય. બહારનું બોર્ડ હોય “પ્રમાણિકતા અમારો મુદ્રાલેખ છે અંદરનું બોર્ડ હોય “ગાના ગાહવે આમાં નીતિમત્તા કયાંથી રહે ? અને નીતિમત્તા ન હોય ત્યાં માનવતાનાં દર્શન કયાંથી થવાનાં ?
મસ્ય ગળાગળ ન્યાય
સમુદ્રમાં મત્સ્ય ગળાગળ ન્યાય ચાલતો હોય છે. નાનાં માછલાંને મોટાં માછલાં ગળી જાય તેને મત્સ્ય ગળાગળ ન્યાય કહેવાય. તેવી રીતે દુનિયામાં મનુષ્ય ગળાગળ ન્યાય ચાલ્યો છે. શક્તિશાળી મનુષ્યો શક્તિહીનને દબાવે અને બુદ્ધિશાળી મનુષ્યો બુદ્ધિહીનને જાળમાં ફસાવે, બસ આને જ મનુષ્ય ગળાગળ ન્યાય કહેવાય. આવી સ્થિતિમાં માનવતાનાં દર્શન કયાંથી થવાનાં ? શક્તિહીન માનવોને પોતાની શક્તિ અનુસાર રાહત પહોંચાડવામાં આવે, દુઃખી મનુષ્યોને દુઃખમાંથી મુક્તિ અપાવવાના યોગ્ય પ્રયાસો કરવામાં આવે, શક્તિશાળી મનુષ્યો પોતાની શક્તિનો ઉપયોગ દુબળોનું રક્ષણ કરવામાં કરે, બુદ્ધિશાળી મનુષ્યો પોતાની બુદ્ધિનો ઉપયોગ બીજાને છેતરવામાં નહીં, પણ યોગ્ય જીવોને અભય કુમારની જેમ ધર્મને રસ્તે ચડાવવામાં કરે અથવા તત્વની વિચારણા કરવામાં
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૦૨
મગલાચરણ
બુદ્ધિનો ઉપયોગ કર્તા થઈ જાય, પછી તો માનવતાનો જ્યાં જુઓ ત્યાં સુકાળ વર્તાઈ જશે. આજે જે માનવતાનો છપ્પનીયો દુકાળ પડયો છે તેની જગ્યાએ સૃષ્ટિમાં ચોમેર માનવતાનાં સંગળ ગીતો ગવાતાં હશે. માનવમાં વૃત્તિની જગ્યાએ પરમાની ભાવના પ્રગટે એટલે ધીમે ધીમે માનવતા વિકસવા માંડે અને પરંપરાએ તે માનવ પૂર્ણતાને શિખરે પહોંચે.
સ્વા
મૌદ્ધિક વિકાસ સાથે હૃદય વિકાસની પણ જરૂર
કલિકાલસર્વૈજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ માર્ગાનુસારીતાના પાંત્રીસ ખોલની વ્યાખ્યા કરવામાં માનવતાનું સુમધુર સંગીત છેડેલ છે. આ ગુણોનું પાલન કરનારમાં યોગ્યતા એવી પ્રગટે કે, ઉત્તરોત્તર વિકાસ સાધતે સાધતે તે જીવ સમ્યગ્ જ્ઞાન દર્શન અને ચારિત્રની ઉચ્ચ ભૂમિકાએ પહોંચી શકે. ચૌદમા અને પદરમા ગુણુની વ્યાખ્યામાં લખે છે કે ઃ
अष्टभिर्धीगुणैर्युक्त, शृण्वानो धर्ममन्वहम् ।
ગૃહસ્થના સામાન્ય ગૃહસ્થધર્મની વ્યાખ્યા ચાલે છે તેમાં લખે છે કે, ગૃહસ્થ બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત હોય, બુદ્ધિના વિકાસપર તો સમગ્ર જીવનનો આધાર એટલે બુદ્ધિના આઠ ગુણ ઉપરોક્ત ગાથામાં પ્રરૂપ્યા છે. જેવો બુદ્ધિનો વિકાસ તેવો જ સામે હૃદયનો વિકાસ એટલે સોનામાં સુગંધ. દુઃખીને જોતાં હૃદયમાં દયા ઉભરાઈ આવે તે હૃદયનો વિકાસ અને તત્ત્વાર્થની જીવનમાં સમ્યગ્ વિચારણા તે બુદ્ધિનો વિકાસ
Page #242
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૩
અથવા કોઈને પણ ખોટી સલાહ ન આપતાં સાચી સલાહ આપે, અનેક જીવોને ધર્મને રસ્તે ચડાવે તે બુદ્ધિનો વિકાસ, શાસ્ત્રોના અભ્યાસ અને સ્વાધ્યાયથી બુદ્ધિનો વિકાસ થાય છે અને મૈથ્યાદિ ભાવનાઓના ચિંતનથી હૃદયનો વિકાસ થાય છે. બુદ્ધિમળ હોય અને સામે હૃદયમળ ન હોય તો એકલુ બુદ્ધિમળ કોઈ કામનું નહીં અને અન્નેનો સુમેળ હોય એટલે સોનામાં સુગંધ ! કેટલાક મનુષ્યો વ્યાપારમાં અનીતિ કરતા હોય છે, અનેકો સાથે વિશ્વાસઘાત કરતા હોય છે, ગરીખોનું શોષણ કરતા હોય છે, ભલભલાને કપટની જાળમાં ફસાવતા હોય છે, તેવા મનુષ્યો પાસે શું બુદ્ધિમળ નહીં હોય ? બુદ્ધિબળ તો ખરૂં, પણુ સામે હૃદયખળ નહીં. જો તેમના હૃદયમાં દયા હોત તો તેઓ ગરીબોનું શોષણ કદાપિ કરત નહીં. અનીતિ, અન્યાય અને વિશ્વાસઘાત જેવાં પાપ પણ તેઓ આચરી શકત નહીં. તેમના હૃદયમાં એવી ભાવના પેદા થાત કે, જેની સાથે હું અનીતિ અન્યાયનાં પાપ સેવી રહ્યો છું તે આત્મા અને મારા આત્મા વચ્ચે લેશ પણ અંતર નથી. જેવો મારો આત્મા છે તેવો જ સામાનો આત્મા છે. સામાના આત્માને છેતરવો તે મારા પોતાના આત્માને છેતરવા ખરાખર છે, માટે કોઈ પણ જીવ સાથે મારાથી અનીતિનો વ્યવહાર કેમ થાય ? ખસ આને જ દિલની દુનિયા કહેવામાં આવે છે. મિથ્યાત્વનો નાશ થાય એટલે દિલની દુનિયામાં શમસ વેગાદિ ગુણોનો દીવડો પ્રગટે અને જ્ઞાનાવરણીનો ક્ષયોપશમ થાય, એટલે મૌદ્ધિક વિકાસ ઉત્તરોત્તર ચરમ સીમાએ પહોંચે. જ્ઞાન કે દર્શન મા આત્માના ગુણો છે. આ તો એક અપેક્ષાએ વ્યાખ્યા કરી છે,
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૦૪
મંગલાચરણ
ધર્મ કવાની મનમાં ઈચ્છા થાય તે પણ ઈચ્છા યોગ
બુદ્ધિના આઠ ગુણોમાં પહેલો ગુણ શુશ્રૂષા અને ખીજો ગુણુ શ્રવણુ છે. ધર્મ સાંભળવાની ઈચ્છા તે શુશ્રૂષા. અંદરની અભિરૂચિ વિના ધમ સાંભળે ખરો પણ તેમાં રસ જામે નહીં. રાજાને ઊંઘ ન આવતી હોય એટલે પુરોહિતને કથા કરવાનું કહે. પુરોહિત કથા કરે એટલે રાજા ઊંધી જાય થોડીવાર રાજા હુ હું કરે અને પછી આંખમાં નિંદ ભરાવવા માંડે. શુશ્રૂષા વિના કોઈને પણ ધર્મ સંભળાવવો તે રાજા આગળ કથા કરવા ખરાખર છે. કોઈ પણ ધર્મ ક્રિયા કરવાની મનમાં ઈચ્છા પ્રગટે એ પણ ઇચ્છાયોગ છે અને જ્યાં યોગ છે ત્યાં સિદ્ધિ છે.
શ્રવણ ધારણ ગ્રહણ વગેરે બુદ્ધિના ગુણો
શ્રવણ બુદ્ધિનો ખીજે ગુણુ છે. શ્રવણ કર્યાપછી ગ્રતુણુ કરવું તે પણ બુદ્ધિનો ગુણ છે. આજે શ્રવણુ તો મનુષ્યો ખૂબ કરે છે પણ શ્રવણ કર્યાં પછી ગ્રહણ કરવુ જોઇએ. એક કાનેથી સાંભળીને ખીજે કાનેથી કાઢી નાખે તો શ્રવણ શી રીતે સફળ નીવડે ? ગ્રહણ કર્યાં બાદ હૃદયમાં ધારણ કરવું જોઇએ, તે બુદ્ધિનો ચોથો ગુણુ થયો. તેના ફળ સ્વરૂપે સમ્યગજ્ઞાન થાય તે વિજ્ઞાન કહેવાય. સંદેહ અને વિપર્યાસ રહિત જે જ્ઞાન તે વિજ્ઞાન.
Page #244
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૦૫
જાણેલા અર્થને અવલંબીને બીજા વિતક કરવા અને વિરૂદ્ધ અર્થથી વ્યાવર્તન કરવું તે ઊહ કહેવાય. જે અર્થ જાણ્યો હોય તેની ચિંતવના કરવી તે ઊહ. ઘરમાં ધુમાડો દેખીને અગ્નિ છે તેવો નિશ્ચય પહેલાં કર્યો હોય, પછી કયારેક પર્વત પર ધુમાડો દેખીને વિચાર આવે કે
यत्र यत्न धूम्र तत्र तत्र वन्हि
જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય, બસ આને ઊહ કહેવામાં આવે છે. અથવા સામાન્ય જ્ઞાન તે ઊહ કહેવાય, અને વિશેષ જ્ઞાન તે અપોહ કહેવાય. અપોહ એટલે ઊંડાણથી તત્વ મિમાંસા કરવી. દાખલા તરીકે કોઈ પણ જીવની હિંસા કરવી એ મહાપાપ. તેનાથી તીવ્ર કર્મનો બંધ પડે. ત્યારબાદ ઊંડાણથી ચિંતવના કરે કે જીવની હિંસા કરવાથી પાપ લાગે છે, એટલે કોઈનું મનથી પ્રતિકૂળ ચિંતવવું તે પણ મહાપાપ છે, અને કોઈને કટુ વચન કહેવા તે પણ એક પ્રકારની વાચિક હિંસા છે અને મનથી પ્રતિકુળ ચિંતવવું તે માનસિક હિંસા છે. આવી વિચારણુપૂર્વક કેમે કમે. હિંસા અસત્યાદિ પાપોથી વિરમતો જાય તે અપોહ કહેવાય.
બુદ્ધિના સાત ગુણની વ્યાખ્યા કરવામાં આવી. આઠમાં ગુણ છે તત્ત્વજ્ઞાન ઊહ અને અપોહના વિશેષ પ્રકારના જ્ઞાનથી અત્યંત વિશુદ્ધિવાળું નિશ્ચળ જ્ઞાન તે તત્વજ્ઞાન. આ પદાર્થનું સ્વરૂપ આમ જ છે એવું જે નિશ્ચળજ્ઞાન તે તત્વજ્ઞાન. શુશ્રુષાદિ ગુણો વડે જેણે બુદ્ધિનો વિકાસ કર્યો હોય તેવો પુરૂષ ઉત્તરોત્તર કલ્યાણને સાધી પ્રતે પદનિર્વાણને પામે છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦૬
મંગલાચરણ
પંદરમો ગુણ અહર્નિશ ધર્મશ્રવણ
પંદરમા ગુણની વ્યાખ્યામાં લખે છે કે ધર્મનું શ્રવણ કરવામાં દરેક મનુષ્યોએ હંમેશા તત્પર રહેવું જોઈએ. શાસ્ત્રોમાં મહાપુરૂષોએ ફરમાવેલું છે કે :
सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं ।
મનુષ્ય કલ્યાણનો માર્ગ શ્રવણથી જાણે છે અને પાપ કર્મને પણ શ્રવણથી જાણે છે. પુણ્ય પાપ બન્નેને શ્રવણથી જાણે છે. બન્નેને જાણ્યાબાદ જે શ્રેયકારી હોય તે જીવનમાં આચરે એટલે કે પુણ્ય કર્મ આચરે અને પાપનો પરિત્યાગ કરે, શ્રાવક શબ્દની વ્યુત્પત્તિ જાણું હોત તો ખ્યાલ આવત કે જિનવાણીનું શ્રવણ કેટલું મહત્વનું છે. “Tળોતિ તો આવના” શાસ્ત્રોનું જે શ્રવણ કરે તે શ્રાવક. આજે રેડીયો ઘેર ઘેર સૌ સાંભળે છે પણ એટલામાત્રથી શ્રાવક ન કહેવાય. જિનવાણીનું શ્રવણ કરે તે શ્રાવક કહેવાય.
અપૂર્વ રસાયણ નિદા કુથલી સાંભળવાની પણ કેટલાક શ્રાવક અને શ્રાવિકાઓમાં ભયંકર કુટેવ હોય છે. તેનાથી તો કરણીનું ફળ ધોવાઈ જાય છે. નિન્દા ને વિકથાનો ત્યાગ કરીને ધર્મકથા જરૂર સાંભળવી. તેમાં એકાંતે લાભ છે. જિનવાણીનું શ્રવણ અનેરા ઉલ્લાસથી કરવું જોઈએ. અત્યંત સૌંદર્યવાન તરૂણ સ્ત્રીથી
Page #246
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૭,
રૂ. પરિવરેલો કોઈ જુવાન પુરૂષ સુમધુર કંઠે ગવાતું સ્ત્રીનું સંગીત જેવા ઉલ્લાસથી સાંભળે તેથી પણ પ્રભુવાણીના શ્રવણમાં અધિક ઉલ્લાસ હોવો જોઈએ. રોહણ્યા ચોરને કાને ત્રણ ચાર શબ્દો પ્રભુ મહાવીરના મુખમાંથી નિકળેલા પડ્યા અને તે પણ સાંભળવાની બુદ્ધિએ નહોતા સાંભળ્યા. તેના પિતાએ તેને પ્રતિજ્ઞા આપેલી હતી કે, આટલામાં વીરપ્રભુ વિચરે છે. તેને વચનો તારે ક્યારે પણ સાંભળવા નહીં. છતાં કાંટો પગમાંથી કાઢવા જતાં શબ્દો કાને પડી ગયા. તેટલા શબ્દોના શ્રવણ માત્રથી તે જીવ તરી ગયો. જિનવાણીનું શ્રવણ જીવ માટે અમૃતપાન છે, અને તે એક પ્રકારનું અપૂર્વ રસાયણ છે. તેના સેવનથી જીવ અજર અમર બની જાય છે.
સુખની અસારતા જેને ભાસે તે જ મહાજ્ઞાની
શ્રાવકને જિનવાણીના શ્રવણ વિનાનો દિવસ વાંઝિ લાગે. વીરવાણીના બે વચનો કાને ન પડ્યા હોય તો આખો દિવસ શ્રાવકને નકામો લાગે. પૂ. ધર્મદાસગણુએ તો ઉપદેશમાળા શાસ્ત્રમાં તેવા જીવોને જ સકર્ણ કહ્યા છે જેઓ અહર્નિશ જિનવાણીનું શ્રવણ કરતા હોય. જિનવાણના બે શબ્દો પણ જે જીવોને કાનમાં ન પડયા હોય તેવા સકર્ણ હોવા છતાં - વિકલેન્દ્રિ જેવા કહ્યા છે. જિનવાણીને શ્રવણ વડે જેમણે સંસારનું અનંત દુઃખમય સ્વરૂપ જાણ્યું અને તે કારણથી જેઓને સંસારપર ઉત્કટ વૈરાગ્યભાવ આવી ગયો તેઓ જ ખરા સકર્ણ ? સંસારના દુઃખો તો સૌની દૃષ્ટિમાં ભયંકર છે, પણ જ્ઞાનીની દૃષ્ટિમાં તો સંસારના સુખો અતિ ભયંકર છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૮
મંગલાચરણ
પૌદ્ગલિક સુખોની અસારતા ન સમજાય ત્યાં સુધી જિનવાણીનું શ્રવણુ સફળ ન કહેવાય. સંસારિક સુખો ક્ષણપૂરતા છે, અને તેની પાછળ દુ:ખ અનંતકાળનાં છે. માટે ભૌતિક સુખોનો મોહ રાખવો તદ્ન નકામો છે, અને તે પરિણામે અતિ દુઃખદાયક છે. આટલું જેને સમજાઈ ગયુ. તે મહાજ્ઞાની.
સતમ હૃદયમાં શીતલતા લાવનાર શ્રવણ
ધ બિન્દુની ટીકામાં લખે છે કે :
क्लांतमुपोज्झति खेदंतप्तंनिर्वाति बुध्यतेमूढम् । स्थिरतामेति व्याकुलमुपयुक्त सुभाषितंचेतः ॥
પ્રત્યેક આત્માઓ માટે શાસ્ત્ર શ્રવણ અત્યંત લાભદાયક છે. શ્રવણુ જે છે તે ચિત્ત અંદરથી ઉદ્વિગ્ન અનેવુ હોય તો તેના ખેતને દૂર કરે છે. મન સંતસ બનેલું હોય તો શાસ્ત્ર શ્રવણ અંદરમાં શીતલતા પ્રગટાવે છે. ભલે મૂઢ કેમ નથી હોતો તે પણ શ્રવણથી ખોધ પામે છે. આકુળવ્યાકુળ બનેલા મનુષ્યમાં પણ જિનવચનના શ્રવણના પ્રભાવે સ્થિરતા આવી જાય છે અને પરિણામે તે અનાકુળતાના અનુપમ સુખને અનુભવતો થઈ જાય છે. માટે ગુણુપ્રાપ્તિમાં શાસ્ત્ર શ્રવણુ અત્યંત ઉપયોગી હોવાથી મનુષ્યોએ અહર્નિશ ધર્મ શ્રવણ કરવુ જોઇએ.
Page #248
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
અજીર્ણ ભોજનનો ત્યાગ અને યોગ્ય કાળે પથ્ય ભોજનનું સેવન
માર્ગનુસારીતાના સોળમા અને સત્તરમા ગુણ પરના વિવેચનમાં આવે છે કે, શરીર એ ભાડાનું ઘર છે. તેનાથી કામ લેવાનું એટલે શરીરને ભાડું આપવું પડે. નિર્દોષ આહારપાણથી શરીરને પોષણ આપવું પડે છે, છતાં કરેલા આહારનું જે પાચન ન થાય અને અજીર્ણ થયું હોય તો ભોજનનો ત્યાગ કરી દેવો જોઈએ. ભલે સામાન્ય પાચન થયું હોય પણ બરાબર પરિપકવ થયેલ ન હોય તો પણ વળતે દિ ભોજનનો પરિત્યાગ કરી દેવો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી લખે છે કે : अजीर्णे भोजन त्यागी, काले भोक्ताच सात्म्यतः ।
- કારણ કે સર્વ રોગોનું મૂળ અજીર્ણ છે, અને અજીર્ણ પર જે ભોજન લેવાય તો શરીરમાં અનેક રોગો લાગુ થઈ જાય. જાતે દહાડે કાયા વ્યાધિગ્રસ્ત બની જાય. વૈદકમાં પણ લખેલું છે કે સર્વ રોગો અજીર્ણથી ઉત્પન્ન થાય છે.
અજીર્ણના પ્રકારો આમ, વિદગ્ધ, વિષ્ટબ્ધ અને રસશેષ આ અજીર્ણના ચાર પ્રકારો છે. સવારે તદ્દન નરમ ઝાડો ઉતરે અને તેમાંથી એકલી બદબો છૂટે, જાણે કોહવાઈ ગયેલી છાશ ન ગંધાતી
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૦
મંગલાચરણ
હોય તેવી દુર્ગધ છૂટે, વા છૂટ થાય તેમાંથીએ તેવી જ દુર્ગધ છૂટે, આ બધા લક્ષણો પહેલા પ્રકારના અજીર્ણના છે. બીજા પ્રકારનો વિદગ્ધ અજીર્ણ થયેલો હોય તો ઝાડામાં ખરાબ ધુમાડાના જેવી દુર્ગધ આવે. ત્રીજા પ્રકારના વિષ્ટબ્ધ અજીર્ણમાં શરીર ભાંગે, શરીરમાં કળતર વગેરે જણાય. અને ચોથા રસશેષ અજીર્ણમાં શરીરમાં જડતા આવે, શરીર તદન અકડાઈ જાય અને શિથિલ થઈ જાય, અન્ન ઉપર પણ અરૂચિ થઈ જાય, ખાટા ઓડકાર આવે. આ બધા અજીર્ણના સ્પષ્ટ ચિન્હો છે. આ બધા દોષો તો અજીર્ણથી ઉત્પન્ન થાય છે પણ કયારેક મૃત્યુ પણ અજીર્ણથી થાય છે. આવા અનેક દોષો અજીર્ણમાંથી ઉત્પન્ન થતા હોવાથી અજીર્ણ ભોજનનો પરિત્યાગ અત્યંત હિતાવહ, એટલે આપણામાં કહેવાય છે કે પાખીના દિવસે ઉપવાસ કરવામાં આવે તો તેના જેવી એકે બીજી દવા નથી. તેનાથી કર્મ નિર્જરાનો અપૂર્વ લાભ તો ભલે જ પણ સાથે સાથે શરીરનું સ્વાથ્ય પણ ઘણું સારું રહે. ઉપવાસ કરનારાએ કર્મ નિર્જરાના ધ્યેયથી કરવાનો પણ જ્યાં તાત્વિક ફળ મળે ત્યાં આનુસંગિક ફળ તો મળે જ છે. જ્યાં ખેતરમાં અનાજ પાકે ત્યાં ખડ તો એની મેળે પાકે છે. બાર મહીનાના ચૌવિહારે માસી
તપનો અપૂર્વ લાભ અજીર્ણ થાય એટલે મળ અને વા છૂટની ગંધમાં ફેરફાર થઈ જ જાય છે. શરીર પણ એકદમ ભારે લાગે.
Page #250
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ખાવા પિવામાંએ રુચિ રહે નહીં. અજીર્ણમાં ભોજન લે એટલે તે ભલે અમૃતભોજન હોય તો શરીરમાં તેનું પરિણમન ઝેરરૂપે થાય.
અછણે ભોજન ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂળાદિનો ત્યાગ આ બધા ધાર્મિક પ્રિન્સિપલોનું જે સાંગોપાંગ પાલન કરવામાં આવે તો ડોકટરોનાં બિલ ચૂકવવાં જ ન પડે. સૂર્ય આથમે કે અંદરનું કમળ સંકોચાઈ જાય, હવે રાત્રિભોજન કરે એટલે શરીરમાં અનેક રોગો લાગુ પડે. દિવસ છતાં વાળુ કરી લે તો ધાર્મિક અને શારીરિક અને દૃષ્ટિએ લાભ થાય. એટલું જ નહીં બાર મહિના શુદ્ધ ચૌવિહાર કરનારને ષમાસી તપનો અપૂર્વ લાભ મળે છે.
રાતના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચારે આહારનો ત્યાગ રાખે તેને ચૌવિહાર કહેવામાં આવે છે. હવે જિંદગી પર્યત જે રાત્રિભોજનનો ત્યાગ રાખવાપૂર્વક ચૌવિહાર કરે તે કેવુંક અપૂર્વ ફળ પામે તે આટલા પરથી સમજી લેવાનું છે. રાત્રિ ભોજનમાં બીજા પણ અનેક દોષો છે. રાત્રિભોજન કરનારા મનુષ્યો ભવાન્તરમાં પણ માર અને ઘુવડના અવતાર પામે છે. પૂ. વીરવિજયજી મહારાજે તો ત્યાં સુધી લખ્યું છે કે “ભોજન નિશિ અંધાર, નારકીમાં અવતાર, સાંભળ વિસરામી” એટલે કે, રાત્રિભોજન કરનારા પરંપરાએ નારકીમાં અવતાર પામે છે. માટે રાત્રિ ભોજનનો ત્યાગ હોવો જોઈએ. કહેવતમાં પણ કહેવાય છે કે, દિવસ ઊગે
Page #251
--------------------------------------------------------------------------
________________
શિર
મંગલાચરણ
દેવ ખાય, એટલે કે દેવને નૈવેદ્ય ધરાય. મધ્યાન્હ માણસ ખાય, અને રાતે રાક્ષસ ખાય. જૈન કુળમાં જન્મ પામીને રાત્રિભોજન કરવું એ જૈન કુળને લાંછન લગાડવા બરાબર છે. આજે કુળો રહી ગયા અને આચાર વિચાર લોપાતા જાય છે. “સાપ ગયા ને લિસોટા રહ્યા” આ કહેવત બરાબર લાગુ પડી જાય છે. રાત્રિભોજનનો ત્યાગ કરી દેવામાં આવે તો અજીર્ણનો સવાલ જ પ્રાયઃ ઊભો ન થાય. અજીર્ણ ન થાય એટલે સ્વાથ્ય જળવાઈ રહે. સ્વાથ્ય જળવાઈ રહે એટલે ધર્મ ક્રિયામાં પણ મનની સમાધિ ટકી રહે અને ધાર્મિક દૃષ્ટિએ પણ અપૂર્વ લાભનું કારણ થાય. માટે અજીર્ણ ભોજન ત્યાગ, આ ગુણની પણ જીવનમાં અત્યંત આવશ્યકતા છે. યોગ્ય કાળે પથ્ય ભોજન લેવું તે સત્તરમો ગુણ
સોળમા ગુણને મળતો આવે તેવો જ સત્તરમો ગુણ છે. યોગ્ય સમયે સાત્વિક અને પથ્ય ભોજન કરવું એ સત્તરમો ગુણ છે. ભૂખ લાગી હોય તેવા સમયે પોતાની પાચન શક્તિનો ખ્યાલ રાખીને સ્વાદવૃત્તિને પોષ્યા વિના ભક્ષા ભક્ષનો વિવેક રાખીને ભોજન કરનારો જે ગૃહસ્થ છે તે “જે જો તાર સચિતઃ” એ પાઠને અનુસરનારો કહેવાય. ભાણમાં જરા સ્વાદિષ્ટ વસ્તુઓ પિરસાણું હોય એટલે અત્યંત આસક્તિપૂર્વક આકંઠ ભોજન કરવાથી ઉલટી અને ઝાડા થઈ જાય છે. અને કયારેક મૃત્યુનો ભોગ પણ બનવું પડે છે. અન્ન પ્રાણને પોષે છે અને પોતાની પર કંટ્રોલ રાખ્યા વિના પેટમાં ઠાંસી ઠાંસીને દાબવામાં આવે તો અન્ન કયારેક પ્રાણોને
Page #252
--------------------------------------------------------------------------
________________
મગલાચરણ
૨૧૩
હરી પણ લે છે. જેમ પાણી એ જીવન છે પણ કોઈ માણસ ઊંડા પાણીમાં ડુબકી લગાવે અને તરતા પશુ ન આવડતુ હોય તો તેને જિંદગીથી હાથ ધોઈ નાખવા પડે. દુનિયામાં પ્રમાણોપેત હોય ત્યાં સુધી બધું સારૂં છે. હદ ઉપરાંત થઈ જાય એટલે પરિણામ વિપરિત જ આવે.
ભૂખ લાગેલી ન હોય અને અમૃતભોજન આરોગે તોએ ઝેરરૂપે પરિણમે, કાળ વીતી ગયા પછી ભોજન કરે તો અન્ન ઉપર દ્વેષ આવી જાય અને શરીરમાં પણુ અણુધારી પીડા ઊભી થઈ જાય. અગ્નિ ઓલવાઈ ગયા પછી ઇંધન શું કામ લાગે !
આ ગાથામાં લખ્યું છે કે, યોગ્ય કાળે દિવસના જ ગૃહસ્થ ભોજન કરે, તે પણ શરીરને અનુકુળ આવે તેવુ સાત્ત્વિક ભોજન લે તે જ સાત્મ્ય કહેવાય. કેટલાક ખલવાન મનુષ્યો માટે કહેવાતું હોય છે કે, આ તો પત્થર ખાય તોએ પચી જાય, પણ તેટલાથી તે કાળફૂટ ન ખાય. ખાય તોએ પચી જાય આ કહેવત તો તેની જઠરાગ્નિની તીવ્રતાને સૂચવનારી છે. માટે ગૃહસ્થ અજીણુ ભોજનનો ત્યાગ કરે અને યોગ્ય કાળે પથ્ય ભોજનને કરનારો હોય, આ સોળમા અને સત્તરમા ગુણુ ઉપરની વ્યાખ્યા પૂર્ણ થઈ.
પત્થર
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૧૪
મંગલાચરણ
ધર્મ, અર્થ અને કામ ત્રણે પુરુષાર્થ સાધવાની રીત
માર્ગાનુસારીના અઢારમા ગુણુમાં પુરુષાર્થની વ્યાખ્યા કરવામાં આવી છે. ધર્મ, અર્થ અને કામ એ ત્રણેને પુરુષાર્થ કહેવામાં આવે છે. અભ્યુદય અને મોક્ષની જેનાવડે સિદ્ધિ થાય તે ધર્મ. જેનાથી ગૃહસ્થીને સર્વ પ્રયોજન સિદ્ધ થાય તે અ`. ઇન્દ્રિયોનાં વૈયિક સુખોનુ સેવન તે કામ પુરુષા. ગૃહસ્થ આ ત્રણે પુરુષાનુ કેવી રીતે સેવન કરે તે અંગે કલિકાલસર્વૈજ્ઞ હેમચંદ્રાચાર્યજી લખે છે કે :
अन्योऽन्याप्रतिबंधन, त्रिवर्गमपि साधयन् ।
ગૃહસ્થ ત્રણે વર્ગ (પુરુષા) એવી રીતે સાધે કે કોઈ પણ પુરુષાર્થીને પરસ્પર બાધા ન પહોંચે. ગૃહસ્થ ત્રણ વ માંથી એકાદ વને પકડીને બેસી જાય તો તેનું ગૃહસ્થપણું નભે નહીં. એટલા માટે કહેવામાં આવ્યુ છે કે :
त्रिवर्ग संसाधन, मंतरेण, पशोरिवायुविफलंनरस्य ।
ત્રિવર્ગ સાધ્યા વિના પશુની જેમ મનુષ્યોનું આયુષ્ય વિફળ છે. તેઓ લુહારની ધમણુ માફક શ્વાસ લેવા છતાં મરેલા જેવા છે. ત્રણે પુરુષાર્થોમાં ધમ પુરુષાથ શ્રેષ્ઠ છે, કાણુ તે વિના અથ અને કામ પણ સિદ્ધ થતાં નથી.
Page #254
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પરસ્પર બાધા ન પહોંચે તે રીતે
ત્રણે પુરુષાર્થ સાધવા કોઈ પણ પુરુષાર્થને બાધા ન પહોંચે તે રીતે પુરુષાર્થ સાધવાનું કહ્યું, છતાં જે મનુષ્યો કામ પુરુષાર્થમાં એવા આસક્ત બની જાય કે ધર્મ અને અર્થ પુરુષાર્થની તદ્દન ઉપેક્ષા કરતા થઈ જાય તેવા મનુષ્યોને અનેક પ્રકારે કોના ભોગ બનવું પડે છે. વિષય ભોગમાં અત્યંત આસક્ત બનેલા ધર્મ અને ધનને તો હારી જાય અને શરીર પણ હારી જાય. અર્થમાં એવો લુબ્ધ બની જાય કે ન ધર્મને માર્ગે ધન વાપરે કે ન પોતે તેનો ઉપભોગ કરે, એટલે જ તે દહાડે તેના ધનનો ઉપભોગ બીજાઓ કરતા થઈ જાય. અને તે પોતે તો પાપનો ભાગી બને. જેમ સિંહ હાથીનો વધ કરીને પાપનો ભાગી બને અને તે પોતે તો હાથીના શરીરના થોડાક જ માંસનું ભક્ષણ કરી શકે છે. મોટા ભાગે બીજા જાનવરો ભક્ષણ કરે છે અને પાપના ભાગી તેને બનવું પડે.
ગૃહસ્થ ધર્મધ્યાન જરૂર કરે પણ અન્ય પુરુષાર્થો પ્રતિ તેને લક્ષ આપવું પડે. અર્થ અને કામનું તદ્દન ઉલ્લંઘન કરીને સાધુ પુરૂષો જ ધર્મ આરાધી શકે કારણ કે તેમણે અર્થ અને કામ પુરુષાર્થનો ત્રિવિધ ત્યાગ કરેલો છે. તેવી જ રીતે ગૃહસ્થ કરવા જાય તો તેનું ગૃહસ્થપણું નભે નહીં. તેવી રીતે ધર્મમાં બાધા પહોંચે તે રીતે અર્થ અને કામ પણ સાધવાના ન હોય. ખેડુત ધાન્યનો ઉપભોગ કરી શકે પણ બિયારણ માટે રાખેલા ધાન્યનું પણ ન ભરા કરી શકાય
Page #255
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
તો તેને દુખી થવું પડે છે. તેવી રીતે ધર્મ બધા સુખોનું મૂળ છે. હવે ધર્મને જ ભૂલી જાય તો ભાવિમાં ઉત્તરોત્તર કલ્યાણની સંપદા ન પામી શકે. આ લોકના સુખોમાં માનવી એટલો બધો આસક્ત ન બની જાય કે તેનો પરલોક બગડે. આ લોકનાં સુખ અનાસક્ત ભાવે ભોગવે તો તેના પરલોકને બાધા ન પહોંચે. ધર્મ અને અર્થ પુરુષાર્થ સાધવામાં કામ પુરુષાર્થની ગૃહસ્થ તદ્દન ઉપેક્ષા કરે તો તેનું ગૃહસ્થપણું ટકી શકે નહીં માટે કોઈ પણ પુરુષાર્થને બાધા ન પહોંચે તે રીતે ત્રણે પુરુષાર્થ સાથે. - - દ્રવ્યનો દુરુપયોગ કરવો તે દુર્ગતિના દ્વાર
ખુલ્લા મૂકવા જેવું - ત્રણ પ્રકારના મનુષ્યો હોય છે. ઉપાર્જન કરેલા દ્રવ્યને વિચાર કર્યા વગર અઘટિત રીતે જેમ ફાવે તેમ ખચી નાખે તેવા મનુષ્યો પહેલા પ્રકારમાં આવે. વડીલોપાર્જિત જે દ્રવ્ય હોય તેનું અન્યાયથી દુય કરી નાખે અને મૂળ મૂડીનો પણ નાશ કરી નાખે. તેવાને મૂળહર કહ્યા છે. અનેક સેવકોને નોકર ચાકરોને અને પોતાની જાતને પણ કષ્ટ આપીને દ્રવ્યનો સંચય કર્યો હોય પણ સદ્વ્યય ન કરી જાણે, તે કંદર્પ (કૃપણ) કહેવાય. આ ત્રણ પ્રકારમાંથી કોઈ પણ પ્રકારના મનુષ્યો દ્રવ્યનો સદુપયોગ કરીને પુણ્ય ઉપાર્જન કરી શક્તા નથી, અને તેઓ નથી તો આ લોકને સુધારી શક્તા કે નથી તો પરલોકને સુધારી શકતા. હારેલા જુગારીની જેમ તેઓ પોતાનું સર્વસ્વ ગુમાવીને ભવોભવમાં ભટકતા ફરે છે અને
Page #256
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
જે કંદર્પ હોય તેનું દ્રવ્ય તો રાજા ચોર અથવા તેના પિત્રાઈઓ માટે નિધાન થઈ પડે છે. જેની સન્મતિ હોય તે જ દ્રવ્યનો સદુપયોગ કરીને સદ્ગતિ સાધે છે. અને દુર્મતિ હોય તે દુરૂપયોગ કરી દુર્ગતિના દ્વાર ખુલ્લાં કરે છે. અર્થ અને કામ પુરુષાર્થના ભોગે પણ
ધર્મ પુરુષાર્થની રક્ષા કરવી
ત્રણે પુરુષાર્થની સાધાનમાં કોઈ પણ પુરુષાર્થને બાધા ન પહોંચવા દેવી. છતાં સંજોગવશાત્ બાધા પહોંચવાનો વખત આવે તો પૂર્વના મૂળ પુરુષાર્થને બાધા ન પહોંચવા દેવી. દાખલા તરીકે કામ પુરુષાર્થને બાધા પહોંચવાનો વખત આવે તો ધર્મ અને અર્થ પુરુષાર્થની રક્ષા કરવી. અર્થ હશે તો કામ પુરુષાર્થને ઉત્પન્ન કરવો સહેલો છે. વખત આવે અર્થ અને કામના ભોગે ધર્મની રક્ષા કરવી. પણ ધર્મ પુરુષાર્થને બાધા નહીં પહોંચવા દેવી. ધર્મ હશે તો અર્થ અને કામ તો તેના પ્રભાવે આવી જ મળવાના છે. ધર્મના પ્રભાવ અંગે લખ્યું છે કે :
.
धर्मश्चेन्नावसीदते, कपालेनापिजीवतः । आढयोऽस्मीत्यवगंतव्यं धर्मवित्ताही साधवः ।।
હાથમાં નાળિયેરની ખોપરી લઈને ભીખ માગીને ખાતો હોય પણ જે ધર્મની રક્ષા કરી હશે તો તે સીદાવવાનો નથી. થોડા દિ તેને કષ્ટ પડશે પણ ધર્મનો જય થવાનો છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૮
મંગલાચરણ
- આ એ
ય ને તેમ જ અન તે
અને જેની પાસે ધર્મ છે તેણે તો એમ જ સમજવું કે, હું ધનવાન છું.
મહાપુરૂષો ધર્મરૂપી ધનવાળા હોય છે. બધા પુરુષાર્થોનું મૂળ ધર્મ છે. પ્રાંતે અપવર્ગ યાને મોક્ષરૂપ મહાપુરુષાર્થની સિદ્ધિ પણ ધર્મથી થાય છે. માટે પોતાના સર્વસ્વના ભોગે પણ ધર્મનું રક્ષણ કરવું. “ઘ રાતિ લિતઃ” રક્ષણ કરાએલો ધર્મ પણ આપણી રક્ષા કરે છે, માટે ધર્મો જયજયકાર છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૧૮
અતિથિ આદિનો સત્કાર
માર્ગાનુસારીના આ ઓગણસમા ગુણમાં અતિથિ સત્કાર વિષે પ્રકાશ પાડવામાં આવ્યો છે. તિથિદિનને જેમને વિભાગ ન હોય અને નિરંતર શુભ પ્રવૃત્તિમાં એકાગ્રતાપૂર્વક જોડાએલા રહેતા હોય તેમને અતિથિ કહેવામાં આવે છે. તે અંગે કહ્યું છે કે :
यथावदतिथौ साधौ, दीनेच प्रतिपत्तिकृत ।
તિથિ અને પર્વના ઉત્સવોનો જે મહાત્માઓએ ત્યાગ કર્યો હોય તેમને અતિથિ કહેવામાં આવે છે અને બાકીનાને અભ્યાગત કહેવામાં આવે છે. સાધુ ભગવંતો નિરંતર પંચમહાવ્રતના પાલનમાં લીન બનેલા હોય છે. તેઓ પોતાના આચારવિચારના પાલનમાં લીન બનેલા હોવાથી લોકોને પ્રશંષા કરવા યોગ્ય હોય છે. તેવા અતિથિ સાધુ મહાપુરૂષોની ઉચિત પ્રતિપત્તિ કરવી યાને સેવા ભક્તિ કરવી તેને સાધુભક્તિ કહેવામાં આવે છે. પંચમહાવ્રતધારી અણગારને અતિથિ કહ્યા છે. તેવા મહાપુરૂષો અનુકંપાના નહીં પણ ભક્તિના પાત્ર હોય છે. સંસારસમુદ્ર તરવાની બુદ્ધિએ તેમની ભક્તિ કરવાની હોય છે.
મહેલ નહી પણ મહાણ કોઈ અભ્યાગત ઘરઆંગણે આવી પહોંચે તો તેના પ્રતિ પણ ઔચિત્ય દાખવવું જોઈએ. ઔચિત્ય એ મા.
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૨૦
મંગલાચરણુ
શુષુ છે. એક બાજુ ઔચિત્ય અને બીજી બાજુ કરોડો ગુણ
સલે કેમ નથી હોતા પણ ઔચિત્યથી રહિત એવો જે ગુણુ સમુદાય છે તે ઝેર સરખું આચરણ કરે છે. લખ્યુ છે કે :
औचित्यमेकमेकत्र गुणानां कोटिरेकतः । विषायतेगुणग्राम, औचित्य परिवर्जितः ।।
આ ગાથાનું રહસ્ય ઉપર જણાવી દ્વીધેલ છે. ગૃહસ્થગમે તેવી મહેલાતમાં રહેતો હોય પણ તેને ત્યાં અતિથિ અથવા અભ્યાગતનું ઔચિત્ય ન જળવાતુ હોય તો તે મહેલાત નહીં પણ મહાણુ છે, માટે ઔચિત્ય એ મહાન સદ્ગુણ છે.
ભિક્ષુકો તરફથી સુખી મનુષ્યોને શિક્ષા
જે મનુષ્યોમાં પુરૂષાર્થ સાધવાની મિલકુલ શક્તિ ન રહી હોય, શરીરની અપેક્ષાએ તદ્દન દુ॰લતા આવી ગઈ હોય અથવા શરીરના અંગોપાંગની અપેક્ષાએ તદ્ન વિકલાંગ ખની ગયેલા હોય તેવા દીન હીન દુ:ખી અનાથ મનુષ્યો પ્રતિ અનુકંપા કરવી અર્થાત તેવાઓને અશન વસ્ત્રાદિ આપવાવડે સહાય કરવી તે પણ ગૃહસ્થનુ કર્તવ્ય છે. બધા દ્વિવસો કોઈ માટે સમાન હોતા નથી. આજે તેવા ટ્વીન અનાથ પ્રતિ આપણે માનવતા નહીં દાખવીએ તો કયારેક તેવી સ્થિતિમાં આપણે સુકાઈ ગયા તે દિ આપણા પ્રતિ કોણ માનવતા દાખવશે ? દુઃખી મનુષ્યો ઘેરઘેર ભિક્ષા માગવા નથી કરતા પણ સુખી
Page #260
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
મનુષ્યોને શિક્ષા આપવા ફરે છે કે :
दीयतां दीयतां लोकाः अदातु फलमीद्रीशम् ।
હે લોકો ! તમારે આંગણે આશાભર્યા કોઈ આવી ચડે તેને આપો આપો. અમે પૂર્વે દાન આપીને આવ્યા નથી તો જોઈ લો અમે કેવાં ફળ ભોગવી રહ્યા છીએ, અને તમે દાન પુણ્ય કરીને આવ્યા છો તો અમારી અપેક્ષાએ કેટલા બધા ઉચ્ચ સ્થિતિએ પહોંચેલા છો ? પણ હવે સમજીને દાન નહીં કરો તો જે અમારી હાલત વર્તમાનમાં છે તેવી હાલત તમારી ભવિષ્યમાં થવાની છે. ભિક્ષુઓ કેવી મજાની શિક્ષા ઘેરઘેર આપતા ફરે છે, માટે અતિથિ આદિની ગૃહસ્થ ઉચિત પ્રતિપત્તિ કરવી એ ગુણ પણ ગૃહસ્થોના ગૃહસ્થાશ્રમને શોભાવનારો અને દીપાવનારો છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૨૧
મંગલાચરણું
દાગ્રહ રહિત અને ગુણના પક્ષપાતી થવુ
વીસમા અને એકવીસમા ગુણની વ્યાખ્યામાં પૂ. કલિકાલસજ્ઞ હેમચ'દ્રાચાર્યજી લખે છે કે : '
सदाऽनभिनिविष्टश्च पक्षपाति गुणेषुच ।
કોઈપણ ખાખત અંગેનો મનમાં અભિનિવેષ નહીં રાખવો. અભિનિવેષ મહાભયંકર દૂષણ છે. પોતાના કોઈ પણ મંતવ્ય અંગેનો કદાગ્રહ બંધાઈ જાય તે અભિનિવેષ. પછી તો ગધ્ધા પુચ્છ પકડ્યા જેવું થાય, કેમે પકડયું મુકાય નહીં. અંદરથી પોતે જાણતો પણ હોય કે મેં ખોટું પકડ્યું છે છતાં પોતાની વાતનો પોતાને કદાગ્રહ એવો બંધાઈ જાય કે મૂકી શકે જ નહીં. કેટલાકોને એકાંત વ્યવહારનો આગ્રહ ખંધાઈ જાય છે, તો કેટલાકો એકાંતવાદી બની જાય છે, તો કેટલાકો એકાંત જ્ઞાનવાદી બની જાય છે. અંદરખાને તો કેટલીકવાર તેઓ સમજતા પણ હોય છે કે મામાં બન્નેની સંપુર્ણ જરૂર છે, છતાં વોરાભાઈના નાડાની જેમ પોતાના મિથ્યા મંતવ્યનો પણ ત્યાગ કરીને સમ્યગ્ માન્યતામાં આવી શકે નહીં. બસ આને જ મિથ્યા અભિનિવેષ કહેવામાં આવે છે.
જ્ઞાનીઓ તો ત્યાં સુધી ક્માવે છે કે
:
Page #262
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૩
ધર્મ ક્ષમાદિકભી મીટેજી, પ્રગટે ધર્મ સંન્યાસ | તો જૂઠા ઝગડા તણજી, મુનિને કવણ અભ્યાસ |
ક્ષાયિકભાવે જ્યાં આત્મામાં જ્ઞાનદર્શનાદિ ધર્મો પ્રગટે છે ત્યાં શરૂઆતના ક્ષયોપથમિક ભાવે પ્રગટેલા ધમાં મટી જાય છે. જેમ સૂર્યોદય થાય ત્યાં તારા નક્ષત્ર ચંદ્રમા વગેરેનો પ્રકાશ ઢંકાઈ જાય છે, અથવા સૂર્યના પ્રકાશમાં સમાઈ જાય છે તેમ ક્ષાયિકભાવે કેવલજ્ઞાનાદિ પ્રગટે ત્યાં મતિજ્ઞાનાદિનો પ્રકાશ તેમાં સમાઈ જાય છે. ક્ષાયિકેભાવે ધમ પ્રગટતાં જ્યાં શરૂઆતના ક્ષમાદિક ધર્મો પણ રહેતા નથી ત્યાં મુનિને જૂઠા ઝગડાઓનો તો અભ્યાસ હોય જ શેનો ? મોટા પુરૂષોને પણ જ્યાં પોતાના પક્ષનો કદાગ્રહ થઈ જાય ત્યાં કોઈ પણ મતભેદોનો દુનિયામાં અંત આવી શકે જ નહીં.
કુતર્ક એ અંદરનો ભાવશત્ર
અભિનિવેષને અતિ વિષમ કહ્યો છે. તે જીવને હેરાન હેરાન કરી મૂકે છે. ખોટાનું સાચું અને સાચાનું ખોટું કરવું તે કદાગ્રહનું કામ ! તેનો કોઈ ઢંગધડો જ નહીં, આમ પણ કૂદે ને તેમ પણ કુદે પણ સાચી મુદ્દાની જે વાત હોય તેને તે ન પકડે. કુતર્ક અંગે પૂ. હરિભદ્રસૂરિશ્વરજી યોગદૃષ્ટિ ગ્રંથમાં લખે છે કે :
बोधरोग शमापाय, श्रद्धाभंगो अभिमानकृत् । कुतर्कश्चेतसोव्यक्तं, भविशत्रुरनेकधा ।।
Page #263
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
કુતર્ક વ્યક્તપણે અનેક પ્રકારે અંદરનો ભાવશત્રુ છે, એટલું જ નહીં ખોધ ને રોગરૂપ, શમ ને ખાધારૂપ, શ્રદ્ધાને ભંગરૂપ, અભિમાનને કરનારો એવો કુતર્ક અંદરના ચિત્તનો કટ્ટર ભાવશત્રુ છે. એ જ વાત પૂ. આનંદધનજીએ પણુ
લખી છે કે :
૨૧૪
તક વિચારે રે વાદ પરપરા,
પાર્ ન પહુંચે કોય ।
અભિમત વસ્તુરે વસ્તુ ગતે કહે,
તે વિલા-જંગ જોય ।।
તનો આશ્રય લઈ વાદવિવાદ કરનારા વસ્તુ સ્વરૂપના પારને પામી શકતા નથી. આગમ દૃષ્ટિથી વસ્તુને વસ્તુગતે કહેનારા જગતમાં વિરલા છે. બાકી તો જે કોઈને જઈને પૂછો સૌ પોતપોતાની માંડીને બેઠા છે.
પૂ.ચિદાનંદજીએ લખ્યું છે કે :
मार्ग साचा कोउ न बतावे जाकु जाय पुच्छीए ते तो सौ अपनी अपनी गावे
દૃષ્ટીરાગનો અધાપો
સાચો રાહ બતાવનારા જગતમાં વિરલા છે. સૌ મોટે
ભાગે પોતપોતાના વાડા કરીને બેસી ગયા છે. અને તેમને
પાછા દૃષ્ટિરાગી ભક્તો મળી જાય પછી જોઈએ શુ !
;
Page #264
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
- દૃષ્ટિરાગનો અંધાપો એવો છે કે, જેને માન્યાં તેને માન્યા. બીજા મહાપુરૂષો ગમે તેવા ગુણીજન હોય તો પણ તે તેમની નજરમાં ન આવે અને કેટલીકવાર તો અવગણના પણ કરી બેસે, કુદર્શનનો રાગ તે તે મહાભયંકર કોટીનો દૃષ્ટિરાગ છે જ, પણ વ્યક્તિ પરનો રાગ પણ એટલો બધો તીવ્ર નહીં હોવો જોઈએ કે બીજા ગુણીજનો પ્રતિ દ્રષ્ટિ જ ને મંડાય,
પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી દૃષ્ટિરાગ અંગે સુજસવિલાસમાં લખે છે કે: જે છતા દોષ દેખે નહીં,
જહાં જહાં અતિરાગી દોષ અછતા પણ દાખવે,
જહાંથી રૂચી ભાગી છે જ્યાં અતિરાગ હોય ત્યાં છતા દોષ પણ દેખે નહીં, અને જ્યાં રૂચી ન હોય ત્યાં અછતા દોષ પણ દાખવે, આ બધા દૃષ્ટિરાગના લક્ષણ છે. વળી લખે છે કે: - દ્રષ્ટિરાગે ચળે ચિત્તથી,
ફરે નેત્ર વિકરાળ | પૂર્વ ઉપકાર ન સાંભરે,
પડે અધિક જ જાળે છે દૃષ્ટિરાગને લીધે ચિત્ત અંદરથી અવિચળ થઈને જ્યાં ત્યાં ફરતું હોય છે. તે વો તો વ્યક્તિનાગમાં પડી જાય છે
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૬
મંગલાણ
કે બીજ મહાપુરૂષોએ કરેલા ઉપકારોને પણ તે ભૂલી જાય છે. વીર ભગવાન સાક્ષાત વિચરતા હતા તે સમયે પણ પણ કોએ સાળાના દૃષ્ટિરાગમાં ફસાઈ પડયા હતા. જમાવીને પણ પોતાના મંતવ્યનો એવો તો દૃષ્ટિરાગ થઈ ગયેલો હતો કે ગમે તેટલો બાદ ત્યાગ કરવા છતાં ભવજલના તાગને પામ્યો નહીં. દૃષ્ટિરાગ અને અભિનિવેષ વચ્ચે પાકી દોસ્તી છે..માટે કોઈ પણ વસ્તુ અંગેના કદાગ્રહનો પરિત્યાગ કરવો. અભિમાની મનુષ્ય પોતાના જ દુર્ગુણોથી દુઃખી થાય છે, ઓટા અભિનિવેવનો ત્યાગ કરનાર મનુષ્ય જ જીવનમાં સત્યનાં દર્શન કરી સન્માગને પામી શકે છે.
પક્ષપાતિ ગુણેષુચ અભિનિવેષનો ત્યાગ કરવાપૂર્વક ગુણના પક્ષપાતી બનવું જોઈએ. આ બન્ને ગુણો એકએકને પુષ્ટિકારક છે. ગુણનો પક્ષપાત હોય, વ્યક્તિને નહીં. વ્યક્તિ ગુણ હોય તો તેના પ્રતિ ગુણાનુરાગ જરૂર હોય, દૃષ્ટિરાગ ન હોય. દૃષ્ટિરાગે તો આપણા સંધ અને શાસનને એટલું બધું નુકશાન પહોંચાડયું છે કે તેનું કયા શબ્દોમાં વર્ણન કરવું તે જ સમજી શકાતું નથી. ગુણાનુરાગી મનુષ્યો તો મહાવ્રતધારી માત્રને પોતાના ગુરૂ માનીને ભજતા હોય છે. આચાર વિચારમાં સ્થિત સૂત્રસંબદ્ધ દેશના દેનારા, લેશ પણ શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણ નહીં કરનારા મહાપુરૂષો સૌ કોઈ માટે ગુરૂ સ્થાને છે. અન્ય સંપ્રદાયોમાં અમુક ગુરૂના નામની કંઠી બંધાવવાનો રિવાજ છે. યારે જેને શાસનમાં તો શ્રાવકોએ ગુરૂસ્થાને ક્યા મહાપુરૂષોને માનવા લે અંગે પૂ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે :
Page #266
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
महाव्रतपरा धीरा, भैक्षमात्रौपजीविनः ।
सामायिकस्था धर्मोपदेशका गुरवोमताः ॥ અનંતા તીર્થકરો આપણા દેવાધિદેવ તેમ
મહાવ્રતધારી માત્ર આપણા ગુરૂદેવ
પંચમહાવ્રતોનું પાલન કરવામાં જેઓ ધીર વીર હોય, બેતાળીસ દોષવર્જિત ભિક્ષાથી જેઓ સંયમયાત્રા ચલાવનારા હોય, નિરંતર સામાયિકમાં રહેતા હોય, ધર્મનો જ ઉપદેશ દેતા હોય તેવા અઢી દ્વીપમાં જેટલા મહાપુરૂષો વિચરતા હોય તે બધા આપણા માટે ગુરૂસ્થાને છે. આમાં તે કોઈ એક વ્યક્તિ વિશેષને ગુરૂ માનવાની વાત કયાં રહી? જેમ અનંતા તીર્થંકરો થઈ ગયા તે બધા આપણા દેવાધિદેવ, તેમ જેટલા પંચમહાવ્રતધારી તે બધા આપણુ ગુરૂદેવ, આવી દૃષ્ટિ શ્રાવકો પાસે હોય તો કલિકાલમાં પણ જિનશાસનનું સામ્રાજ્ય એક છત્રી બની જાય. કોઈ મહાપુરૂષે આપણું જીવનમાં ધર્મનું બીજાધાન કર્યું હોય તો કોઈ મહાપુરૂષે - તેની પર સિંચન કર્યું હોય છે. બધા મહાપુરૂષો આપણા માટે પરમ ઉપકારી છે. જૈન સાધુ એક સ્થાને તો રહેતા જ નથી. કોઈ મહાપુરૂષ આપણને ધર્મને રસ્તે ચડાવી જાય તો બીજા મહાપુરૂષો માર્ગમાં વિશેષ પ્રકારે સ્થિરિકરણ કરે ! જેમના ઉપદેશથી પહેલ વહેલો ધર્મનો રસ્તો મલ્યો હોય તેમનો વિશેષ ઉપકાર માની શકાય, છતાં ધર્મનો ઉપદેશ કરનારા બધા મહાપુરૂષો ઉપકારી છે જ.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૮
મંગલાચરણ
ગુણીજનના બહુમાનથી ઈન્સાન ગુણવાન બને
સૌજન્ય, દાક્ષિણ્ય, ઔદાર્ય, ધૈર્ય, એ બધા ગુણ છે. તે ગુણો પ્રતિ પક્ષપાત રાખવો અને તે તે ગુણો જેમનામાં હોય તેવા ગુણીજનોને યોગ્ય આદર આપવો, તેમનું બહુમાન કરવું, તેઓ ઘરઆંગણે અચાનક આવી ચડ્યા હોયતો પધારો ! એવા પ્રિય શબ્દોથી તેમને સન્માનપૂર્ણ આવકાર આપવો તેને ગુણ અંગેનો પક્ષપાત કહેવાય. ગુણવાનના ગુણ પક્ષપાતથી ઈન્સાન પોતે ગુણવાન બને છે. ગુણીજનના ગુણની પ્રસંશા કરવી, તેમને સહાયક બનવું, તેમના પ્રતિ અનુકુળ પ્રવૃત્તિ વગેરે કરવી. આ રીતે ગુણજનના ગુણોનો પક્ષપાત રાખનારા જીવો પોતાના આત્મામાં અવંધ્ય ધર્મ બીજ વાવવાવડે પરંપરાએ પોતાના આત્માને ગુણસમુદાયનો ભાજન બનાવનારા બને છે.
•
દુનિયામાં નિષ્પક્ષ વિરલા પૂ. હરિભદ્રાચાર્ય જેવા મહર્ષિ ફરમાવે છે કે : पक्षपातो नमे वीरे नच द्वेष कपिलादिषु । युक्तिमद्वचनंयस्य तस्यकार्य परिग्रहः ॥
।
એ મને વીરભગવાન પ્રતિ પક્ષપાત નથી અને કપિલાદિ પ્રતિ દેવા નથી. માત્ર જેમનું વચન યુક્તિયુક્ત છે. તેમના વચનનો હું આદર કરું છું કેવી અપૂર્વ ભાવના દર્શાવી છે ?
Page #268
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
જ્યાં ગુણ ત્યાં જ શિર ઝૂકે. કોઈ પ્રતિ પક્ષપાત નહીં. જ્યાં પક્ષપાતની જ વાત હોય ત્યાં પરમેશ્વર હૃદયમાં વસે શી રીતે ? તેમાં આ કાળમાં તો નિષ્પક્ષ દૃષ્ટિવાળા કોઈ વિરલા જેવામાં આવે છે. નિષ્પક્ષ દૃષ્ટિવાળા મનુષ્યો જ અવિનાશી આત્માના ઘરની વાત સમજીને પરંપરાએ અવિનાશી પદને પામી શકે છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પ્રતિસિદ્ધ દેશકાલ ચર્યાનો પરિહાર કરવાપૂર્વક બલાબલના જાણકાર બનવું
- બાવીસમા અને ત્રેવીસમા ગુણની વ્યાખ્યામાં પૂ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી લખે છે કે :
अदेशाकालयोश्चर्यां त्यजन् जानन् बलाबलम् ।
ગૃહસ્થોએ અનાર્ય દેશમાં અને અકાળમાં યાને રાત્રી પ્રમુખ કાળમાં ચર્ચાનો પરિત્યાગ કરવો. અનાર્ય દેશોમાં પર્યટન કરવાથી ત્યાંના નબળા સંસ્કારો જીવનમાં આવે છે અને જીવનમાં જે ધાર્મિકતા મેળવેલી હોય તેમાં પણ મોટી હાની પહોંચે છે. આજના કેટલાક મનુષ્યોને અમેરિકા વગેરે દેશોમાં પર્યટન કરવાનો એક પ્રકારનો શોખ જાગ્યો છે અને વિદેશ યાત્રા જીવનમાં કરી આવે એટલે એમ જ માને કે જીવનમાં જાણે એક મહાન સિદ્ધિ મેળવી જ્યારે તેવા દેશોના પરિભ્રમણમાં સિદ્ધિ જેવું કશું નથી.
ધાર્મિક જીવનથી આઘા તે અનાર્ય
કેટલાક અધ્યયન કરવા નિમિત્તે તથા અથર્જન નિમિત્તે વિદેશમાં જાય છે. તેઓ ડીગ્રીઓ અને પૈસો ત્યાં જઈને મેળવે છે. પણ તેના બદલામાં પોતાના સંસ્કારધનનું લિલામ કરી નાખવું પડે છે. કેટલાકો ત્યાં ગયા પછી પણ સંસ્કાર જાળવી રાખે છે, તેમને ધન્યવાદ ઘટે છે. અરે ! કેટલાકને
Page #270
--------------------------------------------------------------------------
________________
બગલાચરણ
તો મનમાં એવી પણ અખલખા જાગે છે કે અમેરિકા સુધરેલા અને આગળ વધેલા દેશમાં જન્મ મળ્યો. હોત કેવું સારૂં ! પણ તેમને એ ખખર નથી કે મહાન પુણ્યના ઉદય જીવને આ દેશમાં જન્મ મળે છે. મૃત્યુના સમયે આ દેશમાં કોક નવકાર આપનાર મળશે, ત્યાં કોણ મળવાનુ છે ? ધર્મના એ વચન આ દેશમાં કાને પડશે, ત્યાં તો એકલુ રંગરાગ જ કાને અથડાવવાનું છે. ધાર્મિક જીવનથી જેઓ આધા રહે તેમને અનાય કહેવામાં આવે છે. આજે આય દેશમાં જન્મ પામીને પણ કેટલાકો ધમ ભાવનાથી ઘણા દૂર છે અને જીવનમાં એકલા રંગરાગને પોષતા હોય છે, તેવાઓ આ દેશમાં જન્મેલા હોવા છતાં આચાર વિચારની દૃષ્ટિએ અનાય જેવા છે. મટાડનારૂ
તીનું ભ્રમણ ભવભ્રમણને
ભરતક્ષેત્રમાં ફક્ત સાડા પચ્ચીસ જ આ દેશ છે, સામે બત્રીસ હજાર અનાય દેશ છે. તમે મહાભાગ્યવાન કે આ દેશમાં જન્મ પામ્યા છો. માટે પર્યટન જ કરવુ હોય તો આ દેશમાં શત્રુંજય, ગીરનાર, સમ્મેત શિખરજી વગેરે જે મહાન તીર્થો આવેલાં છે તે તે તીથ સ્થાનોમાં પટન કરવું. તીંનું પરિભ્રમણ ભવભ્રમણને મટાડનારૂં છે. તીમાં કરે તેને ચોરાશીનો ફેરો ન રહે.
અકાળ ચર્ચાથી થતાં નુકશાનો
રાત્રીના સમયે પણ ચર્ચાનો ત્યાગ કરવો. આજે તો રખડવાનું એટલું બધુ વધી પડ્યું છે કે શત્રીના ગર પાર
Page #271
--------------------------------------------------------------------------
________________
કર
મંગલાચરણ
વાગ્યા સુધી માણસ રખડતા હોય છે. તેમાં સિનેમાએ દાટ વાળ્યો. રાત્રીનો છેલ્લો શો પણ કેટલાકો જેવા જાય. રાત્રીના
જ્યાં ત્યાં ભટકવાથી ચોરી છેડતી વગેરેના અણછાજતા બનાવો પણ આજે છાશવારે બનતા હોય છે. માટે આદેશ અને અકાળની ચર્યાનો પરિત્યાગ કરીને મનુષ્યોએ સત્સંગ પરાયણ બનવું, જેથી જીવનમાં ધર્મનો સાચો રંગ લાગે અને જીવન ઉત્તરોત્તર ધન્ય બને !
Page #272
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
બલાબલની પરિક્ષા
તેવીસમા બલાબલ ગુણની વ્યાખ્યામાં ફરમાવ્યું છે કે કોઈપણ કાર્યનો આરંભ પોતાની શક્તિનું માપ કાઢીને કરવો. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પોતાની શક્તિનું માપ કાઢીને કાર્ય કરનારને પાછળથી પસ્તાવવાનો વખત આવતો નથી. પોતાની શક્તિ અને નિર્બલતાનો ખ્યાલ રાખીને કાર્યનો પ્રારંભ કરનારને કાર્યમાં સફળતા મળે છે, અને શક્તિનું માપ કાઢ્યા વિના કાર્યમાં જોડાવવાથી આરંભે શૂરા જેવું થાય છે. એટલા માટે જે કાર્યમાં પોતાની નિર્બલતા હોય તે કાર્યમાં જોડાવું–નહીં. જે કાર્ય કરવામાં પોતાની અશક્તિ હોય તે કાર્યનો ત્યાગ કરી દેવો. તેમ કરવામાં ન આવે અને શક્તિ ઉપરાંત કરવામાં આવે તો કયારેક પરિણામ વિપરિત આવે છે અને પસ્તાવવાનો પણ વખત આવે. મહાપુરૂષોએ કહ્યું પણ છે કે : "
कः काल कानि मिवाणि, को देशः कौ व्ययागमौ ।' कश्चाहं काचमे शक्तिरिति, चित्यं मुहुर्मुहु ॥
પ્રત્યેક ધર્મનુષ્ઠાન શક્તિનો માપ કાઢીને કરવું. આ ગાથામાં લખેલા જે પ્રકારો છે તે અંગેની ચિંતવના વારંવાર કરવી જોઈએ. સમય કેવો છે ? મિત્ર કોણ છે? એટલે કે ખરા સમયે મારી પડખે ઊભું રહેનાર કોણ છે ? હું કોણ છું ? અને મારી શક્તિ કેટલી છે ? એ સર્વ મુદ્દાઓ પર પુનઃ પુનઃ વિચાર કરવો. અલાબલનો વિચાર કર્યા વિના
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૩૪
મંગલાચરણ
કાર્યારંભ કરે એટલે શરીરસંપત્તિ અને ધનસંપત્તિ બનેનો નાશ થાય છે. એટલા માટે આપણામાં તપ, જપ, દાન, પુણ્ય, શક્તિ અનુસાર કરવાનું કહ્યું છે. તપ અંગે તો ત્યા સુધી શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે કે :
तदेव हि तपः कार्य, दुनिं यत्रनो भवेत् । ये न योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणिच ॥
તપ ત્યાં સુધી અને તેવી રીતે કરવું કે જ્યાં સુધીમાં દુષ્યન ન થઈ જાય. મન, વચન અને શરીરરૂપી યોગો હણાઈ ન જાય અને ઇન્દ્રિયોની શક્તિ તદ્દન ક્ષીણ ન થઈ જાય ત્યાં સુધી જ તપ કરવાનું છે. કારણ કે ઈન્દ્રિયો અને યોગોથી કામ લેવાનું છે, તે જ તદ્દન હણાઈ જાય પછી તો એવું થાય કે એકલું તપ રહી જાય અને બાકીના સામાયિક પ્રતિકમણ પડિલેહણાદિ બધા યુવયોગો એક બાજુ પર જ રહી જાય. પોતાની શક્તિ અનુસાર જરૂર તપ કરવું પણ તપ એવી રીતે કરવું કે બાકીની ક્રિયાઓ પણ ઉલ્લાસથી થઈ શકે.
દુષ્કર તપ કરવા જાય અને આ ધ્યાન થઈ જાય અથવા રાત્રે તારા ગણવા પડે તો બને એવું કે મનમાં અનાકુળતા ને બદલે આકુળતા આવી જાય. અને મનમાં આકુળતા આવે એટલે મન સમાધિભાવમાં રહે નહીં. પછી તપનું જે વાસ્તવિક ફળ મળવું જોઈએ તે મળે નહીં. શકિતનું માપ કાઢીને કરવાથી મન સમાધિમાં રહે છે, અને સકામ નિર્જરા સ્વરૂપ તપના વાસ્તવિક ફળને જીવ પામી શકે છે. એક તપની બાબતમાં જ નહીં દાનધર્માદિ દરેક ધર્માનુષ્ઠાનો પોતાની શક્તિ અનુસાર કરનારને પસ્તાવવાનો વખત આવતો નથી અને મનની પ્રસન્નતા એવી જળવાઈ રહે છે કે કરણના વાસ્તવિક ફળને પામી શકાય છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણુ
વ્રતધારી એવા જ્ઞાનવૃદ્ધ પુરૂષોની સેવા અને પોષ્યના પોષક બનવું
૨૫
અત્યાર સુધીના વિવેચનમાં તેવીસ ગુણોપર વિવેચન પુરૂં કરવામાં આવ્યું. શરૂઆતના ગુણોપર વિસ્તૃત વિવેચન થયું છે અને તે પછીના પ્રત્યેક ગુણો પર બહુ વિસ્તૃત નહીં છતાં વિશદ વિવેચન કરવામાં આવ્યું છે. આમાલવૃદ્ધ સૌ સમજી શકે તે રીતે અત્યંત સ્પષ્ટ અને સરલ ભાષામાં વિવેચન કરવામાં આવ્યું છે. કોઈ વિદ્વાન પુરૂષ વાંચન કરે તો તેને તેના જેવું મળી રહે અને તેટલી વિદ્વત્તા નહીં ધરાવનારા સામાન્ય અભ્યાસી વાંચન કરે તો તેમને તેમના જેવુ' મળી રહે તે રીતે પ્રત્યેક ગુણોપર આલેખન કરવામાં આવ્યુ છે. આજે ભણતર તો ખૂબ વધ્યું પણ સામે જીવનનું ઘડતર થતું નથી.
જીનના ઘડતર વિનાના ભણતરની પડતર માલ જેટલી એ કિંમત આંકી ન શકાય
જીવનના ઘડતર માટે માર્ગાનુસારીના ગુણો અત્યંત જરૂરી છે. ભણતરની સાથે જેણે પોતાના જીવનનું ઘડતર કરવુ હોય તેમણે આ ગુણો જીવનમાં જરૂર ઉતારવા જોઈએ. ભણતર ગમે તેવું હોય પણ જીવનના ઘડતર વિનાના ભણતરની પતર માલ જેટલીએ કિંમત અંકાવવાની નથી. વિનય વિવેકના સંસ્કાર જીવનમાં ન હોય ત્યાં એન્ડ્રુ ભણુંતર શું કામ
Page #275
--------------------------------------------------------------------------
________________
મ ગલાચરણ
આવવાનું છે? ગામડાઓના અભણ માણસોમાં જે શિષ્ટાચાર જોવામાં આવે છે તે શહેરના ભણેલાઓમાં જોવામાં આવતુ નથી તો પછી ગમે તેટલું ભણ્યા પણ તેથી લાભ શું ? શિક્ષણ મેળવવાની સાથે વિનય વિવેકના સંસ્કાર જીવનમાં પડ્યા હોય તો શિક્ષણ જરૂર કામનું છે. સંસ્કારને પોષણ આપે તેને જ તો શિક્ષણ કહેવામાં આવે છે. હજી એકલા સંસ્કારથી માણસ શોભી ઊઠશે, પણ સંસ્કાર વિનાના એકલા શિક્ષણથી માનવી નહીં શોભે. ધર્મના સંસ્કાર વિનાનું શિક્ષણ તો કેટલીકવાર શ્રાપરૂપ નિવડે છે. -
વૃત્તસ્થ અને જ્ઞાનવૃદ્ધ મહાપુરૂષોના લક્ષણો
આપણે પણ એવા જ કોઈ ધ્યેયથી આ માર્ગાનુસારીના ગુણોપર વિવેચન કરી રહ્યા છીએ કે, કોઈપણ આનું વાંચન કરે તો તેના જીવનમાં ઊંચામાં ઊંચા ધર્મના સંસ્કાર પડે અને જીવનનું સાંગોપાંગ ઘડતર થઈ શકે. ચોવીસમા અને પચીસમા ગુણની વ્યાખ્યામાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રા જી ફરમાવે છે કે : -
वृत्तस्थ ज्ञानवृद्धानां पूजकः पोष्य पोषकः ।
અનાચારોના પરિહાર કરવાપૂર્વક સમ્યગ્ર આચારમાં રહેલા વ્રતધારી જે મનુષ્યો તેમને વૃત્તસ્થ કહેવામાં આવે છે અને હેય ઉપાદેયનું જેમને જ્ઞાન હોય તેમને જ્ઞાનવૃદ્ધ કહેવામાં આવે છે. હેય એટલે ત્યાગ કરવા યોગ્ય અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય. જેમ કે નવતત્વમાં આશ્રવ તત્વ, પાપ તત્વ,
Page #276
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૭૭
બંધ તત્વ વગેરે પરિહરવા યોગ્ય છે. સંવર, નિર્જરા, પુણ્યાનુબંધી પુણ્ય, મોક્ષતત્વ જીવનમાં આદરવા યોગ્ય છે. જીવ અજીવ રેય છે યાને તે બન્નેનું સ્વરૂપ જાણવા યોગ્ય છે? બન્નેનું સ્વરૂપ જાણીને જડનો મોહ છોડવા યોગ્ય અને આત્મતત્વ ગ્રહણ કરવા યોગ્ય છે. આ રીતે હેય, રેય અને ઉપાદેયનું જેમને સમ્યગજ્ઞાન હોય તે જ્ઞાનવૃદ્ધ. તેવા વૃત્તસ્થ અને જ્ઞાનવૃદ્ધ પુરૂષોને પૂજક બનવું એટલે કે તેમની સેવા કરવી. તેમને બે હાથ જોડીને અંજલી કરવી, તેમને આસનઆપવું, તેઓ આવતા હોય ત્યારે ઊભા થઈ જવું આ બધા તેમની પૂજાના પ્રકારો છે.
વ્રતની વાડ આત્મા માટે અત્યંત હિતાવહ
વ્રતધારી પુરૂષો જ્ઞાનવૃદ્ધ પણ હોઈ શકે. જીવનમાં વ્રતની સાથે જ્ઞાન હોય અથવા જ્ઞાનની સાથે વ્રત હોય એટલે સોનામાં સુગંધ. જ્ઞાની અને વત પચ્ચકખાણ વિનાનો તે તો સ્વચ્છેદી કહેવાય. હા, પોતે વીતરાગ બની ગયો હોય તો કાંઈ કહેવાનું રહેતું નથી. તેવા વીતરાગ તો આ કાળે આ ક્ષેત્રે કોઈ બની શકતા નથી. તો પછી વચગાળાની સાધક દશામાં વ્રતધારી બનવું જ જોઈએ. વ્રત પચ્ચકખાણથી મન ઇન્દ્રિયો પર અંકુશ રહે છે. જ્ઞાનીની દૃષ્ટિમાં જે વ્રતનો મહિમા ન હોય તો સમજવું તે મહા અજ્ઞાની છે. તે તો પોતે ડૂબેલો છે અને તેના સંપર્કમાં આવનારા પણ ડૂબવાના છે. વ્રતનો રાષ્ટ્રએ તો શુભરાગ છે. શુભ રાગથી જીવને લાભ ન થાય. શુભ એ તો વિકાર છે;
Page #277
--------------------------------------------------------------------------
________________
મગલાચરણ
આવી પ્રરૂપણા એ તો નર્યો અકવાદ કહેવાય. મોક્ષના ધ્યેયપૂર્વક થતાં વ્રતાદિરૂપ શુભ અનુષ્ઠાનને જ્ઞાનીઓએ ધર્માનુષ્ઠાન કહ્યા છે અને શુભોપયોગમાં પણ જ્ઞાનીઓએ ધમ માનેલો છે, માટે તાદિ આત્મા માટે અત્યંત હિતાવહ છે, એટલું જ નહીં વ્રત એ વાડ છે. હર્યાંભર્યાં ખેતરની રક્ષા માટે તેને ફરતી વાડ કરવામાં આવે છે, તેવી રીતે આત્માના ગુણોની રક્ષા માટે વ્રત પચ્ચક્ખ્ખાણુાદિની વાડ અત્યંત જરૂરી છે.
નિશલ્યો પ્રતિઃ
૧૩૮
વ્રતમાં જીવ ન રહે તો વિષયોમાં આસકત મને. જ્ઞાની અને વિષયોમાં આસકત એ વાત કદાપિ સંભવતી નથી. માટે જ્ઞાનીનેત્રતમાં રુચિ હોય જ. જ્ઞાનનું ફળ જ વિતિ છે. જ્ઞાની જો વિરતિના માર્ગમાં ન આવે તો તેનું જ્ઞાન વધ્યું તરૂની ઉપમાવાળું છે. જે વૃક્ષને ફળ ન આવે તેને વધ્યું. તરુ કહેવામાં આવે છે. વ્રતી જ પરપરાએ વીતરાગ અને છે. અને વીતરાગ કેવલજ્ઞાન પામી મોક્ષે પહોંચે છે. જ્યારે અન્નતી જીવ જીવનમાં વિષય કષાયમાં આસકત ખની ક્રુતિનો અધિકારી અને છે. એટલી વાત જરૂર છે કે જેણે મનમાંથી શલ્ય કાઢી નાખ્યું તે જ ખરો વ્રતી છે. મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય, નિયાણુશલ્ય એ ત્રણે પ્રકારનાં શલ્ય અતિ ભયકર છે. અટલા માટે નિઃશલ્યને જ વ્રતી કહ્યા છે. કપટનું શક્ય મનમાં રાખીને લક્ષ્મણા સાધ્વીએ અતિ દુષ્કર તપ કર્યું, છતાં તેના વાસ્તવિક ફળને તે પામી નહીં, અને તેની શુદ્ધિ થઈ નહીં. શલ્યને લીધે જીવની અંદરની ગુણશ્રેણી
Page #278
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
-
૨૭૧
વૃદ્ધિને પામતી નથી અને શિલ્ય આત્મા ઉત્તરોત્તર ઉચ્ચ શ્રેણીએ પહોંચતો જાય છે. આ ત્રણે ભાવશલ્યો છે. પગમાં કાંટો કે કાચ લાગી જાય તે તો દ્રવ્યશલ્ય છે. તે ન નીકળે ત્યાં સુધી પગમાં વેદના ઘાણ થાય. પગમાં ખટયા જ કરે. છતાં દ્રવ્યશલ્યને લીધે ચાર છ મહિનાની વેદના ભોગવવી પડે છે, જ્યારે ભાવશલ્યને લીધે ભવોનાભવો સુધી તીવ્રાતિતીવ્ર વેદનાઓ ભોગવવી પડે છે. માટે નિશલ્ય બનીને ગ્રતાદિ કરનાર જ ખરા વૃત્તસ્થ કહેવાય. તેવા પુરૂષોની સેવા કરવાથી કલ્પવૃક્ષની માફક તેમના સદુપદેશાદિ ફળની પ્રાપ્તિ થાય છે.
પોષ્ય પોષક
પચીસમો ગુણ છે પોષવા લાયક જે માતાપિતા, પત્ની, પુત્રપુત્રી એમનું યોગક્ષેમ કરવાવડે જરૂરી પોષણ કરવું. એટલું જ નહીં પોતાના આશ્રિત સગાવહાલા તેમજ સેવકાદિ તેમનું પણ ભરણ પોષણ કરવું. લૌકિક શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે :
वृद्धौच मातापितरौसती भार्यासुतान् शिशून् । - अप्यकर्मशतं कृत्वा, भर्तव्यान् मनुरब्रवीत् ॥
વૃદ્ધ માતા-પિતા, પોતાની સ્ત્રી, લઘુવયના છોકરાઓનું બીજા આવકના સાધનો ન હોય તો ગમે તેટલા કષ્ટો સહન કરીને પણ તેમનું ભરણ પોષણ કરવું તે મનુ કહે છે. અને ઘરમાં સંપત્તિ હોય તો તે સિવાય બીજાઓનું પણ
Page #279
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ભરણપોષણ કરવુ જોઇએ. દાખલા તરીકે નબળી સ્થિતિનો મિત્ર, પરિવાર વગરની પોતાની બહેન, કોઈ વૃદ્ધ જ્ઞાતિજન, ક્રોઈ કુલીન મનુષ્ય જે તદ્ન નિધન થઈ ગએલો હોય અથવા તો બીજા પણ નબળી સ્થિતિના મનુષ્યો હોય તેમનુ પણ ગૃહસ્થે જો પોતાની પાસે સ`પત્તિનો યોગ હોય તો જરૂર પોષણ કરવું.
૨૪૦
પોષ્ય વર્ગ પ્રમાદી ન બની જાય તે માટે તેમને યોગ્ય કાર્યોમાં જોડવા
ગૃહસ્થ જેનુ ભરણ પોષણ કરે તેમને યોગ્ય કાર્યોંમાં જોડવા. પોતાના પુત્ર-પૌત્રાદિ ઉંમર લાયક થાય એટલે તેમને યોગ્ય કાર્યોંમાં જોડવા. તેમજ આર્થિક દૃષ્ટિએ ભલે અશકત હોય પણ શારીરિક દૃષ્ટિએ સશકત હોય તેવાને પણ યોગ્ય કાર્ય માં જોડવા. જો તેઓને યોગ્ય ધર્મધ્યાનાદિમાં અથવા વ્યાપારવાણિજ્યમાં જોડવામાં ન આવે તો તેઓ જુગારાદિ વ્યસનમાં ચડી જાય અને પ્રમાદી થઈ જતે દહાડે પોતાની જિંદગી બરબાદ કરી નાખે. તે પોષ્ય વગને જે જે કાર્યોમાં જોડેલા હોય તેઓ જે કાંઈ પુરૂષાને સાધતા હોય તેમના પ્રતિ પોષણ આપનારા પુરૂષે પુરતું લક્ષ આપવું. જો તેમનુ પોષણ કરનાર પુરૂષ લક્ષ રાખે તો મતાવેલા કાર્ય માં તેઓ હૃદયને જોડે અને લક્ષ ન રાખે તો તેઓ સિદાઈ જાય અને કાર્ય કરવાને સમ ખની શકે નહીં. આટલું કરવા છતાં તે પોષ્યવગ માંથી કોઈ લોકવિરૂદ્ધ અનાચારના સેવનથી લોકમાં નિન્દાને પાત્ર બને તો તેનુ ભરણ પોષણ કરનારા માલીકે
Page #280
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણુ
શું કરવું ? જે પોષ્ય વર્ગમાં નિન્દાને યોગ્ય બનાવ બન્યો હોય તે પહેલાં ખરાખર જાણી લેવો અને તે પછી તેવા માણસને માન આપવું નહીં. ઘૃણા તો પાપ પ્રતિ જ હોય, પાપી પ્રતિ ઘૃણા ન હોય, યા હોય, છતાં તેવા માણુસને દૂર કરવામાં ન આવે તો બીજા પણ ખગડે. માટે એવા સમયે ગૃહસ્થે પોતાના ગૌરવની રક્ષા કરવી. છતાં પોષ્યના પોષક બનવુ. તે ગૃહસ્થનુ કર્તવ્ય છે અને તે કતવ્યનુ ગૃહસ્થોએ પાલન કરવું જ જોઈએ.
Page #281
--------------------------------------------------------------------------
________________
મંગલાયા પણ
~~
~
દીર્ઘદર્શી અને વિશેષ
કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્યજી છવીસમા અને સત્તાવીસમા ગુણની વ્યાખ્યામાં લખે છે કે :
दीर्घदर्शी विशेषज्ञ, कृतज्ञो लोक वल्लभः
આ અધી ગાથામાં ચાર ગુણોનો સમાવેશ કર્યો છે. માનુસારી પુરૂષે દીર્ઘદર્શી અને વિશેષજ્ઞ બનવું જોઈએ. દીર્ધદશી બનવાનું છે પણ દીર્ઘસૂત્રી નહીં. દીર્ઘદશીતા ગુણ છે તો દીર્ઘસૂત્રતા દૂષણ છે. કોઈ પણ કાર્યનો આરંભ કરતા પહેલા પૂર્વાપરનો વિચાર કરવો, તેના અર્થ અને અનર્થ સંબંધી વિચારણા કરવી તેને દીર્ઘદશી પણું કહેવામાં આવે છે. ભાવિ દીર્ઘકાળ સંબંધી લાભાલાભને વિચાર રાખ્યા વગર કોઈ પણ કાર્ય કરવાથી ક્યારેક પસ્તાવવાનો વખત આવે છે અને કયારેક મોટી આફતમાં પણ મૂકાઈ જવું પડે છે. અને લાંબો વિચાર રાખીને કાર્ય કરવાથી મનની પ્રસન્નતા રહે છે અને મન દુષ્મનના દોષથી બચી જાય છે.
દીર્ઘદર્શી બનવું પણ દીર્ઘસૂત્રી નહી બનવું
ગૃહસ્થને કોઈ સાથે સંબંધો બાંધવા હોય અને તેમાં પણ દૃષ્ટિ લાંબી દોડાવીને કામ કરે તો તે દીર્ઘસૂત્રતા નથી. સામા કુટુમ્બની ખાનદાની તપાસે, તે કુટુમ્બના ધર્મના સંસ્કાર કેવા પ્રકારના છે તે પણ તપાસે અને ત્યારબાદ
Page #282
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૪૩
સંબંધો બાંધે તો તેને પણ દીર્ઘદર્શીતા કહેવાય. પણ એવા જ વિચારોમાં ચડી જાય કે કુટુમ્બ ખાનદાન, કુટુમ્બના સંસ્કારો પણ ઊંચા, જે છોકરા વેરે મારે મારી દિકરી આપવાની છે તે છોકરો પણ સંસ્કારી, બધું બરાબર ! પણ પરણ્યા બાદ દિકરી રડે તો કેવું ખરાબ થાય ? આને દીર્ઘસૂત્રતા કહેવાય. મારા છોકરાની દીક્ષાની ભાવના ઘણી ઉત્કટ, ગુરૂ મહારાજના સંપર્કમાં આવવાથી તેનો સંસારપરનો વૈરાગ્ય પણ ઘણું ઊંચો, ધર્મનો રંગ પણ તેને પાકો લાગ્યો છે, પણ દીક્ષા અપાવું ને દીક્ષા છોડીને ફરી પાછો ઘરે આવે તો મારી ઈજ્જત શું રહે ? આવા નબળા વિચારો મનમાં આવે તેને દીર્ઘસૂત્રતા કહેવાય. છોકરાનો વૈરાગ્ય બરાબર જોઈને ચાર છ મહિના ગુરૂની પાસે રાખીને તેના ત્યાગની બરાબર કસોટી કરીને યોગ્ય ગીતાર્થ એવા ગુરૂ પાસે દિક્ષા અપાવવી તે દીર્ઘદશતા કહેવાય. માટે દીર્ઘદશીપણું તે ગુણ છે. દીર્ઘસૂત્રતા રાખવાથી તો દુનિયામાં સાંસારિક કે ધાર્મિક કોઈ પણ કાર્ય નહીં થઈ શકે. વ્યાપાર તો હું કરૂં પણ તેમાં નુકશાની લાગે તો ? અરે ભાઈ એ તો વ્યાપાર છે, તેમાં નફે પણ રહે ને ક્યારેક ખોટ પણ આવે હા, સમજીને નીતિ ને ન્યાયથી જેમાં બહુ આરંભ ને સમારંભ ન હોય, છેવટે મહારંભનો ત્યાગ રાખીને વ્યાપાર કરે તે દીર્ઘદશતા કહેવાય. આ રીતે દીર્ઘદશ બનવું તે છવીસમો ગુણ છે. પોતાના ગુણદોષને જાણનારો જ ખરો વિશેષજ્ઞ
વિશેષજ્ઞ બનવું તે સત્તાવીસમો ગુણ છે. વસ્તુના
Page #283
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણુ
સ્વરૂપનું જ્ઞાન મેળવવું, કૃત્ય કોને કહેવાય, અકૃત્ય કોને કહેવાય તે અંગેનું જ્ઞાન મેળવવું, સ્વપર વચ્ચેનું ભેદજ્ઞાન કરવું તેને વિશેષજ્ઞપણું કહેવામાં આવે છે. કૃત્યાકૃત્યનો, ભક્ષાભક્ષનો, પેથાપેયનો, હેયઉપાદેયનો જેણે ભેદ ન જાણ્યો હોય તેનું સમ્યગજ્ઞાન ન કહી શકાય, અને તે તે વચ્ચેના તફાવતને નહીં જાણનારા મનુષ્યો, મનુષ્ય હોવા છતાં પશુમાં અને તેમનામાં કાંઈ અંતર નથી. ખરો વિશેષજ્ઞ તે જ કહેવાય જે પોતાના ગુણ અને દોષને જાણતો હોય અને જે એ રીતની હંમેશા વિચારણા કરતો હોય કે : -
प्रत्यहं प्रत्यवेक्षत, नरश्चरित मात्मनः । किनु मे पशुभिस्तुल्यं, किंतु सत्पुरुषैरिति ।।
મારું આચરણ તે પશુતુલ્ય છે કે સત પુરૂષોની કોટીનું છે ? મનુષ્યોએ આ રીતે અહર્નિશ પોતાનું ચરિત્ર તપાસવું જોઈએ. એટલું જ નહીં આત્મ સંપ્રેક્ષણ કરવું જોઈએ કે, મારામાં એકલા દોષો જ ભર્યા છે કે ગુણનો એકાદ અંશ પણ પ્રગટ્યો છે ? ગુરૂ ભગવંતોએ બતાવેલા રસ્તે માનવી ચાલે તો જરૂર તેનામાં ગુણ પ્રગટે. સદ્દગુરૂના માર્ગદર્શન વિના કોઈ પણ મનુષ્ય જીવનમાં આગળ વધી શક્તો નથી. બહારની આંખ બચપણમાં અંજન આંજીને માતા ખોલે છે,
જ્યારે ગુરૂ જ્ઞાનાંજન આંજીને અંતરની આંખ ખોલે છે. અંતરની આંખ ખુલ્યા પછી જ જીવને અંતર્યામીનાં દર્શન થાય છે. અંતર્યામીનાં દર્શન થતાં જ જીવ અંતરાત્મા બની પરંપરાએ પરમાત્મા બને છે. જેની દૃષ્ટિ બહારમાં છે અને
Page #284
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૪૫
જેને બહારમાં જ સુખ દેખાય છે તેને બહિરાત્મા કહેવામાં આવે છે. તેવા જીવો બહારમાં એટલે ચાર ગતિરૂપ સંસારમાં જ ભટક્તા રહે છે. સદૂગુરૂના સંપર્કમાં આવનારો જીવ સત્સંગના પ્રભાવે વિશેષજ્ઞ બની પરંપરાએ આત્મજ્ઞ બની નિજ આત્મહિતને સાધી લે છે.
કૃતજ્ઞો લોક વલ્લભા
અન્યના કરેલા ઉપકારોને જાણનારો તેને કૃત કહેવામાં આવે છે. કોઈએ આપણીપર ગમે તેટલા અપકારો કર્યા હોય તે કદી સંભારવા નહીં. તેમ જ આપણે કોઈ પર ગમે તેટલા ઉપકારો કર્યો હોય તે પણ સ્મૃતિપટમાં લાવવા નહીં, એમ જ સમજવું કે આપણે આપણું કર્તવ્ય બનાવ્યું છે. આપણે અમુક વ્યક્તિ પર અગણિત ઉપકારો કર્યા હોય અને તે કદાચ આપણને ભૂલી પણ જાય, યત્કિંચિત્ પણ ઉપકારનો બદલો ન વાળી શકે, છતાં જો આપણે આપણું કર્તવ્ય સમજીને - સામી વ્યક્તિ પર ઉપકારો કર્યા હોય તો આપણે તે વ્યક્તિ પ્રતિ મનમાં લેશ પણ હલકા વિચારો ન આવે. અરર ! મેં આ વ્યક્તિ પર અગણિત ઉપકારો કર્યા છે અને આજે તે સારી પોજીશનમાં છે, છતાં પ્રતિઉપકારનો તેનામાં જરાએ ભાવ દેખાતો નથી. કુતરાને બટકું રોટલો નાખ્યો હોય તો ઉપકાર ભૂલતો નથી ત્યારે શું માનવ સ્થાનમાંથીએ ગયો કે ઉપકારીના ઉપકારને ભૂલી જાય છે. આવા આવા અનેક વિચારો આવવાથી મન વિચારવમળમાં જ અટવાઈ જાય, માટે આપણે કરેલા ઉપકારો સંભારવા નહીં. અને અપકારો
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૪૬
મંગલાચરણ
સભારવાથી સામી વ્યક્તિપર મનમાં વિશ્વેષ આવી જાય એટલે કોઈએ ગમે તેટલી આપણીપર બૂરાઈ કરી હોય તે પણ મનમાં લાવવી નહીં. એક ભકત કવિએ લખ્યુ છે કે :
नारायण दो बात को दीजे सदा विसार । करी बूराइ और ने आप कीयो उपकार ||
આ દોહરાનું રહસ્ય ઉપરના વિવેચનમાં સ્પષ્ટ થઈ ગયેલ છે. તેજ કવિએ લખ્યું છે કે :
दो बातन को भूल मत, जो चाहत कल्याण | नारायन एक मौत को, दूजो श्री भगवान ॥ એ ને વિસારો અને એ ને સદા સંભારો
આ દોહરામાં લખે છે કે એ બાબત એવી છે કે તેને કયારે પણ ભૂલવી નહીં. ઉપરોકત એ ખામતને સંભારવી નહીં, જો પોતાના કલ્યાણને આપણે ઈચ્છતા હોઇએ તો મૃત્યુ અને ભગવાન
આ છે ને ક્યારે પણ ભૂલવા નહીં. મૃત્યુ નજર સામે રહેવાથી માણસ પાપ કરતા અચકાય અને ભગવાન અહર્નિશ હૃદયમાં રહેવાથી મનમાં ખોટા વિચારો આવે નીં. મોત માથાપર જ ભમે છે એમ જો મનુષ્યો વિચારતા થઈ જાય તો તેમને ખાવુ પણ ભાવે નહીં, તો પછી અકૃત્ય કરવાની તો વાત જ કયાં રહી ? અને ભગવાન સદા સ્મૃતિપટમાં રહે એટલે હૃદયમાં કામ, ક્રોધ અને લોભરૂપી સેતાનનો પ્રવેશ
Page #286
--------------------------------------------------------------------------
________________
અચાચરણ
થઈ શકે જ નહીં માટે આ બે ને કયારે પણ ભૂલવા નહીં. સામાના અણુ જેટલા ઉપકારને ન ભૂલે
તે જ ખરો કૃતજ્ઞ એક પાણીનો લોટો પાવા જેટલો પણ કોઈએ આપણી પર ઉપકાર કર્યો હોય તો જીદગીભર આપણાથી ભૂલાય કેમ? સજજન ઉપકારીના એક અણુ જેટલા ઉપકારને પણ ભૂલે નહીં અને ધવલશેઠ જેવા દુર્જન શ્રીપાલ મહારાજાના મેરૂ પર્વત જેવા ઉપકારોને પણ ભૂલી બેઠા હતા. અને મહાન ઉપકારી શ્રીપાલ મહારાજાપર અનેકાનેક અપકાર ગુજાર્યા હતા અને અંતે મૃત્યુને પામીને સાતમી નરકે સંચર્યો. “ગરજ સરી ને વૈદ્ય વેરી” એવી સ્વાર્થ વૃત્તિવાળા મનુષ્યોને અધમાધમ કોટીના કહ્યા છે જેમને બીજા શબ્દોમાં કૃતળી કહેવામાં આવે છે. નીતિકારે ત્યાં સુધી લખ્યું છે કે : ....मित्रद्रोही कृतघ्नश्च, यश्चविश्वासघातकः ।
ते नरा नरकं यांति, यावश्चंद्र दिवाकरौ ।
મિત્રનો દ્રોહ કરનાર, સામાના ઉપકારને ભૂલી જનાર બલકે, ઉપકારી પર અપકાર કરનાર અને વિશ્વાસઘાત કરનારા મનુષ્યો નરકગતિમાં ચાલ્યા જાય છે. જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર છે ત્યાં સુધી નરકનાં દુઃખ ભોગવતા રહે છે, એટલે કે માણ લાંબા કાળ સુધી તે જીવોને નરગતિનાં દમ્બ ભોગવવા પડે છે. એટલા માટે ભાવિમાં ઉત્તરોત્તર કાણુની સંખને
Page #287
--------------------------------------------------------------------------
________________
૪૮
મંગલાચરણ
ઈચછનાર મનુષ્યોએ સામી વ્યકિતના ઉપકારોને ક્યારે પણ ભૂલવા નહીં અને તેમનું યોગ્ય આદર બહુમાન કરવા વડે કૃતજ્ઞતા વ્યક્ત કરનાર ભાવિમાં ઉત્તમ લાભને મેળવી શકે છે. સદગુણના પ્રભાવે જ લોકપ્રિય બની શકાય
ઓગણત્રીસમો ગુણ છે લોવલ્લભ. લોકવલ્લભ યાને લોકપ્રિયતા એ પણ મહાન ગુણ છે. ઔદાર્ય, સુદાક્ષિણ્ય, પાપજુગુપ્સા, નિર્મળબોધ વગેરે ધર્મસિદ્ધિના લક્ષણોમાં પાંચમું લક્ષણ છે જનપ્રિયત્વ, લોકપ્રિયતા માટે ધર્મ ન હોય પણ ધર્મ માટે લોકપ્રિયતા ભલે હો ! ક્ષમા, નમ્રતા, ઉદારતા, વિનય, શીલતા વગેરે ગુણો વડે લોકપ્રિય બનેલા મનુષ્યો પ્રતિ કોને પ્રીતિ ન થાય? આજે લોકપ્રિયતાના અભાવે ચુંટણીના ટાઈમે ઘણાખરાને વોટ મેળવવા માટે ભીખ માગવી પડે છે. ખુશામત કરી કરીને જે લોકપ્રિયતા મેળવવામાં આવે તે લોકપ્રિયતા જ્યાં સુધી ટકી રહેવાની છે. નિઃસ્વાર્થભાવે સેવા કરનારા મનુષ્યો જ સાચી લોકપ્રિયતા મેળવી શકે છે અને તેવી લોકપ્રિયતા મેળવી હોય તો લોકો સામેથી આવીને વોટ આપશે. તે વ્યક્તિને લાંબો ચુંટણી પ્રચાર નહીં કરવો પડે. બીજાની કૃપાથી લોકપ્રિયતા મેળવીને જે મનુષ્યો તેનો ગર્વ કરે છે તેવા મનુષ્યોને લોકપ્રિયતા
જ્યારે ચાલી જાય છે ત્યારે પારાવાર સંતાપ કરવો પડે છે. પછી તેમને કોઈ સાંત્વન આપનારે મળતા નથી. પરગજુ માણસો જ લોકપ્રિય બની શકે. જેને સેવાને નામે પોતાનો સ્વાર્થ જ સાધવો છે તેવા મનુષ્યો બે દિ ભલે આનચાંદને મેળવી છે, પણ તે ડે ટીપાવવાના છે. જ્યાં તેમની પોકળ
Page #288
--------------------------------------------------------------------------
________________
સગલાચરણ
૨૪૯
અહાર પડી જાય છે ત્યાં લોકો નિઃસાર વસ્તુની માફક તેમનો ત્યાગ કરી દે છે.
જીવનમાં વિનયાદિ સદ્ગુણુ આચર્યા વિના તો કોઈ લોકવલ્લભ થઈ શકે નહીં. અને જે લોકવલ્લભ નથી તે પોતાના ધર્માનુષ્ઠાનને દૂષિત કરે છે, એટલું જ નહીં પણ બીજાના ઓષિબીજનો પણ નાશ કરે છે. જ્યારે અભયકુમારાદિની માફ્ક લોકપ્રિય બનેલો મનુષ્ય બીજા કેટલાય જીવોને ધર્મને રસ્તે ચડાવી સ્વપર ઉભયનું કલ્યાણ સાધનાર અને છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૫૦
મંગલાચરણ
લજ્જાયુક્ત અને ાળુ
લજ્જા એ પણ એક મહાન સદ્ગુણ છે. લજ્જાને લીધે માણસની આંખમાં શરમ રહે છે. જે માણસની આંખમાં શરમ હોય તેને સન્માર્ગે લાવી શકાય. પૂ. હેમચંદ્રાચાય જી લખે છે કે
પૂ. કલિકાલસર્વજ્ઞ
:
सलज्ज सदयः सौम्य, परोपकृति कर्मठः
આ ગાથા પણ છે તો અી પણ તેમાં ચાર ગુણનો સમાવેશ કર્યો છે. જ્ઞાનીની રચના જ કોઈ અદ્ભૂત હોય છે. તેઓ આખા સિંધુને બિંદુમાં સમાવી દે અને બિંદુમાંથી સિંધુ છલકાવી દે ! માત્ર દશ ગાથામાં માર્ગાનુસારીના પાંત્રીસે ખોલ મુક્તાફળની માળાના મોતીની જેમ વણી લીઘા છે. કલિકાલસર્વાંગ હેમચંદ્રાચાર્ય અગાધ ક્ષયોપશમના ધણી હતા ! સરસ્વતી જેમના કંઠે હતી ! અનેકાનેક શાસ્ત્રો જેમણે રચ્યા છે તેમની સ્તવના કરવા જેટલું પણ આપણામાં સામ નથી, તો પછી તેમણે રચેલા શાસ્ત્રોનો પાર પામવાની તો આપણામાં કઈ શક્તિ છે ? છતાં શુભમાં યથાશક્તિ સૌએ યત્ન કરવો એવો મહાપુરૂષોનો જ ઉપદેશ છે, તે ઉપદેશને લક્ષમાં રાખીને અલ્પ ક્ષયોપશમ મુજબ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ.
લજ્જા ગુણસમૂહને જન્મ આપનારી જનેતાસ્વરૂપ
જેની આખમાં શરમ છે તે માણસને કોઈ ઉપદેશક
Page #290
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૫૧
મળી જાય તો તે ઘણાખરા પાપકમાંથી બચી જાય છે. જેણે લાજ ને શરમ મૂકી દીધી તેવાને ઉપદેશ લાગવો અતિ દુર્લભ છે. લજ્જાવાળો મનુષ્ય એકવાર ભલે પ્રાણનો નાશ થાય તો પણ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાનો તે ત્યાગ કરતો નથી. દાખલા તરીકે મેઘકુમારે આંખમાં શરમ રાખી તો તેને ભગવાન મહાવીરદેવે માર્ગમાં સ્થિર કરી દીધો. તેણે તો નિર્ણય કર્યો હતો કે, “મારે સવારના ઘર ભેગા થઈ જવું છે, આ સંયમનાં કષ્ટો મારાથી સહેવાશે નહીં. આખી રાત આજે મારે જમીન પર આળોટવું પડયું. જ્યાં મારી સુખશય્યા અને જ્યાં આ દીક્ષિત જીવનમાં ભૂમિપર આળોટવાનું ? માટે મારે તો સવાર પડે ઘરે પહોંચી જવું છે.” પણ તેમાં શરમ એટલી જરૂર રાખી કે, “ભગવાનને પુછયા વિના મારે જવું નથી. બસ આટલા ગુણના પ્રભાવે તે આત્મા તરી. ગયો. માટે લજજા એ ગુણસમુદાયને જન્મ આપનારી અત્યંત શુદ્ધ હૃદયવાળી આર્ય જનેતા સરખી છે. શુદ્ધ. શીલવ્રતને ધારણ કરનારી સન્નારી જેમ પનોતા પુત્રને જન્મ આપે છે તેમ લજજા ગુણસમુહને જન્મ આપનારી હોવાથી માતાસ્વરૂપ છે. લજજાગુણને વરેલા મહાપુરૂષો ક્યારેક વખત આવે પોતાના પ્રિય પ્રાણોનો ત્યાગ કરી દે, પણ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાનો ત્યાગ કરતા નથી. તેમની આંખમાં શરમ હોય છે કે હવે હું ચારિત્ર છોડીને ઘેર જઈને મારા કુટુમ્બીઓને મોટું શું બતાવીશ ? એટલે લજજાને લીધે તેનો પગ જ ન ઉપડે. પછી તો પ્રાણને ભોગે પણ પોતાની પ્રતિજ્ઞા નભાવે. પણ જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજ
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૫૨
મંગલા, -
~
~ તેવા મનુષ્યોની તો વાત જ છોડી દો, તેવાઓ તો એક ભવમાં અનેક ભવ કરે. માટે લજા એ પણ મહાન સદ્દગુણ હોવાથી તેના પ્રભાવે ઘણું ઘણું અનથોથી બચી જવાય છે. દુખીના દુખનો પ્રતિકાર કર્યાવિનાની દયા અધૂરી
લજજા જેમ મહાણુ સદ્દગુણ છે તેમ દયા પણ મહાન સદ્દગુણ છે. લજજાળુની જેમ દયાળુ બનવું એ પણ અત્યંત હિતાવહ છે. દુઃખી જીવોના દુઃખનો પ્રતિકાર કરવાની જે બુદ્ધિ તેને દયા કહેવામાં આવે છે. દુઃખીને જોઈને હૃદય દ્રવી ઊઠે તે દયા ખરી પણ દુઃખી જીવોના દુઃખ દૂર કરવા માટેના શક્તિ અનુસાર પ્રયત્નો ન થાય ત્યાં સુધી દયા અધૂરી ! દુઃખીને જોઈને ઘણાના હૃદયમાં દયા ઊભરાઈ આવે પણ તેમને કહેવામાં આવે કે આને જરા સહાયની જરૂર છે તો તરત કહે કે, અમુક સંસ્થા માનવ રાહતના જ કાર્યો કરે છે તેને જણાવી દો એટલે આનું કામ થઈ જશે ! અરે ભાઈ ! સંસ્થા તો આને સહાય પહોંચાડશે પણ માનવ તરીકે દુઃખી માનવો પ્રતિ તારું પણ કંઈ કર્તવ્ય ખરું કે નહીં ? કે પછી એકલી દયાધર્મની તારે જોરશોરથી વાતો જ કરવી છે. કહેવતમાં કહેવાય છે કે એકલી વાતો કરે વડા થતા નથી. આજે આપણી સારી સ્થિતિમાં કોઈને આપણે સહાય નહીં પહોંચાડીએ તો આવતીકાલે તેવી જ નબળી સ્થિતિમાં આપણે મૂકાઈ ગયા તે ટાઈમે આપણા દુઃખમાંએ કોણ સહભાગી બનશે ? દુનિયામાં બધા દિવસો કોઈને પણ સમાન હોતા નથી. તે
Page #292
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૫
કરૂણા ચાલી જતાં હૃદયમાં કઠોરતા આવે, કઠોર હૃદયમાં ક્રૂરતા આવે પછી દયાધમ જેવું ક્યાં રહે?
દુનિયામાં સુખમાં સૌ સગા થતા આવે છે. પણ દુઃખમાં સંબંધીઓ પણ કેટલીકવાર આંખ આડા કાન કરી જાય છે. દુઃખની વેળાએ કોઈ વિરલા પડખે ઊભા રહે છે. કોઈને પણ દુઃખમાં સહભાગી બનવું તેમાં જ ખરી માનવતા. છે. કોઈ પોતાનો પ્રતિસ્પધી પણ કેમ નથી હોતો તેનું પણ દુઃખ જોઈને હૃદય દ્રવી ઊઠવું જોઈએ અને તેના પણ દુઃખનો પ્રતિકાર કરવા અંગેની જે ભાવના રાખવી તે જ સાચી દયા છે. એટલું જ નહીં કોઈ પશુ પંખી દુઃખથી તરફડતા હોય તો તેવા જીવો પ્રતિ પણ હૃદયમાં અનુકંપા રાખવી જોઈએ અને તે જીવોને પણ દુઃખમાથી મુક્તિ અપાવવાના યોગ્ય ઉપાયો લેવા જોઈએ. ભૂખ્યા અને તરસ્યા પશુઓ માટે ચારા પાણુની વ્યવસ્થા કરી આપવી તે ગૃહસ્થોનું કર્તવ્ય છે. ગૃહસ્થના જીવનમાંથી કરૂણું ચાલી જાય તો હૃદય કઠોર થઈ જાય. કઠોર હૃદયમાં દયા ધર્મનો વાસ થઈ શકે નહીં. તે તો જતે દહાડે નિર્દય બનતો જાય. જ્યારે જીવોનું રક્ષણ કરનારો તે જ ખરો શૂર છે. ઘાતકી મનુષ્યોને મહાપાતકી કહ્યા છે. હિંસા આચરનારા મનુષ્યોને જન્મોજન્મમાં તેનાં અતિ કટકા ફળ ભોગવવા પડે છે. સાપ કે વીંછી કોઈ પણ પ્રાણીનો વધ
નહી કરવો, વધથી વેર બંધાય સાપ વીંછી જેવા પ્રાણુઓને પણ હણવા નહીં જોઈએ..
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૫૪
મંગલાચરણ છે.
ઘરમાં નીકળ્યા હોય તો તેમને ક્રૂર મૂકાવી દેવા. વધ કરવાથી વેર ખંધાય છે અને વેરની પરંપરા ભવોનાભવો સુધી ચાલે છે. સપ વીંછીમાં જ ઝેર છે તેવું નથી. સર્પની દાઢમાં ઝેર છે, વીંછીના કાંટામાં ઝેર છે, જ્યારે દુર્જન મનુષ્યોની રગેરગમાં ઝેર છે. રાગદેષનુ ઝેર જેટલું મનુષ્યોમાં ભર્યું છે તેટલુ એર તીય ચોમાં પણ નથી. તો શું તેવા મનુષ્યોને ઠાર કરી નાખવા ? તેવી વાત છે જ નહીં. તેમને યોગ્ય શિક્ષણ આપીને સુધારવાના પ્રયાસો કરવા. સાપ અને વીંછી પણ પૂનુ વેર હોય તો જ કરડે છે, અથવા તેની પર પગ આવે તો પ્રતિકાર કરે છે. આમને આમ સાપવીંછી પણ કોઈને કરડતા નથી. માટે તેવા જીવોની પણુ જતના કરીને દૂર જંગલના પ્રદેશમાં મૂકાવી દેવા, જ્યાં ખીજાને પણ ખાધા ન પહોંચાડે. ખાકી વધે તો નહીં જ કરવો, કરાવવો પણ નહીં અને કરતા હોય તેને અનુમોદન પણ આપવું નહીં. દેવદેવીના નામ પર હિંસા કરવામાં આવે તો તે પણ ધર્મ નથી. કુળની વૃદ્ધિ માટે હિંસા કરવાથી કુળનો નાશ થાય છે પણ વૃદ્ધિ થતી નથી. ઘોરાતિઘોર હિંસાથી ત્રણ કાળમાંએ ધર્મ થતો નથી. અહિંસા એ જ પરમો ધર્મ છે.
ધ હીનની ભાવદયા અને દુઃખીની દ્રવ્યદયા
ધહીન પ્રતિ મનમાં યા ઉત્પન્ન થાય તે ભાવદયા છે અને દુઃખી પ્રતિ યા ઉત્પન્ન થાય તે દ્રવ્યયા છે. અરર ! આ જીવ ધર્મને રસ્તે ચડ્યો નથી, તેનું ભવોભવમાં શું થશે ? તે ભાવ યા.
Page #294
--------------------------------------------------------------------------
________________
મગલાચરણ
૨૫૫
પોતાના પુત્રપૌત્રાદિ પણ ધર્મથી વિમુખ બનેલા હોય તો તે પણ દયાને પાત્ર છે. પછી ભલે તેમને કરોડોનો વારસો મળવાનો હોય છતાં તે ભાવદયાને પાત્ર છે. આ જિન શાસનમાં સમ્રાટ કહેવાતો ચક્રવતી પણ ધર્મથી વિમુખ બનેલો હોય તો તે પણ ભાવયાને પાત્ર છે, પછી બીજાની વાત કયાં કરવાની રહી ! ધર્મથી વિમુખ બનેલા ચક્રવર્તીઓ મરીને સાતમી નરકે જાય છે. કર્મ કોઇને છોડતા નથી. ચક્રવતઓ પણ અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મને આચરનારા બને તો મોક્ષે પણ જાય છે અને દેવલોકે પણ જાય,
આપણે પોતાનો આત્મા પણ સંસારિક સુખોના મોહમાં પડીને ધર્મને ભૂલી ગયો હોય તો તે પણ ભાવદયાને પાત્ર છે, ભાવદયાનો વિષય ઘણું મહાન છે છતાં દ્રવ્યદયા પણ જિન શાસનમાં સંપૂર્ણ પણે માન્ય છે. અરર ! આ જીવ બિચારો તદ્દન નિરાધાર અને અત્યંત દુઃખમય સ્થિતિમાં સપડાયેલો છે માટે આને હું મારાથી બનતી સહાય પહોંચાડું આ દ્રવ્યદયાનો વિષય થયો. દ્રવ્યદયા પણ અવશ્ય આચરવા યોગ્ય છે. દ્રવ્યદયા આચરી શક્તો નથી તે ભાવદયા શું આચરશે ?
દ્રવ્યદયા તો દીન હનની હોય, જ્યારે ભાવયાના વિષયમાં તો મોટા ધનાઢયો અને મીલમાલિકો પણ ધર્મ અને પરમાર્થથી વિમુખ બનેલા હોય તો દયાને પાત્ર લાગે. છતાં દ્રવ્યદયાનો ભગવાને કયાંય નિષેધ કર્યો
Page #295
--------------------------------------------------------------------------
________________
રિપ૬
મંગલાચર
નથી. પાપીમાં પાપી જીવ પણ પાણી વિના તરફડતો હોય તો તેને પાણી પાવાનું ગૃહસ્થનું કર્તવ્ય થઈ પડે છે. મારા પાણી પાવાથી આ જીવતો થઈ જશે અને -ફરી પાપ આચરશે તો તે પાપના ભાગી મારે બનવું પડદો, આવી વિચારણા કરનારાએ જૈનધર્મનું ઉપર ઉપરનું જ્ઞાન મેળવ્યું હશે, પણ તે જૈનધર્મના રહસ્યને પામ્યો નથી, પાણી પાનારની બુદ્ધિ તો જીવને બચાવવાની છે. તે માણસ જીવતો થઈને પાપ આચરે તેવી બુદ્ધિ તે તેની છે જ નહીં, તો પછી તે જે પાપ આચરશે તેનો ભાગી પાણી પાનાર શી રીતે બનશે ? જીવ બચાવવામાં ધર્મ નથી તે તો એક પ્રકારનો વ્યવહાર છે! આવી પ્રરૂપણું કરનારાઓએ તો જૈનધર્મના દયાધર્મનો જ લોપ કરી નાખ્યો.
હાથીના ભાવમાં મેઘકુમારના જીવે એક સસલાને બચાવીને અનુકંપાના પરિણામના યોગે પોતાનો સંસાર પરિત્ત કરી નાખ્યો જેની સાક્ષી જ્ઞાતાસૂત્ર પૂરે છે. જીવોપરની અનુકંપાના લીધે તેમનાથ ભગવાન તોરણથી પોતાના રથને પાછો ફેરવી ગયા ! શું આ બધા દૃષ્ટાંતો દ્રવ્યદયાની પુષ્ટિને કરતા નથી ?
ધર્મનું મૂળ દયા છે માટે અવશ્યમેવ દયાધર્મનું પાલન કરવું. જેવો આપણે આત્મા છે તેવો જ બીજાનો છે. પોતાના પ્રાણ પોતાને પ્રિય હોય છે તેમ પ્રાણીમાત્રને પોતાના પ્રાણ પ્રિય છે, એમ સમજીને સ્વપ્રાણોની જેમ અન્ય જીવોના
Page #296
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પ્રાણોની રક્ષા કરવી એ જ યાધમનું અનુપમ અને મહાન પ્રિન્સિપલ (સિદ્ધાંત) છે.
સૌમ્યતા અને પરોપકાર
અધીગાથામાં ચાર ગુણો લીધેલા છે. તેમાંના એ ગુણ વર્ણવી ગયા. તે પછીના એ ગુણો છે સૌમ્યતા અને પરોપકાર. જેની આકૃતિ સૌમ્ય હોય, મુખપર નિર્દયતાનો ભાવ ન હોય તેને સૌમ્યતા કહેવામાં આવે છે. નિર્દય સ્વભાવવાળા જીવો ઘરમાં અને બહારમાં અનેકોને ઉદ્દેગ કરાવનારા થાય છે. ઉગ્રતપ કરનારા તપસ્વીના મુખપર જો સૌમ્યતા હોય તો તેના દર્શીનથી કેટલાય જીવો ધર્મ પામે અને તપની ભૂરી ભૂરી અનુમોદના કરે. પણ તપસ્વીના સુખપર જો કષાયની ઉગ્રતા હોય તો ઘરના માણસો પણ તેનાથી ભયભીત અને અને બહારમાં તેના તપની અનુમોદના ન થાય. માટે જ આપણામાં ક્ષમા સહિત તપ તપવાનું કહ્યું છે અને ક્ષમા સહિત તપ તપવાથી જીવ સંચિત કર્મોના ભુક્કા ખોલાવી નાખે છે અને ક્રોધાદિ કષાય સહિતનું તપ હોય તો સુખપર ઉગ્રતા આવી જાય છે. તપસ્વી જો અતિ ક્રોધ કરી નાખે તો મુખપર કયારેક ઉગ્રતા પણુ આવી જાય. ઉગ્રતા આવે એટલે સૌમ્યતાનો ભાવ જ કયાં રહે ?
જ
૨૫૭
અજીર્ણના ચાર પ્રકાર વસ્તુ પચે તો અમૃત નહી તો ઝેર
જ્ઞાનનું અજીણું ગવ છે, ક્રિયાનું અણુ નિન્દા છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૫૮
મંગલાચરણ
ખાધેલાનું અજીર્ણ ખાટા ઓડકાર અથવા વમન છે. તો તપનું અજીર્ણ ક્રોધ છે. વસ્તુ પચે તો અમૃત છે અને અપચો થાય તો ઝેર છે. સુકૃત આચરવું સહેલું છે પણ પચાવવું તો તેથીએ કઠીન છે. કેસર શરીરને ખતમ કરી નાખે છે તેમ ક્રોધ તપને ખતમ કરી નાખે છે. માટે દરેક મનુષ્યોએ અને ખાસ કરીને તપસ્વીઓએ સૌમ્ય બનવું જોઈએ અને કષાયોપર વિજય મેળવીને ખરેખરી સૌમ્યતા જીવનમાં લાવવી જોઈએ. મનમાં ઉગ્રતા ભરી હોય અને બે ઘડી મુખપર દેખાવ પુરતી સૌમ્યતા લાવી દે તેની કોઈ કિમત નથી. મનુષ્યોમાં સૌમ્યતા ચંદ્ર જેવી હોવી જોઈએ, ગંભીરતા સાગર જેવી હોવી જોઈએ અને નિર્લેપતા જળમાં કમળ જેવી હોવી જોઇએ.
પૂ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ફરમાવે છે કે :
પાપ કર્મ વર્તે નહીં, પ્રકૃતિ સૌમ્ય જગ મિત્ત ! સેવનીક હોવે સુખે, પરને પ્રશમ નિમિત્ત છે
પ્રકૃતિથી સૌમ્ય પુરૂષ પાપકર્મમાં પ્રવર્તે નહીં, અને કદાચ પ્રવર્તે તો પણ તીવ્ર પરિણામથી પાપમાં પ્રવર્તે નહીં. પ્રશમભાવને લીધે તેવો પુરૂષ સૌ કોઈને સેવનીક બને છે. તેવા પુરૂષ પ્રતિ સૌને પ્રીતિ થાય. અને તેવા સૌમ્ય અને કરેલા પુરૂષની સૌ કોઈને સેવા કરવાની પણ ભાવના રહે, માટે ઉગ્રતાનો ત્યાગ કરવા પૂર્વક સૌમ્ય બનવું એ પણ મહાન સદગુણ છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
સ્વાર્થને ભોગે પરમાથ કરે તે ઉત્તમ તે શિવાયના મધ્યમ અધમ અને અધમાધમ
૨૫૯
ખત્રીસ ગુણની વ્યાખ્યા કર્યાં ખાદ્ય તેત્રીસમો ગુણ છે “ોવકૃતિ મં:” પરોપકાર કરવામાં શૂરવીર બનવું. પરોપકાર કરનાર મનુષ્ય સર્વાંના નેત્રમાં અમૃતાંજન સરખો છે. એકલા સ્વાસ્થ્ય પરાયણ બનવું તેમાં મનુષ્ય જીવનની કઈ મહાનતા છે? પોતાનુ પેટ તીય ચો પણ ભરે છે અને તેઓ પોતાના અચ્ચાઓનું પણ પાલન કરે છે. મનુષ્યમાં પરમાની ભાવના તે જ તેના જીવનની મહાનતા છે. શ્રી ભર્તૃહરી લખે છે કે एके सत्पुरुषा परार्थघटका स्वार्थं परित्यज्यये, सामान्यास्तु परार्थमुद्यमभृता स्वार्थाविरोधेन ये । तेऽमि मानुषराक्षसा परहतं स्वार्थाय निघ्नंतिये, ये निघ्नन्ति निरर्थकं परहितं ते केन जानीमहे ||
જેઓ પરમા માટે પોતાના સ્વાર્થનો પરિત્યાગ કરી દેતા હોય તેવાને ઉત્તમ કહ્યા. પોતાના સ્વાને ભોગે જેઓ પરમા કરે તેમનો મહિમા કયા શબ્દોમાં વર્ણવી શકાય ! દાખલા તરીકે મેઘરથ રાજા એક પારેવાને મચાવવા પોતાની કાયા કુરબાન કરવાને તૈયાર થઈ ગયા. પોતાના સ્વાર્થને આધા ન પહોંચે તે રીતે જેઓ પરમાર્થ કરતા હોય તેમને મધ્યમ કહ્યા. શેરડીની પાછળ ભલે એરડીનું કામ થઈ જાય તેવી દૃષ્ટિવાળા તે મનુષ્યો હોય છે. ગોતાના સ્વાર્થ માટે બીજાના હિતને હણુતા હોય તેવાને અધમ કહ્યા અને નિરક
Page #299
--------------------------------------------------------------------------
________________
૧૬૦
મંગલાચરણ
બીજાને નુકશાન પહોંચાડે તેવાને અધમાધમ કહ્યા છે. આ ચારમાં આપણો નંબર કયાં લાગે છે તે વિચારી લેવું ? ? ? ?
સારને પામનારનો અવતાર ધન્ય અને
સંત સૂરદાસ એક ભજનમાં કહે છે કે :
मन रे तु वृक्षनसे मत ले काटे वापर कोप करे नही सीचे नही सनेह मन रे तु वृक्षनसे मत ले आप सीर पर धूप सहतु है और न कुं छाया दे । जो कोई वां पर पत्थर चलावे ताही को फल दे ।। मन रे तु वृक्षनसे मत ले
धन धन जगमें वो जड पदारथ वृथा मनुष्यकी देह । सूरदास कहे मन वचन करी संतनको मत एह ॥ मन रे तु वृक्षनसे मत ले
અરે હું મન ! તારે આ વૃક્ષમાંથીએ શિક્ષાપાઠ લેવાનો છે. વૃક્ષને કાપે તેની પર તે કોપ કરે નહીં અને તેના મૂળમાં પાણી સીંચે તેની પર પણ સ્નેહ કરે નહીં. વૃક્ષમાં કેવી સમતા છે ! તેવી સમતા તુ પણ જીવનમાં આદર ! વૃક્ષ પોતાનાં શીરપર ગ્રૂપ (તડકો) સહન કરે છે અને ખીજાને છાયા આપે છે. અને જે કોઈ તેની પર પત્થર
Page #300
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૬૧
ચલાવે તેને બદલામાં ફળ આપે છે. આપણને કોઈ પાછળથી કોણી મારે તો બદલામાં શું આપીએ તે મનમાં વિચારી લેજો. છેવટે ગાળ ન આલીએ તો એ ઘણી ઉદારતા રાખી કહેવાશે. અને કાંઈ કહેવું હોય તો ધીમેથી કહી દેવું કે, ભાઈ ! જરા જોઈને ચાલ. આટલી આપણામાં યોગ્યતા હોય તોએ વૃક્ષમાંથી અપૂર્વ પ્રેરણા લીધી કહેવાય. છેલ્લે લખે છે કે ધન્ય છે તે વૃક્ષને કે તે એકેન્દ્રિય હોવા છતાં રસ્તામાં ચાલતા દરેક વટેમાર્ગુને ઉપયોગી થાય છે અને મનુષ્ય જે કેવલ સ્વાથી બને તો તેને મળેલો મનુષ્ય દેહ વૃથા છે માટે પરોપકાર એ જ જીવનનો સાર હોવાથી તે સારને પામનારનો અવતાર ધન્ય બને છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૬૨
મંગલાચરણ
અંતરગ શત્રુઓનો પરિહાર
હવે છેલ્લા બે ગુણ ઉપરની વ્યાખ્યા કરવામાં આવે છે જે અતિ મહત્વના ગુણો છે. જો કે પાંત્રીસે બોલ મહત્વના છે છતાં છેલ્લા બે બોલ અત્યાર સુધીના વિવેચન પર કળશ ચડાવવા રૂપ છે, તે અંગે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે : अंतरंगारिषड्वर्ग परिहारपरायण,
वशीकृतेन्द्रियग्रामो गृहिधर्माय कल्पते ।। બહારના દુશ્મનોને તો સૌ ઓળખી શકે છે અને તેમનાથી સૌ સજાગ પણ રહે છે. તેઓ બગાડી બગાડી ને એકભવ બગાડે છતાં બહારના શત્રુઓથી સૌ સાવધાન રહે છે, જ્યારે જ્ઞાનીઓએ અંતરના અંતરંગ શત્રુઓની ઓળખાણ કરાવી આપી છે જેને શાસ્ત્રીય ભાષામાં પરિપુ કહેવામાં આવે છે. ખરી રીતે આ અંતરના પરિપુઓથી સાવધાન રહેવાનું છે જે એક ભવ નહીં પણ ભવોના ભવ બગાડનારા છે અને જીવને ભવોભવમાં દુઃખી કરનારા છે. બહારમાં તત્વ દૃષ્ટિએ જીવના કોઈ દુશમનો નથી અને કદાચ કોઈ ઊભા થયા હોય તો તેને અંતરંગ શત્રુઓએ જ ઊભા કરેલા છે.
ક્રોધથી વર્ષોની પ્રીતિનો વિનાશ
હવે પરિપુ કોણ છે તેને ઓળખી લો. કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ આ છ ને અંતરંગ પરિપ
Page #302
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૬૩
કહેવામાં આવે છે. બીજા કોઈની પરિણીત સ્ત્રી હોય અથવા વગર પરણેલી હોય તેની ઈચ્છા કરવી તે કામરૂપી અંતરંગ શત્રુ કહેવાય. સ્વદારામાં પણ વધારે પડતી આસક્તિ રાખવી અને મનમાં કામભોગ અંગેનો તીવ્ર અભિલાષ રાખવો, ઈદ્રિયોમાં ઉત્તેજના આવે તેવી ચેષ્ટાઓ કરવી તે પણ બધા કામ વાસનાને જ પ્રકારો છે. ક્રોધ કરવાથી સ્વપરને કેટલું નુકસાન થાય છે તે વિચાર્યા વિના આક્રોશ કરવો તે ક્રોધ. તેમાં એટલો પણ વિચાર ન રાખવો કે “વત્ રીતિ વિના” કોધથી વષની પ્રીતિનો વિનાશ થઈ જાય છે, એટલું જ નહીં કોય વેરાનુબંધનું કારણ છે. કોધ સર્વને ઉદ્દેશ પમાડનાર છે. સ્વપરને પરિતાપ ઉપજાવનાર છે, સુગતિને હણું નાખનાર છે અને દુર્ગતિનું દ્વાર છે. બે ઘડીનો ક્રોધ કરોડો વર્ષોના તપ ઉપર પાણી ફેરવનાર છે. આવા કોઈ પણ સુવિચારો મનમાં લાવવા નહીં અને સામાન્ય વાતમાં પણ એકદમ આવેશમાં આવી જવું અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેવું તે ક્રોધ નહીં તો બીજું શું કહેવાય ?
દુર્ગુણનો દાદો
ધનનો સંચય કર્યા કરવો, દાન દેવાને યોગ્ય વ્યક્તિને પણ દાન ન આપવું તે લોભ કહેવાય. લોભનો દુનિયામાં કયાંય થોભ છે નહીં. સ્વયંભૂરમણ સમુદ્રનો વખતે કોક પાર પામી શકે પણ લોભ સમુદ્રનો ભલભલા પાર પામી શકતા નથી. સંતોષના સેતુવડે જ લોભ સમુદ્રનો પાર પામી શકાય. ક્રોધ પ્રીતિનો વિનાશ કરે તો માન વિનય ગુણનો
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૬૪
મંગલાચરણ
નાશ કરે, માયા મૈત્રીનો નાશ કરે જ્યારે લોભ સર્વ ગુણનો વિનાશ કરે છે. ભગવાન ઉમાસ્વાતિ પ્રશમરતિ શાસ્ત્રમાં લખે
क्रोधात् प्रीतिविनाशं, मानाद्विनयोपघातप्राप्नोति । शाठ्यात् प्रत्ययहानि सर्वगुण विनाशनं लोभात् ।।
માટે લોભ સર્વ દુર્ગણોનો દાદો કહેવાય. લોભી પ્રકૃતિના મનુષ્યો પોતાની પાસે અઢળક દ્રવ્ય હોય છતાં દાન કરી શક્તા નથી. પછી તો કીડીનું સંગ્રહેલું તેતર ખાય અને પાપીનું ધન પલ્લે જાય ! એટલે મૃત્યુ બાદ જે તે માણસોના હાથમાં જાય અને સૌ તેનો ઉપભોગ કરે !
મૃત્યુ પામનારનું વિત્ત બીજા હરી લે છે અને બાંધેલાં કર્મ દુર્ગતિમાં તેને એકલાને ભોગવવા પડે છે. મૃત્યુ પામનાર લોભી મનુષ્યના વિત્તનું અહિં તેના સંબંધીઓ પુન: પુન: ઉપભોગ કરતા હોય છે. અને દારૂણ દુ:ખ મૃત્યુને પામનારો એકલો દુર્ગતિમાં પડ્યો પડ્યો ભોગવતો હોય છે. આવું સમજ્યા પછી ધન સંચયની પાછળ તીવ્રપાપ કરે કોણ ? અને પુણ્યોદયે મહ્યું હોય તો શા માટે સન્માર્ગે વ્યય ન કરે ? બાકી તો કહેવતમાં કહેવાય છે કે, “લોભે લખણ જાય ? અને સંગ્રહ કરી રાખેલા ધન ઉપર મૂચ્છ રહી જાય એટલે ભવાંતરમાં મોટો વિષધર થાય, વળી કહેવત પણ છે કે, “લોભીને ત્યાં ધૂતારા ભૂખે ન મરે આખું શું રહસ્ય હશે તે તો લોભી પ્રકૃતિના જ જાણી શકે.
Page #304
--------------------------------------------------------------------------
________________
મગલાચરણ
૨૬૫
ગ કર્યાં સોઈ નર હાર્યો
લોભપછી માનનો નખર આવે. ષડ્ડપુમાં તે ચોથા નખરે છે. પોતાને અભિમાન એવો હોય કે કોઈએ યુક્તિપૂર્વક સાચી શીખામણ આપી હોય તો પણ ખોટો આગ્રહ રાખી સ્વીકારે નહીં. વિભીષણ નાનાભાઈ હોવા છતાં રાવણને કેટલા અધાહિત વચનો કહ્યા હતા અને માસતિ સીતાજીને રામચ'દ્રજીને સોંપી દેવા માટે કેટલો આગ્રહ સેવ્યો હતો ! છતાં રાવણે મિથ્યાભિમાનને લીધે વિભીષણુની એકે વાત ન સાંભળી. અને ઉલટો મ્યાનમાંથી તલવાર ખેંચીને યોગ્ય સલાહ આપનાર વિભીષણને તું તો રાક્ષસ કુળમાં કુલાંગાર પેદા થયો એમ કહીને ભરસભામાં મારવા દોડ્યો. ત્યારે વિભીષણે એક જ વચન કહ્યું, ‘ભાઈ તું તો મહાબુદ્ધિમાન છે પણ અત્યારે તારી વિનાશ કાળે વિપરિત બુદ્ધિ થઈ ગઈ છે.' અને તે પછી વિભીષણે રામચંદ્રજીની શરણાગતિ સ્વીકારી લીધી. અંતે અહંકારને લીધે રાવણ જેવા રાવણુનો વિનાશ થયો. માનને કારણે જ દુર્યોધન અને દુઃશાસન જેવાનો પણ અંતે વિનાશ થયો. દુનિયામાં રાવણુ અને દુર્યોધન જેવાઓનો અભિમાન રહ્યો નથી તો પણ નાદાન વૃત્તિના મનુષ્યો અભિમાનનો ત્યાગ કરી શકતા નથી. કવિએ લખ્યુ છે કે :
रावण दुर्योधन तणु नव रहयुं अभिमान । तो पण अ वातो सुणी, नव समजे नादान ॥ पा पलनी पण खबर नही, करे बड़ी बडी बात । जीवके पर जम फिरत है ज्यु तेतर पर बाज ।।
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૬૬
મંગલાચરણ
પા પળનો જ્યાં ભરોસો નથી ત્યાં માનવી મોટી મોટી વાતો કરતો હોય છે. તેતર પક્ષીની સાથે જેમ બાજ પક્ષી ભમે તેમ જીવની માથે મોત ભમે છે. હવે આમાં માન કષાયને પોષવાની વાત કયાં રહી ? માનવી ગર્વનો ત્યાગ કરે તો તેના અંતરમાં જ્ઞાન પ્રગટે. યાને ગર્વ ગળે તો જ્ઞાન મળે. કોઈ પણ વડીલો યોગ્ય શીખામણ આપતા હોય ત્યારે નમ્રભાવે નતમસ્તકે તેમની શીખામણ લક્ષમાં લેવાથી જીવનમાં યોગ્ય માર્ગદર્શન મળે છે અને માનવીનું જીવન સુખમય બને છે.
પદાર્થ માત્ર અનિત્ય છે ત્યાં તેનો મદ શો કરવો
મદ એ પણ અંતરંગ શત્રુ છે. કુળ, ઐશ્વર્ય, રૂપ, વિદ્યા, બળ, જાતિ વગેરેનો મદ કરવો, અને મદમાંને મદમાં બીજાનો તિરસ્કાર કરવો તે મદ કહેવાય. માન અને મદ બને સગા ભાઈ છે. માનવી જે જે વસ્તુનો આ ભવમાં મદ કરે છે તે તે વસ્તુ તેને ભવાંતરમાં હીન પણે પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે કુળનો મદ કરવાથી ભવાતરમાં અધમ કુળોમાં જન્મ લેવો પડે છે, ઐશ્વર્યનો મદ કરનારને ભવોભવમાં દરિદ્રતા પ્રાપ્ત થાય છે. સંસારમાં પદાર્થમાત્ર જ્યાં અનિત્ય અને અસાર છે ત્યાં વળી તેનો મદ શો કરવાનો હોય ?
જ્યાં માનવીનું શીલ અશુદ્ધ છે ત્યાં વળી તેને કુળમદનું પ્રયોજન શું છે ? અને શીલ જેનું શુદ્ધ છે અથવા તો શીલ શણગારવડે જેનું શરીર અલંકૃત છે તેને પણ કુળ મદનું પ્રયોજન શું છે ? આ રીતે આઠે આઠ મદ અંગે
Page #306
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ઘટના કરી લેવી અને કોઈ વસ્તુનો મદ નહીં કરવો. મદ કરવાથી માનવીના હૃદયમાં ઉન્માદ આવે છે અને સંસારની વૃદ્ધિ થાય છે. તેથી લેશ પણ ગુણનો લાભ થતો નથી તો પછી શા માટે અત્યંતર શત્રુઓને આધીન થવું ? પોતાનું પરાક્રમ ફોરવીને તેની પર વિજય મેળવવો તે જ ખરો આત્મ વિજય છે.
પરમાધામીના નાનાભાઈ
છઠ્ઠો હર્ષ નામે અંતરંગ શત્રુ છે. કોઈ સારા શુભ સમાચાર મળે એટલે હર્ષ થાય અથવા સત્સંગનો લાભ મળતાં પણ મનમાં હર્ષ થાય. પરમાત્માના દર્શનથી પણ મનમાં હર્ષ થાય, કોઈ સ્નેહીજન ઘણું લાંબા સમયે મળે. એટલે હર્ષ તો થાય પણ હર્ષના આંસુ પણ આવી જાય તેવા હર્ષની ગણના પરિપુમાં કરવાની નથી. વગર કારણે બીજાને દુઃખ ઉત્પન્ન કરીને મનમાં જે હર્ષ થાય તે અંતરંગ શત્રુ છે. જુગાર, શિકાર વગેરે અનર્થકારી કાર્યો કરીને કેટલાકો મનમાં આનંદ અનુભવે છે. શિકાર કરવા ગયેલા હોય અને કોઈ પણ શક્તિ સંપન્ન પ્રાણનો શિકાર કરીને મનમાં આનંદ અનુભવે કે મેં આવા ઝાઝરમાન પ્રાણને કેવો ઠાર કરી નાખ્યો ? બસ આને હર્ષ નામે અંતરંગ શત્રુ કહી શકાય. પોતાના દુશ્મનને પણ દુઃખી જોઈને મનમાં દયા આવવી જોઈએ, તેના બદલે મનમાં હર્ષ ઉત્પન્ન થાય તે કેવડો મોટો ભયંકર દોષ કહેવાય ? નારકોમાં પરમાધામી નામે અસુરો હોય છે તે નારકોને ખૂબ દુઃખ આપે અને પછી
Page #307
--------------------------------------------------------------------------
________________
૧૬૮
મંગલાચરણ
નારકીના છવો દુઃખથી તરફડતા હોય એટલે પરમાધામી મનમાં હર્ષને અનુભવે, તાલી બજાવે, હા ! તે પૂર્વે ઘણું કમાં બાંધેલા છે હવે તેને કટુફ્ફળ ભોગવતા શેનું આકંદન કરે છે ? બસ આવી રીતે બીજા જીવોને દુઃખ અનુભવતા જોઈને અથવા દુઃખી કરીને મનમાં હર્ષ પામતા હોય તે આ પરમાધામીના મોટાભાઈ નહીં તો નાનાભાઈ સમજવા. પરિપુઓ પર વિસ્તૃત વિવેચન કર્યું. છએ છને તો ઠીક પણ તેમાંના એકાદ રિપુને આધીન થએલા પણ વિનાશને પામ્યા છે, તો પછી છએ છને આધીન બન્યા હોય તેમની શી હાલત થવાની ? બીજા પણ અંતરંગ દુશ્મનો ઘણું છે પણ સંક્ષેપમાં તેના છ વિભાગ પાડીને સમજાવેલ છે. પરિપુઓ પર વિજય મેળવનાર જ ઉત્તરોત્તર વિકાસને સાધી આત્માના દિવ્ય પ્રકાશને મેળવી શકે છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૬૮
~
ઈન્દ્રિય સંયમ અંતરના ષડરિપુઓનો પરિહાર કરવો એ માર્ગોનુસારીનો ચોત્રીસમો ગુણ છે તેમ
वशीकृतेन्द्रियग्रामो, गृहीधर्माय कल्पते। .
પાંચે ઈન્દ્રિયોને વશ રાખવી તે પાંત્રીસમો ગુણ છે. પાંત્રીસ બોલપર જે વ્યાખ્યા કરવાની હતી તે આ ગુણ ઉપરની વ્યાખ્યા થઈ જતાં પૂરી થાય છે. ઈન્દ્રિયોના વિકારો પર વિજય મેળવવો તેને જ ઇન્દ્રિય સંયમ કહેવામાં આવે છે. હરણ, પતંગ, મીન, હાથી અને ભ્રમર વગેરે એકેક ઇન્દ્રિય વિષયની આધીનતાથી પણ ઘોરાતિઘોર મૃત્યુના દુઃખને પામે છે, તો પછી જે જીવો શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ વગેરે પાંચે ઈન્દ્રિયોના વિષયોને આધીન થએલા હોય તેવા જીવોની હાલત કેવી ખરાબ થવાની છે તો દરેક બુદ્ધિમાન વિચારી શકે તેમ છે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર ગ્રંથમાં ફરમાવ્યું છે કે :
पतङ्गभृङ्ग मीनेभ सारङ्गा, यान्ति दुर्दशाम् । एकैकेन्द्रिय दोषाच्चेद् दुष्टस्तैः किन पंचभिः ॥
આ ગાથાનું રહસ્ય ઉપર સમજાવી ગયા છીએ. એ જ વાત પૂ. ભગવાન ઉમાસ્વતિજીએ પણ પ્રશમરતિ શાસ્ત્રમાં ફરમાવેલી છે કે, શિષ્ટજનને ઉચિત દૃષ્ટિ અને ચેષ્ટાથી ભ્રષ્ટ
Page #309
--------------------------------------------------------------------------
________________
૧૭૦
- ગલાચરણ
થએલા અને ઈન્દ્રિયોનું જેઓ દમન કરી શક્યા નથી તેવા અસંયમી મનુષ્યોને અનેક પ્રકારના વિષય વિકારાદિના દોષો અનેક બાધાઓ ઊભી કરનારા થાય છે.
एवमनेकेदोषाः प्रणष्टशिष्टेष्ट द्रष्टिचेष्टानाम् । दुनियमितेन्द्रियणां भवन्ति बाधाकरा बहुशः ।। ધૂતવડે અગ્નિશાંત થાય તો વિષયભોગથી
ઈન્દ્રિયો તૃપ્ત થાય પ્રશમરતિમાં પૂ. ઉમાસ્વાતિ લખે છે કે દુનિયામાં કોઈ એવા વિષયો નથી કે વિષયો માટે નિત્ય તૃષાતુર બનેલી અને પોતાની તૃષા બુઝાવવા વિષયોના માર્ગો પૂરવેગમાં દોડનારી ઈન્દ્રિયો જે વિષયોના વારંવારના સેવનવડે પોતાની પ્યાસ બુઝાવી શકે. જેમ જેમ વિષયો ભોગવવામાં આવે તેમ તેમ તૃષ્ણા ઉલટી વધતી જાય છે. વિષયોના સેવનવડે જે મનુષ્યો તૃમિને ઈચ્છતા હોય તે મનુષ્યો ભડભડતા અગ્નિમાં વૃતની આહુતિ આપીને તે અગ્નિને શાંત કરવા ઈચ્છે છે તેમાં અગ્નિ શાંત થતો નથી અને ઉલટો પ્રદીપ્ત બને છે. વિષયો માટે પણ તેમ જ સમજી લેવું. જલને પ્રયોગથી અગ્નિ શાંત થાય છે તેમ જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યના પ્રયોગથી ઈન્દ્રિયોના વિકારો શાંત થાય છે.
રસનાની રામાયણ મહાપુરૂષોએ કહ્યું છે કે :
Page #310
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૭૧
आपदां कथितः पन्था, इन्द्रियाणामसंयमः । तज्जय संपदा मार्गो, येनेष्टं तेन गम्यताम् ।
ઈન્દ્રિયોનો અસંયમ એ જ આપત્તિનો માર્ગ છે અને તેને યે કરવો તે સંપત્તિનો માર્ગ છે. જે માર્ગ ઈષ્ટ લાગે તે માર્ગે ચાલ્યા જાવ. સ્વર્ગ અને નરક બનેની પ્રાપ્તિ ઇન્દ્રિયોથી થાય છે. જે ઈન્દ્રિયોને વશ રાખવામાં આવે તો સ્વર્ગે જવાય અને આત્મા પોતે જે ઈન્દ્રિયોનો ગુલામ બની જાય અને ઇન્દ્રિયોને છૂટી મૂકી દેવામાં આવે તો નરકે જવાય છે. માટે આત્મારૂપી ઈન્ડે ઈન્દ્રિયોરૂપી ઈન્દ્રાણીયોને કદાપિ વશ ન થઈ જવું. બલકે ઈન્દ્રિયોને વશ રાખવી જેથી ભવોનાભવો સુધી પરાધીનતાના કષ્ટો વેઠવાં ન પડે. દુનિયામાં પાંચે ઈન્દ્રિયોમાં રસનાની રામાયણ બહુ મોટી છે. એક સ્વાદને માનવી જીતી લે તો પાંચે ઈન્દ્રિયો જીતાઈ જાય. ભાણે બેઠા પછી જે ભોજનમાં સ્વાદ ન હોય તો ખાતા જાય ને કચ કચ કરતા જાય અને સ્વાદ હોય તો ખાતા જાય ને બચ બચ કરતા જાય. આહા ! કોઈ ઢોકળાં બન્યા છે, પછી તો મોકળાં થઈને ખાય. પહેલાના કાળમાં પેટ ભરવાના ધ્યેયથી મનુષ્યો ભોજન લેતા. આ કાળમાં તો મોટે ભાગે રસનાને રમાડવાની વાત છે. બાળકોને મોટી ઉંમરના થયા પછી કોઈ ન રમાડે પણ રસનાને જિંદગી આખી રમાડવાની વાત. બધા રોગોનું મૂળ રસ છે. ભોજનમાં જેવું હોય તો ઘી દૂધનો કસ જેવાનો હોય પણ એકલો રસ જેવાનો ન હોય. આજે ભોજનમાં કસ રહ્યો નથી પણ ઈટલી ઢોંસાના
Page #311
--------------------------------------------------------------------------
________________
૭૨
મંગલાચરણ
અને આંબલીની ચટણના રસ ખૂબ પોષાય છે અને અંતે શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થાય છે.
બાકી બધી ઈન્દ્રિયોને પોતપોતાના વિષયનું કામ. જ્યારે જિહાને કુદરતે બે કામ સોંપ્યા, એક સ્વાદ માણવાનું અને બીજું લવારો કરવાનું. જિહાપર માનવી કંટ્રોલ ન રાખે તો અનેકો સાથે વેર બંધાય. બોલતા ભાન ન રાખે એટલે હાલતા અનેકો સાથે મનદુઃખ થાય. જિન્હાપર કંટ્રોલ આવે તો બાકીની ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવું ઘણું સહેલું થઈ જાય.
દ છ ત
.
સ્વાદવૃત્તિને જીતી લેનારા મહાપુરૂષો નિત્યભાજી હોવા છતાં નિત્ય ઉપવાસી કહ્યા છે. પૂર્વકાળમાં સુરપ્રભ કરીને રાજા હતો. તે એકવાર બહાર ઉદ્યાનમાં પોતાના દીક્ષિત બનેલા ભાઈના આવાગમનના સમાચાર સાંભળીને પોતાના ઘણું સેવકોની સાથે મુનિરાજના દર્શનાર્થે આવ્યો. મુનીરાજને પ્રણામ કરતાં સૌ રોમાંચિત થઈ ગયા અને તેમના મુખની વાણી સાંભળીને હૃદયમાં આનંદને અનુભવતા સૌ પોતપોતાને સ્થાને પહોંચી ગયા.
મહારાણીએ અભિગ્રહ ધારણ કર્યો
રાજાએ મુનિરાજના આવાગમનની વાત અંતેઉરમાં કરી એટલે મહારાણીઓને મનમાં દેવર મુનિને વંદનાર્થે
Page #312
--------------------------------------------------------------------------
________________
મગલાચરણ
જવાની એકદમ ઉત્કંઠા જાગૃત થઈ ગઈ. મુખ્ય પટરાણીએ તો એવો અભિગ્રહ ધારણ કર્યો કે આવતી કાલે સવારના સોમ નામના દેવર મુનિના દન વંદન કર્યાં ખાદ જ મોંમાં અન્ન જળ ખપે ! નગર અને ઉદ્યાનની વચમાં એક મોટી નદી હતી. ઉપરના ભાગમાં વર્ષાને લીધે નદીમાં ઘોડાપૂર આવવાને લીધે નદ્દી બે કાંઠે છલકાઈ ગઈ. નદીમાં પૂર આવવાના સમાચાર મળવાથી મુખ્ય પટરાણી વિચારવા લાગી કે મારા કેવા અંતરાય કર્મીનો ઉદય કે આજે મારો અભિગ્રહ પૂરો નહીં થાય. મહારાણી વ્યાકુલિત મને મહારાજાને કહેવા લાગી કે આજે મારો અભિગ્રહ શી રીતે પૂરો થશે ? મહારાજાએ કહ્યું તું ચિન્તા ન કર. તારો અભિગ્રહ પૂર્ણ થશે. મહારાણીએ કહ્યું આપ મને આશ્વાસન આપી રહ્યા છો પણ ઉપરના ભાગમાં અણુધાર્યો. વરસાદ થતાં નદીમાં એવું તો ઘોડાપૂર આવ્યું છે કે નદી કેમે પાર કરી શકાશે નહીં અને લીધેલો અભિગ્રહ પૂરો થશે નહીં.
પતિના આદેશમાં પતિવ્રતાએ નિરથ ક વિકલ્પો નહી કરવા
રાજાએ કહ્યું મહારાણી તમે મનમાં ખેદ આણો નહીં. અને સપરિવાર નદી કિનારે પહોંચી જાવ અને નદી દેવીને આવાહન કરવાપૂર્વક બે હાથ જોડીને શુદ્ધ મને આવી રીતે પ્રાથના કરજો કે, “હે દેવી ! મારા દેવરે જે દિવસથી દીક્ષા અંગીકાર કરી છે તે દિવસથી મારા ભર્તાર બ્રહ્મચારી હોય તો તું મને સામા કિનારે પહોંચવા રસ્તો આપ.” આ રીતે
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૦
મંગલાચર
નદી દેવીને પ્રાર્થના કરજે એટલે તને માગ કરી આપશે. રાણી મનમાં વિસ્મય પામીને વિચારવા લાગી કે આ રાજા પંચમ લોકપાલ થઇને આવુ અસખદ્ધ શુ ખોલે છે ? અને તે પણ મારી આગળ ! મહાસજાના ભાઈની દીક્ષા પછી તો કેટલા છોકરાઓને મેં જન્મ આપ્યો છે તે શું મારાથી અજાણ્યું છે ? માટે ભાઈની દીક્ષા પછી રાજા કેવું વ્રત પાળે છે તે બધું હું સારી રીતે જાણું છું, છતાં મારે વિકલ્પ શુ કામ કરવો જોઈએ ! હમણાં થોડીક જ વારમાં તેમના વ્રતની પરીક્ષા થઈ જશે અથવા પતિવ્રતા સ્ત્રીએ પતિના વાકયમાં ઝા વિકલ્પો ન કરતાં નિર્વિકલ્પ રહેવું એ જ તેના માટે શોભાસ્પદ છે.
પતિના આદેશમાં પત્ની શકા ઊઠાવે, ગુરૂના આદેશમાં શિષ્ય સંદેહ કરે, પિતાના આદેશમાં પુત્ર શંકા કરે તો મર્યાદા લોપાઈ જાય. રાણી પતિના હુકમને શિરોમાન્ય કરીને સપરિવાર નદીના કિનારે પહોંચી ગઈ. નગરજનો પણ કુતુહુલ બુદ્ધિથી નદી કિનારે ઘણી મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા. રાણીએ પતિના કહ્યા મુજબ નદી દેવીની પૂજા કરવાપૂર્વક એ હાથ જોડીને પ્રાર્થના કરી કે, “મારા પતિ પોતાના લઘુ ભ્રાતાની દીક્ષા ખાદ બ્રહ્મચારી હોય તો તું મને પાર જવા માટેનો માગ કરી આપ.” નદીએ તરત માગ કરી આપ્યો અને રાણી પરિવાર સાથે નદી પાર કરીને ઉદ્યાનમાં જ્યાં દેવરમુનિ બિરાજમાન હતા ત્યાં પહોંચી ગઈ. આવો અદ્ભૂત ચમત્કાર જોઈને આખા શહેરમાં જયજયકાર થઈ ગયો. અને લોકોના વિસ્મયનો પાર ન રહ્યો. આવું સત્ મહાતમ જોઈને
Page #314
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૭૫
લોકો મોઢામાં આંગળાં નાખી ગયા.
રાજા કામભોગાદિમાં નિર્લેપ હોવાથી
ભાવથી બહાચારી
ઉદ્યાનમાં બિરાજતા મુનિવરને રાણીએ વિધિપૂર્વક પોતાના પરિવાર સહિત વંદના કરી અને મુનિએ ધર્મલાભરૂપ આશીર્વાદ સૌને આપ્યા ? સૌએ ત્યાં વૃક્ષ નીચે મુનિભગવંતની સમક્ષ વિનયપૂર્વક બેસીને દેશના સાંભળી. દેશના સમાપ્ત થયા બાદ મુનિએ પ્રશ્ન કર્યો કે નદીમાં પાણી બે કાંઠે આવેલું છે. તમે બધાએ કઈ રીતે નદી પાર કરી ? રાણીએ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો અને ત્યાર બાદ મહારાણીએ મુનિને પ્રશ્ન કર્યો કે મારા ભર્તારને અસંભવિત એવું બ્રહ્મચર્ય વ્રત કઈ રીતે ઘટે ? મુનિ પ્રત્યુત્તરમાં ફરમાવે છે કે હે ભદ્રે ! તું સાંભળ. જે દિવસથી મેં પ્રવજ્યા અંગીકાર કરી છે તે દિવસથી મહારાજાનું મન સંસારપર અત્યંત વિરકત થઈ ગયેલું છે અને વિષયો પ્રતિ અત્યંત વૈરાગ્યભાવને લીધે ફકત તનથી જ સંસારમાં રહ્યા છે. બાકી મનમાં તો અહર્નિશ વ્રત અંગીકાર કરવા માટેની આકાંક્ષા સેવી રહ્યા છે. પણ રાજ્યની ધૂરાને વહન કરનારો તેવો કોઈ નહીં હોવાથી સિફે વ્યવહારથી રાજ્ય ચલાવી રહ્યા છે. અંતઃકરણમાં રાજ્ય પ્રતિ કે વિષયો પ્રતિ લેશ પણ સ્પૃહા નથી. હું જે દિવસથી દ્રવ્યથી અને ભાવથી નિગ્રંથ બન્યો છું તે દિવસથી આ મારા મોટાભાઈ ભાવથી નિગ્રંથ બની ચૂક્યા છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૭:
મગલાચરણું
परपुंसिरतानारी, भर्तारमनुवर्तते 1 तथातत्त्वरतो योगी, संसारमनुगच्छति ॥
મુનિ મહારાણીને દૃષ્ટાંત આપીને સમજાવી રહ્યા છે કે પરપુરુષમાં રક્ત બનેલી નારી જે રીતે તેના ભર્તારને અનુસરે છે તે જ રીતે તત્ત્વમાં રક્ત અનેલો યોગી સંસારને અનુસરે છે. પરપુરુષમાં આસક્ત નારી પોતાના પતિની ઉપર ઉપરથી બધી સેવા કરે પણ અંતરથી તે પરપુરુષને જ ચાહતી હોય છે. તેમ આ રાજા ઉપરઉપરથી રાજ્યનો બધો વહીવટ સંભાળે છે, તારી સાથે ભોગ પણ ભોગવે છે પણ અંતરથી તે વિષયભોગ અને રાજ્યને લેશ પણ ચાહતો નથી.
तदेवं गृहवासेऽपि पङ्केऽब्जस्येव तस्थुषः । निर्लेप मनसो राज्ञो घटते ब्रह्मचारिता ॥
રાજાનું મન ગૃહવાસમાં જળમાં કમલની જેમ તદ્દન નિલે પ હોવાથી દ્રવ્યથી નહીં પણ ભાવથી બ્રહ્મચારીપણું તેમને ખરાખર ઘટે છે. ભોગને રોગ સમાન સમજીને જેઓ ભોગવતા હોય તેઓ બાહ્ય દૃષ્ટિએ ભોગી હોવા છતાં અંતર દૃષ્ટિએ યોગી જેવા છે. અને કેટલાકો ખાદ્ય દૃષ્ટિએ તથા પ્રકારની વિષયભોગાદિની સામગ્રીના અભાવે વિષયભોગનું સેવન ન પણ કરતા હોય છતાં અંતરમાં ભોગસુખની તીવ્ર ઝંખના રાખતા હોવાથી તેવાને બાહ્ય દૃષ્ટિએ યોગી હોવા છતાં ભોગી કહ્યા છે. આવી અંતરદૃષ્ટિની વાતને સમજનારા વિરલા હોય છે. આટલી વાત સમજાય તો રાજા ભાવથી કઈ રીતે બ્રહ્મચારી હતા તે પણ સમજાઈ જાય.
Page #316
--------------------------------------------------------------------------
________________
મિગલાચરણ
નિત્યભોઇ એવા મુનિને નિત્ય ઉપવાસી
કઈ અપેક્ષાએ કહ્યા ? મુનિ ભગવંતના મુખેથી આવું સ્પષ્ટિકરણ થઈ જતાં રાણને ઘણી પ્રસન્નતા થઈ અને મુનિને નમીને ઉદ્યાનમાં એક ભાગમાં દૂર જઈને પોતાના માટે તેમ જ પોતાના પરિવાર માટે અશનાદિ તૈયાર કરાવ્યા. અને મુનિ ભિક્ષા નિમિત્તે પધારતાં તેમને અનેરા ઉલ્લાસથી અને ચઢતા પરિણામે સુપાત્રમાં દાન કર્યા બાદ પોતાનો અભિગ્રહ પૂરો થતાં રાણીએ સહપરિવાર ભોજન કર્યું. ત્યાર બાદ રાણીએ મુનિ ભગવંતને પુનઃ પ્રશ્ન કર્યો કે નદીમાં હજુ પૂર એવું ને એવું છે તો હવે અમારે નદી શી રીતે પાર કરવી ? અમારે બધાને હવે ઘરે પહોંચવું છે તો નદી પાર કરવાનો આપ રસ્તો બતાવો. મુનિ ભગવંતે રાણીને કહ્યું તમારો ધર્મ પ્રતિ ભાવ એટલો બધો ઊંચો છે કે તમે ભવસમુદ્ર પાર કરી જવાના. તો પછી નદી પાર કરવી એ કોઈ મોટી વાત નથી. તમે નદી કિનારે જઈને પ્રાર્થના કરજો કે જે મુનિનાં અમે દર્શન વંદન કરી આવ્યા તે મુનિએ વ્રત અંગીકાર કર્યું ત્યારથી નિત્ય ઉપવાસી હોય તો હે દેવી ! અમને તું પાર જવાનો રસ્તો કરી આપ ! ફરી મનમાં વિસ્મયને પામેલી રાણી નદી કિનારે આવીને વિનંતી કરી કે તરત જ નદીએ માગ કરી આપ્યો અને સૌ પોતાને સ્થાને પહોંચી ગયા ! - રાજાની આગળ રાણીએ સમગ્ર વૃત્તાંતનું નિવેદન કર્યું અને કહ્યું કે મેં જાતે પારણું કરાવ્યું છતાં આ મુનિ
Page #317
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૭૮
ઉપવાસી શી રીતે ? રાજાએ કહ્યું દેવી તુ તદ્ન મુગ્ધા છો ? ધર્મ તત્ત્વ પ્રતિ તારી શ્રદ્ધા અતૂટ છે પણ તું ધર્મતત્ત્વના રહસ્યને જાણતી નથી. મહાત્મા પુરૂષો અશન કે અનશન બન્ને પ્રતિ સમચિત હોય છે.
अकृताऽकारितं शुद्धमाहारं धर्म हेतवे । अश्नतोपि मुनिनित्योपवास फल मुच्यते ||
શરીરથી યોગસાધના કરવાના ધ્યેયથી ખેતાલીસ દોષથી રહીત પોતાને માટે નહીં કરેલા, નહીં કરાવેલા કે નહીં અનુમોદેલા નિર્દોષ આહારનું સેવન કરવા છતાં મુનિ ભગવંતોને નિત્ય ઉપવાસી કહ્યા છે. કારણ કે ગમે તેવા સ્વાદિષ્ટ આહારમાં પણ તેઓ આસક્તિને પોષનારા હોતા નથી. અને તેઓ ભગવાન ઉમાસ્વાતિજીએ પ્રશમરતિમાં ફરમાવ્યું છે તેમ–
पन्नगइवाभ्यवहरेदाहारं पुत्रपलवच्च ।
સર્પ બહાર ભલે વાંકો ચૂકો ચાલે પણ દરમાં જેમ સીધો પેસી જાય તેમ મુનિ ભગવંતો પણુ કોળીયો મોં માં નાખે કે સીધો અંદર ઉતરી જાય. આરોગ્યની દૃષ્ટિએ ચાવે એ અલગ વાત છે પણ તેમાં સ્વાદ વૃત્તિને ન પોષે ખારવી દુઃકાળ પડ્યો હોય, પેટને પોષણ આપવાનું બીજું કાંઈ પણ સાધન ન હોય, ઝાડનાં પાન પણ તદ્દન સૂકાઈ ગયા હોય આવા સમયે કોઈનો પુત્ર મૃત્યુને પામ્યો હોય અને તેના માતાપિતા તેના પિંડને અગ્નિમાં શેકીને તેનું ભક્ષણ કરે તો તે કેવા મને કરે ? જો કે આવું અપવાદમાં મને, બાકી
Page #318
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
ખનવા યોગ્ય નથી છતાં દૃષ્ટાંત ખાતર સમજવાનું કે માતાપિતા પુત્રમાંસનું ભક્ષણ કેવા મને કરે ? તદ્ન ખળતે હૈચે અને ઉદાસીન મને ભક્ષણ કરે. મુનિ પણ તેવા જ મને નિર્દોષ આહાર કરે. તેમાં લેશ પણ સ્વાદને પોષે નહીં. તેવા મુનિને નિત્યભોજી હોવા છતાં ઉપવાસી કહ્યા છે.
૯
સદ્દવ્યવહાર અને અંતરદૃષ્ટિ બન્નેની અત્યંત જરૂર
ધરૂપી કલ્પવૃક્ષનું મૂળ મનશુદ્ધિ છે, તેનું સ્ક ંધ નિરવધુ વચન છે અને ક્રિયા એ શાખા વિસ્તાર છે. વૃક્ષનુ મૂળ દૃઢ હોય તો શાખાદિ વિસ્તાર એની મેળે પાંગરે છે. પોતાના ભર્તાર અને દેવરનું આવુ' મહાત્મ્ય સાંભળીને તેની અનુમોદના કરવા વડે રાણીએ પોતાના આત્માને પવિત્ર કર્યો તેમ જ બીજા ઘણા નર નારીઓએ અનુમોદના કરવા વડે પોતાનો આત્મા પવિત્રિત કર્યાં ! આવા દૃષ્ટાંતો દુનિયામાં કવચિત જ બને. રાજાનો જે અનાસક્ત યોગ અને મુનિનો જે સ્વાદવૃત્તિપરનો વિજય તેમાંથી આપણે ઘણું શીખવાનુ છે છતાં રાજાના દૃષ્ટાંતે ભોગ ભોગવતા હોય ને કહે અમે તો બ્રહ્મચારી છીએ તો તે સ્થિતિએ પહોંચવા આપણે ઘણી વાર છે. તેવો અનાસક્ત ભાવ આવે પછી તો વીતરાગ બનતાં કેટલીકવાર લાગે ? પણ તેવો અનાસક્ત ભાવ આવવો દુર્લભ છે. માટે આપણા માટે તો વ્રતોના ઉચ્ચારણપૂવ ક બ્રહ્મચર્યાદિનું પાલન કરવું એ જ અત્યંત હિતાવહ છે. તત્ત્વદૃષ્ટિ લક્ષમાં જરૂર લેવાની છે, પણ એટલાથી સવહાર છોડી દેવાનો નથી. શક્તિ અનુસાર અથવા શક્તિ ફોરવીને પણ માાતપ
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૮૦
મંગલાચરણ
કરતા જ રહેવાનું છે. છતાં આ મુનિના દૃષ્ટાંતે રસાસ્વાદપર વિજય મેળવવાનો ધ્યેય સતત રાખવાનો છે. કોઈ પણ જીવ બાહ્ય વ્યવહારની સાથે અંતરદૃષ્ટિને પામી શકે તે માટે આ દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. ઈન્દ્રિયોને વશ રાખનારો પરંપરાએ
મુક્તિપદનો અધિકારી બને ઈન્દ્રિયોમાં રસનેન્દ્રિય વ્રતોમાં બ્રહ્મચર્યવ્રત, આઠે કર્મમાં મોહનીય કર્મ અને ગુપ્તિમાં મનોગુપ્તિ આ ચાર પર કાબુ આવી જાય પછી બાકીની ઇન્દ્રિયો અને બાકીના તાદિપરનો કાબુ ઘણો સહેલો થઈ જાય છે. ઇન્દ્રિયોને વશ રાખનારને કોઈને વશ થવું પડતું નથી કોઈને પણ વશ નહીં થનારા જીવો સ્વવશ કહેવાય. આ દુનિયામાં જેટલું સ્વવશ તેટલું જ સુખ છે અને જેટલું પરવશ તેટલું દુઃખ છે. સુખ અને દુઃખ અંગેનું આ સંક્ષેપે લક્ષણ છે. સર્વથા ઈન્દ્રિયોનો નિરોધ સાધુઓ કરી શકે છતાં આ અધિકાર ગૃહસ્થોનો હોવાથી ગૃહસ્થોએ પણ ઈન્દ્રિયોને વશ રાખવા જરૂર સંયમી બનવું. આ રીતે અંતરંગ ષડરિપુપર આંશિક પણ વિજય મેળવનારો અને ઇન્દ્રિયોને વશ રાખનારો એટલું જ નહીં માર્ગાનુસારીના પાંત્રીસે ગુણથી ઉપેત બનેલો ઈન્સાન ગૃહસ્થ ધર્મ માટે યોગ્ય અધિકારી બને છે. અને તે જ ગૃહસ્થ પરંપરાએ સમ્યગ્રષ્ટિ બનવાપૂર્વક બારવ્રતધારી અને મહાવ્રતધારી બની પ્રાંતે પરિતા સંસારી અથવા એકાવતારી બની મુક્તિ પદનો અધિકારી બને છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૮૧
દ માં ત
કોઈ એક નગરમાં અનાજ અને કરીયાણાનો મોટો વ્યાપારી એક મોદી રહેતો હતો. ગોળ ખાંડ ઘી વગેરેનો પણ તેનો મોટા પાયાપર વ્યાપાર હતો. તેની દુકાનેથી દરેક પ્રકારનું મોદીખાનું મળતું હોવાથી તેની પ્રખ્યાતિ મોટ્ટી તરીકેની થઈ ગઈ. નગરના રાજાને ત્યાં પણ તેને ત્યાંથી જ મોટા પાયાપર માલ જાય. રાજાની પ્રસન્નતા હોવાથી મોદીને વ્યાપારમા નો સારો રહેતો અને રાજાની તેને ત્યાં ખરીદી થતી હોવાથી ગામના બીજા ગ્રાહકોની પણ તેની દુકાને ભીડ ઘણી સારી રહેતી. ગામના બીજા વ્યાપારીઓથી મોદીની ચડતી કળા સહન ન થઈ અને અમુક વ્યાપારીઓએ ભેગા મળીને નિય કર્યો કે રાજાને મળીને મોદી પ્રતિનું રાજાનું વલણ પહેલા તોડી નાખવુ. એટલે એની મેળે એના વ્યાપારમાં પડતી આવી જશે. અને રાજાની પાસે આપણી પ્રતિષ્ઠા વધી જશે. પણ તેમને એ ખખર ન હતી કે અંતે ખાડો ખોદે તે જ તેમાં પડે છે. મોદી ઘણો જ પ્રામાણિક હતો. વ્યાપારમાં તે અનીતિ કરતો નહીં એટલે ખીન્નુ કોઈ છિદ્ર તેમના હાથમાં આવ્યું નહીં. મોદીના ઘરમાં મોદીની પત્ની અત્યંત રૂપવાન હતી. તે સામાન્ય કક્ષાની સ્ત્રી ન હતી પણ ગજમાં જેમ ગજરત્ન હોય અશ્વમાં અશ્વરત્ન હોય તેમ સ્ત્રીઓમાં તે સ્ત્રીરત્ન સમાન હતી. રાજાના અંતેરની મહારાણીઓનુ સૌંદય પણ તેના સૌંદયની આગળ પાણી ભરે તેવુ તેનુ સોળસોળ કળાએ ખીલી ઊઠેલુ રૂપ હતું.
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૮૨
મંગલાચરણ
ઈર્ષ્યાળુ વ્યાપારીઓ પહેલાંથી સમય લઈને રાજાની પાસે પહોંચી ગયા. પહેલા તો બધી આડી અવળી વાતો કરી, ત્યાર પછી ધીમે રહીને મોદીની વાત પર આવ્યા. શરૂઆતમાં રાજાના પેટમાંથી ઝેર ઓકાવવા મોદીનાં વખાણું કર્યા. રાજાએ પણ મોદીની પ્રામાણિતા અને નીતિમત્તાનાં વખાણ કર્યા. વ્યાપારીઓને થઈ ગયું કે રાજાનું વલણ મોદી તરફનું જબરદસ્ત છે એટલે આપણે ગમે તેટલી દલીલો કરીશું તોએ રાજા નવો વળાંક લેશે નહીં અને વખતે આપણા પ્રતિ રાજાને અપ્રીતિ થઈ જશે કે આ બધા મોદી તરફની ઈષ્યને કારણે મારા કાનમાં ઝેર રેડવા આવ્યા છે. એટલે વ્યાપારીઓએ રાજાને સીધો પશ્ન કર્યો કે પ્રભુ ! રત્ન ઉપર અધિકાર કોનો હોય ? વ્યાપારીઓ રાજાની થોડી નબળી કડી જાણતા હતા. એટલે સીધો આવો પ્રશ્ન કર્યો. રાજાએ તરત કહ્યું કે રત્ન તો રાજદરબારે હોય. પછી તે ગજરત્ન હોય કે અશ્વરત્ન હોય. ત્યાં એક વ્યાપારીએ વચમાં ક્રોસ કર્યો કે પ્રભો ! સ્ત્રીરત્ન ક્યાં હોય ? બસ રાજાની નબળી કડી એ જ હતી કે તે પરસ્ત્રી લંપટ હતો. એટલે રાજાએ તરત કહ્યું કે સ્ત્રીરત્ન પણ રાજદરબારે હોય. રાજાનો આ પ્રત્યુત્તર સાંભળતાં વ્યાપારી આનંદમાં આવી ગયા કે આપણે દાવ સીધો પડી ગયો. હવે આપણે ફીકર કરવાની જરૂર નથી. જે કાર્ય માટે આવ્યા છીએ તે કાર્ય આપણું સિદ્ધ થઈ જવાનું. એમનું કાર્ય છે મોદીને પછાડવાનું અને તેને સ્ત્રીરત્નને રાજાને હવાલે કરાવવાનું. પણ મોદીના તેવા પુણ્ય પરવારી બેઠેલાં નહોતાં કે આ બધા ફાવી જાય. સામાન્ય મુસીબતમાં મુકાવવું પડે એ જુદી વાત પણ અંતે સત્યનો જય થાય છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૮૭
વ્યાપારીઓએ વાત આગળ લંબાવી અને રાજાના. કાનમાં ઝેર રેડવા માંડયું. પ્રભો ! મોદીને ત્યાં સ્ત્રીરત્ન છે તેની આપને જાણ છે ? રાજાએ કહ્યું તે હું જાણતો નથી. વ્યાપારીઓએ કહ્યું ત્યારે તો મોદી પર આપે ગમે તેટલો વિશ્વાસ રાખ્યો હોય પણ મોદીએ તો આપને તદ્દન અંધારમાં રાખ્યા છે. રાજાએ પુછયું શું મોદીને ત્યાં સ્ત્રીરત્ન છે ?
વ્યાપારીઓએ કહ્યું અમે એ જ વસ્તુ આપની સમક્ષ જાહેર કરવા આવ્યા છીએ. મોદી પ્રતિ—અમારા મનમાં ઈષ્યને ભાવ છે નહીં. મોદીના ઘરમાં તેની જે પત્ની છે તે સ્ત્રીરત્ન છે અને સાક્ષાત્ અપ્સરા જેવું તેનું અદૂભૂત સૌંદર્ય છે. આ વાત સાંભળતાં જ રાજાનું મન લલચાઈ ગયું અને વ્યાપારીઓ મનમાં એવા તો હરખાઈ ગયા કે આપણું કામ પાર પડી ગયું અને આપણે નિશાન તાકીને બાણ એવું છોડયું કે તીર રાજાને સીધું લાગી ગયું. વ્યાપારીઓ પોતાને સ્થાને ચાલ્યા ગયા.
આ બાજુ રાજાનું મન એકદમ વિહલ બની ગયું અને મનમાં એક જ ધૂન લાગી ગઈ કે મોદીની સ્ત્રીનું સૌંદર્ય હું કયારે નિહાળું અને કયારે હું મારી મનોકામના પૂર્ણ કરૂં ? રાજકારભારમાં ખાવામાં પીવામાં કશામાં રાજાનું મન લાગતું નથી. મોદીના ઘરમાં સ્ત્રીરત્ન ! મોદી તો મારો. પ્રજાજન ! રત્ન ગમે ત્યાં હોય તેની પર અધિકાર રાજાનો હોય. પેલા વ્યાપારીઓ કહી ગયા તે તદ્દન સાચી વાત છે કે મોદીએ મને અત્યારલગી અંધારામાં રાખ્યો. પોતાના ત્યાં સ્ત્રીરત્ન છે તે અંગેની વાત સરખી ન કરી.
Page #323
--------------------------------------------------------------------------
________________
મ ગલાચરણ
છતાં કોઈની ચીજ ઝૂંટવી ન લેવાય. તેવો ઘોર અન્યાય મારાથી કેમ થાય ? પહેલાં તે સ્ત્રીરત્ન છે કે નહીં એ હું સાક્ષાત્ નિહાળી લઉં. પછી જે પગલાં લેવાં હશે તે લઈશ. મોદીને બોલાવીને રાજાએ કહ્યું “તારી સાથે અમારે ઘણા વર્ષોનો જુનો સંબંધ છે. રાજ્ય તરફથી તને લાભ પણ ઘણું મળે છે છતાં કોઈ દિ તે તારા ઘરે મને જમવાનું પણ આમંત્રણ ન આપ્યું. આવતી કાલે તારા ઘરે મારે જમવા આવવાનું છે. બિચારો મોદી તો સામેથી પોતાને ઘરે જમવા આવવાની રાજાની વાત સાંભળી ને હેરત પામી ગયો. પ્રભો ! આપ તે મારા સ્વામી છો, હું તો આપનો સેવક છું. આપ મારા આંગણે પધારો એ તો મારા અહોભાગ્ય ! મોદીએ રાજાને ઘરે પધારવાનું આમંત્રણ આપ્યું રાજા બીજે દિવસે બાર વાગે મોદીને ઘરે પહોંચી ગયો. કામાંધ એવો કોઈ અપૂર્વ કોટીનો અંધ હોય છે કે તેને આગળ પાછળનો વિચાર કરવાનો હોતો નથી.
મોદીની પત્નીને આભાસ થઈ ગયેલો છતાં તેણે તૈયારી ખૂબ સારી કરી રાખેલી. રાજાએ પણ મોદીને પોતાની બગલમાં જ જમવા બેસાડ્યો. મોદીની પત્ની બનેને પીરસે જાય છે. પીરસતાં પીરસતાં જરાક મોઢાપરથી વસ્ત્રનો છેડો ખસી ગયો અને રાજાએ તેનું અદ્દભૂત સૌંદર્ય નિહાળી લીધું. રાજા તો તેનું રૂપ જોઈને આશ્ચર્યમાં ગરકાવ બની ગયો ! ખરેખર આ સ્ત્રીરત્ન જ છે. તેને ખાત્રી થઈ ગઈ જમીને રાજા રાજદરબારે આવ્યો અને મોદીને કોઈ કામ પ્રસંગે બહારગામ જવાનો હુકમ કર્યો. મોદીએ પોતાની પત્નીને સજાગ
Page #324
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૮૫
રહેવા કહ્યુ. પત્નીએ કહ્યુ નાથ ! આપ મારાથી એક્કિર રહેજો. હું મારા શીલને ચિંતામણી રત્નથી અધિક લેખું છું. પ્રાણ જતા કરીશ પણ શીલ નહીં જવા દઉં. આપ ખુશીથી અહારગામ જઈ આવો. મોદી જેવો બહારગામ ગયો કે રાજાએ ખાઈપર કહેણ મોકલાબ્યું કે હું રાતના ખાર વાગે તારે ઘેર આવીશ. ખાઈએ કહેવડાવ્યુ. આપ ખુશીથી પધારો. આપનું યોગ્ય સ્વાગત થશે. રાજાના મનમાં મલીનતા છે. અને માઈના મનમાં નિર્મળતા છે.
ખાઇએ રાજાના સ્વાગત મટે પાંચ જુદા જુદા કલરના ગ્લાસ મગાવ્યા અને તે દરેક ગ્લાસમાં કેશરી દૂધ અગાઉથી ભરી રાખ્યું. પાંચ ગ્લાસ તૈયાર રાખેલા. ગ્લાસના ઉપરના કલર એટલા બધા અદ્ભૂત હતા કે જોનારને એમ જ લાગે કે દરેક ગ્લાસમાં શું શું ચીજ ભરવામાં આવી હશે ? દરેક ગ્લાસમાં પીવાની અલગ અલગ ચીજો ભરી રાખી હશે એમ લાગ્યા વિના રહે નહીં છતાં કલર અલગ હતા પણ અ ંદર વસ્તુ એકની એક હતી. રાજા રાતના ખાર વાગે આવી પહોંચ્યો. રાજા દૃષ્ટિમાં વિકારનું વિષ ભરીને આવેલો છે. ખાઈની દૃષ્ટિમાં અમૃત ભર્યું છે. રાજાએ જેવો ઘરમાં પ્રવેશ કર્યો કે ખાઇએ. હાર પહેરાવીને સ્વાગત કર્યું. રાજાની સાથે કોઈ એકાદ અંગ રક્ષક હતો તેને મહાર જ ઊભો રાખ્યો. ખાઇએ રાજાને યોગ્ય આસનપર બેસાડીને કેશરી દૂધના પાંચે ગ્લાસ રાજાની આગળ ધરી દીધા.
રાજા ગ્લાસના કલર જોઈને ચકિત બની ગયો. અને
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૮૬
મંગલાચરણ
મનમાં વિચારવા લાગ્યો કોણ જાણે આમાં શું શું ભર્યું હશે અને જોયું તો પાંચે ગ્લાસમાં એક સરખું કેશરી દૂધ ભર્યું હતું. રાજાએ કહ્યું આ કલર અલગ અલગ ને અંદર એકનું એક ? ત્યાં બાઈએ કહ્યું મારા માલિકને અંધાપો આવી ગયો છે તેનો અંધાપો દૂર કરવા ગ્લાસના કલર અલગ અલગ રાખ્યા છે. અને ચીજ તેમાં એકની એક રાખી છે. રાજન આપની મહારાણું હોય, હું હોઉં કે કોઈ એક મેતરાણ હોય, દરેકના શરીરની ચામડીના કલર જુદા જુદા છે. પણ રાજન ! દરેકના શરીરની અંદર એકનું એક ભર્યું છે. છતાં માનવી ઉપરઉપરના રૂપ સૌંદર્યમાં લોભાઈ જાય છે. આપ પ્રજાના પાલક થઈને પણ મારામાં લોભાઈ ગયા. હું તો પ્રજાજન હોવાથી આપના માટે પુત્રી સ્વરૂપ છું, છતાં આપ મોહાંધ બની ગયા. રાજન ઉપરઉપરની સફેદ ચામડીમાં જરાએ લોભાવવા જેવું નથી. શરીરની અંદર ગટરખાના શિવાય બીજું કશું નથી. રાજન ! શરીરના અત્યંતર સ્વરૂપનો વિચાર ન કરવો અને ઉપરના રૂ૫ સૌંદર્યમાં મોહ પામવું તે સમજુને ન છાજે. રાજન આપના અંતેઉરમાં તો અપ્સરા જેવી મહારાણીઓ છે છતાં આપ પરસ્ત્રીમાં મોટું નાખવા આવ્યા એ તો ઘરના શુદ્ધ ભોજનને મૂકીને એંઠવાડમાં મોટું નાખવા બરાબર છે. એંઠવાડમાં માણસ મોટું ન નાખે, જાનવર એંઠવાડમાં મોટું નાખે. આવા આવા શબ્દો કાને પડવાથી રાજાની દૃષ્ટિમાંનું ઝેર નીતરી ગયું. ગ્લાસના દાંતે જ રાજાને બોધ થઈ ગયેલો. પણ આવા શબ્દો કાને પડવાથી તો રાજાની બન્ને આંખોમાંથી નીર નીતરવા લાગ્યું. અને
Page #326
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૮૭
તેની સાથે વાસનાનું ઝેર પણ નીતરી ગયુ. રાજાની દૃષ્ટિમાં નિર્મળતા આવી. ખાઈની આગળ પાણી મૂકયુંકે, આજથી પરસ્ત્રી માત્ર મારા માટે માતા સમાન છે. તું પણ મારા માટે માતા સમાન છો. એમ કહીને રાજાએ અખંડ શીલવ્રત જોઈને ખાઈને પ્રણામ કર્યાં અને ખાઇને એટલું જરૂર કહ્યુ કે તું મારું આ નબળી વાત કયાંય કોઈને મોઢે કરીશ નહીં.
ખાઈએ પણ કહ્યું કે આપ તો અમારા સ્વામી છો. સ્વામીની આબરૂ એ મારી આબરૂ છે. આપ નિશ્ચિંત રહેજો, પણ હવે ફરી જીવનમાં રાત ન પડે અને સદા આપના અંતરમાં મંગલ પ્રભાત રહે તેવું કરજો. રાજાએ ત્યાંથી વિદાય લીધી. તે પછી રાજાના જીવનમાં અજખ પરિવતન આવી ગયું. શીલવ્રતનો કેવો અજબ પ્રભાવ છે! આ ખાઈનો પોતાની ઇન્દ્રિયો પરનો કાબુ કેટલો ? એક માઈ માણુસ ઇન્દ્રિયોને વશમાં રાખીને પોતાના જીવનને ઉજ્જવલ મનાવી શકે, તો શુ' મ કહેવાતા મનુષ્યો પોતાના ચારિત્રનું નિર્માણ કરીને પોતાના જીવનમાં પુર બહાર ન લાવી શકે ? અર્થાત પોતાના જીવનને શુ સફળ ન બનાવી શકે ?
પછી તો મોદી પણ બહારગામથી આવી ગયો અને પોતાની પત્નીના મુખેથી આખીએ ઘટના સાંભળીને હૃદયમાં અનુપમ પ્રસન્નતાને પામ્યો. મોદીના વિરોધી હતા તેમનાએ હાથ અંતે હેઠા પડી ગયા. એક સ્ત્રી જાતમાં પણ કેટલું મનોબળ કે રાજા જેવા રાજાની આંખ ખોલી નાખી. તેના જ મનોબળની અનુમોદના કરતાં દૃષ્ટાંત પૂરું કરવાની સાથે પાંત્રીસે ખોલ પર વિવેચન પણ પૂરું થાય છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
WOL OG
Page #328
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
-
'
યા ન યો ને ?
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૯૦
મંગલાચરણ
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન
મનની એકાગ્રતા માટે ધ્યાન એ અત્યંત ઉપયોગી વસ્તુ છે. ધ્યાનને શાસ્ત્રોમાં ધ્યાનયોગ કહેવામાં આવે છે. અધ્યાત્મયોગ, ભાવનાયોગ, ધ્યાનયોગ, સમતાયોગ અને વૃત્તિ સંક્ષયયોગ વગેરે યોગના પાંચ પ્રકારોમાં ધ્યાનયોગ ત્રીજા પ્રકારમાં છે. શુભ ધ્યાનને જ ધ્યાનયોગ કહી શકાય. ધર્મધ્યાન અને શુકલધ્યાન એ બન્ને શુભધ્યાન છે જ્યારે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બને અશુભ હોવાથી તે બનેની ગણના દુર્ગાનમાં થાય છે. તેને ધ્યાનયોગ કહી ન શકાય. આત્માને મોક્ષની સાથે જોડી આપે તે જ યોગ કહી શકાય. ધર્મધ્યાન અને શુકલધ્યાન બને મોક્ષના હેતુ હોવાથી તે બન્નેને ધ્યાનયોગ એ સંજ્ઞા બરાબર લાગુ પડે છે જ્યારે આર્ત અને રૌદ્ર બન્ને સંસારના હેતુ હોવાથી તેને દુર્બાન એ સંજ્ઞા લાગુ પડે છે.
સ્વમાં જે અત્યંત જાગૃત હોય તે જ
આર્તધ્યાનથી બચી શકે
આત અને રૌદ્રને લીધે વિના કારણે જીવને કર્મબંધ થયા કરતો હોય છે જેને અનર્થદંડ પણ કહી શકાય. વીણ ખાધે ને વિણ ભોગવે નાહક કર્મનો બંધ પડ્યા કરે અને આર્તધ્યાન કેમે ટળે નહીં તેને જ તો અનર્થદંડ કહેવામાં આવે છે. અનર્થદંડના પાપોપદેશ હિંસ પ્રદાન અને પ્રમાદાચરણ
Page #330
--------------------------------------------------------------------------
________________
બેંગલાચરણ
વગેરે જે પ્રકારો છે તેમાં અપધ્યાન એ પણ એક પ્રકાર છે. કારણવશાત દોષો સેવવાવડે આત્માને ઈંડાવવું પડે તે અંડ કહેવાય અને વિના કારણ દોષોના સેવનવડે આત્માને દંડાવવું પડે તે અનડ કહેવાય. દુર્ધ્યાનથી પણ આત્માને વિના કારણુ દંડાવવું પડે છે માટે તેની ગણના પણુ અનăડમાં થાય છે. દુર્ધ્યાનથી ખચવા અને ધર્મધ્યાનમાં મનને જોડવા સતત જાગૃતિ રાખવી જોઇએ. દુનિયાનું વાતાવરણ એટલુ અધુ વિષમ ખનતું જાય છે કે આજના યુગમાં માનવીને હાલતા આ ધ્યાન થઈ જાય. કાયદા કાનૂન પણ એટલા બધા વધી પડ્યા છે કે સ્વમાં જે અત્યંત જાગૃત હોય તે જ મન અને મગજની સમતુલા જાળવી શકે અથવા વ્યાપાર વાણિજ્યના ક્ષેત્રમાં પણ જે અત્યંત જાગૃત રહેતો હોય અને ઈમાનદારીથી જ વાણિજ્ય કરતો હોય, ધનની તૃષ્ણાપર જેણે વિજય મેળવેલો હોય તે જ આ ધ્યાનના પાપથી બચી શકે. મનમાં આત ધ્યાન કરે કાંઈ કર્યો ટળી જતા નથી. હા! નવા કનો અધ જરૂર પડે છે.
તન અટકયા પછી મનથી પણ ધર્મ ધ્યાન થઈ શકે
૨૯૧
જ્યારે મનને ધર્મધ્યાનમાં રાખવાથી ઘણા કર્મીની નિર્જરા થાય છે ઘણાને ખોલતા સાંભળ્યા છે કે શું કરીએ ધર્મ કરવાની ઘણી ઈચ્છા થાય પણ તનથી અટકી ગયા છીએ. તનથી હવે કાંઈ બનતુ નથી. અવસ્થા થયે તન તો અટકવાનું જ છે. છતાં તેવા મનુષ્યોએ પણ મનમાં નિરાશા લાવવાની
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૨
મંગલાચરણ
કોઈ જરૂર નથી.
તન અટકયા પછી પણ મનથી ધર્મધ્યાન થઈ શકે છે. મનને શુભ ભાવોમાં રાખવું અને નવકાર મહામંત્રનું નિરંતર મનમાં ધ્યાન કર્યા કરવું એ પણ ધર્મની અપૂર્વ આરાધના છે. શરીરથી ભિન્ન આત્માનું જે ભેદજ્ઞાન હોય તો ગમે તેવી શરીરની નબળી સ્થિતિમાં પણ મનને શુભ ભાવોમાં સ્થિત કરી શકાય છે, અનિત્યાદિ બાર ભાવનાઓના ચિંતનમાં અથવા મૈથ્યાદિ ચાર ભાવનાઓના ચિંતનમાં અને ધર્મધ્યાનના ચાર પ્રકારોના ચિંતનમાં મન પરોવાઈ જાય તો શારીરિક દૃષ્ટિએ અશક્ત બનેલા પણ ઘણું નિર્જરા સાધી શકે. છેવટે નવા કર્મોના બંધથી તો જરૂર બચી જાય. માનવી તનથી પણ અટકે અને મન પણ ચારેબાજુ ભટકે પછી તો તે કર્મોના ફાંસલામાં અધર જ લટકે અને અંતે કર્મો તેને દુર્ગતિમાં જ પટકે માટે ગમે તેવા અશુભના ઉદય કાળમાં પણ મનને સમાધિ ભાવમાં રાખવાની કળા હસ્તગત કરી લેવી જેથી ઘણા મોટા લાભનું કારણ બની જાય,
પ્રતિષ્ઠા મહોત્સવ, ઉઘાપન, ઉપધાન, સંઘયાત્રાદિ ધર્મના અનુષ્ઠાનોમાં તો પૈસાનો પણ વ્યય કરવો પડે છે,
જ્યારે મનને ધર્મધ્યાનમાં રાખવું તેમાં એક પણ પૈસાનો વ્યય કરવો પડતો નથી અને લાભ અપૂર્વ મળે છે. અનિત્યાદિ ભાવનાઓને ચિંતનમાં મન લાગેલું રહે તેના ફળ સ્વરૂપે પરંપરાએ રાગાદિ દોષોનો ક્ષય થાય છે અને શુભ ચિંતનના
Page #332
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
રહે
પ્રભાવે અંદરના વૈરાગ્ય ભાવમાં એટલી બધી ઉત્કટતા આવતી જાય છે કે પરંપરાએ આત્મા વીતરાગ બને છે. શક્તિ સંપન્ન મનુષ્યો પોતાના દ્રવ્યનો સન્માગે વ્યય કરીને ભલે મહાન પુણ્યના ભાગી બને અને શક્તિહીન અલ્પદાન કરે તો પણુ મહા લાભનું કારણ થાય છે. દાનધર્મનો કયાંય નિષેધ છે નહીં, આ તો એક અપેક્ષાએ વાત છે કે મનને ધર્મધ્યાનમાં રાખવાથી કર્મ નિર્જરાનો અપૂર્વ લાભ મળતો હોય તો તેવો લાભ શા માટે ન મેળવવો ? જેમાં એક પણ પૈસાનો વ્યય નહીં અને લાભ અપૂર્વ મળે તેવા નગદ ધર્મના લાભથી શા માટે વંચિત રહેવું પડે અને મનને દુર્યાનમાં જોડીને શા માટે કર્મનો ભાર આત્માપર ચડાવવો પડે ? માટે અનુકુળ કે પ્રતિકુળ ગમે તેવા સંજોગોમાં સુખદુઃખાદિના ગમે તેવા પ્રસંગોમાં માન અપમાનાદિના સમયે પણ પરિણામમાં વિક્ષોભ આવવા ન દેવો અને આર્તધ્યાનમાં ન પડી જવું એ જ ખરો મનોનિગ્રહ છે. અનિષ્ટનો સંયોગ થતાં તેના વિયોગની ચિંતામાં
મન પડે તે આર્તધ્યાનનો પહેલો પ્રકાર
મનને આર્ત અને રૌદ્રથી બચાવીને ધર્મધ્યાનમાં રાખવા માટે ધ્યાનના પ્રકારો જાણી લેવા જોઈએ. ધ્યાનના મુખ્ય ચાર પ્રકારો છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન આ ચારેના પાછા ચાર ચાર પ્રકારો મળીને કુલ સોળ પ્રકારો થાય છે. વિયોગાર્ત, સંયોગાd, રોગાત અને નિદાના આ આર્તધ્યાનના ચાર પ્રકાર છે. શબ્દાદિ અનિષ્ટ વિષયોનો સંયોગ થતાં, અરર ! આને કયારે વિયોગ થશે ?
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૯૪
મગલાચરણ
એ રીતની ચિંતામાં મન અંદરથી એકતાન મની જાય તે આત ધ્યાનનો પહેલો પ્રકાર. પૂરતી તપાસ કર્યા વિના ઉતાવળમાં લગ્ન કરી લીધા હોય અને કજીયાળી નાર સાથે પનારો પડ્યો હોય એટલે મનમાં આ ધ્યાન થયા કરે કે આ કભા સાથે મારે કાં પનારો પડ્યો ? અરર ! આ તો આખી જિંદગી મારે આની સાથે કાઢવાની, મારો તો આખો ભવ મગડી ગયો. આ અલા મને કયાં વળગી ? આની સાથે જિંદગી કેમ જશે ? આ લપમાંથી હું જીટીશ કયારે ? તેવી રીતે છોકરો કપૂત પાકયો હોય તો તે નિમિત્તો આ ધ્યાન કર્યાં કરે. આ છોકરો કુળમાં કલંક લગાડે તેવો પેદા થયો છે, બધા લખ્ખો પુરો છે, કુલાંગાર મારા કુળમાં કયાં અવતર્યો ? આને મારે અલગ કરી નાખવો છે. આ રીતે અનિષ્ટ શબ્દાદિ વિષયો પ્રાપ્ત થયા હોય તો તેના વિયોગની ચિંતા મનમાં રહ્યા કરે કે આ કયારે મારાથી દૂર થાય ?
અનિષ્ટ વિષયો હજી પ્રાપ્ત ન થયા હોય એટલે મનમાં ચિંતા રહ્યા કરે કે રખે મને અનિષ્ટ વિષયોનો સયોગ ન થઈ જાય ? અને અનિષ્ટ વિષયોનો સંયોગ ન થયો હોય એટલે વિચારવું આ બહુ ઠીક થયું. આ રીતે વમાન ભવિષ્ય અને ભૂતકાળ એમ ત્રણે કાળ સંબધી ચિંતવના કરવી તે અનિષ્ટ વિયોગ ચિંતા નામે પ્રકાર થયો.
આ ધ્યાનનો પહેલો
રખે ઈષ્ટ સચોગનો વિયોગ ન થઈ જાય તેવી માનસિક ચિંતા તે આત ધ્યાનનો બીજો પ્રકાર
આત ધ્યાનનો ખીન્ને પ્રકાર છે ઈષ્ટનો સચોગ થયો
Page #334
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણુ
૨૫
હોય તેનો રખે વિયોગ ન થઈ જાય તેની ચિંતામાં બંન એકતાન બની જાય. ઈષ્ટ વસ્તુ ચાલી જાય ત્યારે તેની પ્રાપ્તિ માટે સતત મનમાં ચિંતા રહ્યા કરે તે આત ધ્યાનનો ખીન્ગ પ્રકાર કહી ષકાય. પુણ્યના ઉદયે જીવને ધન, વૈભવ, લાડી, વાડી, ગાડી વગેરેના ઈષ્ટ સંયોગો મળે. હવે આત્મજ્ઞાનથી શૂન્ય એવો જે જીવ હોય તે ઈષ્ટ સંયોગોમાં જ સર્વીસ્વ માની બેસે. તેને એટલુ પણ ભાન ન રહે કે આત્મા અને આત્માના જ્ઞાન દર્શનાદિ ગુણો જ શાશ્વત વસ્તુ છે. ખાકી જેનો સયોગ તેનો એક દિ વિયોગ નિશ્ચિત થવાનો છે. શરીર પણ આત્મા માટે સયોગિક છે. તેનો વસ્તુ નિશ્ચિત પણ વિયોગ થવાનો છે. જ્યાં શરીર પણ અનિત્ય છે ત્યાં ખાકીના ધન ધાન્યાદિ પર દ્રવ્યોની અનિયતા સ્વતઃ સિદ્ધ થઈ જાય છે.
અહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા
મહિરાત્મભાવને લીધે જીવ ઈષ્ટ સયોગોમાં રાચે છે. શરીરાદિ પર પદાર્થોને સ્વઆત્મ બુદ્ધિએ ગ્રહણ કરવા તે જ મહિરાત્મભાવ છે. અઢારે પાપસ્થાનકોનું મૂળ ઉત્પત્તિ સ્થાન અહિરાત્મભાવ છે. જ્યાં પરદ્રવ્યને પોતાની માલિકીના માન્યા ત્યાં જીવ તેના માટે પાપ કર્યા વિના રહેવાનો નથી, જ્યારે પુદ્ગલાદિ પરદ્રવ્યોમાં એક પરમાણુ માત્ર પણ તત્ત્વ દૃષ્ટિએ જીવની માલિકીનુ નથી. આવી ભેદ જ્ઞાનની દૃષ્ટિ જાગે ત્યારે જીવ અંતરાત્મ ભાવમાં આવે છે. પરદ્રવ્યોમાં જીવને રુચિ ન હોય અને તેમાં ઉદાસીન ભાવે રહેતો હોય તે અંતરાત્મા
Page #335
--------------------------------------------------------------------------
________________
વિહેવાય. અને અંતરાત્મા જ પ્રાંતે પરમાત્મા બને છે. વિશેષ ઉપાધિથી વજિત ચિરૂપ આનંદમય અને અત્યંત પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થયેલા તેમને પરમાત્મા કહેવામાં આવે છે. જે અનંત ગુણ સમુદાયના પિંડરૂપ છે એટલું જ નહીં ઇન્દ્રિયોને પણ અગોચર છે તેને જ પરમાત્મા કહેવામાં આવે છે. આટલું લાંબું ન કરવું હોય અને સંક્ષેપમાં જ લેવું હોય તો રાગદશા બહિરાત્મભાવ છે. વિરાગદશા અંતરાત્મભાવ અને વીતરાગતા પરમાત્મભાવ છે અથવા આસક્ત બહિરાત્મા, વિરકત અંતરાત્મા અને વિતરાગ પરમાત્મા. આ કાળે વીતરાગ બનીને પરમાત્મા બની શકાતું નથી પણ વૈરાગ્યભાવ જીવનમાં કેળવીને અંતરાત્મા જરૂર બની શકાય છે. અંતરાત્મા બન્યો તે અંતે પરમાત્મા બનવાનો છે.
દુઃખ એ કલંક નથી દીનતા કલંક
ચોથા સમ્યકત્વ ગુણ સ્થાનથી તે બારમા ગુણ સ્થાન સુધી અંતરાત્મ દશા છે. તેરમે ચૌદમે પરમાત્મ દશા છે. મિથ્યાત્વાદિ નીચલા ગુણઠાણે બહિરાત્મ દશા હોય છે. બહિરાત્મા અઘરૂપ (પાપરૂપ) હોય છે, અંતરાત્મા મંગલ સ્વરૂપ હોય છે અને પરમાત્મા ચિદાનંદ સ્વરૂપ હોય છે. બહિરાત્મભાવને લીધે ઈષ્ટ સંયોગો જ જીવને સારરૂપ ભાસે એટલે રખે તેનો વિયોગ ન થઈ જાય તેવી ચિન્તામાં જીવ રહે તે આર્તધ્યાનનો બીજે પ્રકાર. જે ઈષ્ટ સંયોગો પોતાને પ્રાપ્ત ન થયા હોય તે અંગેની પણ મનમાં ચિંતા રહ્યા કરે કે હું કેવો કમ નસીબ છું ! વિભાવાદિના ઈષ્ટ સંયોગો મને પ્રાપ્ત થતા નથી અને
Page #336
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૨૯૭
ક્યારેક પ્રાપ્ત થાય છે તો ટકતા નથી, તે પણ આધ્યાન છે. બીજાને ધન વૈભવાદિ પ્રાપ્ત થયેલા હોય અને પોતાને અંતરાયના ઉદયે પ્રાપ્ત ન થતા હોય એટલે મનમાં દીનતા આવી જાય, તે પણ એક પ્રકારનું આર્તધ્યાન છે.
કમોદને લીધે જીવને દુખ ભોગવવા પડે તે કલંક નથી, કર્મો ભલભલાને ભોગવવાં પડ્યાં છે. પણ દીનતા તે કલંક છે. અરર ! હું નિરાધાર અને અસહાય છું, મારી ઘરવાળી ગુજરી જતાં હું ઘરભંગ થઈ ગયો, આંધળાને લાકડીના ટેકા રૂપે મારે એકનો એક છોકરો હતો તે પણ ગુજરી ગયો, અરે ! હવે દુનિયામાં મારૂં કોણ ? આ બધા આર્તધ્યાનના જ વિચારો છે. મનુષ્યોએ મનમાં દીનતા ન આણતાં હું એક અખંડ આત્મા છું એ શિવાય અન્ય કોઈ મારૂં નથી એવા અદીન મને આત્માનું અનુશાસન કરવું જોઈએ.
સિંહ જંગલમાં એકાકી વિચરતો હોય પણ તેને કોઈ દિવસ મનમાં એવા દીનતાભર્યા વિચારો આવતા નથી કે હું એકલો નિરાધાર અને અસહાય છું. તે તો નિર્ભિકપણે જંગલમાં વિચરતો હોય. તેની પડખે ભલે કોઈ પણ ને હોય છતાં મનમાં દીનતા ન આણે તેમ આત્મજ્ઞાની પુરૂષ પણ અદન મને સ્વઆત્માનું અનુશાસન કરે. પણ ગમે તેવા ઈષ્ટના સંયોગ કે વિયોગના પ્રસંગે આર્તધ્યાનમાં ન પડે.
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૮
મંગલાચરણ
શરીરમાં વ્યાધિ પણ મનમાં સમાધિ હોય તો
આર્તધ્યાન ભલે આંટા માર્યા કરે રોગ એ આર્તધ્યાનનો ત્રીજો પ્રકાર છે. તે અંગે પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ અધ્યાત્મસાર ગ્રંથમાં લખે છે કે :
चिंतनं वेदनायाश्च, व्याकुलत्व मुपेयुषः
શરીરમાં વ્યાધિ લાગુ પડી જતાં મન આર્તધ્યાનમાં પડી જાય અને મનમાં વિચારો આવે કે આ વેદના ક્યારે ઘર થશે ? શરીરમાં ગમે તેવો વ્યાધિ હોય છતાં અંદરની જ્ઞાન દૃષ્ટિના જોરે મનમાં સમાધિ હોય તો આર્તધ્યાન ભલે આંટા મારે પણ અંદરમાં જાગૃતિ એટલી બધી હોય કે તેને ક્યાંય ઉભા રહેવા સ્થાન ન મળે. જ્ઞાની કે અજ્ઞાની દુનિયામાં કોઈ સુખદુ:ખથી રહીત છે જ નહીં, છતાં જ્ઞાની અજ્ઞાની વચ્ચે ફેર એટલો જ છે કે જ્ઞાની ઉદયમાં આવેલા કર્મોને ધીરજથી વેદ છે અને અજ્ઞાની રોઈ રોઈને વેદે છે, શ્રીમદ્ રાજચંદ્રજીએ લખ્યું છે કે : જ્ઞાની કે અજ્ઞાની જન સુખદુ:ખ રહીત ન કોય ! જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય છે
શરીરને પોતાનું માન્યું એ જ જીવની મોટામાં મોટી ભૂલ કહેવાય. આ રીતની દેહાત્મ બુદ્ધિ જ દેહાંતર ગતિનું કારણ બને છે તેવી જ જે અંતરાત્મ બુદ્ધિ હોય
Page #338
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
તો તે વિદેહ પદને આપનારી નીવડે છે. પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે :
आप भावना देहमें, देहांतर गति हेत । आप बुद्ध जो आपमें, सो विदेह पद देत ।।
આ રીતે શરીરથી ભિન્ન એવા આત્માની ભેદજ્ઞાનની પરિણતિ અંતરમાં વર્તતી હોય પછી શરીરમાં ગમે તેવી વેદના થતી હોય છતાં જીવનું અંદરનું સંવેદન એટલું બધું ઊંચું હોય કે આ વેદના શરીરને થાય છે, હું શરીરથી ભિન્ન સચ્ચિદાનંદ સ્વરૂપી આત્મા છું. મારા આત્મામાં તો સત્તાગત અનંત અવ્યાબાધ સુખ પડેલું છે. જે સુખ શાતા અને અશાતા બનેની પેલી પાર છે. શાતા અશાતા બન્નેના ક્ષયથી જ અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત થવાનું છે. માટે શરીરમાં વેદના જે થાય તે અશાતાદની કર્મના ઉદયે થાય છે. અને તે કર્મ મેં જાતે જ બાંધેલું છે. અત્યારે ચાલુ વર્તમાનમાં તે કર્મ ઉદયમાં આવ્યું છે તો શા માટે સમભાવે વેદી ન લઉં ? જે વિષમભાવે વેદીશ તો ઉદયમાં આવેલું કર્મ તો મારે ભોગવવું જ પડશે. હાયહાય કરે તેમાંથી છુટકારો થશે નહીં અને માથે ઉલટું ચક્રવર્તી વ્યાજ ચડશે કે જે ભવોભવમાં ચૂકવતાએ છુટકારો થશે નહીં. જીવોનો વધ. કરીને અથવા અશાતા ઉપજાવીને મેં અશાતા વેદની બાંધેલું છે તો તે કર્મ ભોગવી લેવામાં કાયરતા શા માટે દાખવવી જોઈએ ? બાંધવામાં શુરાતન અને ભોગવવામાં કાયરતા એ ઘણી જ શરમજનક વાત કહેવાય! ભોગવવાની તૈયારી ન હોય
Page #339
--------------------------------------------------------------------------
________________
800
મંગલાચરણ
તો કર્મ બાંધતાં ચેતી જવું જોઈએ. બંધ કાળમાં ચેતવું નહીં અને કર્મ ઉદયમાં આવે ત્યારે ઉદય કાળમાં સંતાપ કરવો એ તો અનેક ગણ નવાં બાંધવાનો ધંધો છે માટે બંધ કાળમાં ચેતી જવું એજ ડહાપણ ભર્યું છે.
ભવરોગ એ જ મહારોગ
સનત કુમાર ચક્રવર્તીને દીક્ષા અંગીકાર કર્યા પછી સાતસો વર્ષ સુધી શરીરમાં મહા ભયંકર કહેવાતા જીવલેણ રોગો રહ્યા છતાં તે મહર્ષિ કયારે પણ આર્તધ્યાનમાં પડ્યા ન હતા અને ધર્મધ્યાનમાં એવા પરાયણ બન્યા હતા કે દેહભાન ભૂલી ગયા હતા અને આત્માના સ્વરૂપમાં જ ગુલતાન બની ગયા હતા. દેવો ધવંતરીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા તેમને પણ કહી દીધું કે દવા એવી આપો જે દવાના સેવનથી ભવોભવથી લાગુ પડેલા ભવ્યાધિનો અંત આવી જાય. શરીરના વ્યાધિની મને લેશ પણ ફિકર નથી- શરીરનો વ્યાધિ મટાડવો હોય તો હું શરીરના મળમૂત્રથી મટાડી શકું. એમ કહીને આંગળીપર થુંક ચોપડયું ત્યાં આંગળી તપાવેલા સોનાની લગડી જેવી થઈ ગઈ. પરીક્ષા કરવા આવેલા દેવો તો આશ્ચર્યમાં ગરકાવ બની ગયા ! અને એકરાર કર્યો, પ્રભુ! ભવ વ્યાધિ મટાડવાની અમારી તાકાત નથી. તે વ્યાધિથી તો અમો પણ ઘેરાયેલા છીએ. માટે તે ઉપાય તો આપ જ અમને બતાવી શકો. આપ જ ખરા ભાવ ધવંતરી છો. આ રીતે સ્તવન કરતા દેવો મહર્ષિના પગમાં પડી ગયા અને પ્રણામ કરીને સ્વસ્થાને ગયા. સનતકુમાર મુનિ કાળધર્મ પામીને ત્રીજા
Page #340
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૩
દેવલોકે ગયા અને એકાદ ભવ કરીને મોક્ષે જશે. આવા મહાપુરૂષોના જીવનમાંથી સાર એ જ લેવાનો છે કે, પોતાના શરીર પ્રતિ તેઓ કેટલા બધા નિસ્પૃહ હતા .એપી મહા પુરૂષોએ જ દેહથી ભિન્ન આત્માને યથાસ્થિત સ્વરૂપે જાય કહેવાય.
નિયાણાથી તપનું લિલામ નિદાના એ આર્તધ્યાનને ચોથો પ્રકાર છે. વર્ષોથી તપ સંયમનું પાલન કરતા હોય એટલે કયારેક મન એવા ધ્યાનમાં ચડી જાય કે કેટલા બધા વર્ષોથી હું તપ સંયમનું પાલન કરું છું છતાં હજી કાંઈ તેનું ફળ દેખાતું નથી. દુષ્ટ સુખોનો ત્યાગ કરીને અદૃષ્ટ મોક્ષાદિના સુખો માટે છેલ્લા કેટલાય વર્ષોથી હું દુષ્કર તપ તપી રહ્યો છું. અખંડ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરી રહ્યો છું. છતાં જે તેનું ફળ મને નહીં મળે તો હું તો ઉભયથી ભ્રષ્ટ થયો કહેવાઈશ. ન તો દૃષ્ટ સુખ ભોગવી શક્યો કે ન અષ્ટનો લાભ મલ્યો, એટલે ન રહ્યો અહીંનો કે ન રહ્યો તહીંનો. આવા આર્તધ્યાનમાં પડી જાય એટલે સુકૃતના ફળને જીવ હારી જાય અથવા તપ સંયમના ફળરૂપે નિયાણું કરે કે વર્ષોથી પાળેલા તપ સંયમનું કાંઈ પણ ફળ હો તો મને ભવાંતરમાં દેવલોકનાં સુખ મળે અથવા ઈન્દ્રનું સિંહાસન મળો ! દેવ દેવેન્દ્ર અથવા ચક્રવર્તીની. રિદ્ધિ અંગેનું નિયાણું કરે તે નિદાનાત કહેવાય.
ચિત્ર અને સંભૂતિ બન્ને મુનીઓ ઉગ્ર તપ કરતા હત્યાં
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૦૨
મંગલાચરણ
એક્વાર તેમણે અનશન વ્રત અંગીકાર કરી લીધું. સનત્ કુમાર ચકીનું અંતેરિ તે મુની ભગવંતોના વંદનાર્થે આવેલું. વંદન કરતાં સનતકુમાર ચીનાં મહારાણીના કેશવાસનો સંભૂતિ મુનીને સ્પર્શ થઈ ગયો. કેશપાસનો સ્પર્શ અત્યંત સુંવાળપવાળું હોવાથી મુનિ પોતાના ધ્યાનથી વિચલિત થઈ ગયા. અને નિયાણું કરી બેઠા કે મારા આ તપનું કાંઈ પણ ફળ હો તો મને ભવાંતરમાં આવા સ્ત્રીરત્નની પ્રાપ્તિ થજે. બસ નિયાણું કર્યું કે વર્ષોના તપનું નિલામ કરી નાખ્યું. નિયાણું એ શાસ્ત્રોમાં મહાદોષ મનાયો છે. તીવ્રપણે નિયાણું કરીને મૃત્યુને પામેલા જીવો ભવાંતરમાં ઓધિબીજને પામી શક્તા નથી. સંભૂતિ મુનિ નિયાણું કરીને ભવાંતરમાં બ્રહ્મદત્ત ચક્રવતી બન્યા ખરા અને સ્ત્રીરત્નને પણ પામ્યા. અરે ચૌદરત્નોને પામ્યા, પખંડના વૈભવને પામ્યા પણ પ્રતિબોધને ન પામ્યા. ચિત્રમુનિ કે જેમણે તેમની સાથે જ સંથારો કરેલો તેમણે નિયાણું નહીં કર્યું અને દેવલોકનો ભવ કરીને મનુષ્ય ભવ પામ્યા અને દીક્ષિત બનીને મહાજ્ઞાની બન્યા બાદ બ્રહ્મદત્ત ચક્રવતીને પ્રતિબોધ કરવા આવ્યા છતાં પ્રતિબોધ ન પામ્યા અને પ્રાંતે મૃત્યુ પામીને બ્રહ્મદત્તચકી સાતમી નરકે ગયા અને મુનિ જે પ્રતિબોધ કરવા આવેલા તેઓ મોક્ષે ગયા. માટે તપ સંયમનું વાસ્તવિક ફળ મેળવવું હોય તો નિદાના નામે આત ધ્યાનના દોષથી પણ આત્માને બચાવી લેવો. અને દૃઢ શ્રદ્ધા રાખવી કે પાળેલાં તપ સંયમ અફળ જવાના જ નથી. તેનું વાસ્તવિક ફળ મળવાનું જ છે. આર્તધ્યાનનાં ચારે પ્રકાર ઉપર સારો એવો પ્રકાશ પાડવામાં આવ્યો. .
Page #342
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
આત ધ્યાનના લક્ષણો
આર્તધ્યાનમાં શરૂઆતની કૃષ્ણ, નીલ અને કાપાત એ ત્રણ વેશ્યાઓ હોય છે છતાં આ ત્રણે વેશ્યાઓ રૌદ્રધ્યાનની જેમ આર્તધ્યાનમાં અતિ સંકલિષ્ટ પરિણામ વાળી હોતી નથી. આર્તધ્યાનમાં મુખ્યતયા કાપોત લેશ્યાના પરિણામ હોય છે છતાં અર્તધ્યાન પણ ક્યારેક રૌદ્રધાનનું કારણ બનતાં પરિણામમાં સંકલિષ્ટતા આવતાં વાર લાગતી નથી અને આર્તધ્યાનના પ્રસંગે આત્મા સાવધાન બનીને પોતાની પરિણતિને જે પોતે સુધારી લે તો સંકલિષ્ટતાની જગ્યાએ વિશુદ્ધતા આવી જાય. આકંદન, રૂદન, શોક, સંતાપ, મુખમાંથી કઠોર વચનનો પ્રલાપ, માથું પછાડવું, માથાના વાળ ખેંચવા એ બધા આર્તધ્યાનના લક્ષણ છે. પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે આ લક્ષણો અધ્યાત્મસારમાં લખેલા છે.
क्रन्दनं रुदनं प्रोच्चे:, शोचनं परिदेवनम् । ताड़नं लुञ्चनंचेति, लिङ्गान्यस्य विदुर्बुधाः ॥
ધંધારોજગારમાં સફળતા ન મળતાં પણ કેટલાક આર્તધ્યાનમાં પડી જાય છે. ધન વૈભવ મેળવવામાં અત્યંત આસક્ત બનેલા જીવોને આર્તધ્યાન થતાં શી વાર લાગે ? જીવ પોતાના કર્મોદયનો વિચાર કરે તો આર્તધ્યાનના દોષથી જરૂર બચી જાય. ભગવાને પ્રરૂપેલા કર્મવાદ પર જીવને દૃઢ શ્રદ્ધા હોય તો ગમે તેવા સુખદુ:ખાદિના પ્રસંગે પણ જીવને આ ધ્યાન ન થાય, મારાં કર્યા કર્મ
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૦૪
મંગલાચરણ
હું નહીં ભોગવું તો કોણ ભોગવવા આવવાનું છે? સુખદુખમાં જીવને અવર કોઈ કારણરૂપ નથી અને કદાચ કોઈ કારણરૂપ બને તો તે નિમિત્તકારણરૂપે છે. બાકી તો જીવે જે કર્મ આચરેલાં છે તે તેને ભોગવવાં જ પડવાનાં છે. .
પૂ. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ પુણ્યપ્રકાશના સ્તવનમાં ફરમાવે છે કે : - સુખ દુઃખ કારણ છવને, કોઈ અવર ન હોય કર્મ આપ જે આચર્યો, ભોગવીએ સોય છે.
આવી નિર્મળ દૃષ્ટિ હોય ત્યાં આર્તધ્યાનનું કારણ જ શું રહે ? ગુણસ્થાનની અપેક્ષાએ આર્તધ્યાન છઠ્ઠા પ્રમત્ત ગુણઠાણ સુધી રહે છે. આ સ્થાનના અધ્યવસાયમાં જીવને ભવાંતરના આયુષ્યનો જે બંધ પડે તો તિર્યંચ ગતિના આયુષ્યનો બંધ પડે છે. માટે સર્વ પ્રમાદના મૂળ કારણરૂપ આર્તધ્યાનનો દરેક મુમુક્ષુએ પરિત્યાગ કરી દેવો.
રૌદ્રધ્યાનના પ્રકારો
આર્તધ્યાનની જેમ રૌદ્રધ્યાનના પણ ચાર પ્રકારો છે. હિંસાનુબંધી રૌદ્ર, મૃષાનુબંધી રૌદ્ર, સ્તયાનુબંધી રૌદ્ર અને પરિગ્રહ સંરક્ષણાનુબંધી રૌદ્ર, તત્ર એવા ક્રોધના પરિણામને લીધે નિર્દય રીતે પશુ આદિના વધ બંધન તથા મરણના વિધ્વંસ અધ્યવસાયોમાં ચિત્ત એક્તાન બની બની જાય તે
Page #344
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૩
!111111
હિંસાનુબંધી રૌદ્ર કહેવાય અથવા મારૂં કે મરું દુનિયામાં કા આ નહીં ને કાં હું નહીં એવા રૌદ્ર પરિણામ તે રૌદ્રધ્યાન. શાસ્ત્રોમાં કાળસૌરિક કસાઈનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. તે દરરોજ રાજગૃહી નગરીમાં પાંચસો પાડાનો વધ કરતો. તેવી ઘોર હિંસા અટકાવવા મહારાજા શ્રેણકે તેને અંધારિયા કુવામાં ઊંધે માથે લટકાવ્યો છતાં તેને મન પરિણામમાંથી હિંસાનો ભાવ ન ગયો. અને કુવાની અંદર પાણીમાં પાડાની આકૃતિ કલ્પી કલ્પીને પાંચસો પાડાનો માનસિક વધ ક્યોં. બસ આને જ હિંસાનુબંધી રૌદ્ર કહેવાય. આવા રૌદ્ર પરિણામને લીધે કાળસીરિક કસાઈ મૃત્યુને પામીને સાતમી નરકે ગયો. તંદલિયા મસ્યનાં પણ આવાજ રૌદ્ર પરિણામ હોય છે. તેનો ઉલ્લેખ આ જ પુસ્તકમાં કરેલો છે. હિંસા તો ભયંકર છે જ. તે કરતાં પણ હિંસાનો રસ અતિ ભયંકર હોય છે. પ્રત્યેક પાપ કરતાં પાપનો રસ અતિ ભયંકર હોય છે. માટે પહેલાં પાપ જ આચરવા યોગ્ય નથી છતાં પ્રમાદને વશ જીવ છે, ક્યારેક આચરાઈ જાય પણ તેમાં રસ તો નહીં જ પોષવો. એક તો સામા માણસને કપટની જાળમાં ફસાવવો અને પછી પાછળથી બોલવું કે આને મેં કેવો બરોબરનો ઉતાર્યો! આપણે હડફેટે ચડેલો તાકાત નથી આબાદ છટકી જાય. અરે ! એક વાર ભલભલાને ખંખેરી નાખીએ ! આ માયા કષાયનો રસ કહેવાય. શ્રેણીક મહારાજાએ સગર્ભા હરણનો શિકાર કરીને રસ પોષેલો કે હું કેવો બાણાવલી છું ! બાણ એક માર્યું ને શિકાર બે કર્યા ! હરણું સગર્ભા હતી તે તો વીંધાઈ ગઈ પણ તેના પેટમાંનો ગર્ભ પણ વીંધાઈ ગયો ! આ રીતે
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૦૬
મંગલાચરણ
શ્રેણીક મહારાજાએ પોતાના સૈનિકોની આગળ શિકાર કળાનાં વખાણ કર્યા. મહા ભયંકર હિંસાનું પાપ આચરીને ઉપરથી રસ પોષ્યો એટલે નરકાનો બંધ પડી ગયો. અથવસાયોમાં અત્યંત ઉગ્રતા એ જ રૌદ્રધ્યાનનું સ્વરૂપ કહેવાય.
અજ શબ્દનો અર્થ બોકડો કરનાર
વસુરાજાની ભયંકર દુર્ગતિ રૌદ્રધ્યાનનો બીજો પ્રકાર છે મૃષાનુબંધી રૌદ્રધ્યાન તે અંગે પ્રશમરતિસૂત્રની ટીકામાં લખે છે કે :
अनेनानेन चोपायेन परो वञ्च्यते कुट साक्षीदानादिना तत्रेकतानं, मनोरौद्रं ॥
બીજાને છેતરવાના અથવા કપટની જાળમાં ફસાવવાના ઉપાયો મનમાં ગોઠવી રાખ્યા હોય અને પછી મનમાં ચિંતવના એવી કરે કે આ ઉપાયોવડે સામો માણસ છેતરાઈ જશે અને બિછાવેલી જાળમાં બરોબરનો ફસાઈ જશે. ખોટી સાક્ષી આપવાવડે અથવા ખોટા દસ્તાવેજ વગેરે બનાવવાવડે સામો માણસ ચક્કરમાં આવી જશે. તેવા વિચારોમાં મન એક્તાન બને તે મૃષાનુબંધી રૌદ્ર કહેવાય. જેમ વસુરાજાએ અજ શબ્દનો અર્થ બોકડો ભરસભામાં જાહેર કર્યો અને જાહેર કરતાં પહેલાં તેનું મન વિચાર વમળમાં ચડી ગયેલું અને વસુરાજા અંદરથી જાણતો પણ હતો કે મારા વિદ્યાગુરૂ ક્ષીરકદંબક ઉપાધ્યાયે અજ શબ્દનો અર્થ બોકડો નહીં પણ
Page #346
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૩૦૭
ત્રણ વર્ષનું ધાન્ય એવો કરેલો છે. છતાં તેના મિત્ર સહઅધ્યાયી પર્વતની માતાએ વસુરાજાને આગ્રહ કરેલો કે મારા પુત્રને અચાવવા કોઈ પણ ભોગે અજ શબ્દનો અર્થ બોકડો કરવાનો છે. પોતાના ગુરૂપનીના આગ્રહને વશ થઈને વસુરાજાએ પોતાના ગુરૂએ કરેલી અર્થ વ્યાખ્યાનું ભરસભામાં ઉલ્લંઘન કરીને અર્થનો અનર્થ કરી નાખ્યો. અર્થનો અનર્થ કરતાં પહેલાં તેને મનમાં જે વિચારોનું આંદોલન ઊપડયું હોય તે જ રૌદ્રધ્યાનનો બીજો પ્રકાર મૃષાનુબંધી રૌદ્ર કહેવાય. વસુરાજાએ અજ શબ્દનો અર્થ જેવો બોકડો કર્યો કે તરતજ દેવતાઓએ આસન પરથી નીચે પાડી નાખ્યો અને વસુરાજા મૃત્યુને પામીને ઘોર નરકમાં ગયો. માટે રૌદ્રધ્યાનના પરિણામથી સૌએ બચી જવું. ખોટી સાક્ષી આપવી, ખોટા દસ્તાવેજ બનાવવા, ખોટી વકીલાત કરવી, ડબલ ચોપડા બનાવવા, કન્યા સંબંધી ભૂમિ સંબંધી થાપણ ઓળવવા સંબંધી મોટકાં અસત્ય બોલવાં એ બધા દોષો એટલા બધા ભયંકર છે કે તેમાંથી જ મૃષાનુબંધી રૌદ્ર જન્મ પામે છે. મૃષવાદનો ત્યાગ કરનાર મૃષાનુબંધી રૌદ્રધ્યાનથી બચી જાય છે.
ચોરી કરવાના માનસિક અધ્યવસાયોમાંથી તેયાનુબંધી રૌદ્ર જન્મ પામે છે. જે જે ઉપાયોવડે પારકા ધનનું હરણ કરી શકાય તે તે ઉપાયોના ચિંતનમાં મન એક્તાન બની જાય. દાખલા તરીકે ખીસ્સા કાતરીને પારકું ધન લૂંટી લેવાના અશુભ વિચારો મનમાં આવે, ખાતર પાડીને અથવા સામા માણસને ભયભીત કરવા ઘુરઘુરાટ કરીને એટલે કે
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૦.
"देता है के नही, न देगा तो
મગલાચરણ
तेरेको जानसे मार दिया जायगा "
આવી રીતે દમદાટી આપીને પૈસા પડાવી લેવા તે સ્તેયાનુબંધી રૌદ્રધ્યાનનો વિષય કહી શકાય. ડાકુઓ ભેગા મળીને કોઈ શ્રીમંત ગૃહસ્થને ત્યાં ખાતર પાડવાની અગાઉથી યોજના ઘડતા હોય અને તેમને મનમાં એવા નિય વિચારો આવી જાય કે આપણે બધા મળીને ખાતર પાડવા જઇએ અને જે કોઈ સામા થાય તેમને જાનથી ઉડાવી દેવા અને ગમે તે ભોગે ધનનું હરણ કરીને જ પાછા ફરવુ' તે સ્ટેયાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય !
ધનધાન્યાઢિ પરિગ્રહના સ રક્ષણના વિચારોમાં મન એકતાન બની જાય તે પરિગ્રહસ રક્ષણાનુબંધી રૌદ્ર કહેવાય.
सर्वाभिशङ्काकलुषं चित्तंच धन रक्षणे ।
ચારેબાજુ ચોરીના બનાવો બનતા હોય એટલે મન એવા વિચારોથી ઘેરાઈ જાય કે મારે ત્યાં લૂંટ ચલાવવા આવે તે પહેલાં આ બધાનો નિગ્રહ થઈ જાય અથવા નાશ થઈ જાય તો કેવું સારૂં ? અથવા આપણે બંદૂક તલવારનો પરવાનો લઈ રાખીએ કે જેનાથી કોઈ અચાનક ચોર ડાકુ આવી ચડે તો તેને ઠાર કરી શકાય અથવા સઘળા સ્વજનાદિ ઉપર શું તેઓ મારૂં ધન ઉઠાવી જશે ? તેવી શંકાથી તે અધાયનો ઘાત કરવામાં ક્લુષિત થએલા ચિત્તની ધન રક્ષણ
Page #348
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૩૯
અંગેની ચિંતા તે પરિગ્રહસંરક્ષણાનુબંધી રૌદ્ર કહી શકાય.
સુકુળમાં જન્મેલા મનુષ્યોમાં જીવદયાના સંસ્કાર સ્વાભાવિક હોય છે. એટલે તેમનામાં હિંસાનુબંધી રૌદ્રધ્યાનના અધ્યવસાયો પ્રાયઃ ઉત્પન્ન ન થાય. પણ પરિગ્રહનો ખૂબ સંગ્રહ કરીને બેઠા હોય એટલે કયારેક પરિગ્રહ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનમાં તેઓ પણ સપડાઈ જાય. એટલા માટે ગૃહસ્થોએ પરિગ્રહનું પરિમાણ કરી લેવું જોઈએ, જેથી રૌદ્રધ્યાનના પરિણામોથી આત્મા બચી જાય. પરિગ્રહનું પરિમાણ કરી લેવામાં ઘણું મહાન ગુણો રહેલા છે. મોટામાં મોટો ગુણ તો એ રહેલો છે કે જીવની તૃષ્ણ જે અનંત છે તે પરિગ્રહની મર્યાદા બાંધી લેવાથી ઘણી ઓછી થઈ જાય, તૃષ્ણ ઘટી જાય એટલે સંતોષ વૃત્તિ જીવનમાં આવી જાય. સંતોષ જીવનમાં આવ્યો એટલે પછી તો સુખ સુખ ને સુખ છે. તેવા મનુષ્યો લોકમાં તો માન્ય બને છે પણ રાજ્યમાં પણ ઘણી ઊંચી પ્રતિષ્ઠા મેળવે છે. માટે પરિગ્રહનો ત્યાગ થાય તો ઘણું મોટી વાત કહેવાય. છેવટે પરિણામ તો જરૂર કરી લેવું અને જરૂરિયાત જેટલું જ ધન પોતાની પાસે રાખવું. જેટલું પરિમાણથી અધિક હોય તેટલા ધનનું ધાર્મિક ક્ષેત્રોમાં અથવા જનકલ્યાણદિના કાર્યોમાં ગરીબોના ઉદ્ધારમાં વ્યય કરી નાખવો. જેથી પૈસાની પછવાડે આચરાતા પાપકમપર રોક લાગી જાય. પછી તો તેવો આત્મા-ધર્મધ્યાનમાં જ રહે. આત રૌદ્રમાં જવાને તેને પ્રસંગ જ ન આવે.
Page #349
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
રૌદ્રધ્યાનમાં કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાઓ અત્યંત સ’કલિષ્ટ પરિણામવાળી હોય છે. પાંચમા દેશિવરતિ ગુણસ્થાન સુધી ચારે પ્રકારનું રૌદ્રધ્યાન હોય છે. રૌદ્રધ્યાન પ્રાંતે નરકગતિના દુઃખોને આપનારૂં હોવાથી મનુષ્યોએ તેના ચારે પ્રકારનો અવશ્ય ત્યાગ કરવો.
૧૦
Page #350
--------------------------------------------------------------------------
________________
ગલાચરણ
૧
"ધર્મધ્યાન અને શુકલધ્યાન
આત અને રૌદ્રધ્યાનપર વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું. તે મને ધ્યાન અને તેના આઠે પ્રકાર પરિહરવા યોગ્ય છે. તેવી રીતે ધર્મધ્યાન અને શુકલધ્યાનના પશુ ચાર ચાર પ્રકારો છે. તે મને આદરવા યોગ્ય છે. ધર્મ ધ્યાન જીવનાં શુભોપયોગરૂપ છે. તો શુકલધ્યાન શુદ્ધોપયોગરૂપ છે છતાં તે બન્નેને તત્ત્વાર્થસૂત્રમાં ભગવાન ઉમાસ્વાતિ મહારાજે મોક્ષના હેતુ કહ્યા છે.
आर्त रौद्र धर्म शुक्लानि, परे मोक्ष हेतु ।
ધ્યાનના ચાર પ્રકારમાં છેલ્લા એ ધર્મધ્યાન અને શુકલધ્યાન મોક્ષના હેતુ છે. જેઓ શુભ ક્રિયાઓને અને શુભોપયોગને મોક્ષમાગ માં ઉપાદેય ન માનતા હોય અને શુભ વિકાર છે એમ કહીને દુનિયાને ભ્રમમાં નાખતા હોય તેમણે
આ ઉમાસ્વાતિજીના વચનો હૃદયની દિવાલ પર કોતરી રાખવા જેવા છે. શુભોપયોગ પણ મોક્ષમાગ માં ઉપાદેય છે. અને મોક્ષના ધ્યેયથી કરાતા સામાયિક પ્રતિક્રમણ વ્રત પચ્ચક્ખાણાદિ શુભાનુષ્ઠાન માત્રને જ્ઞાનીઓએ ધર્માનુષ્ઠાન કહ્યા છે.
ધર્મ ધ્યાનનું સ્વરૂપ અને પ્રકારો
ધર્મધ્યાનના ચાર પ્રકાર શાસ્ત્રોમાં કહેલા છે. આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સસ્થાન વિચય
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૧૨
મંગલાચરણ
આ ધર્મધ્યાનના ચાર પ્રકાર. ભગવાન ઉમાસ્વાતિ પ્રશમરતિ શાસ્ત્રમાં ફરમાવે છે કે :
आप्तवचनं प्रवचनं, चाज्ञा विचयस्तदर्थ निर्णयनम् । आश्रव विकथा गोरव, परीषहाद्येष्वपायस्तु ॥
સમસ્ત રાગદેવાદિ અત્યંતર દોષો જેમના ક્ષીણ થઈ ગયા છે તે આપ્ત કહેવાય. તેવા આસ પુરૂષના જે વચન તેને પ્રવચન કહેવામાં આવે છે. તેના અર્થનો નિર્ણય કરવો તેને આજ્ઞા વિચય ધ્યાન કહેવામાં આવે છે અથવા જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ઊંડાણથી ચિંતન કરવું તે આજ્ઞા વિચય. તે ચિતન એ રીતે કરવું કે :
आकालमियमाज्ञाते, हेयोपादेय गोचरा । आश्रवः सर्वथा हेय, उपादेयश्च संवरः ॥
સદાકાળ માટે ભગવાનની આ આજ્ઞા છે કે આશ્રવ સર્વથા હેય છે અને સંવર નિર્જરા સર્વથા ઉપાદેય છે યાને આશ્રય સર્વથા પરિહરવા યોગ્ય છે અને સંવર નિર્જરા સદા આદરવા યોગ્ય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ યોગ, હિંસા, અસત્ય, અબ્રહ્મચર્ય, પરિગ્રહ વગેરે આશ્રવ છે, જેનાથી પ્રતિસમયે આત્માના પ્રદેશોભણે નવા કર્મોનું આગમન થાય તે આશ્રવ, જેનાવડે નવા બંધાતા કમોંનો નિરોધ થાય તે સંવર અને સત્તાગત રહેલાં કર્મોનો ક્ષય થાય તે નિજ રા.
Page #352
--------------------------------------------------------------------------
________________
સિંગલાચરણ
૩૧૩
आश्रवो भव हेतुः स्यात्संवरो मोक्ष कारणम् । इतीय माहती मुष्टीरन्यदस्याः प्रपंचनम् ॥
આશ્રવ એ સંસાર પરિભ્રમણના હેતુ છે જ્યારે સંવર અને નિર્જરા મોક્ષના હેતુ છે. આટલી મુષ્ટિમાં સમાઈ જાય તેટલી અરિહંત પરમાત્માની આજ્ઞા છે બાકી શાસ્ત્રોમાં જે વિસ્તાર છે તે આટલી આજ્ઞાને સમજાવવા માટેનો વિસ્તાર છે. આ આજ્ઞાને આરાધીને અનંતા મોક્ષપદને પામ્યા છે અને અનંતા પામવાના છે. ચાલુ વર્તમાનમાં પણ મહાવિદેહ ક્ષેત્રમાંથી ઘણા આત્માઓ મોક્ષપદને પામી રહ્યા છે. જીનાજ્ઞાને આગળ રાખીને જીવાજીવાદિ નવતત્વ સંબંધી ચિંતવના કરવી તે પણ ઊંચામાં ઊંચું ધર્મધ્યાન છે.
ધર્મધ્યાન માટે નવતત્વના અભ્યાસની જરૂર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે :
सर्वज्ञवचनंसूक्ष्मं हन्यते यन्न हेतुभि । तदाज्ञारुपमादेयं न मृषाभाषिणो जिनाः ।।
સર્વજ્ઞ વચન સૂક્ષ્માતિસૂક્ષમ હોય છે. અતિ ગંભીર રહસ્યો તેમાં ભરેલાં હોય છે. ગમે તેવા હેતુઓ અને યુક્તિઓ વડે સર્વજ્ઞ વચન ખંડિત કરી શકાતું નથી. સર્વજ્ઞ મહાપુરૂષો વીતરાગ હોય છે. તેઓ સમ્યગૂ પ્રરૂપણ કરનારા હોય છે. મિથ્યા પ્રરૂપણ કરનારા હોતા નથી માટે તેમની આજ્ઞાનો
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૧૪
મંગલાચરણુ
સ્વીકાર કરવો તેમજ તેમની આજ્ઞાનુસાર પદાર્થોનું અને પોતાના આત્મ તત્ત્વનું ધ્યાન કરવું તે આજ્ઞા વિચય ધર્મધ્યાન કહેવાય. દેવાધિદેવે કમાવેલી આજ્ઞાની ગવેષણા કરવી અર્થાત સજ્ઞનાં વચન સર્વ આશ્રવદ્વારોનો નિરોધ કરવા સમર્થ હોવાથી તે એકાંત હિતકારી અને નિર્દોષ છે. સજ્ઞના ઉપદેશ મુજબ પદા માત્ર પછી તે દ્વીપક હોય કે આકાશ દ્રવ્ય હોય દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. આત્મા પણ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ નિત્ય છે અને પર્યાયાર્થિક નયે અનિત્ય છે. તેવી રીતે પદા માત્ર સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવની દૃષ્ટિએ અસ્તિ સ્વભાવે છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ નાસ્તિ સ્વભાવે છે. પદ્મા માત્રમાં અસ્તિનાસ્તિસ્વરૂપ સસભંગી ન્યાય ઘટાવી શકાય છે. આ રીતે સ્યાદ્વાદન્યાય યોગથી આજ્ઞાનુ' આલંબન લઈને પદાર્થીનું ચિંતન કરવું તે ધર્મધ્યાનનો પહેલો પ્રકાર થયો. નવ તત્ત્વનો સાંગોપાંગ અભ્યાસ હોય તો આજ્ઞા વિચય ધ્યાન ધરવામાં ઘણી સરલતા રહે.
દોષોમાંથી જન્મતા અનર્થાંનું ચિંતન તે પણ ધર્મ ધ્યાનનો એક પ્રકાર
ધર્મધ્યાનનો ખીજો પ્રકાર છે અપાય વિચય.
आश्रवविकथागौरव, परिषहाद्येष्वपायस्तु ।
આશ્રવ, વિકથા, રૂદ્ધિગારવ, શાતા ગારવ, રસ ગારવ આ ત્રણ ગારવ અને પરિષહ સહન કરવામાં કાયરતા વગેરે
Page #354
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ્
૩૧પ
દોષોમાંથી જન્મતા અનર્થોનું ચિંતન કરવું તે અપાય વિચય, મિથ્યાત્વ અવિરતિ ક્રોધાદિ કષાય મન વચન કાયાના શુભાશુભ વ્યાપારરૂપ આશ્રવોના સેવનથી જીવને નવા કર્મોનો બંધ થાય છે અને કમ ઉદયમાં આવતાં જીવને અનેક દુઃખો ભોગવવાં પડે છે. રાજકથા, દેશકથા, ભક્તકથા, સ્ત્રીકથા આ ચાર વિકથાઓ છે. વિકથામાં પડેલાં મનુષ્યો પોતાના પુણ્યધનને હારી જાય છે. રસગારવ વગેરે ગારવમાં આસક્ત બનેલા મનુષ્યો અંતે વિનાશને પામે છે. અને નિર્જરા માટે ક્ષુધા તૃષાદિ પરિષદ્ધને નહીં વેઠનારા ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. તેવા જીવોને ભવોભવમાં ઘણા દુ:ખો આવી પડે છે. અથવા જે ધ્યાનની અંદર રાગદ્વેષ ક્રોધાદિ કષાયો, પાંચ ઇન્દ્રિયોના વિષયો, અઢાર પાપ સ્થાનકોના સેવનથી ઉત્પન્ન થતાં દુઃખો અંગેની ચિંતવના કરાય અને તે ચિંતવનામાં મન એકતાન. બની જાય તે અપાય વિચય ધર્મધ્યાન કહી શકાય.
કષાયથી કરોડો વર્ષાના તપ ઉપર પાણી
ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાય કહેવાય છે. આ ચારે કષાયો અતિ દુય છે. આ કષાયોથી પ્રાણી જે જે અનને પ્રાપ્ત કરે છે તેનું કથન કરવાને પણ કોણુ. સમર્થ છે ? ક્રોધથી વર્ષોની પ્રીતિનો નાશ થાય છે એટલું જ નહીં કરોડો વર્ષના તપનું ફળ નષ્ટ થઈ જાય છે. માનથી વિનય ગુણનો નાશ, માયાથી મૈત્રીનો નાશ અને લોભથી સ ગુણોનો નાશ થાય છે. કોઈ ઈષ્ટ વસ્તુમાં રાગ હોય અને તેનો અચાનક વિયોગ થાય એટલે મનમાં આકુળતા આવી.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૬
મંગલાચરણ
જાય છે. જ્યારે ખરું સુખ મનની નિરાકુળતામાં છે. દેવને લીધે મનમાં દાવાનળ લાગી જાય છે જ્યારે ખરૂં સુખ પ્રશાંત ભાવમાં છે. મોહને લીધે મન વિન્ડલતાને અનુભવે છે અને મનમાં ઉન્માદ પણ આવી જાય છે. ઉન્માદમાં સુખ નથી. સુખ હદયના આહૂલાદમાં છે. એક એક દોષ કેવો અપાય કરે છે અને તેને લીધે કેટલી હેરાનગતિ અને કષ્ટ ભોગવવાં પડે છે તેનું ઊંડાણથી ચિંતન કરવું તે અપૂર્વ ધર્મધ્યાન છે. રાગદેષાદિ દોષોમાંથી ઉત્પન્ન થતા અપાયોનું ચિંતન કરનાર તે તે દોષોમાંથી મુક્ત થતો જાય છે અને નવા કર્મોના બંધથી પણ તે આત્મા બચી જાય છે.
अशुभ शुभ कर्मपाकानुचिन्तनार्थो विपाक विचयःस्यात् એક ગણું કર્મ, વિપાકમાં કોટી કોટી ગણું
શુભાશુભ કર્મોના વિપાક સંબંધી ચિંતવન કરવી તે વિપાક વિચય નામે ધર્મધ્યાનનો ત્રીજો પ્રકાર છે. શુભ કામનો શુભ વિપાક હોય છે અને અશુભ કર્મોનો વિપાક અશુભ હોય છે. શેરડીનો રસ સુમધુર હોય છે, તો લિંબડાનો રસ અત્યંત કટુક હોય છે. શુભાશુભ બંધાયેલા કર્મો તેનો અબાધાકાળ પુરો થયે ઉદયમાં આવે એટલે જીવને તેનો વિપાક ભોગવવો પડે છે. કર્મ પ્રવૃતિઓમાં શાતા વેદની ઊંચગોત્ર દેવાયુ, મનુષાયુ વગેરે “ર” પુણ્ય પ્રકૃતિઓ છે અને અશાત વેદની નીચ ગોત્ર નરકાયુ વગેરે, “ર” અશુભ પાપ પ્રકૃતિઓ છે. પુણ્ય પ્રકૃતિઓનો વિપાક શુભ હોય
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૧૯
મંગલાચરણ
પુણ્ય
ખે
છે, પાપ પ્રકૃતિઓનો વિપાક અશુભ હોય છે. પ્રકૃતિઓના ઉદયકાળમાં પણ જીવ આસક્ત અને તો અલ્પકાળ પર્યંત સુખ ભોગવી લીધા પછી અનંતકાળ મહા દારૂણ દુઃખો ભોગવવાં પડે. પ્રતિક્ષણે ઉત્પન્ન થતા કમ ફળનો ઉયકાળ વિવિધ પ્રકારે ચિંતવવો તે વિપાક વિચય. તે એવી રીતે ચિંતવવો કે તીર્થંકર નામકર્મીના ઉયે દેવાધિદેવ અરિહંત પ્રભુની અષ્ટ પ્રાતિહા અને ત્રણ ગઢના સમવસરણ વગેરેની જે સંપદા તે પુણ્યનું એક છત્રી સામ્રાજ્ય કહેવાય. અને સાતમી નરકના જીવોની જે વિપદા તે પાપનુ એક છત્રી સામ્રાજ્ય કહેવાય. શરીરના એક એક રોમમાં પોણા રોગ છે જેની કુલ પાંચ કરોડની પણ ઉપર સંખ્યા થાય છે. તે બધા સાતમી નરક પૃથ્વીના જીવોને એકી સાથે ઉદયમાં વર્તે છે. હવે કલ્પના કરો કે તે જીવોને કેવા કર્મના વિપાક ભોગવવા પડતા હશે ? આપણા શરીરમાં કોઈ એક ભાગમાં ફોડલી થાય છે તો આપણે સહન કરી શકતા નથી, આપણો ઉપયોગ તેમાંજ લાગ્યો રહે છે, તો સાતમી નરકના અથવા સાતે નરકગતિના જીવો જે કર્મોના વિપાક ભોગવી રહ્યા છે તે કેવા દારૂણ અને દુઃખમય હશે ? એકવાર આંધેલું ક વિપાકમાં ઓછામાં ઓછું દસ ગણું થાય છે. મધ્યમ અર્પેક્ષાએ હજારો લાખો ગણું થાય છે અને ઉત્કૃષ્ટતાની અપેક્ષાએ કોટા કોટી ગણુ થાય છે. તીવ્રતમ પરિણામથી કર્મ બાંધેલુ હોય એટલે કોટાકોટી ગણો વિપાક ભોગવવો પડે છે.
કર્મના વિપાક સબંધી ચિંતવના
જીવનો સ્વભાવ સજ્ઞ સદી છે, છતાં જ્ઞાનાવરણીય
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૧૮
મંગલાચરણ
તો નથી. જેના કમરના કાચ તે જાનવર જનાવરણીય
કર્મના ઉદયે જ્ઞાનકાઈ ગયેલું છે. જેમ આંખે પાટો બાંધ્યો હોય એટલે આંખનું તેજ ઢંકાઈ જાય તેવી રીતે જ્ઞાનાવરણીય કર્મના ઉદયે જ્ઞાન અવરાઈ જાય તે જ્ઞાનાવરણીય કર્મનો વિપાક, દર્શનાવરણીય કર્મના ઉદયે જીવ પોતે પોતાને દેખી શક્તો નથી. વેદનીય કર્મ મધથી ખરડાયેલી તરવારની ધાર સરખું છે. ઉપર ઉપરથી મધ ચાટે એટલે ક્ષણ પુરતો સ્વાદ આવી જાય અને ધારથી જીભ કપાય એટલે અશાતાનો પાર નહીં. તેમ શાતાના ઉદયે અલ્પ કાળ સુખનો અનુભવ જીવ ભલે કરી લે પણ શાતાના સુખમાં જીવ જે લેપાઈ જાય તો ઘણું લાંબા કાળ પર્યત અશાતા ભોગવવી પડે. મધ ચાટતાં સુખ કેટલું અને જીભ કપાય તેનું દુઃખ કેટલું આ રીતે વેદની કર્મનો વિપાક વિચારી લેવો.
મોહની કર્મનો સ્વભાવ મદિરાપાન જેવો છે. દારૂ પીધેલો હોય તેને હિતાહિતનું ભાન રહેતું નથી તેમ મોહનીયના ઉદયે જીવ ધર્માધર્મને જાણી શક્તો નથી. તેમાં મિથ્યાત્વ મોહનીયના ઉદયે જીવને માર્ગનું શ્રદ્ધાન થતું નથી અને ચારિત્રમોહનીયના ઉદયે માર્ગમાં સમ્યગ્ન પ્રવૃત્તિ થઈ શકતી નથી બન્ને પ્રકારમાં મિથ્યાત્વ મોહની અતિ ભયંકર છે. કેદખાનામાં પડેલો મનુષ્ય મુદત પુરી થયા પહેલાં છૂટી શક્તો નથી તેમ આયુ કર્મ કેદના અથવા બેડીના બંધન જેવું છે. તે કર્મનો ઉદય વર્તતો હોય ત્યાં સુધી જીવ અક્ષય સ્થિતિને પામી શક્તો નથી. નામ કર્મ ચિતારા જેવું છે. તે કર્મના ઉદયે જીવને વિવિધ પ્રકારનાં શરીરો, સંસ્થાનો, સંઘયણ ધારણ કરવાં પડે છે. જીવનો સ્વભાવ સ્વરૂપી હોવા છતાં
Page #358
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૩૧૯
નામકર્મના ઉદયે તેને લાખ ચોરાશીના રંગમંડપમાં નરનાકરાદિ વિધવિધ ભેખ ધારણ કરવા પડે છે. ગોત્ર કર્મનો સ્વભાવ દારૂ અને દૂધ ભરવાના ઘડા જેવો છે. તે કર્મના ઉદયે જીવને ઊંચ નીચ ગોત્રમાં જન્મ મરણ કરવા પડે છે. નીચ ગોત્રના ઉદયે જીવને નીચ ગોત્રમાં જન્મ લેવો પડે છે અને ઊંચ ગોત્રના ઉદયે જીવને ઊંચ ગોત્રમાં જવું પડે છે જેમાં દૂધ ભર્યું હોય તે કુંભ શ્રેષ્ઠ કહેવાય છે અને દારૂ ભય હોય તે કનિષ્ઠ કહેવાય. છે. ઊંચ નીચ ગોત્રના વિપાક પણ તેવા જ હોય છે. જ્યારે જીવનો સ્વભાવ અગુરુલઘુ છે. ગોત્ર કર્મના ઉદયે જીવ પોતાના સ્વભાવના લાભથી વંચિત રહે છે. ઘરના માલિકને દાન દેવાની ભાવના હોય છતાં તેનો ભંડારી અવરોધ નાખે તો માલિક દાન આપી ન શકે તેમ અંતરાય કર્મના ઉદયે જીવ ધર્મ માર્ગમાં વિર્ય ફોરવી શક્તો નથી. દાનાંતરાયના ઉદયે ઈચ્છા હોવા છતાં દાન આપી શકે નહીં.
- ઘરનો માલિક મજબૂત મનોબળવાળો હોય તો ભંડારી એક બાજુ બેસી રહે અને માલિક ઉદારતાથી સન્માર્ગે વાપરી શકે તેમ આત્મા જો બળિયો થાય તો કર્મનું કાંઈ ન ચાલે અને ગળિયો થાય તો કર્મો તેની પર સવાર થયા વિના રહે નહીં. આઠે કર્મોના વિપાક સંબંધી ચિંતવના કરે તો પાપ કર્મોથી જરૂર વિરામ પામે અને વિરામ પામે તો જરૂર ભવોભવમાં આરામ પામે અને પ્રાંત નિર્વાણ પદને પામે
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૨૦
મગલાચરણ
લોક અને અલોક
ધર્મ ધ્યાનનો ચોથો પ્રકાર છે. સંસ્થાન વિચય. લોક પદ્યાત્મક કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય અને કાળ આ ષદ્ભવ્યો છે. જેમાં પ્રદેશ સમૂહ હોય તે દ્રવ્યને અસ્તિકાય સ્વરૂપ કહેવામાં આવે છે. કાળ દ્રવ્યમાં પ્રદેશ સમૂહ નથી માટે તે અસ્તિકાય નથી. બાકીના પાંચે દ્રવ્યો અસ્તિકાય સ્વરૂપ હોવાથી પચાસ્તિકાય કહેવામાં આવે છે. આ પંચાસ્તિકાય અથવા ષદ્ભવ્ય જ્યાં હોય તે લોક અને આકાશદ્રવ્ય શિવાય બીજા કોઈ દ્રવ્યનો જ્યાં યોગ ન હોય તે અલોક. ઊર્ધ્વ, અધો અને તીર્ આમ લોકના ત્રણ વિભાગ પડે છે. તે લોકની આકૃતિ અને સંસ્થાન સંબધી ચિંતવના કરવી તે સંસ્થાન વિચય નામે ધર્મ ધ્યાનનો ચોથો પ્રકાર કહેવાય. તેમાં અધોલોક સાત નરકની અપેક્ષાએ સાત પ્રકારે છે. તિર્થ્યલોક અનેક પ્રકારે અને ઊર્ધ્વલોક પંદર પ્રકારે છે. તેમાં દસ પ્રકાર ખાર દેવલોકના છે. નવમા, દસમા, અગિયારમા અને ખારમા એ બે બે દેવલોકના ઈન્દ્રો એકેક હોય છે. એટલે ઊર્ધ્વલોકના દસ ભેદો થયાં. નવચૈવેયકમાં ત્રણ અધો, ત્રણ મધ્ય અને ત્રણ ઉપરના મળીને ત્રણ ભેદો થયા. પાંચ અનુત્તરનો એક પ્રકાર અને એક પ્રકાર સિદ્ધશિલાનો આમ પંદર ભેદે ઊર્ધ્વ લોક કહેવાય છે. તેમાં અધોલોક અધોમુખ રાખેલા રામપાત્ર જેવા સંસ્થાનવાળો અથવા ઉપર ઉપર રાખેલા શરાવની આકૃતિ જેવો છે. નીચેનો શરાવ સૌથી મોટો હોય પછી ઉત્તરોત્તર
Page #360
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૩૧
ઘટતા વધતા પ્રમાણુવાળા હોય. તિછલોક થાળના આકારવાળો અને ઊર્વીલોક મૃદંગના આકાર જેવો છે. આખો લોક ઊંચાઈમાં ચૌદ રાજલોક પ્રમાણ છે. એક એક રાજલોક અસંખ્ય યોજન પ્રમાણુ હોય છે.
અધોલોક નીચે સાતમી નરક પૃથ્વી પાસે વિસ્તારમાં સાત રજજુ પ્રમાણ, તીર્યમ્ લોક એક રજુ પ્રમાણ, મધ્યમાં બ્રહ્મદેવલોક પાસે પાંચ રજુ પ્રમાણ અને ઉપર વિસ્તારમાં એક રજજુ પ્રમાણ લોક છે. તેમાં અઢી દ્વિપ પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ છે અને ઉપર સિદ્ધશિલા પણ પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ છે. જીવાદિ છએ દ્રવ્યોના આધારરૂપ જે ક્ષેત્ર તે લોક કહેવાય છે. તે લોક ઉત્પાદું વ્યય ધ્રૌવ્ય સ્વભાવવાળો છે. અનાદિ અનંત હોવાથી કોઈએ પણ તે સજેલો નથી. ચૌદ રાજલોક પગ પહોળા કરીને બન્ને હાથ કેડપર રાખીને ઊભેલા પુરૂષની આકૃતિના આકાર જેવો છે - ચૌદ રાજલોકમાં સર્વત્ર આ જીવે જન્મ મરણ કરી લીધેલા છે. ચૌદ રાજલોકમાં એક વાળના અગ્રભાગ જેટલી પણ જગ્યા ખાલી રહી નથી કે જ્યાં અનંતી વાર સર્વ જીવોના જન્મ મરણ ન થઈ ચૂક્યાં હોય, અને સંસારના પર્યટન કાળમાં પરમાણુથી માંડી સ્કંધ પર્વતના રૂપી દ્રવ્યોનો ઉપભોગ આ જીવે અનંતી વાર કર્યો છે. છતાં આશ્ચર્યની વાત છે કે આ જીવ તુતિને પામ્યો નથી અને તેમાં હજી આ જીવ દ્રષ્ણન પોષી રહ્યો છે. ધર્મધ્યાનના ચિંતનમાં ઉપયોગ લગાવવામાં આવે તો
Page #361
--------------------------------------------------------------------------
________________
૭૨
મંગલાચરણ
અંતરમાં જરૂર વૈરાગ્ય રસ પ્રગટે અને તેના ફળ સ્વરૂપે છવ શાંતરસમાં એવો તો નિમગ્ન બની જાય કે પુદગલાદિ કોઈ પણ પરવ્યોમાં તેને રાગદ્વેષની પરિણતિ ન થાય,
તે વિવિધ પ્રકારના દ્રવ્યોમાં રહેલા અનંત પર્યાયો પરિવર્તનને પામતા હોય છે. આ રીતની પદાર્થ સંબંધી ચિંતવન કરવાથી મન તેમાં આસક્તિને પામતું નથી અને કોઈ પદાર્થનો વિયોગ થઈ જાય તો પણ મન અદિરથી આકુળ વ્યાકુળ બનતું નથી.
લોક સંસ્થાનનું ચિંતન કરનારાઓ લોકમાં રહેલા જીવનું આ સ્વરૂપે ચિંતન કર્યું કે “જીવ પોતે જ નિજકર્મનો કર્તા છે, કર્મફળનો ભોક્તા પણ પોતે છે, નિશ્ચયનયથી અરૂપી અવિનાશી છે અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે” આ સ્વરૂપે ચિંતન કરવાથી જીવની પોતાના સ્વરૂપમાં રમણુતા વધતી જાય છે. ધર્મધ્યાનમાં તેજે, પદ્ધ અને શુક્લ લેશ્યા હોય છે. શુકલ ધ્યાનમાં શુકલ લેશ્યા અત્યંત સુવિશુદ્ધ હોય છે. તો ધર્મધ્યાનમાં મધ્યમ પ્રકારની તો જરૂર હોય છે. શીલા અને સંયમથી યુક્ત જે મહાત્મા આ ધર્મધ્યાનને ધ્યાવે છે તે પ્રાંત શુકલ ધ્યાનને પામી કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. વચગાળામાં પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી સ્વર્ગાદિ સંપદાઓને પ્રાપ્ત કરે છે. અને તે જ પુણ્યાનુબંધી પુણ્ય પરંપરાએ મોક્ષપદ પ્રાપ્તિમાં કારણ બને છે. બીજી રીતે વિચારીએ તો ધ્યાનની ગણના અત્યંતર તપમાં થતી હોવાથી ધ્યાન એ પરમતપ છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
-
૩૩
પ્રમત્ત અવસ્થામાં પ્રતિક્રમણાદિ ક્રિયાઓની
પણ સંપૂર્ણ જરૂર - છઠ્ઠા ગુણઠાણ સુધી પ્રમાદની પ્રધાનતા હોવાથી ધર્મધ્યાનની ગૌણતા હોય છે અને સાતમે ગુણઠાણે ધર્મધ્યાનની - પ્રધાનતા હોય છે. છતાં ચોથા સમ્યક્ત્વગુણસ્થાનથી ધર્મધ્યાનની આંશિક શરૂઆત થઈ જાય છે. જ્યાં સુધી જીવ પ્રમાદ યુક્ત છે ત્યાં સુધી તેનામાં નિરાલંબન એવું ધર્મધ્યાન ટકી શકતું નથી. તેવી અવસ્થામાં કોઈ સાધુ આવશ્યકાદિ ક્રિયાનો ત્યાગ કરીને નિશ્ચલ ધ્યાનનો આશ્રય કરે તો સમજવું તે જિનાગમને જાણતો નથી અને મિથ્યાત્વના દોષવડે મોહિત થયેલો છે. પ્રમત્ત અવસ્થા છે ત્યાં સુધી પ્રતિક્રમણ, પ્રતિલેખન આદિ પ્રત્યેક ક્રિયાઓ સાધુઓએ પણ કરવી જોઈએ તો પછી ગૃહસ્થો જે કિયાઓનો ત્યાગ કરીને એકલા ધ્યાનના રવેડે ચડી જાય તો તેવા નિશ્ચલ ધ્યાનને પામ્યા વિના તેઓ માર્ગથી ભ્રષ્ટ થઈ જવાના છે. માટે શ્રમણ કે શ્રમણોપાસક એવા શ્રાવકોએ ગુણસ્થાનની ભૂમિકાને અનુસાર પ્રત્યેક ધર્મ ક્રિયાઓ પણ કરવી જોઈએ. ધ્યાનનો કાળ તો અંતર્મુહૂર્તનો જ બેઘડીનો) શાસ્ત્રોએ કહ્યો છે માટે શુભ ક્રિયાઓના આલંબન દ્વારા જ જીવ ઉત્તરોત્તર વિકાસને સાધી શકે છે.
સભ્ય દર્શન એ જ ખરી વિપશ્યના
શ્વાસ ઉપર કે શરીરના અમુક અવયવોપર પોતાનું લક્ષ કેન્દ્રિત કરવા કરતાં આજ્ઞા શિયાદિ ધર્મધ્યાનના પ્રકારો પર
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૨૪
મંગલાચરણ
લક્ષ કેન્દ્રિત કરવામાં આવે તો ચારે બાજુ ભમતા એવા પોતાના મનને જરૂર નિર્યાત સ્થાનમાં રહેલા સ્થિર દીપકની જેમ કોઈ એકાદ પદાર્થના ચિતનમાં સ્થિર કરી શકાય. આજે કેટલાક વિપશ્યનાના પ્રયોગો કરે છે પણ જૈન દર્શનમાં સમ્યગદર્શન એ જ ખરી વિપશ્યના છે. શરીરમાં ચાલતા શ્વાસપર કે શરીરના અમુક અવયવોપર ઉપયોગને એકાગ્ર કરવા કરતાં ભગવાનની આજ્ઞા સંબંધી વિચારણામાં ઉપયોગને એકાગ્ર કરવામાં આવે તો પરંપરાએ ઉપયોગ અંતરમાં પોતાના સ્વરૂપ ભણી વળતો જાય અને પ્રાંતે પોતે જ પોતામાં સમાઈ જાય. હવે આના જેવી બીજી કઈ ધ્યાનયોગની અપૂર્વ સિદ્ધિ હિોઈ શકે ? યોગીરાજ આનંદઘનજીએ ફરમાવ્યું છે કે
इडा पिंगला नाडी तज योगी,
- સુતરા ઘર વાણી . ब्रह्मरंध्रमधि आसन करी योगी,
अनहत नाद बजासी, म्हारो बालुडो संन्यासी ।।
ઈડ પિંગળા નાડીનો ત્યાગ કરીને યોગીઓ સુસમણ નાડીથી પાન કરતા હોય છે. ઈડ પિંગળા એ સૂર્યનાડી અને ચંદ્રનાડી કહેવાય છે. તે ડાબી અને જમણી સાઈડમાં ચાલે છે. સુસુમણા મધ્યમાં ચાલે છે. તે દ્વારા યોગીઓ ધ્યાન કરે છે અને અંતે પોતાના ઉપયોગને બ્રહ્મરંધ્રમાં કેન્દ્રિત કરીને પોતાની ધ્રુવ સત્તાનાં દર્શન કરે છે.
Page #364
--------------------------------------------------------------------------
________________
મંગલાચ
शीरपर पंचवसे परमेश्वर, घटमें सूक्ष्म बारी । आप अभ्यास लखे कोई विरला नीरखे ध्रुकी तारी ॥
૩૧૫
બીજા એક પદમાં પૂ. આનંદઘનજી લખે છે કે, શીરપર બ્રહ્મરંધ્રમાં જ પરમેશ્વર વસે છે એટલે આખિર પોતાનો આત્મા જ પરમેશ્વર છે. ઘટમાં ઉપયોગની સૂક્ષ્મ આરી છે. પોતાના યોગાભ્યાસના મળે તે સૂક્ષ્મ ખારી વડે યોગી પુરૂષો ધ્રુવ, અચલ અને શાશ્વત એવી પોતાની આત્મસત્તાને નીરખી લે છે. પૂ. આન ધનજીએ પોતાના પદેપદમાં યોગના વિષયપર વેધક પ્રકાશ પાડેલો છે. અભ્યાસ વિના તે વિષય સમજાય તેવો નથી.
ઉત્તમ સંધયણ અને પૂર્વના જ્ઞાનવાળા પુરૂષો શુકલધ્યાનના અધિકારી
છેલ્લે હવે શુકલધ્યાનના ચાર પ્રકારોપર થોડો પ્રકાશ પાડી ઇએ. શુકલધ્યાન આ કાળે ધરી શકાતું નથી. વાઋષભનારાચ સંઘયણવાળા અને પૂર્વના જ્ઞાનને ધારણ કરનારા જ શુકલધ્યાન ધરવા માટે સમર્થ બને છે. તેવા સંઘયણ વગરના અલ્પ સત્ત્વવાળા મનુષ્યો મનની તેવી સ્થિરતા રાખી શકતા નથી કે તેઓ શુકલધ્યાન ધરી શકે, પૂના જ્ઞાનવાળા મહાપુરૂષો શુકલધ્યાન ધરી શકે તેમાં હજી અપવાદ હોઈ શકે. માસતુસમુની માદેવામાતા વગેરે પૂ ધર ન હતા છતાં તેઓ શુકલ ધ્યાનની શ્રેણીએ ચઢ્યા હતા અને કેવલજ્ઞાન પામ્યા હતા. મરણાંત ઉપéગના પ્રસંગે પણ મહાપુરૂષોનું મન લેશ પણ વિચલિત ન થાય, ઠંડી, ગરમી,
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૨૬
મંગલાચરણ
શરીરમાં ગમે તેવા રોગો લાગુ પડવાથી પણ જેઓ લેશ કપાયમાન ન થતા હોય ઇન્દ્રિયોના ગમે તેવા ઈષ્ટ વિષયોથી પણ જેમનું મન વ્યાકુલિત ન ખનતું હોય, તેવા પુરૂષો જ મનની સ્થિરતા કેળવવાપૂર્વક શુકલ ધ્યાન ધરી શકે.
ધ્યાનની ધારા દ્રવ્યથી દ્રવ્યાન્તરમાં જાય, ગુણથી ગુણાંતરમાં જાય તે શુકલધ્યાનનો પહેલો પ્રકાર
શુકલધ્યાન પણ ચાર પ્રકારે છે. પૃથત્વ વિતક સવિચાર, એકત્વ વિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ અને ન્યુપરતક્રિયા અનિવર્તિ. શરૂઆતના બે પ્રકારના ચિંતનમાં શ્રુતનું આલંબન હોય છે એટલા માટે વિતક શબ્દનો પ્રયોગ થયો છે, એટલે કે શ્રુતના આલમને સ્વ આત્માના દ્રવ્યગુણ પર્યાયનું પોતાના ઉપયોગને અંતરમાં વાળીને ધ્યાન કરવામાં આવે તે શુકલધ્યાનનો પહેલો પ્રકાર ગણી શકાય. પૃથ શબ્દનો અર્થ એ રીતે કરવાનો છે કે શુકલધ્યાનના પહેલા પાયાનુ ધ્યાન કરનારા ધ્યાતાનો ઉપયોગ એક દ્રવ્યથી બીજા દ્રવ્યપર જાય. ગુણુથી ગુણાન્તરમાં ઉપયોગ જાય અને પર્યાયથી ખીજા પર્યાયમાં ઉપયોગ જાય. એકના એક દ્રવ્ય ગુણુ કે પર્યાય ઉપર ઉપયોગ ટકી ન શકે અને દ્રવ્ય ગુણુપર્યાયના ધ્યાનમાં દ્રવ્ય ઉપરના ધ્યાનથી હુઠીને ઉપયોગ દ્રવ્યાન્તરના ધ્યાનમાં લાગી જાય. પર્યાયપરથી અન્ય પર્યાયના ધ્યાનમાં ઉતરી જાય. એટલા માટે પૃથ શબ્દનો પ્રયોગ થયો છે. કોઈ એક વસ્તુના (દ્રવ્યના) ઉત્પાદ્ સ્થિતિ વ્યય ભૂત્વ અમૃત ત્વાદિ પર્યાયોને દ્રવ્યાસ્તિક તથા પર્યાયાસ્તિક આદિ
Page #366
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
નયો વડે પૂર્વગત શ્રતને અનુસારે ચિંતવવા તે સપૃથફત્વ કહેવાય. પૃથકૃત્વ સવિતર્ક પછી સવિચાર શબ્દનો પ્રયોગ થયો છે. સવિચાર એટલે એક અર્થના ધ્યાનમાંથી ઉપયોગ બીજા અર્થના ધ્યાનમાં જાય. એક શબ્દથી બીજા શબ્દમાં જાય, અને એક યોગમાંથી બીજા યોગમાં જાય. આ રીતે પૃથત્વવિતર્ક સવિચાર નામે શુકલધ્યાનનો પહેલો પ્રકાર થયો.
શુકલધ્યાનના પહેલા પ્રકારમાં જે કે ધ્યાનની ધારા એક દ્રવ્ય કે એક ગુણ ઉપર ટકતી નથી તો પણ તે ધ્યાનમાં મનની સ્થિરતા અપૂર્વ હોય છે. કારણ કે મન જાય તો પણ દ્રવ્યથી અન્ય દ્રવ્યપર અથવા ગુણથી ગુણાન્તરપર જાય પણ મન વિષય, કષાય કે તેવા કોઈ પણ અશુભ પ્રકારો પર તો ન જાય. એટલે તે પહેલા પ્રકારના શુક્લધ્યાનના પ્રભાવે પણ પૂ. રત્નશેખર સૂરીશ્વરજી મહારાજ ગુણસ્થાન કમારોહમાં ફરમાવે છે તેમ
- प्राप्नोत्यतः परांशुद्धि, सिद्धिश्रीसौल्य वर्णिकाम् ।।
તે ધ્યાનના પ્રભાવે જીવ ઉત્કૃષ્ટ વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. તે વિશુદ્ધિ સિદ્ધિસુખની સાક્ષાત્ વાનગીરૂપ હોય છે. આ પ્રથમ પ્રકારનું શુકલધ્યાન જે કે પ્રતિપાતિ પણ થાય છે. ઉપશમ શ્રેણીએ ચડેલા મહાપુરૂષો પણ આ ધ્યાનને ધરે છે છતાં તેઓ નિયમાં પાછા નીચે પડે છે. ઉપશમ શ્રેણીએ ચડેલો મુની જે શ્રેણીથી જ કાળ કરે તો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે અને એકાદ ભવ કરીને તે મોક્ષે જાય છે. જેમાં
Page #367
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
મોહનીય કર્મની પ્રકૃતિઓને છવ ખપાવતો જાય તે ક્ષપકશ્રેણી કહેવાય અને જેમાં દબાવતો જાય તે ઉપશમશ્રેણી કહેવાય. આઠમે ગુણકાણેથી શ્રેણી મંડાય છે તેમાં ક્ષપકશ્રેણએ આત્મા ચડવો હોય તો તે આઠમે ગુણઠાણેથી નવમે દશમે પહોંચે અને દશમેથી સીધો બારમે ગુણઠાણે પહોંચે. ઉપશમણુએ ચડેલો દશમેથી અગીયારમે ઉપશાંત મોહ ગુણસ્થાને પહોંચે અને ત્યાંથી નિયમ નીચે પડે. શુકલધ્યાન અને શ્રેણીમાં હોય છે. ક્ષપકશ્રેણીમાં ધાનની ધારા અત્યંત સુવિશુદ્ધ હોય છે એટલે તે શ્રેણીએ ચડેલો જીવ પડતો નથી. જેમાં પોતાના એક આત્મદ્રવ્યપર અથવા એક ગુણપર્યાયપર ધ્યાનની ધારા અખંડ રહે તે
શુકલ યાનનો બીજો પ્રકાર શુક્લધ્યાનનો બીજો પ્રકાર છે એકત્વ વિતર્ક અવિચાર.
निजात्मद्रव्य मेकंवा, पर्यायमथवा गुणं । निश्चलं चिन्त्यतेयत्र, तदेकत्वं विदुर्बुधा ।।
| (ગુણસ્થાન કમારોહ) શુકલધ્યાનના બીજા પ્રકારમાં નિશ્ચલપણે મૃતના અનુસારે પોતાના જ એક આત્મદ્રવ્યને અથવા પોતાના ગુણને અથવા પોતાના આત્મદ્રવ્યના એક પર્યાયને ચિંતવવામાં આવે તે એકત્વ કહેવાય. આ બીજા પ્રકારના ધ્યાનમાં વ્યંજન (શબ્દ) અર્થ અને યોગોમાં પરાવર્તન કરવાનું હોતું નથી. મન, વચન
Page #368
--------------------------------------------------------------------------
________________
અગાલાચરણ
૩ર૯
અને શરીર એ ત્રણે યોગમાંથી કોઈ પણ એક યોગ ધ્યેય તરીકે આ સ્થાનમાં હોય છે. પણ જુદા જુદા હોતા નથી. એક જ ધ્યેય રાખવાનું હોવાથી અર્થ વ્યંજન અથવા ત્રણે યોગોમાં સંક્રમણ થઈ શકે નહીં. જેમ પહેલા પ્રકારના શુકલધ્યાનમાં યોગમાંથી યોગાંતરમાં જાય અને અર્થમાંથી અર્થાતરમાં જાય તેમ આ બીજા પ્રકારના શુકલધ્યાનમાં સંક્રમણ ન થાય. આ ધ્યાનમાં દ્રવ્ય ગુણ અથવા પર્યાયમાંથી કોઈ એકમાં જ ઉપયોગને ટકાવવાનું હોવાથી પવન વગરના સ્થાનમાં રહેલા સ્થિર દીપક સમાન આ ધ્યાનમાં આત્મા નિષ્પકંપ બની જાય છે. કોઈ મનુષ્યને સર્પદંસ થતાં તેના આખાએ શરીરમાં કેટલીકવાર વિષ વ્યાપી જાય છે. અને બચવાની પણ આશા રહેતી નથી. એટલામાં મંત્ર વિદ્યાના જાણકાર કોઈ ગારૂડિકને બોલાવવામાં આવે તો તે મંત્ર વિદ્યાના બળે આખા શરીરમાં વ્યાપી ગયેલા ઝેરને ડંખમાં લાવી મૂકે છે. અને પછી તો ઝેર ઉતરી પણ જાય છે. અને મૃત્યુના મુખમાં સપડાયેલા માનવીને પુનઃ નવજીવન પ્રાપ્ત થાય છે. તેવી રીતે ચારે બાજુ ભટક્તા મનને ધ્યાનયોગના પ્રભાવે મહાપુરૂષો કોઈ એકાદ પદના ચિંતનપર કેન્દ્રિત કરી નાખે છે અને આખિર મનપર સંપૂર્ણ વિજય કરીને અમનઔદશા પ્રાપ્ત કરી લે છે. જેને બીજા શબ્દોમાં ઉન્મનીભાવ કહેવામાં આવે છે, જે ધ્યાનયોગની અપૂર્વ સિદ્ધિ કહી શકાય. ધ્યાનની શ્રેણીએ આત્મા જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ તેને અનુપમ એવા સુખની પ્રાપ્તિ થાય છે. ચક્રવતના સુખને એક જંગલમાં રહેનારો પામર મનુષ્ય શું જાણી શકે તેવી
Page #369
--------------------------------------------------------------------------
________________
મંગલાચર
રીતે સ્વાનુભવ વિના ધ્યાનજનીત સુખને પણ મનુષ્યો જાણી શતા નથી. ધ્યાનયોગનું આખરી ફળ ચિત્તની સમાધિ છે. જે સ્વરૂપનું ધ્યાન ધરવામાં આવે તેમાં તન્મયતા આવી જાય. અથવા સ્વરૂપમાં સમાઈ જવું તે જ સમાધિ છે. વિકલ્પમાત્રનો સંન્યાસ થઈ જતાં નિર્વિકલ્પ સમાધિ પ્રગટે છે. નિર્વિકલ્પ સમાધિ
એ જ યોગરૂપી ગિરિરાજનું છેલ્લામાં છેલ્લું શિખર છે. એ. શિખર સર થઈ જાય એટલે આત્મા ગુણઠાણુની ઉચ્ચ. ભૂમિકા પર આરૂઢ થાય છે. ઉચ્ચ ગુણઠાણાની ભૂમિકાએ પહોંચેલા આત્માનું સુખ પણ સર્વોત્તમ હોય છે માટે સ્વાનુભવ ગમ્ય એવા ધ્યાનજનિત સુખને શબ્દોમાં લાવી ન શકાય. આ ધ્યાનમાં પણ પૂર્વગત મૃતનું આલંબન તો હોય છે જ. આ ધ્યાન બારમા ગુણસ્થાનના અંત સુધી હોય છે. તેમાં યથાખ્યાત ચારિત્ર હોય છે. શુકલધ્યાનના આ બન્ને ભેદોમાં. સુવિશુદ્ધ શુકલ લેશ્યા હોય છે. અને તે પાનના પ્રભાવે જીવ તેરમે ગુણસ્થાને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને કેવલજ્ઞાનના પ્રભાવે જીવ લોકાલોકના ભાવોને હસ્તામલવત જાણતો અને
તો થઈ જાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે ત્રણે યોગને આધારે પ્રથમ શુકલધ્યાન હોય છે કોઈ એક યોગને આધારે દ્વિતીય શુકલધ્યાન હોય છે. કેવલ કાયયોગીને ત્રીજુ શુકલધ્યાન હોય. છે અને અયોગીને ચોથું શુકલધ્યાન હોય છે. છેલ્લા બે પ્રકારમાં મૃતનું આલંબન હોતું નથી. બારમા ગુણઠાણના છેલ્લા સમય સુધી મૃતનું આલંબન જ્ઞાનીઓએ સ્વીકારેલું છે.
જ્યારે અત્યારથી જ આપણે આલંબન છોડી દઈએ તો આપણી હાલત શી થવાની ?
Page #370
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૩૧
યોગ નિરોધ માટે ત્રિજા પ્રકારનું શુકલધ્યાન
ત્રીજું સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામનું શુકલધ્યાન, જ્યારે અંતમુહૂત જેટલું આયુષ્ય ખાકી રહ્યું હોય ત્યારે નિર્વાણુ ગમનના સમયે હોય છે. તે સમયે કેવળી ભગવાન યોગ નિરોધ માટે ત્રીજુ શુકલધ્યાન ધ્યાવે છે. યોગ નિરોધ કરવાની શાસ્ત્રોમાં રીત એવી ખબતાવી છે કે કેવળી ભગવાન માદર કાયયોગમાં સ્થિતિ કરીને માદર એવા વચનયોગ અને મનોયોગને સૂક્ષ્મ કરી નાખે છે. એટલે તે યોગોના વ્યાપારને થંભાવતા જાય છે. ત્યાર ખાદ તે સૂક્ષ્મ કરેલા મનયોગ અને વચનયોગમાં રહીને ખાદર કાયયોગને સૂક્ષ્મ કરી નાખે છે. તે સૂક્ષ્મ એવા કાયયોગમાં રહીને સૂક્ષ્મ એવા મનોયોગ અને વચનયોગનો નિગ્રહ કરે છે એટલે સથા તેની સત્તાનો અભાવ કરે છે. ત્યારખાદ સૂક્ષ્મ એવા કાયયોગમાં ક્ષણવાર સ્થિતિ કરીને જ્ઞાનસ્વરૂપ પોતાના આત્માને પોતે અનુભવે છે. પૂ. આચાય ભગવાન રત્નશેખરસૂરીશ્વરજી ગુણસ્થાન ક્રમારોહ ગ્રંથમાં કમાવે છે કે ઃ
"
छद्मस्थस्य यथाध्यानं मनसः स्थैर्यमुच्यते । तथैव वपुषः स्थैर्य, ध्यानं केवलीनो भवेत् ॥
જેમ છદ્મસ્થ યોગીનું ધ્યાન મનની સ્થિરતા માટે હોય છે તેમ કેવલી ભગવાનનું ધ્યાન કાયાની સ્થિરતા એ જ હોય છે. કેવલી ભગવાનને આ રીતે તેરમા સયોગી ગુણુસ્થાનમાં સૂક્ષ્મ કાયયોગની સ્થિતિમાં સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ ધ્યાન
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૩૧
મોંગલાચરણ
હોય છે તે ધ્યાનન સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ એટલા માટે કહેવામાં આવે છે કે સૂક્ષ્મક્રિયા મટીને હવે કદાપિ સ્થૂલ ક્રિયા થવાની નથી માટે ત્રીજા શુકલધ્યાનનું નામ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ છે.
જેમાં મેરૂપવ ત જેવી આત્માની અડોલ સ્થિતિ તે શૈલેશીકરણ
ચોથુ બ્યુપરતક્રિયા અનિવર્તિ નામે શુકલધ્યાન કેવલી ભગવાનને ચૌદમા ગુણુસ્થાને શૈલેશીકરણમાં હોય છે જેમાં મેરૂપર્યંત જેવી આત્માની અડોલ સ્થિતિ હોય તેને શૈલેશીકરણ કહેવામાં આવે છે. ચૌદમા ગુણસ્થાનમાં આત્મા લૈશ્યા રહિત અની જાય છે. એટલે તેને અલેશીપણુ કહેવામાં આવે છે. ચૌદમા ગુણસ્થાનનો કાળ માત્ર પાંચ હ્રસ્વાક્ષરના ઉચ્ચારણ જેટલો હોય છે. અ - ઇ – ઉ – ઋ - લૂ આને પાંચ હ્રસ્વાક્ષર કહેવામાં આવે છે. જે ધ્યાનમાં સૂક્ષ્મ યોગાત્મક એટલે સૂક્ષ્મ કાયયોગની ક્રિયા પણ સ્પષ્ટ રીતે સમુછિન્ન થઈ ગઈ છે. એટલા માટે ચૌદમે ગુણસ્થાને સમુચ્છિન્ન ક્રિયાનિવૃત્તિ નામનુ ચોથા પ્રકારનું શુકલધ્યાન હોય છે. આ ધ્યાનની અનંતર સમયે જ જીવનો મોક્ષ થાય છે. માટે આ ધ્યાનને મોક્ષરૂપી મહેલના દ્વાર સ્વરૂપ કહ્યું છે.
ચૌદમા ગુણસ્થાનને અયોગી ગુણસ્થાન કહેવામાં આવે છે. શિષ્ય ગુરૂ ભગવંતને શંકા ઉઠાવીને પુછે છે કે પ્રભુ ! દેહ હોવા છતાં અયોગીપણું કેવી રીતે ઘટે ? અને દેહનો
Page #372
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
જે અભાવ છે તો દેહવિના ધ્યાન કેવી રીતે ઘટે? પ્રત્યુત્તરમાં ગુરૂ ભગવંત કહે છે કે કાયયોગ અત્યંત સૂક્ષમ હોવાથી તેમ શીધ્ર ક્ષય પામનારો હોવાથી તેમ જ કાયાનું કાર્ય કરવાને અસમર્થ હોવાથી શરીર હોવા છતાં યોગરહીતપણું ઘટે છે. અને શુદ્ધ ચિત્રૂપ અત્યંત આનંદવાળા અયોગી ભગવાનને તેવા સૂક્ષ્મ શરીરના આશ્રયે ધ્યાન પણ ઘટી શકે છે. ધ્યાતા. આત્મા આમાવડે આત્માનું જ ધ્યાન ધરે એ જ નિશ્ચય દૃષ્ટિથી ખરું ધ્યાન છે. બાકી ધ્યાનના જેટલા પ્રકાર તે બધા વ્યવહાર નયાશ્રિત છે.
ધ્યાનના સોળે પ્રકાર પર વિશદ વિવેચન કરવામાં આવ્યું તેમાં ધર્મધ્યાન અને શુકલધ્યાનના આઠે પ્રકાર જીવનમાં અત્યંત આદરણીય છે. અને આ અને રૌદ્રના આઠ પ્રકાર પરિહરવા યોગ્ય છે. શુકલધ્યાન આ કાળે ધરી શકાતું નથી છતાં કોઈ મુમુક્ષુને તેના વિષયનો બોધ થાય એટલા માટે વિવેચન લખેલ છે. મનોનિગ્રહ અથવા મન ઉપરનો વિજય એ જ ધ્યાનનું વાસ્તવિક ફળ છે. શરૂઆતના શુકલધ્યાનના જે બે પ્રકાર તેનું ફળ કેવલજ્ઞાન છે, અને છેલ્લા શુકલધ્યાનના જે બે પ્રકાર તેનું ફળ મોક્ષ છે. મોક્ષમાં જીવને અનંત અવ્યાબાધ સુખ હોય છે. જે સુખનું વર્ણન જ્ઞાનીઓ પણ શબ્દોથી કરી શકતા નથી. માટે ધ્યાનના વિષયનો યથાશક્તિ જરૂર અભ્યાસ કરવો. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ કેવલી ઉત્કૃષ્ટપણે આ પૃથ્વીતલપર દેશોનકોડ પૂર્વ જેટલા કાળ, સુધી વિચરતા હોય છે, તેટલા કાળમાં કેવલીને કોઈ ધ્યાન હોય કે ધ્યાન રહિત હોય ? કેલ્વીનો તે દીર્ઘકાળ ધ્યાનમાં
Page #373
--------------------------------------------------------------------------
________________
૩િ૩૪
મંગલાચરણ
ગણાતો નથી. તેને પૂર્વાચાયોએ દયાનન્તરિકામાં ગણ્યો છે. છેલે અંતર્મુહૂર્તન કાળ જેટલું આયુષ્ય બાકી રહ્યું હોય ત્યારે શુકલધ્યાનના છેલ્લા બે પાયાનું ધ્યાન હોય છે.
ધ્યાતા ધ્યેય અને ધ્યાન યાતા, દયેય અને ધ્યાનની એકાકારતા એ જ ધ્યાન યોગની અપૂર્વ સિદ્ધિ છે. ઘી ગોળ અને ઘઉં એ ત્રણે એકમેક જેવા થાય એટલે મોદક બને છે તેમ ધાતા, ધ્યેય અને ધયાન એ ત્રણે એકાકાર થાય એટલે જીવનો મોક્ષ થાય છે. ધ્યાતા સ્વયં આત્મા પોતે છે, ધ્યેય મોક્ષપદની પ્રાપ્તિ છે, શુદ્ધાત્મ સ્વરૂપનું ધ્યાન તે જ ધ્યાન છે. શરૂઆતમાં સાધક દશામાં નવકાર મહામંત્રનું સ્થાન અથવા ધર્મધ્યાનના ચાર પાયાનું ધ્યાન તે પણ સ્થાન છે. અથવા અરિહંતપદનું ધ્યાન એ પણ ધ્યાનમાં અપૂર્વ સ્થાન છે. અરિહંત પદનું શુદ્ધ દ્રવ્યગુણ પર્યાયથી ધ્યાન ધરનારો ધ્યાતા આત્મા અરિહંત અને પોતાના આત્માની વચ્ચેના ભેદનો છેદ કરીને અરિહંત સ્વરૂપી બને છે. મહર્ષિ કુંદકુંદાચાર્યજી પ્રવચનસારમાં ફરમાવે છે કે :
जो जाणदि अरहंतं, दव्वत्त गुणत्त पज्जयतेहिं । , सो जाणदि अप्पाणं मोह खलु जादितस्सलयं ।।
જે કોઈ મુમુક્ષ દ્રવ્ય ગુણ પર્યાયથી અરિહંતને જાણે છે તે પોતાના આત્માને જાણે છે. અને જે આત્માને યથાસ્થિત સ્વરૂપમાં જાણે છે તેના મોહનીય કર્મનો નાશ થઈ જાય છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
૩૫
નિશ્ચય નયથી જેવો અરિહંત પ્રભુનો આત્મા છે તેવો જ આપણો આત્મા છે. સત્ પુરૂષાર્થના બળે ઘાતી કર્મોનો ક્ષય કરીને આપણો આત્મા પણ અનંત જ્ઞાન અને અનંત દર્શનને પામી શકે. માટે નિશ્ચયનયથી જિનપદ કે નિજ પદમાં કોઈ પ્રકારનો ભેદ નથી. ભૂતકાળમાં અનંત આત્માઓ અરિહંતપદ પામીને મોક્ષે ગયા છે, ભવિષ્યમાં અનંતા જવાના છે. ચાલુ વર્તમાનમાં પણ મહાવિદેહ ક્ષેત્રમાં વીસ તીર્થંકરો વિચરે છે. અરિહંતનું ધ્યાન કરનાર ાતા આત્મા પરંપરાએ અરિહંત. બને છે. શું આ ધ્યાનયોગની જેવી તેવી સિદ્ધિ છે ? કહેવું જ પડશે કે અપૂર્વ સિદ્ધિ છે! ધ્યાતા આત્મા એવો હોવો જોઈએ કે પ્રાણુનાશના પ્રસંગે પણ સંયમધુરાને છોકનારો નહીં હોવો જોઈએ. બીજા આત્માઓને સ્વઆત્માની માફક જેનારો હોવો જોઈએ. શુદ્ધ આત્મ સ્વરૂપથી વિચલિત થનારો નહીં હોવો જોઈએ. રાગદ્વેષ અને કામક્રોધાદિ દોષોથી દબાયેલો નહીં હોવો જોઈએ. કામભોગથી વિરત અને સ્વ શરીરમાં પણ નિઃસ્પૃહ એટલું જ નહીં શમ સંવેગરૂપી હદમાં નિમજજન કરનારો, રાજા કે રંક બન્નેમાં સમદૃષ્ટિવાળો, સુમેરૂની જેમ નિષ્પકંપ શશીની જેમ, સૌમ્ય સમીરની માફક નિઃસંગ, આવા આવા ગુણોથી ઉપેત બુદ્ધિમાન શ્ચાતા દાન કરવાને યોગ્ય ગણાય છે.
ધ્યેયના ચાર પ્રકારો પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત
દયાતા પછી કચેયનું સ્વરૂપ પણ સંક્ષેપમાં જાણી
Page #375
--------------------------------------------------------------------------
________________
૨૩૬
મંગલાચરણ -
~ ~ ~ લઇએ. પિંડસ્થ, સ્વસ્થ રૂપસ્થ અને રૂપાતીત આ ચાર પ્રકારો છે. તેમાં પિંડસ્થ એટલે પોતાના શરીર પિંડમાં રહેલા પોતાના શુદ્ધ આત્માને તેના દ્રવ્ય ગુણ પર્યાયથી યાવવો તે પિંડસ્થ યેય કહેવાય અથવા પિંડસ્થ દયેયમાં પાર્થિવિ, આનેયી, મારૂતિ, વારણ અને તત્વભૂ આ પાંચ ધારણ કરવાની હોય છે. પાર્થિવ ધારણ તેને કહેવામાં આવે છે કે એક રાજલોક પ્રમાણે તીચ્છલોક જેવડો ક્ષીરસમુદ્ર મનમાં ચિંતવવો. તે સમુદ્રની અંદર જંબુદ્વિપની માફક એક લાખ જેજનના વિસ્તારવાળું અને એક હજાર પાંખડીઓવાળું કમળ ચિતવવું. તે કમળના મધ્યમાં કેસરાઓ છે. તેની અંદર દેદીપ્યમાન પ્રભાવવાળી અને મેરૂપર્વત જેટલી પ્રમાણુવાળી કર્ણિકા છે. તે કણિકાપર એક ઉજજવલ સિંહાસન છે. તેના પર બેસી કમોને મૂળથી ઉખેડી નાખવાનો પ્રયત્ન કરતા પોતાને ચિંતવવો, તે પાર્થિવી ધારણા કહેવાય. આવી રીતે પિંડસ્થ દ યાનના અભ્યાસ માટે પાંચે ધારણાઓનું સ્વરૂપ યોગશાસ્ત્ર ગ્રંથને આધારે જાણી લેવું. તે પછી પિંડસ્થ-દયાન ધરવામાં ઘણું જ સરળતા
यत्पदानि पवित्राणी समालंब्य विधियते । तत्पवस्थं समाख्यात, घ्यानं सिद्धांत पारगे।।
* હ્રીં અહીં નમઃ એવા કોઈ પણ પવિત્ર પદોનું અવલંબન લઈને જે બયાન કરવામાં આવે તેને શાસ્ત્રોના પારગામી મહાપુરૂષોએ પદસ્થ દયાને કહેલું છે. નવકાર મહામંત્રનું ધ્યાન તે પણ પદસ્થ સ્થાન છે. મન, વચન
Page #376
--------------------------------------------------------------------------
Page #377
--------------------------------------------------------------------------
Page #378
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
- (
)
અને શરીરની શુદ્ધિથી એકસો આઠવાર નમસ્કાર મહામંત્રને જે મુનિ ગણે છે તે આહાર કરવા છતાં એક ઉપવાસનું ફળ પામે છે. હજારો પાપ કરી સેંકડો જંતુઓને હણનારા તીચો પણ નવકારમંત્રના પ્રભાવે દીવ્ય ગતિને પ્રાપ્ત થયા છે.
જિન પ્રતિમાના આલંબને રૂપસ્થ ધ્યાન .
જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું આલંબન લઈને સ્થાન કરવું તેને રૂપસ્થ ધ્યાન કહેવામાં આવે છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે :
जिनेन्द्र प्रतिमारुपमपि निर्मल मानसः ।। निनिमेषवंशाध्यायन रुपस्थध्यानवान् भवेत् ॥
જિનેશ્વર ભગવાનની પ્રતિમા સમક્ષ નિર્મળ મન કરી ખુલ્લી આંખ રાખીને ધ્યાન કરનાર રૂપસ્થ ધ્યાનવાન કહેવાય છે. પ્રતિમાના આલંબનથી માનવીનું મન ધ્યાનમાં એકાગ્ર બની જાય છે. જિનેશ્વર ભગવાનની શાંતિ મુખ મુદ્રાને ગમે તેટલીવાર નીરખવા છતાં તૃપ્તિ થતી નથી. પ્રભુ મુદ્રાને યોગ ભવિજીવ પોતાની પ્રભુતાને પિછાણું લે છે. અને પ્રતિમાના આલંબને રૂપસ્થ ધ્યાનમાં લીન બનેલો આત્મા પરંપરાએ પોતાના શુદ્ધ વીતરાગી સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. પ્રતિમાનું મહાન આલંબન આજ કાલનું નહીં પણ અનાદિકાળનું છે. શત્રુંજય, ગીરનાર જેવા તીથોની જેમણે યાત્રા કરી હશે તેમને એટલું તો ભાન જરૂર થયું હશે કે આવા મહાને તીથ નિર્માણ કરવા શું રમત વાત છે? તે તીથોની પ્રાચીનતા
Page #379
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
1
2
કલા શ શોધ માં એ અવસાપરીનકાળમાં ક છે. કે મા
" ભચએ નવા જિને મદિરો બ્રિમણ કરાવ્યું હતા. ભારત ચકી બધુભદેવ ભગવાનના પુત્ર હતા જેમને થયે કોટી સાગરોપમનો કાળ પસાર થવા આવ્યો. શત્રુંજય તીર્થ પ્રાયઃ શાશ્વત રહેવાય છેધાર્કિક ક સ”મહાને તીર્થના અવલંબને અનંતા સિદ્ધયા છે. જ્ઞાતિસૂત્રમાં કૌમદીએ જિન પ્રતિમા છે ગણધર ભગવતીએ જ્ઞાતિ સ્ત્રમાં તે અંગેનો ઉલેખ સાફ સાફ શબ્દોમાં કરેલો છે. પ્રાપઢી પાપડી પત્ની હતી અને મહાસી હોવાની શુદ્ધાત્વને ધરનારી,
હરિ રાહાતીને શોસીહાર વર્ષ જેટલો કાળ પસાર થવા આવ્યો. કેટલાક જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીના અધિકારમાં આવેલા અને અંતિમ શબ્દનો અર્થ કામદેવની પ્રષિ ક પ ” હજાર વર્ષ પહેલા થયેલાવો ટકારું અભયદેવસૂરીઓ તેમજ કલિકાલસ
ચંદ્રાચા ' - જિમ ઈતિમાં "શબ્દનો અર્થ જિનેશ્વર ભારતીબ્રતિમા એવો કર્યો છે. હ વે પહેલાના ટકકાર...હાપરૂષો જે એથી એ મારી કરવા કે કલમા તેમની ટીકાઓને આધારે તેવી પ્રકાશ લમ્બસીય સિમ રિલોથ માર્ચ કરવો કે અનાએ અધિકાલીશ ” જિમ અંતિમ જિને સારો છે. આ સૂધિંધા કહેવાયેલી વાતને થથત છે જનપ્રતિમા રૂપાનકુમહાન લિંબ અને સ્વરૂ, “પ્રાઉનું હતું મહાલ * *
' થી આજ
Page #380
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ હક્કા
-
૩૩૯
પરમાત્મ સ્વરૂપમાં તન્મયતા તે રૂપાતીત સ્થાન
છેલ્લે રૂપાત થયા છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી
अमूर्तस्य चिवानंद, कमस्या परमात्मनः निम्नमस्य सिद्धस्य ज्यान ज्या रुपजिलम् AIRT
“હુંહિ“હવાથી આતિવંગરનારા સ્લરૂ નિરજેન નિરાકારે એવી સિદ્ધ પરમાત્માનું અને તેને પોતે
ન કહેવામાં આવે છે અથવા ત્રિશથી શુદ્ધ ધ્રુદ્ધ ચિચિવ એવી પોતાને આત્મનિ શુદ્ધ ધરૂપનું ને તેને વિફર્તીતિ કહી શકાય. જેવી સિદ્ધનો સ્વભાવ છે નૈવો જે નિબંધથી પ્રત્યેક આત્માઓનો સ્વભંવ છે. કુંપતિત દ્ધાની ભૂમિકાએ પહોંચવું સહુ નથી હૈમાટે શરૂઆતને ડાર્દિ થાનોમાં ચિતની એકાગ્રતા કેળવધાપૂર્વક અભ્યાસ “કહેવો પડે છે રૂપતી હૈધાને એ નિરાલને ધ્યાન” છે તેનો નિમગ્ન બનેલો “યોગી ધરમત્મિસ્વરૂપમાં તદ્મબની જાય છે “રૂપતીને કરનાર “યોગી પુરૂષના-મનની સિ પરમાત્માની મિર્જન મિરકારે સ્વરૂસાથે જે તેમ્બયલ હૈ જ સમરસીભાવ કહેવાય છે. ભાવમા+ર્ભિય બનેલો યોગી અહિં મૃત્યુ લોકમાં જમીક્ષમાં સુખને અનુર્ભધતિ થઈ. જાય છે. ધ્યાનના પ્રભાવે આત્મિક આનંદની પ્રાપ્તિ
પરંપરાએ પરમાનંદની પ્રાપ્તિ ધ્યાતા ધ્યેય અને ધ્યાનના વિષય પર વિસ્તૃત વિવેચન
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૪%
મંગલાચરણ
*
કરવામાં આવ્યું. ધ્યાનના પ્રભાવે ગમે તેવી લબ્ધિઓ પ્રગટે છતાં યોગી તેમાં લોભાતો નથી. યોગી જે લબ્ધિમાં લલચાઈ જાય તો આખિર તેનું પતન થાય છે. તે ઉચ્ચ ગુણઠાણાની ભૂમિકાએ પહોંચી શકાતો નથી. કોઈ નિર્જન પ્રદેશમાં જ્યાં બિલકુલ શાંત વાતાવરણ હોય અથવા સરિતા કિનારે અથવા સમુદ્ર કિનારે આસન લગાવીને ધ્યાન કરવાથી મનની એકાગ્રતા કેળવાય છે. પદ્માસન અથવા પર્યકાસન જે કોઈ આસન પોતાને સિદ્ધ થયેલું હોય તે આસન લગાવીને નાકની દાંડી પર દષ્ટિ સ્થાપીને શરીરના અવયવો બહુ ટટ્ટાર નહીં પણ સરળ અને જરા શિથિલ રાખીને ધ્યાન કરવું જોઈએ. જે આસન પર બેસીને ધ્યાન કરવાથી મન સ્થિર રહે તેજ સિદ્ધાસન સમજવું. રેચક, પૂરક, કુંભક આદિ પ્રાણાયામની હઠયોગ અંગેની પ્રક્રિયાઓનો ત્યાગ કરીને અધ્યાત્મ યોગ અથવા જ્ઞાનયોગનું આલંબન લઈને ધ્યાનમાં આગળ વધવું, જેથી ઉત્તરોત્તર માનસિક પ્રસન્નતા વધવાની સાથે કર્મક્ષયરૂપ અપૂર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ધ્યાનના પ્રભાવે યોગી અહીં મૃત્યુલોકમાં પણ અપૂર્વ આત્મિક આનંદનો અનુભવ કરી પ્રાંતે પરમાનંદને પ્રાપ્ત કરે છે. તેવા પરમાનંદને સૌ પ્રાપ્ત કરો એ જ અભિલાષા સાથે આ ધ્યાનયોગનો વિષય પૂર્ણ કરાય છે.
- સમાપ્ત –
Page #382
--------------------------------------------------------------------------
_