________________
મંગલાચરણ
રહે
પ્રભાવે અંદરના વૈરાગ્ય ભાવમાં એટલી બધી ઉત્કટતા આવતી જાય છે કે પરંપરાએ આત્મા વીતરાગ બને છે. શક્તિ સંપન્ન મનુષ્યો પોતાના દ્રવ્યનો સન્માગે વ્યય કરીને ભલે મહાન પુણ્યના ભાગી બને અને શક્તિહીન અલ્પદાન કરે તો પણુ મહા લાભનું કારણ થાય છે. દાનધર્મનો કયાંય નિષેધ છે નહીં, આ તો એક અપેક્ષાએ વાત છે કે મનને ધર્મધ્યાનમાં રાખવાથી કર્મ નિર્જરાનો અપૂર્વ લાભ મળતો હોય તો તેવો લાભ શા માટે ન મેળવવો ? જેમાં એક પણ પૈસાનો વ્યય નહીં અને લાભ અપૂર્વ મળે તેવા નગદ ધર્મના લાભથી શા માટે વંચિત રહેવું પડે અને મનને દુર્યાનમાં જોડીને શા માટે કર્મનો ભાર આત્માપર ચડાવવો પડે ? માટે અનુકુળ કે પ્રતિકુળ ગમે તેવા સંજોગોમાં સુખદુઃખાદિના ગમે તેવા પ્રસંગોમાં માન અપમાનાદિના સમયે પણ પરિણામમાં વિક્ષોભ આવવા ન દેવો અને આર્તધ્યાનમાં ન પડી જવું એ જ ખરો મનોનિગ્રહ છે. અનિષ્ટનો સંયોગ થતાં તેના વિયોગની ચિંતામાં
મન પડે તે આર્તધ્યાનનો પહેલો પ્રકાર
મનને આર્ત અને રૌદ્રથી બચાવીને ધર્મધ્યાનમાં રાખવા માટે ધ્યાનના પ્રકારો જાણી લેવા જોઈએ. ધ્યાનના મુખ્ય ચાર પ્રકારો છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન આ ચારેના પાછા ચાર ચાર પ્રકારો મળીને કુલ સોળ પ્રકારો થાય છે. વિયોગાર્ત, સંયોગાd, રોગાત અને નિદાના આ આર્તધ્યાનના ચાર પ્રકાર છે. શબ્દાદિ અનિષ્ટ વિષયોનો સંયોગ થતાં, અરર ! આને કયારે વિયોગ થશે ?