________________
૨૨
મંગલાચરણ
કોઈ જરૂર નથી.
તન અટકયા પછી પણ મનથી ધર્મધ્યાન થઈ શકે છે. મનને શુભ ભાવોમાં રાખવું અને નવકાર મહામંત્રનું નિરંતર મનમાં ધ્યાન કર્યા કરવું એ પણ ધર્મની અપૂર્વ આરાધના છે. શરીરથી ભિન્ન આત્માનું જે ભેદજ્ઞાન હોય તો ગમે તેવી શરીરની નબળી સ્થિતિમાં પણ મનને શુભ ભાવોમાં સ્થિત કરી શકાય છે, અનિત્યાદિ બાર ભાવનાઓના ચિંતનમાં અથવા મૈથ્યાદિ ચાર ભાવનાઓના ચિંતનમાં અને ધર્મધ્યાનના ચાર પ્રકારોના ચિંતનમાં મન પરોવાઈ જાય તો શારીરિક દૃષ્ટિએ અશક્ત બનેલા પણ ઘણું નિર્જરા સાધી શકે. છેવટે નવા કર્મોના બંધથી તો જરૂર બચી જાય. માનવી તનથી પણ અટકે અને મન પણ ચારેબાજુ ભટકે પછી તો તે કર્મોના ફાંસલામાં અધર જ લટકે અને અંતે કર્મો તેને દુર્ગતિમાં જ પટકે માટે ગમે તેવા અશુભના ઉદય કાળમાં પણ મનને સમાધિ ભાવમાં રાખવાની કળા હસ્તગત કરી લેવી જેથી ઘણા મોટા લાભનું કારણ બની જાય,
પ્રતિષ્ઠા મહોત્સવ, ઉઘાપન, ઉપધાન, સંઘયાત્રાદિ ધર્મના અનુષ્ઠાનોમાં તો પૈસાનો પણ વ્યય કરવો પડે છે,
જ્યારે મનને ધર્મધ્યાનમાં રાખવું તેમાં એક પણ પૈસાનો વ્યય કરવો પડતો નથી અને લાભ અપૂર્વ મળે છે. અનિત્યાદિ ભાવનાઓને ચિંતનમાં મન લાગેલું રહે તેના ફળ સ્વરૂપે પરંપરાએ રાગાદિ દોષોનો ક્ષય થાય છે અને શુભ ચિંતનના