________________
૪૬
મંગલાચરણ
નથી ? એમ કહીને પાપનો જરાએ બચાવ કરવો નહીં, બલકે સેવાઈ ગએલાં પાપની નિંદા અને ગહ કરવાપૂર્વક ગીતાર્થ ગુરૂની સમીપે આલોચના લઈને શુદ્ધિ કરી લેવી. જેથી પાપની પરંપરા લાંબી ન ચાલે. વંદીત્તા સૂત્રમાં સાફ શબ્દોમાં વિધાન કરાએલું છે કે :
आलोअंतो अ निदंतो, खिप्पंहणइ सुसावओ।
પોતાનાથી સેવાઈ ગએલાં પાપ કર્મોની આલોચના અને નિન્દા કરનારો શ્રાવક જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોને તત્કાલ ખપાવી નાખે છે, પાપ કર્મોની નિન્દા અને ગહ કરવાથી કર્મોના બંધન એકદમ ઢીલા પડી જાય છે. સેવાઈ ગએલા દોષોની ગહ ગુરૂ સાક્ષીએ થાય છે અને નિન્દા આત્મ સાક્ષીએ થાય છે. ઉગ્ર પશ્ચાત્તાપના બળે કર્મો પણ તત્કાલ ખપી જાય છે. અંદરથી જાગ્યો એ પછી કોઈથી ઝાલ્યો ન રહે. અને અંદરથી આત્મા જાગ્યો નથી ત્યાં સુધી સમજી લેવું તે પોતાના સ્વકાર્યમાં લાગ્યો પણ નથી. સૂતેલો સિંહ જાગે એટલે તેની આજુબાજુમાં કયા જાનવરો ઊભા રહી શકે ? મોટા હાથી જેવા પ્રાણ પણ તેનાથી દૂર ભાગે. તેમ આત્મા પણ સ્વમાં જાગૃત બને એટલે કર્મો તેનાથી દૂર જ ભાગવા માંડે. પરમાં તો અનાદિથી જાગેલો છે, સ્વમાં જાગ્યો નથી તેનીજ આ ઘોર વિડંબના છે. મોક્ષ માર્ગમાં પુણ્યાનુબંધી પુણ્ય સહાયરૂપ
પાપાનુબંધી પુણ્ય બાધારૂપ જાગૃત થએલો આત્મા તો પુણ્યોદયના કાળમાં પણ