________________
૨૬૨
મંગલાચરણ
અંતરગ શત્રુઓનો પરિહાર
હવે છેલ્લા બે ગુણ ઉપરની વ્યાખ્યા કરવામાં આવે છે જે અતિ મહત્વના ગુણો છે. જો કે પાંત્રીસે બોલ મહત્વના છે છતાં છેલ્લા બે બોલ અત્યાર સુધીના વિવેચન પર કળશ ચડાવવા રૂપ છે, તે અંગે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે : अंतरंगारिषड्वर्ग परिहारपरायण,
वशीकृतेन्द्रियग्रामो गृहिधर्माय कल्पते ।। બહારના દુશ્મનોને તો સૌ ઓળખી શકે છે અને તેમનાથી સૌ સજાગ પણ રહે છે. તેઓ બગાડી બગાડી ને એકભવ બગાડે છતાં બહારના શત્રુઓથી સૌ સાવધાન રહે છે, જ્યારે જ્ઞાનીઓએ અંતરના અંતરંગ શત્રુઓની ઓળખાણ કરાવી આપી છે જેને શાસ્ત્રીય ભાષામાં પરિપુ કહેવામાં આવે છે. ખરી રીતે આ અંતરના પરિપુઓથી સાવધાન રહેવાનું છે જે એક ભવ નહીં પણ ભવોના ભવ બગાડનારા છે અને જીવને ભવોભવમાં દુઃખી કરનારા છે. બહારમાં તત્વ દૃષ્ટિએ જીવના કોઈ દુશમનો નથી અને કદાચ કોઈ ઊભા થયા હોય તો તેને અંતરંગ શત્રુઓએ જ ઊભા કરેલા છે.
ક્રોધથી વર્ષોની પ્રીતિનો વિનાશ
હવે પરિપુ કોણ છે તેને ઓળખી લો. કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ આ છ ને અંતરંગ પરિપ