________________
મંગલાચરણ
૨૬૧
ચલાવે તેને બદલામાં ફળ આપે છે. આપણને કોઈ પાછળથી કોણી મારે તો બદલામાં શું આપીએ તે મનમાં વિચારી લેજો. છેવટે ગાળ ન આલીએ તો એ ઘણી ઉદારતા રાખી કહેવાશે. અને કાંઈ કહેવું હોય તો ધીમેથી કહી દેવું કે, ભાઈ ! જરા જોઈને ચાલ. આટલી આપણામાં યોગ્યતા હોય તોએ વૃક્ષમાંથી અપૂર્વ પ્રેરણા લીધી કહેવાય. છેલ્લે લખે છે કે ધન્ય છે તે વૃક્ષને કે તે એકેન્દ્રિય હોવા છતાં રસ્તામાં ચાલતા દરેક વટેમાર્ગુને ઉપયોગી થાય છે અને મનુષ્ય જે કેવલ સ્વાથી બને તો તેને મળેલો મનુષ્ય દેહ વૃથા છે માટે પરોપકાર એ જ જીવનનો સાર હોવાથી તે સારને પામનારનો અવતાર ધન્ય બને છે.