________________
મંગલાચરણ
૧૫૧
સાંભળ્યા છે કે અમે જે સમુદાયના સાધુઓને માનીએ છીએ એમનામાં જે તપત્યાગ છે, તેવો બીજે જોવા નહી મળે. પણ તેમણે સમજવું જોઈએ કે જૈન સાધુ જે સાધુપણાનું સાંગોપાંગ પાલન કરતા હોય અને પંચમહાવ્રત બરાબર પાળતા હોય તો તેમના તપત્યાગમાં અને અન્ય સમુદાયના સાધુઓના તપત્યાગમાં શો ફેર પડવાનો છે ! પંચમહાવ્રતનું પાલન એ જ તો સાધુ જીવનની અપૂર્વ સાધના છે. બાહ્યતપની દૃષ્ટિએ કોઈ વિશેષ તપ કરતા હોય, કોઈ શક્તિ અનુસાર કરતા હોય પણ તેટલાથી એમ ન કહી શકાય કે આ સમુદાયમાં જ તપ ત્યાગ વિશેષ છે. અને બીજા સમુદાયોમાં એમના મુકાબલે કાંઈ નથી. માર્ગમાં સ્થિત દરેક સાધુઓના પંચમહાવ્રત પંચસમિતિ અને ત્રિગુણિરૂપ ચારિત્રની અનુમોદના કરવી જોઈએ.
શેઠને ત્યાં ઉપર જે સાધુ ઉતરેલા તે જરા શિથિલ હતા. પણ પૂરેપૂરા ગુણાનુરાગી હતા. જેટલા તેમના દર્શનાર્થે ઉપર જતા તે દરેકની આગળ નીચે ઉતરેલા સાધુઓની ભૂરિ ભૂરિ અનુમોદના કરતા ! કોઈ કહે કે નીચેના સાધુ તમારી પેટ ભરીને નિન્દા કરે છે, તો તેને પ્રત્યુત્તરમાં તેઓ એમ જ કહેતા કે હું દોષોથી ભરેલો છું, તેઓ મારા વિષે જે કાંઈ કહે છે તે યથાતથ્ય છે. અને હું તે દોષોમાંથી છુટવાનો મારો પ્રયત્ન ચાલુ રાખીશ. નીચે ઉતરેલા મહાપુરૂષો મારા માટે દીવાદાંડી રૂપ છે.
થોડા સમય બાદ તેઓ અને વિહાર કરી ગયા.