________________
મંગલાચરણ
ન ઉદાત્તાપણું કે ન પ્રશાંત પણ હોય બલ્ક તેના બદલે પ્રકૃતિમાં અત્યંત ઉગ્રતા હોય, અપ્રમાણિક્તા ભર્યો વ્યવહાર હોય તેવા મનુષ્યોના ધાર્મિક જીવનનો લોકો પર શો પ્રભાવ પડવાનો છે. તેવા મનુષ્યો ધર્મ ક્રિયાઓ કરતા હોવા છતાં લોકપ્રિય બની શક્તા નથી. જે કે લોકપ્રિય બનવા માટે ધર્મ કરવાનો હોતો નથી, છતાં શાન્ત અને ઉદાત્ત પ્રકૃતિના પ્રભાવે મનુષ્યો લોકપ્રિય બનીજ જાય છે, અને તેવા લોકપ્રિય બનેલા પુરૂષોથી ઘણુ મનુષ્યોને ધર્મના માર્ગમાં અપૂર્વ પ્રેરણા મળે છે, અને તેવો પુરૂષ ઘણુ જીવોને ધર્મને માર્ગે ચડાવી દે છે. માલ ખાવા સૌ તૈયાર પણ માર ખાવા કોઈ
તૈયાર નથી પહેલાં તો પરિગ્રહ એજ પાપ અને તેમાં વળી અનીતિથી ઉપાર્જન કરવું એ તો મહાપાપ. તે પાપ ભોગવવાનો સમય આવે છે ત્યારે જીવ બધાથી એકલો અને અટૂલો પડી જાય છે. વિત્તમાં સૌ સબંધિઓ ભાગીદાર બને, પણ પાપ જ્યારે ઉદયમાં આવ્યા હોય ત્યારે કોઈ તેમાં ભાગીદાર બનવા તૈયાર નથી હોતા. માલ ખાવા સૌ તૈયાર, પણ માર ખાવા કોઈ તૈયાર નથી. જીવ પાપ કરીને લાખો ને કરોડો ભેગા કરે તે ભોગવવા સૌ તૈયાર, પણ કરેલા પાપ
જ્યારે ઉદયમાં આવ્યા હોય ત્યારે કોઈ પડખે ઉભા રહેવા તૈયાર નહીં. સંપત્તિમાં ગમે ત્યાંથી સૌ આવી મળે છે અને વિપત્તિમાં સૌ દૂર ભાગે છે. આ જીવ પણ અજ્ઞાન દશાને લીધે જોખમ ખેડેજ જાય છે, કર્મો એવા બંધે છે કે, ઉદય કાળમાં કલ્પાંત કરે પણ છુટવાના નથી.