________________
મંગલાચરણ
૧૫૩
કાળ પર્યત ભવમાં ભટકવું પડશે. આ દૃષ્ટાંત સાંભળીને ગુણાનુરાગી બનશે તે અંતે વીતરાગી બનશે. એકલી બાહ્ય પ્રવૃત્તિ ઉપરથી ધર્મને માપી ન શકાય. બાહ્ય પ્રવૃત્તિ ઘણી ઊંચી લાગે પણ અંદરની પરિણતી દૂષિત હોય તો એકલી બાહ્ય પ્રવૃત્તિમાત્રથી ધર્મ થઈ જતો નથી. જેમ પ્રવૃત્તિ ઊંચી હોય તેમ અંદરની પરિણામની ધારા પણ ઉત્કૃષ્ટ હોય તો સમજવું કે તે જીવ નિત્ય ચડતે ગુણઠાણે છે.
અદિઃ કલ્યાણકારા પૂ. ધર્મદાસગણ ઉપદેશમાળાશાસ્ત્રમાં ત્યાં સુધી ફરમાવે છે કે :
परपरिवायमईयो, दूसइवयणेहि जेहिहिंपरं । तेते पावइदोसे, परपरिवाइ इअ अपिच्छो ।
- - પારકા અવર્ણવાદ બોલનારો મનુષ્ય જે જે વચન વડે બીજાને દોષિત ઠરાવે છે તે તે દોષો તે પોતે પામે છે. એટલામાટે પરપરિવાદી પુરૂષ અદશનીય છે. અર્થાત પરનિન્દા કરનારનું મુખ પણ જોવા લાયક નથી. તેવા નિર્દકોને જ્ઞાનીએ અદિ કલ્યાણકરા કહ્યા છે. નિન્દક
અને કૃપણનું કયાંક સવારના સમયે મુખ જેવાઈ ન જાય તે માટે લોકો પુરતો ખ્યાલ રાખે છે, કારણ કે તેઓ સમજતા હોય છે કે કયાંક આવાનું મુખ જેવાઈ જાય તો બે વાગ્યા સુધી રોટલા ભેગનહીં થઈએ.