________________
મંગલાચરણ
૧૯૭
પ્રવેશ કરે કે તરત ઊભા થઈ જવું જોઈએ. બે પાંચ ડગલાં સામે લેવા જવું જોઈએ. તેમને બેસવા માટે આસન બિછાવી આપવાપૂર્વક તેમનો વિનય કરવો જોઈએ. પોતાને તેમની સમીપમાં બેસવું હોય તો સમાન આસને ન બેસતાં નાચલે આસને વિનમ્રભાવે બેસવું જોઈએ. ગુરૂજનોનો વિનય કર્યા વિના જીવનમાં કોઈ પણ પ્રકારની સિદ્ધિ સંભવતી નથી. વિનયગુણ સામાન્ય ગુણ નથી, મહાન ગુણ છે. વિનય વૈરીને પણ વશ કરે. વિનયગુણના પ્રભાવે જીવ જ્ઞાન મેળવે. જ્ઞાનના પ્રભાવે ચારિત્ર પામે. ચારિત્રના પ્રભાવે સર્વ સંવરને પામી, જીવ પરંપરાએ મોક્ષપદને પ્રાપ્ત કરી લે છે. એટલા માટે સર્વ કલ્યાણનું ભાજન વિનય છે. ગુરૂજનોનો વિનય કરવાથી જીવનમાં ગુણગરિષ્ઠતા આવે છે, બધા ગુણ વિનયને આધીન છે અને વિનય તે જ કરી શકે જે નગ્નશીલ છે. જે નમ્ર બન્યો તે સર્વગુણ સંપન્ન બને છે. માનવી મૂલ્યવાન અલંકારાદિથી તેવો શોભતો નથી, જેવો વિનય ગુણથી શોભે છે. કુળ, રૂપ, વચન, યૌવન, ધન, વૈભવ, ઐશ્વર્યાદિથી સંપન્ન મનુષ્ય પણ જે વિનય અને પ્રશમથી વિહીન હોય તો તે નિર્જળ નદીની જેમ શોભાને પામતો નથી.
દસ પૂર્વધર પૂજ્યપાદું ઉમાસ્વાતિજી પ્રશમરતિ શાસ્ત્રમાં ફરમાવે છે કે :
कुलरुपवचनयौवन, धनमिनेश्वर्यसंपदपि पुंसाम् । विनयप्रशमविहीना, न शोभते निर्जलेव नदिः ॥
માનવીને ગમે તેટલા મિત્રો હોય, તે ગમે તેવા