________________
મંગલાચરણ
જેમાં નીતિ ન્યાયનું પાલન હોય તે જ વાણિજ્ય
ઘરમાંડીને રહેલા ગૃહસ્થને અથર્જન કર્યા વિના ચાલે નહીં. તેને ડગલે ને પગલે દ્રવ્યની જરૂર પડે. સાધુ બાર વાગે ત્યાં હાથમાં ઝોળી લઈને ગામમાં ગોચરી વહોરવા નિમિત્તે જેમ નીકળી શકે તેમ ગૃહસ્થથી નીકળી શકાય નહીં. સાધુ માધુકરી નિમિત્તે ગૃહસ્થોને ત્યાં ઘેર ઘેર પરિભ્રમણ કરે તે સાધુ માટે ભૂષણરૂપ કહેવાય, પણ તેજ ગૃહસ્થ માટે ભૂષણરૂપ ન કહેવાય. કેટલીક બાબતો ગૃહસ્થ માટે ભૂષણરૂપ કહેવાય તો સાધુ માટે દૂષણરૂપ કહેવાય. જેમ ગૃહસ્થ ગરીબોને અસનાદિનું દાન કરે તે તેના માટે ભૂષણરૂપ છે, પણ તે રીતે અનુકંપાને વશ થઈને સાધુ કરવા જાય તો તેના માટે તે દૂષણરૂપ કરે છે. ભિક્ષા માંગવા નીકળી પડવું તે ગૃહસ્થ માટે શોભારૂપ ન કહેવાય, એટલે ગૃહસ્થને પોતાની આજીવિકાનું સાધન કરવું જોઈએ. અથર્જન ક્ય શિવાય જીવન યાત્રા ચાલે નહીં એટલે મહાપુરૂષોએ ગૃહસ્થને ઉપદેશ કર્યો કે, ભાઈ તારે અથર્જન કરવું પડે તે વાત સાથે અમારે સંબંધ નથી પણ તેમાં તું નીતિ અને ન્યાયની મર્યાદા જાળવજે. તું ઘર માંડીને બેઠો છે એટલે તારે વ્યાપાર વાણિજ્ય કરવું પડે પણ તેમાં તું ધર્મની મર્યાદા લોપતો નહીં. વ્યાપાર વાણિજ્યના ક્ષેત્રમાં પણ જેટલી બને તેટલી ધર્મની મર્યાદા ગૃહસ્થોએ જાળવવી જોઈએ. જેમાં નીતિ અને ન્યાય હોય તેજ વાણિજ્ય કહેવાય, બાકી તો તે ધોળા દિવસની શું કહેવાય ? તે મનમાં સમજી લો ! ગૃહસ્થની પાસે પૈભવ હોય તેની કોઈ પણ જ્ઞાનીને