________________
મંગલાચરણ
૧૭
શાશ્વત કહ્યા નથી. તેવા તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા દેવલોકનાં સુખોને પણ જ્ઞાનીએ અનિત્ય કહ્યા છે. જીવને અનંતીવાર દેવલોકનાં સુખોનો વિયોગ થઈ ચૂક્યો છે. જો કે સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવો તો એકાવનારી હોય છે. આ તો અન્ય દેવલોકનાં સુખોની અપેક્ષાએ વાત છે. માટે ખરી જ્ઞાનદૃષ્ટિ એ જ છે કે વિયોગના પ્રસંગને વૈરાગ્યમાં વાળી ધર્મધ્યાનમાં વિશેષ પ્રકારે મનને લગાડી દેવું. પણ રોકકળમાં જરાએ પડવું નહીં. અને તેવા રિવાજે દેશમાં કયાંક ક્યાંક ચાલતા હોય તોયે તે પ્રસિદ્ધ દેશાચારમાં ગણવાના નથી. નીતિ, ન્યાય, વેષભૂષા, સાત્વિક ભોજન, વ્યસનાદિનો ત્યાગ, ભક્ષાભક્ષનો વિવેક અને ક્તવ્યપાલન એ જ સુપ્રસિદ્ધ દેશાચાર કહી શકાય. માર્ગાનુસારી પુરૂષ તેવા દેશાચારનું ઉલ્લંઘન ન કરે. આ પાંચમાં ગુણપરનું વિવેચન પુરું થયું. •