________________
૧૪૮
મંગલાચરણ
પરનિન્દા મહાપાપ
માર્ગનુસારીના પાંત્રીસ બોલપરની વ્યાખ્યામાં પાંચ ગુણપર વિશદ વિવેચન કરી ગયા. હવે આગળના ગુણોપર વિવેચન કરવામાં આવશે ! અત્યાર સુધી પ્રત્યેક ગુણપર વિસ્તૃત વિવેચન કર્યું છે. હવે જરા ટૂંકાવીને વિવેચન કરવામાં આવશે. જેથી બધા ગુણો પરનું વિવેચન પુરું થઈ જાય. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે :
अवर्णवादि नक्वापि, राजादिषुविशेषतः।
કોઈના પણ અવર્ણવાદ ન બોલવા. અવર્ણવાદ એટલે પરનિન્દા. પરનિન્દા એ મહાપાપ છે. નિન્દા અને વિકથા એ તદ્દન વિપરિત દિશા છે. તેવી વિપરિત દિશામાં ચાલનારો માનવ ધારેલા સ્થાને કયાંથી પહોંચી શકવાનો છે. પૂર્વ દેશના તીથની યાત્રાએ જવું હોય તો ઉગમણું ચાલવું જોઈએ તેના બદલે આથમણો ભાગે તો ક્યાંથી સમેતશિખર કે પાવાપુરી જેવા મહાન તીથની યાત્રાનો લાભ મેળવી શકવાનો છે ! તેમ નિન્દા કે વિકથા એ જીવની અનાદિની નબળી ચાલ છે. તેવી ચાલ ઉપર ચાલનારો માનવી ઉગમણા જવાને બદલે આથમણું દોટ મૂકી રહ્યો છે. તે ગમે તેટલી ધર્મક્રિયાઓ અને તાજપાદિ કરે પણ મુક્તિધામમાં પહોંચી શકવાનો નથી. અને તે જીવ સંયમયાત્રાના પણ વાસ્તવિક ફળને પામી. શકવાનો નથી.