________________
૭૮
મંગલાચરણ
લોકાપવાદથી કરતા રહેવું. શિષ્ટ પુરૂષ લોકાપવાદને મૃત્યુ તુલ્ય ગણતા હોય છે. મૃત્યુથી તેઓ એટલા ભયભીત બનતા નથી જેટલા લોકાપવાદથી બને છે. લોકાપવાદને લીધે મનુષ્યની પ્રતિષ્ઠાને ધક્કો એવો લાગી જાય છે કે, તે લોકમાં ધિક્કારને પાત્ર બની જાય છે. લોક તરફથી અપવાદ આવે તેવા દુષ્કર્મો મનુષ્યોએ કરવા જ નહીં જોઈએ. કારણ કે રહેવું લોકમાં અને લોક તરફથીજ આપણું પર અપવાદ આવે, તો તેવાં આપણું જીવનનું મૂલ્યાંકન શું રહે ? કોઈ શરાબ પીનારો માણસ હોય એટલે લોકો તો બોલવાના જ છે કે, આ દારૂડિયો છે. કોઈ જુગાર ખેલતો હોય એટલે લોકો તેને જુગારી જ કહેવાના છે. ચૌર્ય કર્મ કરે તેની પર ચોરીનો અપવાદ લાગવાનો જ છે, કોઈ પરસ્ત્રી ગમન કરતા હોય, વેશ્યા ગમન કરતા હોય એટલે લોકો તેને ભ્રષ્ટાચારી જ કહેવાના છે. તેવા મનુષ્યોને ડગલે ને પગલે લોકાપવાદના પાત્ર બનવું પડે છે. તેવા મનુષ્યોની સમાજમાં ક્રેડીટ પણ રહેતી નથી. માટે લોકાપવાદથી ડરતા રહેવું જોઈએ.
લોકવિરૂદ્ધ કાર્યો જે જે કાર્યો કરવાથી આપણી પર લોકાપવાદ આવે તેવા લોકવિરૂદ્ધ કાર્યોનું પહેલાંથી જ સમજીને પરિત્યાગ કરવો જોઈએ. લોક તો કેટલીવાર ધાર્મિક કાર્યોનો પણ વિરોધ કરે છે. તેટલાથી આપણે ધાર્મિક કાર્યોનો પરિત્યાગ કરવાનો નથી. લોક તો દીક્ષા જેવા પવિત્ર કાર્યોનો પણ વિરોધ કરે છે, પણ તેવા શુભ કાર્યોને જ્ઞાની પુરૂષોએ લોકવિરૂદ્ધ કહ્યા નથી, માટે