________________
મંગલાચરણ
શિષ્ટાચાર પ્રશંસક
| માર્ગાનુસારીના પાંત્રીસ બોલની વ્યાખ્યામાં પહેલા બોલ પર વિસ્તારથી વિવેચન કર્યું. પહેલો બોલ છે “ન્યાય સંપન્ન વિભવ” જે અત્યંત મહત્ત્વનો છે. તેની પર ત્રણથી ચાર દિવસ વિવેચન ચાલ્યું. ત્યારબાર શિષ્ટાચાર પ્રશંસક એ માર્ગનુસારીતાનો બીજો બોલ છે. વ્રત અને તપજપાદિ કરનાર જ્ઞાનવૃદ્ધ એવા પુરૂષોની સેવા કરતાંકરતાં પ્રાપ્ત કરેલ યોગ્ય શિક્ષાવાળા શિષ્ટ પુરૂષનું જે સદ્વર્તન તેને જ શિષ્ટાચાર કહેવામાં આવે છે. અથવા સજ્જનો જીવનમાં જે સદાચાર સેવતા હોય તેને જ શિષ્ટાચાર કહી શકાય. માર્ગાનુસારી પુરૂષ તેવા શિષ્ટ પુરૂષોના આચારવિચારને હંમેશાં પ્રશંસનારો હોય. કારણ કે, તેનામાં એવી સમજ હોય છે કે ઉત્તમ પુરૂષોના ગુણ ગાવાથી તે ગુણ આપણા જીવનમાં આવે છે. અને નિરંતર આપણા મુખેથી બીજાના દોષજ આપણે ગાયા કરીઓ તો સામાના જીવનમાં રહેલા દોષો આપણા જીવનમાં પ્રવેશે છે.
લોકાપવાદથી ડરતા રહેવું એ
સદાચારનો પહેલો પ્રકાર સદાચારની વ્યાખ્યા ફરમાવે છે કે : लोकापवाद भीरुत्वं, दीनाभ्युद्धरणादरः । कृतज्ञता सुदाक्षिण्यं, सदाचार प्रकीर्तितः ॥