________________
મંગલાચરણ
૨૯૭
ક્યારેક પ્રાપ્ત થાય છે તો ટકતા નથી, તે પણ આધ્યાન છે. બીજાને ધન વૈભવાદિ પ્રાપ્ત થયેલા હોય અને પોતાને અંતરાયના ઉદયે પ્રાપ્ત ન થતા હોય એટલે મનમાં દીનતા આવી જાય, તે પણ એક પ્રકારનું આર્તધ્યાન છે.
કમોદને લીધે જીવને દુખ ભોગવવા પડે તે કલંક નથી, કર્મો ભલભલાને ભોગવવાં પડ્યાં છે. પણ દીનતા તે કલંક છે. અરર ! હું નિરાધાર અને અસહાય છું, મારી ઘરવાળી ગુજરી જતાં હું ઘરભંગ થઈ ગયો, આંધળાને લાકડીના ટેકા રૂપે મારે એકનો એક છોકરો હતો તે પણ ગુજરી ગયો, અરે ! હવે દુનિયામાં મારૂં કોણ ? આ બધા આર્તધ્યાનના જ વિચારો છે. મનુષ્યોએ મનમાં દીનતા ન આણતાં હું એક અખંડ આત્મા છું એ શિવાય અન્ય કોઈ મારૂં નથી એવા અદીન મને આત્માનું અનુશાસન કરવું જોઈએ.
સિંહ જંગલમાં એકાકી વિચરતો હોય પણ તેને કોઈ દિવસ મનમાં એવા દીનતાભર્યા વિચારો આવતા નથી કે હું એકલો નિરાધાર અને અસહાય છું. તે તો નિર્ભિકપણે જંગલમાં વિચરતો હોય. તેની પડખે ભલે કોઈ પણ ને હોય છતાં મનમાં દીનતા ન આણે તેમ આત્મજ્ઞાની પુરૂષ પણ અદન મને સ્વઆત્માનું અનુશાસન કરે. પણ ગમે તેવા ઈષ્ટના સંયોગ કે વિયોગના પ્રસંગે આર્તધ્યાનમાં ન પડે.