________________
મંગલાચરણ
યાત્રા કરીને શિખરજીથી વિહાર આગળ લંબાવીને જીયાગંજ તેમજ અજીમગંજના ભવ્ય જિનમંદિરોની યાત્રા કરીને પુજ્યશ્રી કલકત્તા મહાનગરીમાં પધાર્યા. અત્રે શ્રીસંઘે ભવ્ય સ્વાગત કરેલ. સં. ૨૦૨૮ ની સાલનું ચાતુર્માસ કલકત્તા શહેરમાં કેનીંગ સ્ટ્રીટ ઉપાશ્રયમાં શ્રીસંઘની વિનંતીથી કરેલ. ચાતુર્માસમાં સાધારણ ખાતાની ખોટ પુરવા રૂ. ૯૩,૦૦૦ નો ફંડ કરાવી આપેલ. તેમજ ચાતુર્માસ બાદ શિખરજી મહાતીર્થનો કલકત્તા શહેરથી છરી પાળતો સંઘ પુજ્યશ્રીની નિશ્રામાં નિકળેલ. સંઘનો પ્રસ્થાન પ્રસંગ કલકત્તા શહેરના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય તેવો હતો. આ પ્રસંગે દસ હજારની ઉપર સંખ્યામાં ભાઈ-બહેનો સંઘ પ્રસ્થાન વેળા વિદાય આપવા જોડાયા હતા તેમજ ૭૦૦ યાત્રિકો પદયાત્રા સંઘમાં જોડાયા હતા. સંઘ એક મહિને શિખરજી પહોંચ્યો હતો. " સંઘસમુદાય સાથે યાત્રા કર્યા બાદ તીર્થમાળ વિધિનો પ્રસંગ ઉજવીને કટક તરફ કટક સંઘની વિનંતીથી વિહાર આગળ લંબાવ્યો. વચમાં જમશેદપુર, બાલાસોર વગેરે ક્ષેત્રોને અપુર્વ લાભ આપીને સં. ૨૦૨૯ ના જેઠ વદી પંચમીએ કટક શહેરમાં શ્રીસંઘના ભવ્ય સ્વાગતપુર્વક પ્રવેશ કર્યો. સં. ૨૦૨૯ અને ૨૦૩૦ એમ બને ચાતુર્માસ કટક ક્ષેત્રમાં શ્રીસંઘની વિનંતીથી કર્યા. અત્રે શ્રીસંઘની ઘણા વર્ષોથી જિનમંદિર નિર્માણ કરવાની ભાવના હતી. પૂજ્યશ્રીના પગલે સારી એવી રકમ ભેગી થઈ જતાં તે ભાવનાને અપુર્વ વેગ મલ્યો અને સં. ૨૦૩૦ ના જેઠ સુદી ચતુર્થિના શુભ દિવસે પૂજ્યશ્રીની નિશ્રામાં અનેરો ઉત્સાહથી પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવાઈ ગયો. કટકનો શ્રીસંઘ ધન્ય ધન્ય બની ગયો !