________________
૫
અગલાચરણ
સંસાર અનંત દુઃખમય મોક્ષ અનંત સુખમય
બધાં દુ:ખો શરીર અને મનથી ઊભા થાય છે. તે દુઃખોને શારીરિક અને માનસિક કહેવામાં આવે છે. જ્યારે મોક્ષમાં તો શરીર અને મનનોજ અભાવ હોવાથી દુઃખનો પણ ત્યાં સર્વથા અભાવ છે. કર્મના યોગેજ જીવ દેહધારી અને છે. મોક્ષમાં તો ઘાતી અને અઘાતિ બન્ને કર્માંનો અભાવ હોવાથી, ત્યાં દેહધારીપણું છે. જ નહી ! ત્યાં તો સર્વથા અશરીરિપણું છે, માટે સંસારમાં દુ:ખ અનંત છે, તો મોક્ષમાં સુખ પણ અનત છે. છતાં અનંત દુ:ખમય એવા સંસારનો ત્યાગ અને અનંત સુખમય એવા મોક્ષની પ્રાપ્તિ, તેના પ્રબળ હેતુ રૂપ ધર્મ વિના શકય નથી. પોતાના ધારેલા સ્થાનથી ઘણો દૂર રહેલો પંગુ મનુષ્ય જો રસ્તે ચડેલો હોય, તો મોડો કે વહેલો પોતાના સ્થાને પહોંચે છે. તેવી રીતે ધર્મને રસ્તે ચડેલો જીવ ચાલુ વર્તમાનમાં કર્મના વધારે પડતા ભાર વાળો હોય, તો પણ ક્રમે કરીને તે પણ જરૂર મુક્તિ સ્થાને પહોંચી જાય છે.
ધર્મ અમૃત છે પણ કીતિના ધ્યેયથી કરવામાં આવે તો અમૃત પણ હલાહલ ઝેરમાં પલટાઈ જાય
અર્થ અને કામ પુરુષાર્થ સાધવા પણ જીવમાં થોડી યોગ્યતા જોઇએ, તો ધર્મ અને મોક્ષ પુરુષાર્થ સાધવા તો, ઘણીજ વધારે પડતી યોગ્યતા જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવતે પોતાની અંતિમ દેશનામાં માળ્યુ છે કે :