________________
૨૬
મંગલાચરણ
विसंतु पीयंजह कलिकडं, हणाइ सत्थंजह कुगाहीयं । एसेव धम्मो विसओववन्नो, हणाइवेयाल इवाविवन्नो ।।
પીધેલુ કાળફૂટ વિષ, અવળીરીતે પકડેલુ શસ્ત્ર, મંત્રખળે આધીન નહી થયેલો વેતાળ, જેમ વિનાશકારી નીવડે છે, તેવી રીતે અવિધિ અથવા આશંસા દોષથી આરાધેલો ધર્મ પણ, મોક્ષપદ આપવાને બદલે, ભવભ્રમણ વધારનારો નીવડે છે. ધર્મનાં અનુષ્ઠાન અમૃતરૂપ છે છતાં આ લોકમાં કીર્તિ મેળવવાના ધ્યેયથી અથવા મનાવવા – પૂજાવવાના ધ્યેયથી ધર્માંનાં અનુષ્ઠાન થતાં હોય તો તેને જ્ઞાનીઓએ વિષાનુષ્ઠાન કહ્યાં છે. જીવમાં યોગ્યતા ન હોય તો, અમૃત પણ હલાહલ ઝેરમાં પલટાઈ જાય છે. એટલે જ જ્ઞાનીઓએ પણ યોગ્યતા જોઇને જીવની પાત્રતા મુજબ જ ધર્મ આપવાનુ કહ્યું છે.
અજરામર સ્થાનની પ્રાપ્તિ તે જ જીવ માટે અપૂર્વ સિદ્ધિ
કાચમણ જેમ અસાર છે, પોલી મુઠ્ઠી જેમ નિઃસાર છે, ખોટાં સિક્કાવાળું ચલણી નાણું જેમ નિઃસાર છે, તેમ લેશ પણ ભાવશુદ્ધિ વિનાનું અથવા ભાવશુદ્ધિનાં લક્ષ વિનાનુ એકલું દ્રવ્યલિંગીપણું પણ નિઃસાર છે, માટે મનાવવા પૂજાવવાની ભાવના વિના નિરાશ ́સ ભાવે, એટલે કે, આ લોક કે પરલોક માં પૌલિક સુખની મનમાં લેશ પણ અપેક્ષા રાખ્યા વિના, વળ કમ નિર્જરાના તેમજ મોક્ષપદ મેળવવાના ધ્યેયથી જે ધર્મનાં અનુષ્ઠાનો થતાં હોય તે જ સાચા અર્થમાં ધર્મ છે,