________________
મંગલાચરણ
૫૧
મળી જાય તો તે ઘણાખરા પાપકમાંથી બચી જાય છે. જેણે લાજ ને શરમ મૂકી દીધી તેવાને ઉપદેશ લાગવો અતિ દુર્લભ છે. લજ્જાવાળો મનુષ્ય એકવાર ભલે પ્રાણનો નાશ થાય તો પણ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાનો તે ત્યાગ કરતો નથી. દાખલા તરીકે મેઘકુમારે આંખમાં શરમ રાખી તો તેને ભગવાન મહાવીરદેવે માર્ગમાં સ્થિર કરી દીધો. તેણે તો નિર્ણય કર્યો હતો કે, “મારે સવારના ઘર ભેગા થઈ જવું છે, આ સંયમનાં કષ્ટો મારાથી સહેવાશે નહીં. આખી રાત આજે મારે જમીન પર આળોટવું પડયું. જ્યાં મારી સુખશય્યા અને જ્યાં આ દીક્ષિત જીવનમાં ભૂમિપર આળોટવાનું ? માટે મારે તો સવાર પડે ઘરે પહોંચી જવું છે.” પણ તેમાં શરમ એટલી જરૂર રાખી કે, “ભગવાનને પુછયા વિના મારે જવું નથી. બસ આટલા ગુણના પ્રભાવે તે આત્મા તરી. ગયો. માટે લજજા એ ગુણસમુદાયને જન્મ આપનારી અત્યંત શુદ્ધ હૃદયવાળી આર્ય જનેતા સરખી છે. શુદ્ધ. શીલવ્રતને ધારણ કરનારી સન્નારી જેમ પનોતા પુત્રને જન્મ આપે છે તેમ લજજા ગુણસમુહને જન્મ આપનારી હોવાથી માતાસ્વરૂપ છે. લજજાગુણને વરેલા મહાપુરૂષો ક્યારેક વખત આવે પોતાના પ્રિય પ્રાણોનો ત્યાગ કરી દે, પણ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાનો ત્યાગ કરતા નથી. તેમની આંખમાં શરમ હોય છે કે હવે હું ચારિત્ર છોડીને ઘેર જઈને મારા કુટુમ્બીઓને મોટું શું બતાવીશ ? એટલે લજજાને લીધે તેનો પગ જ ન ઉપડે. પછી તો પ્રાણને ભોગે પણ પોતાની પ્રતિજ્ઞા નભાવે. પણ જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજ