________________
૧૧
અત્યંત ઉપયોગી થશે. રાજહંસ જેવી ગુણ ગ્રાહક દૃષ્ટિવાળા મનુષ્યો જરૂર આ આલેખનમાંથી સાર ગ્રહણ કરી લેશે. બાકી પ્રમોદ ભાવના કે અનુમોદનનો લેશ શુભભાવ જેમનામાં નથી તેઓ એમ જ કહેવાના કે આ પુસ્તકમાં શું તત્વ છે, આમાં તો કથાઓ લખી છે. પણ તેવું બોલનારાઓને એટલું એ ભાન રહેતું નથી કે કથાનુયોગ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેવા મહાનપુરૂષોએ પણ ખેડેલો છે. જૈન દર્શનમાં ચાર અનુયોગમાં કથાનુયોગ પણ માન્ય છે. તો પછી મારા જેવો સામાન્ય સાધુ કોઈ ગહન એવા વિષયની પુષ્ટિ માટે દૃષ્ટાંત લખે તો તેમાં કયો અપરાધ છે ! છતાં આ પોણાચારસો પાનાના પુસ્તકમાં ફક્ત છ સાત દૃષ્ટાંતો આપેલા છે. બાકીનું વિવેચન માર્ગાનુસારીના ગુણો અને કેટલાક તાત્વિક વિષયો પરનું જ છે. કેટલાક આત્માઓ કથાનુયોગમાંથી પણ સાર ગ્રહણ કરીને પોતાના જીવનને ધર્મમય બનાવી શકે છે. - આ પુસ્તકના પ્રકાશન પહેલાં અખંડજ્યોત, મનોવિજ્ઞાન, મંગલ પ્રસ્થાન, રસાધિરાજ વગેરે પ્રકાશનો પણ બહાર પડી ચૂક્યાં છે. તે પહેલાં પણ આત્મદર્શન, મોહમુક્તિ, મંગલદ્વાર, અમીઝરણાં, તન્દ્ર ત્રિવેણી વગેરે પ્રકાશનો બહાર પડેલા છે. પ્રકાશનો જેવાં બહાર પડે કે તરત ઉપાડ થઈ જાય છે. ઘણું મુમુક્ષુઓમાં જ્ઞાનપિપાસા જાગૃત થઈ છે. સરલ અને સુગમ એવી લોકભાષામાં સાહિત્ય પીરસાય તો આ કાળમાં જ્ઞાનનો બહોળો પ્રચાર થઈ શકે તેમ છે. પુસ્તક પ્રકાશનના કાર્યમાં નાગપુરના જૈન વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘે જે અનેરો ઉસ્માહ દાખવ્યો અને પ્રકાશનનું સંપૂર્ણ કાર્ય ઉપાડી લીધું