________________
મંગલાચરણ
કષાયોનો મૂળમાંથી ક્ષય થઈ જાય તેના જેવો બીજો આનંદનો વિષય કયો હોઈ શકે ? કષાયોનો મૂળમાંથી ક્ષય ક્ષપકશ્રેણી પર આરૂઢ થએલા મહાપુરૂષોજ કરી શકે. શ્રેણી આ કાળે મંડાતી નથી, છતાં આ કાળે પણુ કષાયોને પાતળાં જરૂર પાડી શકાય છે. મુનિ ભગવતો જે આ કાળે ચારિત્ર પાળે છે તે પણ સરાગ દશાનું હોવાથી તેઓ પણુ કષાયોનો મૂળમાંથી ક્ષય કરી શકતા નથી, છતાં કોઈના મુખેથી દુચનાદિ સાંભળતાં ઉદયમાં આવતા કષાયોનો તેઓ આ કાળે પણ નિરોધ જરૂર કરી શકે છે. કષાયોનો નિરોધ કરવા પૂર્વક કષાયોને નિષ્ફળ બનાવી દેવા એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. કષાયો સફળ થાય તેમાં તો, વર્ષાનાં તપ અને ચારિત્ર ઉપર પાણી ફરી જાય છે અને એટલેજ કષાયોનો નિરોધ કરવા પૂર્વક તેને નિષ્ફળ બનાવી દેવા એમાંજ તો ખરૂં મુનિપણુ છે.
કષાય રૂપી કટુ વૃક્ષનાં પુષ્પ અને ફળો
૧૨
પૂ. ધર્મદાસ ગણી ઉપદેશ માળામાં ફરમાવે છે કે – कडुय कषाय तरुणं पुष्पंच फलं दोविविरसाइ । पुप्फेण झायइ कुवियो फलेण पावं समायरइ ||
કષાયરૂપી કટુવૃક્ષનાં પુષ્પ અને ફળ અને સ્વાદ વગરના છે. માનવીને કષાય આવે એટલે તે મનમા જે કુવિકલ્પો કરે તે કષાય રૂપી કટુ વૃક્ષનાં પુષ્પો કહેવાય. પછી તો તેમાંથી દુર્ધ્યાનની પર પરા એવી તો શરૂ થઈ જાય કે તેમાંથી ઘોર પાપ પણ આચરી બેસે, એટલે કે કોઈનું વધ પણ કરી નાંખે,