________________
મંગલાચરણ
માળાના મોતીની માફક ગૂંથી દીધી છે. તે ઉપર મહારાજશ્રીએ વિદ્વતાપૂર્ણ જે વ્યાખ્યાનો આપ્યા છે, તેનો પ્રસ્તુત ગ્રંથમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. માર્ગનુસારીના પાંત્રીસ ગુણોપર મહારાજશ્રીએ એવું વિશદ અને વિસ્તૃત વર્ણન કર્યું છે કે, જૈન ધર્મનો ક કક્કો બારાખડી ન જાણનારને પણ આમાંથી પૂરતી સામગ્રી મળી રહે છે. જૈન ધર્મના પાયાનું જ્ઞાન આ ગ્રંથમાંથી મળી રહે તેવું છે. ગ્રંથનો ઉપદેશ કોઈ પણ વાચકને ધર્મ અને સદાચારના માર્ગે લઈ જાય છે એ આ ગ્રંથની એક અનોખી ખૂબી છે. - માનવ જન્મ પ્રાપ્ત થવા છતાં જે માનવતા પ્રગટ ન થાય તો તે પ્રાપ્ત થયાનો સાચો લાભ મળી શક્તો નથી. અનેક વખત મનુષ્ય યોનિમાં આપણે જન્મ લઈ લીધો હોવા છતાં આપણે જન્મમરણના ચક્કરનો અંત આવ્યો નથી એ હકીકત છે, એટલે અનેકવાર મનુષ્ય જન્મ લેવાછતાં આપણું જીવનની સાધના સાચા માર્ગેનથી થવા પામી. જૈનધર્મ મનુષ્ય દેહ કરતાં મનુષ્યત્વ ઉપર જ વધુ ભાર મૂકે છે. ભગવાન મહાવીરે પણ પોતાની અંતિમ દેશનામાં કહ્યું જ છે કે નાગુ થવુ સુજાહું અર્થાત હે ભવ્ય જીવો ! મનુષ્યત્વ પામવું એ જ દુર્લભ છે. ઉત્તરાધ્યયન સૂત્ર (અ. ૭–૧૬) માં કહ્યું છે કે મનુષ્યત્વ એ મૂળ મૂડી છે અને દેવગતિ એ લાભ છે, એ મૂળનો નાશ થવાથી જીવો નારક અને તિર્યંચ તરીકે ઉત્પન્ન થાય છે. આવું મનુષ્યત્વ કયારે પ્રાપ્ત થાય તે સંબંધમાં પણ ભગવાને કહ્યું છે કે (ઉત્તરા. અધ્ય. ૩-૭)“અનેકાનેક યોનિઓમાં ભયંકર દુઃખો ભોગવતાં ભોગવતાં જ્યારે કોઈ વાર અશુભ કર્મો ક્ષીણ થાય છે અને આત્મા શુદ્ધ-નિર્મળ બને છે ત્યારે તે મનુષ્યત્વને પામે છે.” માનવતા–મનુષ્યત્વ પ્રાપ્ત કરવા માટેની પ્રથમ ભૂમિકા મહારાજશ્રીએ આ ગ્રંથમાં સમજાવેલ છે. વાંચકો સહેલાઈથી સમજી શકે અને તદનુસાર આચરણ કરવા પ્રેરણ મળે, એવી દીર્ઘદૃષ્ટિથી મહારાજશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાંના વ્યાખ્યાનો અત્યંત સરળ અને સુગમ્ય ભાષામાં પ્રસંગને અનુરૂપ એવા ઉચિત હૃષ્ટાંતો સાથે આપેલા છે. સમજપૂર્વક જે આ બધા વ્યાખ્યાનો