________________
મંગલાચરણ
૧૧૫
વિવાહના આઠ પ્રકાર
જેમાં વસ્ત્રાભૂષણથી શણગાર સજાવટ કરી કન્યાદાન કરવામાં આવે અને એમ કહેવામાં આવે છે, તે આ મહાભાગ પુરૂષને અનુસરજે, અને તેની જેમ ધર્મને રસ્તે ચાલનારી થજે. તેમજ કુળમર્યાદા અને આચારવિચારનું પાલન કરવાપૂર્વક ઉભય કુળને શોભાવજે. આ રીતે વિવાહ કરવામાં આવે તેને બ્રાહ્મવિવાહ કહેવામાં આવે છે.
વૈભવનો વિનિયોગ કરી વિવાહ કરવામાં આવે તેને પ્રાજાપત્યવિવાહ કહેવાય, એટલે કન્યાના પિતાની પાસે જેટલા પ્રમાણમાં દ્રવ્ય હોય તેનો વિનિયોગ કરવાપૂર્વક એટલે બીજા પણ પોતાના પુત્ર-પુત્રીઓના પરિવારનો ખ્યાલ રાખીને કરિયાવર આપવાપૂર્વક વિવાહ કરી આપે તેને પ્રાજાપત્યવિવાહ કહી શકાય. જેમાં ગાય બળદનું દાન આપવાપૂર્વક વિવાહ કરવામાં આવે તે આર્ષ વિવાહ. યજ્ઞ કરવા માટે યજ્ઞક્રિયા કરાવનાર બ્રાહ્મણને દક્ષિણાને બદલે કન્યાદાન કરવામાં આવે તેને દૈવવિવાહ કહેવામાં આવે છે. ગૃહસ્થો માટે આ ચાર ધર્મવિવાહ કહેવાય, એટલે વિવાહની રીતે વિવાહ કહેવાય.
જેમાં માતા-પિતાની અનુજ્ઞા શિવાય પરસ્પરના અનુરાગથી સંબંધ જોડાય, તે ગાંધર્વ વિવાહ કહેવાય, જેને આ કાળમાં લવમેરેજ કહેવામાં આવે છે. સાથે ભણતા હોય અને પરસ્પર પ્રેમ થઈ જાય એટલે લગ્ન -ધંથીથી જોડાઈ જાય તેવા કિસ્સા આ સહશિક્ષણના યુગમાં ઘણું બને છે. પણ