________________
મંગલાચરણ્ય
થઈ જઈશ અને જ્ઞાનની સાથે ગોષ્ઠી કરવાને બદલે દુર્જનની સાથે ગોષ્ઠીમાં પડીશ તો તું પતનને પામીશ. માટે પહેલાં તો સંગ જ કરવા જેવો નથી. સંગ કરતાં આત્માની અસંગ દશા અતીવ શ્રેષ્ઠ છે, છતાં વચગાળાની સાધક દશામાં સંગ કરવો જ પડે તો સત્સંગ કરવો પણ કુસંગ તો ભૂલેચૂકે નહીં કરવો.
સતસંગ એ પારસમણિ જેમ બોલ બોલ કરવા કરતાં મૌન રહેવું એ અતીવ શ્રેષ્ઠ છે, છતાં મૌન ન જ રહી શકાય ને બોલવું જ પડે તો અસત્ય ભાષણ તો ન જ કરવું. હિત, મિત અને પથ્યકારી એવું સત્ય વચન જ બોલવું. તેમ અસંગ દશા સવોત્તમ પણ તેટલી ઉચ્ચ ભૂમિકાએ ન પહોંચ્યા હોઈએ ત્યાં સુધી વચગાળાની સાધક અવસ્થામાં નિરંતર સત્સંગ કરતા રહેવું, અને દુરાચારી એવા હલકી કક્ષાના મનુષ્યોનો સંગ છોડી દેવો એ તદ્દન બરાબર છે. પણ તેવાનો સંગ છોડ્યા પછી સદાચારી અને ધર્મમય જીવન જીવનારા ગુણ પુરૂષોની સોબત કરવામાં ન આવે તો આપણું જીવનમાં ગુણવૃદ્ધિ કઈ રીતે થવાની ? સત્સંગ એ દુનિયામાં ઘણી મોટી ચીજ છે. સત્સંગ એ પારસમણિ છે. લોઢાને પારસનો સંગ થાય તો તે સુવર્ણ બને છે તેમ ગમે તેવો શઠ મનુષ્ય પણ સત્સંગના પ્રભાવે સુધરી જાય છે.