________________
૨૮૬
મંગલાચરણ
મનમાં વિચારવા લાગ્યો કોણ જાણે આમાં શું શું ભર્યું હશે અને જોયું તો પાંચે ગ્લાસમાં એક સરખું કેશરી દૂધ ભર્યું હતું. રાજાએ કહ્યું આ કલર અલગ અલગ ને અંદર એકનું એક ? ત્યાં બાઈએ કહ્યું મારા માલિકને અંધાપો આવી ગયો છે તેનો અંધાપો દૂર કરવા ગ્લાસના કલર અલગ અલગ રાખ્યા છે. અને ચીજ તેમાં એકની એક રાખી છે. રાજન આપની મહારાણું હોય, હું હોઉં કે કોઈ એક મેતરાણ હોય, દરેકના શરીરની ચામડીના કલર જુદા જુદા છે. પણ રાજન ! દરેકના શરીરની અંદર એકનું એક ભર્યું છે. છતાં માનવી ઉપરઉપરના રૂપ સૌંદર્યમાં લોભાઈ જાય છે. આપ પ્રજાના પાલક થઈને પણ મારામાં લોભાઈ ગયા. હું તો પ્રજાજન હોવાથી આપના માટે પુત્રી સ્વરૂપ છું, છતાં આપ મોહાંધ બની ગયા. રાજન ઉપરઉપરની સફેદ ચામડીમાં જરાએ લોભાવવા જેવું નથી. શરીરની અંદર ગટરખાના શિવાય બીજું કશું નથી. રાજન ! શરીરના અત્યંતર સ્વરૂપનો વિચાર ન કરવો અને ઉપરના રૂ૫ સૌંદર્યમાં મોહ પામવું તે સમજુને ન છાજે. રાજન આપના અંતેઉરમાં તો અપ્સરા જેવી મહારાણીઓ છે છતાં આપ પરસ્ત્રીમાં મોટું નાખવા આવ્યા એ તો ઘરના શુદ્ધ ભોજનને મૂકીને એંઠવાડમાં મોટું નાખવા બરાબર છે. એંઠવાડમાં માણસ મોટું ન નાખે, જાનવર એંઠવાડમાં મોટું નાખે. આવા આવા શબ્દો કાને પડવાથી રાજાની દૃષ્ટિમાંનું ઝેર નીતરી ગયું. ગ્લાસના દાંતે જ રાજાને બોધ થઈ ગયેલો. પણ આવા શબ્દો કાને પડવાથી તો રાજાની બન્ને આંખોમાંથી નીર નીતરવા લાગ્યું. અને