________________
મંગલાચરણ
૧૩૫
થતો નથી. અને તેવા પ્રામાણિક પુરૂષો પણ દુનિયામાં છે. બહુરત્ના વસુંધરા છે, કાંઈ ધરતી વાંઝણી નથી.
જે માનવીને એવો ડર રહેતો હોય કે, હું પાપ કરીશ તો પરલોકમાં કટુક ફળ મારે ભોગવવા પડશે. પાપ શરૂઆતમાં જ મધુર હોય છે, વિપાકમાં અતિ દારૂણ હોય છે. તેવા મનુષ્યોને મધ્યમ કહ્યા અને શ્રીપાલ રાજા અને સુદર્શન શેઠની જેમ જે મનુષ્યોના સ્વભાવમાં જ પાપ નથી તેવાને ઉત્તમ કહ્યા છે. ચંદનના સ્વભાવમાં જ સુગંધ છે. તેને છેદો કે ભેદો અથવા બાળો તે સુગંધ જ ફેલાવશે, તેમ જે મનુષ્યના સ્વભાવમાં જ સત્ય અને શીલની સુગંધ ભરી છે તે મનુષ્યના જીવનમાંથી ચારે બાજુ ખુશબો જ છૂટવાની છે. જ્યાં જીવનમાં દુષ્કર્મની દુર્વાસના જ નથી, ત્યાં બદબો છૂટવાનું તો કાંઈ કારણ જ રહેતું નથી. સુદર્શન શેઠ અને શ્રીપાલ મહારાજા જેવા પૂર્વકાળમાં થઈ ગયેલા મહાપુરૂષો પોતાના સગુણની સુવાસ એવી તો મહેકાવી ગયા છે કે, આજ પર્યત તેમના જીવનની સુવાસથી વાતાવરણ મધમધતું રહ્યું છે. તેમને થઈ ગયે હજારો ને લાખો વર્ષો થવા છતાં આજ પર્યત સૂર્યોદય પહેલાં તે મહાપુરૂષોનાં નામ લેવાય છે અને લેવાતાં રહેશે. બસ આનું નામ જ ધન્ય જીવન કહેવાય. જ્યારે પાપ કર્મની દુર્વાસનાથી ખદબદતા મનુષ્યો જીવતા હોવા છતાં મરેલા જેવા હોય છે. હમણાં જ ઉલ્લેખ કરી ગયા તેવા મહાન પુરૂષો મૃત્યુને પામી ગયેલા હોવા છતાં તેમના શુભ નામ દરેકના મુખા હોવાથી જાણે જીવતા જેવા જ છે માટે જેમના સ્વભાવમાં