________________
મંગલાચરણ
ભવમાં આવેલો આત્મા પછી કયાંયનો રહેતો નથી. તે સદ્ગતિ અને મોક્ષ બન્નેથી ભ્રષ્ટ થાય છે, અને ઘણા લાંબા કાળ સુધી દુર્ગતિના ભવ તેને કરવા પડે છે.
જીવન સાદાઈ વાળું હોય તો બચત ઘણું રહે
આ કાળમાં ભોગવિલાસનાં સાધનો એટલાં બધાં વધી પડ્યાં છે અને તેની સાથે વિલાસિતા પણ એટલીબધી વધી ગઈ છે કે, તેના પ્રમાણમાં દ્રવ્યનો પણ સંગ્રહ કર્યા વિના જાણે ચાલે જ નહીં. કારણ કે ભોગ વિલાસનાં સાધનો ઘરમાં વસાવવાં અને સજાવવા દ્રવ્યો પહેલાં જોઈએ, એટલે દ્રવ્યની લાલસા પણ એટલીબધી વધી પડે કે તેને પહોંચી વળવા અનેક પાપો મનુષ્યોને સેવવાં પડે છે. સાદાઈવાળું જીવન તો આ કાળમાં રહ્યું જ નહીં. તેમાં પાછી હરીફાઈ (Competition) ચાલે. પાડોશીને ત્યાં રેડિયો આવી ગયો ! અરે ! તેને ત્યાં તો ટેલીવિઝન આવવાની તૈયારી છે ! રેફ્રીજરેટર, એરકંડીશન, બધા સાધનો તેને ત્યાં આવી ગયા ! જ્યારે આપણે ત્યાં હજી તેમાંનાં કોઈ સાધનો વસાવવામાં આવ્યાં નથી ! એટલે પછી હરીફાઈ એવી ચાલે કે તે તે સાધનો પોતાના ઘરમાં ન વસાવવામાં આવે ત્યાં સુધી ઘરની સ્ત્રીઓ ઘરના માલિકને જંપીને બેસવા દે નહીં. તેવા સાધનોનો મોહ ન રાખતાં જે સદાઈવાળું જીવન જીવવામાં આવે તે પૈસાની પાછળ ઘોર પાપ આચરવાં ન પડે અને પૈસાનો બચાવ પણ ઘણો થાય, અને તે બચતમાંથી ઘણાં પરમાર્થનાં કાર્યો પણ કરી શકાય.