________________
મંગલાચરણ
ધનધાન્યાદિથી પરિપૂર્ણ આ સમગ્ર લોક કદાચ કોઈ એક વ્યક્તિને આપી દેવામાં આવે, છતાં તેટલા દ્રવ્યથી પણ તે એક વ્યક્તિને સંતોષ થશે નહીં. લોભાભિભૂત આત્માને જ્ઞાનીએ સમુદ્રની જેમ દુષ્પર કહ્યો છે. કહેવતમાં પણ કહેવાય છે કે લોભનો કોઈ થોભ છે જ નહીં. જીવને જેમ લાભ થતો જાય તેમ લોભ વધતો જાય છે. શરૂઆતમાં લોભનું સ્વરૂપ ખાબોચિયા જેવું હોય છે. અને ધીમે ધીમે જેમ જેમ સરખાઈ આવતી જાય તેમ તેમ સ્વયંભૂરમણ સમુદ્રનું સ્વરૂપ થઈ જાય છે, અને જ્ઞાનીઓને ફરમાવવું પડ્યું છે કે કદાચ કોઈ સ્વયંભૂરમણ સમુદ્રનો પાર પામી શકે પણ લોભ સમુદ્રનો પાર પમાવવો તેનાથી પણ કઠીન છે. લોભથી સર્વ વિનાશ તો સંતોષથી પૂર્ણ વિકાસ
શરૂઆતમાં માનવી નિર્ધન અવસ્થામાં ફક્ત સો રૂપિયા મેળવવાની ઈચ્છા કરે છે. સો મળતા થયા એટલે હજારની ઈચ્છા કરે. હજાર મળે એટલે લાખની અને લાખ મળે એટલે કરોડપતિ થવાના કોડ જાગે. કોટીશ્વરને રાજ્ય મેળવવાની ઈચ્છા થાય અને રાજ મલ્યા પછી રાજાધિરાજ બનવાના મનોરથ જાગે. અને રાજાધિરાજ બન્યા પછી પણ તૃષ્ણ શમતી નથી ! દેવલોકનાં દિવ્ય સુખ મેળવવાની ઈચ્છા જાગે છે, અને દેવ બનેલાને દેવેન્દ્ર બનવાની તૃષ્ણ જાગે છે ! શરૂઆતમાં લઘુ લોભ પણ ધીમે ધીમે એવો વધતો જાય છે કે કયાંય તેનો કિનારોજ દેખાતો નથી. જીવનમાં સંતોષ આવે તો જ લોભ સમુદ્રને પાર પામી શકાય. લોભ સર્વ વિનાશનું