________________
મંગલાચરણ
૩૩
આપણાંજ પુણ્ય પરવારી બેઠા ત્યાં દોષ કોને દેવો!
અનીતિ કે અન્યાય આજે કોઈ એક વર્ગમાંજ છે, તેવી વાત છે જ નહીં. એ દોષો તો જાણે રાષ્ટ્રવ્યાપી બની ગયા છે. શાસન પણ એ દોષોથી અલિપ્ત રહ્યું નથી. જાહેર અને બિન જાહેર વહીવટોમાં પણ ઘણી જગ્યાએ અંધેર પ્રવર્તે છે. લાંચરૂશવત આપ્યા શિવાય તો આજે ભાગ્યેજ કોઈ કામ થઈ શકે છે ! આજે આબરૂદાર માણસોને પણ પોતાની ઈજજત કેમ ટકાવી રાખવી તેની એક મહાન સમસ્યા ઊભી થઈ છે. આમાં એકલા આપણું માથે શાસન કરનારાઓ દોષિત છે તેવું નથી. આપણું પણ પુણ્ય પરવારી બેઠાં છે. જે સામુદાયિક પાપનો ઉદય ન જાગ્યો હોય તો આપણી માથે આવો જુલમ હોય ? ખેતી પ્રધાન દેશ હોવા છતાં આજે કેટલાય મનુષ્યોને અન્ન માટે વલખાં મારવાં પડે છે, એ કેટલી બધી શરમજનક વાત કહેવાય ? જે બધું મુક્ત કરી નાખવામાં આવે, તો જોઈએ તેટલું બજારમાં મળી શકે. અને તેવું કરે તો અમલદારશાહી અને નોકરશાહીનો પણ એની મેળે અંત આવી જાય. સરકારની જવાબદારી દેશની રક્ષણની અને પ્રજાના જાનમાલની સલામતી જાળવી રાખવાની છે. કોઈ પરચકનો ભય ઊભો થયો હોય તો તેનો સામનો કરવાની સરકારની મુખ્ય જવાબદારી છે. વ્યાપારની જવાબદારી વ્યાપારીઓની છે, પણ તે નીતિ ન્યાયપૂર્વક કરવો જોઈએ. વ્યાપારીઓ નીતિ ન્યાયની મર્યાદા ઉલ્લંઘે અને સરકારને પગલાં લેવાં પડે તેમાં સરકારનો પણ ક્યાં દોષ છે ? બાકી