SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ મંગલાચરણ તો જુના જમાનામાં રાજાઓના સમયે કહેવતમાં પણ કહેવાતું કે, જેનો રાજા વ્યાપારી તેની પ્રજા ભિખારી ! સૌ સૌના કાર્યક્ષેત્રમાં સૌ પ્રમાણિકતાથી કામ કરતા રહે તેમાંજ સૌની શોભા છે. સામુદાયિક પુણ્ય પાપ ભારતની પ્રજાએ રામરાજનું સ્વમ સેવીને સ્વરાજ મેળવ્યું હતું. અને સ્વરાજ મેળવવાની પાછળ ભારતની પ્રજાએ કેટકેટલાં ખલિદાનો આપેલાં છે, છતાં સુખ શાન્તિના દર્શન ન થાય તો પ્રજામાં સહેજે નિરાશા છવાઈ જાય. પણ તેમાં સમષ્ટિના પુણ્યની પણ ખામી છે. જો સામુદાયિક પુણ્યનો ઉદય વતો હોત તો ભારતમાં આજે રામરાજ જ હોત. કવાદમાં માનનારો માનવી કોઈ બીજા પર દોષારોપણ કરે નહીં. તે તો વિચારે કે : कर्म प्रधान विश्व करी राखा । जो जस करही सो तस फल चाखा ॥ - संत तुलसीदासजी જે જેવા કર્મ કરે છે, તેવાજ ફળ તેને ભોગવવાં હોઇએ અને ખચાવમાં પડે છે. આજે આપણે પાપ કરતા કહીએ કે સરકારે એવા કાયદા કર્યાં છે એટલે અમારે પાપ કરવા પડે છે, તો તે કોઈ બચાવ નથી. કરેલાં કર્મ તો આપણેજ ભોગવવાં પડવાના છે. તે ટાઇમે કોઈ આપણી
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy