________________
મંગલાચરણ
૨૫
~
પડખે ચડવાનો નથી. માનવી જાણતાં કે અજાણતાં જે જે પાપ સેવે છે તેના કટુ ફળ તેને ભોગવવાં પડવાનાં છે. કર્મસત્તાનો એક અટલ કાનૂન છે કે, જે કોઈ કર્તા બને તેને જ ભોક્તા બનવું પડે છે. સરકાર ગમે તેવા કાયદા કરે છતાં માનવી સંતોષનો આદર્શ નજર સામે રાખીને અને પરિગ્રહની મર્યાદા બાંધીને જીવન જીવવા માંડે, તો કોઈ મોટકાં પાપ તેને સેવવાં પડે નહીં, અને સરકારના ગમે તેટલા કાયદા હોય તો પણ તેને આફતમાં મૂકાવું પડે નહીં. આ કાળમાં કોઈ પણ ક્ષેત્રમાં બહુ વિસ્તાર કરવા જેવો નથી, જેટલો બને તેટલો સંક્ષેપ કરવાની જરૂર છે.
દ્રવ્યશુદ્ધિથી અન્નશુદ્ધિ, અન્નશુદ્ધિથી મન શુદ્ધિ
આ કાળમાં દ્રવ્ય દુર્લભ નથી પણ સદ્દવ્ય દુર્લભ છે. નીતિનું દ્રવ્યજ સદ્રવ્ય કહી શકાય. દ્રવ્યશુદ્ધિ વિના બીજી કોઈ શુદ્ધિઓ જળવાતી નથી. પૂજામાં વસ્ત્રશુદ્ધિ, મનશુદ્ધિ, કાયશુદ્ધિ, વચનશુદ્ધિ વિગેરે જે સાત પ્રકારે શુદ્ધિ કહી છે, તેમાં દ્રવ્યશુદ્ધિ પહેલી છે. દ્રવ્યશુદ્ધિ હોય તો બાકીની બધી શુદ્ધિઓ જળવાઈ રહે. પણ આ તો ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે ! જ્યાં મૂળમાં દ્રવ્યશુદ્ધિ ન હોય ત્યાં બીજી શુદ્ધિઓ જળવાય કયાંથી? દ્રવ્યથીજ અન્ન ખરીદવામાં આવે છે. હવે દ્રવ્યની શુદ્ધિ હોય તો અન્નની શુદ્ધિ થાય. અન્ન શુદ્ધ હોય તો મનની શુદ્ધિ થાય, મનની શુદ્ધિ હોય તો આત્માની શુદ્ધિ થાય ! આજે ઘણા કહે છે ધર્મ ધ્યાનમાં મન સ્થિર રહેતું નથી. પણ મન