________________
મંગલાચરણ
૧૫૮
જ ઘોર હિંસા છે. માટે હિંસાથી જેમ કર્મ બંધાય છે તેમ નિન્દા કરવાથી પણ કયારેક તીવ્ર કર્મનો બંધ પડી જાય છે.
કેટલીકવાર તો મનુષ્યો પોતાને સારા કહેવડાવવા બીજાને નિન્દતા હોય છે. દેષ બુદ્ધિથી બીજાને ઉતારી પાડવા અને પોતાની પ્રતિષ્ઠા વધારવા બીજાના અવર્ણવાદ બોલવા એ જ નિન્દા છે. પણ આ રીતે બીજાની નિન્દા કરવાથી કોઈ હલકા પડી જતા નથી, અને પોતાની કાંઈ પ્રતિષ્ઠા વધી જવાની નથી. જેનું પુણ્યબળ તપતું હોય તેને હલકો પાડવાની દુનિયામાં કોઈની તાકાત નથી. સૂર્યની સામે ધૂળ ઉડાડવા જતાં તે ધૂળથી આપણી જ આંખો ભરાવવાની છે.
પૂંઠ પાછળ કોઈની વાત કરવા કરતાં
સન્મુખ વાત કરો દોષદૃષ્ટિથી માનવી નિન્દક બને છે અને ગુણદૃષ્ટિથી ગુણાનુરાગી બને છે. હંસ દૃષ્ટિવાળા બનવું, કાક દૃષ્ટિનો પરિત્યાગ કરી દેવો. કાગડાની દૃષ્ટિ નબળા ઢોરના ચાંદા ઉપર જ હોય તેમ દોષદૃષ્ટિવાળા મનુષ્યોની દૃષ્ટિ સામાનાં છિદ્રો ઉપર હોય છે. આખી પૃથ્વીને ભલભલા રાજામહારાજા પણ ચામડાથી મઢી શકતા નથી. જેમણે કાંટાથી બચવું હોય છે તે કાંટારખા પહેરી લે છે, તેમ જેણે દોષોથી બચવું હોય તેણે પોતાના આત્માને બચાવી લેવો. જે તેની પંચાત કરે આપણને શો લાભ થવાનો છે. કોઈ પણ વ્યક્તિને સુધારવા મોઢામોઢ કહી દેવું તે કાંઈ નિન્દા નથી, તે તો મોટામાં મોટો પરમાર્થ,