________________
મંગલાચરણ
સબંધ માન્યો છે. જેમ ક્ષીર અને નીર એકાકાર થઈ જાય, તેમ કર્મ પુગલો અને આત્માના પ્રદેશો એકમેક જેવા થઈ ગએલા છે, અથવા લોહાગ્નિવત્ સંબંધ માન્યો છે. - લોઢાના ગોળાને તપાવવામાં આવે એટલે અગ્નિ લોખંડના અણુએ અણુમાં વ્યાપી જાય છે, તેવી રીતે કર્મ પુદ્ગલો પણ આત્માના પ્રદેશ પ્રદેશમાં વ્યાપેલા છે. સર્પ અને કંચૂક જેવો, જીવ અને કર્મનો સંબંધ હોત તો ઔપચારિક બંધ કહેવાત, તેવો સંબંધ જૈન દર્શને માન્ય કર્યો નથી. સર્પના શરીર પર કાંચળી ફરી વળે તેમ જીવને કર્મો એકલા બહારથી જ લાગેલા હોય અને તેનો સંબંધ તદ્દન ઔપચારિક હોય, તો તે કર્મો ઉદયમાં આવતાં જીવને સિફ સામાન્ય એવી બાહ્ય વેદનાજ ભોગવવી પડે, પછી તેને અકળાવવું ન પડે, પણ તેવું એકાંતે છે નહીં તીવ્ર અશાતાના ઉદય કાળમાં જીવને રીબામણનો કોઈ પાર રહેતો નથી. કેવળ બહારથી દુઃખ ભોગવતા હોય છે તેવું નથી હોતું. આંતરિક વેદના પણ એટલીબધી તીવ્ર હોય છે કે, કેટલીકવાર તે જીવો કરૂણ સ્વરે કલ્પાંત કરતા હોય છે અને રોમરોમમાંથી અગન વર્ષા થતી હોય છે. તે વેદના તે જીવો માટે અસહ્ય થઈ પડે છે. સર્પ અને કંચૂકની જેમ કર્મનો બંધ તદ્દન ઔપચારિક હોય તો આવી વેદનાઓ જીવને ભોગવવી જ શા માટે પડે ? માટે જડ કર્મ આત્માને શું કરે ? કર્મની અસર આત્માપર છે જ નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ત્રણ કાળમાં કાંઈ ન કરી શકે. આ બધો વદતોવ્યાઘાત છે. દ્રવ્યનો અગુરુલઘુસ્વભાવ એવો છે કે એક દ્રવ્ય પર દ્રવ્ય સ્વરૂપે ત્રણ કાળમાંએ