________________
૭૨
મંગલાચરણ
-
~
તેમાં નીતિનું દ્રવ્ય હોય તો પણ ભેગું અનીતિનું મિક્ષ થએલું હોય. માટે આ ગામના નગરશેઠનું દ્રવ્ય ખૂબ વખણાય છે અને શેઠ નૈતિક દૃષ્ટિએ ખૂબ ઊંચું જીવન જીવનારા છે. તેમનું દ્રવ્ય ઉપયોગમાં લેવામાં આવે, તો મુહૂર્તની શુદ્ધિ બરાબર જળવાઈ રહે. અને તેવું નીતિનું દ્રવ્ય જે પાયામાં પડે, તો પ્રાસાદમાં રહેનારની ઉત્તરોત્તર ઉન્નતિ થતી રહે. રાજાએ પંડિતને કહ્યું કે, શેઠનું દ્રવ્ય નીતિનું અને મારા ભંડારનું દ્રવ્ય અનીતિનું ! પહેલાં તેની મને ખાત્રી કરાવી આપો. તે પછી જ હું તમારી વાત માન્ય કરી શકું.
શેઠને પણ ત્યાં બોલાવવામાં આવ્યા અને પાયામાં નાખવા માટે નીતિના દ્રવ્યની માગણી કરવામાં આવી. શેઠે તરત કહ્યું કોઈ જિન મંદિર જેવા ધમ સ્થાનના પાયામાં નાખવા દ્રવ્ય જોઈતું હોય તો જોઈએ તેટલું આપું. પ્રાસાદના પાયામાં નાખવા રાજ્યના ભંડારમાં દ્રવ્ય ઘણું છે, છતાં રાજ્યમાં મારે રહેવાનું છે, રાજાના હુકમને મારે માન દેવું પડશે. આવા સંસારિક કાર્યોમાં મારી ઈચ્છાથી હું દ્રવ્ય નહીં આપી શકું, અનિચ્છાએ આપવું પડે એ જુદી વાત છે.
શેઠની વાત રાજાને તદ્દન વ્યાજબી લાગી. રાજાએ શેઠને કહ્યું, હાલમાં પાયામાં નાખવા દ્રવ્ય જોઈતું નથી. પરીક્ષા માટે જોઈએ છીએ. શેઠે પોતાના ભંડારમાંથી એક સોનામહોર લાવી આપી અને રાજ્યના ભંડારમાંથી એક સોનામહોર મંગાવવામાં આવી. રાજા પંડિતને કહે છે હવે નીતિ અને અનીતિના દ્રવ્યની ખાત્રી કરાવી આપો. રાજા