________________
મંગલાચરણ
શરૂઆતથી ઉચ્ચ સંસ્કાર મળે તેવું શિક્ષણ નહીં આપનારા માતાપિતાએ શત્રુ સમાન કહ્યા છે.
જીવનમાં સંસ્કારના ઘડતર વિનાનું એકલું ભણતર તો કેટલીકવાર આશીર્વાદરૂપ નિવડવાને બદલે શ્રાપરૂપ નીવડે છે. ઘડતર વિનાના ભણતરની કિંમત પડતર માલ જેટલીએ અંકાવાની નથી. માનવી એકલા વિનય વિવેકના સંસ્કારથી શોભશે પણ સંસ્કાર વિનાના એકલા શિક્ષણથી નહીં શોભે.
માર્ગાનુસારીના ગુણો જીવનમાં ઉતરવાથી અવશ્યમેવ જીવનનું ઘડતર થશે અને માનવીનું જીવન પર શ્રેયકારી બનશે. માર્ગાનુસારીના ગુણોનું આચરણ આબાલવૃદ્ધ સૌ કોઈ માટે જીવનમાં અત્યંત હિતકારી છે. માર્ગાનુસારીનો પહેલો જ ગુણ “ન્યાય સંપન્ન વિભવ” નો છે જે ધાર્મિક જીવનના મંગલાચરણ સ્વરૂપ છે. જીવનમાં નીતિ ન્યાયનું પાલન ન હોય તો ધાર્મિક જીવનમાં શી રીતે આગળ વધી શકાશે. એટલા માટે આ પુસ્તકનું નામ પણ “મંગલાચરણ રાખવામાં આવ્યું છે. નીતિ ન્યાય પાપભીરતા વગેરે ગુણોથી જ ધાર્મિક જીવનનું મંગલાચરણ થાય છે તેને અનુરૂપ જ પુસ્તકનું નામ રાખવામાં આવ્યું છે. પહેલા ગુણ ઉપર પુસ્તકમાં વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. તેની અંતર્ગત કેટલાક તાત્વિક વિષયોને પણ આવરી લેવામાં આવ્યા છે તે તો પુસ્તકના વાંચનથી આપોઆપ ખ્યાલમાં આવી જશે.
બીજે ગુણ “શિષ્ટાચાર પ્રશંપકત્રીજો ગુણ જેના કુળ શીલ સમાન હોય અને અન્ય ગોત્રના હોય તેની સાથે