________________
-૬૦
મંગલાચરણ
કોટીનું છે. તે ભલે આત્મ ધર્મ સ્વરૂપ નથી, પણ મોક્ષ માર્ગમાં સહાયરૂપ જરૂર છે. તેવા પુણ્યના ઉદયે
જીવ મનુષ્ય ભવ પામે છે, અને તે આર્ય દેશમાં અને •ઉત્તમ કુળમાં એટલું જ નહીં પણ પાંચે ઈન્દ્રિયોની પૂર્ણતા, આરોગ્ય અને દીર્ધાયુષીપણું પુણ્યનાજ ઉદયે પામે છે. દેવ ગુરૂ અને ધર્મસામગ્રીનો યોગ પણ પુણ્યના ઉદયે મળે છે. તેવી સામગ્રીના યોગેજ જીવ મોક્ષ માર્ગમાં નિરાબાધપણે પ્રવર્તી શકે છે. માટે પાપનુબંધી પુણ્ય કે પાપ સર્વથા હેય છે. પરિહરવા યોગ્ય છે, જ્યારે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય છે આદરવા યોગ્ય છે.
યોગધારા અને ઉપયોગધારા
પુણ્યાનુબંધી પુણ્ય અને શુદ્ધ ધર્મ એ બને ધારાઓ અંગે ઘટના કરી, તેમ યોગધારા અને ઉપયોગધારા એ બન્ને ધારાઓ સાથોસાથ ચાલે છે. યોગ અને ઉપયોગ તત્વ દૃષ્ટિએ બને ભિન્ન ભિન્ન છે ! ઉપયોગ એ જીવનું લક્ષણ છે, તો યોગ એ મન વચન અને શરીરરૂપ છે. એટલે અંશે ઉપયોગભાવ તેટલે અંશે સંવર. આશ્રવના પ્રમાણમાં આત્મામાં અશુદ્ધતા અને સંવરના પ્રમાણમાં શુદ્ધતા રહેવાથી અસ્વચ્છ અને સ્વચ્છ એવા બે ભાગવાળા આરિસાની જેમ આત્મા સંસાર પર્યાયમાં હોય છે. ચોથા ગુણઠાણે સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં ઉપયોગધારા શુદ્ધપણે ચાલે છે. અને ઉત્તરોત્તર શુદ્ધતર થતી જાય છે. જ્યારે સમકિતિને પણ અવિરતિનો ઉદય હોવાથી યોગધારામાં તેટલી અશુદ્ધતા રહે છે, તેમ છતાં